Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૮ઃ તૈજસ-સમુદ્દઘાત કોને કહે છે?
ઉત્તર : સંયમી મહામુનિને વિશિષ્ટ કરૂણું ઉત્પન્ન થવાથી અથવા તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી, તેમના જમણું અથવા ડાબા ખભામાંથી તૈજસ-શરીરનું એક પુતળું નિકળે છે તેની સાથે આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને તેજસ સમુદ્રઘાત કહે છે.
પ્રશ્ન ૧૯ : તૈજસ-સમુદ્દઘાત કેટલી જાતના હોય છે? ઉત્તર : તેજસ–સમુઘાત બે પ્રકારના હોય છે ? (૧) શુભ-તૈજસ સમુદ્દઘાત (૨) અશુભ-તૈજસ-સમુદ્દઘાત
પ્રશ્ન ૨૦ : તેજસ–સમુઘાત ક્યારે અને કેવી રીતે થાય છે?
ઉત્તર : જ્યારે તેને વ્યાધિ, દુકાળ વગેરેથી પીડિત દેખીને, તૈજસઋદ્ધિધારી સંયમી મહામુનિને કરૂણા ઉપજે છે ત્યારે, મુનિના જમણા ખભામાંથી પુરૂષાકાર તેજવરૂપ પુતળું નિકળે છે. તે વ્યાધિ-દુકાળ આદિને નાશ કરીને મૂળશરીરમાં પ્રવેશી જાય છે, તેને શુભતૈજસશરીર કહે છે.
પ્રશ્ન ૨૧ : શુભ તૈજસ શરીરનું સ્વરૂપ શું છે?
ઉત્તર : શુભ તૈજસ – શરીર તરૂપનું, સૌમ્યઆકારવાળું પુરૂષાકાર બાર યે જન સુધીના વિસ્તારવાળું તેજોમય હોય છે.
પ્રશ્ન ૨૨ : અશુભ તેજસ–સમુદ્દઘાત ક્યારે અને શા માટે થાય છે?
ઉત્તર : જ્યારે મનને અનિષ્ટકારી કેઈ કારણ અથવા ઉપદ્રવને દેખીને તૈજસ-દ્ધિધારી મહામુનિને ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે, નક્કી કરેલી વિરુદ્ધ વસ્તુને ભસ્મ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org