Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३४१
પ્રશ્ન ૨૦૭ : અશુચિવ અનુપ્રેક્ષા ને કહે છે? ઉત્તર : રજવીરૂપ મળથી ઉત્પન્ન, મળને જ ઉત્પન્ન કરનાર, મળથી જ ભરેલાં દેહની અપવિત્રતાનું ચિંતવન કરવું અને અપવિત્ર દેહથી વિરકત થઇ, સહજ-પવિત્ર, ચૈતન્ય-સ્વભાવની ભાવના કરવી તેને અશુચિત્વ-અનુપ્રેક્ષા કહે છે.
गाथा ३५
પ્રશ્ન ૨૦૮ : અશુચિહ્ન અનુપ્રેક્ષાથી શું લાભ થાય છે? ઉત્તર : દેહની અશુચિની ભાવનાથી દેહુ ઉપરથી રાગ ઘટે છે અને દેહથી વિરકત થતાં દેહસંચાગેાની પણ ત્વરાથી નિવૃત્ત થઈ જાય છે. આમ થતાં, પરમ પવિત્ર નિજબ્રહ્મમાં સ્થિતિ થતાં, એ અંતરાત્મા, સવ દુ:ખાથી મુકત થાય છે.
પ્રશ્ન ૨૦૯ : આશ્રવ-અનુપ્રેક્ષા કોને કહે છે? ઉત્તર : મિથ્યાત્વ, કષાય વગેરે વિભાવાના કારણથી જ આશ્રવ થાય છે. આશ્રવ જ સંસાર અને સમસ્ત દુ:ખાનુ મૂળ છે એ પ્રકારથી મિથ્યાત્વ કષાયાઢિ આશ્રવામાં થવાવાળાં દોષાનુ ચિ'તવન કરવું અને નિરાશ્રવ, નિજ પરમાત્વતત્વની ભાવના કરવી તેને આશ્રવ-અનુપ્રેક્ષા કહે છે.
પ્રશ્ન ૨૦ : આશ્રય-અનુપ્રેક્ષાથી શું લાભ થાય છે ? ઉત્તર : આશ્રવના દોષાતુ ખરાબર જ્ઞાન થતાં અને તેનાથી દૂર થવાના ચિંતવનના ફળસ્વરૂપે, આ આત્મા નિરાશ્રવ, નિજાત્મતત્ત્વના ઉપયોગના અળ વડે આશ્રવેાથી નિવૃત્ત થાય છે અને અનંતસુખ આદિ અનંતગુણાથી ભરપુર સિદ્ધ–અવસ્થાના અધિકારી થઈ જાય છે.
પ્રશ્ન ૨૧૧ : સવર અનુપ્રેક્ષા કાને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org