________________ છે કે, કુમાર પિતાને કંઈ અપકાર કરશે નહીં. કારણ પિતાએ તેને કઈ દિવસ કંઈપણ અપકાર કર્યો નથી. પિતાએ, તને હરિવિકમને આપી એમાં તેમણે શો અપરાધ કર્યો? સજજન ઊપકાર કરનાર સાથે કોઈ દિવસ શત્રુત્વ કરતા નથી, પુત્રિ, તાત યક્ષરાજ કંઈ કારણથી કુમાર સાથે ગયા હશે. ત્યારે તું તેમના માટે બીલ કુલ મનમાં શંકા રાખીશ નહીં. હે સુંદરિ, તું તારા પ્રિય માટે પણ શેક કરીશ નહીં. સુખ અને દુઃખ એનો સંબંધ અમૃત અને વિષ જેવો છે. ' જે પતિ ગુણવાન, પ્રીતિમાન, કિવા બુદ્ધિમાન હોય છે તે અમૃત તુલ્ય છે. અને તેથી ઉલટો જે હોય છે તે વિષ જેવો છે. વિષયસુખ અરિંભમાં પ્રિય હોય છે પણ છેવટે તેથી અતિ ભયંકર સંકટ પ્રાપ્ત થાય છે. સુંદરી, વિષયાસકત થએલો ક્યા પુરૂષને તે સુખી જે છે? તે કહે - માટે હે પુત્રી, તું તારું ચિત્ત સમ્યક જ્ઞાનયુક્ત કરી વિષયને તિરસ્કાર કર કારણું તત્વાર્થ નજરે જોનાં સંસારમાં સર્વ દુઃખ જ છે. તેમાં સુખ લેશમાત્ર નથી. જ્યારે તે તમે ઈચ્છો નથી ત્યારે, તારે તેને માટે આગ્રહ ધરવાથી, શો ઉપયોગ થશે? અમૃત મિષ્ટ છે, પણ પ્રાપ્ત થાય નહીં તે તેને અહીં શે ઉપયોગ? - તારા સ્વાધીનમાંને હેઈ, તારાપર પ્રીતિ કરનાર નિર્ધન હોય તે ભલે પણ તેને તું પસંદ કરો અને પરસ્વાધીન હોઈ તારાપર પ્રેમ ન કરનાર ઈદ્ર હોય તે પણ તેના પર તું પ્રેમ કરીશ નહીં. હે વત્સ, હરિવિકમ પાસેથી તારૂં અંતઃકરણ - નિવૃત કર. તારે પિતા, તેના જે બીજો એકાદ વર પ્રસંદ કરશે.” ચંદ્રગ્રીનું ભાષણ સાંભળી ભુવન સુંદરીને દુઃખમાં વધારે થયે અને તે બોલી કે “અરે માતા, તું વિવેકી છે, તત્વજ્ઞ છે, ચતુર છે, મારું ભલું કરનાર છે, પરંતુ તે જે હમણે મને કહયું, તેથી તું મને અત્યંત અનિષ્ટ થઈ છે. સાધુજન અને કુલવધુની ગતિ એકજ. તે કયાં ? જયાં મન આસક્ત થયું હોય ત્યાં જ અગ્નિ છે, અથવા વાયુ હા, હરિવિકમ એજ મારા અંગનો સ્પર્શ કરશે. જયાં સુધી ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી કઈ પણ બીજો પુરૂષ મારા અંગને સ્પર્શ કરી શકશે નહીં. કુલીન જનને જે વિવાહુ થાય છે તે ચિત્તાનું રાગદ્ભવ હોય છે હવે, પાણ ગ્રહણાદિ જે વિધિ છે. તે સર્વ લેકમાં વિવાહજ્ઞાપક વીધી છે. હે માતા, તે મારે અનુરાગ હરિવિક્રમ પર આરૂઢ થયે છે હવે તે જે અન્યત્ર આરૂઢ થશે તે ખરેખર પાપોત્પતિ થશે. પુન્ય અને પાપનું નિબંધન શું? શુભાશુભ મનોવૃત્તિ. શુભાશુભ મને વૃત્તીજ પુન્ય પાપ માટે પ્રમાણ છે. તે સિવાય કોઈ પણ કિયા થતી નથી.” ચંદ્રશ્રીએ વાત કરી કહ્યું વસે, મોટો ભયંકર પ્રસંગ આવ્યો. તારે નિશ્ચય આવા પ્રકારને અને તેનું મન કંઈ જુદું જ છે. હે વો વિવેકી જનની ગતિ બે પ્રકારની છે એકનો સંસારમાં રહીને સંપત્તીનો ઉપભોગ લે, અને બીજી પરલોકમાં સુખ આપનાર મોક્ષનો સ્વીકાર કરવો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust