Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ५५
પ્રશ્ન ૩ : પ્રાથમિક શિષ્યના ધ્યાનમાં ઘણું કરીને શુ ધ્યેયરૂપ પદાથે આવે છે?
ઉત્તર : પ્રાથમિક સાધકાને ઘણું કરીને સવિકલ્પ અવસ્થા હાય છે ત્યાં વિશેષ વિકલ્પાની નિવૃત્તિને અર્થે ચિત્તની સ્થિરતા આવશ્યક છે તેથી દેવ, શાસ્ત્ર, ગુરૂ વગેરે ધમય પરદ્રવ્ય ધ્યેયરૂપે આવે છે.
૪૭૭
પ્રશ્ન ૪ : અભ્યાસનિષ્ઠ સાધુઓના ધ્યાનમાં ધ્યેયરૂપે શુ' આવે છે ?
ઉત્તર : અભ્યાસનિષ્ઠ સાધુના અને નિશ્ચલચિત્ત સાધકોના ધ્યાનમાં સહજ શુદ્ધ, નિત્ય, નિર ંજન, નિજશુદ્ધ સ્વભાવ ધ્યેયરૂપે આવે છે.
પ્રશ્ન ૫ : ધ્યાનના સંકેત કયા પદ્મથી થઈ રહ્યો છે? ઉત્તર : “સાદૂ કળિિિવતી વે” જે સાધુ નિસ્પૃહ વૃત્તિવાળા થઈ જાય છે આ પદથી ધ્યાતાના સ ંકેત કરે છે. સકળ ધ્યાતા એજ હાય જે સર્વ પ્રકારની ઈચ્છાઓથી અત્યંત રહિત છે.
પ્રશ્ન ૬ : અહીં ઇચ્છામાં કઈ કઈ વાતા ગર્ભિત છે? ઉત્તર : ઇચ્છામાં સર્વ પ્રકારને આભ્યંતર પરિગ્રહ ગર્ભિતપણે આવી જાય છે. તે પરિગ્રહ ચૌદ પ્રકાર છે:
(૧) મિથ્યાત્વ (૨) ક્રોધ (૩) માન (૪) માયા (૫) લેાભ (૬) હાસ્ય (૬) રતિ (૮) અરતિ (૯) શાક (૧૦) ભય (૧૧) જુગુપ્સા (૧૨) પુરૂષવેદ (૧૩) સ્ત્રીવેદ (૧૪) નપુંસકવેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org