________________ 54 આ વિચાર કરી વિક્રમવીરે હાથમાં તલવાર લઈ, પહેરેગીરોની નજર ચુકાવી, શયનગૃહની બહાર પ્રયાણ કર્યું. એક માટી ખાઈ ઓળંગી, સર્વ વિશ્વને તૃણવત માની નજીકના એક સ્મશાનમાં પેઠે. સમશાન જાણે કે યમનું પ્રાણી વધસ્થાન કિંવા ભયનું જન્મસ્થાન, કિંવા ભૂતનું કિડાસ્થાન, કિંવા મૃત્યુનું મંદિર હોય એવું જણાતું હતું. ત્યાં રાક્ષસ, ચિતામાંથી અર્ધ બળેલા મડદાં બાહાર કાઢી પિશાચ સાથે વાદવિવાદ કરતા હતા. અને તેમની સાથે તેઓ પણ ભક્ષણ કરતા હતા. ત્યાંના રસ્તા કસાઈ બજારના રસ્તા જેવા હતા. રસ્તા માંસ અને ચબથી વ્યાત થએલા હતા. ત્યાં પ્રાણીને વધ કરનારની ભીડ થઈ હતી. સ્મશાનમાં સળગેલી સેંકડો ચિતાની જવાળાથી, આકાશ તદન ગ્રસ્ત થઈ ગયું હતું, તેથીકરીને સમશાન, પ્રલય અને કાલાગ્નિના બી જેવું જણાતું હતું. ધુવડ ઈત્યાદિના ભયંકર અવાજથી સવું આકાશ બહેરું થઈ ગયું હતું. ભયંકર અવાજને પ્રતિધ્વનિ સર્વ જગતને ભયથી વ્યાપિ નાખતા હતા. ' સમશાનમાં ભૈરવનું એક મંદિર હતું. તેની નજીકજ એક કાપાલિક રહેતું હતું ત્યાં તે કાપાલિકને શૂલપાણી નામને મુખ્ય ગુરૂ રહેતો હતો. તેને ક્ષુદ્રવિદ્યા સિદ્ધ કરનાર ચડરૂદ્ર નામને એક શિષ્ય હતું. તે બને ગુરૂ શિષ્ય જળ, સ્થળ, અને આકાશમાં ગમન કરતા હતા. તેઓ નિર્દય હતા. ઉત્તમ પુરૂષ અને સ્ત્રીનું બળીદાન આપી વિદ્યાસિદ્ધિ સંપાદન કરવી એ તેઓ બન્નેને પ્રયત્ન હતો. ઉદાર મનનો કુમાર તે ભયંકર સ્મશાનમાં નાના પ્રકારના ભૂતસમુદાય જોત જોતો ભ્રમણ કરતો હતે. કેટલેક ઠેકાણે વિતાળે પકડેલા પ્રાણીને છોડાવતો અને કેટલેક દેકાણે મોટા અવાજથી બુમ પાડી, રાક્ષસ, વેતાળ પિશાચ્ય, શાકિની વગેરેને અનીતિથી નિવૃત કરતે હતો. આ પ્રમાણે સ્મશાનભુમિમાં તેણે ઘણાઓ પર ઉપકાર કર્યા પછી હરિવિકમ ધીરે ધીરે કાપાલિકના મઠમાં દાખલ થયે. હરિવિકમ પગને અવાજ ન કરતાં ધીરેથી મઠમાં પેઠે. ત્યારે તેણે આસન પર બેઠેલો શુલપાણી નામને ગુરૂ જોયે; ગુરૂની પાછળ એક ત્રિશૂળ હતું. તેની આજુબાજુ ચાકર લેકે બેઠા હતા. કેઈ જેશે એમ જાણું કુમાર છુપાઇને ઉભો રહ્યો. ત્યાં કુમાર એકાગ્ર મનથી ઉભે હતો તે સમયે એકાએક તે ત્રિશુળ અગ્નિ પ્રમાણે સળગેલું જણાયું તે જોઈ શુલપાણીએ શિષ્યને કહ્યું “અરે, મારે ત્રિશુળ સળગ્યા જે અને ધરૂજતે દેખાય છે.” . ' ' શિષ્ય કહ્યું મહારાજ, આ ત્રિશુળ કેમ થરથર કંપે છે? ગુરૂ બલ્ય, અહીં કંઈ સુલક્ષણવાળો , માણસ ઉભે હશે તેના પગે મોરના પીછાં છે તેથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રિશુળના હાલવાથી મને ઉપર કહ્યા પ્રમાણે સમજાય છે. શિષ્ય મારે માટે સર્વ ભૂમંડ ળપર ફર્યો પણ જે કપાળે લખ્યું હોય છે તે અવસ્થાને બેસી રહેવાથી પણ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust