Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३८४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તે પ્રકારથી જાણ તે વ્યવહાર સમ્યગ જ્ઞાન છે.
પ્રશ્ન ૬ : નિશ્ચય સમ્યગજ્ઞાન કેને કહે છે ?
ઉત્તર : શુદ્ધાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન સહજ આનંદથી તૃપ્ત થયા થકા, પિતાન દ્વારા પિતાનું નિવિકલ્પરૂપે સંવેદના કરવું તે નિશ્ચય સમ્યજ્ઞાન છે.
પ્રશ્ન ૭ : વ્યવહાર સમ્યગચારિત્ર કેને કહે છે?
ઉત્તરઃ જેના વડે અશુભ ભાવથી નિવૃત્તિ થઈ અશુભાવમાં પ્રવૃત્તિ થાય તેવા તપ, વ્રત, સમિતિ, ગુપ્તિ વગેરેના પાલન કરવાને વ્યવહાર સમ્યગચારિત્ર કહે છે.
પ્રશ્ન ૮ : નિશ્ચય સમ્યગચારિત્ર કેને કહે છે?
ઉત્તર : રાગાદિ વિકલ્પના ત્યાગપૂર્વક, રાગદ્વેષાદિ વિભાવ-ભાવોથી રહિત શુદ્ધચૈતન્યતત્વના ઉપયોગની સ્થિરતાને નિશ્ચય સમ્યગુચારિત્ર કહે છે.
પ્રશ્ન ૯ : શું વ્યવહારરત્નત્રય મેળવ્યા વિના નિશ્ચયરત્નત્રય ન પ્રાપ્ત થાય ?
ઉત્તરઃ નિશ્ચયરત્નત્રયથી પૂર્વે વ્યવહારરત્નત્રય હોય જ છે. વ્યવહારરત્નત્રય પામ્યા વિના નિશ્ચયરત્નત્રયની પ્રપ્તિ થતી નથી. આ કારણને લીધે, વ્યવહારત્નત્રય સાધક છે અને નિશ્ચયરત્નત્રય સાધ્ય છે.
પ્રશ્ન ૧૦ : શું વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ અવશ્યપણે થાય છે?
ઉત્તર : જે વ્યવહારરત્નત્રયને પાળતે જીવ તે વ્યવહારમાં જ પિતાની એકતા જોડે તે નિશ્ચયરત્નત્રય પ્રાપ્ત ન થાય. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org