Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
૪૨૩
गाथा ४५
યામાં પ્રવૃત્તિ થાય છે તેથી અહિં સાવ્રતમાં અશુભનિવૃત્તિ અને શુભપ્રવૃત્તિ સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન ૩ : સત્યમહાવ્રતના પાલનમાં આ લક્ષણ કેવી રીતે ઘટિત થાય છે ?
ઉત્તર : સત્યમહાવ્રતમાં અસત્ય, અહિત, ચુગલી, નિંદાના વચનોથી નિવૃત્તિ થાય છે અને સત્ય, હિતરૂપ, ભક્તિ,યુક્ત વચનામાં પ્રવૃત્તિ થાય છે તેથી આમાં પણ વ્યવહાર-ચારિત્રનું લક્ષણ સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન ૪ : અચૌ મહાવ્રતમાં શેના નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ છે?
ઉત્તર : અચૌ મહાવ્રતમાં ચારીથી અને જબરદસ્તીથી તે નિવૃત્તિ છે અને આજ્ઞા લઈ ને સ્વ-ઉચિત વસ્તુ ગ્રહણ કરવાની અને ભક્તિસહિત આપેલી ચેાગ્ય વસ્તુને ગ્રહણ કરવાની અને આગમપદ્ધતિ અનુસાર આહારાદિ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે.
પ્રશ્ન ૫ : બ્રહ્મચ મહાવ્રતમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે ?
ઉત્તર : સર્વ પ્રકારના મૈથુન પ્રસ ંગેાથી નિવૃત્તિ અને શીલના સાધક સાધનામાં પ્રવૃત્તિ હોય છે.
પ્રશ્ન ૬ : પરિગ્રહત્યાગ મહાવ્રતમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હાય છે ?
ઉત્તર ઃ પરિગ્રહત્યાગ મહાવ્રતમાં ધન, ધાન્ય વગેરે સ પરિગ્રહાથી નિવૃત્તિ અને વનનિવાસ, નમ્રત્વ વગેરેમાં પ્રવૃત્તિ હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org