Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
નથી. '
પ્રશ્ન, ૧૪૭ : કર્મપ્રવાદ પૂર્વમાં શેનું વર્ણન છે અને તેમાં કેટલા પદ છે.?
ઉત્તર : આમાં કર્મની અનેક અવસ્થાઓનું વર્ણન છે. જેમ કે કર્મના મૂળ ભેદ કેટલાં છે ? ઉત્તરભેદ કેટલા છે? બંધ, ઉદય ઉદીરણું કેવી રીતે થાય છે. આમાં ૧ કરેડ ૮૦ લાખ પદ છે.
પ્રશ્ન ૧૪૮ : પ્રત્યાખ્યાનપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે?
ઉત્તર : આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને પુરૂષના સહનન અનુસાર સદેષ-વસ્તુને ત્યાગ, ઉપવાસવિધાન, વ્રત આદિનું વર્ણન છે. આમાં ૮૪ લાખ પદ છે.
પ્રશ્ન ૧૪૯ : વિદ્યાનુવાદ પૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે?
ઉત્તર : વિદ્યાનુવાદમાં અંગુષ્ઠપ્રસેન આદિ ૭૦૦ અલ્પવિદ્યા અને રોહિણી આદિ ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ, સામર્થ્ય સાધનવિધિ અને મંત્ર તંત્ર તથા સિદ્ધિ વિદ્યાઓના ફળનું વર્ણન છે. આમાં ૧ કરોડ ૧૦ લાખ પદ છે.
પ્રશ્ન ૧૫૦ : કલ્યાણવાદપૂર્વમાં કેટલાં પદ છે અને તેમાં શેનું વર્ણન છે?
ઉત્તર : આ પૂર્વમાં ૨૬ કરોડ પદ છે, અને તેમાં તીર્થકરેના પંચકલ્યાણુકેનું, સેળકારણભાવનાઓનું ગ્રહણ, શુકન વગેરેના ફળોનું વર્ણન છે.
પ્રશ્ન ૧૫ : પ્રાણનુવાદપૂર્વમાં કઈ બાબતનું વર્ણન છે અને તેમાં કેટલાં પદ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org