________________ આ પ્રકારે તારાપર અનુરકત થએલી કન્યાની મરણ પ્રાય અવસ્થા જોઈ તેના દુઃખથી દુઃખિતું થએલી મારી પ્રિયાએ મને કહ્યું “હે પ્રિય, ભુવનસુંદરીની તમે ઉપેક્ષા કેમ કરો છો? તે ઘણી વિપત્તીમાં પડી છે એમ તેની સખીઓ કહે છે. એણે જ્યારથી ચિત્રમાં હરિવિકમને જે છે ત્યારથી તે અતિ દુઃખિત થઈ લીન થઈ છે! " - પ્રિયાભિષ્ટ જોકે સુખદ છે તે પણ તેથી તરશ્યાને પાણી ન મળવાથી જેમ દુઃખ થાય છે તેમ તે પ્રિયાભિષ્ટ જે પ્રાપ્ત ન થાય તે કેવળ દુઃખની વૃદ્ધિ માત્ર થાય છે હે પ્રિયતમ, કન્યાના દુઃખની શાંતિ માટે હવે કંઈ યત્ન કરે, નહીં તે બીજું જ પરિણામ આવશે. આ તેના ભાષણથી કં૫, ભાસ અને ભયથી પીડીત થઈ હવે શું કરવું એ વિચારમાં હું નિમગ્ન થઈ ગયું. હવે આ કાર્યની સિદ્ધિ માટે શું ઉપાય કરવું? આ શું અરિષ્ટ આવ્યું ? શું કરવું અને શું ન કરવું? મલામાં ભૂવનસુંદરી કયાં? અને દૂર દેશમાં અધ્યામાં હરિવિકમ કયાં? તેને આનું નામ, ઠામ, રૂપ, ગુણ, કુલ, મરણ અવસ્થા સુધી પહોંચેલો તેને પ્રેમ વગેરેની કંઈજ ખબર નથી. જેને પરસ્પર પ્રેમ છે તે દૂર હોય તે પણ નજીકજ છે એમ સમજવું અને જેનો સ્નેહ નથી તે નજીક હોય તો પણ દૂર છે એમ સમજવું. : - પ્રેમ ન હોય એટલે એક ડગલું હારે જન અંતરનું ભાસે છે અને પ્રેમી જનને, તેઓ લંકામાં હોય તે પણ ઘરના આંગણું પ્રમાણે ભાસે છે. - સૂર્ય દૂર હોય છે તો પણ તે કમલિનીને વિકસિત કરે છે, અને નેત્ર એકજ સ્થાન પર છે તોપણ કર્ણને જોઈ શકતા નથી. જેનું બળ જોયું છે એવા રાજાને આટલે દૂર ઘણું અંતરપરથી શી રીતે લાવવો? તેનું હરણ કરીને લાવું તે તે સર્વ સંશયાવહ કરી નાખે, હે હરિવિક્રમ આવો વિચાર કરતા હતાએટલામાં દેવોએ મને કહ્યું કે “તું મલય પર્વત પર આવ્યો છે એમ જાણ્યું ત્યારે તપોવનમાં જઈ વર્લ્સ અને ચંદ્રશ્રીને કન્યાની સર્વ વતણૂક કહી. તે મને આ હકીકત ખબર પડી ત્યારે તેમણે કહ્યું “હે, યક્ષરાજ ગમે તેમ કરી તે કુમારને તમે અહીં લાવો.” પછી હું તારા ભયથી કંપીને સૂર્ય અસ્ત થયા પછી, રાત્રે ચોર જેમ ચેરી કરે છે તેમ તને સુતેલો જોઇ અહીં હું ઊંચકી લાવ્યો અને આશ્રમ આગળ કોમળ પલવની શયાપર બીજા વનવૃક્ષથી આચ્છાદિત કરી મુકો. આ કદાપિ જાગૃત થાય અને મને જુએ છે, છૂટકે થવાને ઈલાજ નથી એવું જાણે હું નાશી ગયો. પછી હું મારે ઘેર ગયે અને આનંદ આપનાર એવું જે તારૂં મલયાચલપર આગમન એ સંબંધી સર્વ હકીકત પુત્રિને કહી. તારા આગમનની વાતથી વિરહનલથી તૃપ્ત થએલી, પર્જન્ય વૃષ્ટિ જેમ ભૂમિને કંટકિત કરે છે તેમ તે રમાચિત થઈ ઊદકથી પદ્મીની જેમ સંજીવિન થાય છે તેમ તારી ખબરથી જેનું મુખ કમળ શુષ્ક થઈ ગયું છે ને સંચાવન થઈ છે. તારા આગમનથી તે સર્વ વિશ્વને આનંદમય માને છે. માતાએ બોલાવ્યાથી તે પુરિ જીનાલયમાં ગઈ. . * * : * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust