Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
३३५ કાળ વીતે તેટલે પરક્ષેત્ર પરિવર્તનને કાળ જાણ. વચમાં, ગમે તેટલી વાર, કમવિરુદ્ધ ઉપજે તેની ગણતરી અહીં કરવી નહીં.
આવાં આવાં અનંત પરક્ષેત્ર પરિવર્તન આ જીવે કર્યા છે.
પ્રશ્ન ૧૯ઃ અનાદિ નિત્યનિગેદના જીવોને શું આ પરક્ષેત્ર પરિવર્તન હોય છે?
ઉત્તર : અનાદિ નિત્યનિગેદના જીવોને પણ આ પર ક્ષેત્રપરિવર્તન હોય છે, કારણ કે આમાં લેકના એક એક પ્રદેશ કમથી ઉત્પન્ન થવાની વાત છે, શરીરની અવગાહનાને આમાં કમ નથી.
પ્રશ્ન ૧૯૪: કાળપરિવર્તનનું શું સ્વરૂપ છે ?
ઉત્તર : કોઈ જીવ ઉત્સર્પિણીકાળના પ્રથમ સમયમાં ઉત્પન્ન થયે. પછી અન્ય ઉત્સર્પિણુકાળના બીજા સમયમાં ઉત્પન્ન થયો. આ જ પ્રકારે અન્ય અન્ય ઉત્સર્પિણીકાળના ત્રીજા, ચેથા વગેરે સમયોમાં ઉત્પન્ન થયો. આ પ્રકારે ઉત્સર્પિણુકાળ અને અવસર્પિણીકાળના વીસ કોડાકેડીસાગરના જેટલો સમય છે તે બધામાં કમથી ઉત્પન્ન થયા અને મયે આની વચ્ચે અનંત વાર અન્ય અન્ય સમયમાં (કમવિરુદ્ધ) જન્મે અને મર્યો તે ગણતરીમાં લેવું નહીં. આમાં જેટલો સમય વ્યતીત થયે તેટલે કાળ એક કાળપરિવર્તનને જાણવો.
આવાં આવાં અનંત કાળપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૫ : ભવપરિવર્તનનું શું સ્વરૂપ છે?
ઉત્તર : ગતિને ભવ કહે છે. ચારે ગતિઓમાં વિશિષ્ટ કમથી ઉપજવું તેને ભવપરિવર્તન કહે છે. જેમકે કેઈ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org