________________ . “જે પ્રમાણે મહાન શત્રુઓના કુળને મારા તરફથી નાશ થશે, તે પ્રમાણે હવે મારા કુળનો વિચ્છેદ થશે કે શું ?" મારા વંશનો નાશ થયે “એ દુઃખ દાયક વાક્ય શ્રવણ કરવાને હું સમર્થ નથી. વાસ્તે હવે પુત્ર સંતાન સારૂં કોઈપણ ખટપટ કરવી જોઈએ.” આ પ્રમાણે રાજ મનની અંદર વિચાર કરે છે એવામાં જાળીમાંથી એક પ્રકાશ તેની નજરે પડયે. આ પ્રકાશ જોઈ બે “પૂર્વ દિશા તરફ આ તેજ શાનું દેખાય છે? રાત્રી પુરી થઈ? અથવા ચંદ્રને ઉદય થયો?” આ સમયે અર્ધ રાત્રિ થઈ છે, હું હમણાજ સુતો છું, અને વળી આજે અંધારી ચિદશ છે, તો આ વખતે ચંદ્રને ઉદય શી રીતે થાય? આ છે ચમત્કાર છે? ત્યાં જઈ તે તેજનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈશ ત્યારે તેના વિશે નિશ્ચય થશે. - આ પ્રમાણે મનની અંદર વિચાર લાવી, તે રાજકુમાર પહેરાપરના આદમી. . એની નજર ચુકાવી, હાથમાં તરવાર લઈ શય્યાગ્રડ છોડી તરત શહેરની બડાર ગયો. દેવના સમુદાય વડે ભિવંત એવા વાસુપૂજય જીનેશ્વરના મંદિરમાં તે ગયો. ત્યાં દેવના વિમાન વગેરે જોઈ રાજા પિતાના મનની અંદર કહેવા લાગ્યો કે સૂર્યની કાન્તિને પણ બાજુ પર મુકે એવું જે પ્રકાશિત તેજ તે આનું જ હોવું જોઈએ. આ પ્રસંગે હું અહિં આવ્યો તે ઘણું સારૂ થયું. હવે વાસુપૂજય જીનેશ્વરના દર્શનથી મારા સર્વ પ્રયત્ન સફળ થશે આ પ્રમાણે મનની અંદર વિચાર લાવી રાજા ઘણું ઉતાવળથી બારણાની અંદર પ્રવેશ કરવા જાય છે તે જ તેને પહેરા ઉપર રહેલા દેવે રેકો. રાજાએ કહ્યું- હે દ્વારપાળ જને, મને જીનેશ્વર પાસે જવા દે, કારણ જીનેશ્વર મનુષ્ય દેહને તથા દેવને સરખાજ માને છે. દ્વારપાળે કહ્યું, ઈદ્ર આવીને જાય ત્યાં સૂધી ડીવાર તું અહિં ઉભો રહે, તે આવી ગયા પછી જીનેશ્વરને પૂજા તારે કરવી. રાજા બોલ્યા, ઈંદ્ર ત્યાં હોય તે અવશ્ય ત્યાં જઈશ. પ્રથમ વાસુપૂજય જીને રના દર્શન લેઈ પછી ઈદ્રનું દર્શન લઈશ. દેવે કહ્યું ઈંદ્રનું દર્શન ફકત પુણ્યવાન પ્રાણિને જ થાય છે. પુણ્યહિન પ્રાણિને તેના મુખનું દર્શન શી રીતે થશે? રાજા બોલ્યા તમે નકામા મારી સાથે વાદવિવાદ કરે છે. પુણ્યકર્મ કરનારાને વાસુપૂજ્ય જીતેંદ્રનું દર્શન શા વાતે ન થાય ? વાસુપૂજ્યને નમસ્કાર કરવા થકી જેને મહુત પુણ્ય પ્રાપ્ત થયું છે. તેને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે તે પછી ઈદ્રની વાત શી? આ પ્રમાણે સંભાષણો કરવા છતાં રાજાને અંદર પ્રવેશ કરવાની મના કરી ત્યારે તે ફરીથી કહેવા લાગ્યો, “તમે મને અવિચારથી આવી રીતે અટકાવે છે એ તમને યેગ્ય છે? સજજનને અટકાવ શા વાસ્તે જોઈએ? અને અટકાવ થયા પછી તેમણે ક્ષમા શા સારૂ કરવી જોઈએ ? આ પ્રમાણે બોલી રાજા એકદમ તરવાર ઉઘાડી કરી છે કે “તમારા દે પૈકી જેનામાં સામર્થ્ય હોય તેણે આવી મને રેકો. ' ' દેવ બલ્ય, મનુષ્ય જીવ, આ આવું સંબંધવિનાનું ભાષણ શું કરે છે? જેને પોતાની શકિતની ખબર પડતી નથી તે સાધુ પુરૂષ શાના હોય? પછી દ્વાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust