Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ६
પ્રશ્ન ૧૦ : શુભ ઉપગ ક્યા રૂપે છે?
ઉત્તર : મતિજ્ઞાનાદિક ચાર જ્ઞાન, ચક્ષુદર્શનાદિક ત્રણ દર્શન તે શુભ ઉપગરૂપ છે.
પ્રશ્ન ૧૧ : અશુભ પગ કથા રૂપે છે ? " ઉત્તર : કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન એ ત્રણ કુજ્ઞાન અશુભ ઉપગરૂપ છે.
પ્રશ્ન ૧૨ ઃ શુદ્ધનય કેને કહે છે?
ઉત્તર : જે અભિપ્રાય અખંડ, નિરપેક્ષ ત્રિકાળ-ટકનાર શુદ્ધ સ્વભાવને જાણે તેને શુદ્ધનય કહે છે.
પ્રશ્ન ૧૩ : શુદ્ધ દર્શનનું તાત્પર્ય શું છે?
ઉત્તર : શુદ્ધ દર્શન એટલે સહજદર્શનગુણ અથવા દર્શન સામાન્ય જે કમથી અનેક દર્શને પગ પર્યાયરૂપે પરિણમવા છતાં કઈ દર્શને પગરૂપ નથી બની જતો.
પ્રશ્ન ૧૪ : શુદ્ધ જ્ઞાનનું તાત્પર્ય શું ?
ઉત્તર : શુદ્ધ-જ્ઞાન એટલે જ્ઞાન સામાન્ય અથવા જે સહજજ્ઞાનગુણ કહેવાય છે. તે આ શુદ્ધ જ્ઞાન કેમથી અનેક જ્ઞાનેપગરૂપ પરિણમન કરવા છતાં પણ જ્ઞાનેપગરૂપ નથી બની
- પ્રશ્ન ૧૫ : આ શુદ્ધ જ્ઞાન દર્શન શુદ્ધનયથી જીવના લક્ષણ કેવી રીતે છે?
ઉત્તર ઃ શુદ્ધનય પર્યાયની અપેક્ષાથી રહિતપણે હોય છે. અને આ શુદ્ધ જ્ઞાન-દર્શન પણ પર્યાયથી નિરપેક્ષપણે જ પ્રતિભાસિત થાય છે તેથી શુદ્ધ-જ્ઞાન અને શુદ્ધ દર્શન જીવનાં લક્ષણ શુદ્ધનયથી કહેવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org