________________ વાની છે.” અમરસેને કહ્યું, પિતાજી, મને એમાં શું પૂછે છે? જે આપને ગમે છે તે સર્વ મને પસંદજ છે. - પછી યક્ષે મોટા હર્ષથી ભુવનસુંદરીના વિવાહની તૈયારી કરી બે ગાઉ સુધી જમીન સરખી કરાવી, ઈદ્રનીલ ઈત્યાદી રત્ન સમુદાયથી રમ્ય મંડપ તૈયાર કરાવ્યો. તે મંડ૫ નાના પ્રકારના મણિ, શિલા, રત્ન, રક્ત ચંદનના લાકડા, અને સુવર્ણ શિખરેથી રમ્ય કરાવ્યો હતો, નાના પ્રકારના મણિરત્નોથી ચિત્રવિચિત્ર દેખાતે હતે, ચારે દરવાજે ઉંચા તોરણ બાંધ્યા હતાં, જુદે જુદે સ્થળે ધ્વજા ઉડતી હતી, મંડળ પર ઉત્તમ કપડા ઢાંકવાથી સૂર્યકિરણ અંદર પ્રવેશ કરી શકતા નહોતા, મેતીની ઝાલરે બાંધી હતી, થાંભલાઓને શણગાર્યા હતાં ઉંચા સ્થાન પર મનહર સિંહાસન મૂકયું હતું. - યક્ષસ્ત્રીઓએ મંગળ આચારની શરૂઆત કરી. વીણું ઈત્યાદિના શબ્દના મિશ્રણથી મંગળ ધ્વનિ પ્રસર્યો હતો. આ પ્રમાણે યક્ષરાજે સુંદર મંડપ ઉભો કરાવ્યું, તેની રમ્યતા જોઈ સર્વને આનંદ થયે. અમરસેન અને રાજા શ્રી વિકમની સેના સહ જે લોકો હતા તેમના પિોષાક દૈદીપ્યમાન હતા. યક્ષરાજે વખત થયો એટલે અમરસેનને રાજલન નજીક આવ્યું એવું કહ્યાથી તેણે સ્નાનાદિક કર્મ કરી, શરીરે હરિચંદન લગાવી શુભ્ર વસ્ત્ર ધારણી, મુગુટાદિ અલંકાર પહેરી મંગળ કૃત્ય કર્યું. તે સમયે સ્ત્રીના ગીતના અવાજથી સર્વ દિશા ભરાઈ ગઈ હતી અને સુશોભિત દેખાતી હતી, મોટા મોટા - વાગ્યે વાગતા હતા, ભિક્ષુક મંડળ રાજાના જયની વનિ કરતા હતા એટલામાં જયસંપાદક હાથી પર બેસી વરરાજા મંડપના દ્વાર પાસે આવ્યા. પછી સોનાના સાંબેલાથી કપાળને સ્પર્શ કર્યો અને મંડપમાં પ્રવેશ કર્યો. માતુશ્રીને ઘેર જઈ, લગ્ન કાળ થયા બરોબર યથાશાસ કન્યાનું પાણિગ્રહણ કર્યું. ચિરસ કુંડમાં અગ્નિ સિદ્ધ કરી, ચાર પ્રદક્ષિણું કરી કન્યાને હાથ છોડો. વરે તેણીને હાથ છોડયા પછી, અમરસેને બેનને અને તેના વરને 800 હાથી, દસ હજાર ઘોડા, 1000 રથ, સિવાય રત્ન, અને સુવર્ણ ઢગલે ઢગલા આપ્યું. તેમજ કાશમીર, કામરૂપમાંના અનેક પદાર્થ, નાના પ્રકારના રમ્ય વસ્ત્ર, ઈત્યાદી ભૂષણે આપ્યાં. - આ પ્રમાણે વિવાહમાં નરેશ્વર ઈત્યાદિકે દશ દિવસ ઉત્સાહ કર્યો. આ - પંચમ સર્ગ. એક દિવસે આકાશમાં લોકો એકદમ જાગૃત કરનાર માટે અવાજ થયે. તે ગંભીર ધ્વનિએ સર્વ દિશા પૂરી નાંખી. અવાજ સાંભળી સર્વ રાજા એકાગ્ર મનથી આકાશ તરફ જોવા લાગ્યા, અને અવાજ શાને છે, તે કયાંથી આવ્યા વગેરેની તપાસ કરતા હતા એટલામાં પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરનાર, તેમજ કેવળજ્ઞાન પામેલ, મુનિ સમુદાયથી વેષ્ટિત, જંગમ કલ્પવૃક્ષ જેવા, પુન્યહીન લેકેને દુર્લભ વીરસેનમુનિ મલયાચલ પર્વત પર આવેલા દેખાયા. દેવેએ જમીન સરખી કરી, તેના પર સુગં. દકની વૃષ્ટી કરાવી છટકાવ કરી, પુષ્પવૃષ્ટિ કરી ઉંચું અને સુંદર સુવર્ણનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust