________________ ભુવન સુંદરી મરણને વિચાર કરતી કરતી વનમાં ફરતી હતી, તે સમયે તે પીનપયોધરા, કમલમુખી, પદમનેમાગમ એવી શરદરૂતુની લક્ષ્મી જેવી શોભતી હતી. જે સ્થળે હાથીએ તેને સંકટમાં નાંખી હતી, ત્યાં તે ઘણે વખત ફરી. હાથી ત્યાં નથી એવી ખાત્રી થવાથી તે મનમાં બેલી કે “અહો, પાપીણીને - હાથી પણ મુખ બતાવતું નથી. અરે, જેને હું ઇચ્છું છું તે મને ન મળે તો ભલે, પણ મૃત્ય જે સુલભ પ્રાપ્ત છે તે પણ મને આજ દુર્લભ જ થયું” વાહ નસીબ. - મૃત્યુ પ્રાપ્ત કરવા, તે બે યોજન આગળ ગઈ ત્યાં તેણે સમુદ્રયો સમુદ્રના સફેદ મેજ ટિકમય દેખાતાં હતાં. સમુદ્રના પાણીના અવાજને આકાશમાં પ્રતિધ્વનિ થ હ અને તે અવાજ ભુવનસુંદરીને દેહત્યાગ નહીં કરવા સુચવતે હતે. સમુદ્ર તીરે આવેલો પર્વત, સમુદ્ર પાણીને અવાજ, સમુદ્રનું તેફાન વગેરેનું દુઃખ સહન કરી કહેતો કે ગંભીર મનુષ્ય મારા જેવો સર્વ સંતાપ રેજ સહન કરે છે, સમુદ્ર મકર ગ્રહ અને મીનના સમુદાયથી અતિશય ભયંકર થઈ, તેની . સાથે સંબંધ રાખવામાં અનેક અપાય છે એમ સુચવતું હતું. સમુદ્રમાં કુદકે મારી પંચતત્વમાં મલી જવાનો ભુવનસુંદરીએ નિશ્ચય કર્યો હતો ત્યારે અર્થાત ઘોર સમુદ્ર જોઈ તેને આનંદ થયે. તે બોલી “જ્યાં નરોત્તમ (નારાયણ) શયન કરે છે, જે અમૃતનું ઉત્પત્તિ સ્થાન છે, તે જ પ્રમાણે લક્ષ્મીનું સ્થાન જે રત્નાકર, તેમાં હું મારે દેહ નાખીશ.” સમુદ્રમાં પડી મરણ પામવાને નિશ્ચય કરી, મૃત્યુને આમંત્રણ કરતી હતી તે વખતે તેણે એક લેઢાની પિટી જોઈ. પિટી જોઈ તે બોલી “આ લેઢાની પિટી કોની?” મને લાગે છે કે તે જે હું ઉઘાડીશ તે કંઈ વિચિત્ર ચીજ મારી નજરે પડશે.” - સુંદરી પટી પાસે ગઈ અને ત્યાં બેઠી. પેટીમાંથી એક તરૂણને અવાજ સંભળાય. અવાજ સાંભળી તેને ત્યાં આવી પછી તેણે મોટા સ્વરથી પુછ્યું “હે સખી તું કોણ? તારી અવસ્થા આમ કેમ થઈ ? પેટી અંદરની સ્ત્રી બોલી, પ્રથમ તું મને બંધનમાંથી મુક્ત કર, એટલે હું તને સર્વ કહીશ. પેટીની સાંધામાંની શીલ ઉઘેડી નાંખી અંદર જોયું તે એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી જોવામાં આવી તે સ્ત્રીએ કહેલા ઉપાયથી સુંદરીએ પેટી ઊઘાડી પેટી ઉઘાડતાં જ નરકવાસમાંથી એક સ્ત્રી બહાર આવી તે સર્વાગ સુંદરી હતી. તેણે ભુવન સુંદરીનું રૂપ જોયું, ફરીથી નિહાળીને નેત્ર તટસ્થ કરી મનમાં બેલી કે “શું આ દેવની અંગના અહીં રમવા માટે આવી છે કે શું ? કારણ આ મૃત્યુ લોકમાં આવું રૂપ નજરે જ પડતું નથી. આડા, સંસારમાં રૂપ, અને ગુણ છે - તેને માટે જે ગર્વ ધારણ કરે છે તે મહામૂઢ છે.” ભુવન સુંદરી–હે સાથી જે તારા મનને પીડા ન થતી હોય તે તારી હકીકત કહે. સ્ત્રીએ કહ્યું, તને જીજ્ઞાસા હોય સાંભળ, અહીં સુમદ્ર તીરે લિખી નામનું એક શહેર છે. તે શહેરમાં હેમરથ નામનો રાજા હતો. તેને ગુણસુંદરી નામની એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust