Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२०६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઠારી નાખવું વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે અગ્નિકાયઅવિરતિ છે.
પ્રશ્ન ૩૬ : વાયુકાયઅવિરતિ કેને કહે છે?
ઉત્તર : વાયુકાયિક જીવોની વિરાધનાને ત્યાગ ન કરે અને પંખા ચલાવવા, રબરના ફુગ્ગામાં તેમને ભરવા વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે વાયુકાયઅવિરતિ છે.
પ્રશ્ન ૩૭ : વનસ્પતિકાયઅવિરતિ કેને કહે છે?
ઉત્તર : વનસ્પતિકાયની વિરાધનાને ત્યાગ ન કરે અને છેદવું, કાપવું, પકાવવું, સૂકવણી કરવી વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે વનસ્પતિકાયઅવિરતિ કહેવાય છે.
પ્રશ્ન ૩૮ : ત્રસકાયઅવિરતિ કેને કહે છે?
ઉત્તર : બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા જીવોની વિરાધનાને ત્યાગ ન કરે અને પડવા, દળવા, મસળવા, મારવા, ચિત્ત દુભવવા વગેરે પ્રવૃત્તિઓથી તેમની વિરાધના કરવી તે ત્રસકાય અવિરતિ છે.
પ્રશ્ન ૩૯ : વિષયકાય અવિરતિને કયા ક્યા ભેદ છે?
ઉત્તર : સ્પર્શેન્દ્રિય વિષય અવિરતિ, રસનેન્દ્રિયવિષયઅવિરતિ, ધ્રાણેન્દ્રિયવિષય અવિરતિ, ચક્ષુરિન્દ્રિયવિષયઅવિવરિત, શ્રોત્રેન્દ્રિયવિષય અવિરતિ અને મનોવિષય અવિરતિ, એ રીતે વિષય અવિરતિના છ ભેદ છે.
પ્રશ્ન ૪૦ : સ્પશેન્દ્રિય અવિરતિ કોને કહે છે?
ઉત્તર : સ્પર્શેન્દ્રિયના વિષયથી વિરકત ન થવું અને ઠંડસ્પર્શ, ગરમ સ્પર્શ, કેમળ સ્પર્શ, મૈથુન વગેરે ક્રિયાઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org