Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 495
________________ ४९६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : દ્રવ્યત્વધર્મ પણ બધાય દ્રવ્યમાં છે કારણ કે બધાય દૂ પરિણમનશીલ હોવાથી પિતપતાની પર્યાને પ્રગટ કરતા રહે છે. પ્રશ્ન ૩૨ : અગુરુલઘુત્વ ધર્મ કયા કયા દ્રવ્યમાં છે? ઉત્તર : અગુરુલઘુત્વ ગુણ પણ બધા દ્રવ્યોમાં છે કારણ કે બધા દ્રવ્યો ષ ગુણહાનિવૃદ્ધિરૂપ પરિણમે છે. પ્રશ્ન ૩૩ : પ્રદેશત્વ ધર્મ કયા ક્યા દ્રવ્યમાં છે? ઉત્તર : પ્રદેશવધર્મ પણ બધા ય દ્રવ્યોમાં છે. પ્રદેશ વિના દ્રવ્યની સત્તા કયાં રહે? એકપ્રદેશી હે કે બહપ્રદેશી હો પ્રદેશ તે દરેક દ્રવ્યને હોય જ છે. પ્રશ્ન ૩૪ : પ્રમેયત્વ ધર્મ ક્યા કયા દ્રવ્યમાં હોય છે? ઉત્તર : પ્રમેયત્વ ધર્મ બધા દ્રવ્યમાં હોય છે કારણ કે બધાય દ્રવ્ય કેઈ કે કોઈના ય એટલે કે પ્રમેય છે. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તે બધાય દ્રવ્યું અને તેમની સમરત પર્યાયે એકસાથે જણાય છે. પ્રશ્ન રૂપઃ ઉપર પ્રમાણે વસ્તુઓને જાણવાથી શું લાભ? ઉત્તર : અનંતધર્માત્મક, સ્વતસિદ્ધ, સદ્ભૂત, સ્વતંત્ર ભાવવાળાં દ્રવ્યના સાચા જ્ઞાનથી સગબુદ્ધિ રહેતી નથી, તેથી આકુળતાને એકમાત્ર કારણભૂત જે મેહ તે પણ નાશ પામે છે. મેહને સર્વથા નાશ થતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વગેરેથી પૂર્ણ આત્માને ગુણવિકાસ સ્વાભાવિક થાય, જે સ્થિતિ સર્વોત્કૃષ્ટ લાભ આપવાવાળી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498