________________
८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
(૨૩)
દેદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર ૫રમાત્માસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. ૫૨માત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય ક્યાંથી? આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ દેવ છે. પણ અરે! ‘નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ' –નજ૨ની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજ૨ને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કર તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છà–સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની ) વાત તો અલૌકિક છે.
(૧-૨૫૩)
(૨૪)
ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય ને? અહાહા! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ઝીણી વાત, ભાઈ ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.
ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણનસ્વભાવે પરમપારિણામિકભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. અહા! આચાર્યે સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થંકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત! પંચમઆરાના સંતે આટલામાં તો સમ્યગ્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે તેની વાત કરી છે. (૨-૩૪ )
(૨૫)
પુણ્ય-પાપરૂપ ભાવકર્મ, જડ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્દગલની જાત છે; ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. પુણ્ય-પાપમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પુદ્દગલપરિણામોનો ચૈતન્યભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમકે ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ હોવાથી એનાં પરિણામ જ્ઞાનરૂપ હોય; જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહા૨૨ત્નત્રય એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com