Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
११४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका (૧) સ્વસ્થાન અપ્રમત્તવિરત અને (૨) સાતિશયઅપ્રમત્તવિરત.
પ્રશ્ન ૧૨ : સ્વસ્થાન અપ્રમત્તવિરત કેને કહે છે?
ઉત્તર : જે અપ્રમત્તવિરત પરિણામ પછી ઉંચા સ્થાનના પરિણામ ન થાય પરંતુ છઠ્ઠા ગુણસ્થાનના ભાવ થાય તેને સ્વસ્થાન અપ્રમતવિરત કહે છે. તેને સ્વસ્થાન એટલા માટે કહે છે કે તે પિતાના સ્થાનકે રહે છે આગળ વધતું નથી. છડું અને સાતમા ગુણસ્થાનને સમય નાના અંતર્મુહુર્તમાત્ર છે. જ્યાં સુધી શ્રેણી ના ચઢે એટલે કે આગળ ન વધે ત્યાં સુધી મુનિઓના પરિણામ છઠ્ઠાથી સાતમામાં અને સાતમાંથી છઠ્ઠામાં એ પ્રકારે અસંખ્યાતવાર આવજા કર્યા કરે છે.
પ્રશ્ન ૧૩: સાતિશય અપ્રમત્ત કેને કહે છે?
ઉત્તર : જે અપ્રમત્તવિરત પરિણામ પછી આઠમાં ગુણસ્થાનમાં પહોંચી જવાય તે અપ્રમતવિરતને સાતિશય અપ્રમત્તવિરત કહે છે.
પ્રશ્ન ૧૪: સાતિશય અપ્રમતવિરત ઉપરના ગુણસ્થાનમાં કેમ પહોંચી જાય છે?
ઉત્તર : સાતિશય અપ્રમત્તમાં એક જાતના અધકરણ પરિણામ થાય છે, જે નિર્મળ પરિણામને લીધે તે (મુનિ) ઉપરના પરિણામમાં (ગુણસ્થાનમાં પહોંચી જાય છે.
પ્રશ્ન ૧૫ : અધઃકરણ પરિણામ કેને કહે છે?
ઉત્તર : જ્યાં એવા પરિણામ હોય કે અધકરણના કાળમાં, વિવક્ષિત કાળવતી મુનિઓનાં પરિણામ જેવાં અધસ્તન કાળવતી મુનિઓના પરિણામ પણ થઈ શકે (can exactly Watch) તેને અધકરણ પરિણામ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org