Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३०
२०३ ઉત્તર : સાવધાનીપૂર્વક વ્યાપાર કરતાં છતાં પણ જે હિંસા થાય છે તેને ઉદ્યમી હિંસા કહે છે.
પ્રશ્ન ૧૮: આરંભી હિંસા કેને કહે છે?
ઉત્તર : રઈ વગેરે ઘરનાં કાર્યો સાવધાનીથી યત્નાચાર પૂર્વક કર્યા છતાં પણ જે હિંસા થઈ જાય છે તેને આરંભી હિંસા કહે છે.
પ્રશ્ન ૧૯ : વિરોધી હિંસા કેને કહે છે?
ઉત્તર : કેઈ આક્રમણકારી મનુષ્ય અથવા જાનવર દ્વારા ધન, સ્વજન, શીલ આદિના નાશના પ્રસંગે, રક્ષણ અર્થે તેની સાથે પ્રતિ–આક્રમણ કરવામાં જે હિંસા થઈ જાય તેને વિધી હિંસા કહે છે.
પ્રશ્ન ર૦ : સાંભળ્યું છે કે ગૃહસ્થને માત્ર સંકલ્પી હિંસાની હિંસા જ લાગે છે બાકીની ત્રણ હિંસા લાગતી નથી?
ઉત્તર : હિંસા તે જે કંઈ કરે તેને તે બધીય લાગે છે પરંતુ ગૃહસ્થ હજુ સંકલ્પી હિંસા જ ત્યાગી શકે છે, બીજી હિંસાઓને ત્યાગ કરી શક્યું નથી.
પ્રશ્ન ૨૧ : જૂઠું તેને કહે છે? ઉત્તર : કષાયવશ અસત્યભાષણ કરવાને જૂઠું કહે છે. પ્રશ્ન ૨૨ : ચેરી કોને કહે છે?
ઉત્તર : કષાયવશ બીજાની વસ્તુ છૂપાવીને કે બનાવટથી લઈ લેવી તેને ચેરી કહે છે.
પ્રશ્ન ૨૩ : કુશીલ કેને કહે છે. ઉત્તર : બ્રહ્મચર્યને ઘાત કરે તેને કુશીલ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org