Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૩ : આકાશમાં કેટલાં ગુણ છે?
ઉત્તર : આકાશમાં અસાધારણ ગુણ અવગાહના હેતુત્વ છે. તે ઉપરાંત અસ્તિત્વાદિ અનંતગુણો પણ છે. આ દ્રવ્ય પણ નિષ્ક્રિય અને સર્વવ્યાપી છે. તેને કયાંય પણ અંત નથી.
પ્રશ્ન ૪ : જે બધા દ્રવ્યો આકાશમાં રહે તે બધા આકાશમય થઈ જશે?
ઉત્તર : નિશ્ચયથી તે દરેક દ્રવ્ય પિતાના પ્રદેશમાં જ રહે છે. બાહ્ય સંબંધદ્રષ્ટિથી તેઓ આકાશક્ષેત્રમાં રહેતા હેવાને લીધે વ્યવહારથી બધા દ્રવ્યો આકાશમાં રહે છે એમ કહેવામાં આવે છે.
પ્રશ્ન ૫ : આ વ્યવહારનું શું પ્રજન છે?
ઉત્તર : આ વ્યવહારનું પ્રયોજન હેય ઉપાદેય વસ્તુઓને પરિચય કરાવવાનું છે.
પ્રશ્ન ૬ : આકાશના વર્ણનથી તે પ્રયોજન કેવી રીતે સિદ્ધ થાય છે?
ઉત્તર : જે આકાશમાં વસ્તુઓ કયાં રહે છે તેનું વર્ણન ન મળે તે મેક્ષ ક્યાં, સ્વર્ગ કયાં, નરક કયાં વગેરે કેવી રીતે સરળતાથી સમજાઈ શકે? જેમ નિશ્ચયનયથી સહજશુદ્ધ ચૈતન્યરસથી પૂર્ણ નિજપ્રદેશમાં સિદ્ધપ્રભુ વિરાજે છે તે પણ વ્યવહારનયથી સિદ્ધ-ભગવાન મેક્ષશીલામાં સ્થિત છે એમ કહેવાય છે.
પ્રશ્ન ૭ : મેક્ષસ્થાન કયાં છે?
ઉત્તર : નિશ્ચયનયથી તે જે પ્રદેશમાં આત્મા કર્મરહિત થયે તે સ્થાન છે. વ્યવહારનયથી, કર્મ રહિત આત્માઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org