Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १९
१६५ અધર્મદ્રવ્યનું નિમિત્ત પામીને ગતિ સ્થિતિ કરે છે તેથી દેષ આવતું નથી.
પ્રશ્ન ૧૦ : ધર્મ-અધર્મદ્રવ્ય શું ઉપાદેય તત્વ છે કે હેય તત્વ?
ઉત્તર : શુદ્ધાત્માથી ભિન્ન હોવાને લીધે તે પણ હેય તો છે.
આ પ્રકારે અધર્મદ્રવ્યનું વર્ણન કરીને હવે આકાશતત્વનું વર્ણન કરે છે ?
अवगासदाणजोग्गं जीवादीण वियाण आयास ।
जेण्हं लेागागास अल्लोगागासमिदि दुविहं ॥ १९ ॥ અન્વય : નવાવાળું અવસાન જ માયા રિવાજ,
लोगागास अलोगागासं दुविहं इदि जेण्हं ॥
અર્થ : જીવાદિ સર્વ દ્રવ્યોને અવકાશ (જગ્યા) આપવામાં જે સમર્થ છે તેને આકાશ જાણે તે આકાશ, લેકાકાશ અને અલકાકાશ એ પ્રમાણે બે ભેદવાળું છે. આ જિનેન્દ્રદેવને સિદ્ધાંત છે.
પ્રશ્ન ૧ : આકાશ દ્રવ્ય કેટલા છે? ઉત્તર : આકાશ એક અખંડ દ્રવ્ય છે.
પ્રશ્ન ૨ અખંડ આકાશના કાકાશ અને અલકાકાશ એવા બે ભેદ કેવી રીતે થઈ શકે?
ઉત્તર : આ બે ભેદ ઉપચારથી છે. જેટલા આકાશપ્રદેશમાં સર્વ દ્રવ્ય રહે છે તેટલાને લેકાકાશ કહે છે અને તેની બહારના આકાશને અલકાકાશ કહે છે. આકાશમાં સ્વયં ભેદ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org