Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
४९४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન રર : અનંતસંખ્યાત દ્રવ્ય કયા ક્યા છે?
ઉત્તરઃ જીવ અને પુગલ આ બે દ્રવ્ય અનંતસંખ્યક છે અર્થાત્ જીવદ્રવ્ય અનંતાનંત છે અને પુદ્ગલ દ્રવ્ય અને તાનંત છે.
પ્રશ્ન ૨૩ : નિયત્વ ધર્મ ક્યા કયા દ્રામાં છે?
ઉત્તર : જેકે સર્વ દ્રવ્ય સ્વતઃસિદ્ધ અને નિત્ય છે તે પણ અહીં તે નિયત્વ વિવક્ષિત છે જેમાં વ્યંજનપર્યાયનું કદાપિ પરિવર્તન થયું નથી કે કદાપિ થવાનું નથી. આ નિત્યત્વની વિવક્ષાથી, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ-આ ચાર દ્રવ્યમાં નિત્યત્વ છે.
પ્રશ્ન ૨૪ : કારણભૂત દ્રવ્ય ક્યા ક્યા છે?
ઉત્તરઃ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ પાંચેય દ્રવ્ય ચૈતન્યથી રહિત હેવાને લીધે તેમને કર્તુત્વની સિદ્ધિ નથી તેથી તેઓ કારણભૂત દ્રવ્ય નથી. અર્થાત્ આ પાંચેય દ્રવ્ય શરીર, મન, વચન, શ્વાચ્છોશ્વાસ, ગતિ, સ્થિતિ, અવગાહ, પરિણમન વગેરે કાર્યો કરવાવાળાં છે પરંતુ જીવ આ પાંચ દ્રવ્યનું કાંઈ કાર્ય કરતું નથી આ ઉપકારની અપેક્ષાએ આ પાંચ દ્રવ્યો કારણ છે.
પ્રશ્ન ૨૫ : બહુપ્રદેશિત્વ ધર્મ કયા કયા દ્રવ્યોમાં છે?
ઉત્તરઃ પુદ્ગલ અને કાળ –આ બે દ્રવ્યોને બાદ કરતાં બાકીના ચારેય દ્રવ્યોમા બહુપ્રદેશિત્વ છે.
પ્રશ્ન ૨૬ઃ જે બહુપ્રદેશિત્વ પુદ્ગલદ્રવ્યમાં નથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org