________________ કમળાસન દેવોએ તૈયાર કર્યું. એ ગુણ રત્નથી સમૃદ્ધ એવા શ્રી સંઘને નમસ્કાર કરી મુનીશ્વર કમલાસન પર બેઠા. સુરસેન વિચિત્રાસ્વ, અશકશેખર અને બંધુદત્ત ઈત્યાદિ મુનિ તેની પાછળ બેઠા. વિકમ અને અમર, અને રાજાએ યથાક્રમ મુનિને વંદન કર્યું. યક્ષરાજ, યક્ષિણ યક્ષ, અને ચંદ્રશ્રીને આગળ કરી ભુવનસુંદરીને સાથે લઈ ત્યાં ગયો. કેવળીગુરૂને ભકિતથી સન્માનપૂર્વક નમસ્કાર કરી હાથ જોડીને તે ત્યાં બેઠે. કુલપજ્યાદિક સર્વ બાળ, વૃદ્ધ અને તાપસ, પિતાના પરિવારસહ હાથમાં પુષ્પ અને ફળ લેઈ, ગુરૂના પગ આગળ પુષ્ક ફળ મુકી, સામે યોગ્ય આસન પર બેઠા. ' - પછી સાધુએ શંકા પૂછવાથી કેવલી ગુરૂ બોલ્યા “અહે, નિંદ્યા નિચ વસ્તુ પૈકી કંદ, મૂળ, ફળ વગેરે જે, ધર્મને હેતુભૂત કહી છે તેજ અનમતથી પાપ મૂળ છે. " કુલપતિ બોલ્યા હે મહામુને, આપે જે કહ્યું તેનું નિરૂપણ કરે કેવલી મુનિ–હું કહું છું તે શ્રવણ કરે. ' જે સમ્યક જ્ઞાનથી યુક્ત અને મોક્ષમાર્ગનું સાધન, તેજ સવંધમાંનુષ્ઠાન, એમ તત્વવેત્તાએ કહ્યું છે. સમ્યકજ્ઞાન સંપાદન કર્યા સિવાય જેજે ક્રિયાકાંડ કરવામાં આવે છે તેથી હિત ન થતાં, નગરને આગ લાગ્યા પછી, આંધળા આમતેમ દેડે છે, તેના જેવો અનર્થ થાય છે ખરેખર અત્યંત ફલપ્રદ અને પરાત્પર ધર્મ એટલે જીવનું રક્ષણ કરવું એ છે. જ્યાં સુધી જીનશાસનથી છ પ્રકારનું કાયાનું જ્ઞાન થયું નથી ત્યાંસુધી અજ્ઞાની જીવનું રક્ષણ કેમ કરશે? આ ભુમી એ જીવ છે. તેને તમે શુદ્ધિ માટે ખેદે છે તે ભુકાયિક જીવોને મારીને તમે ધર્મનું આ ચરણ શી રીતે કરશો? જળ એ પણ જીવ છે અને તેનાથી તમે સદા અર્થદાન સ્નાન અને ધર્મ બુદ્ધિથી દેવાર્ચન સુદ્ધાં કરે છે. અગ્નિ એ પણ જીવે છે. તેમાંના વ્રીહિયવાદિકનું તમે ધર્મ પ્રાપ્યર્થ હવન કરે છે તેમાં વાસ્તવિક તમે પરમાર્થથી વિમુખ થાવ છે. અનિલ પણ જીવ છે તેનું તમે ધર્મબુદ્ધિથી હનન કરે છે. કારણ પંખાથી પવન નાંખી તમે અગ્નિ સળગાવે છે. - આ કંદમૂળ ફળાદિક સુદ્ધા વનસ્પતિરૂપ જીવ છે. તમે કંઈપણ વિકલ્પ મનમાં ન લાવતાં, નિરિ૭ બુદ્ધિથી તે ભક્ષણ કરો છે. લક્ષાવધિ જુનું મંદિર એ આ જટાભાર તમે મસ્તકપર ધારણ કરે છે, અને તમને ત્રાસ થાય છે માટે તેને નાશ કરવા હજારો ઉપાય શોધી કાઢે છે. તાત્પર્ય આ પ્રમાણે તમે ધર્મપ્રાપ્તિ માટે જે કરે છે તે સર્વ જીનાગમ પ્રમાણે પાપ કહેવાય છે. સર્વ જણ બેલ્યા, હા, મહારાજ આપ કહો છો તે સર્વ સત્ય છે, અમે જે કાંઈ . તાપસવ્રત કરીએ છીએ તે સર્વ અજ્ઞાન ચેષ્ટિત છે. એકાદ માણસને પૂર્વ તરફ જવાનું છે પણ તેને જે તે દિશા ખબર નથી એવા માણસના કહેવાથી દક્ષિણ દિશા તરફ જશે તે, અર્થાત્ ઈચ્છિત સ્થળ તેને પ્રાપ્ત થશે નહીં. આંધળાની પાછળ બીજો આંધળો ચાલે તો તે જેમ બીજા માર્ગ તરફ જાય છે તે પ્રમાણે, હે ગુરૂ, અજ્ઞાની ગુરૂના શિક્ષણથી અમે ભ્રમિત થયા છીએ. અમે ભવસાગરમાં પડીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust