Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
२७२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : ચેતન અથવા ચૈતન્યસ્વભાવ અવિનાશી છે. સત્ છે, અને કદાપિ વિનાશ થતો નથી, તેથી ચેતન અથવા રમૈતન્યસ્વભાવ ધ્રુવ છે.
પ્રશ્ન ૮ ચિતન્યસ્વભાવને કારણુપરમાત્મા સાથી કહે છે?
ઉત્તર : કાર્યપરમાત્મા અર્થાત્ શુદ્ધ, પૂર્ણ વિકાસ ચૈતન્યસ્વભાવનું જ પરિણમન છે, રૌતન્યસ્વભાવથી જ પ્રગટ થયેલ છે. આ પ્રમાણે, સિદ્ધદશા પરમાત્મદશા ચૈતન્યસ્વભાવથી પ્રગટ થવાના કારણે આ ચૈતન્યસ્વભાવને કારણુપરમાત્મા કહે છે.
પ્રશ્ન ૯ : સંવરના પરિણામનું સ્વરૂપ શું છે?
ઉત્તર : તે શુદ્ધચેતનભાવરૂપ છે અર્થાત્ અનાદિ અનંત અહેતુક, નિજચૈતન્યસ્વભાવની ભાવનારૂપ, ઉપગરૂપ અવલંબનરૂપ અને સહજપરિણતિરૂપ છે.
પ્રશ્ન ૧૦ : દ્રવ્યસંવર કોને કહે છે?
ઉત્તર : સંવરભાવના નિમિત્તથી થવાવાળા નવા દ્રવ્યકર્મના આગમનના અભાવને દ્રવ્યસંવર કહે છે.
પ્રશ્ન ૧૧ ઃ જે કર્મોનું આગમન જ નથી તેમને સંવર શું ?
ઉત્તર ઃ કર્મો પહેલાં આવ્યાં કરતાં હતાં અર્થાત્ ચેતનના પરિણામેના નિમિત્તથી કર્મો આવ્યાં કરતાં હતાં. હવે, વિપરીત ચેતનભાવના પ્રતિપક્ષી શુદ્ધચેતનભાવ હતાં, પૂર્વે જે કર્મો આવતાં હતાં તેની અપેક્ષાથી, દ્રવ્યા રેકાઈ ગયા, તે દ્રષ્ટિથી સંવરનું પ્રતિપાદન યુક્તિયુક્ત સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૧૨ : ૧૪૮ : કર્મપ્રકૃતિઓને સંવર કેઈક્રમથી થાય છે કે ગમે તે કમથી થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org