________________ પટ ઝાંખા થયેલા નક્ષત્ર, અદ્રશ્ય થયા છે. પૂર્વ દિશાના સ્વામીના , સમાગમમાં, અર્ધ ઊદય પામેલ, લાલ સૂર્ય બિંબ શોભે છે. હે પ્રભુ,” સંધ્યાકાળરૂપી વધુ, સુર્ય કિરણરૂપી હજારો દિપની સોનાની આરતી ઉતારે છે. .. આ પ્રમાણે મંગળ બેધક શબ્દો સાંભળી હરિવિકમે પલંગ છો. પછી પ્રાતઃકાળની સર્વ વિધિમાંથી પરવારી. રાજા સભામાં બેઠે. યક્ષે, વિકમનું મશાનમાં જવું, ત્યાં કુમારીને કેવી રીતે છોડાવી વગેરે સર્વ હકીકત સેનાપતિ અને મુખ્ય લોકોને કહી. સર્વને તે દિવસ આનંદમય થયા. પછી શહેરમાં ઘણી ઉતાવળથી વધપિન સમારંભ કર્યો; દાન આપવાની શરૂઆત થઈ. અને પૂજા વિધિ કરવામાં આવી. આ પ્રમાણે આનંદથી પરિપુર્ણ દિવસ ગયા પછી યક્ષ બોલ્યો કે “હું પહેલા કન્યાને લઈ આવું છું. હે વત્સ, તું પણ જલદી આવ. હું મેટા સમારંભથી કુમારીનું તારી સાથે લગ્ન કરીશ.' - કુમારે હા કહ્યાથી, યક્ષરાજ કુમાર અને કન્યાસહ પિતાને ઘેર ગયે. તેના ગમનથી તેના સર્વ પરિવારને આનંદ થયો. એક પ્રતિહારે કહ્યું કે “બહાર કોઈ પવન નામનો દૂત આવ્યો છે.” - તેને અંદર લાવવાની આજ્ઞા થતાંજ, તે અંદર ગયે ને કુમારને નમન કરી સાથે લાવેલ લેખ કુમારને સમર્પણ કર્યો. કુમારે તે લેખને માન આપી પુછ્યું કે અયોધ્યાપુરીમાં અજીતવિકમ સુખરૂપ છે ?" દૂતે જવાબ આપ્યા પછી તેણે લેખ વાંચે. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું. અલંકપુર દૂર્ગમાં વૈરિસિંહ સાથે રહેનાર યુવરાજ હરિવિકમ પુત્રને આ- - શીર્વાદ પૂર્વક લખવાનું કે, મહાબલ રાજા સહિત તને જણાવવાનું કે અમો અહીં આવ્યા છીએ. અમને સંતોષ થયા. હવે શું કામ કરવાનું તે લખું છું. મલયાચલપર શ્રી વીસેન રાજાની પુત્રી છે. તેની સાથે તું હરેક ઊપાયથી ત્વરિત લગ્ન કર. તે કન્યા સાથે વિવાહ કરી, દુર્ગમાં સેનાપતિને રાખીને કુટુંબસહુ તારે અહીં વિવું.” જ શુભ કાર્યમાં જવાને ત્વરા કરવા કહ્યું. પછી સારે દિવસ જોઈ, શુભ શુકનથી કુમાર, પિતાની સાથે મોટી સેના લઈ, મલયાશ્રમમાં જઈ પહોંચ્યો. મેદાનમાં સેનાએ મુકામ કર્યો. યક્ષરાજે વીરસેનના પુત્રને બોલાવ્યા હતા. તે સહપરિવાર પિતાની માતુશ્રીના દર્શન લેવા ઉત્સુક થઈ તરતજ ત્યાં ગયો. અમરસેન માતુશ્રીને નમસ્કાર કરી શોક કરતો હતો તેને યક્ષરાજે કહ્યું, “હે રાજા, ખેદ કરીશ નહીં જેનું અનંત પુન્ય છે, અને દેવ પણ જેના સદા સેવક થઈ રહ્યા છે તેને શામાટે શેક કરે? તારા મનમાં ઉત્તમ કુળ સાથે સંબંધ કરવાની ઈચ્છા હોય તે, તારી બહેનને વિવાહ યેળે છે તેને વિચાર કર. હરિવિકમ નામને એક અજી* તવિકમના વેગથી પ્રસિદ્ધ થએલ રાજા છે તેને તારી બેન તારી સંમતીથી આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust