________________ 73 - સવ રાજા કહેતા હતા કે આ છોકરે ગર્ભાવસ્થા છે ત્યાં સૂધીમાં જ અમે ત્યાં જઈ તેને તથા તેના બાપને મારી નાખીશું.” સર્વ સમ દુઃખી રાજાએ આ પ્રમાણે મસલત કરી પોતપોતાના સિન્ય તૈયાર કરી નીકળ્યા. પુત્ર જન્મથી આનંદિત થએલા રાજાને દૂતે આવીને શત્રુ સંબંધી સર્વ હકીગત કહી. દતે કહ્યું--આપના સર્વ શત્રુઓએ એકસંપ કરી ચંપાપુરીને ઘેરો ઘાલ્યો છે. સુરસેન રાજા પિતાની હવેલીના શીખર ઉપર જઈ જુએ છે તે દષ્ટી પહોંચે નહિ એટલે દુર સુધી શત્રુના સૈન્યને જમાવ નજરે પડશે. બીજે દિવસે તે રાજાએ પુત્રનું મુખ અવલોકન કરી તેનું નામ પાડયું. જે ગર્ભની અંદર છતાં તેનું રક્ષણ વીરપુરૂથી થયું હતું, અને જેને શત્રુના સૈન્ય ઘેરો ઘાલ્ય એવા પુત્રનું નામ તેણે વીરસેનજ પાડયું પુત્ર સુખથી સંતુષ્ટ થએલી રાણીએ પુત્રનું યથાયોગ્ય પાલન પોષણ કરીને, શત્રુને ભય ઉત્પન્ન કરનાર સંગ્રામ ભેરીનું તાડન કર્યું (લડાઈ સમયે વગાડવાનું નગારું) તે ભેરીના અવાજથી યુદ્ધમાં જનાર મહાન વીરો તૈયાર થઈ શહેરની વચ્ચે થઈ ચાલ્યા. તેમના શરીર ઉપર પોતાના બળના યોગે કરી રૂંવાટા ઉભા થયાં હતાં. તથા તેઓએ બખતર પહેર્યા હતાં. પિતાને અનુકુલ એવી સર્વ તૈયારી કરી સુરસેન રાજા પોતાના જયવારણ નામના હાથી પર બેઠે. અને પિતાના સિન્યસહ ગામની બહાર નીકળે. સુરસેન નગરની અંદરથી જાય છે. એવું - જોઈ શત્રુ સિન્ય ભયભીત થઈ ચારે તરફથી તૈયાર થવા લાગ્યું. પછવાડે રહેલા મોટા મોટા, પ્રધાન વગેરે સુરસેન રાજાને પુછવા લાગ્યા, “હે રાજા, શત્રુનું સૈન્ય ઘણું છતાં આપ લઢાઈ વાસ્તે કેમ ઉસુક થાવ છે ? કીલા ઉપર રહી કપટથી છાપ મારી લઢનાર રાજા, અ૯૫બળ છતાં શત્રુનું મેટું સત્ય હોય તે પણ તેને નાનું સમજીને જીતે છે. મહારાજ, આપને ઈદ્ર સામેને પરાક્રમ કોઈને ખબર નથી? તેનો તરવાર આપે સેંકડો વખત મરતક પર ભગ્ન કરી નાખી છે. જે અર્થે શત્રુ લેકો કુમારને મારવાના હેતુથી જ ખાસ આવ્યા છે તે અર્થે પ્રથમ કુમારનું સંરક્ષણ કરવાના પ્રયત્ન કરવો જોઈએ. હે રાજા, ખાસ પુત્ર રક્ષણ સારૂ આપ ચંપાનગરની અંદર જ ભશે, તે આપના પરાક્રમને કલંક લાગશે નહીં. - સુરસેન બોયે--હે મંત્રિ શ્રે, મારા પુત્રનું રક્ષણ તેના દેવતા કરશે. વીરસેન ઉપર જે પ્રસંગ છે તેની બીક રાખશે નહિ. મને હમણાજ શકુન થયા છે તે ઉપરથી મારા તથા તેના જીવને કાંઈપણ ઈજા થવાની નથી. આ પ્રમાણે ભાષણે થયા પછી પ્રસંગને અનુસરીને પ્રધાને પણ બહાદુરીના શબ્દો કહ્યા અને રાજાએ પોતાના સિન્યને શત્રુના સૈન્ય ઉપર લઈ જવાની તૈયારી કરી. આકાશની અંદર સિદ્ધ, વિદ્યાધર, દેવ, દૈત્ય વગેરે યુદ્ધ જેવા વાસ્તે આવ્યા હતા, પૃવિપર રહેનાર રાજાના મિત્રો તથા શત્રુઓ સર્વ જણા રણ ભૂમિમાં એકત્ર થયા હતા. શત્રુ તરફ 8000 રાજા હતા તથા તેની ફેજ બતરીસ અક્ષાહિણી હતી. તેમ સુરસેન રાજાની ફોજ આઠ અક્ષોહિણી હતી. કીરચવાળા રાજ 4000 હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust