Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३२४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ભોજનશાળામાં સ્થિત થઈને બીજીવાર સિદ્ધભક્તિ કરે છે પહેલી સિદ્ધભક્તિના સમયથી માંડીને ભોજન સમાપ્ત થાય ત્યાં સુધીના સમયમાં ઉપયુક્ત અંતરાયે ગણાય છે, અને અમુક અંતરાયે બીજી સિદ્ધભક્તિથી આહારસમાપ્તિ વચ્ચે ગણવામાં આવે છે. તેમને જેમ આગમમાં કહ્યાં છે તેમ જાણવાં.
પ્રશ્ન ૧૫૫ : એષણ સમિતિને શબ્દાર્થ શું છે?
ઉત્તર : એષણાનો અર્થ શોધવું છે. ઉપર્યુક્ત વિધિથી નિદોર્ષ આહાર શોધ અને આહાર દરમ્યાન જે સાવધાની હોય છે તેને એષણસમિતિ કહે છે
પ્રશ્ન ૧૫૬ : આદાનનિક્ષેપણ સમિતિ કોને કહે છે ?
ઉત્તર : કમંડળ, પુસ્તક વગેરે ગ્ય વસ્તુઓને લેતીમૂકતી વખતે સાવધાની રાખવી, જેથી કઈ જીવને બાધા કે હિંસા ન થાય તેને આદાનનિક્ષેપણું સમિતિ કહે છે.
પ્રશ્ન ૧૫૭ : પ્રતિષ્ઠાપન સમિતિ કેને કહે છે?
ઉત્તર : જંતુરહિત 5 ભૂમિ કે જે મનુષ્યનું ઉઠવાબેસવાનું નિયત સ્થાન ન હોય, ત્યાં સાવધાનીથી મળ મૂત્ર, કફ, ઘૂંક, લીંટ આદિનું ક્ષેપણ કરવું તેને પ્રતિષ્ઠાપન સમિતિ
પ્રશ્ન ૧૫૮ : ગુણિનામને ભાવસંવરવિશેષ કેને કહે છે?
ઉત્તર : સંસારના કારણે રાગાદિ દોષથી બચવા માટે, પિતાના આત્માને નિજ, સહજશુદ્ધ, આત્મતત્વની ભાવના, ઉપયેગમાં સુરક્ષિત રાખવે, લીન કરે તેને ગુપ્તિ કહે છે.
પ્રશ્ન ૧૫૯ઃ ગુપ્તિરૂપ ભાવસંવરની સાધનાના ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org