Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३५
३०३
પ્રશ્ન ૩૨ ઃ કીત દોષ કેને કહે છે?
ઉત્તર : જ્યારે સાધુ ભિક્ષા માટે ઘેર આવે ત્યારે ગાય વગેરે સચિત્ર અથવા સેતુ વગેરે અચિત્ત દ્રવ્ય આપીને ભેજન લાવવામાં આવે તેને કીત દોષ કહે છે.
પ્રશ્ન ૩૩ : કીત દેષમાં શું હાનિ છે?
ઉત્તર : આમાં નૈમિત્તિક આરંભ અને વિકલ્પની અધિકતા થાય છે.
પ્રશ્ન ૩૪ : પ્રામિત્ય દોષ કેને કહે છે?
ઉત્તર : પ્રાનિત્ય દષના બે પ્રકાર છે: (૧) વૃદ્ધિમત્ (૨) અવૃદ્ધિમતું . વ્યાજ પર ઉધાર લાવેલા અન્નને લીધે વૃદ્ધિમત્ પ્રામિત્ય દેષ આવે છે અને વ્યાજ વિના ઉધાર લાવેલા અન્નને લીધે અવૃદ્ધિમતુ પ્રાનિત્ય દોષ આવે છે. આ બન્ને પ્રકારના પ્રામિત્યને આહાર આવે તે મામિત્યદોષ કહેવાય છે.
પ્રશ્ન ૩પ : પ્રામિત્યના આહારમાં શું દેષ થયે?
ઉત્તર : ઉધાર લાવવામાં અને તે ચુકવવામાં દાતાને અનેક કષ્ટ ઉઠાવવા પડે છે, અને આ કષ્ટસાધ્ય આહાર મધુકર-વૃત્તિવાળા સાધુને એગ્ય નથી. આવા આહારથી અદયાને દેષ ઉપજે છે.
પ્રશ્ન ૩૬ ઃ પરિવર્તિત દેષ કેને કહે છે?
ઉત્તર : સાધુ ભિક્ષા માટે આવે ત્યારે ભેજ્ય પદાર્થના બદલામાં બીજે ભેજ્ય પદાર્થ (ખાવા ગ્ય પદાર્થ) લાવ તેને પરિવર્તિત દોષ કહે છે.
પ્રશ્ન ૩૭ : પરિવર્તિત આહારમાં શું દોષ આવી જાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org