Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
४८
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નીચે એક એક અક્ષર વધવાથી જેટલા ભેદ થાય તે બધાને વસ્તુમાસ શ્રુતજ્ઞાન કહે છે.
પ્રશ્ન ૮૬ : પૂર્વશ્રુતજ્ઞાન કેને કહે છે?
ઉત્તર : ઉત્કૃષ્ટ વસ્તુમાસમાં એક અક્ષર વધવાથી પૂર્વશ્રુતજ્ઞાન થાય છે
પ્રશ્ન ૮૭ : પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે?
ઉત્તર : પૂર્વશ્રતજ્ઞાનથી ઉપર જ્યાં સુધી લેક બિન્દુસાર નામનું ચૌદમું પૂર્વ પુરૂં થઈ જાય ત્યાં સુધી એક એક અક્ષર વધારવાથી જેટલાં ભેદ થાય તે સર્વ પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે.
પ્રશ્ન ૮૮ : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર કઈ શ્રુતજ્ઞાન હોય છે?
ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વ સમાસથી ઉપર (વધારે) પણ શ્રુતજ્ઞાન હોય છે.
પ્રશ્ન ૮૯ : તે ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપરના શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાનના ઉપર્યુક્ત ભેદોમાં જુદા નામથી કેમ ન બતાવ્યું?
ઉત્તર : ઉત્કૃષ્ટ પૂર્વસમાસથી ઉપર જેટલું શ્રુતજ્ઞાન રહી જાય છે એ બધું એક દ્રવ્ય શ્રુતપદ જેટલું પણ નથી. તેથી આ પ્રક્રિયામાં તેને અલગ ભેદ કરીને બતાવ્યું નથી.
પ્રશ્ન ૯૦ : આ બાકી રહેલા શ્રુતજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? 1 ઉત્તર ઃ બાકી રહેલા શ્રુતજ્ઞાનનું નામ અંગબાહ્ય છે તેમાં સામાયિક આદિ ચૌદ વિષયેનું વર્ણન છે.
પ્રશ્ન ૧ : વિષયવારની અપેક્ષાથી અક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org