________________ ૭પ દ્રવિડેશ્વરપર ફેંકયું. આથી અમરનો (દ્રવિડેશ્વરેનો) તથા તેના રથને ચુર્ણ સરખે ભૂકો થઈ ગયે તે એટલે સુધી કે ધુળમાંથી પણ તેમને વીણીને કાઢવાને કેટલાક લોકેને અશક્ય થઈ પડયું. પશ્ચિમ દેશને રાજા ડમર નામના રાજા રસેનની વાહવા થયેલી જોઈ બોલ્યા કે; “અરે શુરસેન ફક્ત નામનાજ જોર પર તું લઢાઈ શા વાસ્તે કરે છે. આ (સ્તુતિ કરનારા) લેકના ખોટા બોલવા પર વિશ્વાસ રાખી તું પિતાના જીવનું નુકશાન કરતોના. અરે, તેમને તે આ વિનોદ ચાલે છે પણ તું તારું રાજ તથા શરીર નકામાં જોખમમાં નાખીશ નહિ. તે હરિષણ અમર રાજાને યુદ્ધની અંદર માર્યો, તે અપરાધની હું તને કૃપા દ્રષ્ટિથી ક્ષમા આપુ છુંહવે ખટપટ કરીને તું તારા રાજનું તથા શરીરનું રક્ષણ કર, અને હે રાજા, તારે દુષ્ટ પુત્ર અમારા સ્વાધિન કર, (કારણ) તે છોકરે કુળને, દેશને, નગરને; અને વૈભવનો નાશ કરનાર થમ પૂત્રરૂપે ઉત્પન્ન થયો છે એમ ખાતરી રાખજે. “પુત્રને સ્વાધિન કર” એ પ્રમાણેનું બોલવું સાંભળી, શુરસેન રાજાને ક્રોધ વચ્ચે, અને દાંત હઠ, દાબી ભયંકર સ્વરૂપ ધારણ કરી શત્રુને કહેવા લાગ્યો કે, અરે ડમર આ તારે દેષ નથી, પણ અસત્ય ભાષણ કરનાર તારા મુખને દોષ છે. તેટલાજ કારણથી હું તારા મુખને છેદ કરી નાખું છું, તેનું તું પ્રયત્નથી રક્ષણ કર. આ પ્રમાણે બોલી શૂરસેન રાજાએ ડાભા પગરથી દુર સુધી કુદકે મારી વીજળીના ચમકારા પ્રમાણે શેત્રુના મુખ ઉપર લાને માર શરૂ કર્યો. શુરસેન રાજા પિતાના રથ તરફ આવે છે, એટલામાં ડમરસેને તેને પગ ઝાલ્યો. ત્યારે “અરે ઝાલ્યો ઝાલ્યો " એવો બુમાટ થશે. તે વખતે તે દુષ્ટ રાજાઓ હસીને તાળી પાડવા લાગ્યા. આણી તરફ સુરસેને ચાલાકીથી તેની છાતી ઉપર લાત મારી તેને જમીન ઉપર રકત એકત પાડશે. સુરસેન રાજા પિતાને પગ છોડાવી રથ તરફ આવે છે એટલામાં ડમરૂ રીસથી આંખો લાલ કરી એકદમ ઉઠ, અને તે બળવાન ડમરૂએ ઝપાટાથી પોતાના રથમાંથી ઉતરી સુરસેનને સારથી, રથ, તથા ઘડા સહિત આકાશની અંદર ફેંકી દીધો. આકાશની અંદર રથ ફેરવે છે એટલામાં સુરસેને પણ ઉપરથી એકદમ સારથી સહ ઝડપ મારી તેના રથ ઉપર જઈ પહોંચે. રથ ફેરવી જમીન ઉપર પછાડી તે પાછો પિતાના રથ તરફ આવીને જુએ છે તે સુરસેન પિતાના સારથી સહિત રથ ઉપર દીઠે. આપણે મુષ્ટિ પ્રહાર કર્યો તેને તે ઈજા થઈજ નહિ. ચુર્ણ થયું તે લાકડાનું, શત્રુને તે કાંઈ થયું જ નહિ, એવા વિચાર અંતે તેના સમજવામાં આવ્યું હશે, જે થયું તે થયું. સુરસેન ઉપરથી માર મારે છે તે પણ તેને નગણતાં તે યુદ્ધમાં કુશળ ડમર રાજા રથ ઉપર જઈ બેઠે. હમરે સુરસેનના હાથમાંથી સર્વ શસ્ત્રો બળાત્કારે છીનવી લીધા, અને બને હાથે તેને ખુબ પકડી રાખે. એવી રીતે સુરના હાથ પકડયા ત્યારે તેણે બને પગવડે ડમરની છાતી પર એટલા જોરથી લાતે મારી કે તેને લેહીની ઉલટી થવા લાગી. શૂરની લાતે વડે ડમરને એટલી ઈજા થઈ કે તે છેક નરમ થઈ ગયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust