Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा १३
१११
પ્રશ્ન ૨૨ : આ ચૌદ પ્રકારના જીવસમામાંથી કયા ભેદ ઉપાદેય છે?
ઉત્તર : આમાંને કેઈ પણ પ્રકાર ઉપાદેય નથી, કારણ કે આ બધી વિકૃત પર્યાયે છે, આકુળતાઓથી તે જન્મે છે આકુળતાઓની તે જનક (ઉપજાવનારી) છે.
પ્રશ્ન ર૩ઃ તે કઈ અવસ્થા ઉપાદેય છે?
ઉત્તર : અતીત-જીવસમાસની અવસ્થા ઉપાદેય છે, કારણ કે ત્યાં આત્મા સંપૂર્ણ ગુણોની સ્વાભાવિક અવસ્થારૂપે પરિણમે છે તેથી તે અવસ્થા સહજ-અનંત-આનંદમય છે.
પ્રશ્ન ૨૪ : અતીત-જીવસમાસ થવાને શું ઉપાય છે?
ઉત્તર : જીવસમાસથી પૃથક્ અનાદિ અનંત, નિજ સ્વભાવની ઉપાસના અતીત જીવસમાસ થવાને ઉપાય છે.
આ પ્રમાણે, સંસારી જીવનું જીવસમાસ દ્વારા વર્ણન કરીને હવે આ ગાથામાં માર્ગUસ્થાન અને ગુણસ્થાનેનું વર્ણન કરીને નવિભાગથી (જીવની) શુદ્ધતા અને અશુદ્ધતાને પ્રરૂપે છે.
मग्गणगुणठाणेहि चउदसहि हवंति तह असुद्ध या।
विण्णेया संसारी सव्वे सुद्धा दु सुद्धणया १३ ॥ અવય : તહેં સંસારી મમુળયા મજુરા િવરસહિં
हचंति । दु सुद्धणया सव्वे सुद्धा विण्णेया ।
અર્થ : સંસારી જીવે અશુદ્ધનયથી ચૌદ માર્ગ અને ચૌદ ગુણસ્થાને દ્વારા ૧૪-૧૪ પ્રકારનાં છે. પરંતુ શુદ્ધનયથી સર્વ જીવો શુદ્ધ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org