Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ४४
પ્રશ્ન : કયા કયા દર્શનપૂર્વક ક ક જ્ઞાનેપગ હોય છે?
ઉત્તર ઃ મતિજ્ઞાન પહેલાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હોય છે અને અવધિજ્ઞાન પહેલાં અવધિદર્શન હોય છે?
પ્રશ્ન ૫ : શ્રુતજ્ઞાન પહેલાં કયું દર્શન હોય છે?
ઉત્તર : શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હેય છે, તે મતિજ્ઞાન પહેલાં જે દર્શન થયું તે દર્શન જ શ્રુતજ્ઞાનનું પૂર્વભાવી જાણવું અથવા શ્રુતજ્ઞાનથી પહેલા થવાવાળા મતિજ્ઞાનને ઉપચારથી દર્શન કહેવામાં આવે છે.
પ્રશ્ર ૬ ઃ શ્રુતજ્ઞાનની સાક્ષાત્ પહેલાં દર્શન ન હોઈને મતિજ્ઞાન જ કેમ હોય છે?
ઉત્તર ઃ શ્રુતજ્ઞાન વિશેષપણે સવિકલ્પ છે, આ કારણથી શ્રુતજ્ઞાનની સાક્ષાત પહેલાં દર્શન નથી હોતું. મતિજ્ઞાન વડે કાંઈક જાણ્યા પછી જ શ્રુતજ્ઞાન થઈ શકે છે.
પ્રશ્ન ૭ : દર્શન, મતિ અને શ્રુતની આ પૂર્વોત્તરભાવિતાનું ઉદાહરણ શું છે?
ઉત્તર : જેમ કે કઈ પુરૂષ ઘડાનું જ્ઞાન કરતાં પહેલાં ચટાઈનું જ્ઞાન કરી રહ્યું હતું. હવે જ્યારે તે પુરૂષ ચટાઈનું જ્ઞાન છેડીને ઘડાનું જ્ઞાન કરવાને ઉદ્યમ કરે છે ત્યારે ઘડાને અને ચક્ષુ-ઈન્દ્રિયને સન્નિપાત થાય છે અર્થાત્ જેવી રીતે તે ઘડાને જાણશે તે રૂપે ઈન્દ્રિયની પ્રવૃત્તિને ઉદ્યમ થાય છે, તે તે થયું દર્શન. અહીં હજુ બાહ્ય પદાર્થનું ગ્રહણ કરવું થયું નથી. આ પછી, આ (ઘડા) પીળ, કાળે વગેરે રૂપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org