Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
३००
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
દાન આપીને આહાર કરી શકે. મુનિ, આ પ્રકારે શ્રાવકને માટે અનાવેલા આહારના અધિકારી થઈ શકે છે. આનાથી વિપરીત રીતે બનાવેલા ભેાજનમાં, આરંભ વિશેષ હાવાને લીધે, તે ઉત્કૃષ્ટ ભેાજનના આહારમાં સાવદ્યના દોષ આવી જાય છે.
પ્રશ્ન ૧૮ : સાધિકદોષ કોને કહે છે?
ઉત્તર : મુનિઓને દાન આપવાના અભિપ્રાયથી, પેાતાને માટે મનતી રસોઈમાં અન્ન આદિ વધારાના નાખી દેવા અથવા આહાર તૈયાર થવાની વાર હોય ત્યાં સુધી પૂજા અથવા ધર્મોસંબંધી પ્રશ્નો પૂછવાના બહાને સાધુને રોકી રાખવા તેને સાધિક દોષ કહે છે.
પ્રશ્ન ૧૯ : સાધિકમાં શુ દોષ આવી જાય છે? ઉત્તર ઃ આ આર્ભમાં પણ સાધુના નિમિત્ત (માટે આહાર બનવા)ના દોષ આવી જાય છે.
પ્રશ્ન ૨૦ : પૂતિ દોષ કાને કહે છે?
ઉત્તર : પૂર્તિદોષના બે પ્રકાર છે, અપ્રાક્રુમિશ્રણ અને પૂતિક કલ્પના. પ્રાસુક વસ્તુમાં અપ્રાસુક વસ્તુ ભેળવી દેવી તેને અપ્રાસુમિશ્રણ કહે છે. એમ વિચાર કરવા કે “ જ્યાં સુધી સાધુઓને દાન આપવામાં ન આવે ત્યાં સુધી આ વાસણ દ્વારા અથવા આ વાસણમાં બનાવેલા ભાજનના અથવા આ અમુક ભેાજનના ઉપયાગ ન કરવા ” તેને પૂતિક કલ્પના કહે છે. આ પ્રમાણે ચક્કી આદિ (અન્ય આહાર અનાવવાના ખીજા સાધના)માં પણ તેવી જાતને વિચાર કરવા તેને પણ પૂતિકલ્પના દોષ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org