Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२२४
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका થાય, જેનાથી દર્શનગુણને ઉપગ ન થઈ શકે તેને પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે.
પ્રશ્ન ૩૦ : પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કોને કહે છે?
ઉત્તર ઃ જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે જેમાં અંગઉપાંગ હાલે–ચાલે, દાંત કચકચાવે, મોઢામાંથી લાળ નિકળે (વગેરે અવસ્થા થાય) અને જેનાથી દર્શને પગ ન થઈ શકે તેને પ્રચલા પ્રચલા દર્શનાવરણકર્મ કહે છે.
પ્રશ્ન ૩ : સ્યાગૃદ્ધિ દર્શનાવરણકર્મ કેને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે નિદ્રા માંથી ઉઠીને કેઈ મોટું કામ કરી આવે પરંતુ જાગે ત્યારે તેની ખબર પણ ન હોય તેને ત્યાનગૃદ્ધિ દર્શનાવરણ કર્મ કહે છે. તેના ઉદયમાં પણ જીવને દર્શન અથવા સ્વસંવેદન થઈ શક્તા નથી.
પ્રશ્ન ૩૨ : મેહનીયકર્મ કેને કહે છે?
ઉત્તર : જે કર્મના ઉદયથી બીજા તમાં મેહિત થઈ જાય, પિતાના શુદ્ધસ્વરૂપનું શ્રદ્ધાન ન કરી શકે અને સ્વરૂપ રમણતા ન કરી શકે તેને મેહનીયકર્મ કહે છે.
પ્રશ્ન ૩૩ : મેહનીયકર્મના કેટલાં ભેદ છે?
ઉત્તર : મેહનીયકર્મને મૂળ બે ભેદ છે. (૧) દર્શનમેહનીય અને (૨) ચારિત્રમેહનીય.
પ્રશ્ન ૩૪ : દર્શન મેહનીયના કેટલા ભેદ છે?
ઉત્તર : દર્શનમેહનીયનાત્રણ ભેદ છે : (૧) મિથ્યાત્વ (૨) સમ્યગૃમિથ્યાત્વ (૩) સમ્યક–પ્રકૃતિ.
પ્રશ્ન રૂપ ! ચારિત્રમોહનીયના કેટલા ભેદ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org