________________ 1 કપ તિલકજ છે. તારા જેવાના ઉદરમાંથી જ આવાં રને ઉત્પન્ન થાય છે. ચંદ્રનું મૂળ જે રેહણાદ્રિ, તેના સિવાય આકાશમાં અનેક વિવિધ રત્ન છે પણ તે ચંદ્ર જેવાં નથી. આ જગતમાં કાર્યો થાય છે તે કારણોના રૂપ જેવાં જ થાય છે આમ્રવૃક્ષમાંથી કદી પણ લિંબાળીયો ઉત્પન્ન થતી નથી. આ કન્યા સાથે જેનું લગ્ન થશે, તે ચતુઃસમુદ્ર પર્યત સર્વ રાજાને અગ્રણી થઈ રાજ્ય કરશે. 6 .. " તે દિવસે દિવસે કન્યારત્ન વૃદ્ધિ પામતું હતું. માતા અને કન્યાનું હું રક્ષણ કરતે હતો. એક માસ પછી યોગ્ય વિધિ વગેરે કરી, મોટા આનંદથી મેં તેનું નામ પાડ્યું. સર્વ જગમાં એના કરતાં બીજી સુંદર સ્ત્રી નથી એમ સમજી તેનું નામ ભુવનસુંદરી પાડ્યું. સુરસ્ત્રીએ ઘણા મૈતકથી તેનું પાલન કર્યું. કલ્પ વલ્લી માફક કન્યા મારા ઘરમાં પ્રતિદિન મોટી થઈ ગઈ. કમળમાં. કમલિની સહ, જેમ રાજહંસી ફરે છે, તેમ દેવજનેની આંગળી ઝાલી તે ચાલતી હતી. તે જેમ જેમ મારા ઘરમાં મોટી થતી ગઈ, તેમ તેમ જુદા જુદા પક્ષના લોકો માંહે મહેને વેરભાવ ત્યાગ કરી વર્તાવા લાગ્યા. સ્ત્રીઓ શું પરાક્રમ કરે? એવો વિચાર કરવો ન જોઈએ. કારણ રાત્રિના ચંદ્રની વૃદ્ધિ પામતી કળા અંધકારને નાશ નથી કરતી? જ્યાં નાગદમની નામની થેડી પણ ઐાષધિ છે, ત્યાં અરણ્યમાંથી સર્વ નથી નાશી જતા? - યક્ષિણીથી વેષ્ઠિત્ થઈ, તે કન્યા મહેલામાં, બાગમાં, નદીમાં, અને સરોવરમાં રમતી હતી. તે નદીના તીરે રેતીનો દેવ બનાવી તેની સાથે રમતી હતી. પૂર્વ જન્મના ધર્માભ્યાસથી તેની ધર્મબુદ્ધિ થઈ તે તેવા પ્રકારની રમત રમતી હતી. તેજ સુબુદ્ધિના મેગથી, ઘરમાં જનભગવાનની સ્થાપના કરી, તે મૂર્તિને એલું શુભ્ર વસ્ત્ર પહેરાવી, પુષ્પાદિકથી પૂજા કરતી હતી. તે કેટલીક વખતે ભુષણ યોગ્ય અને અલંકારયુક્ત, ઢીંગલીઓને જનચંદ્રના પગ નીચે મૂકતી હતી. આ પ્રમાણે જેના પર નૈસર્ગિક સમ્યકત્વને પરિણામ થયું હતું, તે કન્યા રમતના:ગે પણ ધર્મ વૃદ્ધ લેકેની ધાર્મિક વાસના વધારતી હતી, કોઈ પાસેથી શિક્ષણ ન લેતાં જેટલા જ્ઞાન વિષય છે તે, અને શ્રુત, શાસ્ત્ર વગેરે સર્વ સંપાદન કર્યા. સૂર્ય દર્શનથી જેમ કમળ પ્રફુલિત થાય છે તેમ આવા પ્રાણુઓને ગુરૂની કેવળ, નિમિત્ત માત્ર દિગદશન માટે જરૂર છે. કેટલાક દિવસ પછી, સર્વ જનેત્રને આનંદ આપનાર, તારૂણ્ય તેને પ્રાપ્ત થયું. સર્વાગ સુંદરાકૃતિ એવી તે કન્યા, વસંત રૂતુમાં શોભનાર વનરજી પ્રમાણે અથવા શરદ રૂતુની કમલિની પ્રમાણે શોભાવા લાગી સર્વ જગના લેકને મેહ ઉન્ન કરનાર, ધર્મબુદ્ધિનો અતિશય દ્વેષ કરનાર, જીતેન્દ્રિય મનોવૃત્તિનું ઉચ્ચાટન કરનાર, સર્વ જનને વશ કરનાર, બાલચેષ્ટાનું શાંતિક, રમ્યશ્રીનું સંરક્ષક, એવું તારૂણ્ય તેને અતિશય શોભવા લાગ્યું. - એક દિવસે ચંદ્રશ્રીએ, પિતાની પુત્રિને વન અવસ્થા પ્રાપ્ત થએલી જોઈ | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust