________________ પ્રિય ભાર્યા હતી તેની હું ધુમરી નામની કન્યા છું. હું શેકથી તદન બંધ થઈ છું હાલ હું તારૂણ્યમાં છું; વસંતરૂતુ પ્રમાણે તારૂણ્યનું હરણ કરનારને જન્મ થયો છે અનેક દેશમાંથી અનેક રાજા મારી ઈચ્છા ધરી મારી સાથે વિવાહ કરવા આવ્યા, મારા બાપે તેમને કહ્યું કે “હું કન્યાને સ્વયંવર કરનાર છું” બીજે દિવસે હું મારી સખી સાથે બાગમાં રમવા ગઈ ત્યાં સખી સાથે નાના તરેહની રમત રમી રહ્યા પછી મારી સાથે રમનાર સર્વ સખીયોને મેં કહ્યું “ચાલે આપણે આંખે બાંધી અશોક વૃક્ષ નીચે રમત રમીએ. સર્વએ કબુલ કર્યાથી મેં તેમની આંખે પાટા બાંધ્યા. હું એકલી રહી પછી ઝાડને શોધવા માટે તેઓ સર્વ વનમાં ફર્યા. હું તે ઝાડ નીચે એકલી હતી. એટલામાં એક વિદ્યાધર મેં મારી આગળ ઉભેલ જે. મને જોઈ તે કામાતુર થયે મને ત્યાંથી લઈ ગયે અને મલય પર્વત નીચે મને મૂકી. તેણે મને કહ્યું “હે પ્રિયે, મારૂં ચિત્ત તારામાં ચેટયું છે. તે તું મારે અંગીકાર કર. હે સુંદરી હું વિદ્યાધર છું! વિદ્યા અને શક્તિ યુક્ત મારું નામ વિત્તવેગ છે. તેને જોઈ મારું મન ચંચળ થયું છે.” - હું ભયથી ભ્રમિત થઈ સ્થિર ઉભી રહી કંઈ જવાબ આપે નહીં ત્યારે તેણે મારી વધારે પ્રાર્થના કરી તેણે ઘણા ભાષણથી પિતાને અનુરાગ વ્યક્ત કર્યો પણ મેં તેને કંઈજ જવાબ આપ્યો નહીં. તે રોજ મીઠું મીઠું બોલતે હતો આ પ્રમાણે પાંચ દિવસ વહી ગયા, તે પણ મેં તેને તિરસ્કારજ કર્યો તેથી તેને અતિશય સંતાપ થયા પછી તેણે મને એટલી ધમકી આપી કે ભયથી મને મૂછ આવી. ભયંકર વાક અને ધમકીથી જ્યારે હું તેમને વશ થઈ નહીં ત્યારે તેણે મને છેવટે આ પેટીમાં ઘાલી, પેટીમાં ઘાલીને, પેટી સમુદ્રમાં ફેંકી, પુનઃ પેટી પાછી ખેંચી તે બેલ્યો, “હે દુષ્ટ, હવે તું મરીશ. હજુ તું મને તારે પ્રિય કર, હાલ તે સમુદ્રમાંથી મને અહીં લાવી, પ્રથમ કયા પ્રમાણે બાલી બહાર ગયો છે. તે કયાં ગમે છે, તેની મને ખબર નથી, હે દેવી મેં મારુ વૃત્તાંત સંક્ષેપમાં તને કહ્યું, હવે તું કોણ? એમ પુછતા મને શરમ આવે છે. મને એટલી ખબર છે કે સખી, તું મનુષ્ય નથી. તું કઈ દેવ કિવા દૈત્ય હોય એમ મને લાગે છે” ભુવન સુંદરી બોલી (મનમાં--સુર અને અસુરને ભેદ આને ખબર નથી. માટે આ વખતે આને ખેરૂં શા માટે કહેવું? આપણે તે કહ્યું તેજ ખરૂં એમજ કહ્યું સારું છે. ' સ્ત્રી–કેમ, સખી, શાનો વિચાર કરે છે? ભુવન સુંદરી-સખી, તું કહે છે તે જ ખરું છે. મલય પર્વતને મુખ્ય યક્ષ મારો પિતા છે તું હવે જલદી અહીંથી નીકળી જા, કારણ વિદ્યાધર આવશે તે પુનઃ તને પડશે. આ પેટીમાં તારે ઠેકાણે હું બેસીશ. પછી પેટી બંધ કરી, પ્રથમ હતી તેવીજ સ્થીતિમાં મુકી વેગથી તું તપવનમાં જા.” આ પ્રમાણે બેલી નિરાશ થઈ ભુવન સુંદરી પિટીમાં પિડી અને બોલી “તું મારી ફિકર કરીશ નહીં. હું અહીં છું તે પણ દેવપ્રસાદથી મને મરણ પ્રાપ્ત થશે નહીં * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust