________________ થોડું પુણ્ય કરનાર લોકના મનોરથ શી રીતે પુર્ણ થાય? આ પ્રમાણે બોલી તે રાજપ્રિયા મોટેથી રૂદન કરવા લાગી ચંદ્રશ્રીની ઈચ્છા ન છતાં તેને જબરજસ્તીથી વિદ્યાધર નસાડી લઈ ગયે એ વાત વીરસેનના કાને ગઈ, વિરહાગ્નિથી તૃપ્ત થએલે છતાં, મુળથીજ ગંભીર મનને અને મોટા પરાક્રમી વીરસેન કુમારે મનની અંદર વિચાર કર્યો કે, " જે ચંદ્રશ્રી જીવતી હોય, અને તે જંબુદ્વીપમાં રહેતી હશે, તે અશક્ય એવે સ્થળે પણ જઈ હું તેને ખાત્રીથી અહિ લઈ આવીશ આ જગની અંદર કો કામાતુર પુરૂષ યુકત અયુકતને વિચાર કરવા બેસે છે? માબાપના પેટે જે હું પુરૂષ જમ્યો હઈશ તે ગમે તે રીતે વિદ્યાઘરને જીતીને ચશ્રીને અંહિ લઈ આવીશ તે કુલીન સ્ત્રીનું મન મારા૫ર આસક્ત થએલું છે. અને તે પ્રાણ જતાં પણ પરપુરૂષને પસંદ કરશે નહિ, એમ મારી ખાત્રી છે.” એ નિશ્ચય કરી વીરસેન શહેરની બહાર નીકળે. મિત્રમંડળ કામની અંદર આડા આવશે એમ સમજી. કોઈને પણ તે વાત જાણવા દીધી નહિ ચારે દિશામાં શુકન જોઈ દક્ષિણ દિશામાં શુભ શુકન આવ્યાથી તે સુરપુત્ર તે દિશામાં ચાલતે થયા ભૂપષ્ટ ઓળંગીને તે ગયો, તે પણ રસ્તામાં તેને કોઈપણ પ્રકારને થાક ન લાગતાં રસ્તામાં તેને ઉત્સાહ ઉલટે વધતે ગયે, અને ઝપાટાથી રસ્તો કાપવા લાગ્યા થૈર્યવાન પુરૂષના મનમાં સાગર એક ખાબોચીયા જે છે મોટે પર્વત ટેકરા સમાન છે, અને પૃથ્વિએ ગાયના પગની ખરી જેવી છે. - * દરેક જગાએ, નદી તીરે, વનમાં, પર્વતની ગુફામાં ચંદ્રશીને શેધ કરતો આ સાહસી વીરસેન એક મેટા અરણ્યની અંદર ગયે. તે જંગલમાં ફરતાં ફરતાં તૃષિત થવાથી, પાણીને તપાસ કરતો, સારસ પક્ષીના શબ્દ ઉપરથી, પ્રથમ જેએલા એવા એક સરોવર તરફ ગયો. ત્યાં મનમાનતી જલ ક્રિડા કરી નિર્મલ જલ પીધું તેના પ્રાણને ફળની આહુતી આપી, તે કાંઠા ઉપર આવી ઉભા રહ્યા, ત્યાં સરોવરના મધ્ય ભાગે, મોટે બેટ જોયો. અને તેની અંદર એક મહેલ નજરે પડયે, તેમાંથી કર્ણને મધુર એવા ગાયનને અવાજ કાને પડતો હતે. આનો માલીક કોણ? ગાયન શાંનું ચાલે છે? એ જાણવા સારૂ તે અતિ આતુર થઈ ત્યાં જવાને ઉપાય શોધવા લાગ્યા. સરોવરના કિનારાના છેડા અગાડી તે આવે છે એટલામાં એક વનગજ (જંગલને હાથી) પાણી પીવા સારૂ ત્યાં આવ્યું તેને જોઇ. કુમારે મનમાં વિચાર કર્યો કે, “આના ઉપર બેસી સરોવરને કેટલોક ભાગ પસાર કરવો, પછી બે હાથે તરી સહજ રીતે બેટની અંદર જતાં ફાવશે.” આવો વિચાર કરી,હાથીને તરત વશ કરી, એના ઉપર ચઢી, જવાને અતિશય કઠણ એવા સરોવરના મધ્ય ભાગે ગયે. ત્યાં પ્રગની એડી મારી હાથીને પછાડી ફેરવ્યું અને આગળ, ઉંચે ઉડી તરત બેટની અંદર જઈ પડ. .. ... .. : * રાજમહેલની આગળ ચેકમાં, વિદ્યાધર સ્ત્રીઓનો સમૂહ દેવ સેવામાં તથા ગીત નૃત્યમાં નિમગ્ન થએલ ઈ, રાજમહેલમાં પેઠે, અને સુવર્ણમય સોળમા જીતેંદ્ર શ્રી શાંતીનાથને પ્રણામ કર્યો. મેરૂસંગ સરખો ઊંચે રાજ મહેલ તે જુએ Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.