________________ 53 થી વિરૂદ્ધ હોઈ તદન નિષ્ફળ છે. નરોત્તમ જેનું નામ સાંભળતાંજ અંગ ધ્રુજવા લાગે છે, એવો જે તું, તેને શેક કરવા યોગ્ય છે કે શું? હે રાજા, શત્રુનું દ્રવ્ય જે પ્રમાણે હરણ કરે છે તે જ પ્રમાણે પરાક્રમ કરી ભુવન સુંદરીને લાવ તલવાર રૂપી ત્રાજવામાં દેહ તેલીને, જે શત્રુને સમર્થ કરવા તૈયાર થાય છે તેજ ઈષ્ટ સાધી શકે છે. મહારાજ, સર્વ ભુવનતલ આપના આધાર પર છે. આપ દુઃખિ થયાથી જગતમાં કેટલા લેક દુઃખિ થાય છે તેની આપને ખબર નથી. જેનું અંતઃકરણ ક્ષીણ થયું છે તે શોક કરે છે–તેવો તું વ્યર્થ શોક કરીશ નહીં. સર્વ કાર્ય સાધવાને તું નિશ્ચય કર. - કુમાર સ્વભાવતઃ ધૈર્યવાન હતો જ. તે પણ સેનાપતિનું ભાષણ સાંભળી જાગૃત થયો અને દેહનું યથાર્થ સ્વરૂપ સમજવા લાગ્યો. હરિવિક્રમ–પ્રિયા સંબંધના વજપાતના સામર્થ્યથી, હું સર્વ વ્યાપાર ભુલી ગયો. મારા જેવાની યોગ્યતા બીજાને ઉપદેશ કરવાની છે છતાં મારી આવી અવસ્થા થઈ, તે જગતમાં બૈર્યતા નિરાધાર થઈ ગઈ એમ કહેવું પડશે. સેનાપતિએ મારે માટે મને જે કહ્યું તે ગૃજ છે. હવે હું મારા પરાક્રમથી પ્રિયા માટે ઉદ્યોગ કરીશ. યક્ષે પણ કહ્યું છે કે મારી પ્રિયા જીવતી છે. ત્યારે હવે તેને માટે મારું પરાક્રમ હું બતાવીશ” આ પ્રમાણે વિચાર કરી તેણે સેનાપતિને કહ્યું કે હે સેનાપતિ, જીતવાનું કાર્ય ફતેહ કરનાર, અને મારુંખરૂં ઈષ્ટ ચીંતનાર બીજું કોણ છે? તારા ભાષણથી મારે ખેદ નષ્ટ થાય છે. કુમાર સેનાપતિ સાથે વાત કરતો હતો તેટલામાં કુમારનું કાર્ય કરવા તૈયાર થયો હોય તેવી રીતે સૂર્ય, દેવીની શોધ લેવા સમુદ્રમાં પેઠે. તે દંપત્તિને અરસપરસ દર્શન ન થવાથી, તેમના દુઃખમાંજ જાણે કે, સૂર્ય અસ્ત થઈ, સકળ વિશ્વ અંધકારમાં ડુબી ગયું. લેકેનું ચિતન્ય નિદ્રાથી અંતરિત થવાથી તેમની ચેષ્ટા બંધ પડી તેથી કરીને હરિવિકમના દુઃખથી સકળ વિશ્વ મૂચ્છિત થયું હોય એમ જણાવ્યું. કુમાર દેવતાર્ચન વિધિ કરીને સેંકડો સામંતસહ સભા મંડપમાં બેઠે. યોગ્ય વખત થયા પછી કુમાર સભાસ્થાન છોડી થડા સેવકસહ, શય્યાગ્રહમાં ગયો. ત્યાં રીત પ્રમાણે પ્રસાદ વગેરે લેઈ, સર્વ સેવકને રજા આપી, તે સુંદર શય્યાપર બેઠે આ એકાંત સ્થળમાં મને મારી પ્રિયાનું દર્શન કેવી રીતે થશે, તેને વિચાર કરવા લાગ્યો. જ્યાં સુધી મનુષ્ય મરણના સંશયને છોડતું નથી, ત્યાં સુધી સાહસ પ્રિય . જનના હાથથી ઈષ્ટકાર્ય થતું નથી. સત્ય એજ જેનું ધન છે, એવા માણસની બે ગતિ છે. એક સ્વકાર્યકરણ કિંવા શીવ્ર મરણ. આજ કષ્ણાષ્ટમી છે. આજ મેં અપવાસ કર્યો છે માટે લડાઈ કરીને એકાદ દેવને સહાય કરી લઈશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust