________________ જેવી રીતે મલીન પાણીમાં નાખેલા ચુર્ણથી પાણી સ્વચ્છ થાય છે તે પ્રમાણે સજ્જનના હૃદય પર પડેલા દુઃખથી મનની શુદ્ધિ થાય છે. - વિપત્તી આરંભમાં દુઃખદાયક હોઈ પરીણામે સુખકારક હોય તે પણ નાના છોકરાને આિષધ દુઃખદાયક લાગે છે તેમ તે અજ્ઞાનીઓને દુઃખદાયક ભાસે છે, પણ તત્વાર્થ વેદીજનેને માત્ર તે દુઃખદાયક લાગતી નથી. યક્ષરાજ બે તમે કહ્યું તે ખરૂં છે કારણ હરિવિકમ વિના આવું મામિક કોણ છે ? હે રાજપુત્ર તને મારે કંઈ કહેવું છે તે તું એકાગ્ર ચિત્તથી સાંભળ પછી વિચાર કરીને જે વ્ય તે કર ગઈ કાલે હાથીના સપાટામાંથી જે કન્યાનું તે રક્ષણ કર્યું છે તે મારી પુત્ર છે તેની માતાનું નામ ચંદ્રશ્રી, અને બાપાનું નામ વિરસેન છે. સર્વ સ્ત્રીઓને સુખ આપનાર તે સ્ત્રીનું હું કેટલું વર્ણન કરૂં? જીનાલયમાં તે તેને પ્રત્યક્ષ જોઈ છે, હે હરિવિકમ તે મારી છોકરીની પુત્રીનું નામ ભૂવન સુંદરી છે તે મુર્તિમાન કૂળ દેવતા છે એમ કહું તે હરકત નથી, હે કુમાર તે પુત્રીની ઉત્પત્તી શી રીતે થઈ, તે મેટી શી રીતે થઈ, તે હશિયાર કેવી રીતે થઈ, અને, તેની તારા પ્રત્યે શી રીતે પ્રીતિ ઉત્પન્ન થઈ તે સર્વ તું શ્રવણ કર. - તૃતિય સર્ગ. શત્રુ સાથે સંબંધ થાય તેપણ નિડકંપ રહેનાર ચંપા નામે એક નગર હતું ત્યાં વિરસેન નામને દેવરાજ હતો. નિર્મળ ચંદ્રની કાંતિ જેવી શોભાયમાન ચંદ્રશ્રી નામની તેને એક રાણી હતી. તેનું ચરિત્ર મોટુ વિલક્ષણ છે. તે તેના નેત્ર જોયાથી ધ્યાનમાં આવતું હતું. એક દિવસે કેવલ્ય જ્ઞાન યુક્ત બે મુનિપુગવ વિદ્યાધર દેવસહુ, તે નગરના બાગમાં આવ્યા. રાજાએ પોતાના પરિવાર અને જનાનખાનાના માણસો સહ તેમને ઉપદેશ સાંભળે તેથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થશે. અને પિતાના પુત્ર અમરસેનને ગાદી ઉપર બેસાડો. જીતેંદ્રના દેવળ નજીક સર્વ રસ્તા પર મટે ઉત્સવ કરી નગરના સર્વ લોકોને અને સન્માન પાત્ર પ્રધાનને પૂછીને સર્વ ગરીબ લોકોને દાન આ પીને રાજા વિરસેને કેવળ જ્ઞાનીની પાસે બેસીને સાધુસ્ત્રી દિક્ષા લીધી. તે સમયે તેની પત્નિ ચંદ્રશ્રી. પણ મોટા આનંદથી દિક્ષા લેવા તૈયાર થઈ ત્યારે ગુરૂએ કહ્યું “હે વસે, હજુ તું વૃત લેવા યોગ્ય થઈ નથી. હાલ તું ગર્ભવતિ હોવાને લીધે દિક્ષા લેવામાં મોટું વિદન છે. હે ચંદ્રશ્રી, કેટલીક મુદત ગયા પછી તું વૃત લેવા યોગ્ય થઈશ.” આ સાંભળી તે વજીયાતથી હત થયા જેવી થઈ. દુખાગ્નિમાં દંધ થઈ ભૂમી પર પડી. તેને મૂછ આવવાથી સ્નેહ નહિ પણ ભૂત દયાને લીધે, વિરસેન તેની નજીક ગયો. શીત પચાર કર્યાથી તે શુદ્ધિમાં આવી ત્યારે સતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust