________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે.
(૧-૨૨૬) (૧૯) આત્મસ્વભાવમાં વૃદ્ધિ-હાનિ નથી, ઉત્પાદ-વ્યયમાં વૃદ્ધિ-હાનિ ભલે હો. પર્યાયમાં કેવલજ્ઞાન થાય તોપણ ધ્રુવસ્વભાવમાં કાંઈ ઓછપ ન આવે અને નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ થઈ જાય એટલે નિત્ય-સ્વભાવ, ધ્રુવસ્વભાવમાં કાંઈ વધી જાય એમ નથી. પર્યાયમાં હીનાધિકતા હો, વસ્તુ તો જેવી છે તેવી ધ્રુવ ધ્રુવ ધ્રુવસ્વભાવ જ રહે છે.
(૧-૨૩૪) (૨૦) ગગનમંડળમાં આત્મા શરીરથી, કર્મથી અને વર્તમાન પર્યાયથી ભિન્ન અધબીચઅધ્ધર રહેલો છે. એ આખા આત્મામાં અમૃત ભર્યું છે. અંદરમાં અતીન્દ્રિય આનંદથી ભરેલો અમૃતનો સાગર છે. જેને માથે સુગુરુ છે, જેને સુગુરુની દેશના પ્રાપ્ત થઈ છે કે-સત્યાર્થ ચીજવસ્તુ આત્મા અનાકુળ અતીન્દ્રિય સુખથી ભરચક ભરેલો છે, તે એમાં અંતર્મુખ દષ્ટિ કરી સુખામૃતનું પાન ભરીભરીને કરે છે. પરંતુ જે અજ્ઞાની છે તે બહારમાં-ધન, પૈસા, સ્ત્રી, આબરૂમાં સુખ શોધે છે તેની પ્યાસ બુઝાતી નથી. તે દુઃખી જ રહે છે. (૧-૨૪૬)
(૨૧) ભાઈ ! આત્મા વીતરાગસ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણઆનંદસ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણજ્ઞાનસ્વરૂપ, શ્રદ્ધાની અપેક્ષાએ પૂર્ણશ્રદ્ધાસ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણઈશ્વરસ્વરૂપ આત્મા છે.
(૧-૨૪૬) (૨૨) આત્મતત્ત્વ નિત્ય ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપર ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે ? દૃષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે.
(૧-૨૫૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com