________________ પાળે રાજાની સાથે લડાઈ શરૂ કરી, એટલામાં કોઈ દેવે ઈદ્રિ પાસે જઈ લડાઈની હકીકત કહી. કહ્યું, આ કેઈ મેટો માણસ હોવો જોઈએ અને એ જ કારણથી તે દેવ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયો છે. આ માણસ દેવ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયો તેમાં શી નવાઈ? એ ફક્ત તેજસ્વી છે માટે યુદ્ધ કરવા તૈયાર થયો એમ કહેવાય નહિ. કાંઈ બોલાચાલી થઈ હશે કારણ ઘર્ષણથી પરસ્પર લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ઈદ્ર કહ્યું, તેને જલદી અહિં બેલા. ઈંદ્રની આજ્ઞા પ્રમાણે દેવ દોડતો દોડતે ગયે અને રાજાને ઈંદ્ર પાસે લઈ આવ્યો. ' પ્રથમ રાજાએ વાસુપૂજયના પદકમલને નમસ્કાર પછી ઈદ્ર દેવને નમસ્કાર કરી સવિનયથી બોલ્યો કે;- “હે ઈદ્રિ, તું સર્વ લેકને સ્વામિ છે અને મધ્ય લેકને સ્વામિ હું છું, એમ છતાં તારી આજ્ઞાથી દ્વારપાળ લોકોએ મને મનુષ્ય પ્રાણિ સમજી તૃણપ્રમાણે માની મને આવવાની મનાઈ કેમ કરી?” આ પ્રમાણેનું રાજાનું કહેવું સાંભળી ઈંદ્રને આનંદ થયો. તેના નેત્ર કમલે પ્રફુલ્લિત થયા, અને તેણે પૃશ્વિનાથને કહયું કે;-“માણસને જે શકિત છે તે ઈદ્રને પણ કયાં છે?” માણસ વિરતિ કરી શકે છે ઈંદ્રને તે કરતા આવડતી નથી. હે રાજા, પુર્વે અત્યંત દુર્લભ એ જે મનુષ્ય જન્મ મને પ્રાપ્ત થયે, પછી તે જન્મમાં અમે સાધુ પુરૂના વચનો પાળ્યા ત્યારે આ જન્મે અમને ઈદ્રપદ પ્રાપ્ત થયું છે. માણસને દુષ્કર્મના ઢગલાને બાળી નાખી મોક્ષ પ્રાપ્ત કરી લેવાની સત્તા છે, દેવ . ગમે એટલો સમર્થ હોય તો પણ તે મોક્ષ કેવી રીતે સંપાદન કરી શકે? હે રાજા, ધર્મ ઉપર જેની આસ્થા છે, તે જ પ્રમાણે જ્ઞાની અને આચરણ શુદ્ધ મનુષ્યને અમે નમસ્કાર કરીએ છીએ. દ્વારપાળને વિવેક નથી, આવા લેકઉપર ક્રોધ કરે એ સારૂં નહિ. નરેદ્રે કહ્યું, હે ઈંદ્ર તારા દર્શનથી તથા તારા અમૃતમય વચનથી મારો ક્રોધાગ્નિ શાંત થયો છે. ઇંદ્ર કહ્યું, તારા અપુર્વ બળથી તથા વિનયથી હું સંતુષ્ટ થયો છું. તારે કઈ વરદાન માગવું હોય તે માગ.. - રાજા બલ્ય, અતિ પુણ્યના જેરવડે પ્રાપ્ત થાય તથા ગેલેકયની અંદર દુર્લભ એવું તારૂં દર્શન થયું છે. તારાજ દર્શનવડે સર્વ દુલભ એ જે વર તે હવે સર્વ મારા હાથમાં આવ્યો છે. ઈદ્ર કહ્યું, આમ બોલવામાં કોઈ અર્થ નથી. દેવનું દર્શન ઘણું કઠણ છે. તેથી તારી ઈચ્છા પ્રમાણે વર માગી લે. છેરાજાએ કહ્યું, જે તારે એટલે આગ્રહ છે તે તારા પ્રસાદવડે અનુપમ એવો પુત્ર મને પ્રાપ્ત થાઓ.. ઈકે કહ્યું, મેં થોડા વખતમાંજ મારી શક્તિ વડે તારા મનના મનોરથ જાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust