________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૯
શુભરાગ છે, એ પુદ્દગલના પરિણામ છે કેમકે એ (રાગ) ચૈતન્યથી ખાલી છે. આવી વાત બહુ ભારે, ભાઈ. ( ૨-૫૧ )
(૨૬)
એ શુભરાગાદિ ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બાહ્ય વસ્તુઓ સાથે જ્યાં સુધી એકપણાની અભેદપણે અનુભૂતિ છે ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ છે, બહિરાત્મા છે તથા એ ત્રણેય પુદ્દગલપરિણામો બાહ્ય ચીજ હોવાથી મારા-પોતાનામાં નથી એમ માની જ પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવરૂપ એક જ્ઞાયકભાવ આત્મા છે તેવી શ્રદ્ધા કરી તેની સાથે જે એકપણાની નિર્મળ જ્ઞાન, આનંદની અનુભૂતિ કરે તે અંતરાત્મા છે. પોતાના દર્શન-જ્ઞાનચારિત્ર આદિની પૂર્ણદશા પ્રગટ થવી એ પરમાત્મા છે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા છે. (૨-૫૩)
(૨૭)
સમયસાર, જયસેનાચાર્યની ટીકામાં અગ્નિના ત્રણ મુખ્ય ગુણો વર્ણવ્યા છે. પાચક, પ્રકાશક અને દાહક. અગ્નિ અનાજને પકવે એ પાચક, અગ્નિ પોતાને અને ૫૨ને પ્રકાશે તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક–સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પૂર્ણાનંદસ્વરૂપને પચાવે છે. પ્રકાશકઃ જ્ઞાન સ્વ અને ૫૨ને જાણવાનો પ્રકાશ કરે છે તે પ્રકાશક અને દાહક: વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂકે છે તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી એ દાહક. આમ અગ્નિના દષ્ટાંતે આત્મામાં ત્રણ ગુણ કહ્યા. (૨-૬૯ )
(૨૮)
વસ્તુ જ્ઞાયક ચૈતન્યસૂર્ય તો શાંતરસવાળો ઉપશમરસથી ભરેલો શાંત-શાંત સમુદ્રદરિયો છે. (જગતનો ) સૂર્ય તો ઉષ્ણ છે, પણ આ ચૈતન્યસૂર્ય તો ઉપશમરસનો દરિયો છે. આનંદમૂર્તિ ભગવાન ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિ ત્રિકાળ એવી ને એવી રહી છે, રાગપણે-દુ:ખપણે થઈ જ નથી. તેથી તું સર્વ પ્રકારે (ગ્લાનિ અને નિરાશા છોડીને) પ્રસન્ન થા. અહાહા! એક વાર હા પાડ, એક વાર આ ચૈતન્યસ્વરૂપ ભગવાનનો આદર કર. એક વાર તેમાં દૃષ્ટિ કર તો અંદરમાં એકલી વીતરાગમૂર્તિ જિનસ્વરૂપે ભગવાન વિરાજે છે તેનાં તને દર્શન થશે. (૨-૯૨ )
(૨૯)
અહો ! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં અદ્ભુત અમૃત રેડયાં છે. કહે છે સર્વ પ્રકારે પ્રસન્ન થા. વીર્યને ઉછાળી એવી ને એવી જે જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ પડી છે એની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com