Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका તથા મન વિષયી કહેવાય છે, આ બંનેના જ્ઞાનને ઉત્પન્ન કરવા ગ્ય જે અવસ્થા તેને સન્નિપાત કહે છે.
પ્રશ્ન ર૯ : અવગ્રહના કેટલા ભેદ છે?
ઉત્તર : અવગ્રહના બે ભેદ છે. (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ.
પ્રશ્ન ૩૦ : વ્યંજના-અવગ્રહ કોને કહે છે?
ઉત્તર : પ્રાપ્ત અથવા સ્પષ્ટ અર્થના ગ્રહણને વ્યંજનાવગ્રહ કહે છે. આ જ્ઞાનમાં એટલી કમજોરી (નિર્બળતા) હોય છે કે જાણવાની દિશા પણ અનિશ્ચિત રહે છે.
પ્રશ્ન ૩૧ : અર્થાવગ્રહ કોને કહે છે?
ઉત્તર : અપ્રાપ્ત અથવા અપૃષ્ટ અર્થને ગ્રહણ કરવાને અર્થાવગ્રહ કહે છે, અર્થાત સ્પષ્ટ અર્થને ગ્રહણ કરવા તેને અર્થાવગ્રહ કહે છે. આ જ્ઞાનમાં જાણવાની દિશા નિશ્ચત છે, અને આ જ્ઞાન થયા પછી ઈહા આદિ જ્ઞાન થઈ શકે છે. - પ્રશ્ન ૩ર : ઈહાજ્ઞાન કેને કહે છે?
ઉત્તર : અવગ્રહથી ગ્રહણ કરેલા અર્થની વિશેષ પરીક્ષાને ઈહા કહે છે. આ જ્ઞાનમાં સંદેહ નથી, પરંતુ તેમાં વસ્તુનું વિશેષ પરિજ્ઞાન થઈ રહ્યું છે. આમ છતાં પણ આ જ્ઞાન સંદેહથી ઉપર અને અવાયથી નીચેની વિચાર-બુદ્ધિરૂપ છે.
પ્રશ્ન ૩૩ : અવાય જ્ઞાન કેને કહે છે?
ઉત્તર : ઈહાજ્ઞાનથી પદાર્થનું જાણપણું થયું તેના પૂર્ણ પ્રતીતિયુક્ત જ્ઞાનને અવાયજ્ઞાન કહે છે. તે પ્રશ્ન ૩૪ : ધારણુજ્ઞાન કેને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org