________________ દેવદૂત-મહારાજ, વીરસેન આ સર્વ તપસ્વિઓ છે તેમને નમસ્કાર કરવા ગ્ય છે. " " '' - - * તેમના કહેવા ઉપરથી રાજપુત્રે પરિવાર સહીત સર્વ તપસ્વિઓને નમસ્કાર કર્યો ત્યાર પછી સર્વ તપસ્વિઓએ હાથ ઉંચા કરી તેને સત્ય આશીર્વાદ આપી કુમારને વધાવી લીધો તપસ્વિઓએ કુમારના કુશળક્ષેમ પુછયાં, કુમારે તે તેમને કહ્યા પછી કુમારે તેમને પુછ્યું “હે તાપસિઓ આપને આશ્રમ ક્યાં આગળ છે? 11 તાપસિઓએ કહ્યું અહિં પ્રવરાશ્રમ પાસે ગુણવાન મંડલાચાર્ય નામને અમારે ગુરૂં છે ને તેજે અમારે સ્વામિ છે. તાપસિઓએ બતાવેલા માર્ગે તે કુમાર આશ્રમ આગળ ગયે, અને વિનયથી મંડલાચાર્યને પ્રેમ પુર્વક નમસ્કાર કર્યો. તે સુની તેને આશીર્વાદ આપી મોટો આદરથી તેને બેસાડો, આપ પધાર્યા એ સારું કર્યું એમ મુનીદ્દે રાજપુત્રને કહ્યું. રાજપુત્રનું અતિ અદ્દભુત અંગલાવણ્ય જોઈ તાપસી મનની અંદર વિચાર કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે; આને જોઈને આનંદથી મારા સગપર રૂંવા ઉભા થાય છે.” આનું દર્શન થયા પછી મારી જમણી આંખ ફરકવા લાગી છે, સર્વ શરીરના રૂંવાટા ઉભા થાય છે, અને આંખમાંથી આનંદાશ્રુ વહેવા લાગે છે. * આ રાજપુત્રનીને મારી પહેલાની ઓળખાણ નથી, અને આના દર્શનથી મારામાં આ ફેરફાર થયાં, આનું કારણ શું હોવું જોઈએ? કદાપી આવા ફેરફારને ભાસ થાય છે એમ કહીએ તો તે પ્રત્યક્ષ મારા શરીર પર અનુભવાય છે એ ખરૂં છે. એમાં વિચાર કરતો કરતો તે મુનીંદ્ર રાજપુત્રને કહેવા લાગે કે,અરે કુમાર તને જોયા પછી મારા મનમાં પુત્ર પ્રેમ જે પ્રેમ ઉત્પન્ન થયે છે. તું કોણ છે ? તારા માબાપનું નામ શું? તારૂ કુલ શું ? અને તું કયાં રહે છે? ટુંકામા તારે સર્વ સંબંધ મને વિદીત કર. વીરસેન બે –માહારાજ, મને આ બાબતની કાંઈપણ માહીતી નથી, આ સર્વ વાતો મારી માતાને ખબર છે. મને જોઈ તમને જે આનંદ થાય છે તેનું કારણ કદાપી એ હશે કે, જેના આત્માને જન્માંતરોથી પ્રાપ્ત થએલા પ્રેમને સંસ્કાર થએલે છે. તેમને બીજા જન્મમાં જે કે પ્રિય દર્શન થાય તો તેમનું અંતઃકરણ આનંદિત થાય છે. આ કારણ હશે, અથવા આપ સાધુ પુરૂષ છે, આપને સર્વ જગત મિત્ર સરખું જ છે, આ કારણથી સ્વાભાવિક રીતે આપનું મન સહદય હોય છે. આપનું ચિત્ત સર્વ પ્રાણિ તરફ સરખું જ છે, તેમ છતાં વિશેષે કરીને મારાજ તરફ વધારે કરૂણામય કેમ થયું તે કૃપા કરી મને કહો. એ કઈ યોગાયોગ હોય તે તેનું સ્વરૂપ મને જણાવશે. કુમારે આવા પ્રશ્ન કર્યા પછી ગુરૂં મેટા પ્રેમથી કહેવા લાગ્યા, “હે કુમારેંદ્ર તે જે પુછ્યું તેને ખુલાસે કરો એ ઘણું શરમ ભરેલી વાત છે, તે પણ જે અર્થે તે પુછયું, તે અર્થે તારા વચનને ભંગ ન કરવાના હેતુથી જ માત્ર તને કહું છું. આ લેકની અંદર ચંપા નગરીમાં શૂરસેન નામને રાજા હતો, તેના રાજની અંદર બૃહસ્પતિ નામને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust