Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १२
१०७ પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય – પર્યાપ્ત છે અને અપર્યાપ્ત છે. આ પ્રકારે ચોદ જીવસમાસ થાય છે.
પ્રશ્ન ૧ : પર્યાપ્ત કેને કહે છે ?
ઉત્તર : જેમને પર્યાપ્તિનામ કર્મને ઉદય હોય તેમને પર્યાપ્ત કહે છે.
પ્રશ્ન ૨ પર્યાપ્તિનામકર્મ કેને કહે છે ?
ઉત્તર : જે નામકર્મના ઉદયથી જીવ તિપિતાને યોગ્ય છ, પાંચ કે ચાર પર્યાપ્તિઓને પૂર્ણ કરે તેને પર્યાપ્તિનાકમ
પ્રશ્ન ૩ : અપર્યાપ્ત કોને કહે છે?
ઉત્તર : જેમને અપર્યાપ્તિનામકર્મને ઉદય હેય તેમને અપર્યાપ્ત કહે છે.
પ્રશ્ન ૪ : અપર્યાપ્તિનામકર્મ કોને કહે છે?
ઉત્તર : જે નામર્મના ઉદયથી જીવ પોતપોતાને ગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ ન કરી શકે અને તે પર્યાપ્તિઓ પૂર્ણ થતાં પહેલાં જ) મરણ પામે તેને અપર્યાપ્તિનામકર્મ કહે છે.
પ્રશ્ન ૫ : પર્યાપ્તિ, અપર્યાપ્તિની આ વ્યાખ્યાથી તે, જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તેઓ, પૂર્વભવના મરણ પછી વિગ્રહ ગતિમાં તેમ જ પામીને પહેલા અંતર્મુહુર્ત દરમ્યાન અપર્યાપ્ત જ કહેવાશે ?
ઉત્તર : જેમને પર્યાપ્તિનામકર્મને ઉદય છે તે જ વિગ્રહગતિમાં તેમજ જન્મના પહેલા અંતર્મુહુર્તમાં નિવૃત્તિપર્યાપ્ત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org