Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
४५६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને તેવું જ્ઞાન પ્રમાણરૂપ નહીં મનાય, તેથી દર્શન હોવું આવશ્યક છે. અનંતજ્ઞાન સાથે અનંતદર્શન જ હોય છે અને પૂર્ણજ્ઞાનરૂપ ઉપગની સાથે દર્શને પગ હોય છે.
પ્રશ્ન ૩૩ : જે સુખ દુઃખ જ સંસાર છે તે સુખદુઃખના અભાવરૂપ જે મોક્ષ તેમાં પરમાત્માને સુખ (આનંદ) કેવી રીતે હોય?
ઉત્તર : સુખ-દુઃખને અભાવ મેક્ષ છે તે સત્ય છે પરંતુ સુખનો અર્થ અહીં ઇન્દ્રિયજન્ય સુખ એમ સમજો, તે ઇન્દ્રિયજન્ય સુખને અભાવ મેક્ષમાં છે જેમકે ઈન્દ્રયજેન્ય જ્ઞાનને પણ મેક્ષમાં અભાવ છે. પરંતુ આનંદ ગુણ તે આત્માને શાશ્વત ગુણ છે. તેનું પરિણમન તે કાયમ રહે છે. તે પરિણતિ અનંત આનંદ સ્વરૂપ છે. આ આનંદ અતીન્દ્રિય છે. આનંદ ગુણ છે તેથી તે સંસાર અવસ્થામાં સુખ-દુઃખની સિદ્ધિ છે, નહિતર સુખ–દુઃખ કથા ગુણની પર્યાય બની શકે ? સ્વાભાવિક આનંદ તેમજ ઇન્દ્રિયજન્ય સુખ અને દુઃખ આ બધી આનંદગુણની અવસ્થાઓ છે. ભગવાનમાં આનંદ ગુણની અનંત આનંદ સ્વરૂપ પરિણતિ નિરંતર ચાલુ જ રહે છે.
પ્રશ્ન ૩૪ : અનંતશક્તિનું આત્મામાં બીજુ શું પ્રજન છે?
ઉત્તર : અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વગેરે અનંત પરિણતિ કરવા માટે અનંતશક્તિ જોઈએ તેવી અનંતશક્તિ પરમાત્મામાં હોય જ છે.
પ્રશ્ન ૩પ : અરહંત પ્રભુ શું માત્ર પદસ્થ ધ્યાનમાં જ ધ્યેયભૂત હેાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org