Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨૫૪: સિદ્ધ શિલા કયાં અને કેવી રીતે છે?
ઉત્તરઃ સર્વાર્થ સિદ્ધિ વિમાનની ટોચથી બાર યેજન ઉપર સિદ્ધિશિલા છે. આ મનુષ્યલોકથી ઉપર સીધી લીટીમાં છે અને પિસ્તાલીસ લાખ જનના વિસ્તારવાળી છે. તેની જાડાઈ આઠ જન છે. આને આકાર છત્ર જેવો છે. આના ઉપર સિદ્ધ ભગવાન વિરાજમાન નથી પરંતુ આનાથી કાંઈક ઉપર સિદ્ધશિલાના વિસ્તારપ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન વિરાજમાન છે. વચ્ચે વાતાવલય સિવાય બીજી કોઈ રચના નથી. તેથી તેને સિદ્ધશિલા કહે છે.
પ્રશ્ન ૨૫૫ઃ સિદ્ધલોકનું સંક્ષિપ્ત વર્ણન શું છે?
ઉત્તર ઃ સિદ્ધશિલાની ઉપર વીસ વીસ હજાર થેજન જાડાઈવાળા ઘનેદધિ વાતવલય, ઘનવાલય અને તનુવાતવલય એકબીજાથી ઉપર ઉપર છે. આ તનુવાતવલયના અંત ભાગમાં સિદ્ધ ભગવાન વિરાજમાન છે. જે સાધુઓ મનુષ્યલોકને જે સ્થાનેથી મુક્ત થાય તેની સીધી લીટીમાં ઉપર એક સમયમાં, અહીં લોકના અંત સુધી આવીને સ્થિત થાય છે. અને આ જ લોકને છેડે (અંત) છે.
પ્રશ્ન ૨૫૬ : આ ત્રણસો તેતાલીસ ઘનરાજીપ્રમાણ લોક કોના આધાર ઉપર રહેલો છે?
ઉત્તરઃ આ લોકની ચારે બાજુએ ઘનેદધિવાતવલય છે. તેના પછી ઘનવાતવલય છે, તેના પછી તનુવાતવલય છે, અને આ વાતવલના આધારે લોક રહેલો છે. આ વાતવલય પણ લેકને જ એક ભાગ છે. વાતવલય વાયુરૂપ હોવાથી તેમને કેઈને આધાર નથી માત્ર આકાશને જ આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org