Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
३६१ ન થવું અને મોક્ષમાર્ગમાં વિશેષ ઉત્સાહથી પ્રવર્તવું તે સુધાપરીષહજ્ય છે. સાધુ-મહારાજે તે સમયે એમ વિચાર કરે છે કે પરતંત્રતાથી નરક ગતિમાં સાગરે સુધી ભૂખ વેઠી, તિર્યંચ પર્યાયમાં પરવશ થઈને તથા મનુષ્ય પર્યાયમાં જેલ વગેરેમાં રહીને અનેક ભૂખ–વેદનાઓ સહન કરી તે અહીં તે આ વેદના શું છે ? જ્યારે હું સ્વતંત્ર, આત્માધીન છું ઈત્યાદિ.
પ્રશ્ન ૨૬૮: તૃષાપરીષહજય કેને કહે છે ?
ઉત્તર : પ્રતિદિન ભિક્ષાચર્યા કરવા છતાં પણ કડ, કઠણ તીખે વગેરે યથાપ્રાપ્ત ભેજન મળવા છતાં પણ, આતાપના વગેરે તપસ્યા કરવા છતાં પણ, સ્નાન–સંસ્કાર આદિને ત્યાગ કર્યા છતાં પણ જે સાધુજને આત્મધ્યાનથી ચલિત થતાં નથી અને સંતેષજળથી તૃપ્ત રહે છે તેમને તૃષાપરીષહ થયે કહેવાય છે.
પ્રશ્ન : ૨૬૯ શીત પરીષહજય કોને કહે છે?
ઉત્તર: કડકડતી ઠંડીમાં પણ, બરફ વગેરેની વચ્ચે ખુલ્લા મેદાનમાં આત્મસાધના માટે રહેવા છતાં પણ, પૂર્વે આરામાદિ કરેલાં તેનું સ્મરણ ન કરતાં, નરકાદિની શીતવેદનાનું પરિજ્ઞાન કરીને, જે સાધુજને, શીતવેદનાને લીધે આત્મસાધનાથી ચલિત નથી થતાં, તેમને શીતપરીષહજય થયે કહેવાય છે.
પ્રશ્ન : ૨૭૦ ઉણપરીષહજય કોને કહે છે?
ઉત્તર : ધોમધખતા ઉનાળામાં તપી ગયેલાં રસ્તા ઉપર વિહાર કરવા છતાં, ભયંકર ગરમીવાળા વનમાં રહેવા છતાં પણ અને એવા અન્ય પ્રસંગોમાં, ભેદવિજ્ઞાનના બળથી, સમતાપરિણામમાં સ્થિર રહેવું તે ઉષ્ણ પરીષહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org