________________ સર્ગ 6 કે. એક દીવસ રાજા પિતાની અગાશીની બારીમાં બેઠે હતો તે સમયે વિશ્વાસ અને સનેહના યોગ વડે ગવત થએલી ભુવનસુંદરી પિતાના પ્રિયને કહેવા લાગી કે મહારાજ, સંસારમાં મનુષ્ય જન્મ ક્ષણિક છે. તેથી માણસ માત્ર એવું આચરણ રાખવું જોઈએ કે જેથી તે પરલોકમાં સુખી થાય. અધમ લોકો ફકત આ લેકના સંબંધનીજ ઈચ્છા કરે છે, મધ્યમ લોકો * ઈહલોક અને પરલોક એની જ ઈચ્છા કરે છે. અને ઉત્તમ લોકો ફકત પર કનીજ ઈચ્છા કરે છે. મધ્યમ, ઉત્તમ, અને હીન એમાંથી ઉત્તમજન દુર્લભ હોય છે. મધ્યમની સંખ્યા પાંચ, છ હોય છે પરંતુ અધમ લેકથી સર્વ જગત ભરાઈ ગયું છે. હીન, તથા મધ્યમ છેડી દઈ માણસ માત્રે ઉત્તમ થવાને પ્રયત્ન કરો. ઉત્તમતા મળ્યા પછી આ ચંચલ જગત્ની અંદર બીજું શું મેળવવાનું છે? આ સર્વ સંસારનું સ્વરૂપ તત્વાર્થ વિવત છે, તે પણ છેવટે તે મોટું દુઃખ દાયક થાય છે એ માટે પ્રતિબંધ છે, હે સ્વામિ, આવા વિચારે હમેશા મારા અંતઃકરણ વિષે ફુરણ પામે છે. હવે આ બાબતમાં આપનું મન કેવું છે એ સારી રીતે સમજી લેવાની ઈચ્છા છે.” હરિવિકમ મોટા પ્રેમસહ મંદ હાસ્યથી બે, પ્રિયા, આટલા દિવસના સહવાસથી તું મારું મન પારખી શકી નહિ? ઘણી સ્ત્રી ' શ્રેયઃ પ્રાપ્તિની વચમાં આવનારી હોય છે. તારા જેવી સ્ત્રીના યોગે કરી માત્ર પુણ્ય પ્રાપ્ત થઈ પરલોકમાં સુખ થાય છે. હે પ્રિયા, આજ સુધી તારી બીકને લીધે મારા મનની વાત મેં તને કહી નહિ. હવે તારા મનમાં એ વાત આવી તો આપણે પર માર્થિક કલ્યાણ સારૂ યત્ન કરીશું.” તેનું ચિત્ત સંસારમાં ઉદ્વિગ્ન થયું હતું, અને તે સંબંધી પરસ્પર વાર્તા ચાલતી હતી એટલામાં કેવલી મુનિ ત્યાં આવ્યા. ઉદ્યાનપાલે આવીને રાજાને કહ્યું કે “શાવતાર તિથે પાસે એક નાની આવીને રહ્યા છે.” રાજાએ ઘટતા દાન ધર્મ કરીને પોતાના પરિજન સહિત પરિ. વાર અને જનાનખાને લઈ જ્ઞાનીમંડળને વંદન કરવા સારૂ ગયે, જયકુંજર ઉપરથી ઉતરી બાગમાં આવ્યું, અને રાજચિન્હો ત્યાગ કરી ગુરૂની સભામાં ગયો. રાજાએ અમાત્ય, જન, અને ભુવનસુંદરી સહિત પરમ ભક્તીએ કરી જ્ઞાની મુનીને વંદન કર્યું. પછી મુનિ સમુદાયને નમસ્કાર કરી તે રાજા. ધર્મ શ્રવણ કરવાના હેતુથી સ્વચ્છ ભુમિ ઉપર જઈને બેઠે. રાજા સાથે મેઘ ગર્જના જેવી ગંભીર અને ઉદારવાણીથી સંભાષણ કરી જયનામક કેવલી સર્વ સભાસદેને ધર્મોપદેશ કરતા થયા. “હે કાણેછુ જને, ધર્મનું શ્રવણ કરે અને સાંભળેલા ધર્મોને હદયની અંદર જાળવી રાખે ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust