Page #1
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ
સાહિત્ય સૌરભ – ગ્રંથ-૩
ચરિત્ર દર્શન
સંપાદક: ડૉ. પ્રવીણ દરજી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
ચરિત્રદર્શન | ડૉ. રમણલાલ ચી. શાહના કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ વિશેના ૨૯ ચરિત્રલેખોનું સંપાદન છે. આ ચરિત્રગ્રંથમાં સમાવિષ્ટ કરેલાં પ્રથમ આઠ ચરિત્રો એક યા બીજા સ્વરૂપે પ્રાત: સ્મરણીય લેખી શકાય તેવી વિભૂતિઓનાં છે. પૂજનીય જૈન સાધુ- સાધ્વી-સંતોનું વિચારકર્મ અને જીવનકર્મ તેમાં શબ્દસ્થ થયું છે. આવાં ચરિત્રોની વિશેષતા એ છે કે તેમાં કેવળ પ્રસંગ માહિતી કે ઘટનાઓ જ છે એવું નથી પણ એવી ઘટનાઓ - પ્રસંગોની પડછે ચરિત્ર નાયક કે નાયિકાનું બાહ્ય સાથે આંતર વ્યક્તિત્વ કેવી સમજ્જવલતા સાથે પ્રકાશે છે અને તેનો પ્રભાવ અનુયાયી કે ભાવિક ભજનો ઉપર, જૈન સંપ્રદાય ઉપર કેવો પડે છે તે પણ હૃદ્ય રીતે દર્શાવાયું છે.
રમણલાલનાં ચરિત્રો તેમના વ્યક્તિત્વનાં તેમ તેમના વૈવિધ્યસભર રસક્ષેત્રનાં પણ ઘાતક છે. રમણલાલ જીવનની સકલકલાનો સ્વીકાર કરે છે. તેથી જ કદાચ તેમના ચરિત્રનાયકો પણ વિવિધ ક્ષેત્રોમાંથી ઊંચકાતા આવ્યા છે. જો જૈનના પ્રભાવક
સ્થવિરો તેમને આકર્ષે છે તો રાજ કારણ, સેવાકારણ કે રમતકારણમાં પડેલી વ્યક્તિઓનું પણ તે તેટલું જ ખેંચાણ અનુભવે છે. એ પ્રકારની વ્યક્તિઓ સાથે તેમના અંગત સંબંધો પણ રહ્યા છે, પરિણામે એવાં ચરિત્રો વાચક માટે કેટલાંક નવ્ય વિશ્વોને ઉદ્ઘાટિત કરી આપે છે. | એન.સી.સી.માં વીસેક વર્ષ ઉત્સાહ થી પસા૨ ક૨ના૨ રમણલાલે એ ક્ષેત્રના ‘બેરરથી બ્રિગેડિયર’ સુધીનાં જે વિશિષ્ટ પાત્રોનો પરિચય કરાવ્યો છે તેમાંથી પાંચેક ચરિત્રો અહીં લીધાં
worth
છે.
It આ ૨૯ ચરિત્રો રમણલાલની ચરિત્રકાર તરીકેની મહત્ત્વની લાક્ષણિકતાઓ પ્રકટ કરી આપે
એવી સમૃદ્ધિ દાખવે છે. lain Education International
For Private & Personal use Quy
www.jamelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
guce on Inrnational
Page #4
--------------------------------------------------------------------------
________________
Page #5
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ – ગ્રંથઃ ૩
ચરિત્રદર્શન
ડો. રમણલાલ શાહે વિશિષ્ટ વ્યક્તિઓ વિશે લખેલા ચરિત્રલેખો)
સંપાદક : ડૉ. પ્રવીણ દરજી
સંયોજકઃ ડો. ધનવંત શાહ
પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનારે, ૧૪મી ખેતવાડી,
મુંબઈ - ૪OO GO૪.
મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કુ. મુંબઈ - અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
DR. RAMANLAL C. SHAH SAHITYA SAURABH - 3 `CHARITRA DARSHAN"
collection of articles on glimpsis of Biographies of outstanding personalities
written by Dr. Ramanlal C. Shah
Edited by Dr. Pravin Darji
Published by
SHREE MUMBAI JAIN YUVAK SANGH
33, Mohmadi Minar, 14th Khetwadi, Mumbai - 400 004. (India)
No Copyright
પહેલી આવૃત્તિ : ૧૫ ઑગસ્ટ, ૨૦૦૬
પૃષ્ઠસંખ્યા : ૪૦+૨૮૪ (છબીસંપુટ ૧૬ પાનાં) = ૩૪૦
નકલ : ૫OO
કિંમત: રૂ. ૨૨૦
મુખ્ય વિક્રેતા :
૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગ,
મુંબઈ ૪૦૦ ૦૦૨
ટેલિ. : (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
આર. આર. શેઠની કું.
મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટી
મિરઝાપુર, રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧
‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર,
ટાઇપસેટિંગ
શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૬ : ફોન : ૨૬૫૬૪૨૭૯
અમદાવાદ - ૩૮૦ ૦૦૧
ટેલિ. : (૦૭૯) ૨૫૫૦૬ ૫૭૩
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્પણ
ડો. રમણભાઈના અંતરંગ સન્મિત્ર
આદરણીય શ્રી સી. કે. મહેતાને••
રમણભાઈના શબ્દોને
અંતરમાં સાચવ્યા આપે - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #8
--------------------------------------------------------------------------
________________
રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી
ગ્રંથ
સંપાદક ૧. જૈન ધર્મદર્શન ...........ડૉ. હસુ યાજ્ઞિક ૨. જૈન આચાર-દર્શન ......... ડૉ. જિતેન્દ્ર બી. શાહ ૩. ચરિત્રદર્શન ................ ડૉ. પ્રવીણ દરજી ૪. સાહિત્યદર્શન .............. ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ૫. પ્રવાસ-દર્શન ................પ્રા. જશવંત શેખડીવાળા ૬. સાંપ્રત સમાજ-દર્શન .........પ્રા. જશવંત શેખડીવાળા ૭. શ્રતઉપાસક .............. .પ્રો. કાંતિ પટેલ ડો. રમણલાલ ચી. શાહ (સહસંપાદક)
શ્રીમતી નિરુબહેન શાહ, ઉષાબહેન શાહ, પુષ્પાબહેન પરીખ
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ડો. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જેન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ સંસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પુણ્યાત્મા જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯માં થઈ. એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરાં કરી ૭૮મા વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડૉ. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉંમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો પ૩ વર્ષનો દીર્ઘ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ઘ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા.
રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ. પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક જવાબદારી સોંપતા ગયા, જે રમણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને પ્રત્યેક કાર્યથી સંસ્થાને ઊજળી કરી.
૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનનાં બધાં પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૬માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખપદેથી રાજીનામું આપી સંસ્થાની કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું.
સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા કાલેલકર, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ જેવા વિદ્વાન મનીષી બિરાજ્યા હતા. રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાનમાળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને એક આગવી યશગાથા સુધી લઈ ગયા. આમ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા.
રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મજિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણીબધી એવી ઉત્તમ સંસ્થાઓ છે જે ધનને અભાવે પોતાના સેવાકાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું. આના પરિણામે આજ સુધી ગુજરાતની ૨૧ સંસ્થાઓને કુલ પોણા ત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે.
આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર “પ્રબુદ્ધ જીવન છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર “મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા'ના નામથી શરૂ કર્યું અને ૧૯૩૩માં પ્રબુદ્ધ જૈન” અને પછી ૧૯૫૩માં પ્રબુદ્ધ જીવન' નામ ધારણ કરી જીવનના વિશાળ કને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮મા વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રી સ્થાને શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજસુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં પ્રબુદ્ધ જીવન’નું તંત્રીસ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્તલેખોથી પ્રબુદ્ધ જીવનને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ
Page #11
--------------------------------------------------------------------------
________________
ઋણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી. - પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ પ્રબુદ્ધ જીવન’ તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ, દષ્ટિસંપન્ન ધનવંતભાઈને સોંપી પ્રબુદ્ધ જીવન'ના તંત્રીસ્થાનને માટે ઉચિત વેળાસર પસંદગી કરી અમને આજની ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદૃષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રીસ્થાને આજનું પ્રબુદ્ધ જીવન' પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઊજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ ઝૂકે છે.
“ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભના ગ્રંથોની યોજના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજન કેમ સ્વીકારે ? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક “દર્શન’ પામી ગયા હશે.
આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી
હતી.
રમણભાઈના વિપુલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્યસાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્યધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગીરથ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું.
આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડો. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી, ડૉ. જિતેન્દ્ર શાહ, ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત શ્રતઉપાસક ડો. રમણલાલ ચી. શાહ' ગ્રંથના સહસંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહનો આભાર તો કેમ મનાય ? એમના પરિશ્રમને અભિનંદું
યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ કરવો પડે.
Page #12
--------------------------------------------------------------------------
________________
એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યાં છે. સંઘબળનું આ સંઘળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ.
ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મૅનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જ્યાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય.
બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. રમણભાઈનાં સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધા સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે.
આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાના ભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાના ભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ?
આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ.
પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વસૂરિઓનાં પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો. એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ?
‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬ ફેબ્રુઆરીનો કડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦૨૨ તારીખની આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતિ કરી અને તરત જ માતબર રકમનો ચેક મોકલી આપ્યો ! પૂ. રમણભાઈ આવા કેટકેટલા શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારાં કેટલાં બધાં સદ્ભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદ્ભાવ પ્રાપ્ત થયો !
Page #13
--------------------------------------------------------------------------
________________
આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીનાં પુણ્યકર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે.
આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઇપસેટિંગ અને મુદ્રણકાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રૂપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહરભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ઠની યથાયોગ્ય સુંદર ડિઝાઇન માટે શ્રી મોહનભાઈ દોડેચાનો અંતરથી આભાર માનીએ છીએ.
આ ગ્રંથોની જાહેરાત થતાં જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યા. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર.
સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયાર થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથનાં પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર કરશો, પણ આપનો પ્રતિભાવ જરૂર જણાવશો.
આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાનપ્રકાશ અને શબ્દોના તેજપુંજથી ઝળહળતું એઓશ્રીનું જ્ઞાનગત.
આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતાં અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે કયા શબ્દોમાં દર્શાવીએ ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ. તા. ૧૫-૮-૨૦૬
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ
Page #14
--------------------------------------------------------------------------
________________
સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કૉલેજકાળથી હતાં. એટલે લગભગ ૪૦ વર્ષથી પ્રબુદ્ધ જીવનનું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન-શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરેય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબોગજબનું સંસ્કારઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું.
પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષાશાસ્ત્ર શીખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વત્તા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા.
ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂરમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃમાતૃભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્દભાગી ઘડી હતી.
બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સદ્દભાગ્ય ગણું
સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે
Page #15
--------------------------------------------------------------------------
________________
યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવનપાથેય મળી રહેતું. શ્રાવકજીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા.
પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. પ્રબુદ્ધ જીવન” પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રશંસા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે.
પૂ. સાહેબે તેમનો ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહીમિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક્ જ બની ગયો. આટલું બધું પરિશ્રમપૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ, આ ગ્રંથને તો ડી.લીટ.ની ઉપાધિ મળવી જોઈએ. પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે – ઉપાધ્યાય યશોવિજયજી કૃત અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર’ બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈનજગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું ? અને એ માટે હું અધિકારી પણ નથી.
એક વખત ફોન ઉપર વાતો કરતાં કરતાં મેં સાહેબને કહ્યું, આપનું સાહિત્યજગત વિશાળ છે, એનું ચયન કરી ચાર-પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહજ બોલાઈ ગયું : “હા, હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું. પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઈચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું' ! એ એમને દુઃખ હતું. અજાણતાં થઈ ગયેલા આવાં સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન !
પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુચરિત પ્રા. જશવંત શેખડીવાળાસાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
સંકેત છે.
પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કરું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને ટાળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ નાનો છેદ ઉડાવી શક્યો. જોકે “ના” ન પાડવામાં પણ મારા પ્રેમને દુઃખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો.
તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧–૧– ૨00૫ના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કાંઈ પણ હા-ના કરે એ પહેલાં સર્વે સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ-ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સંયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સદ્ભાગ્ય.
તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછ્યું. સાહેબ કહે, “શેખડીવાળાસાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.” મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્વદ્દવર્ય ડો. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યાં. સાહેબે સંમતિ આપી.
આ ચયનગ્રંથોની સાથોસાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમારા મનમાં ભાવ જન્મ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું. - બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો ગ્રંથ તૈયાર ન કરશો અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવો. માત્ર સાહિત્યસંચય જ કરો.” વ્યક્તિની હયાતિમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મબંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યાં.
આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા ! !
પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવનપ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના પ્રબુદ્ધ જીવનના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો “શ્રદ્ધાંજલિ” અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો ડૉ.
Page #17
--------------------------------------------------------------------------
________________
રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ અંક. એ બંને અંકોના સમન્વય રૂપ ગ્રંથ આજે “મૃતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્ય ઢંકાતા નથી. સ્મરણિકા “અંક' માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખોને સમયમર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાયા, એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો એટલે “શ્રુતઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ “શ્રુતઉપાસક' ગ્રંથના પ્રેરણાસ્ત્રોત એ જિજ્ઞાષુજનો અને પૂ. સાહેબના ચાહકો છે.
પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણસામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઊઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાય અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક.
ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડો. હસુભાઈ યાજ્ઞિક, ડો. પ્રવીણ દરજી અને ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળાસાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માર્યું. મારા માટે તો વિદ્વદૂદર્શન હતું.
સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો, નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય.
મેં.પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની બહા-નાની ચર્ચા વગર ડો. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ જૈન ધર્મદર્શન અને જૈન આચારદર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે.
શ્રુતઉપાસક ડૉ. ૨. ચી. શાહ' ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને
१३
Page #18
--------------------------------------------------------------------------
________________
પણ મૂર્ધન્ય વિદ્વર્જનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબહેને શિષ્યહક અને મેં મિત્રહકનો ઉપયોગ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હોંશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે.
સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ રાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટ તો મુદ્રણવ્યવસ્થા પણ સંભાળી. આ સર્વેનો અંત:કરણથી આભાર માનું છું.
ઉપરાંત આ ગ્રંથનિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સીંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું.
આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારાં મોટાં બહેન તુલ્ય પૂ. તારાબહેનનાં ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદું છું.
સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવા મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે.
આ સમગ્ર ગ્રંથચનામાં મારી કાંઈ ક્ષતિ દષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો.
અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું ? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું સદ્ભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ-વ્યાપારજગતમાં પૂરો ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખનચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાય.
આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫-૮-૨૦૦૬
– ધનવંત શાહ એફ-૭૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦ ૦૧૮.
૧૪
Page #19
--------------------------------------------------------------------------
________________
સહુના રમણભાઈ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણા પ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્ત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે.
આ સંસ્થાના ૭૭ વર્ષના ઇતિહાસમાં એક હૃદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડો. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ “શ્રુત ઉપાસક રમણભાઈ – આ સાત ગ્રંથ ઉપરાંત તેમનાં વ્યાખ્યાનોની એક સી.ડી.ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને રમણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા સ્નેહાદરનો ઉત્સવ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે રમણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨થી ૨૦૦૫ એટલે પ૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય. કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકેનો સંબંધ. આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂપૂરિયા, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સદ્ભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદર રમણભાઈની એ
૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કૉલેજ હોય, યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, N.C.C. કે સમાજસેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઊણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C.ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જૈન ધર્મના અભ્યાસ, ધર્મઆરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યમાં સારાં પરિણામ આવ્યાં. . દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દૃષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબ તેમણે સંઘના વિકાસનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત. વસ્તૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યા. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા. કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા, ચીવટથી કામ કરવાની તૈયારી, પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી રમણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્વળ થતી ગઈ.
સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો પોતાનો વિકાસ ઘણો થયો. પ્રબુદ્ધ જીવનના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્યવિકાસમાં મદદરૂપ થયો. કરુણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં કયાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી.
યુવક સંઘમાં “દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટમાં છપાયેલાં તેમનાં જૈન
१६
Page #21
--------------------------------------------------------------------------
________________
ધર્મવિષયક પુસ્તકો, પ્રબુદ્ધ જીવન’, જૈન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યાં, જેથી તેમનો પ્રશંસક વર્ગ અને તેમનું મિત્રવર્તુળ વિકસતું ગયું. જૈન યુવક સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે.
આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અને અનુભવીએ છીએ.
આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદ્દભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે.
કોનો કોનો આભાર માનું ?
સહુ પ્રથમ આભાર પરમ હિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારાં આવાં સ્નેહીજનો આપ્યા.
આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષતઃ વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ – શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો, જેમના સદ્દભાવભર્યા નિર્ણય અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું.
આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલાં વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડૉ. રમણભાઈનાં વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી. “પ્રબુદ્ધ જીવનના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનાર અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુ-સાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતસ્તલમાંથી પ્રેમના પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે ! વિશેષતઃ ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની
૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈનાં વર્તમાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા માટે. કૃતજ્ઞભાવે સહુનો આભાર.
આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો - પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડો. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડો. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું.
આભાર “શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદકબહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબહેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો. આભાર “શ્રતઉપાસક રમણભાઈ' ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે.
આભાર સંઘની મુદ્રણ કમિટિનો – મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે.
આભાર શ્રી જવાહરભાઈ શુક્લનો, હવે જેઓ અમારામાંના એક છે – ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર કરી શ્રુતઉપાસક રમણભાઈ ગ્રંથ તૈયાર કરવા માટે. છેલ્લી ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે.
સ્નેહી શ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદર અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યાં અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારીગણનો મેરેથોન ગ્રૂ૫) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન કરવા અને ચિત્રોની સુંદર ગોઠવણી કરી આપવા માટે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઓફિસ સ્ટાફને તો કેમ ભુલાય ? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીને તનતોડ મહેનત કરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબહેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર.
આભાર ડો. ગુલાબભાઈ દેઢિયાનો – જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે.
આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી
9s
Page #23
--------------------------------------------------------------------------
________________
કરવી, જરા પણ ઊણપ કે કચાશ ન રહે, દરેક વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે.
આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધુ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતાં રહ્યાં, તેમને કેમ ભૂલું ?
આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડો. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો-વિશેષતઃ બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદર અને સન્માનની લાગણીથી પ્રેરાઈને ડૉ. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમવાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયો પ્રોજેક્શન તૈયાર કરાવ્યાં. તેમની સૂઝ-સહકાર, સભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. શ્રુતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે.
નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૬ના ડૉ. રમણભાઈ વિશેના પ્રબુદ્ધ જીવનના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરાતથી પ્રભાવિત થઈ ડૉ. રમણભાઈના સ્નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતાસાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધાં. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક પર જિનશાસનની કૃપા વરસો એવી શુભ ભાવના.
સૌથી પહેલો જેમનો આભાર માનવો જોઈએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારાં બન્નેના સ્વજન – અમારા નાના ભાઈ સમા ડૉ. ધનવંતભાઈ શાહનો. ડો. રમણભાઈના ૭૫માં વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી. ત્રણ વર્ષો સુધી યાદ કરાવી રમણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવથી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. સ્નેહભાવે સાથ-સહકાર માટે તેમનાં પત્ની સ્મિતાબહેનનો પણ આભાર.
ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો. તા. ૧૫-૮-૨૦૦૬
- તા. રમણલાલ શાહ ૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ, મુલુંડ પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૦.
૧
૨
Page #24
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
ચરિત્રનો મધપૂડો
(૧) રમણલાલના દેહાવસાનના સમાચાર જાણ્યા. અંગત રીતે મને અને મારા પરિવારને તેથી ખૂબ દુઃખ થયું. કેવું આશ્ચર્ય છે ! હું અને રમણલાલ પ્રત્યક્ષ રીતે મળ્યા નથી. છતાં અમારો પત્રવ્યવહાર સદા રહ્યો. તેમણે તેમનાં મોટા ભાગનાં પ્રકાશનો પણ મને સંભાવપૂર્વક મોકલ્યા કર્યા. પ્રબુદ્ધજીવન' પણ મને નિયમિતપણે મળે. ક્યારેક તેમના આગ્રહથી લેખ પણ મોકલું. અંદરથી અમારો આવો કાચા સૂતરના તાંતણાનો નાજુક પ્રેમ. એમના માટે મને તો ભારે આદર ખરો જ, પણ તેમનો સ્નેહભાવ પણ મારા માટે સામે એટલો જ. તેમના દેહાવસાનથી લાગ્યું કે મેં એક સ્વજન ગુમાવ્યો, જૈનસમાજે એમનો રાહબર ગુમાવ્યો, ગુજરાતી ભાષાએ એક ભાષાપ્રેમી અને સત્ત્વ-તત્ત્વ સભર લેખક ગુમાવ્યો અને પ્રો. જશવંત શેખડીવાળા જેવા અનેકોએ એમનો મિત્ર ગુમાવ્યો.
- હા, આ જશવંત શેખડીવાળાએ જ આવા દિવસોમાં ફોન કર્યો પ્રવીણભાઈ, હવે રમણભાઈ નથી. એમના સંગ્રહોમાંથી પાંચ-છ જેટલાં સંપાદન કરવાનાં છે. તમે, હું, હસુ યાજ્ઞિક, પ્રસાદ બ્રહ્મભટ્ટ વગેરેએ એ કાર્ય કરવાનું છે. રમણભાઈની પણ હયાત હતા ત્યારે તેવી ઇચ્છા હતી – અને મેં ફોન ઉપર તરત જ હા પાડી. ડો. ધનવંતભાઈ શાહનો એમાં પ્રેમ ઉમેરાયો. તારાબહેનની એમાં ભાવના ભળી અને આજે તમારી પાસે તેમનાં ઉત્તમ ચરિત્રોનો આ જે સંગ્રહ છે તે તેનું પરિણામ. આ પ્રક્રિયા એકસાથે રમણલાલના સર્જનમાંથી પસાર થવાનું બન્યું એ રીતે આનંદરૂપા રહી, તો બીજી રીતે અનેક દશાંગુલ ઉચ્ચ કે કોઈપણ રીતે વિશેષરૂપ એવી વ્યક્તિઓના સંપર્કમાં મુકાવાનું પણ બન્યું. સાથે રમણલાલની ખુદની ભાવસંવેદનાઓમાં પણ સતત ઝબકોળાવાનું
૨૦
Page #25
--------------------------------------------------------------------------
________________
બન્યું. મારા માટે તો એ જ સાચી ઉપલબ્ધિ છે.
(૨) કોઈકને આવા સંપાદનમાં પ્રવેશતાં પૂર્વે એવો પ્રશ્ન થઈ શકે – ચરિત્રનાં સંપાદનોની આજે પ્રસ્તુતતા કેટલી? અને આવા પ્રશ્નનો ઉત્તર આપનારની સામે પછી અનેક બાબતો સામે આવી રહે. ઉદારીકરણના આપણા સમયમાં માણસ હવે ધીમે ધીમે એની સ્વકીય કહી શકાય તેવી ઓળખ ગુમાવતો જાય છે. મિડિયા અને એની સાથે સંબંધિત અન્ય માધ્યમો માણસને હવે વધુ અને વધુ વામણો બનાવતાં જાય છે. અણુનો પર્વત અને પર્વતનો અણુ – એવી સ્થિતિનું કંઈક અવળેથી નિર્માણ થઈ રહ્યું છે. સાહસ, પ્રેરણા, શૌર્ય, નીતિ, સદાચાર, સમુદારતા, પ્રેમ કશુંક ઉત્તમ કરવાની ધગશ વગેરે દિવસે દિવસે ઘટતાં જાય છે. માણસ ફરીથી જાણે કે માટીનું પૂતળું જ હોય એવું સિદ્ધ કરવાની સ્પર્ધામાં હોય એવા દિવસોના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આવી પરિસ્થિતિથી સવેળા જાગી જવા જેવું છે. માણસને માણસ હોવાનું ગૌરવ થાય, પોતે માણસ છે તેથી અનેક દિશાઓમાંથી શુભંકર એવું પામી મનુષ્ય તરીકે વજનદાર ડગલું ભરી ઈશ્વર તરફની કેડી પ્રતિ ગતિ કરે, અથવા ઉત્તમ વ્યક્તિઓનું સ્મરણ કરતાં કરતાં એની પણ એવી દિશા હોય – આ કે આવું કશુંક વાતાવરણ રચાય, પેલા બજારુ વિકલ્પોની સામે, કશાક નક્કર વિકલ્પો આવી મળે એ હવે બહુ જરૂરી બન્યું છે.
પશ્ચિમમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં નવલકથાકાર, નાટ્યકાર આવી કોઈ મથામણના ભાગરૂપે જ જીવનચરિત્રો કે આત્મકથાની સામગ્રીનો વધુ ને વધુ લાભ લેતો જોવા મળે છે. આવી કૃતિઓ પરિચિત અથવા ઓછી પરિચિત વ્યક્તિના સંઘર્ષમય, નાટ્યક્ષમ ક્ષણોની આવન-જાવનવાળા પ્રસંગોને કારણે કે માનવસહજ નિર્બળ ક્ષણોનાં તેમાં આવતાં વર્ણનોને લઈને તે વાંચવા તરફ વિશેષ રૂપે વળે છે, તેની સાથે પોતાના જીવનનો તાળો મેળવે છે, પોતાનાં અલનો માટે આશ્વાસન લે છે. તો પેલા ચરિત્ર કે આત્મકથાના નાયકે સ્વપ્રયત્ન જે કંઈ સંસિદ્ધ કરવા માગે અપનાવ્યા છે, પોતાના જીવનને કસોટીની સરાણે ચઢાવી છે – તેવું પેલો વાચક પણ ક્યારેક કરવા પ્રયત્ન કરે છે. કહો કે પેલું ચરિત્ર કે આત્મકથા તેના માટે પ્રેરણાપીયૂષ બની રહે છે. નવી પેઢી સામે પોતાની ઓળખ માટે, મનુષ્ય શું છે, કેવો હોવો જોઈએ વગેરેનાં સાદાં સમીકરણોની જાણ માટે આવું સાહિત્ય ઘણીબધી રીતે પોષકબ્રેરક બની રહે તેમ છે. એ રીતે સાહિત્યનાં અન્ય સ્વરૂપોને મુકાબલે તથ્ય-સત્ય-વાસ્તવને પોતાની ઊંડળમાં લઈને વિશેષ રૂપે કોઈ સ્વરૂપ વધુ વિકસતું, ઊછળી આવતું જણાતું હોય તો તે ચરિત્ર કે આત્મકથા છે. સાદી ભાષામાં કહીએ
Page #26
--------------------------------------------------------------------------
________________
તો શૂન્યમાંથી સર્જન કરનારા માણસો તેમ કેમ કરી શક્યા, રોગગ્રસ્તો રોગમાંથી મુક્ત થઈ લડવૈયા-સશક્ત વ્યક્તિ કેમ બની શક્યા, સ્ખલનોનો ભોગ બનેલ માણસ તેમાંથી બહાર નીકળી મોટી વ્યક્તિ કેવી રીતે થઈ શક્યો, અથવા નિર્ધન માણસ સંઘર્ષોમાંથી પોતાના જીવનને કેવી રીતે ઘડી શક્યો વગેરે વગેરે બાબતો આવાં ચરિત્રો કે આત્મકથા વાંચતાં સમજાય. વ્યક્તિચરિત્રો એ રીતે તંદુરસ્ત સમાજ કે તંદુરસ્ત વ્યક્તિનિર્માણ માટે ‘ટોનિક' બની રહે છે. તેમાં કલ્પના નથી વાસ્તવ છે. પણ એ એવું વાસ્તવ છે જે Stranger than fiction પુરવાર થાય.
અહીં આવી વિવિધ ક્ષેત્રની કેટલીક વ્યક્તિઓનાં સુઘડ ચરિત્રો આપણને જે તે વ્યક્તિવિશ્વમાં તો પ્રવેશ કરાવે છે જ પણ સાથે સાથે એ વ્યક્તિ સાથે અનુસંધિત અન્ય વિશ્વોમાં પણ રોમહર્ષણ પદાર્પણ કરાવે છે. આવું વાંચન જુદી જુદી વય-કક્ષાની વ્યક્તિઓ માટે આનંદની સાથે પ્રેરણા પણ પૂરી પાડનાર બની રહે છે. નવી પેઢી સામે આજે આવું ચરિત્ર-આત્મકથાત્મક વધુ ને વધુ પ્રસ્તુત કરવું પડે તેવા દિવસોમાંથી જગત પસાર થઈ રહ્યું છે. એ રીતે આવા સંપાદનની મહત્તા સ્વયં વધી જાય છે.
(૩)
‘ચિરત્ર’ અને એના લેખક પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રખાતી હોય છે. એમાં ક્યારેક જાણીતી વ્યક્તિઓની કથની હોય છે તો ક્યારેક ભાગ્યે જ જાણીતી હોય તેવી, કોઈ ખૂણામાંથી ઊંચકાઈ આવતી વ્યક્તિઓ પણ હોય છે. અલબત્ત, એ વ્યક્તિ પોતાની રીતે ‘વિશિષ્ટ’ હોવી ઘટે. તેમાં વૃત્તાંત તો છે પણ તેમાં ચઢાવઉતાર પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. ભીતર-બહારને પ્રકટ કરે તેવી ક્ષણો પ્રસંગોનું પણ એમાં માહાત્મ્ય રહ્યું છે. પેલા વિકસતા, પલ્લવિત થતા આત્માની છબી પણ એટલી જ અગત્યની. સાથે પાર્શ્વભૂમાં પિરવાર, સમાજ પણ અત્રતત્ર ઊઘડતાં રહે. આવું ચિત્રણ સપાટ ન હોય, કળામય હોય. ઉદ્દેશ ભલે વીરપૂજાનો હોય, માનવઅભ્યાસનો, અનુભવબોધનો કે સ્વજનપ્રેમનો હોય પણ ચરિત્રમાં એવું કશુંક હોવું જોઈએ જેથી વાચકને રસ પડે, એ વડે સત્યાંશો, જીવનાંશો ઉજાગર થતા હોય. નવલરામ ચરિત્રના લેખન માટે સત્ય, શોધ, વિવેક, વર્ણન – એ ચારે વાનાંને અનિવાર્ય લેખે છે. અને એ સાચું પણ છે. શાસ્ત્રીયતા એનો પાયો છે તો સર્જનાત્મકતા તેનું ગંતવ્ય છે. આ રીતે ચિત્રલેખન કંઈક અઘરી બાબત બની જાય છે. બજાણિયો જો સંતુલન રાખવામાં નિષ્ફળ જાય તો તે પડ્યો જ જાણો. એવું જ અહીં ચિરત્રસાહિત્યમાં છે. કેવળ શાસ્ત્રીયતા હોય તો તે ન ચાલે તેમ કેવળ સર્જનાત્મકતા હોય અને શાસ્ત્રીયતાનો અભાવ હોય તો તે પણ નિર્વાહ્ય ન
२२
Page #27
--------------------------------------------------------------------------
________________
બને. બંનેનું રુચિર સંતુલન જ ઉત્તમ ચરિત્રનું નિર્માણ કરે. એવું ચરિત્ર જ વાચક માટે નૈતિક અસર ઊભી કરી શકે, વાચક પ્રેરકબોધ પામી શકે, પોતાના જીવનના કોઈક બંધ કમાડને ઉઘાડવાનો તે કીમિયો શીખી શકે.
રમણલાલનાં આ બધાં ચરિત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે નવલરામકથિત પેલાં સત્ય, શોધ, વિવેક અને વર્ણનની શરતો તો પળાતી જોવા મળે છે જ પણ રમણલાલનાં આ ચરિત્રોની ઘાટી કંઈક જુદી છે. એમ પણ કહી શકાય કે રૂઢ અર્થમાં જે ચરિત્રો મળે છે તેનાથી આ ચરિત્રોની ભાત થોડીક જુદી છે. એ ભાત રમણલાલી છે. કહો કે આ ચરિત્રો રમણલાલની પોતાની ચાલનાએ લખાયેલાં છે. જુદે જુદે સમયે તેમણે જુદે જુદે સ્તરેથી આવાં ચરિત્રોને આકારિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના એવા આશયને લક્ષમાં લઈને જ પ્રસ્તુત સંગ્રહનાં ચરિત્રોને જોવાં રહે. જેમકે બેરરથી બ્રિગેડિયરમાં તેઓ નોંધે છે તેમ, તેમાં આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્રો અને ટૂંકી વાર્તાનો સમન્વય કરવાનો પ્રયોગ કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ તો ત્યાં છે જ, સાથે અપેક્ષિત સર્જનાત્મકતા પણ ત્યાં છે. તો તેમનાં કેટલાંક ચરિત્રો શ્રદ્ધાંજલિ-લેખો રૂપે બની આવ્યાં છે. ખાસ કરીને સાહિત્યકારો, કેળવણીકારો, સમાજસેવકો વગેરેનાં ચરિત્રોમાં કંઈક એવી છાંટ જોવા મળે છે. કેટલાંક સાધુ-સાધ્વી, સંત, સતી ઉપરનાં ચરિત્રો પણ શ્રદ્ધાંજલિના નિમિત્તે લખાયાં છે. રમણલાલનો જીવનરસ અનેક માર્ગોમાં વહેતો રહ્યો છે. અનેક વ્યક્તિઓના સંપર્કમાં તેથી તેઓ આવ્યા છે, તેમનાથી પ્રભાવિત થયા છે, કેટલાકની સાથે ઘનિષ્ઠ સંબંધ પણ બંધાયો છે. પોતાના ઘડતરની ભૂમિકા પણ તેમાં તેઓ જુએ છે. એવા વ્યક્તિત્વોમાંથી પ્રસંગોપાત્ત તેઓ પ્રેરણા પણ પામતા રહ્યા છે. કેટલીક વ્યક્તિઓ સાથે એમ તેઓ હૃદયથી પણ જોડાયેલા રહ્યા છે. આ રીતે અહીં તેઓ જે કંઈ લખે છે તેમાં તેમનો જીવંત સંપર્ક, અંગત સ્પર્શ, પેલો હૃદયસંબંધ, તેનો પ્રભાવ વગેરે વગેરે વાંચી શકાય. તેઓ તેથી પેલી ચરિત્ર કોષ્ટકની રેખાઓ તોડી જીવનની રૂપરેખા કે સાહિત્યની મુલવણી કરતાં અંગત પ્રસંગોને તેમાં વિશેષ સ્થાન આપે છે. એ રીતે આ ચરિત્રો સાદી ભાષામાં કહેવું હોય તો રમણલાલીય ચરિત્રો છે. તેમની આંખે અને આત્માએ આપણે જે તે વ્યક્તિઓ ને તેમનાં ચરિત્રોને પામવાનાં રહે છે.
એમની સર્જનવાડીમાં આમ તો ભાત ભાતનાં ચરિત્રપુષ્પો છે. એ પુષ્પોની મહેક માણવી ગમે તેવી છે. પણ અહીં આ ચરિત્રગ્રંથમાં પૃષ્ઠમર્યાદાને કારણે એ સઘળું એકસાથે આપવું શક્ય નહોતું. તેથી અહીં મધમાખી જેવો ખેલ કર્યો છે. મધમાખી
२३
Page #28
--------------------------------------------------------------------------
________________
જેમ અનેક પુષ્પોનો રસ માણી મધપૂડો બાંધીને સઘળાનો એક સ્થળે અમૃતસ્વાદ કરાવે છે તેવું જ કંઈક અહીં પસંદ કરેલાં થોડાંક ચરિત્રો વિશે પણ કહી શકાય. પણ એનો રસ ચાખ્યા પછી રમણલાલની ચરિત્રવાડીના બધા જ સંકેતો આપણને મળી રહે છે. ગુજરાતી ચરિત્રસાહિત્યમાં તેનો લેખક પોતાનો આગવો પાટલો તે વડે નખાવી શકે તેવું આ ચરિત્રોનું સત્ત્વ-વિત્ત છે તે પણ આ વાંચતાં સમજાશે.
(૫)
આ ચરિત્રગ્રંથમાં સમાવિષ્ટ કરેલાં પ્રથમ આઠ ચરિત્રો એક યા બીજા સ્વરૂપે પ્રાતઃ સ્મરણીય લેખી શકાય તેવી વિભૂતિઓનાં છે. પૂજનીય જૈન સાધુ-સાધ્વી-સંતોનું વિચા૨કર્મ અને જીવનકર્મ તેમાં શબ્દસ્થ થયું છે. આવાં ચરિત્રોની વિશેષતા એ છે કે તેમાં કેવળ પ્રસંગ-માહિતી કે ઘટનાઓ જ છે એવું નથી. પણ એવી ઘટનાઓપ્રસંગોની પડછે ચરિત્રનાયક કે નાયિકાનું બાહ્ય સાથે આંતર વ્યક્તિત્વ કેવી સમુજ્વલતા સાથે પ્રકાશે છે અને તેનો પ્રભાવ અનુયાયી કે ભાવિક ભક્તો ઉ૫૨, જૈન સંપ્રદાય ઉ૫૨ કેવો પડે છે તે પણ હદ્ય રીતે દર્શાવ્યું છે. સાથે આ પ્રકા૨નાં ચરિત્રોમાં લેખકનું સાત્ત્વિક, ભાવનાપરાયણ, જૈન મુનિઓનો આદર-વંદન-પ્રણામ કરતું વ્યક્તિત્વ પણ ફોરતું રહે છે. કહો કે ધર્મપુરુષોનાં આ ચરિત્રો લખવા ખાતર લખાયાં નથી. ધર્મતત્ત્વના જ્ઞાતા, જિજ્ઞાસુ એવા રમણલાલનો હૃદયસ્પંદ પણ તેમાં સતત કંપ અનુભવ્યા કરે છે. જે આ પ્રકારનાં ચરિત્રોને સુચારુ રૂપ આપી રહે છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના ચિરત્રમાં લેખકે તેમના સૂરિ થતાં પૂર્વેના જીવનની ઘટનાઓને સ-૨સ રીતે વર્ણવી છે. કણબી કોમમાં બહેચરદાસ નામે જન્મેલા અને પાછળથી દીક્ષા લઈ જૈનધર્મના મોટા પ્રવર્તક તરીકે ઓળખાયેલા અને બુદ્ધિસાગરસૂરિ તરીકે પંકાયેલા – આ મહાન આત્માને તેમણે અનેક નાની-નાની વિગતોથી મંડિત કર્યો છે. તેમનો જીવનક્રમ, તેમની શિખામણો, તેમના વિશેના ચમત્કારો, તેમની અભ્યાસપરાયણતા, તેમનું વસ્ત્રપરિધાન, વ્યાખ્યાનશક્તિ, સર્વધર્મ પ્રત્યેનો તેમનો સમભાવ – એ સર્વની એક સુગઠિત છબી અહીં ઊપસી રહી છે. રમણલાલની વાર્તાકથનશક્તિનો લાભ આ ચરિત્રને ઠીક ઠીક મળ્યો છે. ઉપલબ્ધ સામગ્રીને વિવેકપુરઃસ૨ રજૂ કરવાનું લેખકનું કૌશલ અને એ વડે અપેક્ષિત ચરિત્રરેખાઓને પ્રત્યક્ષ કરી આપતું ગદ્ય બુદ્ધિસાગરસૂરિના વ્યક્તિત્વને સજીવ બનાવી રહે છે.
સંસારની અસારતાને આરંભથી જ પામી ચૂકેલા પંજાબના કૃપારામ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે ક્રમશઃ નિજને કેવી રીતે ઉત્ક્રાન્ત કરતા રહે છે, જિનપ્રતિમામાં તેમની શ્રદ્ધા કેવી દૃઢ બને છે, વિવિધ સ્થળે જતાં બાળકો ઉપર તેમનો
२४
Page #29
--------------------------------------------------------------------------
________________
કેવો પ્રભાવ વિસ્તરે છે, તેમની મધુર ભાષા, દંભનો પર્દાફાશ કરી ધર્મપિપાસુઓને સમ્યક્ ધર્મદર્શન કેવી અસરકારકતાથી કરાવતા વગેરે વગેરેનાં હૃદ્ય ચિત્રો અહીં ઊપસ્યાં છે. પાઠશાળાઓ ચાલુ કરવાની, જૈનધર્મપ્રસાર સંસ્થાઓ ઊભી કરવી, જૈનધર્મ પ્રકાશ’ પથનો આરંભ કરવો વગેરે અનેક બાબતો પણ અહીં ચિરત્રમાં સમુચિત રીતે ઉલ્લેખાઈ છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ચિરત્ર એમ સુવાચ્ય સાથે રસાવહ બન્યું છે.
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજા ચિરત્ર પણ એવું જ રસાળ બન્યું છે. ચિરત્રનાયકને પાદરામાં બાલ્યકાળથી જ જૈનધર્મનું પવિત્ર વાતાવરણ કેવી રીતે મળ્યું હતું, દીક્ષા માટે પોતાનાં નવાં કપડાં પણ કાતરથી ફાડી નાખવા કેવી રીતે તૈયાર થયા હતા, દીક્ષા પછી તેમનું હૃદયદ્રવ્ય અને હૃદયસત્ત્વ કેવી કાંતિ ધારણ કરે છે, દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્યાં વગેરે વિષયોમાં તેમનું ચિંતન-વિમર્શન કેવું આગવું હતું વગેરે અનેક બાબતોનો ગુમ્ફ શ્રી વિયરામચંદ્રસૂરિ મહારાજના ચરિત્રને ગતિશીલ બનાવે છે.
‘પૂ.શ્રી પુણ્યવિજયજી મહારાજ'નું ચરિત્ર પણ આસ્વાદ્ય બન્યું છે. મહારાજશ્રી તરીકે જાણીતા થયા તે પૂર્વેનું કપડવણજનું મણિલાલ નામધારી બાળજીવન, પરિવારનો પરિવેશ, સાધુજીવન પછીની મહારાજશ્રીની વિનમ્રતા, તેમની નાજુક તબિયત અને તેના પ્રશ્નો, વાત્સલ્યસભર વાણી, મધુર સ્વરના પ્રભાવક વાર્તાલાપો
આ બધું અહીં યશવકાશે સહજ રીતે પ્રસ્ફુરિત થતું રહ્યું છે. મહારાજશ્રીના અંગત સંબંધ-સંપર્કે લેખકનો તેમના પ્રતિનો સાચકલો પ્રેમભાવ પણ અહીં રચનાના એક ભાગરૂપે સાદ્યંત પ્રવહતો જણાય છે.
પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ પણ લગભગ ધર્મપુરુષોનાં ઉ૫૨ જોયેલાં ચરિત્રોની ઘાટીએ જ લખાયેલું એક વધુ સુવાચ્ય અને સાફસૂથરું ચિરત્ર છે. અહીં પણ પૂ. તત્ત્વાનંદવિજ્યના પૂર્વજીવનની માંડીને વાત થઈ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે દીક્ષા લઈ, દીક્ષાપૂર્વે આઠેક ભાષાઓમાં તેમનું કેવું પ્રભુત્વ હતું તે દર્શાવ્યું છે. નવકારમંત્રનું તેમણે પોતીકી રીતે અર્થઘટન કરી તેનો સૂક્ષ્મ મર્મકોશ કેવી રીતે છતો કરી આપ્યો હતો તેની અહીં નોંધ લીધી છે. તો તેમની યોગવિદ્યા વિશેની, પૂર્વાભાસ વિશેની પણ કેટલીક અંગત કહી શકાય તેવી વાતો લેખકે જાતઅનુભવને આધારે ભાવપૂર્વક આલેખી છે.
-
‘શ્રી અજરામરસ્વામી' ચરિત્ર પણ પ્રેરક બન્યું છે. ધર્મક્ષેત્રે અનેક કાર્યો કરનાર અને જૈન તેમજ અનેક ભારતીય દર્શનોના અભ્યાસી, નાનપણમાં જ આખું પ્રતિક્રમણ મોઢે કરી નાખનાર, ગોંડલનરેશ પણ જેમના દીક્ષાસમાોહમાં ઉપસ્થિત રહ્યા હતા, મંત્રતંત્રના જાણકાર, આગમ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, સંપ્રદાયમાં
२५
Page #30
--------------------------------------------------------------------------
________________
વ્યાપેલી શિથિલતાને દૂર કરનાર, સ૨ળ-નમ્ર, વત્સલ, મધુર એવા અજરામરની મુનિ તરીકેની–સાધક તરીકેની અહીં સ્પૃહણીય છબી ઊપસી છે. જૈન-જૈનેત૨ સૌને સરખો આદર રહ્યો છે એવા અજરામર સ્વામીનું ચિત્ર-ચરિત્ર અહીં વાઘા પારેખ જેવા પ્રસંગોમાં સરસ રીતે ઉઠાવ પામે છે.
યુગદિવાકર તરીકે સુખ્યાત પૂ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનું ચરિત્ર પણ સૌ કોઈને પ્રેરક બને તેવું, જીવનને ઉન્નત કરે તેવું બન્યું છે. જૈનશાસ્ત્રોનું તેમનું ઊંડું અધ્યયન, તેમનું હાજરજવાબીપણું, દરેક વ્યક્તિ માટે તેમનો અંગત રસભાવ, વિવિધ ભાષાઓ ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ, દુષ્કાળ, રેલરાહત વગેરે કાર્યોમાં તેમની અગ્રેસરતા, ભાઈ નાદુરસ્ત તબિયત છતાં યશોવિજ્યજી મહારાજ અને જ્યાનંદવિજ્યજી મહારાજને આચાર્યની પદવી આપવાના પ્રસંગમાં મોરારજી સાથે તેમની ઉપસ્થિતિ, ચરિત્રલેખક સાથેના તેમના અંગત આત્મીય સંબંધો વગેરે અનેક બાબતો અહીં સહજ રૂપે ગૂંથાતી આવે છે, અહીં સમાન્તરે ચરિત્રનાયક અને ચરિત્રના આલેખક બંને વાચક સામે રમ્ય રીતે-રૂપે ઊઘડતા રહે છે જે આ ચરિત્રનો કંઈક વિશેષ પણ છે.
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ એ તેજસ્વી સાધ્વીરત્ન મૃગાવતીશ્રીજીનું સુંદર ચરિત્ર છે. દેશભરના પ્રબુદ્ધ જનોમાં તેમનું નામ આદરભાવથી લેવાતું આવ્યું છે. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કોશ, આગમ વગેરે ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારના ઉચ્ચ સદ્ગુણોનો સુભગ સમન્વય થયેલો હતો. સાંપ્રદાયિક સંકુચિતતાથી તેઓ ઘણે દૂર હતાં, તો પ્રદેશભેદ પણ તેમનામાં રતીભાર નહોતો. સૌ તરફ તેઓ માન-સન્માનની ભાવનાથી જોતાં. હાથે વસેલી ખાદી જ પરિધાન કરતાં. સાદગી અને સંયમની તેઓ સાક્ષાત મૂર્તિ સમાં હતાં. મૃગાવતીજીનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેમ અને કલ્યાણના સ્રોત્ સમું હતું. ચિરત્રના આલેખકને તો તેમના નિધનથી માતા ગુમાવ્યાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ સાથે વર્ણન-નિરૂપણેય એવું સચોટ થયું છે કે સહૃદય ભાવક પણ તેવી જ લાગણી અનુભવે. જૈન સંપ્રદાયમાં કેવાં કેવાં ઉત્તમ સાધ્વીરત્નો હશે તેની કલ્પના વાચક આ નમૂનેદાર ચિરત્ર ઉપરથી પણ કરી શકે.
રમણલાલનાં આ પ્રકારનાં, ધર્માવલંબી સાધુ-સાધ્વીઓનાં ચરિત્રોમાં, જે તે ચરિત્રનાયકનું સર્વસ્પર્શી ને નિઃશેષ ચિત્રણ થયેલું જોવા મળે છે. આવાં ચિરત્રોનું નિમિત્ત વ્યક્તિનું મૃત્યુ હોય કે અન્ય કશું પણ તે નાયક-નાયિકાના પૂર્વાશ્રમનું ચિત્ર પણ સંક્ષેપમાં ઉપસાવી આપે છે. પછી ઉત્તરોત્તર તેવી સાધુતા કેવી દીપ્તિ પ્રકટ કરતી રહે છે, તેના કેવા કેવા નૂતન ધર્મ-જીવન-સમાજ-લોકકલ્યાણ સંદર્ભે આયામો
२६
Page #31
--------------------------------------------------------------------------
________________
રહ્યા છે તે બધું ક્રમશઃ પ્રકટ કરે છે અને અંતે તેના વંદનીય સ્વરૂપ સાથે ચરિત્રને આટોપી લે છે. તેમનું લક્ષ્ય એમ સમૃદ્ધ સાધુતાનું દર્શન કરાવવાનું રહે છે. આવાં ચરિત્રો માત્ર જૈન સમાજ માટે જ નહિ, અન્ય સમાજ માટેય એટલાં જ મહત્ત્વનાં અને મનનરૂપ બન્યાં છે. રમણલાલનું પોતાનું પણ સરળ, ધર્મપરક, ગુણાનુરાગી અને ભાવુક વ્યક્તિત્વ આ સર્વ ચરિત્રોને નિમિત્તે અનાયાસ ખીલતું આવ્યું છે એ પણ આવાં ચિરત્રોની એક આડ ઉપલબ્ધિ છે.
જૈનવિચારધારા સાથે કે તત્ત્વ સાથે સંકળાયેલ ભાવકો માટે રમણલાલનાંસ્થળસંકોચને કારણે અહીં ન લઈ શકાયેલાં–અન્ય ચરિત્રો પણ એટલાં જ વિચારક્ષમ ને પ્રેરણાદાયી બને તેવાં છે. શ્રી વીરતિયજી મહારાજ’, ‘શ્રી વિજ્યનેમિસૂરિ મહારાજ' જેવાં પ્રમાણમાં દીર્ઘ કહી શકાય તેવાં ચિરત્રો અથવા તો પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ, પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ, પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ', ‘શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ', 'ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી’, ‘શ્રી મોહનલાલજી મહારાજ તેમજ ‘શ્રી આનંદસાગ૨સૂર મહારાજ' વગેરે ચરિત્રો રમણલાલની ચિરત્રલેખનશક્તિની સાથે સાથે સત્પુરુષો કે સાધુ પરત્વેની તેમની આસ્થા-શ્રદ્ધાનાં પણ સૂચક છે. ચિરત્રલેખનમાં તેઓ કશું આંજી નાખવા માટે નહિ પણ શ્રદ્ધાઅંકુરણ માટે, ઉત્ક્રાન્ત થતા ચારિત્ર્યના મહિમા માટે ઘટના-પ્રસંગોનો આશરો લે છે ને એમ કરવા જતાં પરોક્ષપણે લેખકની ભીતર વહેતું સાધુતાનું ઝરણું પણ ખળખળ વહેતું જાય છે. પરિણામે વાચક એક નહિ બે વ્યક્તિથી ભીંજાતો આવતો હોય તેવું એકાધિક ચરિત્રોમાં બન્યું છે.
(૬)
રમણલાલનાં ચરિત્રો તેમના વ્યક્તિત્વનાં તેમ તેમના વૈવિધ્યસભર ૨સક્ષેત્રનાં પણ ઘોતક છે. તેઓ જૈન હોવા છતાં, જૈન ફિલસૂફીના જ્ઞાતા હોવા છતાં, તેના માટે તેમનો ભારોભાર આદર હોવા છતાં તેઓ કોઈ ચોક્કસ પરિઘમાં પુરાતા નથી. તેઓ પૂરેપૂરા ખુલ્લા મનના (open minded) છે, સાથે જીવનનાં સઘળાં વાનાં સાથે તેમની નિસબત રહી છે. વિધિનિષેધોમાં તે ફસાતા નથી. જ્યાં જીવન છે ત્યાં તેઓ સર્વ બાબતોનો સ્વીકાર કરે છે. કશાથી અસ્પૃષ્ટ રહેવાનું તેમને ફાવ્યું નથી. કહો કે રમણલાલ જીવનની સકલકલાનો સ્વીકાર કરે છે. તેથી જ કદાચ તેમના ચરિત્રનાયકો પણ વિવિધ ક્ષેત્રોમાંથી ઊંચકાતા આવ્યા છે. જો જૈનના પ્રભાવક સ્થવિરો તેમને આકર્ષે છે તો રાજકારણ, સેવાકારણ કે રમતકારણમાં પડેલી વ્યક્તિઓનું પણ તે તેટલું જ ખેંચાણ અનુભવે છે. એ પ્રકારની વ્યક્તિઓની સાથે તેમના અંગત સંબંધો પણ રહ્યા છે. પરિણામે એવાં ચરિત્રો વાચક માટે કેટલાંક
२७
Page #32
--------------------------------------------------------------------------
________________
નવ્ય વિશ્વોને ઉદ્ઘાટિત કરી આપે છે. સાથે ૨મણલાલનું બધામાં છેવટે તો માનવકારણ સાથે સગપણ રહ્યું છે એ વાત પણ એમાંથી તરી આવે છે.
મો૨ા૨જી દેસાઈ’માં રમણલાલે અંગત અનુભવના હવાલા આપી મોરારજી દેસાઈના બહુકોણીય વ્યક્તિત્વને, સંક્ષિપ્તમાં છતાં તેમની મહત્ત્વની તમામ ખાસિયતો સમેત, સુસ્પષ્ટ કરી આપ્યું છે. નહેરુ-ઇન્દિરા સાથે તેમના સંબંધો, વડાપ્રધાનપદે તેમની કામગીરીને મુશ્કેલી, ડાંગ વિશેનો પ્રશ્ન, કટોકટી, તેમનું જિદ્દી વલણ, નિસર્ગોપચાર અને જ્યોતિષ વગેરેમાં તેમની શ્રદ્ધા, વર્તમાનપત્રોના વાચનમાં તેમની નિયમિતતા, વડાપ્રધાનપદેથી રાજીનામું વગેરે અનેક બાબતોને આ લેખકે સરસ રીતે ગૂંથી લીધી છે તો મોરારજીભાઈના વ્યક્તિત્વમાં રહેલી નિષ્ઠુરતાની પણ તેમણે નિર્ભીક રીતે નોંધ લીધી છે. સુવર્ણધારો, ગુજરાતનું વિભાવન વગેરે પ્રસંગોનું તેમણે યોગ્ય સંદર્ભે સ્મરણ કર્યું છે. ચીમનભાઈ ચકુભાઈ શાહ ઉપરનું ચરિત્ર પણ એવું જ રોચક બની રહ્યું છે. ધારાશાસ્ત્રી તરીકે, બંધારણ સભાના સભ્ય તરીકે, ચિંતક અને ચિંતનશીલ લેખક તેમજ કુશળ વક્તા તરીકે એમ તેમનાં અનેક પાસાં લેખકે અહીં પ્રસ્તુત કર્યાં છે. ચીમનભાઈના દેહત્યાગની અંતિમ ક્ષણોનું વર્ણન લેખકે સરળ છતાં અસરકારક ગદ્યમાં કર્યું છે.
‘મહાન માનવી’ લિંકન ઉપરના ચરિત્રગ્રંથમાંનો સંક્ષિપ્ત અંશ છે. છતાં આ નાના અંશમાં લિંકનના જીવનમાં પ્રવર્તતાં વિરોધી બળોની ખૂબીપૂર્વક નોંધ લેવાઈ છે. લિંકનનું સમગ્ર વ્યક્તિત્વ અહીં એ સંકેતોમાંથી સરસ રીતે બેઠું થતું જણાય છે. વિજ્ય મરચન્ટ ઉપરનું ચરિત્ર જુદી રીતે યાદગાર બની રહે છે. અહીં ક્રિકેટજગતની મોટી હસ્તીનું વ્યક્તિ તરીકે કેવું મૂલ્ય રહ્યું હતું, ગરીબોની સેવા માટેની તેમની લગની કેવી હતી, અપંગો માટેની તેમની કામગીરી કેવી રહી હતી વગેરે સાથે ક્રિકેટમાં પણ તેઓ કેવા ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા તે સમુચિત રીતે દર્શાવ્યું છે અને એમ વિજય મરચન્ટની સિદ્ધાંતનિષ્ઠા ને સહૃદય વ્યક્તિ તરીકેની એક રસભર છબી તેઓ અંકિત કરી આપે છે.
-
આ ચારેય ચરિત્રો પ્રમાણમાં ટૂંકાં અને સચોટ બની આવ્યાં છે. વિભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓ વિશે લખતાં રમણલાલનું ખુદનું ભાતીગળ રંગોવાળું વિશ્વ પણ અછતું રહેતું નથી. રાજકારણ વિશે તે મોરારજીભાઈ કે લિંકનને મિષે લખતા હોય ત્યારે સ્પષ્ટપણે જ્યાં સંકેત કરવો જરૂરી બને ત્યાં તો તે કરે છે જ પણ એવા રાજકારણ સાથે આવી વ્યક્તિઓનું માનવકા૨ણ કેવું ઉપર રહે છે, વ્યક્તિ તરીકે તેઓ કેવા સુવાસિત રહ્યા છે તે ઉપર જ લેખક વધુ તો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે. કહો કે ચરિત્રકારનું ખરું કાર્ય જ એ છે. માટીના લોંદામાંથી તે સુઘડ આકાર નિર્માણ કરી આપે. લેખક-ચિંતક-ધારાશાસ્ત્રી ચીમનભાઈ કે વિજ્ય
२८
Page #33
--------------------------------------------------------------------------
________________
મરચન્ટ જેવી અન્ય ક્ષેત્રીય વ્યક્તિઓની રેખાઓ પણ લેખકે ઓછામાં ઓછા શબ્દોમાં છતાં સોવેધ કરી શકાય એ રીતે ઉપસાવી આપી છે. આવાં ચરિત્રોમાં ચરિત્રકાર કેવા અને કયા અંશો ઉપર ભાર મૂકે છે, કઈ વ્યક્તિરેખાને તે ઘાટી કરવા માગે છે વગેરે બાબતો પણ લક્ષમાં લેવી જોઈએ. રમણલાલનાં ચરિત્રોની લોંગશૉટ-ક્લોઝ શોટની કીમિયાગીરીમાં એમનો point of view એમ ખાસ મહત્ત્વનો બની રહે છે.
અહીં આ પ્રકારનાં ચિરત્રોની ચર્ચાને સમેટી લેતાં પહેલાં એક અન્ય બાબત પણ નોંધવી રહી. રમણલાલે આ સિવાયનાં પણ આ પ્રકારની કેટલીક વ્યક્તિઓનાં સ્પર્શી રહે તેવાં ચરિત્રો આપ્યાં છે. જેમાં શેઠ મોતી શાહ ઉપરનું ચરિત્ર ખાસ ઉલ્લેખ માગી લે છે. આ વિસ્તૃત ચરિત્રમાં મોતી શાહ ધનાઢ્ય હોવા છતાં તેમનું માનવીય પાસું કેટલું ઉમદા-ઉન્નત હતું તે અનેક પ્રસંગો વડે ચરિત્રકારે સરસ રીતે બતાવ્યું છે. ચિરત્રના અંતે ચિરત્રનાયકના સદ્ગુણોને તેમણે સઘન શૈલીમાં ઉપસાવી આપ્યા છે. આવાં અન્ય ચરિત્રોમાં ‘ફાધર બાલાગે૨’, ‘સ્વ. માનભાઈ ભટ્ટ’ અને ‘ડૉ. શિવાનંદ અધ્વર્યુ' વગેરે ચરિત્રોનો વિશેષ રૂપે સમાવેશ કરી શકાય. રમણલાલની ચરિત્રકારની શક્તિઓનો પણ તેમાં સારો એવો હિસાબ મળી રહે છે.
(૭)
આપણે જોયું કે ૨મણલાલનાં રસ-રુચિનાં ક્ષેત્રો વ્યાપક છે. એમની સંચેતનાનો સંસાર વિભિન્ન વિશ્વોમાં જોઈ શકાય છે. પણ એ સર્વમાં હાર્ડ રમણલાલ શિક્ષક અને સારસ્વત રહ્યા છે. એ શિક્ષકત્વ અને સારસ્વતત્વ જ સંભવ છે કે તેઓને જીવનનાં અન્ય ક્ષેત્રોમાં ખેંચી ગયાં છે. સાચો શિક્ષક એકાંગી ન હોઈ શકે. જ્યાં જ્યાં ઉત્તમ નિહાળે, જ્યાં જ્યાં કશું ઉમદા-ઉદાર કે સંસ્કારસભર જુએ ત્યાં ત્યાં તે પહોંચી જાય. તેને માણે-પામે, પોષે કે પમરાવે ને પ્રકાશિત પણ કરે. પંડિત સુખલાલજી’, ‘ઉમાશંકર જોશી’, ‘ચંદ્રવદન મહેતા”, “જ્યોતીન્દ્ર દવે’, બચુભાઈ રાવત’ વગેરે અહીં લીધેલાં કેટલાંક ચિરત્રો એ દિશામાં ખાસ માણવા જેવાં છે. આવી વ્યક્તિઓ સાથે રમણલાલની પોતાની આંત૨ચેતનાનું સૂત્ર કોઈક અને કોઈક રૂપે જોડાયેલું હોવાથી સાહિત્યિક રીતે પણ આવાં ચિરત્રોની ખુલ્લૂ કંઈક જુદી હોવાનો અનુભવ વાચકને થવાનો.
પંડિત સુખલાલજી માત્ર ગુજરાતી જ નહીં, ભારતની એક મહાન દાર્શનિક પ્રતિભા છે. વીસમી સદીનાં જ્ઞાનક્ષેત્રો તેમના માટે ગૌરવ લઈ શકે તેવું તેમનું અનન્ય વ્યક્તિત્વ રહ્યું છે. રમણલાલે યોગ્ય રીતે જ આવી વિરલ પ્રતિભાને ચરિત્રના વિષય તરીકે પસંદ કરી છે. લેખકે પંડિત સુખલાલજી ઉ૫૨ એક વિસ્તૃત ચરિત્ર પણ આપ્યું
२९
Page #34
--------------------------------------------------------------------------
________________
છે. અહીં તેમના બીજા સંક્ષિપ્ત ચરિત્રને પસંદ કર્યું છે. સુખલાલજીનું વતન વઢવાણ, નેત્રજ્યોતિનું વિલીન થવું, જૈન સાધુઓ તરફ તેમનું વિકલ્પ ખેંચાણ, કાશીમાં સંસ્કૃતનો વિદ્યાભ્યાસ, બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત-જૈનધર્મના વિભાગાધ્યક્ષ તરીકેની તેમની કામગીરી, સુખલાલજી સાથે ચરિત્રકારનાં અંગત સંસ્મરણો, સંબંધસંપર્ક, પંડિતજી સાથે અમદાવાદમાં ચરિત્રલેખકનું રોજ સાંજે ફરવા જવું, પંડિતજીની શ્રવણશક્તિની એકાગ્રતા, બળવાખોર પંડિત તરીકેની સુખલાલજીની છબી, વયોધર્મ વિશેની પંડિતજીની સમજ, પંડિતજીનું વાત્સલ્ય, તેમની નિરંતરની વિદ્યોપાસના, મૃત્યુ વિશેનો પંડિતજીને થયેલો અણસાર વગેરે અનેક બાબતોને સાંકળીને પંડિતજીની અહીં એક અખંડ છબી ચરિત્રકાર ઉપસાવી આપે છે. આ છબી હૃદયસ્પર્શી બની છે. ઉમાશંકર જોશી ઉપરનું ચરિત્ર પણ એવું જ શ્રદ્ધેય અને રસાળ બન્યું છે. ચરિત્રલેખકે સાચી રીતે જ ઉમાશંકરને આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાત એવા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ તરીકે ઓળખાવ્યા છે. ઉમાશંકરની માનભરી સિદ્ધિઓની નોંધ લીધા પછી તેમણે ઉમાશંકરના સૂક્ષ્મ વ્યક્તિત્વને સુપેરે પ્રકટ કરી આપ્યું છે. “ઋત એમનો જીવનમંત્ર હતો' અથવા તો “એમના અંતરમાં એક બાજુ જેમ કાર્યસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ બીજી બાજુ અનાસક્તિ પણ રહેલી હતી. આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. ઉમાશંકરના વ્યક્તિત્વનો એ નરવો ગુણ હતો. ચરિત્રલેખકે અહીં ચરિત્રનાયક સાથે પોતાનો પરિચય કેવી રીતે થયો હતો અને એ સંબંધ આગળ ઉપર કેવો વિકસતો રહ્યો હતો તેનું પણ સરસ વર્ણન કર્યું છે. બીજી બાજુ નડિયાદના સાહિત્ય પરિષદના સંમેલન વેળા મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના સંદર્ભે ઉમાશંકર વધુ પડતો ગુસ્સો કરી બેઠેલા એ બાબત પણ ચરિત્રલેખકે તટસ્થ રીતે નોંધી છે. ઉમાશંકરના દામ્પત્ય વિશે, ઉમાશંકરની સાદાઈ વિશે, ખુમારી વિશે, “સંસ્કૃતિ માટે નિસ્પૃહ અને મમત્વમુક્ત તેમની વિચારણા વિશે, ઇમરજન્સી વખતની તેમની સંવેદનશીલતા વિશે – એમ અનેક પાસાં અહીં લીલયા ઊઘડતાં આવ્યાં છે. ઉમાશંકરનું અખિલાઈભર્યું શબ્દચિત્ર એમ અહીં બની આવ્યું છે.
ચંદ્રવદન મહેતાનું ચરિત્ર પણ તેમના ફક્કડ, મનમોજી, સ્વમાની, સરળ છતાં કડક વ્યક્તિત્વને સુપેરે ઉપસાવી આપનારું બન્યું છે. રમણલાલે કોલેજકાળથી માંડી ફાર્બસ સુધીના ચંદ્રવદન સાથેના અનુભવોને તેમાં વણી લીધા છે. વળી મદ્રાસમાં યોજાયેલી ગુજરાતી પરિષદના સંમેલનમાં ગવર્નરનું આવવું, રેડિયોમાં ચંદ્રવદન હતા ત્યારે સમય વિશેની તેમની પાબંદી, બચુભાઈના અભિવાદનનો કાર્યક્રમ મુંબઈમાં હતો ત્યારે ચંદ્રવદન પ્રમુખસ્થાને હતા તોપણ ન આવ્યા, ફાર્બસમાંથી ચંદ્રવદનનું રાજીનામું, ચંદ્રવદનનો મજાકિયો સ્વભાવ અને તે અંગેના કેટલાક પ્રસંગો સયાજી
३०
Page #35
--------------------------------------------------------------------------
________________
યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ વિશે તેમની વ્યથા વગેરે અનેક સંકેતો દ્વારા ચરિત્રકારે ચંદ્રવદનના લાક્ષણિક વ્યક્તિત્વની સુરેખ છબિ અંકિત કરી આપી છે. ‘તેઓ નેપથ્યમાં બીજો વેશ પહેરવા ગયા છે’ અથવા ‘અજંપાથી ભરેલા એમના આત્માને જંપ હજો !’ જેવાં ટૂંકાં, ચિરત્રના સમાપન ઉપરનાં વાક્યોમાં, ચરિત્રલેખકે ચંદ્રવદનના વિશિષ્ટ વ્યક્તિત્વ માટે કેવાં માર્મિક કથનો કર્યાં છે !
જ્યોતીન્દ્ર દવે’ એ જ્યોતીન્દ્ર દવે ઉપરનું ચિરત્ર પણ એટલું જ ભાવસભર બની આવ્યું છે. જ્યોતીન્દ્રના શીઘ્રલેખન અને શીઘ્રવક્તૃત્વ વિશે, જ્યોતીન્દ્રના સરળ, નિરભિમાની સ્વભાવ વિશે, તેમની બુદ્ધિપ્રભા વિશે, તેમના ગહન અભ્યાસ અને અંદરથી ગંભીર પ્રકૃતિ વિશે રમણભાઈએ સંક્ષેપમાં પણ સચોટ રીતે વાત કરી છે. ‘બચુભાઈ રાવત’ ચિરત્રમાં બચુભાઈના જીવનરંગો કંઈક વધુ ખૂબીપૂર્વક ઊપસતા જણાય છે. ‘કુમાર’ અને તે અંગેના કામ માટેની તેમની ચીવટ, પ્રૂફ વગેરેનું વાચન, સામગ્રીની પસંદગી, ‘ઈ.ત.’ નામથી કે પછી વગ૨ નામથી ‘કુમા૨’માં આવતાં તેમનાં લખાણો, નવા કવિ-ચિત્રકારો-લેખકો તૈયા૨ ક૨વામાં, તેમને સંકોરવા કે પ્રોત્સાહિત કરવામાં બચુભાઈનો રહેલો સિંહફાળો, ‘બુધસભા' માટેનું તેમનું દાયિત્વ, બચુભાઈનું દામ્પત્ય, ચંદ્રવદનની જેમ બચુભાઈની પણ જ્યોતિષમાં શ્રદ્ધા, લંડન કે શત્રુંજયની યાત્રાના પ્રસંગો, મહુડીની યાત્રા પછી બચુભાઈને થયેલા અણધાર્યા લાભ – વગેરે પ્રસંગોની આસપાસ ચરિત્રનાયક અને ચરિત્રકારના સ્નેહસંબંધોની થતી આવતી ગૂંથણી ને એમાંથી પર્યંતે બચુભાઈની એક ‘સજ્જન’ તરીકેની ઊપસી રહેતી મુદ્રા બચુભાઈના ચરિત્રને કલાત્મકતા અર્પી રહે છે.
રમણલાલનાં આ પ્રકારનાં ચરિત્રો એક રીતે ચિરત્રનાયકોના વ્યક્તિરંગોની છબીઓ રચી રહે છે તો બીજી ત૨ફ ગુજરાત-ગુજરાતી જનજીવન અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની કેટલીક અજાણી કે અલ્પપરિચિત કડીઓ પણ સંપડાવી આપે છે. સારસ્વત તરીકે તે સૌ સાથેના પોતાના જે કંઈ સંબંધો રહ્યા છે તેનું તેમણે સહજ રીતે, કશે તેનું આક્રમણ થવા દીધા વિના નિરૂપણ કર્યું હોવાથી ચરિત્રો વધુ સાહજિક બન્યાં છે. ઉપરાંત આડલાભરૂપે રમણલાલની પોતાની નિર્મમતા ને નિખાલસતાની આદરભાવની કેટલીક વિદ્યુલ્લેખા જેવી રમણીય રેખાઓ પણ ઝબકી રહે છે. અહીં જેનો સમાવેશ કર્યો નથી પણ આવાં જ વાંચવા યોગ્ય-માણવા યોગ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરા', ‘સાધુચરિત સ્વ. ચી.ના. પટેલ’, ‘સ્વ. કવિ બાદરાયણ' અને ‘ઉમેદભાઈ મણિયાર’, ઈશ્વર પેટલીકર', વિ.૨. ત્રિવેદી' વગેરે ચરિત્રોનું પણ સ્મરણ કરવું રહે.
३१
Page #36
--------------------------------------------------------------------------
________________
રમણલાલ સુજન છે. સ્ત્રી કે પુરુષ એવા કશા ભેદ મનમાં રાખ્યા વિના જેમનું કોઈક ને કોઈક ક્ષેત્રે મહત્ત્વનું અર્પણ રહ્યું હોય છે તેને તેઓ શબ્દના કેમેરામાં તરત ‘ક્લિક' કરી દેતા જણાય છે. સ્ત્રીદાક્ષિણ્ય તેમના વ્યક્તિત્વનો એક અકાટ્ય અંશ રહ્યો છે. તેમનાં સાધ્વી ઉપરનાં કે અન્ય સન્નારીઓ ઉપરનાં કેટલાંક ચરિત્રો વાંચતાં એ વાત તરત સમજાશે. ઉત્તમને ખોળીને ઉત્તમ રૂપે રજૂ કરવાની તેમની ખેવના રહી છે. અહીં લીધેલાં હંસાબહેન મહેતા અને પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા” બંને ચરિત્રો એ સંદર્ભે નોંધપાત્ર બન્યાં છે.
હંસા મહેતાનું ચરિત્ર એમના મહત્ત્વના જીવનાશોને, તેમના શાલીન અને બુદ્ધિપ્રભાયુક્ત વ્યક્તિત્વઅંશોને સ-રસ રીતે ઝીલી બતાવે છે. હિંસાબહેનનું નાની ઉંમરે એમ.એ. થવું, પરદેશમાં ભણવું, જીવરાજ મહેતા સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરી સામાજિક જીવનમાં તેના જે પ્રત્યાઘાત પડ્યા તેને સહી નિરંતર પ્રવૃત્તિરત રહેવું, ભગિની સમાજ, ધ નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયામાં મંત્રી તરીકે નિયુક્ત થવું, દાંડીકૂચમાં ભાગ લેવો, જેલ જવું, પિકેટિંગ કરવું, દેશસેવિકા સંઘની
સ્થાપના કરવી, મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બનવું, નાટકો, લેખો લખવા કે શેક્સપિયરનાં જાણીતાં નાટકોના અનુવાદ કરવા, ચાર્ટર ઓફ હ્યુમન રાઈટ્સમાં મહિલા પ્રતિનિધિ થવું અને પાછળથી તે પંચના પ્રમુખપદે આરૂઢ થવું, મ.સ. યુનિ. વડોદરામાં વાઈસ ચાન્સેલરપદે નિયુક્ત થવું, જીવનનાં અંતિમ વર્ષો મુંબઈમાં એકાંતવાસમાં ગાળવાં – વગેરે અનેક પ્રસંગો-ઘટનાઓના મેઘધનુષી રંગોથી આ ચરિત્ર દિપ્ત છે. ભારતીય સ્તરે નારીજગત માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવું કર્મઠ વ્યક્તિત્વ અહીં શબ્દરૂપે બની આવ્યું છે. એવું જ બીજું નારીજગત માટે પ્રેરક બની રહે તેવું સુંદર ચરિત્ર ડૉ. ઉષાબહેન મહેતાનું છે, પદ્મવિભૂષણ' જેવા રાષ્ટ્રીય ખિતાબથી વિભૂષિત ઉષાબહેનનું વ્યક્તિત્વ રાષ્ટ્રસમર્પિત હતું. ગાંધીજીની વિચારણાનો પાકો રંગ તેમને બેસી ગયો હતો. આજીવન અપરિણીત, ખાદીધારી, સરળ, નિખાલસ, અનાગ્રહી, સંનિષ્ઠ, સભર સેવાભાવી ઉષાબહેનનું વ્યક્તિત્વ કશી અપેક્ષાઓ વિનાનું, માતૃભૂમિના ઉત્કર્ષમાં સતત રત રહ્યું છે. ૧૯૪રમાં ‘હિંદ છોડોમાં કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ તે ચલાવતાં. મહાદેવભાઈના અવસાનના સમાચાર સૌપ્રથમ કોંગ્રેસ રેડિયો'એ પ્રસારિત કર્યા. પછી છાપાંઓએ. વ્યવસાયે અધ્યાપક, શાસ્ત્રીય સંગીતનાં જ્ઞાતા, અધ્યયન-અધ્યાપન ઉપરાંત લેખનપ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યાં છે. ચરિત્રકારે અહીં ચરિત્રનાયિકા સાથેના નિજી સંબંધોને સાચા અર્થમાં જ પોતાનું સદ્ભાગ્ય લેખ્યું છે.
३२
Page #37
--------------------------------------------------------------------------
________________
બંને ચરિત્રો, બે શીલસુવાસિત નારીઓનાં જીવનને અનેકશઃ ઉપસાવી આપે છે. રમણલાલની નારીસન્માનભાવનાનો પરિચય પણ પરોક્ષપણે આવાં ચરિત્રોમાંથી પ્રાપ્ત થઈ રહે છે. હીરાબહેન પાઠક', 'લીલાવતીબાઈ મહાસતીજી', મેડમ સોફિયા વાડિયા”, “રંભાબહેન ગાંધી વગેરે નારીરત્નોનાં ચરિત્રો પણ જિજ્ઞાસુ વાચકોએ આ સાથે વાંચવાં જોઈએ. ચરિત્રકારના વ્યક્તિત્વનું આવાં નારીવિષયક ચરિત્રોમાંથી કોમળ, ભાવસભર પાસે પ્રકટ થાય છે.
રમણલાલ એક અર્થમાં જીવનકલાધર છે. તેઓ જેમ કોઈ ચોક્કસ વિચાર કે વાદમાં બંધાયા નથી તેમ કોઈ ચોક્કસ વ્યવસાયને જ સર્વસ્વ લખી આગળ વધ્યા નથી. તેમની દુનિયા કહો કે એકસંગી કે એકરંગી નથી. એમની દુનિયામાં તેઓ અનેક દુનિયાઓને સમાવતા રહ્યા છે. તેઓ જે કાર્ય હાથમાં લે અથવા જે કાર્યનો સ્વીકાર કરે તેમાં તેઓ પૂરેપૂરા ખૂંપી જતા હતા. તેમાં જે કંઈ સ્વીકાર્ય હોય તેને અપનાવતા હતા, પોતાના જીવનરસમાં તેને ભેળવી દેતા હતા. અગાઉ કહ્યું છે તેમ હાડે શિક્ષક-સારસ્વત રહી તેઓ પોતાની ક્રિયાઓ, તેના કલાપોને આમ વિસ્તારતા રહ્યા છે અને પછી એનાં સુંદર પરિણામો વાચકના ચરણે ધરતા રહ્યા છે. એન.સી.સી.માં વીસેક વર્ષ તેમણે જે તમન્ના અને ઉત્સાહથી ગાળ્યાં છે તે તેમની એક નિરાળી જ દુનિયા હતી. એ દુનિયાએ તેમના વ્યક્તિત્વ ઉપર પણ ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. એમની ઓળખનો એક ભાગ બની રહે તેવી તેમની એ ક્ષેત્રમાં દિલચસ્પી રહી હતી. ૧૯૫૧થી ૧૯૭૦ સુધીમાં તેથી જ તેઓ ક્રમશઃ પોતાની પાત્રતા તેમાં પુરવાર કરતા રહી મેજર અને બેટેલિયન કમાન્ડર સુધીના અગત્યના હોદ્દાઓ સુધી પહોંચ્યા હતા. આ નિમિત્તે એક લેખક પોતે જ પોતાના અનુભવોની – જાત અનુભવોની વાત, ચરિત્રો વડે કે ચરિત્રોને ઉપકારક બને એ રીતે કહેતા હોય ત્યારે એનો આનંદ કંઈક નોખો જ રહેવાનો. અહીં એવી લાક્ષણિક દુનિયામાંથી જુદે જુદે ખૂણેથી પસંદ કરીને બેરર ધોન્ડી’, ‘બ્રિગેડિયર દારૂવાલા', જમાદાર બિલે અને કોર્પોરલ બારશી' જેવાં ચાર ચરિત્રોનો સમાવેશ કર્યો છે. આવાં ચરિત્રો વાચકોને તો એક નવા અનુભવિશ્વ સમક્ષ ખડા કરી જ દે પણ યુવકો માટે તો એથીય વધુ તે પ્રેરક-માર્ગદર્શક નીવડે. રમણલાલના વ્યક્તિત્વનું પણ એક નૂતન રૂપ આપણને આ ચરિત્રોની પડછે જોવા મળે છે. ગુજરાતી લેખકોમાંથી કદાચ રમણલાલ પાસેથી જ આટલી વધુ સંખ્યામાં અને પ્રત્યક્ષ અનુભવની સંડોવણીવાળાં લશ્કરી દુનિયાનાં ચરિત્રો ‘બેરરથી બ્રિગેડિયરમાં આપણને મળે છે.
બેરર ધોડીનું ચરિત્ર આ પ્રકારનાં ચરિત્રોમાં નોંધપાત્ર બન્યું છે. લશ્કરમાં
33
,
Page #38
--------------------------------------------------------------------------
________________
સાહેબો માટે કામ કરતા નોકરનું જીવન કેવું હોય છે તે અભણ ધોન્ડી દ્વારા વ્યક્ત થયું છે. પ્રામાણિકતા, ખંત, મહેનત, ચીવટ અને સેવાતત્પરતાની સાક્ષાત મૂર્તિ જેવો ધોન્ડી અનેક સાહેબો સાથે દેશ-વિદેશમાં ફરી આવ્યો છે. એક આંખ ગુમાવી છે, પરણવા તૈયાર થયેલી ઓરત તેને છેતરી ભાગી ગઈ છે, સાહેબનાં બંને ખિસ્સામાંથી કોઈ એક ખિસું પસંદ કરી તેમાંથી બક્ષિસરૂપે પૈસા લેવા જતાં પાંચસો રૂપિયાના બદલે પાંચ રૂપિયાવાળા ખિસ્સામાં હાથ જવો – વગેરે અનેક બાબતોથી આ ચરિત્ર વાર્તા જેવો આનંદ આપીને ધોન્ડી જેવા અભણ માણસો પણ નસીબવાદની લિસૂફી ઉપર પોતાનું જીવન કેવી શાંતિથી પસાર કરી દેતા હોય છે તે ચરિત્રકારે દર્શાવ્યું છે. અહીં ધોડીને નિમિત્તે લશ્કરી મૅસ, તેની કડક શિસ્ત, ઑફિસરો સાથેના વ્યવહારની રીતરસમો વગેરે પણ પાર્શ્વભૂમાં આવતાં રહીને ચરિત્રને વળ આપતાં રહે છે.
- બ્રિગેડિયર દારૂવાલાનું ચરિત્ર પણ આકર્ષક બન્યું છે. લશ્કરી માહોલમાં ઈસ્પેક્શન હોય, બ્રિગેડિયર કક્ષાનો માણસ આવતો હોય ત્યારે મેસથી માંડીને સમગ્ર કેમ્પમાં કેવી ચહલપહલ રહેતી હોય છે, કર્તવ્યનિષ્ઠા અને ચીવટ ત્યારે કેવાં સરાણે ચઢતાં હોય છે. સિક્રેટ ડોક્યુમેન્ટ્સની કેવી કડક ચકાસણી મોડી રાત સુધી ચાલતી હોય છે અને અઢળક કામ પછી શિસ્તની એ કડક દુનિયા રાત્રિની પાર્ટીમાં કેટલી સહજતાથી મજાક-મશકરી કરી જીવનનો રંગ માણી લે છે અને બ્રિગેડિયર જેવો મોટો ઓફિસર પણ એવી હસી-મજાક કેવી કરાવે છે એ સર્વનું અહીં કોઈ કથા-વાર્તાની ઢબે જિજ્ઞાસાભર્યું વર્ણન થયું છે. બ્રિગેડિયર દારૂવાલા જાના બદલે પરેડ ચાલુ છે એમ જ્યારે જાહેર કરે છે ત્યારે સૌ અફસરો તેને મિલિટરી સ્પિરિટથી કેવી રીતે વધાવી લે છે એનું અહીં સરસ વર્ણન થયું છે. એ સર્વ વચ્ચે બ્રિગેડિયર દારૂવાલાની કર્તવ્યનિષ્ઠ ને કર્તવ્યવ્યસ્ત, શારીરિક-માનસિક સમૃદ્ધિની પ્રતિમા હૃદ્ય રીતે રચાતી આવી છે.
જમાદાર બિલેનું ચરિત્ર લશ્કરી અફસરનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ – બે છેડેથી કેવાં વિભિન્ન પરિમાણો દાખવતું હોય છે તે ચરિત્રકારે બિલે સાથેના જાતઅનુભવથી તાદૃશ્ય રીતે દર્શાવ્યું છે. જે બિલે પરેડ વખતે ગલી લાગે, “ગધેડો' કે “મુડદા' જેવા શબ્દો બોલવાને કારણે અણઘડ લાગે પણ એ જ બિલે ચરિત્રકાર શાહ ગ્રેનેડ ફેંકવામાં ભૂલ કરતાં એ ઘટના કેવી ઘાતક બની શકે તે સમજી તરત જ શાહના આખા શરીરને બચાવવા પોતાના શરીરથી તેમને ઢાંકી દે ત્યારે તેમના વિશેનો ખ્યાલ જ બદલાઈ જાય. તુંડમિજાજી લાગતા બિલેના વ્યક્તિત્વના એક બીજા માનવીય પાસાનું તે અહીં આપણને દર્શન કરાવે છે. બિલેની સાથે લશ્કરી ટ્રેઇનિંગો અને ત્યાંના વાતાવરણનો પણ અહીં સારો ચિતાર રજૂ થયો છે.
३४
Page #39
--------------------------------------------------------------------------
________________
કોપરલ બારશી લશ્કરી જગતનાં કેટલાંક આશ્ચર્યોનું એક આશ્ચર્ય છે. સાધારણ સ્થિતિનો બારશી જાતે ખ્રિસ્તી છે, અન્ય કેડેટ્સમાં જુદો તરી આવે તેવી તેની લાંબી-ઊંચી દેહયષ્ટિ છે, સિફતપૂર્વક તે જૂઠું બોલી શકે છે, ચોરી કરી શકે છે, છતાં સારી છાપ પણ પાડી શકે છે. પણ છેવટે તપાસને અંતે તે જ ચોર સાબિત થાય, એટલું જ નહિ રીઢા ગુનેગાર જેવી તેની વર્તણૂક પુરવાર થાય અને પરિણામે તેની રેન્ક પાછી લેવાઈ જાય, કેમ્પમાંથી કાઢી મૂકવામાં આવે અને જાતે જ જિંદગી બરબાદ કરી મૂકે – આ અને આવા પ્રસંગોથી યુવાનીનો એક બીજો ચહેરો ચરિત્રકારે અહીં સહજ રીતે પ્રકટ કરી આપ્યો છે.
આ ચારેય ચરિત્રો લશ્કર સાથે સંકળાયેલ જુદા જુદા સ્તરે કામ કરતાં માણસોનાં છે. એક નોકર છે, એક બ્રિગેડિયર છે, એક જમાદાર છે તો એક તાલીમાર્થી છે. અહીં દરેકની નવી-નોખી રેખાઓ છેવટે લશ્કરીજગતને ઉઘાડી આપે છે. સાચો જીવનરસ પણ કથારસથી ક્યારેય ઊણો હોતો નથી. તે આવાં રોચક ચરિત્રો વાંચતાં જણાય છે. આપણે ત્યાં આવા વિષય-વ્યક્તિને લગતાં ચરિત્રો ઘણાં ઓછાં છે. રમણલાલનો એ દિશામાં આ પ્રયત્ન તેથી વધુ પ્રશંસનીય અને સ્વાગતાહ બને છે.
સહૃદય ભાવકોએ અહીં સમાવિષ્ટ થઈ શક્યાં નથી તેવાં, હવાલદાર નાયડુ, મેજર તેજાસિંગ, અંડર ઑફિસર એલન, લેફટનન્ટ મોઘે, કેડેટ આન્નાદે વગેરે ચરિત્રો પણ વાંચવા જેવાં છે. રમણલાલની કારકિર્દીના એક મૂલ્યવાન હિસ્સા જેવું બની ચૂકેલું લશ્કરીભાવજગત અહીં અનેક મિશે, અનેક રૂપે ઊઘડ્યું છે. ગુજરાતી વાચકભાવક માટે આવાં ચરિત્રો નવભાવબોધનાં પરિચાયક બની રહે તેમ છે.
(૧૦) રમણલાલનો જીવનઘટાટોપ અનેક બિન્દુઓને સ્પર્શતો રહ્યો છે અને એ દરેક વેળા તેઓ તેમના કોઈ નવા-નવા અંશનો આપણને પરિચય આપતા રહ્યા છે. તેઓ પ્રેમાળ વ્યક્તિ છે, કહો કે તેમના વ્યક્તિત્વનો સ્થાયી ભાવ જ પ્રેમ છે. પુત્રી હોય, પત્ની હોય, માતા-પિતા હોય, સન્મિત્ર હોય, સહકાર્યકર હોય કે પછી દૂરનું કે નજીકનું કોઈ પરિચિત હોય, સૌની સાથે તેમનો વર્તાવ માયાળુ, સહૃદયતાભર્યો રહ્યો છે. સમાજ સાથેના કે અંગત સ્નેહીજનો સાથેના સંબંધોમાં તેઓ કશે કટુ નથી બન્યા, દોષદેખું નથી રહ્યા, આપવડાઈ કે હુંકારને વચ્ચે નથી લાવ્યા. ચંદનની જેમ ઘસાતા રહ્યા છે, સુગંધ પ્રસારતા રહ્યા છે. એ બધાંમાં તેમનું સદા ઉમદા માનવીય પાસું જ કોઈક ને કોઈક રીતે નીખરી આવતું જોવા મળે છે. અહીં ત્રણેક ચરિત્રો તેમના એવા એકદમ અંગત-આત્મીય કહી શકાય તેવી વ્યક્તિઓનાં પસંદ કર્યા છે. જેમાં પ્રેમાળ પુત્ર તરીકેનું, પ્રેમાળ સ્વજન તરીકેનું-વ્યક્તિત્વ-એકદમ
Page #40
--------------------------------------------------------------------------
________________
નજીકથી–પેલાં ચરિત્રોની સાથે સાથે ફોરતું રહ્યું છે. આવાં આપ્તજનો સાથે અનેક
સ્મૃતિઓ સંકળાયેલી હોય એ સ્વાભાવિક છે. પરિણામે એવાં ચરિત્રો અન્ય, સંક્ષિપ્ત ચરિત્રોને મુકાબલે, થોડો વધુ વિસ્તાર દાખવે છે પણ તેથી ચરિત્રોની રસાવહતા ઓછી થતી નથી. દર્દ અને દિલ બંને ભેગાં મળી એવાં ચરિત્રોને વધુ સ્મરણીય બનાવે છે.
“મારા પિતાશ્રી', “મારાં માતુશ્રી સ્વ. રેવાબા' એ બંને તેમનાં જ માતા-પિતાનાં, કહો કે રૂપાન્તરે ખુદનાં કુળ-મૂળની ઓળખ આપી રહેતાં ચરિત્રો છે, તો સંચયનું છેલ્લું ચરિત્ર “અમારા પૂજ્ય શ્રી દોશીકાકામાં ચરિત્રનાયક સીધી રીતે પારિવારિક સગપણ દાખવતા નથી છતાં સા કાકાથી સવાયા કાકા હોય તેવી તેમની સાથેની લેખકની, લેખકના પરિવારની આત્મીયતા રહી હોવાથી તેને અહીં સ્થાન આપ્યું છે.
અહીં ચરિત્રનાયક અને ચરિત્રલેખક “મારા પિતાશ્રી'માં અંગત સૂત્રે બંધાયેલા હોવા છતાં નિરૂપણમાં પૂરતો વિવેક રહ્યો છે. સોમા વર્ષેય પિતા કેવા સ્વસ્થ. નિર્વ્યસની, પ્રભુભક્તિરત અને ઊણોદરી વ્રતધારી રહ્યા છે એ ભૂમિકા બાંધીને પીઠઝબકાર પદ્ધતિએ ચરિત્રને ખીલવે છે. પિતાનો જન્મ, જન્મ સ્થળ પાદરા અને તેનો સઘળો વીગતપ્રચુર ને રસપ્રચુર ઇતિહાસ, એમાં આવતાં અમૃતલાલબાપા, અમથીબહેન, ડાહ્યાકાકા, ચંદુભાઈ વગેરેનાં સુખ-સુઘડ ચિત્રો, એ વચ્ચે પિતાનું નિરાળું વ્યક્તિત્વ, આર્થિક ચઢાવ-ઉતાર, સંકળામણો, પિતાશ્રી સાથે માતુશ્રીના વ્યક્તિત્વની એકસૂરતા, પિતાની સાદગી, ધર્મમયતા, સરળતા, તેમનું નિરભિમાની વ્યક્તિત્વ, નિઃસ્પૃહતા – આ સર્વનું વિવિધ પ્રસંગો દ્વારા આસ્વાદ્ય વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. કોઈ વાર્તા વાંચી રહ્યા હોઈએ તેવી જિંદગીના લોલકની આવનજાવન ચરિત્રકારે અહીં કશી આડશ વિના શબ્દાંકિત કરી છે. ચરિત્ર એમ માત્ર ચરિત્ર રહેવાને બદલે ચરિત્રથી કંઈક વિશેષ રહીને તેના ભાવકને પણ જીવન જીવવાની અવનવી ચાવીઓ પૂરી પાડે છે. એવું જ રસપ્રદ ચરિત્ર તેમની માતા રેવાબાનું છે. પિતા ઉપરના ચરિત્રની જેમ આ પણ લેખકના શબ્દોમાં કહીએ તો “ભાવથી લખાયેલું ચરિત્ર છે. સંયુક્ત કુટુંબમાં એક સમયે વિશાળ પરિવાર વચ્ચે જીવતી ઘરની મુખ્ય નારીનું વ્યક્તિત્વ કેવાં પરિણામો અને પરિમાણો પરિવાર માટે ઊભાં કરતી – તકલીફો વેઠીને પણ – તેનો ચિતાર ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર'માં ગુણસુંદરીના પાત્ર દ્વારા બરાબર આપ્યો છે. ગુજરાતમાં ત્યારે અને આજે પણ એવી ગુણસુંદરીઓ હતી અને છે. રેવાબાનું ચરિત્ર પણ કંઈક એ પ્રકારનું પતિપરાયણ, પરિવારપરાયણ, સંતાનપરાયણ, ધર્મ અને સંસ્કારપરાયણ રહ્યું છે. અભણ હોવા છતાં કોઠાસૂઝ એવી કે ગમે તેવા ઝંઝાવાતમાં પણ કુટુંબનું નાવ તેઓ અડોલ રાખી શકતાં. સુખ અને દુઃખ ઉભયમાં એવી માતાએ કેવું સમત્વ દાખવ્યું છે તે લેખકે
३६
Page #41
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રસંગો ટાંકીને અસરકારક રીતે દર્શાવ્યું છે. નાના બાળકની શૌચક્રિયા, કૂવે બાનું પાણી ભરવા જવું, લેખકને વીંછી કરડવો, ઘેર એકદા બાવાનું આવવું, મરણપ્રસંગે રેવાબા – સ્વજનના કે અન્યના મૃત્યુમાં પણ – લોહીની ટશરો ફૂટે ત્યાં સુધી છાતી કૂટતાં, ગામમાં ઈરાની સ્ત્રીઓ આવે ત્યારે સંતાનોને મા કેવી રીતે સાચવે, રોજ સવારે મા દેરાસર જતાં, મુંબઈ બાનું રહેવા જવાનું બન્યું, પોતાનું કે અન્યનું કશું કામ કરવામાં લગીરે નાનમ ન અનુભવવી, આર્થિક મુશ્કેલીવેળા પતિની ના છતાં બાએ પિયરની બે સોનાની બંગડીઓ વેચી દેવા પતિને દૃઢતાથી સમજાવ્યા, હઠે ભરાયેલા બાળકના મનને જીતવાની બાની વાત્સલ્યભરી રીત, અંતિમ દિવસોમાં મોતિયાનું ઓપરેશન ન જ કરાવ્યું – વગેરે અનેક અનેક ઘટનાઓ બાની તૃપ્તિભરી, સમજદાર અને સચ્ચાઈભરી અજબ જીવનશૈલીને ચરિતાર્થ કરી રહે છે. આવી બાની કૂખે જન્મવાથી ચરિત્રકાર ધન્યતા અનુભવે એ સ્વાભાવિક છે.
દોશીકાકા ઉપરનું ચરિત્ર પણ આજના સમાજમાં રણ વચ્ચેની મીઠી વીરડી જેવું છે. દોશીકાકા ચરિત્રકારના સગા નથી પણ સંબંધી છે. પણ એવા સંબંધી કે સગાથી પણ ચડિયાતા પુરવાર થાય. ચરિત્રકારે શીર્ષકમાં જ “અમારા' અને પૂજ્ય એવાં બે વિશેષણો વાપરીને દોશીકાકા સાથેના આત્મીય અને પૂજ્ય સંબંધને સરસ રીતે ધ્વનિત કરી આપ્યો છે. સમગ્ર ચરિત્રમાં દોશીકાકા વ્યક્તિ કરતાં એક સંસ્થા જેવા, ઘેઘૂર વડલા જેવા વધુ લાગે છે. એવા સમર્પિત વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય તેના ઉત્તમ દષ્ટાંતરૂપ દોશીકાકા છે. ચરિત્રકારે યોગ્ય રીતે જ ગાંધીજી, વિનોબાજી, રવિશંકર, બબલભાઈ, સચ્ચિદાનંદ વગેરેમાંથી દોશીકાકાને પ્રેરણા મળતી રહે છે તે સ્પષ્ટ કર્યું છે. દોશીકાકાની સારા ગ્રંથોની પત્ની ભાનુબહેન સાથે સહવાચનની ટેવ, વિવિધ સમિતિઓમાં તેમની કામગીરી, ચિખોદરાની હોસ્પિટલ દ્વારા તેમણે ઉપાડેલું નેત્રયજ્ઞનું કાર્ય, આઠસોથી વધુ નેત્રયજ્ઞોનું તેમણે કરેલું કાર્ય, દર્દીને દેવ જેવો ગણવાની અને ફી લીધા વિના સેવા કરવાની તેમની નેમ, જમવામાં તેમના કેટલાક વ્રત-નિયમ, ગરીબો કેરી ખાવી શરૂ કરે પછી જ કેરી ખાવી તેવા દૃઢાગ્રહ, એ.સી. વિનાની ઓફિસમાં જ કામ કરવાનું વલણ, દુર્ગમ અને જ્યાં લૂંટાઈ જવાનો ભય હોય ત્યાં પણ દોશીકાકાનું નેત્રયજ્ઞ માટે ધસી જવું, પોલીશ વિનાના ચંપલ પહેરવાનો સહજ સ્વીકાર, પોતે અગવડ ભોગવી બીજાને સગવડ કરી આપવાની તત્પરતા વગેરે અનેક ગુણો દોશીકાકાના પરગજુ વ્યક્તિત્વને અહીં હૂબહૂ કરી આપે છે. કોઈના પ્રત્યે શત્રુતા નહિ, વેર કે કડવાશ નહિ, માત્ર પ્રેમ જ દોશીકાકાની પ્રકૃતિ હતી. ગાંધીયુગના છેલ્લા અવશેષરૂપ દોશીકાકાની ચરિત્રકારે સાચા અર્થમાં જ વૈષ્ણવજન કે શ્રાવક તરીકેની ઓળખ આપી છે. દોશીકાકા અને ભાનુબેહનને મળતાં ચરિત્રકારે માતાપિતા પાસે હોઈએ એવું અપાર વાત્સલ્ય
३७
Page #42
--------------------------------------------------------------------------
________________
અનુભવ્યું છે. જાણે કે જન્માન્તરનો સંબંધ ન હોય !—એવું જે લાગ્યું છે તે આ ચરિત્ર વાંચતાં તેમની તેવી સંવેદનાનો તાળો મળી રહે છે. પરમાનંદ કાપડિયા, જોહરીમલ પરીખ અને કેડેટ આન્દ્રાદે – આ ત્રણે ચરિત્રો પણ ધ્યાનપાત્ર બન્યાં છે. તેમનાં વિવિધ પાસાંને તેમણે સરસ રીતે ઉજાગર કરી બતાવ્યાં છે. સરળ અને સમુચિત શૈલી તેના વિશેષ અંગ છે.
આ ઓગણત્રીસ ચરિત્રો રમણલાલની ચરિત્રકાર તરીકેની મહત્ત્વની લાક્ષણિકતાઓ પ્રકટ કરી આપે તેવી સમૃદ્ધિ દાખવે છે. રમણભાઈનાં જૈન સ્થવિરો કે સાધુ-સાધ્વીઓ ઉપરનાં, સાહિત્યકારો કે આપ્તજનો ઉપરનાં અથવા લશ્કરી માહોલને પ્રકટ કરતી વ્યક્તિઓનાં કે સ્વજનો ઉપરનાં એમ કોઈ પણ ચરિત્રો લો, એક વાત સમાનપણે જોવાય છે કે તેઓ કશું ઉભડક લખતા નથી. ચારેત્ર કેવા કેવા પ્રસંગોથી ઊપસી રહે કે પ્રભાવક બની રહે તે તેઓ બરાબર જાણે છે. હકીકતોમાંથી અમુકનું ચયન કરી, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેને તેઓ રજૂ કરે છે. એમાં કશો વિવેક ચુકાય નહિ, અતિશયોક્તિ કે અલ્પોક્તિ થઈ ન રહે અને છતાં પૂરા આદરથી, એક અંતર સાથે, ચરિત્રની રેખાઓ સ્પૃહણીય ચરિત્ર રચી આપે તેનું તેમણે લગભગ ધ્યાન રાખ્યું છે. ડબલ્યુ.એચ. ડન જે બાહ્ય આવિષ્કરણ અને આંતરિક વૃત્તિવ્યાપારોની અપેક્ષા રાખે છે, તેવો અનુભવ આ ચરિત્રો કરાવી રહે છે. તો જે તે વ્યક્તિના જીવનના પછી તે બ્રિગેડિયરની વાત હોય કે માતા-પિતા કે સર્જક સંદર્ભે કશું કહેતા હોય પણ ડ્રાયડન જે ચોક્કસ વ્યક્તિના જીવનનો ઇતિહાસ પ્રકટવો જોઈએ એમ કહે છે – તેવો ઇતિહાસ' અથવા તો એવા ‘ઇતિહાસની કડીઓ અહીં મળી રહે છે. કશું અધ્ધર, ઉતાવળિયું, ધારણાના ટેકાવાળું તેઓ લખતા નથી. વ્યક્તિનું જીવન જુદા જુદા પ્રસંગ, પરિસ્થિતિએ કેવી રીતે ઉત્ક્રાન્ત થતું રહ્યું છે તે ઉપર ચરિત્રકારની નજર અહીં રહી છે. આ ચરિત્રોમાં ઇતિહાસ', ‘વ્યક્તિ” અને “સાહિત્ય” એમ ત્રણે ઉપર ચરિત્રકારનું ધ્યાન રહ્યું જણાય છે. પરિણામે કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર અહીં શુષ્ક બનતું નથી, કંટાળો આપે કે વાંચવું ન ગમે તેવું બન્યું નથી.
“ચરિત્ર' આખરે કોઈક વ્યક્તિની “કથા' છે. એ કથાને કેમ રજૂ કરી શકાય તે કીમિયો રમણલાલ બરાબર જાણે છે અને એમાં એમને સાથ મળી રહે છે તેમના સ્વચ્છ-સ્વસ્થ, સરળ-સહજ, વસ્તુને તંતોતંત પ્રકટ કરતા ગદ્યનો. અહીં માતાપિતાના, ઉમાશંકર કે બ્રિગેડિયર દારૂવાલાના અથવા મોરારજી દેસાઈ કે શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ ઉપરના કોઈ પણ ચરિત્રને લો, જરૂર પડતાં ચરિત્રકાર વાર્તાલાપનો આશરો લે છે. એ શૈલીને પ્રસંગોપાત્ત જમાદાર બિલે કે બચુભાઈ રાવત ઉપરના ચરિત્રોમાં બન્યું છે તેમ ચિત્રાત્મક બનાવી શકે છે. માતા-પિતાનાં ચરિત્રોમાં
३८
Page #43
--------------------------------------------------------------------------
________________
શૈશવના પ્રસંગોને તેમણે એ રીતે તાદશ કરી આપ્યા છે. તેમનું ગદ્ય સરળ-સહજ પણ કલ્પનાવિરોધી નથી. બેરર ધોન્ડીના દેખાવનું સચોટ ચિત્ર આંખ આગળથી ખસે તેવું નથી. આ ચરિત્રોનું ગદ્ય ઉષ્માપૂર્ણ પણ રહ્યું છે. લેખકે લખવા ખાતર નથી લખ્યું, પણ “ભાવ થી કે “ભાવના થવાથી” લખ્યું હોવાથી જૈન સાધુ-સાધ્વીઓ ઉપર લખતા હોય કે ચંદ્રવદન-હંસાબહેન વિશે કે બારશી વિશે લખતા હોય પેલી ઉખાનો અનુભવ થઈ રહે છે. તેમનો તેવી વ્યક્તિ તરફનો આદર, વંદન કે ભાવ તરત અનુભવી રહેવાય. આવાં ચરિત્રો લખનારની સામે “ચરિત્ર'નો નાયક જીવનના ગમે તે અંતિમે જીવ્યો હોય પણ છેવટે ત્યાં ક્યાંક માનવતા સાથે તેનું અનુસંધાન અથવા તો વિધિના તરકટ સંદર્ભે કશુંક એવું જોડાણ પ્રતીત થવું જોઈએ કે નૈતિકતા વિરુદ્ધનો પ્રસંગ પણ નૈતિકતા વિરુદ્ધનો ન બની રહે. એવી વ્યક્તિ માટે તિરસ્કાર ન હોઈ શકે, તેનાં એવાં કોઈ કાર્ય માટે ઘણા ન હોવી જોઈએ. આ સ્વરૂપે એમ Morality સાથે કામ પાર પાડવાનું છે. રમણલાલનાં વૃત્તિ-વલણ અને ગદ્ય બંનેની તદાકારતા આવા પ્રસંગે ખીલી ઊઠે છે. બારશીનું ચરિત્ર તેનું સારું દૃષ્યત છે. રમણલાલના ગદ્યને આમ તેમનાં ચરિત્રોથી અલગ ન કરી શકાય એવા અંગગીભાવે ખીલતું-પાંગરતું, ચરિત્ર અને એનો અર્થ ઊભું કરવું જોઈ શકીએ છીએ.
એક બીજી, નોંધવી પડે તેવી બાબત પણ આ ચરિત્રો અને તેના ગદ્યમાંથી સતત પ્રતીત થયા કરે છે. અલબત્ત, અગાઉ તેનો સંકેત કર્યો છે જ. આ સઘળાં ચરિત્રો, જે તે ચરિત્રનાયક કે નાયિકાને તો અમુક રૂપે ઉપસાવી આપે છે જ પણ આ વૈવિધ્યપૂર્ણ ચરિત્રો અને ગદ્યવિધાનમાંથી એના લખનારની બહુમુખી શક્તિઓ, તેમના ખુદનું અંદર-બહારનું વ્યક્તિત્વ પણ જુદે જુદે રૂપે અણસાર આપતાં રહે છે. ચરિત્ર માટેનો સમભાવ અને સાથે અનાસક્તિ તો છે જ, પણ કોઈને ક્યાંય અન્યાય ન થાય, કશે ચરિત્રનાયક વિશે ખોટી છાપ ઊભી ન થાય તેનું પણ તેમણે સતત ધ્યાન રાખ્યું છે. સાથે ભાષા ક્યાંય કોઈને દૂભવે કે કોઈ તેથી દુખાય નહિ એ રીતે યોજાઈ છે. રમણલાલની એવી સુજનતા, એવું આભિજાત્ય પણ આ ચરિત્રોની પડછે પમાય છે. કહો કે સુજન ચરિત્રકારની સુજનતા ભરેલી ગદ્યશૈલીની પ્રસાદીરૂપ આ ચરિત્રસૃષ્ટિ છે. ગુજરાતી ભાષાના ચરિત્રઇતિહાસમાં રમણલાલનું નામ થોડાક મોખરાના ચરિત્રકારો સાથે મૂકવું પડે તેવી સંપન્નતા આ ચરિત્રોની એમ રહી છે.
આ સત્કાર્યમાં મને નિમિત્ત બનાવનાર સૌ પ્રત્યે હું સાદર કૃતજ્ઞતા પ્રકટ કરું છું. લુણાવાડા
- પ્રવીણ દરજી ૧૭-૪-૦૬
३९
Page #44
--------------------------------------------------------------------------
________________
• • • • • • • • • • • • • • • • • • • • • • •
• • • • • • • • •. . . . . .
૪ ૫
. . . . ૯૦
• • • • • . . . . ૧
o
૦
• • • • • • • • • • , , , , ૧૧૧
• • • • •. . . . . . . ૧૧૮
અનુક્રમ ૧. શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૨. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ... ૩. શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ . ૪. પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ .. ૫. પૂ.શ્રી પુણ્યવિજયજી મહારાજ ૬. પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ ૭. શ્રી અજરામરસ્વામી .. ૮. પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ..
૯. જોહરીમલજી પારેખ ૧૦. પંડિત સુખલાલજી . . . ૧૧. મહાન માનવી (અબ્રાહ્મ લિંકન) ૧૨. મોરારજી દેસાઈ ૧૩. પરમાનંદ કાપડિયા ૧૪. ચીમનલાલ ચકુભાઈ શાહ
શાહ . . . . . . • • • • • • • ૧૫. ઉમાશંકર જોશી ૧૬. ચંદ્રવદન મહેતા ૧૭. જ્યોતીન્દ્ર દવે ......... ૧૮. બચુભાઈ રાવત ...... ૧૯. હંસાબહેન મહેતા ....... ૨૦. અમારા પૂજ્ય દોશીકાકા ૨૧. મારા પિતાશ્રી ૨૨. મારાં માતુશ્રી સ્વ. રેવાબા .... ૨૩. પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૨૪. વિજય મરચન્ટ ૨૫. બ્રિગેડિયર દારૂવાલા : ૨૬. જમાદાર બિલે .... ૨૭. બેરર ધોડી ૨૮. કેડેટ આદ્રાદે . ૨૯, કોર્પોરલ બારી
• ડૉ. રમણલાલ ચી. શાહ : જીવનઝરમર ... • ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો .......
. . . ૧૨૭
.૧૩૯ . . ૧૫૧
..૧૫૬ . . . ૧૬ ૩
. . . . . . ૧૭૧
. . . . ૧૮૮
* . . . ૨૦૨
. . . ૨૧૯
. ૨૨૬
• • • •
, , , , , , , , , ૨૩O
• • • . . . . . . . ૨૪૧
• • •. . . . . . . ૨૪૮
• • • , , , , . . . . ૨૫૬
M
છે
. . . . . . ૨૮૩
४०
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ
ગઈ સદીમાં અંગ્રેજોનું શાસન ભારતમાં ચાલતું હતું ત્યારે ખ્રિસ્તી મિશનરી પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ગરીબ ગામડાંઓમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જોરશોરથી કરતા હતા. અંગ્રેજોની સત્તા હતી એટલે મિશનરીઓ સામે બહુ વિરોધ થઈ શકતો નહોતો. એક વખત ધર્મપ્રચારનું કામ રોકટોક વિના વેગથી ચાલે એટલે એમાં ધર્માન્તર કરાવવા માટે વિવિધ તરકીબો પણ અજમાવાય. ગામડાંઓના અભણ અને અબુધ લોકોને પોતાના ધર્મના ચમત્કારની વાતોથી આશ્ચર્યમુગ્ધ કરી દેવાના પ્રયાસો પણ થતા. એક પાદરી પોતાની પાસે બે નાની સરસ રંગેલી મૂર્તિઓ રાખતા. એક ભગવાન વિષ્ણુની અને એક ક્રોસ સહિત ઈશ ખ્રિસ્તની. ગામડાંના લોકોને ભેગા કરી તેઓ ઉપદેશ આપતા કે સાચા ભગવાન એ જ કે જે પોતે તરે અને બીજાને તારે. એવો ઉપદેશ આપ્યા પછી લોકો પાસે એક મોટું વાસણ મગાવી તેમાં પાણી ભરાવતા. પછી પોતાની થેલીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ કાઢી બધાંનાં દેખતાં તેઓ પાણીમાં તે મૂકતા. એ મૂર્તિ પાણીમાં ડૂબી જતી. ત્યાર પછી પોતાની થેલીમાંથી ઈશુ ખ્રિસ્તની સરસ રંગીન મૂર્તિ કાઢતા અને તે પાણીમાં મૂકતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તે મૂર્તિ પાણીમાં તરવા લાગતી. આવો ચમત્કારભર્યો પ્રયોગ કરીને ગામડાંનાં ગરીબ, અબુધ લોકોના મનમાં તેઓ ઠસાવતા કે જે પોતે તરી શકે તે જ બીજાને તારી શકે. માટે સાચા ભગવાન ઈશ ખ્રિસ્ત જ છે, કારણ કે તે પોતે તરે છે અને બીજાને તારે છે. માટે તેમનો ધર્મ સ્વીકારવો જોઈએ.
ધર્માન્તરની તેમની આ પ્રવૃત્તિની વાત સાંભળી કુતૂહલથી પ્રેરાઈને એક વખત એક યુવાન પણ ત્યાં આવ્યો હતો. લોકોની વચ્ચે બેસીને પ્રચારક પાદરીનો પ્રયોગ
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૧
Page #46
--------------------------------------------------------------------------
________________
તેણે નિહાળ્યો. પોતે બુદ્ધિશાળી હતો એટલે પ્રયોગનું રહસ્ય તરત સમજી ગયો. તેણે પ્રયોગ પૂરો થયા પછી પાદરીને કહ્યું કે “સાચા-ખોટા ભગવાનની જળપરીક્ષા પૂરી થઈ. હવે મારે તમને આ ભગવાનની અગ્નિપરીક્ષા કરી બતાવવી છે. માટે બંને ભગવાન મને આપો.” પાદરી તરત વાત પામી ગયા, કારણ કે ભગવાન વિષ્ણુની મૂર્તિ પથ્થરની હતી અને ઈશુ ખ્રિસ્તની મૂર્તિ લાકડાની હતી. પરંતુ બંને રંગેલી હતી એટલે ભોળા લોકોને તેના ફરકની ખબર પડતી નહિ. જો અગ્નિપરીક્ષા કરવામાં આવે તો ઈશુ ખ્રિસ્તની મૂર્તિ બળીને ખાખ થઈ જાય. એટલે પાદરીએ આડાંઅવળાં ગલ્લાતલ્લાં કર્યા અને તરત ત્યાંથી તેણે વિદાય લીધી. પેલા યુવાને લોકોને આવા ભરમાવનારા ધર્મપ્રચારથી ન દોરવાઈ જવા માટે શિખામણ આપી.
પાદરીની સામે પડકાર ફેંકનાર એ યુવાનનું નામ હતું બહેચરદાસ પટેલ, જેઓ પાછળથી જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરીકે સુવિખ્યાત બન્યા.
બહેચરદાસ જાતે પાટીદાર હતા. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં વિ. સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૪માં) મહા વદ ચૌદસના રોજ મહાશિવરાત્રિના પર્વના દિવસે રાતના બાર વાગે એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શિવદાસ હતું અને માતાનું નામ હતું અંબાબાઈ. શિવદાસના એ પાંચમાં સંતાન હતા.
શિવદાસ ખેડૂત હતા. પતિ-પત્ની આખો દિવસ ખેતરમાં કામ કરતાં. ખેડૂતો સામાન્ય રીતે કરે છે તેમ ઝાડની નીચી ડાળી ઉપર ઝોળીની જેમ લૂગડું બાંધીને તેમાં નાના બાળકને સુવાડે. એવી રીતે નાના બાળક બહેચરદાસને રોજ સુવાડતા હતા. એક દિવસ ખેતરમાં એવી રીતે બાળકને સુવાડ્યું હતું ત્યારે તે ડાળને બાંધેલી ઝોળી ઉપર એક કાળો મોટો નાગ આવ્યો. એ જોઈને અંબાબાઈ ડઘાઈ ગઈ. નાગ ડંખ મારે તો ઊંઘતા બાળકનું તરત મૃત્યુ થાય. એ દશ્ય જોઈ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથેસાથે પોતાને જેમાં પરમ શ્રદ્ધા હતી એવી બહુચરા માતાની તરત માનતા પણ માની લીધી. થોડી વારમાં નાગ ત્યાંથી ચાલ્યો ગયો. બાળક બચી ગયું. એટલે માતા-પિતાએ બાળકનું નામ બહેચરદાસ રાખ્યું.
- બહેચરદાસ મોટા થતાં એમને ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા. ભણવામાં તે તેજસ્વી હતા. સહાધ્યાયીઓમાં એક ડાહ્યાભાઈ નામનો જૈન વિદ્યાર્થી હતો, એણે બહેચરદાસને સરસ્વતીદેવીનો મંત્રજાપ શીખવ્યો હતો.
પોતે કણબીના છોકરા છે એટલે પોતાને વિદ્યા નહિ ચડે અને પોતે પંડિત નહિ થઈ શકે એવો ડર બહેચરદાસના મનમાં હતો. પરંતુ વિદ્વાન બનવાની તથા
૨ = ચરિત્રદર્શન
Page #47
--------------------------------------------------------------------------
________________
સારા વક્તા બનવાની એમને ઘણી હોંશ હતી. મિત્ર ડાહ્યાભાઈએ એમને સરસ્વતીદેવીનો મંત્રજાપ એક જૂની હસ્તલિખિત પોથીમાંથી ઉતારી આપ્યો અને ગામના દેરાસરમાં જઈ, એકાંત સમયે પદ્માવતી દેવીની પ્રતિમા પાસે બેસી મંત્રજાપ કરવાનું કહ્યું. એમ કરવાથી બહેચરદાસને જાણે સરસ્વતીદેવી પ્રસન્ન થયાં હોય એવો અનુભવ થયો. એમની વફ્તત્વછટા અને લેખનની કલા જાણે વિકસવા લાગી. બહેચરદાસનો વચ્છરાજ નામનો એક સહાધ્યાયી હતો. તે જાતે બારોટ હતો અને કવિતા કેમ વાંચવી તે જાણતો હતો. એણે બહેચરદાસમાં કવિતાનો રસ જગાડ્યો હતો. શાળામાં ભણવું અને ખેતરમાં કામ કરવું એ બે બહેચરદાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે મંત્રજાપ અને જોડકણાં બનાવવાની પ્રવૃત્તિ ચાલતી.
બહેચરદાસ ભરથરી, જોગી, સાધુબાવાઓ, રાવણહથ્થાવાળાઓ વગેરે પાસે બેસી પદો, ભજનો સાંભળતા. એ સાંભળીને એવી કવિતા લખવાનું તેમને પણ મન થઈ જતું. કિશોરાવસ્થામાં જ બહેચરદાસની કવિતા- સરવાણી ફૂટી હતી. એ દિવસોમાં એમણે એક પ્રાર્થના-કાવ્ય લખ્યું હતું જેની આરંભની કડીઓ નીચે પ્રમાણે
હતી :
ઓ ઈશ્વર ! માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને, પ્રભુ! લે મારી સંભાળ. મારી વિદ્યા આપ તું, દુર્ગુણ-દોષો ચળ;
કૃપા કરી મુજને, પ્રભુ! ગણજે તારો બાળ. એક વખત વિજાપુરના વિદ્યાર્થીમંડળમાં મિત્ર વચ્છરાજના આગ્રહથી એમણે મોટા થવા વિશે કાવ્યરચના રજૂ કરી હતી, જેની આરંભની કડી નીચે પ્રમાણે હતી :
જનો મોટય થાતા, જનો પંકાતા, સારાં કરીને કાજ; દુઃખને વેઠી વિદ્યા ભણે છે, હૈડે રાખી હામ.
ખંતીલા, ઉત્સાહી, ટેક, ઉદ્યમી રખે નામ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ ઘણાં પદો, ભજનો, સ્તવનો લખ્યાં, મોટી પૂજાઓ લખી તથા સંસ્કૃતમાં શ્લોકરચનાઓ કરી એ એમની વિકસિત કવિત્વશક્તિનાં બીજ કિશોરાવસ્થાની એમની કાવ્યપ્રવૃત્તિઓમાં જોઈ શકાય છે. એમની પાસે નૈસર્ગિક કાવ્યશક્તિ હતી તેની એ પ્રતીતિ કરાવે છે.
શાળાના મિત્રો સાથે બહેચરદાસ ગામની સીમમાં, ખેતરોમાં ફરવા, રખડવા જતા. બહેચરદાસ શરીરે ખડતલ હતા. ઝાડ ઉપર ચડીને કૂદકો મારતા. એમને તરવાનું આવડતું નહિ. પાણીમાં પડતાં ડર લાગતો. એક દિવસ ગામના તળાવની પાળે ઊભા હતા ત્યાં પાછળથી એક મિત્રે ધક્કો માર્યો. ઊંડા પાણીમાં પડ્યા. હવે હાથપગ હલાવ્યા વગર છૂટકો નહોતો. હાથપગ જોરથી હલાવ્યા અને ઊંડા
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ - ૩
Page #48
--------------------------------------------------------------------------
________________
પાણીમાંથી બહાર આવ્યા. એમ કરતાં કરતાં તરવાનું શીખી ગયા. પછી તરવામાં એક્કા થઈ ગયા અને ગામના બીજા છોકરાઓને પણ શીખવવા લાગ્યા હતા. પોતાની શારીરિક તાકાત, નિર્ભયતા અને મનોબળ વડે બહેચરદાસ ગામના બધા છોકરાઓના નેતા જેવા બની ગયા હતા.
એવામાં વિજાપુરમાં વિસાગર નામના જૈનાચાર્ય પધાર્યા હતા. એક દિવસ સવારમાં ગામને પાદર તેઓ સ્થંડિલ માટે જતા હતા ત્યારે બે ભેંસો લડતી લડતી રવિસાગર તરફ ધસતી હતી. બહેચરદાસે એ દૃશ્ય જોયું. એમને ભય લાગ્યો કે રખેને આ ભેંસો જૈન મહારાજને અડફેટમાં લઈ પાડશે તો મહારાજ મોતના પંજામાં પડશે. એટલે એમણે પોતાના હાથમાં રહેલી ડાંગ એક ભેંસને જોરથી ફટકારી. એથી બંને ભેંસો છૂટી પડીને ચાલી ગઈ. રવિસાગરજી બચી ગયા. પરંતુ એ દૃશ્ય જોનાર રવિસાગરજી મહારાજે બહેચરદાસને પાસે બોલાવી પ્રેમથી કહ્યું, ભાઈ ! મૂંગા ઢોરને આમ મરાય નહિ. એને કેટલું દુઃખ થાય !’
રવિસાગરજી મહારાજે જે વાત્સલ્યભાવથી થોડા શબ્દોમાં આ શિખામણ આપી તે બહેચરદાસના હ્રદયમાં એવી સોંસરી ઊતરી ગઈ કે જાણે કે આ ઘટનાએ એના સમગ્ર જીવનમાં પરિવર્તન કરી નાખ્યું. આ કોઈ મોટા મહાત્મા છે, એમના પિરચયમાં આવવા જેવું છે એવી અંતરમાં તરત પ્રતીતિ થઈ ગઈ. ઉપાશ્રય ઈ રવિસાગરજી મહારાજનો વધુ પરિચય કર્યો અને પૂર્વના કોઈ ઋણાનુબંધથી રવિસાગરજી મહારાજને પણ બહેચરદાસના જીવનમાં રસ પડ્યો. વિદ્યાર્થી તરીકે તે તેજસ્વી હતા અને ગામઠી નિશાળમાં ભણવાનું ચાલતું હતું. પરંતુ તેઓ વધુ હોશિયાર થાય એ માટે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, ઉર્દૂ વગેરે ભાષાઓ શીખવા માટે વિસાગરજીએ જૈન ગૃહસ્થોને ભલામણ કરીને પ્રબંધ કરાવી આપ્યો. વિજાપુરમાં તે સમયના નથુરામ મંચ્છાચંદ દોશી નામના ગૃહસ્થે તેમાં ઘણી આર્થિક મદદ કરી અને બધી સગવડ કરાવી આપવામાં અંગત રસ લીધો.
બહેચરદાસે વિજાપુરમાં જૈન વિદ્યાર્થીઓ માટે સાંજે ચાલતી પાઠશાળામાં જૈન સૂત્રો ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળાના બ્રાહ્મણ શિક્ષકનું નામ હતું રવિશંકર જાની. એમણે બહેચરદાસને સમજાવ્યું કે જૈન પાઠશાળામાં અભ્યાસ કરવાનું તો જ વધુ યોગ્ય ગણાય જો રાત્રિભોજનનો ત્યાગ થાય અને ડુંગળી, લસણ વગેરે ખાવાનું છોડી દેવામાં આવે. બહેચરદાસને પાઠશાળામાં અભ્યાસ કરવાની લગની લાગી હતી. એટલે એમણે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. આમ, બાલ્યાવસ્થાથી જ બહેચરદાસમાં જૈનત્વના સંસ્કાર પડવા લાગ્યા હતા.
વિદ્યાભ્યાસ કર્યા પછી ખેતીના વ્યવસાયમાં ન રહેતાં તેજસ્વી બહેચરદાસ
૪ * ચરિત્રદર્શન
Page #49
--------------------------------------------------------------------------
________________
પાસે આવેલા ગામ આજોલની પાઠશાળામાં શિક્ષક બન્યા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓને સૂત્રો શીખવ્યાં. પોતે શ્રીપાલ રાજાનો રાસ, ચંદ રાજાનો રાસ વગેરે રાસાઓ વાંચતા. એની અસર એમના જીવન ઉપર પણ પડતી. અહીં તેઓ ગોરજી ગણપતસાગરજી, ‘સન્મિત્ર'ના નામથી સુપ્રસિદ્ધ શ્રી કર્ખરવિજયજી, આજોલના બ્રહ્મચર્યવ્રતધારી શ્રાવક વૈદ્ય પ્રેમચંદ વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યા. આજોલમાં તેઓ “માસ્તરના નામથી વધુ પ્રસિદ્ધ બન્યા. એમના પવિત્ર વ્યક્તિત્વના પ્રભાવથી આજોલનાં કેટલાંયે પટેલ કુટુંબોએ જૈન ધર્મ સ્વીકારી લીધો હતો. અહીં જ એમને વળગેલો ચોથિયો તાવ ઘણા ઉપચાર છતાં નહોતો મટ્યો તે યતિ ગણપતસાગરજીએ આપેલા મંત્રના જાપથી મટી ગયો હતો અને તેથી મંત્રશક્તિમાં એમની શ્રદ્ધા દઢ થઈ હતી. આજોલમાં જ તેઓ ઠાકરડા-બહારવટિયાઓનો સામનો કરવા હાથમાં ડાંગ લઈ રજપૂતોની સામે નીકળી પડ્યા હતા. એમની યુવાનીનું ક્ષાત્રતેજ ત્યારે ઝળકી ઊઠ્યું હતું.
- રવિસાગરજી મહારાજ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ગાઢ થતો ગયો. એ સંપર્કથી જૈનધર્મના વધુ ઊંડા સંસ્કાર તેમનામાં આવતા ગયા. રાત્રિભોજન અને અભક્ષ્યનો તેમણે ત્યાગ કર્યો હતો. હવે એમણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ચાલુ કરી.
પાઠશાળાની ઈનામી સ્પર્ધાઓમાં તેમને ઇનામો મળવા લાગ્યાં. કેટલાંયે સ્તવનો તેમણે કંઠસ્થ કર્યા. તેઓ જુદા જુદા સાધુમહારાજોના સંપર્કમાં આવ્યા. એમાં એક વયોવૃદ્ધ સાધુ મહારાજ શ્રી ગુમાનવિજયજી પ્રત્યે તેમને ઘણી શ્રદ્ધા થઈ હતી. વળી, પોતાના અંતિમ દિવસોમાં રવિસાગરજી મહારાજે બહેચરદાસને પોતે જે રોજ ગણતા હતા તે નવકારવાળી પોતાની સ્મૃતિ તરીકે આપી અને આત્મસાધના કરવાની ભલામણ કરી. બહેચરદાસની ત્યારે ૨૩ વર્ષની ઉમર હતી. તેઓ મહારાજની સેવાચાકરી કરતા. અવાજ એમનો બુલંદ હતો. તેઓ મહારાજશ્રીને ઉચ્ચ સ્વરે સ્તવન-સઝાય સંભળાવતા.
જૈન સાધુઓનું જીવન જોઈ એમને સંયમનો રસ લાગ્યો હતો. દીક્ષા લઈ સાધુ થવું કે ન થવું તેનું મંથન તેમના દિલમાં ચાલુ થયું હતું. પરંતુ એટલું તો નક્કી કરી લીધું હતું કે પરણીને ગૃહસ્થાશ્રમ માંડવો નથી.
આજોલમાં બહેચરદાસનો વિદ્યાભ્યાસ વધતો જતો હતો. ત્યાં કાશીથી એક વૃદ્ધ યતિ આવ્યા હતા. એ યતિએ બહેચરદાસને “વર્ધમાન વિદ્યા', “ઋષિમંડલ' તથા સૂરિમંત્ર'ની ગુરુગમ આમ્નાયો બતાવી હતી. પતિ કાશી પાછા ફરતા હતા ત્યારે કાશી જઈ વધુ અભ્યાસ કરવા બહેચરદાસને મન થયું, પણ પછી એ અજાણ્યા દેશમાં જવાનું માંડી વાળીને મહેસાણામાં જ ગુરુ મહારાજ શ્રી રવિસાગરજીની
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૫
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાથી સ્થપાયેલી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા માટે તેઓ આજોલ છોડી મહેસાણા જઈને રહ્યા. વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજે ત્યાં સ્થિરવાસ કર્યો હતો. બહેચરદાસ ત્યાં એમના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. ઘણુંખરું એમની પાસે જ રહેતા અને એમની વૈયાવચ્ચ કરતા. પંચોતેર વર્ષની વયના શ્રી રવિસાગરજી મહારાજે કેટલાક દિવસ પહેલાં પોતાના કાળધર્મના દિવસની આગાહી કરી દીધી હતી અને એ દિવસે પદ્માસન વાળીને, કાઉસગ્ગ ધ્યાનમાં સમાધિપૂર્વક, અનેક લોકોની હાજરી વચ્ચે પોતાનો દેહ છોડ્યો હતો. બહેચરદાસ અંતિમ ક્ષણ સુધી એમની પાસે જ રહ્યા હતા.
શ્રી રવિસાગરજી મહારાજે પોતાના અંતિમ દિવસોમાં એવી એક આગાહી કરતાં બહેચરદાસને કહ્યું હતું કે આગળ જતાં તું દીક્ષા લેશે અને અમારા સમુદાયમાં તું મોટું નામ કાઢશે. બહેચરદાસને એમણે નીચે પ્રમાણે કેટલીક મહત્ત્વની શિખામણો પણ આપી હતી. (૧) ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ
પ્રમાદથી પતિત થયા છે. માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં
રાખવાનું છે. (૨) ભણ્યા-ગણ્યાનો અહંકાર ન કરવો. (૩) દરેકની સાથે કારણ પડઘે જરૂર પૂરતું જ બોલવું. (૪) ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ
એકબીજાએ કરેલી વાતો મનમાં રાખવી. સાધુઓની પાસે ખાનગીમાં બહુ
બેસવું નહિ. (૫) કોઈ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ ખોટો અભિપ્રાય બાંધી
દેવો નહિ. (૬) પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું.
કોઈના ઘરે જમવા જવું ત્યાં સ્ત્રીવર્ગ સામે જોવું નહિ. જમ્યા બાદ તરત
ઉપાશ્રયમાં ચાલ્યા આવવું. (૮) દરરોજ નવ વાગે મને ‘નવસ્મરણ” સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે
બોલતાં આવડે છે.
શ્રી રવિસાગરજી મહારાજના કાળધર્મથી બહેચરદાસે જાણે શિરછત્ર ગુમાવ્યા જેટલું દુઃખ અનુભવ્યું. તેઓ તેમની પાસે હૃદય ખોલીને વાત કરી શકતા અને તેમની પાસેથી નિઃસ્વાર્થ, સાચું માર્ગદર્શન વાત્સલ્યપૂર્વક મળી શકતું.
શ્રી રવિસાગરજીના કાળધર્મ પછી બહેચરદાસે અને એમના એક મિત્ર
૬ ચરિત્રદર્શન
Page #51
--------------------------------------------------------------------------
________________
મોહનલાલે ડાભલા નામના ગામે “સન્મિત્ર' પૂ. કર્ખરવિજયજી પાસે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી.
વિ. સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. છપ્પનિયા દુકાળ તરીકે તે જાણીતો થયો. એ અરસામાં બહેચરદાસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે શેઠ નાથુભાઈનો પત્ર મળ્યો. તેમાં જણાવ્યું હતું કે, બહેચરદાસનાં માતા અને પિતા બંને પાંચેક દિવસના અંતરે અવસાન પામ્યાં છે. બહેચરદાસ તરત વિજાપુર આવ્યા. માતાપિતાની ઉત્તરક્રિયા કરી. એ નિમિત્તે માનેલી શત્રુંજયની તીર્થયાત્રા પણ તેઓ કરી આવ્યા. વૈરાગ્ય તરફ એમનું મન વધતું જતું હતું. વિ. સં. ૧૯૫૭માં એમણે રવિસાગરજીના શિષ્ય સુખસાગરજી મહારાજ પાસે જઈ પાલનપુરમાં ૨૭ વર્ષની યુવાન વયે દીક્ષા અંગીકાર કરી. બહેચરદાસ પટેલ હવે મુનિ બુદ્ધિસાગર બન્યા. મુનિ તરીકે આજીવન ખાદી પહેરવાનો તેમણે નિયમ લીધો. મુનિજીવનનું તેઓ ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. પોતાની ઊંચી પડછંદ કાયાને અનુરૂપ જાડો વજનદાર દડો તેઓ હાથમાં રાખતા. તેઓ પોતાની બ્રહ્મચર્યની સાધના નવ વાડ સાથે નિષ્ઠાપૂર્વક કરતા. સ્ત્રી સામે દૃષ્ટિ કરતા નહિ. વ્યાખ્યાન સિવાય સ્ત્રીઓ પોતાને સંપર્કમાં આવે નહિ તે માટે સંઘોને કડક સૂચના આપતા.
બુદ્ધિસાગર મહારાજ અત્યંત તેજસ્વી, શ્રદ્ધાવાન અને વિદ્યાવ્યાસંગી હતા. એમણે ઝડપથી શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. જૈન અને અન્ય ધર્મના અનેક ગ્રંથો તેઓ વાંચવા લાગ્યા. બૃહદ્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કર્મગ્રંથ, તર્કસંગ્રહ, સુયગડાંગ સૂત્ર, પ્રકરણ રત્નાકર, જૈન કથારત્ન કોશ, યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજીની ચોવીસીઓ, શ્રી આત્મારામજી મહારાજના ગ્રંથો વગેરે ઉપરાંત અન્ય દર્શનોના ગ્રંથોમાં શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત, તુલસીકૃત રામાયણ, શિક્ષાપત્રી વગેરે અનેક ગ્રંથો વાંચી લીધા હતા. રોજનાં પાંચસો જેટલાં પાનાં તેઓ વાંચી લેતા. એમની ગ્રહણશક્તિ ઘણી સારી હતી. આવા અનેક ગ્રંથોના વાચનથી એમની તર્કશક્તિ, તારતમ્યશક્તિ વિશેષ ખીલવા લાગી હતી.
દીક્ષા પછી પ્રથમ ચાતુમસ વિ. સં. ૧૯૫૭માં સુરતમાં થયું. એ સમયે જૈન સાધુમાંથી ખ્રિસ્તી બની ગયેલા જયમલ્લ નામના એક ભાઈ ખ્રિસ્તી ધર્મનો બહુ પ્રચાર કરવા લાગ્યા હતા. ત્યારે તેની એકેએક દલીલનો તર્કયુક્ત શાસ્ત્રીય ઉત્તર આપતો જેનધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો' નામનો ગ્રન્થ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યો. એમના એ પ્રથમ ગ્રંથથી લેખક તરીકેની, વિચારક તરીકેની અને શાસ્ત્રજ્ઞ તરીકે તેમની ઊંચી શક્તિનો પરિચય બધાને થયો. આ રીતે યુવાન સાધુ બુદ્ધિસાગરનો પ્રભાવ અનેક લોકો ઉપર પડવા લાગ્યો.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ
Page #52
--------------------------------------------------------------------------
________________
સુરતના ચાતુર્માસ દરમિયાન બીજી એક ઘટના બની. સુરતમાં શ્રી કમલવિજયના શ્રી મોહનવિજય નામના એક શિષ્ય હતા. એમને અચાનક ગાંડપણ ઊપડેલું અને બહુ તોફાન તેઓ મચાવતા. એમને ફેફરું પણ આવતું. ઘણા ઉપચાર કર્યા છતાં તે મટતું જ નહોતું. ભૂત, પ્રેત કે વળગાડમાં શ્રી કમલવિજય માનતા નહોતા. પરંતુ પોતાના આ શિષ્યથી તેઓ હવે થાક્યા હતા અને શિષ્યને પણ ઘણો બધો ત્રાસ પડતો હતો. લોકો પણ તેમને કંઈક મંત્રસાધના કરવા વિનંતી કરતા હતા. મુનિ બુદ્ધિસાગર મંત્રતંત્રના સારા જાણકાર હતા અને ગૃહસ્થાવસ્થામાં પણ તેઓ સાપ, વીંછી, આધાશીશી વગેરે ઉતારી આપતા હતા. એમને કહેવામાં આવ્યું. ગુરુ મહારાજની આજ્ઞા લઈ મુનિશ્રી બુદ્ધિસાગર શ્રી મોહનવિજય પાસે ગયા. મંત્ર ભણીને વળગાડને પડકાર કર્યો. મોહનવિજયે ઘણું તોફાન મચાવ્યું. પણ પછી ધીમે ધીમે શાંત પડ્યા અને સ્વસ્થ થયા. એ ક્ષણથી એમનો એ રોગ કાયમને માટે ચાલ્યો ગયો. એથી શ્રી બુદ્ધિસાગરની મંત્રશક્તિની ચોમેર પ્રશંસા થવા લાગી.
શ્રી બુદ્ધિસાગરના ચમત્કારક પ્રભાવની સુરતમાં બનેલી બીજી એક ઘટના પણ નોંધાયેલી છે. એક દિવસ સવારમાં તેઓ તાપી નદીના કિનારે સ્પંડિલ જઈ પાછા ફરતા હતા ત્યાં કિનારા ઉપર એક માછીમાર માછલી પકડવા માટે પોતાની જાળ પાણીમાં નાખી રહ્યો હતો. મહારાજશ્રીએ એને તેમ ન કરવા સમજાવ્યો; જૈન સાધુની હાજરીમાં આવું હિંસાનું કામ કરવું યોગ્ય નથી એમ પણ કહ્યું. પરંતુ માછીમાર માન્યો નહિ અને ઉદ્ધતાઈથી જવાબ આપવા લાગ્યો. એટલે મહારાજશ્રીએ એને કહ્યું કે, “ભલે, તારે જે કરવું હોય તે કર, પણ આજે એક પણ માછલી નહિ આવે.” એમ કહીને મહારાજશ્રી ત્યાં બેસી ગયા. મંત્ર ભણીને એક કાંકરી પાણીમાં નાખી અને એ ગ્યા સામે તાકીને બેસી રહ્યા. કલાકથી વધુ સમય થઈ ગયો પણ એક પણ માછલી પકડાઈ નહિ એટલે માછીમાર વિમાસણમાં પડ્યો. મહાત્માનો જ આ ચમત્કાર છે એની ખાતરી થતાં એ એમને પગે પડ્યો. માફી માગી અને પોતાની જાળ સંકેલી ચાલ્યો ગયો.
સુરત પછી મહારાજશ્રીનું ચાતુર્માસ પાદરામાં હતું. ત્યાં એક દિવસ એમણે અડધી રાતે જાગીને પદ્માસન વાળીને ધ્યાન ધર્યા પછી આગાહી કરી હતી કે પાદરા ઉપર કોઈ મોટી આપત્તિ આવી રહી છે. ત્યાર પછી થોડા દિવસમાં જ પાદરામાં પ્લેગનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. અનેક માણસો એ ઉપદ્રવમાં મૃત્યુ પામ્યા. ગામ ખાલી થવા લાગ્યું. સંઘની વિનંતીથી ખુદ શ્રી સુખસાગરજી મહારાજ, શ્રી બુદ્ધિસાગર મહારાજ વગેરે સાધુઓ ચાતુર્માસ દરમિયાન પાદરા છોડી વડોદરા પધાર્યા અને ત્યાં તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું હતું.
૮ ક ચરિત્રદર્શન
Page #53
--------------------------------------------------------------------------
________________
લેખનશક્તિ સાથે સાથે શ્રી બુદ્ધિસાગર મહારાજની વ્યાખ્યાનની શક્તિ પણ ખીલવા લાગી. શિક્ષક તરીકે બોલવાનો મહાવરો તો હતો જ. તેમને સાંભળવા માટે જૈન-અજૈન ઘણા શ્રોતાઓ આવતા. બુદ્ધિસાગર મહારાજે પોતાના ગુરુ મહારાજ સાથે ત્યાર પછી પાદરા, મહેસાણા, માણસા, વિજાપુર, સાણંદ, અમદાવાદ, સુરત, મુંબઈ, પેથાપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો. ઉત્તરોત્તર તેમની શક્તિ ઘણી વિકસતી જતી હતી. વિ. સં. ૧૯૬૯માં એમના ગુરુ સુખસાગરજી મહારાજ અમદાવાદમાં ઝવેરીવાડ, આંબલી પોળના ઉપાશ્રયે કાળધર્મ પામ્યા. હવે સમુદાયમાં પોતે સૌથી મોટા રહ્યા હતા. એટલે પેથાપુરમાં ત્યાંના સંઘે વિ. સં. ૧૯૭૦માં એમને આચાર્યની પદવી આપી. તેઓ શ્રી બુદ્ધિસાગરસૂરિ થયા.
બુદ્ધિસાગર મહારાજ એકાવન વર્ષની નાની ઉંમરે વિજાપુરમાં સં. ૧૯૮૧માં કાળધર્મ પામ્યા હતા. દીક્ષાનાં ચોવીસ જેટલાં વર્ષ એમને મળ્યાં એટલાં વર્ષ દરમિયાન એમણે જે કાર્ય કર્યું તે અજોડ છે. એમના સંપર્કમાં આવેલી કેટલીક વ્યક્તિઓ આજે પણ હયાત છે. એમની પાસેથી બુદ્ધિસાગર મહારાજના પ્રભાવશાળી વ્યક્તિત્વની અનેક યાદગાર વાતો સાંભળવા મળે છે.
ચોવીસ વર્ષના દીક્ષાપર્યાયમાં બુદ્ધિસાગર મહારાજે ૧૧૦ કરતાં વધુ ગ્રંથોની રચના કરી, જેમાંથી ૧૦૮ જેટલા ગ્રંથો એમની હયાતી દરમિયાન છપાઈ ગયા હતા. તેઓ પોતે કવિ હતા, સંશોધક હતા, વિવરણકાર હતા, અધ્યાત્મયોગી હતા. ‘કર્મયોગ', “આનંદઘનજીનાં પદો, પરમાત્મજ્યોતિ', પરમાત્મદર્શન’, ‘તત્ત્વજ્ઞાનદીપિકા', “યોગદીપક', “અધ્યાત્મશાંતિ', “પદ્રવ્ય-વિચાર', “ધ્યાનવિચાર', તીર્થયાત્રાનું વિમાન', “શિષ્યોપનિષદ', “અધ્યાત્મ મહાવીર', “ભજનપદ સંગ્રહ, શ્રીમદ્ દેવચંદ્ર' (ભાગ ૧ અને ૨) વગેરે તેમના અનેક ગ્રંથો સુપ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં એમણે મહાવીરગીતા' નામનો મૌલિક કાવ્યગ્રંથ લખ્યો છે જે કવિ, લેખક, ચિંતક તરીકેની તેમની વિશિષ્ટ કોટિની પ્રતિભાનો પરિચય કરાવે છે, તેમજ સંસ્કૃત ભાષા ઉપરના એમના પ્રભુત્વની પ્રતીતિ કરાવે છે.
બુદ્ધિસાગર મહારાજે દીક્ષા લીધા પછી પણ વિવિધ ધર્મોના અનેક ગ્રંથોનું વાચન કર્યું હતું. એમણે દેવચંદ્રસૂરિકત “આગમસાર' ગ્રંથ સો વખત વાંચ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ગીતા છ વખત વાંચી હતી. એક બેઠકે સળંગ છ કલાક બેસી તેઓ વાંચી જતા. “આચારાંગસૂત્ર'નું અધ્યયન ત્રણ વાર કર્યું હતું. તેમની વાંચવાની એકાગ્રતા અભુત હતી.
તેમનો આખો દિવસ લેખન અને વાચનમાં પસાર થતો. પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન પોતાનો અંતકાળ નજીક આવ્યો જાણીને પોતાના ૨૦થી વધુ ગ્રંથો
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ - ૯
Page #54
--------------------------------------------------------------------------
________________
એકસાથે એમણે છાપવા માટે આપી દીધા હતા. એમના સમયમાં ફાઉન્ટન-પેન તે સમયનો શબ્દ ઇન્ડીપેન)નો વપરાશ ચાલુ થયો હતો, પરંતુ તેમણે પોતે ઈન્ડીપેન ક્યારેય વાપરી ન હતી. ઘણુંખરું પેન્સિલથી લખતા અથવા શાહીના ખડિયામાં બરુનો કિત્તો બોળીને લખતા. જ્યારે લખતા ત્યારે રોજની બારેક જેટલી પેન્સિલો વપરાતી. એમનું લેખનકાર્ય ૨૦ હજાર પાનાંથી વધુ થયેલું છે. તેઓ લખવા માટે મેજ વાપરતા નહિ. પરંતુ પોતાના ઘૂંટણ ઉપર કાગળ રાખી ટ્ટાર બેસી લખતા. તેઓ સાધુજીવનમાં ક્યારેય ભીંતને અઢેલી બેઠા નહોતા. આવી એકાગ્રતાથી ચીવટપૂર્વક તેઓ પોતાનું લેખનકાર્ય કર્યે જતા. તેઓ પોતાની રોજનીશી લખતા અને તેમાં પોતે વિહાર વિશે તથા જે ગ્રંથો વાંચ્યા હોય અથવા જેની જેની સાથે તત્ત્વચર્ચા કરી હોય તેની નોંધ રાખતા.
શ્રી બુદ્ધિસાગર મહારાજે બોરીઆ મહાદેવ (આજોલ અને લોદરા ગામની પાસે)માં રહેતા દક્ષિણી સ્વામી સદાશિવ સરસ્વતી – બોરીઆ સ્વામી પાસે હઠયોગ, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ ઈત્યાદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કલાકો સુધી સમાધિમાં સ્થિર બેસી શકતા. તેમને કેટલીક યોગસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. અલબત્ત, તેઓ તેની જાહેરાત કરતા નહિ. પરંતુ કોઈ અધિકારી જિજ્ઞાસુ હોય તો તેને પોતાનો પ્રયોગ ગુપ્ત રીતે બતાવતા. યોગસમાધિમાં લીન થઈ પોતાના શરીરને તેઓ જમીનથી અધ્ધર રાખી શકતા. એમના એ પ્રયોગની નોંધ નજરે જોનારાઓએ લખેલી છે. વડોદરાના સર મનુભાઈ દીવાન અને ડૉ. સુમન્ત મહેતાની વિનંતીથી તેમણે પોતાના હૃદય અને નાડીના ધબકારા બંધ કરી બતાવ્યા હતા. અનેક લોકોને તેમના આશીર્વાદથી કે સ્પર્શથી પોતાનું દુઃખ દૂર થયાના અનુભવો થયા હતા.
શ્રી બુદ્ધિસાગર મહારાજ પોતાની ધ્યાનસાધના માટે એકાંતસ્થળ વધુ પસંદ કરતા. ક્યારેક તે માટે નદીકિનારે કે જંગલમાં કે પહાડ ઉપર જતા; ભોંયરા જેવી જગ્યામાં બેસતા. વિ. સં. ૧૯૬૭માં ચાતુર્માસ માટે મુંબઈ પધારેલા ત્યારે પાછા ફરતાં રસ્તામાં બોરીવલી પાસેની કેનેરીની ગુફાઓ વિશે માહિતી મળતાં એ ગુફાઓમાં જઈને તેમણે યોગસાધના કરી હતી.
તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં વેદાંતી સંન્યાસીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, આર્યસમાજી વિદ્વાનો, મુસલમાન ઓલિયા અને ફકીરો, ખ્રિસ્તી પાદરીઓ, ભજનિકો, ભરથરીઓ વગેરે સર્વ ધર્મના લોકો તેમનાં દર્શન માટે અને તેમનું વ્યાખ્યાન સાંભળવા એકત્ર થતા. તેમના વિહારનું મુખ્ય ક્ષેત્ર સાબરકાંઠા હતું. વિજાપુર, અમદાવાદ, માણસા, પેથાપુર, મહેસાણા, સાણંદ, પાદરા વગેરે સ્થળોએ તેમના ચાતુર્માસ થયાં હતાં. એ જમાનો બ્રિટિશ સરકારની સાથે સાથે દેશી
૧૦ ક ચરિત્રદર્શન
Page #55
--------------------------------------------------------------------------
________________
રાજાઓનો પણ હતો. ઈડર, માણસા, પેથાપુર, ધરમપુર, લીંબોદરા, અલુવા, સાણંદ, વરસોડા વગેરે રાજ્યના રાજવીઓ, ઠાકોરો તેમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે પધારતા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ખાસ નિમંત્રણ આપીને પોતાના લક્ષ્મીવિલાસ મહેલમાં એમનું વ્યાખ્યાન ગોઠવ્યું હતું, જેથી બીજા લોકો સાથે એમના કુટુંબનો મહિલાવર્ગ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લઈ શકે. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સરળ, રોચક અને પ્રસંગાનુસાર રહેતી કે જેથી કેટલાય રાજવીઓએ શિકાર, માંસ, જુગાર અને મદિરાનો ત્યાગ કર્યો હતો. સયાજીરાવ ગાયકવાડે દશેરાને દિવસે વડોદરામાં થતો પાડાનો વધ, શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી કાયમ માટે બંધ કરાવી દીધો હતો.
- શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિભા એવી હતી કે જ્યાં જ્યાં પોતે વિચરતા ત્યાં ત્યાં તરત તેમનાં વ્યાખ્યાનો ગોઠવાતાં અને સર્વ ધર્મના સેંકડો, હજારો લોકો તેમને સાંભળવા આવતા. દરેક સ્થળે સંઘ, સમાજ કે ગામના આગેવાનો પણ તેમનાં વ્યાખ્યાનમાં આવીને બેસતા. અમદાવાદમાં હતા ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવ, સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ, કવિ નાનાલાલ વગેરે પણ તેમની પાસે આવતા. મહારાજશ્રી પોતે પણ કોઈ પણ પ્રકારનો સંકોચ કે મોટાઈ રાખ્યા વગર સારા સારા માણસોને, સાધુસંન્યાસીઓને, કવિ-લેખકોને સામેથી મળવા જતા અને નિખાલસ ચર્ચા કરતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા હતા. વાદવિવાદથી તેઓ દૂર રહેતા હતા અને નિષ્પક્ષ તથા નિઃસ્વાર્થભાવથી વિચારણા કરતા. અમદાવાદમાં શ્રી અમીરખજી વગેરે સ્થાનકવાસી સાધુઓએ મૂર્તિપૂજા વિશે એમની સાથે ચર્ચા કરી ત્યારે એટલી તટસ્થ રીતે, આધારો સહિત, બંને પક્ષ પ્રત્યે પૂરા સમભાવથી રજૂઆત કરી કે શ્રી અમીરખજી સ્વામી એમની પાસે, પોતાના મુનિઓને લઈને આવ્યા અને તેઓએ એમની પાસે મૂર્તિપૂજક સમુદાયની દીક્ષા લીધી. શ્રી અમીરખજી સ્વામી બહુ તેજસ્વી અને દેખાવે પ્રભાવશાળી હતા. તેઓ શ્રી અજિતસાગરજી બન્યા અને સમય જતાં મહારાજશ્રીના પટ્ટશિષ્ય બન્યા. તેઓ કુશળ વક્તા હતા અને તેમણે પણ ઘણા ગ્રંથો લખ્યા હતા.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવન અને સાહિત્ય ઉપર આનંદઘનજી, દેવચંદ્રજી અને ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યની ઘણી ઊંડી અસર પડી છે. એ ત્રણેનું જીવનચરિત્ર એમણે લખ્યું છે. દેવચંદ્રજીના ગ્રંથોનું એમણે સંપાદન કરીને બે ભાગમાં પ્રકાશન કર્યું હતું. આનંદઘનજીનાં પદો ઉપર એમણે સવિસ્તર જે વિવેચન કર્યું છે તે જોતાં તત્ત્વના ઊંડાણમાં જવાની તેમની અધિકારશક્તિ કેટલી મોટી છે તેની પ્રતીતિ થાય છે. સ્વ. બુદ્ધિસાગરસૂરિએ પોતે પણ અનેક પદો, સ્તવનો,
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૧૧
Page #56
--------------------------------------------------------------------------
________________
સજ્ઝાયો, પૂજાઓ વગેરેની રચના કરી છે, જેમાં એમની ભક્તિવૈરાગ્યયુક્ત કવિત્વશક્તિનું સુભગ દર્શન થાય છે. એમણે વિ. સં. ૧૯૬૭માં ભાખેલી ભવિષ્યવાણી કે ‘રાજાઓ સામાન્ય માનવ થશે, રાજાશાહી જશે ને વિજ્ઞાનની વિદ્યાથી એક ખંડની ખબરો બીજા ખંડમાં તત્ક્ષણ આવશે' એ સાચી પડી છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે જૈનોના વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાભ્યાસ ઉપર ઘણો ભાર મૂક્યો હતો. વણિક જૈનો વેપારધંધામાં જેટલા પ્રવીણ હોય છે તેટલા વિદ્યાવ્યાસંગી નથી હોતા. એ માટે એમની ભાવના જૈન ગુરુકુળો સ્થાપવાની હતી. એમણે પાલિતાણામાં શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળની સ્થાપના અને વિકાસ માટે પ્રેરણા આપી હતી. અમદાવાદમાં તથા વડોદરામાં પણ જૈન બોર્ડિંગની સ્થાપના કરાવી હતી. એમણે જિનાલયોની પ્રાણપ્રતિષ્ઠા, ઉપધાન મહોત્સવો, છ’રી પાળતા સંઘો ઇત્યાદિનું આયોજન પણ કરાવ્યું હતું; પાઠશાળાઓ અને ધર્મશાળાઓની સ્થાપના કરાવી હતી. વિજાપુરમાં હસ્તલિખિત પ્રતોના ભંડાર માટે ‘જ્ઞાનમંદિર’ની સ્થાપના કરાવી હતી. મહુડીનું ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક એ એમની જીવંત સ્મૃતિ સમાન બની ગયું છે. એમની પ્રેરણાથી માણસામાં સ્થપાયેલું ‘શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ' સાતેક દાયકાથી એમના ગ્રંથોના પ્રકાશનની પ્રવૃત્તિ આજ દિવસ સુધી કરતું આવ્યું છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજે એમના જમાનામાં જોયું હતું કે કેટલાય દુઃખી જૈન લોકો પોતાનાં દુઃખ દૂર કરવા માટે પીર વગેરેની માનતા રાખતા હતા. આથી એમણે લોકોના એ પ્રવાહને વાળવા માટે ઘંટાકર્ણ વીર નામના દેવની સાધના કરીને એમનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમાં પોતાને જેવી આકૃતિ દેખાઈ તેવી મૂર્તિ મહુડીથી મૂળચંદ મિસ્ત્રીને બોલાવીને તેમની પાસે તૈયાર કરાવીને મહુડીમાં શ્રી પદ્મપ્રભુના જિનાલયની બહાર તેની સ્થાપના કરાવી. ત્યારથી એ તીર્થક્ષેત્ર મહિમાવંતું બનતું ગયું છે.
યોગના ઊંડા અભ્યાસી હોવાના કારણે શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજને પોતાનો અંતિમકાળ જણાઈ ગયો હતો. વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ૨ના દિવસે તેઓ મહુડીમાં હતા ત્યારે પોતાને વિજાપુર લઈ જવા માટે ભક્તોને કહ્યું હતું. સવારે આઠ વાગે નીકળવાનો સમય જોશીએ કાઢી આપ્યો હતો. તેમાં પોતે ફેરફાર કરાવ્યો અને વહેલા નીકળ્યા અને જેઠ વદ ૩ના દિવસે સવારે આઠ વાગતાં વિજાપુર પહોંચી ગયા. બધાને ખમાવીને પોતાનો પ્રિય મંત્ર ‘ૐ અર્હમ્ મહાવી’નો જાપ પોતે ચાલુ કર્યો અને શિષ્યો તથા એકત્ર થયેલી માનવમેદની પાસે એ જાપ ચાલુ રખાવ્યો. પદ્માસનમાં બેસી પોતે સમાધિ લીધી અને પ્રાણ રૂંધીને સવા આઠ વાગ્યે દેહ છોડ્યો.
૧૨ ચરિત્રદર્શન
Page #57
--------------------------------------------------------------------------
________________
એમના કાળધર્મ પામ્યાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા.
- શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવનના અનેક પ્રેરક પ્રસંગો છે. એમનું સાહિત્ય અત્યંત વિપુલ છે. એમના જીવન અને સાહિત્યનો અભ્યાસ કરવાથી શાસ્ત્રજ્ઞ, મર્મજ્ઞ, બહુશ્રુત, સંયમપાલનમાં અત્યંત કડક, અનેકનાં દિલ જીતનાર, વાત્સલ્યમૂર્તિ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજની એક અનોખી છાપ આપણા ચિત્તમાં અંકિત થાય છે. અનેક લોકોને સન્માર્ગે વાળનાર એ ભવ્યાત્માનું જીવન-કવન સૌ કોઈને માટે પ્રેરણારૂપ થાય તેવું છે.
પ્રભાવક સ્થવિરો-ભા. ૧માંથી)
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૧૩
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
પોતાના ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂળચંદજી સાથે પંજાબથી ગુજરાતમાં આવીને સ્વ. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે જે ભગીરથ કાર્ય કર્યું તેનો ઇતિહાસ ભવ્ય છે.
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો જન્મ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લામાં રામનગ૨ નામના શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ના રોજ થયો હતો. માતાપિતાએ એમનું નામ કૃપારામ રાખ્યું હતું. એમના પિતાનું નામ હતું લાલા ધર્મયશજી અને માતાનું નામ હતું કૃષ્ણાદેવી. તેઓ વીસા ઓસવાલ જ્ઞાતિના, ભાવડા વંશના અને ગદહિયા ગોત્રના જૈન હતા.
કૃપારામને ચાર ભાઈઓ અને એક બહેન હતાં. ભાઈઓનાં નામ હતાં : (૧) લાલચંદ (૨) મુસદીલાલ (૩) હજારીમલ અને (૪) હેમરાજ. બહેનનું નામ હતું રાધાદેવી.
લાલા ધર્મયશજી સુખી શ્રીમંત હતા. તેમનો વેપાર સોનાચાંદીનો, કાપડનો અને શરાફીનો હતો. શહેરમાં તેમની મોટી દુકાન હતી. કૃપારામે ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષની ઉંમર થતાં પિતાની દુકાને સોના-ચાંદીના વેપારમાં જોડાઈ ગયા હતા. એ દિવસોમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. કૃપારામના મોટા ભાઈઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યાર પછી કૃપારામની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણસર એ સગાઈ તૂટી ગઈ હતી. એટલે એમની બીજી સગાઈ કરવા માટે માતાપિતા વાતચીત ચલાવી રહ્યાં હતાં.
પરંતુ કૃપારામનો જીવનનો રાહ કંઈ જુદો જ હતો. એ દિવસોમાં રામનગરમાં પૂજ્ય બુટેરાયજી મહારાજનું ચોમાસું હતું. એમની સાથે એમના શિષ્ય મૂળચંદજી
૧૪ * ચિરત્રદર્શન
Page #59
--------------------------------------------------------------------------
________________
મહારાજ પણ હતા. મૂળચંદજી પંજાબના એ પ્રદેશમાં એ કાળે લુકાપંથી સ્થાનકવાસી સાધુ, ઢુંઢક રીખો (ઋષિ) હતા. ધર્મયશજીનું કુટુંબ એમની મધુર વાણી સાંભળવા ઉપાશ્રયે જતું. કિશોર કૃપારામ ઉપર એની ઘણી પ્રબળ અસર પડી. એમણે પોતાની સગાઈ કરવાનો માતાપિતાને ઇન્કાર કરી દીધો અને પોતાને દીક્ષા લેવાનો ભાવ થયો છે એમ જણાવ્યું. આથી માતાપિતા, ભાઈભાંડુઓ ચિંતામાં પડી ગયાં. તેઓ કૃપારામને ઉપાશ્રયે જતા અટકાવવા લાગ્યાં એટલે લાગ જોઈ ઉપાશ્રયે જઈ ત્યાં જ દિવસ-રાત રહેવાનું કૃપારામે ચાલુ કર્યું. માતા-પિતાએ કૃપારામને શ્રીમંત સુખી ઘરની સગવડો, કૌટુંબિક જીવનનો આનંદ, સાધુપણાનાં કષ્ટો વગેરે સમજાવવા માંડ્યાં. પણ કૃપારામ તો હઠ લઈને બેઠા હતા કે પોતાને દીક્ષા જ લેવી છે.
ચાતુર્માસ પછી બુટેરાયજી મહારાજ તો વિહાર કરીને ચાલ્યા ગયા. તારટપાલ કે રેલવે વગરના એ દિવસોમાં એમનો સંપર્ક રાખવાનું સહેલું નહોતું. પરંતુ કૃપારામે તો દીક્ષા લેવાની જ વાત કર્યા કરી. એથી પિતાજી તથા મોટા ભાઈઓ એમને વારંવાર ધમકાવવા લાગ્યા. ક્યારેક મારવા લાગ્યા. તેમ છતાં તેની કાંઈ અસર ન થઈ. કૃપારામ માન્યા નહિ. આથી ક્રોધે ભરાયેલા ભાઈઓએ શહેરના તહસીલદાર હકીમ પાસે જઈને ફરિયાદ કરી. શહેરના શ્રીમંત વેપારી એટલે તરત ફરિયાદની અસર થઈ. તહસીલદાર શેખ જાતિનો મુસલમાન હતો. એણે સિપાઈઓને મોકલી કૃપારામને પકડીને કચેરીમાં લઈ આવવા કહ્યું. કૃપારામને પકડી લાવીને કચેરીમાં પૂરવામાં આવ્યા. તહસીલદારે પણ કૃપારામને ધમકાવ્યા, સતાવ્યા પણ કૃપારામે એમની સાથે સંસારની અસારતાની જ વાત કરી અને પોતે દીક્ષા લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે એમ કહ્યું. છેવટે તહસીલદાર પણ થાક્યા. એમણે લાલા ધર્મયશજીને બોલાવીને કહ્યું કે “તમારો દીકરો કોઈ પણ રીતે માનશે નહિ. સંસારની અસારતા એને સમજાઈ છે. વૈરાગ્ય એના દિલમાં સાચી રીતે વસ્યો છે. દીક્ષા લેવાનો એનો નિર્ધાર છે. એ લગ્ન નહિ જ કરે. માટે તમે એને દીક્ષા લેવાની રજા આપો એ જ બરાબર છે.'
આ રીતે સમજાવવામાં, ધાકધમકી આપવામાં, હેરાન કરવામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. છેવટે માતાપિતાને લાગ્યું કે દીકરાને દીક્ષા આપવી જ પડશે એટલે તેઓએ નાછૂટકે સંમતિ આપી.
તે વખતે બુટેરાયજી મહારાજ વિહાર કરીને દિલ્હી પહોંચ્યા હતા. તેમનું ચાતુર્માસ દિલ્હીમાં હતું.
કૃપારામને દીક્ષા લેવાની સંમતિ મળી એટલે એમના એક અજૈન મિત્ર અરોડા જાતિના યુવાન જીવનમલે પણ દીક્ષા લેવાનો વિચાર કર્યો. એણે પણ દીક્ષા માટે
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૫
Page #60
--------------------------------------------------------------------------
________________
માતાપિતા પાસે ઘણી મહેનત પછી સંમતિ મેળવી. તેઓ બંને દિલ્હી જવા નીકળ્યા. એ દિવસોમાં ત્યાં રેલવે નહોતી. પ્રવાસનાં ખાસ સાધનો નહોતાં. બળદગાડી અને ઘોડા ઉપર પ્રવાસ થતો. કૃપારામને માતાપિતા અને કુટુંબીજનોએ ભારે હૈયે વિદાય આપી. તેમની સાથે માસીના દીકરા તથા એક નોકરને મોકલ્યા. વળી બુટેરાયજી મહારાજને ભલામણચિઠ્ઠી લખી કે હાલ કૃપારામને ગૃહસ્થવેશે અભ્યાસ કરાવજો અને ચાતુર્માસ પછી દીક્ષા આપજો.
કૃપારામ અને જીવનમલ દિલ્હી આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજ પાસે અભ્યાસ ચાલુ કર્યો. એમ કરતાં દોઢ મહિનો થઈ ગયો. હવે ચાતુર્માસ શરૂ થવાને થોડા દિવસ હતા. કૃપારામનો વૈરાગ્ય એટલો તીવ્ર હતો કે ચાતુર્માસ પહેલાં દીક્ષા લેવાનો તેમણે આગ્રહ રાખ્યો, કારણ કે ચાતુર્માસમાં દીક્ષા અપાય નહિ. વળી ચાર મહિનામાં સંજોગો કેવા બદલાઈ જાય એની શી ખબર પડે ? એટલે અવસર બરાબર જાણી લઈ તથા બંને યુવાનોના વૈરાગ્યના ભાવની બરાબર કસોટી કરીને ગુરુમહારાજે ચાતુર્માસ બેસતાં પહેલાં અષાઢ સુદ ૧૩ (સં. ૧૯૦૮)ના રોજ તેઓ બંનેને દીક્ષા આપી. કૃપારામનું નામ મુનિ વૃદ્ધિચંદ્રજી રાખવામાં આવ્યું અને જીવનમલનું નામ મુનિ આનંદચંદજી રાખવામાં આવ્યું.
ચાતુર્માસ પહેલાં દીક્ષા આપવામાં આવી એ સારું જ થયું, કારણ કે દીક્ષા પછી થોડા દિવસે રામનગરથી કૃપારામને તેડી જવા માટે પિતાશ્રીનો માણસ આવ્યો હતો, કારણ કે કૃપારામના એક ભાઈનું અવસાન થયું હતું. દીક્ષા સમયસ૨ લેવાઈ ગઈ એથી મુનિ વૃદ્ધિચંદ્રજીને બહુ આનંદ થયો.
દિલ્હીથી વિહાર કરી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે જયપુર પધાર્યા. એમની ભાવના ગુજરાત બાજુ વિહાર કરવાની હતી. વૃદ્ધિચંદ્રજી મહારાજે સં. ૧૯૦૯નું ચાતુર્માસ ગુરુ મહારાજ સાથે યપુરમાં કર્યું હતું. સાથે મુનિ મૂલચંદજી, મુનિ પ્રેમચંદજી તથા મુનિ આનંદચંદજી મહારાજ પણ હતા. આ ચાતુર્માસમાં અભ્યાસનો વિશેષ લાભ થયો કારણ કે જયપુરમાં હીરાચંદજી નામના એક વિદ્વાન યતિ હતા. વૃદ્ધિચંદ્રજીને જોતાં જ તેમને તેમના ઉપર પ્રીતિ થઈ હતી. તેમણે વૃદ્ધિચંદ્રજીને સંસ્કૃત-પ્રાકૃતમાં વ્યાકરણ ભણાવવાનું તથા બીજા કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરાવવાનું ઉત્સાહથી સ્વીકાર્યું. વૃદ્ધિચંદ્રજીની સાથે અન્ય મુનિઓને પણ આ લાભ મળ્યો.
જ્યપુરમાં હતા ત્યારે ગુરુ મહારાજ ત્રણે શિષ્યો અને કેટલાક શ્રાવકો સાથે પાસે સાંગનેરમાં દર્શન કરવા ગયા હતા. રસ્તામાં નદી આવતી હતી તે પા૨ ક૨વાની હતી. જતાં તો તેઓ પહોંચી ગયા, પરંતુ બુટેરાયજી મહારાજને પગને તળિયે ફોલ્લા
૧૬ ચરિત્રદર્શન
Page #61
--------------------------------------------------------------------------
________________
ઊપડી આવ્યા. હવે ચલાતું બંધ થઈ ગયું. એટલે તેઓને રાત્રિવાસ ત્યાં જ રહેવું પડ્યું. પરંતુ દર્દ જેટલું શમવું જોઈએ તેટલું શમ્યું નહિ. બીજે દિવસે પાછા ફરતાં ગુરુ મહારાજથી ચલાતું નહોતું. ટેકો લઈને થોડું ચાલતા, થોડો આરામ કરતા. પરંતુ નદીના કાંઠાનો પ્રદેશ આવ્યો ત્યાં તો ચાલવું અશક્ય થઈ ગયું હતું. એ વખતે વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજને પોતાના ખભે ઊંચકી લીધા. બીજા શ્રાવકોએ પણ તેમાં મદદ કરી. પણ સૌથી વધુ જહેમત તો વૃદ્ધિચંદ્રજીએ ઉઠાવી હતી.
જયપુરના ચાતુર્માસ પછી ગુરુ મહારાજ સાથે વિહાર કરી તેઓ કિશનગઢ પધાર્યા. ત્યાંથી અજમેર પધાર્યા. તે વખતે તેઓની હવે જિનપ્રતિમામાં શ્રદ્ધા દઢ થઈ હતી એટલે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અભિલાષા જાગી. દરમિયાન બિકાનેરના શ્રાવકો ચાતુર્માસ માટે વિનંતી કરવા આવ્યા હતા. ચાતુર્માસ પછી શત્રુંજયની યાત્રા માટે તરત વિહાર કરવો હતો પણ આ વર્ષે વૃદ્ધિચંદ્રજીને પગે વાનું સખત દર્દ ચાલુ થયું હતું, એટલે તેઓ બહુ લાંબો વિહાર કરી શકતા નહિ. એટલે તેઓ ગુરુ મહારાજ સાથે બિકાનેર પધાર્યા. મૂલચંદજી મહારાજનું જંઘાબળ સારું હતું એટલે તેઓ લાંબા વિહાર કરી શકતા. તેમણે ગુરુ મહારાજની આજ્ઞા લઈ સીધો પાલિતાણા તરફ વિહાર ચાલુ કર્યો અને ત્યાં પહોંચી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી ચાતુર્માસ ત્યાં જ કર્યું. મુનિ પ્રેમચંદજી અને મુનિ આનંદચંદજીએ ગુરુમહારાજની આજ્ઞા લઈ પોતપોતાનો સ્વતંત્ર વિહાર કરી અન્યત્ર ચોમાસું કર્યું.
બિકાનેરના ચાતુર્માસ દરમિયાન મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરુ મહારાજ પાસે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો, પરંતુ અહીં ખરતરગચ્છના યતિઓનું વર્ચસ્વ વધારે હતું. શ્રાવકોની ક્રિયાવિધિ પણ જુદી હતી. એટલે તેઓ પોતાની ઢંઢક સમાચારીમાં પણ થોડો થોડો ફેરફાર કરતા રહ્યા હતા.
| બિકાનેરમાં હતા ત્યારે અજમેરના સંઘનો બુટેરાયજી મહારાજ ઉપર પત્ર આવ્યો કે “અજમેરમાં ઢુંઢીઆના પૂજ્ય રતનચંદ શીખ આપની સાથે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કરવા માગે છે.’ બુટેરાયજી તો એ માટે સજ્જ જ હતા. તરત તેઓ વૃદ્ધિચંદ્રજી સાથે ત્યાંથી વિહાર કરી અજમેર પહોંચ્યા. રતનચંદજીએ તેરાપંથનું ખંડન કરતી એક પ્રત લખી હતી. રસ્તામાં બુટેરાયજીને એ પ્રત મળી. તે વાંચતાં જ લાગ્યું કે રતનચંદજીનાં વાક્યોથી જ મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકે એમ છે. પરંતુ તેઓ અજમેર પહોંચ્યા ત્યારે આશ્ચર્ય સાથે જાણ્યું કે રતનચંદજી ત્યાંથી ચૂપચાપ નીકળીને બીજે ચાલ્યા ગયા હતા. આમ અજમેર આવવાનું પ્રયોજન ન સર્યું. પરંતુ એથી બીજો એક લાભ થયો. તેઓની ઈચ્છા સિદ્ધાચલજીની યાત્રાએ જવાની હતી. વિહાર લાંબો અને કઠિન હતો. માર્ગમાં શ્રાવકોનાં ઘર ઓછાં આવતાં. એવામાં અજમેરથી
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૭
Page #62
--------------------------------------------------------------------------
________________
કેસરિયાજીનો એક સંઘ નીકળતો હતો. તેઓએ બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને જોડાવા વિનંતી કરી એટલે તેઓ તેમાં જોડાઈ ગયા. તેઓએ સંઘ સાથે પ્રયાણ કર્યું. એટલે વિહાર-ગોચરી વગેરેની અનુકૂળતા પણ રહેવા લાગી. ઉદયપુર થઈ કેસરિયાજી તીર્થની તેઓએ જાત્રા કરી. ત્યાં વળી બીજી અનુકૂળતા પ્રાપ્ત થઈ. તે વખતે ગુજરાતમાં પ્રાંતિજથી કેસરિયાજી આવેલો એક સંઘ પાછો ફરી રહ્યો હતો. સંઘપતિએ વિનંતી કરી એનો સ્વીકારી કરી બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ એ સંઘ સાથે જોડઈ ગયા. એટલે ગુજરાત સુધીનો વિહાર કરી તેઓ બંને અમદાવાદ પહોંચ્યા અને શહેર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા.
તે વખતે દેરાસરના દર્શને આવેલ નગરશેઠ હેમાભાઈએ રસ્તામાં તેમને જોયા. કોઈ સાધુઓ આવ્યા હશે એમ માની વંદન કરી શહેરમાં ઉપાશ્રય તરફ જતા હતા ત્યાં એમને થયું કે સાધુઓ ગુજરાતી જેવા નથી. વળી અજમેરના એક વેપારીની પેઢી અમદાવાદમાં હતી ત્યાં સંદેશો આવ્યો હતો કે બે પંજાબી સાધુઓ ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેઓ બહુ વિદ્વાન, ગુણવાન, ચરિત્રશીલ અને પરિચય કરવા જેવા છે. એ વાત શેઠ હેમાભાઈએ સાંભળી હતી એટલે રસ્તામાં જ એમને થયું કે આ બે પંજાબી સાધુઓ તો નહિ હોય ને ! તરત ડેલાના ઉપાશ્રય આવીને તેઓ ગણિ સૌભાગ્યવિજયના વ્યાખ્યાનમાં બેઠા. તે દરમિયાન સૌભાગ્યવિજયજીને એ બે સાધુઓની વાત કરી. તરત તેમને તેડવા માણસ મોકલાયો. બુટેરાયજી મહારાજ તથા વૃદ્ધિચંદ્રજી મહારાજ ડેલાના ઉપાશ્રયે આવી પહોંચ્યા. તેમનો પરિચય થતાં સૌભાગ્યવિજયજી બહુ આનંદિત થયા. બીજી બાજુ ગુજરાતમાં આવા સંવેગી સાધુઓનાં દર્શન થતાં બુટેરાયજી અને વૃદ્ધિચંદ્રજીને પણ બહુ હર્ષ થયો.
તેઓ થોડા દિવસ અમદાવાદમાં રહ્યા. ત્યાં વાત સાંભળી કે કેશરીસિંઘ ગટા નામના એક શ્રેષ્ઠી અમદાવાદ-સિદ્ધાચલનો સંઘ લઈ જાય છે. આ બે પંજાબી સાધુઓએ સિદ્ધાચલજીની યાત્રા કરવાની પોતાની ભાવના દર્શાવેલી હતી. એટલે શેઠ હેમાભાઈએ કેશરીસિંઘને ભલામણ કરી કે આ બે સાધુઓને પણ સાથે લઈ લેવામાં આવે. કેશરીસંઘે કહ્યું કે, “હા, જરૂર અમે એમને સંઘમાં સાથે લઈ લઈશું. પરંતુ અમારા સંઘમાં બધા યુવાનો છે અને જે વૃદ્ધો છે તેમને માટે ગાડાંની વ્યવસ્થા છે. અમે આઠ દિવસમાં ઝડપથી ત્યાં પહોંચાવના છીએ. બુટેરાયજી ઉંમરલાયક છે. વળી લાંબો વિહાર કરીને આવ્યા છે માટે તેમને માટે ડોળીની વ્યવસ્થા કરીશું.”
પરંતુ બુટેરાયજીએ ડોળીનો ઉપયોગ કરવાની ના પાડી અને પોતે લાંબા વિહાર કરશે એમ જણાવ્યું. તેઓ બંને સંઘ સાથે જોડાઈ ગયા અને ચૈત્ર સુદ તેરસે
૧૮ ચરિત્રદર્શન
Page #63
--------------------------------------------------------------------------
________________
પાલિતાણા પહોંચ્યા. વૃદ્ધિચંદ્રજીને પગે વાની તકલીફ હતી. છતાં તે સહન કરીને પણ તેઓ સહુની સાથે પાલિતાણા પહોંચી ગયા, એટલું જ નહિ પણ સિદ્ધાચલજીની યાત્રાનું વર્ષોનું સ્વપ્ન સાકાર થતું હતું એટલે પાલિતાણા પહોંચીને બીજે દિવસે ચૈત્ર સુદ ચૌદસે સવારે જ ડુંગર ચડીને જાત્રા કરી. આદીશ્વર દાદાનાં દર્શન કરી બંનેનાં હૃદય હર્ષથી ગદ્દગદ થઈ ગયાં. બીજે દિવસે તેઓએ ફરીથી ડુંગર ચડીને ચૈત્રી પૂનમની પણ જાત્રા કરી.
પાલિતાણામાં મૂળચંદજી મહારાજ આવીને જુદી જુદી ધર્મશાળામાં ઊતર્યા હતા. હવે બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ આવી પહોંચતાં ગુરુશિષ્યો એક વર્ષ પછી પાછા એકત્ર થયા. પાલિતાણામાં હતા ત્યાં સુધી જ્યારે જ્યારે અનુકૂળતા મળી ત્યારે ત્યારે તેઓ ડુંગર ચઢીને જાત્રા કરી આવતા.
તેઓ ચૈત્ર-વૈશાખ પાલિતાણામાં રોકાયા, પણ ત્યાં યતિઓનું જોર હતું. એટલે ચાતુર્માસ બીજે કરવું હતું. એ માટે બુટેરાયજી મહારાજે વૃદ્ધિચંદ્રજી મહારાજને આસપાસનાં ક્ષેત્રોમાં તપાસ કરવા મોકલ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ તળાજા, મહુવા, ત્રાપજ, ઘોઘા, સાવરકુંડલા વગેરે સ્થળે વિહાર કરીને પછી ભાવનગર આવ્યા. અન્ય ક્ષેત્રો કરતાં ભાવનગરનું ક્ષેત્ર એમને વધુ અનુકૂળ લાગ્યું. મોટું શહેર હતું. જૈનોની વસતી સારી હતી. લોકો ધર્માનુરાગી હતા. અલબત્ત યતિ-ગોરજીને વધારે માનનારા હતા. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા પછી શ્રાવકોએ તેમને અને બુટેરાયજી મહારાજને ચાતુર્માસ માટે પધારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. એટલે સં. ૧૯૧૧નું ચાતુર્માસ બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી સાથે ભાવનગરમાં કર્યું. મૂળચંદજી મહારાજ પાલિતાણામાં યતિ અખેચંદજી પાસે અભ્યાસ કરવા માટે રોકાયા.
ભાવનગરના ચાતુર્માસમાં શ્રાવકો ઉપર તેઓની ઘણી મોટી અસર પડી. તેઓના ચુસ્ત સંયમપાલન અને શાસ્ત્રજ્ઞાન માટે લોકોને બહુ આદર થયો. બુટેરાયજી મહારાજનું વ્યાખ્યાન તો સરસ રહેતું. પણ પછીથી લોકો વૃદ્ધિચંદ્રજી મહારાજને વધુ મળવા આવતા. કુદરતી રીતે એમણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એમની વાતચીતની અને પ્રકૃતિની સરળતાથી, સાચા વૈરાગ્યથી, કરુણાદષ્ટિથી, તર્કયુક્ત રીતે સમજાવવાની શૈલીથી તેમજ મધુર ભાષાથી મળવા આવનારા લોકોનું એમના પ્રત્યેનું આકર્ષણ ઘણું વધી ગયું. એમને પાંચદસ મિનિટ મળવા આવેલા લોકો કલાક સુધી ખસતા નહિ. જ્યારે જુઓ ત્યારે એમની સન્મુખ શ્રાવક-શ્રાવિકાઓ બેઠેલાં જ હોય અને એમના મુખેથી નીકળતી વાણી સાંભળવામાં મગ્ન જ હોય. તેઓ પોતાની શંકાઓનું સમાધાન અને નવું માર્ગદર્શન મેળવતાં જ હોય. વૃદ્ધિચંદ્રજી
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૯
Page #64
--------------------------------------------------------------------------
________________
મહારાજે પ્રથમ ચાતુર્માસમાં જ ભાવનગરના શ્રાવકોને ઘેલું લગાડી દીધું. યતિઓ તરફનો લોકોનો રાગ ઓછો થયો.
ભાવનગરના ચાતુર્માસ પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાછા સિદ્ધાચલની યાત્રા ક૨વા અને ગુરુ મહારાજ સાથે પાલિતાણા ગયા. ત્યાર પછી બુટેરાયજી મહારાજે તથા મૂળચંદજી મહારાજે પાલિતાણાથી અમદાવાદ તરફ વિહાર કર્યો અને વૃદ્ધિચંદ્રજી તથા પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. માર્ગમાં પ્રેમચંદજી મહારાજ તેમનાથી જુદા પડી ગયા. તેઓ આચારમાં શિથિલ થતા જતા
હતા.
જૂનાગઢમાં ગિરનારની યાત્રા માટે અમદાવાદથી સંઘ આવ્યો હતો, તેમાં મુનિ કેવળવિજ્યજી અને મુનિ તિલકવિજયજી નામના બે સાધુઓ હતા. વૃદ્ધિચંદ્રજીને મળતાં જ તેઓને પોતાની સાથે જોડાઈ જવા વિનંતી કરી જેથી એમના શાસ્ત્રજ્ઞાનનો પણ પોતાને લાભ મળે. વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રકૃતિ એટલી સરળ અને ગમી જાય એવી હતી. તેઓ સંઘ સાથે જોડાયા, પણ પોતાની પગની તકલીફને લીધે થોડા વિહાર પછી સંઘને પોતાની ઝડપે આગળ પ્રયાણ કરવા કહ્યું અને પોતે ધોરાજીમાં થોડા દિવસ મુકામ કરવાનો વિચાર કર્યાં. પરંતુ બંને મુનિઓ, સંઘપતિ અને સંઘના માણસોને વૃદ્ધિચંદ્રજીનો સંગ છોડવાનું ગમતું નહોતું. એટલે તેઓએ પોતાની ઝડપ ઓછી કરી નજીક નજીકના મુકામ નક્કી કર્યા અને યાત્રાનો આખો કાર્યક્રમ બદલી કાઢ્યો, પણ વૃદ્ધિચંદ્રજી મહારાજને પોતાની સાથે જ રાખ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે બાવીસ વર્ષના યુવાન હતા. બંને મુનિઓ કેવળવિજયજી અને તિલકવિજ્યજી તેમના કરતાં ઉંમરે મોટા હતા અને તપસ્વી હતા. એટલે મુકામ પર પહોંચ્યા પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ તે બંને મહાત્માની સારી વૈયાવચ્ચ કરતા. વૃદ્ધિચંદ્રજી મહારાજ શાસ્ત્રાર્થ કરવામાં કુશળ હતા. તેમનો અભ્યાસ ઘણો ઊંડો હતો અને મનન પણ ઘણું કર્યું હતું. પોતે સ્થાનકવાસી હતા, પણ મૂર્તિપૂજામાં માનતા હતા. યાત્રા દરમિયાન કાલાવડ, જામનગર વગેરે સ્થળે ઢુંઢક મતના જે કોઈ તેમની પાસે ચર્ચા કરવા આવતા તેમને તેઓ પોતાના જ્ઞાનથી નિરુત્તર કરી દેતા.
તેઓ અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યાં સમાચાર મળ્યા કે બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડીમાં રોકાઈ ગયા છે, કા૨ણ કે મૂળચંદજી મહારાજને તાવ આવે છે. આથી વૃદ્ધિચંદ્રજી મહારાજ તરત ત્યાં પહોંચી ગયા. બુટેરાયજી મહારાજ પોતાના માંદા શિષ્યની સેવાશુશ્રૂષા પ્રેમથી કરતા હતા. હવે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે લઈ લીધી. તેથી મૂળચંદજી મહારાજ પ્રસન્ન થયા, કારણ કે ગુરુ મહારાજ પાસે સેવાચાકરી કરાવતાં તેમને ખેદ થતો હતો. થોડું
૨૦ ચરિત્રદર્શન
Page #65
--------------------------------------------------------------------------
________________
સારું થયું એટલે તેઓ ત્રણેએ લીંબડીથી વિહાર કર્યો, પણ વિહારના શ્રમને લીધે મૂળચંદજી મહારાજને પાછો તાવ આવ્યો. એટલે લીંબડી પાછા ફરવું પડ્યું. તાવ સાવ મટી ગયો ત્યાર પછી વિહાર કરી તેઓ ત્રણે અમદાવાદમાં આવી ઊજમફોઈની ધર્મશાળામાં ઊતર્યા.
અમદાવાદમાં હવે તેઓ પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા. એથી તેઓ ત્રણેને દાદા મણિવિજયજી પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાની ઈચ્છા થઈ. શેઠ હેમાભાઈને વાત કરી. તેમણે દાદા મણિવિજયજીને વાત કરી. એ માટે યોગવહન કરવાની આવશ્યકતા હતી. ગણિ સૌભાગ્યવિજયજી પાસે યોગવહન કરવાની વ્યવસ્થા થઈ. યોગ પૂરા થયા એટલે સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ દાદા મણિવિજયજીએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી અને મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી, મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જૈન ધર્મના ઇતિહાસમાં આ એક મોટી ક્રાન્તિકારક ઘટના બની. સાચા ત્યાગી, વૈરાગી, ખમીરવંતા આ ત્રણે પંજાબી મુમુક્ષુ મહાત્માઓનો પ્રભાવ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ઘણો મોટો પડ્યો. એથી પંજાબથી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડીને પોતાના પંદરેક બીજા સાધુઓ સાથે ગુજરાત આવી પહોંચ્યા અને તેઓએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લીધી.
બુટેરાયજી મહારાજ અને એમના શિષ્યોનાં નવાં નામ રાખવામાં આવ્યાં. પણ તેઓનાં પોતાનાં મૂળ નામ એટલાં બધાં પ્રચલિત બની ગયાં હતાં કે નવાં નામો બહુ રૂઢ થયાં નહિ, એટલે મુનિ વૃદ્ધિવિજયજી પણ વૃદ્ધિચંદ્રજી મહારાજ તરીકે જ વધુ જાણીતા રહ્યા.
સં. ૧૯૧૨નું ચાતુર્માસ તેઓ ત્રણેએ દાદા મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પોતાની સામાચારીને પણ બરાબર શુદ્ધ કરી લીધી. હવે ગુજરાતી ભાષા પણ તેઓ બરાબર બોલતા થઈ ગયા હતા, એટલું જ નહિ પણ પોતાની પંજાબી ભાષામાં બોલે લખે તો તેમાં ગુજરાતી શબ્દો અને ભાષાપ્રયોગ અજાણતાં આવી જતા. અમદાવાદના સમય દરમિયાન તેઓ ત્રણેને અભ્યાસ કરવા માટે શેઠ હેમાભાઈએ તથા સંઘે પંડિતોની વ્યવસ્થા કરી આપી. એમાં તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ શાસ્ત્રી પાસે સંસ્કૃત કાવ્યગ્રંથો ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની સારી તક મળી.
સં. ૧૯૧૪માં વૃદ્ધિચંદ્રજી મહારાજે અમદાવાદથી વિહાર કરી શત્રુંજય અને
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૨૧
Page #66
--------------------------------------------------------------------------
________________
ગિરનારની યાત્રા કરીને ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ગુરુ મહારાજે એમને હવે વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી હતી. ત્યારે એમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આ ચાતુર્માસ દરમિયાન પણ તેમણે ભાવનગરના શ્રાવકોને ફરી પાછા, ઘેલા કરી દીધા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રતિભા ઘણી તેજસ્વી હતી. તેઓ શરીરે ઊંચા, ગોરા અને ભરાવદાર હતા. તેમનો ચહેરો પણ ભરાવદાર અને પ્રશાંત હતો. તેઓ બાળબ્રહ્મચારી હતા. એમનું ચારિત્ર એટલું બધું નિર્મળ હતું અને ભક્તિ, વિનય, વૈયાવચ્ચ તથા શાસ્ત્રજ્ઞાન વગેરે ગુણોથી તેમનું જીવન એટલું બધું પવિત્ર હતું કે એમની પાસે રહેવાથી ઘણાને વૈરાગ્યનો બોધ થતો હતો, કેટલાક દીક્ષા લેવા તૈયાર થતા અને કેટલાક ગૃહસ્થો એમની પાસે આજીવન ચતુર્થ વ્રતની–બ્રહ્મચર્યની બાધા
લેતા.
આ વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજની ગુરુભક્તિનો એક વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલો છે. ભાવનગરથી પોતાના ગુરુ મહારાજ શ્રી બુટેરાયજી મહારાજ તથા ગરબંધુ શ્રી મૂલચંદજી મહારાજ સાથે તેઓ સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા હતા. પાલિતાણામાં મુકામ કર્યો હતો. એક દિવસ મૂલચંદજી મહારાજ ગુરુદેવને માટે દૂધ વહોરવા ગયા. કોઈક શ્રાવિકાને ઘરે જઈ દૂધ વહોર્યું, પરંતુ એ શ્રાવિકાએ ભૂલથી દૂધમાં દળેલી ખાંડને બદલે દળેલું મીઠું નાખી દીધેલું. એ ભૂલની ખબર નહોતી શ્રાવિકાને કે નહોતી મૂલચંદજી મહારાજને. ઉપાશ્રયમાં આવ્યા પછી જ્યારે તેઓ ગોચરી વાપરવા બેઠા ત્યારે બુટેરાયજી મહારાજે દૂધનો ઘૂંટડો પીતાં જ કહ્યું, “મૂલા ! મારી જીભ ખરાબ થઈ ગઈ લાગે છે. દૂધનો સ્વાદ કડવો લાગે છે.'
તરત ગુરુદેવના હાથમાં પાત્ર લઈને મૂલચંદજી મહારાજે દૂધ ચાખ્યું તો ખબર પડી કે દૂધમાં સાકરને બદલે ભૂલથી મીઠું નખાઈ ગયું છે. એટલે એમણે કહ્યું, ‘ગુરુદેવ, આપ એ દૂધ પીવું રહેવા દો. હું એ દૂધ પી જઈશ.'
ત્યાં વૃદ્ધિચંદ્રજી મહારાજે દૂધનું પાત્ર લઈ લીધું અને કહ્યું, “આ દૂધ તમારા બંનેને પીવાને યોગ્ય નથી. વળી પરઠવાથી જીવહાનિ થવાનો સંભવ છે. માટે હું જ આ દૂધ પી જાઉં છું.' એમ કહી તેઓ બધું દૂધ પી ગયા. બુટેરાયજી મહારાજ તથા મૂળચંદજી મહારાજ તો એ જોતા જ રહી ગયા.
વૃદ્ધિચંદ્રજી મહારાજે અપથ્ય દૂધ પી તો લીધું. પરંતુ, એથી એમને ઝાડા થઈ ગયા. એમાંથી આગળ જતાં એમને સંગ્રહણીનો રોગ થયો, જે ઘણા ઔષધોપચાર કરવા છતાં જીવન પર્યત મટ્યો નહિ. એથી એમનું શરીર ક્ષીણ અને અશક્ત થઈ ગયું હતું.
રર રર ચરિત્રદર્શન
Page #67
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૧૪ના વર્ષ દરમિયાન વૃદ્ધિચંદ્રજી મહારાજના સંસારી પિતા લાલા ધર્મયશજીના અવસાનના સમાચાર આવ્યા. મહારાજશ્રીએ એમના ઉપકારોનું સ્મરણ કર્યું. પરંતુ બધી સાંસારિક માયા હવે એમણે ઉતારી નાખી હતી.
સં. ૧૯૧૫નું ચોમાસું વૃદ્ધિચંદ્રજી મહારાજે કેટલાક શ્રાવકોની વિનંતીથી ઘોઘામાં કર્યું. ત્યાં યતિઓનું જોર હતું. એટલે ઉપાશ્રયમાં ઊતરવા ન મળ્યું. તેઓ એક ગૃહસ્થને ઘરે ઊતર્યા. ત્યાંના વતિ દલીચંદજીએ એમને વ્યાખ્યાન વાંચવાની મનાઈ ફરમાવી. આવી પરિસ્થિતિ ઊભી થશે એ તેઓ જાણતા જ હતા. એનો સરળતાથી એમણે સ્વીકાર કરી લીધો. પણ દિવસે દિવસે શ્રાવકો વૃદ્ધિચંદ્રજીના રાગી થતા ગયા. વ્યાખ્યાન પણ ચાલુ થયું. અને પર્યુષણમાં એમણે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચ્યું. ત્યારથી ઘોઘામાંથી પતિનો મહિમા ઓછો થઈ ગયો.
સં. ૧૯૧૬નું ચાતુમસ ભાવનગરમાં કરી તેઓ સં. ૧૯૧૭માં અમદાવાદ આવ્યા, કારણ કે ગુરુદેવ બુટેરાયજી મહારાજે હવે પંજાબ બાજુ વિહાર કર્યો હતો. અમદાવાદમાં વૃદ્ધિચંદ્રજી મહારાજે ચાર ચાતુર્માસ કર્યો. તે દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓ શેઠ હેમાભાઈ, શેઠ પ્રેમાભાઈ, શેઠ દલપતભાઈ, શેઠ મગનભાઈ વગેરે ઉપર તેમનો ઘણો પ્રભાવ પડ્યો. શેઠ દલપતભાઈ ભગુભાઈએ સિદ્ધાચલજીનો સંઘ કાઢવાની ભાવના વ્યક્ત કરી, પણ તે એ શરતે કે સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ પધારે. મહારાજશ્રીએ સંમતિ આપી એટલે બહુ ધામધૂમપૂર્વક સંઘ કાઢવામાં આવ્યો. શેઠશ્રીએ આ માટે એ દિવસોમાં રૂપિયા એંસી હજારનું ખર્ચ કર્યું હતું.
ત્યાર પછી ભાવનગર, અમદાવાદ, રાધનપુર વગેરે સ્થળે મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યા. ૧૯૨૭માં જ્યારે તેમણે જાણ્યું કે ગુરુવર્ય બુટેરાયજી મહારાજ પાછા ગુજરાત તરફ આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા મૂળચંદજી મહારાજ સાથે તેઓ પાટણ, પાલનપુર થઈ ઠેઠ રાજસ્થાનમાં પાલી સુધી પહોંચ્યા હતા. ઘણાં વર્ષે પાછા તેઓ ત્રણે એકત્ર થયા. આબુની જાત્રા કરી તેઓ ગુજરાતમાં પધાર્યા અને ઠેર ઠેર વિચરી યતિઓ-શ્રી પૂજ્યોના જોરને ઓછું કરી નાખ્યું.
એ દિવસોમાં ઋષિસાગર નામના એક સાધુ લોકોને મંત્ર-તંત્ર શિખવાડી વહેમમાં નાખતા અને તત્ત્વસિદ્ધાન્તથી વિમુખ બનાવતા હતા. બીકના માર્યા ઘણા લોકો ઋદ્ધિસાગરને અનુસરતા. જ્યારે વૃદ્ધિચંદ્રજી મહારાજના જાણવામાં આ વાત આવી ત્યારે તેમણે એ દંભી સાધુના મોહમાં ન ફસાવા માટે ઘણો પ્રચાર કર્યો અને લોકોને એમની માયાજાળમાંથી છોડાવ્યા હતા.
મહારાજશ્રીએ લોકોને સન્માર્ગે વાળવા જાગૃતિપૂર્વક કેવા કેવા પ્રયાસો કર્યા હતા એનો બીજો એક પ્રસંગ પણ નોંધાયેલો છે. વિ. સં. ૧૯૩૯માં જેઠમલજી નામના
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૨૩
Page #68
--------------------------------------------------------------------------
________________
એક સાધુએ “સમકિતસાર' નામનો ગ્રંથ છપાવીને પ્રગટ કર્યો હતો, એમાં જેમ ધર્મની કેટલીક અવળી પ્રરૂપણા કરવામાં આવી હતી. એ વાંચવાથી કેટલાયે લોકોના મનમાં શંકા-કુશંકા થવા લાગી હતી. મહારાજશ્રીએ જ્યારે એ ગ્રંથ વાંચ્યો ત્યારે એમને થયું કે એનું ખંડન થવું જરૂરી છે. પોતે તે લખે તેના કરતાં પોતાના લઘુ ગુરુબંધુ આત્મારામજી મહારાજ તે કામ કરવાને વધુ સમર્થ છે એમ સમજીને તેમની પાસે તે લખાવવાનું વિચાર્યું. આત્મારામજી મહારાજ ત્યારે અમદાવાદમાં હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજની આજ્ઞા થતાં તરત તેમણે “સમકિત શલ્યોદ્ધાર' નામનો ગ્રંથ ખંડનમંડળરૂપે હિંદીમાં લખી આપ્યો. એનું ગુજરાતી ભાષાંતર થયું. વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ એ જોઈ ગયા અને આત્મારામજી મહારાજ પણ ફરી તપાસી ગયા. ત્યાર પછી જૈન પ્રસારક સભા તરફથી એ ગ્રંથ પ્રગટ થયો. એની સમાજ ઉપર ઘણી સારી અસર થઈ અને લોકોના મનમાં જાગેલી શંકાઓનું સમાધાન થયું.
વૃદ્ધિચંદ્રજી મહારાજને એમના ગુરુ બુટેરાયજી મહારાજે ભલામણ કરી હતી કે જૈન શાસનને સુદઢ કરવું હોય તો સાધુઓ વધારવા જોઈશે. બુટેરાયજી મહારાજ પોતે તો અધ્યાત્મરસમાં વધારે લીન હતા એટલે એ જવાબદારી વૃદ્ધિચંદ્રજી મહારાજે અને મૂળચંદજી મહારાજે ઉપાડી લીધી. પરંતુ એક દિવસ રાતે એકાંતમાં બેસી બંનેએ નિર્ણય કર્યો કે કોઈને પોતાના ચેલા ન કરવા, પરંતુ જે કોઈ દીક્ષાર્થી હોય તેને દીક્ષા આપીને તેને ગુરુદેવ બુટેરાયજીના શિષ્ય કરવા, એટલે કે તેને પોતાના ગુરુભાઈ કરવા. શિષ્યનો મોહ કેટલો બધો હોય છે એ તો સાધુપણામાં જે હોય તેને વધારે સમજાય. વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂળચંદજી મહારાજે શિષ્યમોહ ઉપર વિજય મેળવ્યો હતો.
પંરતુ એક દિવસ ધર્મસંકટ ઊભું થયું. મૂળચંદજી મહારાજ પાસે બે યતિઓ દીક્ષા લેવા આવ્યા. તે જાણીને બુટેરાયજી મહારાજે આજ્ઞા કરી, “મૂલા ! આ બંનેને હવે વૃદ્ધિના ચેલા બનાવજે.” ગુરુદેવે વૃદ્ધિચંદ્રજી મહારાજને પણ કહ્યું કે, “વૃદ્ધિ ! હવે આ બેને તારા ચેલા બનાવજે.”
એ દિવસે રાત્રે ફરી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂળચંદજી મહારાજ એકાંતમાં મળ્યા. વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂળચંદજી મહારાજને કહ્યું, ‘તમે જાણો છો કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારે કોઈ શિષ્ય ન કરવા, એટલે તેઓને હું ચેલા તરીકે કેવી રીતે સ્વીકારી શકું?”
મૂળચંદજી મહારાજે કહ્યું, ‘તમારી પ્રતિજ્ઞાની વાત સાચી છે. મેં પણ એવી પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ બીજી બાજુ ગુરુદેવની આજ્ઞાના પાલનનો પ્રશ્ન છે. હવે ગુરુદેવની આજ્ઞાનું પાલન એ અંગત પ્રતિજ્ઞા કરતાં ચડિયાતી વસ્તુ છે. માટે તમારે
૨૪
ચરિત્રદર્શન
Page #69
--------------------------------------------------------------------------
________________
ચેલા સ્વીકારવા જ પડશે.”
વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે, “જો ગુરુદેવની આજ્ઞા હોય તો એક ચેલો તમે કરો અને એક ચેલો મને આપો.” મૂળચંદજી મહારાજે કહ્યું, “એમ બની નહિ શકે, કારણ કે ગુરુમહારાજે મને આજ્ઞા કરી છે કે દીક્ષા આપીને મારે એ બંનેને આપના જ શિષ્ય કરવાના છે.'
છેવટે વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા આપીને તેમને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બનાવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું મુનિ ગંભીરવિજયજી અને બીજાનું નામ મુનિ ચારિત્રવિજયજી.
પોતાને બે શિષ્યો થયા એટલે સમય જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ ! મારે બે ચેલા છે અને મૂળચંદજી મહારાજને એક પણ ચેલો નથી.” એ સાંભળી બુટેરાયજી મહારાજે મૂળચંદજી મહારાજને કહ્યું, “મૂલા ! હવે જેને દીક્ષા આપે તેને તારો ચેલો બનાવજે.”
ગુરુમહારાજની આજ્ઞા થતાં કિશનગઢથી આવેલા એક યતિને દીક્ષા આપીને મૂળચંદજી મહારાજે એમને પોતાના ચેલા બનાવ્યા. એમનું નામ રાખવામાં આવ્યું મુનિ ગુલાબવિજયજી. વૃદ્ધિચંદ્રજી મહારાજની અને મૂળચંદજી મહારાજની નિઃસ્પૃહતા અને ઉદારતા કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે.
વૃદ્ધિચંદ્રજીના વડીલ ગુરબંધુ મૂલચંદજી મહારાજ એમના કરતાં ઉંમરમાં ચાર વર્ષ મોટા હતા. તેમણે દીક્ષા પણ વહેલી લીધી હતી. વળી તેઓ શરીરે સુદઢ અને સશક્ત હતા. એટલે એમણે યોગવહન કરીને ગણિની પદવી મેળવી હતી. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઈચ્છા અને ભાવના હોવા છતાં યોગવહન કરી શક્યા નહોતા. એટલે એમણે પોતાના મુનિપદથી પૂરો સંતોષ માન્યો હતો પોતાના ગુરુબંધુ પ્રત્યે તેઓ પૂરો વિનય સાચવતા. તેમની આજ્ઞા સ્વીકારતા. વિ. સં. ૧૯૩૮માં ગુરુમહારાજ બુટેરાયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એથી જાણે એક આધારસ્તંભ ગયો હોય એવો એમને ખેદ થયો. હવે સમુદાયની જવાબદારી ગણિવર્ય મૂળચંદજી મહારાજ ઉપર આવી. વર્ષે વર્ષે સાધુ-સાધ્વીઓની સંખ્યા વધતી જતી હતી. પણ એની બધી વ્યવસ્થામાં મૂળચંદજી મહારાજ અત્યંત કુશળ હતા.
જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૫૪માં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ગદ્યમાં પ્રગટ થયેલું, એનો આધાર લઈને વળાવાળા શ્રી દુર્લભજી મહેતાએ પદ્યમાં સાત પરિચ્છેદમાં ઢાળ અને દુહાની મળીને ૧૧૨૫ કડીમાં રાસના પ્રકારની સુદીર્ઘ રચના સં. ૧૯૭૨માં કરી છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રત્યે એમના
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૨૫
Page #70
--------------------------------------------------------------------------
________________
ભક્તોની વાણી કેવી કેવી રીતે મહોરી છે તે આના ઉપરથી જોઈ શકાય છે. અને તે ઉપરથી એ મહાત્માનો પ્રભાવ કેટલો બધો પ્રેરક અને પ્રોત્સાહક હશે તેની પ્રતીતિ થાય છે. કૃતિના આરંભમાં કવિ કહે છે :
શ્રી શુભ વીર પ્રભુ નમી, શારદા માય પવિત્ર, મહા મુનિ વૃદ્ધિચંદનું કહીશું જન્મચરિત્ર. બ્રહ્મચારી સંયમ ગ્રહી, ભારત ભૂમિ મોજાર, વિજય નિસ્પૃહ ભાવથી કીધો અતિ ઉપગાર. શાસન સોહ વધારીને, સ્વર્ગ થયા ગુરુાય.
દુર્લભ' પદપંકજ નમી, ગુરુ બિરુઆ તસ ગાય.” કવિ પોતે વળાના હતા અને મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા હતા એટલે એમણે બીજે ન મળતી એવી વળાની કેટલીક વિગતો આ રાસકૃતિમાં અને પાદનોંધમાં વણી લીધી છે. તેઓ લખે છે :
પ્રતિબોધ સુણતાં નિત્ય ભાવે,
મિથ્યાત્વ તિમિરને દૂર હઠાવે, શુદ્ધ જિનમત બીજ વાવે, મુનિ શ્રાવક આચાર બતાવે,
લોંકા તપા સહુ સુણવા આવે, શુદ્ધ પંથ જાગૃતિ થાવે. ગોચરી રે પણ પોતે આવે
ભક્ષ્યાભઢ્ય વિવેક બતાવે, શ્રાવકાચાર સમજાવે. મિથ્યાત્વના પરવો નહીં કરવા,
રસોડે પાણિયારે ચંદરવા, સૂચવે જયણા ધરવા, કાઠી ગરાશિયાનો શિણગાર, જોતા ઘણા શ્રાવકને દ્વાર, કહે “આ શું? વિરુદ્ધાચાર ?” લકા તપાનો ભેદ નિવારે રે,
- જિનમત શુદ્ધ સરવે દિલ ધારે રે, ઉપગાર કર્યો એ ભારે રે. આમ વૃદ્ધિચંદ્રજી મહારાજે વળામાં પોતાની વાણીથી ઘણો ઉત્સાહ પ્રગટાવ્યો હતો. એમનું વ્યાખ્યાન સાંભળવા લોકો અને તપા (સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકો) બધા જ આવતા અને તેઓ વચ્ચેના ભેદભાવ તેમણે નિવાર્યા હતા. વળી લોકો ગરાસિયા જેવો જે આચાર પાળતા હતા તેમાં પણ ફેરફાર કરાવ્યો હતો. કવિ
૨૬
ચરિત્રદર્શન
Page #71
--------------------------------------------------------------------------
________________
પાદનોંધમાં લખે છે કે જૈનોના ઘરે ગરાસિયાની જેમ જે હુક્કા પિવાના હતા તે તેમણે બંધ કરાવ્યા હતા. એક જ દિવસમાં ચાલીસ જેટલાં કુટુંબોમાં મહારાજશ્રીના પ્રેરક ઉપદેશથી શ્રાવકોએ હુક્કા ફોડી નાખ્યા હતા.
વળા-વલભીપુરમાં એમણે દેવર્કિંગણિની સ્મૃતિમાં દેરાસર, ઉપાશ્રય, સ્મારક વગેરે કરવા માટે પણ ઉપદેશ આપ્યો હતો.
વૃદ્ધિચંદ્રજી મહારાજને સિદ્ધાચલજીની યાત્રાનું આકર્ષણ અને અનુકૂળતા વિશેષ રહ્યાં હતાં. તેમણે પહેલી યાત્રા પંજાબથી અમદાવાદ આવીને કરી હતી. ત્યાર પછી તેમણે જુદા જુદા સંઘો સાથે વિહાર કરીને વીસથી વધુ વાર શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી હતી. એમણે એક વખત શત્રુંજય મહાતીર્થની ‘નવ્વાણું યાત્રા' પણ કરી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજે શત્રુંજય તીર્થની બાબતમાં એમના જમાનાની દૃષ્ટિએ એક મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પાલિતાણાના ઠાકોરે જ્યારે યાત્રિકવેરો નાખ્યો ત્યારે તેની સામે વિરોધ નોંધાવવા રાજકોટમાં પોલિટિકલ એજન્ટ પાસે કેસ દાખલ કરવામાં આવ્યો. તે વખતે અમદાવાદમાં રહી વૃદ્ધિચંદ્રજી મહારાજે બધાં શાસ્ત્રો ઝીણવટપૂર્વક વાંચીને શ્રેષ્ઠીઓને શાસ્ત્રીય પુરાવાઓ આપીને અમદાવાદથી રાજકોટ મોકલ્યા હતા. ઘણાં વર્ષ કેસ ચાલ્યો હતો. પરંતુ એમની દરમિયાનગીરીથી વ્યક્તિગત યાત્રિકવેરો રદ કરવાનો અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દર વરસે રૂપિયા પંદર હજાર પાલિતાણાના ઠાકોરને આપવાનો ચુકાદો આવ્યો હતો.
સં. ૧૯૪૪માં મૂલચંદજી મહારાજની નિશ્રામાં અમદાવાદથી શત્રુંજયનો સંઘ નીકળ્યો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજ ત્યારે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે પાલિતાણા આવી શકે તેમ નહોતા. એટલે સંઘ ભાવનગર આવીને પછી પાલિતાણા જવાનો હતો. વૃદ્ધિચંદ્રજી મહારાજને આ સંઘ નીકળવાના સમાચાર મળતાં તેઓ પોતાના ગુરુબંધુને મળવા આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા હતા. જ્યારે સંઘ ભાવનગર આવ્યો ત્યારે વૃદ્ધિચંદ્રજી પોતાના સાધુ-સાધ્વીના સમુદાય સહિત શહેર બહાર સામૈયું કરવા ગયા અને ઘણાં વરસ પછી મૂલચંદજી મહારાજને મળતાં અત્યંત હર્ષ અનુભવ્યો. વડીલ ગુરુબંધુનું આગમન થતાં અને એક ઉદ્યાનમાં તેઓ પાટ ઉપર બિરાજમાન થતાં વૃદ્ધિચંદ્રજી મહારાજે પોતાનાં સાધુ-સાધ્વી સહિત વિધિપૂર્વક વંદન કર્યા અને મૂલચંદજી મહારાજના ચરણકમલમાં પોતાના મસ્તક વડે સ્પર્શ કર્યો. આ દશ્ય જોનાર ભાવવિભોર બની ગયા અને જૈનધર્મમાં વિનયને કેટલું બધું મહત્ત્વ અપાયું છે તે સમજીને તે માટે રુચિવાળા થયા.
ત્યાર પછી મૂલચંદજી મહારાજના પરિવારનાં સાધુ-સાધ્વીઓએ વૃદ્ધિચંદ્રજી
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૨૭
Page #72
--------------------------------------------------------------------------
________________
મહારાજને વંદન કર્યાં. આમ પરસ્પર નંદનવિધિ પતી ગયા પછી ભાવનગ૨ શહેરમાં સંઘનો ભવ્ય પ્રવેશ થયો. સંઘ બે દિવસ રોકાયો તે દરમિયાન બંને ગુરુબંધુઓએ પરસ્પર અનુભવોની, અધ્યયનની અને શાસનનાં કાર્યોની વિચારણા કરી.
વૃદ્ધિચંદ્રજી મહારાજે જોયું કે પાઠશાળાઓ અને વિદ્યાશાળાઓ વગર શ્રાવકોમાં તેજ નહિ આવે. એ માટે એમણે ઘણે સ્થળે બાળકો માટે પાઠશાળાઓ ચાલુ કરાવી હતી. પાલિતાણામાં સંસ્કૃત વગેરેના અભ્યાસ માટે મુર્શીદાબાદના બાબુ બુદ્ધિસિંહજીને પ્રેરણા કરીને બુદ્ધિસિંહજી પાઠશાળાની સ્થાપના કરાવી હતી. ભાવનગરમાં જૈન ધર્મ પ્રસારક' નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી તથા ‘જૈનધર્મ પ્રકાશ’ પત્રનું પ્રકાશન કરાવ્યું હતું. લીંબડીમાં તેમણે જ્ઞાનભંડાર વ્યવસ્થિત કરાવ્યો હતો. જ્ઞાનવૃદ્ધિનાં આવાં અનેક કાર્યો એમના હાથે થયાં હતાં.
સં. ૧૯૪૪ના ચાતુર્માસ પછી પાલિતાણામાં ગણિવર્ય શ્રી મૂલચંદજી મહરાજની તબિયત બગડી. તેમના શરીરમાં રક્તવાતનો વ્યાધિ થઈ આવ્યો અને તે વધતો ગયો. એથી શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ અને ચાલવાની શક્તિ પણ રહી નહિ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એમના સતત સમાચાર મેળવતા રહ્યા હતા, પરંતુ જ્યારે જાણ્યું કે પાલિતાણામાં ઔષધોપચારથી કંઈ ફરક પડ્યો નથી ત્યારે તેમને ભાવનગર બોલાવી સારા વૈદ્યો-ડૉક્ટરો પાસે ઉપચાર કરાવવાનું વિચાર્યું. તેમણે ભાવનગરથી શ્રેષ્ઠીઓને મોકલ્યા. ગણિવર્ય મહારાજ ચાલી શકે એમ નહોતા. એટલે તેમના માટે મ્યાના પાલખી જેવું વાહન)ની વ્યવસ્થા કરાવી. તેમાં બેસી મૂલચંદજી મહારાજ ભાવનગર પધાર્યાં. ભાવનગરમાં ઘણા ઉપચારો કરાવ્યા પણ વ્યાધિ વધતો રહ્યો. આયુષ્ય પૂરું થતાં સં. ૧૯૪૫ના માગસર વદ છઠના દિવસે એમણે દેહ મૂક્યો. ગણિવર્યના અંતિમ અવસ્થાના સમાચાર સાંભળી એમના સંઘાડાના બાવીસ જેટલા સાધુઓ ભાવનગરમાં એકત્ર થયા હતા. મુનિ ઝવેરસાગરજી તો ઉદયપુરથી વિહાર કરીને આવી ગયા હતા. સૌએ અને ખાસ કરીને તો વૃદ્ધિચંદ્રજી મહારાજે મૂલચંદજી ગણિવર્યની ઘણી સારી સેવાભક્તિ કરી હતી. કાળધર્મ પામ્યા પછી ગણિવર્ય મૂલચંદજી મહારાજના દેહને મહારાજશ્રીની સૂચનાથી દાદાવાડીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાં આરસની દેરી કરી એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં. એ માટે ખર્ચ કરવામાં ભાવનગરના સંઘે પાછું વળીને જોયું નથી, કારણ કે તપગચ્છના સંવેગી સાધુઓના પુનરુત્થાનનું મહત્ત્વનું કેન્દ્ર ભાવનગર બની ગયું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજના છેલ્લે દસ શિષ્યો હતા : (૧) કેવવિજયજી (૨) ગંભીરવિજયજી (૩) ઉત્તમતિયજી (૪) ચતુરતિયજી (૫) રાજવિજયજી (૬)
૨૮ ચરિત્રદર્શન
Page #73
--------------------------------------------------------------------------
________________
હેમવિજયજી (૭) ધર્મવિજયજી (કાશીવાળા વિજ્યધર્મસૂરિ) (૮) નેમવિજયજી (શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ (૯) પ્રેમવિજયજી અને (૧૦) કર્પૂરવિજ્યજી (સન્મિત્ર) આ શિષ્યોમાં વિજ્યધર્મસૂરિ અને વિજયનેમિસૂરિએ શાસનનાં ભગીરથ કાર્યો કરી ઘણું ઉજ્જ્વળ નામ કર્યું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજને વિદ્યાભ્યાસ અને જ્ઞાનસંપાદન પ્રત્યે ઘણી રુચિપ્રીતિ હતી. તેમણે સ્વયં શાસ્ત્રસિદ્ધાંત ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો, એટલે ભાવનગરમાં ચાતુર્માસ અને સ્થિરવાસ દરમિયાન એ દિશામાં એમણે પોતે ઘણું સંગીન કાર્ય કર્યું હતું અને સંઘ પાસે કરાવ્યું હતું. કેટલાય જૈન યુવાનો એમની પાસે શંકા-સમાધાન માટે, જ્ઞાનચર્ચા માટે કે વ્યાકરણાદિના અભ્યાસ માટે નિયમિત આવતા. ભાવનગરના કુંવરજી આણંદજી અને અમરચંદ જસરાજ તો રોજ રોજ એમની પાસે નિયમિત આવતા. તેઓ રાતના બા૨એક વાગ્યા સુધી મહારાજશ્રી સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા રહેતા. અંતિમ વર્ષોમાં મહારાજશ્રીની તબિયત લથડતી જતી હતી અને ઉજાગરા થતા નહોતા. એ વખતે પણ તેઓ એ શ્રાવકોને વહેલાં ચાલ્યા જવાનું કહેતા નહિ. પરંતુ જ્યારે ઘણી અગવડ થવા લાગી ત્યારે એમણે પોતાના શિષ્ય મુનિ નેમવિજયજીને કહ્યું હતું, જો ને નેમા ! મારું શરીર આવું નરમ છે ને આ લોકો મને બહુ ઉજાગરા કરાવે છે.’ એ સાંભળી ગુરુ મહારાજની અનુમતિ મેળવી નેમવિજય મહારાજે શ્રાવકોને વહેલાં આવવા અને વહેલાં જવા માટે કડક સૂચના આપી હતી.
વૃદ્ધિચંદ્રજી મહારાજના અંતિમ દિવસોમાં જે શ્રાવકોએ એમની દિવસ-રાત સેવા-ભક્તિ કરી હતી તેમાં શ્રી કુંવરજી આણંદજી અને શ્રી અમરચંદ જસરાજનાં નામ મુખ્ય હતાં.
મહારાજશ્રીને વા અને સંગ્રહણીનાં અસાધ્ય દર્દો તો હતાં જ તેમાં છાતીમાં વારંવાર થઈ આવતા દુઃખાવાનું દર્દ વધતું ચાલ્યું હતું. વૈદરાજોના ઉપચારો છતાં એમાં ફરક પડતો નહોતો. એટલે આવા શરીરે મહારાજશ્રી કેટલું ખેંચી શકશે એ પ્રશ્ન હતો. મહારાજશ્રીના આ અંતિમ કાળે એમની યાદગીરીરૂપે એમનો ફોટો પાડવાની ઇચ્છા સંઘના કેટલાક શ્રેષ્ઠીઓને થઈ. એ દિવસોમાં ફોટોગ્રાફીની શોધ થઈ ચૂકી હતી અને બોક્સ કેમેરા વડે ફોટો પાડવામાં આવતો. મહારાજશ્રીએ અગાઉ કેટલીય વા૨ પોતાનો ફોટો પડાવવા માટે અનિચ્છા દર્શાવેલી, પરંતુ હવે તો શ્રેષ્ઠીઓ કૅમેરાવાળાને પહેલાં તૈયાર રાખીને વિનંતી કરતા કે જેથી મહારાજશ્રી જો હા પાડે તો તરત જ ફોટો પાડી લેવાય. સં. ૧૯૪૮ના પર્યુષણ પછી એક દિવસ શ્રેષ્ઠીઓએ બહુ જ આગ્રહપૂર્વક વિનંતી કરી અને સંઘના પ્રેમને વશ થઈ માત્ર દાક્ષિણ્યતા
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૪ ૨૯
Page #74
--------------------------------------------------------------------------
________________
ખાતર મહારાજશ્રીએ હા કહી કે તરત જ એમનો ફોટો કેમેરાવાળાએ પાડી લીધો હતો. ફોટાની અનેક નકલો કઢાવી જૈન ધર્મ પ્રસારક સભાએ ગુરુભક્તોને આપી હતી. મહારાજશ્રીનો આ એક જ ફોટો મળે છે જે આજ સુધી પ્રચલિત રહ્યો છે.
એવી જ રીતે મહારાજશ્રીનું જીવનચરિત્ર લખવા માટે કેટલાકે કોશિશ કરી હતી. એ માટે જોઈતી માહિતી તો મહારાજશ્રી પાસેથી જ મળી શકે. એકબે વખત કોઈક-કોઈકે મહારાજશ્રીને એમના જીવન વિશે પ્રશ્નો કર્યા ત્યારે મહારાજશ્રીએ સહજ રીતે એના જવાબ આપ્યા હતા, પરંતુ પછીથી જ્યારે પોતાને વહેમ પડ્યો કે જીવનચરિત્ર લખવા માટે આ પ્રશ્ન પુછાય છે ત્યારે તેમણે જવાબ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
મહારાજશ્રીને વિહાર કરીને સિદ્ધાચલજી અને તળાજા જવાની ભાવના વારંવાર થતી. પરંતુ ચાલવાની શક્તિ રહી નહોતી. સંઘે એમને માટે ડોળીની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું પણ ડોળીનો ઉપયોગ કરવાની એમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેઓ કહેતા કે પોતે સમુદાયમાં વડા છે અને પોતે ડોળીનો ઉપયોગ કરે તો એમનો દાખલો લઈ બીજાઓ પણ ડોળીમાં બેસવા લાગે અને એમ કરતાં સાધુસમુદાયમાં શિથિલાચાર વધે.
મહારાજશ્રીની શારીરિક પીડા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમનો આત્મોપયોગ પણ વધતો ગયો. દેહભાવમાંથી છૂટી અધ્યાત્મસ્વરૂપમાં અને અનુભવજ્ઞાનમાં તેઓ વધુ લીન રહેવા લાગ્યા હતા. શરીરની વેદના તીવ્રતમ થતી ત્યારે પણ તેમના મુખમાંથી ઊંહકારો નીકળતો નહિ. તેઓ “અરિહંત, સિદ્ધ, સાહુ એ ત્રણ શબ્દોનું નિરંતર રટણ કરતા રહેતા અને પોતાને મળવા આવેલાઓને પણ એ ત્રણ શબ્દોનું રટણ કરવા કહેતા. એવા અશાતાના વખતમાં પણ તેઓ ચઉસરણ પન્નાનું રટણ કરતા અને કોઈ કોઈ ગાથાનો અર્થ ઉલ્લાસપૂર્વક સમજાવતા, જાણે કે શરીરમાં કંઈ વ્યાધિ જ નથી.
સં. ૧૯૪૯ના વૈશાખમાં મહારાજશ્રીની તબિયત વધુ બગડી અને વૈશાખ સુદ ૭ની રાત્રે ૯-૩૦ વાગે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આ શોકજનક સમાચાર સમગ્ર શહેરમાં ફરી વળ્યા. ભક્તોનાં ટોળેટોળાં ઊમટ્યાં. ગામેગામ તારથી ખબર અપાયા. બીજે દિવસે સવારે ભાવનગરમાં બધાં બજારો-શાળાઓ વગેરે બંધ રહ્યાં. સુશોભિત પાલખીમાં મહારાજશ્રીના દેહને મૂકીને ભક્તો જય જય નંદા, જય જય ભદ્રા’ના ઉચ્ચારો કરતા દાદાવાડીમાં લઈ આવ્યા. હજારોની મેદની ત્યારે એકત્ર થઈ હતી. મહારાજશ્રીના દેહને ત્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. એક મહાન જ્યોતિ વિલીન થઈ ગઈ. એ પ્રસંગે અનેક લોકોએ અને જુદા જુદા સંઘોએ એમની સ્મૃતિમાં સંસ્થાઓની સ્થાપનાના, તપશ્ચર્યાના, અનુકંપાદાન, સુપાત્રદાન વગેરેના
છ ક ચરિત્રદર્શન
Page #75
--------------------------------------------------------------------------
________________
સંકલ્પો જાહેર કર્યા હતા.
વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ પોતાના વડીલ ગુરુબંધુ મૂલચંદજી મહારાજની જેમ પ૯ વર્ષની વયે કાળધર્મ પામ્યા. બંને ભાવનગરમાં કાળધર્મ પામ્યા. બંનેની ઉંમર વચ્ચે ચાર વર્ષનું અંતર રહ્યું હતું. બંનેનો અગ્નિસંસ્કાર ભાવનગરમાં દાદાવાડીમાં થયો હતો. બંનેનાં પગલાંની દેરી પણ પાસે પાસે કરવામાં આવી છે. પંજાબથી ભરયુવાન વયે નીકળેલા આ બે સાચા સંયમી, સાચા ત્યાગી, સમર્થ ધર્મોપદેશક મહાત્માઓએ ગુજરાત ઉપર અનન્ય ઉપકાર કરીને ગુજરાતમાં જ દેહ છોડ્યો.
પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂલચંદજી મહારાજ અને પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પંજાબથી વિહાર કરી ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી. ત્યાર પછી બુટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ પંજાબ જઈ આવ્યા, પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ તો. પાછા પંજાબ ક્યારેય ગયા જ નહિ. તેમણે પંજાબ ઉપરથી, પોતાના વતન અને કૌટુંબિક સ્વજનો ઉપરથી આસક્તિ ક્યારનીય ઉતારી નાખી હતી. તેઓ ગુજરાતના થઈને, ગુજરાત સાથે, ભાવનગર સાથે એકરૂપ થઈને રહ્યા હતા. ગુરુમહારાજ બુટેરાયજી મહારાજે એમને કાઠિયાવાડ અને તેમાં પણ ભાવનગર ક્ષેત્ર સંભાળવાની આજ્ઞા કરી ત્યારથી તેઓ તે ક્ષેત્રને સવિશેષપણે સાચવવા લાગ્યા હતા. અગાઉ ગુજરાત કરતાં પણ કાઠિયાવાડ ધર્મ અને સંસ્કારમાં પછાત હતું. વળી ત્યાં સ્થાનકવાસી માર્ગ વધુ પ્રચલિત બન્યો હતો. એ દૃષ્ટિએ મંદિરમાર્ગને ત્યાં વધુ ચેતનવંતો બનાવવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજનું મોટું યોગદાન રહેલું છે. સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર અને તેમાં પણ ભાવનગર શહેર ઉપર એમનો ઉપકાર ઘણો મોટો રહ્યો છે. એમણે પંજાબ છોડ્યા પછી કુલ ૩૮ ચાતુર્માસ ગુજરાતમાં કર્યા. એમાં ચોવીસ ચાતુર્માસ કાઠિયાવાડમાં કર્યા અને અડધા ચાતુર્માસ-૧૯ જેટલા ચાતુર્માસ ભાવનગરમાં કર્યો. એ ઉપરથી પણ આ વાતની પ્રતીતિ થશે. ભાવનગરના સંઘ પાસે એમણે વખતોવખત વિવિધ સુંદર ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યો કરાવ્યાં અને પરિણામે એ જમાનામાં ભાવનગર માત્ર ગુજરાતનું જ નહિ, સમગ્ર ભારતનું એક મહત્ત્વનું સંસ્કારકેન્દ્ર બની ગયું હતું.
વૃદ્ધિચંદ્રજી મહારાજના સ્વર્ગવાસ પછી અંજલિ આપતી વિવિધ કાવ્યકૃતિઓની રચના થઈ છે. ગુજરાતીમાં રચાયેલા આઠ શ્લોકના એક અષ્ટકમાં એના અજ્ઞાત કવિએ લખ્યું છે :
મોટા-નાના સરવ જનને માન આપે સુહર્ષે હેતે બોલી મધુર વચનો ભક્તના ચિત્ત કર્યું, જેના ચિત્તે અવચળ સદા તુલ્ય દૃષ્ટિ વિભાસે તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ?
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ - ૩૧
Page #76
--------------------------------------------------------------------------
________________
વિદ્વાનોનાં વદન નીરખી નિત્ય આનંદ પામે. ગ્રંથો દેખી અભિનવ ઘણો હર્ષ જે ચિત્ત જામે, ‘તત્ત્વો જાણી જિનમત તણા શાનદષ્ટિ પ્રકાશે,
તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ?” વૃદ્ધિચંદ્રજીના પ્રશિષ્ય કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિએ સ્તુતિરૂપ અષ્ટકની રચના સંસ્કૃત શ્લોકમાં કરી છે. એની વિશિષ્ટતા એ છે કે એમણે પ્રથમ સાત શ્લોકમાં પ્રત્યેક પ્રથમ ચરણમાં પહેલો શબ્દ બેવડાવ્યો છે, જેમકે વીવં વાવું, પાવે પાર્વ, યાયં યાયં ઈત્યાદિ તથા તે પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ નીચે પ્રમાણે એકસરખું જ રાખ્યું છે :
__स्वर्गस्थौऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः । પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. શ્રી વિજયનંદસૂરિએ સંસ્કૃત પદ્યમાં શ્રી વૃદ્ધિસ્તોત્રમ્ નામના કાવ્યની દસ શ્લોકમાં રચના કરી છે, જેમાંના પ્રથમ આઠ શ્લોકનું અંતિમ ચરણ તુવે સોSહં ધ્યાનો એ પ્રમાણે રાખ્યું છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉત્તમ ગુણોનો મહિમા ગાતા આ સ્તોત્રના આરંભના શ્લોકમાં તેઓ કહે છે :
सदा स्मर्या सङख्या स्खलित गुणं संस्मारित युग - प्रधानं पीयूषोपममधुर वाचं व्रतिधुरम् । विवेकाद्विज्ञातस्व परसमयाशेष विषयं
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं वृद्धिविजयम् ॥ સિદા સ્મરણ કરવા લાયક, અસંખ્ય અને અસ્મલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃતસમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વરૂપ સિદ્ધાંતના સર્વ વિષયોને વિવેકથી જાણનાર અને ધ્યાનમાં (અથવા હં - તે જ હું છું એવા ધ્યાનમાં) ઉલ્લસિત હૃદયવાળા શ્રી વૃદ્ધિવિજયની હું સ્તુતિ કરું છું.]
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની યશોજ્વલ ગાથાનું જેમ જેમ પાન કરીએ છીએ તેમ તેમ તેમના પ્રત્યે મસ્તક વધુ ને વધુ નમે છે.
પ્રભાવક સ્થવિરો - ભા. રમાંથી)
૩૨
ચરિત્રદર્શન
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ મહારાજ
ના જામ તe
શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજ
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી અજરામર સ્વામી
શ્રી પુણ્યવિજયજી મહારાજ
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી તખ્તાનંદજી મહારાજ
શ્રી મૃગાવતીજી મહારાજ
Page #81
--------------------------------------------------------------------------
________________
પંડિત સુખલાલજી
- શ્રી શત્રુંજય ખાતીર્થ ની શાતલ છાયામ, તાલા પાટા પર મૉજત શ્રી રાજેન &ત ભવન પાલીતાણા તતતિશાક જૂઅલ બીદ હa , ઠા
1, " અને કાર તલીય રેગ્લિાં કક તો મીરા, &ષમાના એવા ગીરના ઓથી ચીમનભાઈ પટેલ Gોખણાઈ પટેલ દિ ઠાકર ને વિશ્વમાં તે કયમંત્રી સુજાત અથ) Sધી કનલ અને બાકાત વિધાતા
પે
'
I
કાકી,
બીર્તિદાજી
- પર્યાવરણ મંત્રી
?
,
00
શ્રી જ્યોહરિમલજી પારેખ
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂ. બાપુજી અને પૂ. બા
અમારા દોશીકાકા
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાનંદભાઈ કાપડિયા
શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ
Page #84
--------------------------------------------------------------------------
________________
SHPA
SH SCS
।। શ્રી મોરારજી દેસાઈ
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબેન મહેતા
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ
સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘ-સ્થવિર, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્યપ્રવરની ખોટ પડી છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી, તેમ છતાં તેઓ અપ્રમત્ત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓ અમદાવાદ પધાર્યા. અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી તેઓ સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા.
પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીનું ૭૯ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઇતિહાસ, છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ, પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજીનાં જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય.
શ્રી રામચંદ્રસૂરિનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ. સં. ૧૯૫રના ફાગણ વદ ૪ના રોજ થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ને ૩૩
Page #86
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. એમના કુટુંબમાં બાળકો જીવતાં રહેતાં નહોતાં. જે બાળક જીવી જાય તેને કોઈની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાંઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા “સબૂડો’ કહીને બોલાવતાં.
પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસેની એક ખડકીમાં રતનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથ મરકીના રોગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની ઉંમર સાત વર્ષની હતી.
ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. તે જમાનામાં છોકરાઓમાં અડધી ચડ્ડી કે પાયજામો પહેરવાનો રિવાજ હજુ ચાલુ થયો નહોતો. ખમીશ, ધોતિયું અને માથે ટોપી પહેરીને શાળામાં વિદ્યાર્થીઓ જતા. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા.) શાળામાં હજુ પીવાના પાણીની વ્યવસ્થા થઈ નહોતી. એટલે છોકરાઓ આસપાસનાં ઘરોમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ઘર શાળાની નજીક હતું. એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા.
શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકોમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઈ, મગનલાલ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લોકો “મોહન ચકલી” અથવા “ચકલી માસ્તર' કહીને બોલાવતા. ખુદ માસ્તર પોતે પણ પોતાને ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણાવેલા.
એ દિવસોમાં પાદરામાં અંગ્રેજી શાળા ચાલુ થઈ ગઈ હતી. ઘણાખરા વિદ્યાર્થીઓ છ ધોરણ સુધીનો વર્નાક્યુલર ફાઈનલનો અભ્યાસ કરતા. કેટલાક વિદ્યાર્થીઓ ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં દાખલ થતા. ત્રિભુવને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ ચાલુ રાખેલો.
એ દિવસોમાં મુંબઈથી અમદાવાદ અને દિલ્હી સુધીની બ્રોડગેજ રેલવે લાઈન ચાલુ થઈ ગયેલી. ભારતની રેલવેનું આયોજન સીમલાનું રેલવે બોર્ડ કરતું. મુંબઈથી ઊપડેલી ટ્રેન વડોદરા રાજ્યમાંથી પસાર થઈ દિલ્હી જતી એટલે રેલવે બોર્ડ એ વિભાગની ટ્રેન માટે બી.સી.આઈ. રેલવે' એવું નામ રાખવા વિચારેલું. બી.સી.આઈ. એટલે બોમ્બે એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. પરંતુ ગાયકવાડ સરકારે એ નામમાં બરોડા’ શબ્દ ઉમેરવા માટે આગ્રહ રાખેલો અને એ શરતે પોતાની રાજ્યની પરવાનગી
જ ચરિત્રદર્શન
Page #87
--------------------------------------------------------------------------
________________
આપેલી. એટલે બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (બી.બી. એન્ડ સી.આઈ. રેલવે) એવું નામ રાખવું પડ્યું. ગાયકવાડ સરકારે ડભોઈથી વિશ્વામિત્રી સુધી આવતી પોતાની મીટરગેજ જી.ડી. રેલવે ગાયકવાડ-ડભોઈ રેલવે)ને વિ. સં. ૧૯૫૩માં પાદરા સુધી લંબાવી હતી. ત્યાર પછી એ રેલવેને માસરરોડ સુધી લંબાવવામાં આવી અને એનું નામ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું. પરંતુ માસરરોડથી આગળ બ્રિટિશ રાજ્ય ચાલુ થતું હતું. ગાયકવાડ સરકારની ઇચ્છા એ લાઈનને જંબુસર સુધી લઈ જવાની હતી. પરંતુ સીમલા બોર્ડ ઘણાં વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં કે પગપાળા સફર કરવી પડતી.
શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યો હતો. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મોટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી અનાજ ટ્રેન દ્વારા પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાલોતરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલો. આવો દૂરનો પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભવનની હોશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી.
ત્રિભુવનને વ્યાવહારિક કેળવણીમાં બહુ રસ ન હતો પરંતુ નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ હતો. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મપ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંતો પાદરા જેવા નાના ગામને ચાતુર્માસનો લાભ આપતા. ૫. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરામાં કર્યા હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જૈન સાધુ સમાજમાં પાદરાનું યોગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમાં પાદરાની જેમ પાઠશાળાનો પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાનો વહીવટ વકીલ મોહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા.
- પાદરામાં બે દેરાસર છે : નવઘરી પાસેનું સ્પત્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતો એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતો.
- પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ-ભગવંતોની પ્રેરક અને ઉબોધક વાણીનો લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૩૫
Page #88
--------------------------------------------------------------------------
________________
વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા, કારણ કે એમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું.
તેમનો આત્મા ઘણી ઊંચી કોટિનો હતો. શિક્ષક તરીકેની નોકરી કરતાં લોકોમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણી બધી હતી. પોતાના બાળકિશોર વિદ્યાર્થીઓને સૂત્ર, સ્તવનો, સઝાયો તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાર્થીઓ ગાથાઓ, સ્તવનો, સઝાયો હોંશે હોંશે કંઠસ્થ કરતા.
ઊજમશી માસ્તરનો કંઠ બહુ મધુર હતો. તેમના ઉચ્ચારો અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હાર્મોનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવનો, સઝાયો ગાતા અને વિદ્યાર્થીઓને ગવડાવતા. તેઓ કવિ પણ હતા. અને પોતે નવાં નવાં સ્તવનો, સઝાયોની રચના કરતા. એમની સ્વરચિત કૃતિઓની એક પુસ્તિકા પણ છપાયેલી.
વિદ્યાર્થીઓમાં ધર્મભાવના વધારવા માટે ઊજમશી માસ્તર દર પૂનમે તથા રજાના દિવસે પાદરાની આસપાસનાં ગામોમાં પાઠશાળાના વિદ્યાર્થીઓને પગપળા જાત્રા કરવા લઈ જતા અને ત્યાં દેરાસરમાં સ્નાત્રપૂજા રાગરાગિણી સાથે ભણાવતા. પાદરા પાસે આવેલા કાના કડિયાના ગામ દરાપરા તો મહિનામાં બે-ત્રણ વાર જાત્રા માટે જવાનું થતું. પાદરાની જેમ દરાપરા પણ ત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓથી ગુંજતું. ઊજમશી માસ્તર દરાપરાની પાઠશાળામાં ભણાવવા પણ જતા. ઊજમશી માસ્તરને આ વ્યવસાય નિમિત્તે પોતાને પણ ધર્મનો રંગ એટલો બધો લાગ્યો હતો કે વખત જતાં તેમણે શિક્ષકનો વ્યવસાય છોડી દઈને પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ મુનિ ઉદયવિજયજી બન્યા હતા. સમય જતાં આચાર્યની પદવી ધારણ કરી તેઓ પૂ. ઉદયસૂરિ બન્યા હતા. ત્રિભુવનને બાલ્યકાળમાં અને કિશોરાવસ્થામાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રો તથા જીવવિચાર, નવતત્ત્વ ઈત્યાદિ સૂત્રો અને સ્તવનો તથા સઝાય કંઠસ્થ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો. તેમાં આ ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. ઊજમશી માસ્તરે ત્રિભુવનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત સમક્તિના સડસઠ બોલની સઝાય સરસ પાકી કરાવી હતી. એની પરીક્ષામાં ત્રિભુવન પ્રથમ નંબરે આવ્યો હતો.
કિશોર ત્રિભુવન ધર્મ-અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો, અને સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં જન્મ્યા હતા. પરંતુ એનાં દાદીમા,
૩૬ ચરિત્રદર્શન
Page #89
--------------------------------------------------------------------------
________________
એના કાકા એને દીક્ષા લેતાં અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ પર કરી આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું. પરંતુ એથી ત્રિભુવન જરા પણ આકર્ષિત થયો નહોતો.
ત્રિભુવનના એક મામાએ એવી દલીલ કરી કે “તારે દીક્ષા લેવી હોય તો લેજે, પરંતુ તારાં નવાં સીવડાવેલાં કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે.' જવાબમાં ત્રિભુવને કહેલું કે “કાતર આપો તો હમણાં જ કપડાં ફાડી નાખું.”
ત્રિભુવનને સમજાવવા માટે કાકાએ પાદરાના એક વકીલને કહ્યું. વકીલે ત્રિભુવનને પાદરાના પારસી ન્યાયાધીશ નાનાભાઈ પેસ્તનજી નવસારીવાલા પાસે લઈ જઈને દીક્ષા ન લેવા માટે સમજાવતા વિનંતી કરી. પરંતુ એ ન્યાયાધીશ પણ ત્રિભુવનની દલીલ આગળ નિરુત્તર થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ છોકરો દીક્ષા લીધા વગર રહેશે નહિ.
એ દિવસોમાં ગાયકવાડી રાજ્યમાં દીક્ષા અંગે કેટલાક કડક ધારાઓ હતા. એમાં પણ ત્રિભુવનનાં સગાંઓએ છાપામાં નોટિસ છપાવી હતી કે કોઈએ ત્રિભુવનને દીક્ષા આપવી નહિ. જે કોઈ આપશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.'
- કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો અડગ નિશ્ચય કર્યો હતો, પરંતુ કોની પાસે દીક્ષા લેવી એ નિર્ણય હજુ થઈ શક્યો ન હતો. બીજી બાજુ ત્રિભુવનની દીક્ષા અંગે કાયદેસરની ચેતવણી પછી દીક્ષા આપવાની બાબતમાં સાધુભગવંતો પણ વિમાસણ અનુભવતા. દરમિયાન પૂ. દાનવિજયજી મહારાજનું ચાતુર્માસ પાદરા પાસે દરાપરા નામના ગામમાં થયું હતું. તે વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે ત્રિભુવનને પૂ. દાનવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો હતો. પોતાની દાદીમાની હયાતી સુધી દીક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું, ‘ત્રિભુવન ! કાળની કોને ખબર છે? કોને ખબર છે કે તું પહેલો જઈશ કે દાદીમા પહેલાં જશે ?”
પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાક્ય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું નીકળું ગયું, અને તેણે વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈને પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ હતું.) એને દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તો તાત્કાલિક કાયદાનો
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૩૭
Page #90
--------------------------------------------------------------------------
________________
કોઈ પ્રશ્ન ઊભો ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. એ વખતે ટ્રેન માસર રોડ સુધી જ જતી હતી. માસર રોડ પહોંચી ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠો. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પોતાના ગામના કોઈ માણસો પોતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયો હતો. સાંજના માસર રોડ પહોંચીને પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચ્યો. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું. પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું. પછી જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નયવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી. એટલે મુનિ મંગળવિજયજીએ પોતે કેશલોચ શરૂ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણની વચ્ચે ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો. એમનું નામ મુનિ રામવિજય રાખવામાં આવ્યું.
દીક્ષા પછી મુનિ મંગળવિજયજી નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ એમની દીક્ષાના સમાચાર પાદરામાં પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાંસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાતો થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાતો પણ વિચારાઈ. અલબત્ત, દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડ્યું. ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારાં સગાંઓને આ બાબતમાં કંઈક ઊગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય એ રીતે વર્તવા તેમણે વિનંતી કરી. સગાંઓ ભરૂચ પહોંચ્યાં. પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તો પોતાના નિર્ણયમાં મક્કમ હતા. એટલે સગાંઓનું બહુ ચાલ્યું નહિ. તેઓ નિરાશ થઈને પાદરા પાછાં ફર્યા અને દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો.
દીક્ષા પછી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી.
૩૮ ચરિત્રદર્શન
Page #91
--------------------------------------------------------------------------
________________
પરંતુ એક દિવસ દાનવિજયજી મહારાજની તબિયત સારી ન હતી, ત્યારે એમના ગુરુભગવંત વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ નૂતન સાધુ પૂ. રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો રામવિજયજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી છતાં ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી એમણે સ્વીકારવી જ પડી. કયા વિષય ઉપર વ્યાખ્યાન આપવું એનો એમણે વિચાર કરી લીધો. સમક્તિના સડસઠ બોલની સઝાય પોતાને જે કંઠસ્થ હતી એના વિવેચનરૂપે એમણે સરસ વ્યાખ્યાન આપ્યું. ઉપાધ્યાયશ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી હતી કે રામવિજ્યજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પોતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરી શકશે.
મુનિ શ્રી રામવિજયજીને દીક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં થયેલા પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે એમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે એમને દાહ ઊપડતો ત્યારે ત્યારે તેઓ પૂરી સ્વસ્થતા ધારણ કરતા.
શ્રી રામવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૦ તથા ૧૯૭૧નાં ચાતુર્માસ ગુરુમહારાજ સાથે ભાવનગરમાં કર્યો. તે દરમિયાન “કમ્મપયડીનો અભ્યાસ ગુરુભગવંત પાસે એમણે કર્યો હતો. ત્યાર પછી પોતાના ગુરુભગવંતો સાથે જ તેઓ વિહાર કરતા રહ્યા હતા. એમના વિદ્યાભ્યાસ માટે પ્રત્યેક ચાતુર્માસમાં પંડિતોની વ્યવસ્થા કરવામાં આવતી. એને પરિણામે એમનો શાસ્ત્રીય અભ્યાસ ઘણો ઊંડો થયો હતો. એમની બુદ્ધિશક્તિ ઘણી બધી ખીલી હતી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓ સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા હતા. એટલી યુવાનવયે પણ એમના વ્યાખ્યાનનો પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતો, જે એમના જીવનના અંત પર્યન્ત રહ્યો
હતો.
- પૂજ્ય શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ શ્રોતાઓ ઉપર એટલો બધો પડતો કે તે સાંભળીને કેટલાકનાં હૃદયમાં ત્યાગ-વૈરાગ્યનો ભાવ ઊભરાઈ આવતો. કેટલાંકને દીક્ષા લેવાનું મન થતું. પૂ. શ્રી રામવિજયજીના અંગત સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થતું. પૂ. રામવિજયજી મહારાજનું પોતાનું ચરિત્ર ઊંચી કોટિનું હતું. એમનો શાસ્ત્રાભ્યાસ ઘણો ઊંડો હતો. એમની તર્કશક્તિ અને બીજાને સમજાવવાની શૈલી અદ્દભુત હતી. અને એમનો વાત્સલ્યભાવ એટલો છલકાઈ રહેતો
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ - ૩૯
Page #92
--------------------------------------------------------------------------
________________
કે એમની પાસે દીક્ષા લેવાનો ઉમંગ એમના ગાઢ પરિચયમાં આવનારને થઈ આવતો. યુવાનવયે જ અમદાવાદના કોટ્યાધિપતિ શેઠ શ્રી શિંગલાલે તેમની પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આવા તો બીજા અનેક પ્રસંગો છે. પોતાનાં સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના કોઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂજ્ય શ્રી રામવિજયજી પાસે દિક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દિક્ષાવિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પોતાના પતિએ પૂ. રામવિજયજી પાસે દીક્ષા લીધી હતી, એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેરસભામાં જઈને મારો પતિ મને પાછો આપો’ એમ કહીને રામવિજયજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝઘડો કોર્ટ સુધી ગયો હતો અને કોર્ટે રામવિજયજીને નિર્દોષ જાહેર કર્યા હતા.
શ્રી રામવિજયજી મહારાજને આવાં જુદાં જુદાં કારણોસર જુદે જુદે સ્થળે મળીને લગભગ ત્રીસેક જેટલી વાર કોર્ટમાં જુબાની આપવા જવાનું થયું હશે. પરંતુ તે દરેકમાં કોર્ટે પૂ. મહારાજશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા.
સં. ૧૯૭૬નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લોકોમાં વધતું જતું હતું. એ વખતે ચાનો વિરોધ પણ સખત થતો હતો. એ જમાનામાં અમદાવાદમાં રીચીરોડ (ગાંધી માર્ગ પર આવેલી બે જાણીતી હોટેલોમાં આખો દિવસ ચા પીનારાનો ધસારો રહેતો. એમાં જેનોની સંખ્યા ઘણી મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખાવાનું. હોટેલમાં રોજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે રામવિજયજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેરઠેર પ્રવચનો કર્યા હતાં અને એ પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર એટલો બધો પડ્યો હતો કે હોટેલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રોજના સત્તર મણ દૂધને બદલે માત્ર બે-ત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું હતું. આજે તો ચાના વ્યસનનો કોઈ વિરોધ રહ્યો નથી. પણ એ જમાનામાં રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ કેટલો બધો હતો તે આ ઘટના સૂચવે છે.
એ જ વર્ષમાં પ્રાણી હિંસાની બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાંઓનો ત્રાસ વધતો જતો હતો. એ ત્રાસમાંથી બચવું હોય તો કૂતરાંઓને મારી નાખવાં જોઈએ એવો એક વિચાર વહેતો થયો હતો. આવા વિચારને જૈન સમાજ સ્વીકારે જ નહિ. બલકે એનો સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તો એવી બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક શ્રીમંત જૈન ઉદ્યોગપતિએ લોકોની લાગણીને વધુ
૪) ક ચરિત્રદર્શન
Page #93
--------------------------------------------------------------------------
________________
દુભાવવા માટે જાણી-જોઈને સંવત્સરીના પવિત્ર પર્વના દિવસે જ પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલાં કૂતરાંઓને મારી નાખ્યાં હતાં. આ ઘટનાનો ત્યારે જબરદસ્ત વિરોધ થયો હતો. કૂતરાં મારવાની હિમાયત કરનાર સામે પૂ. રામવિજયજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે કૂતરાંઓને મારી નાખવાની હિમાયત કરતી પ્રવૃત્તિ તરત બંધ થઈ ગઈ હતી.
વિ. સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદમાં મહત્ત્વનું બની ગયું હતું. અમદાવાદમાં નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીનો ઉત્સવ થતો અને દશેરાના દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાનો વધ કરવાનો રિવાજ ચાલ્યો આવતો હતો. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક મોટા પંચેન્દ્રિય જીવનો વધ કરવામાં આવે એ રિવાજ અસહ્ય થઈ પડ્યો હતો. એ બંધ કરાવવા માટે પૂ. રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પોળે પોળે જઈને એમણે પોતાના પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાયો અજમાવી દેવા ઉદ્દબોધન કર્યું હતું. આ આંદોલનને પરિણામે અમદાવાદમાં ઠેર ઠેર આ જ ચર્ચાનો વિષય બની ગયો. એમાં અહિંસાપ્રેમી હિન્દુઓ પણ જોડાયા. અમદાવાદમાં માણેકચોકમાં પચાસ હજારની મેદની સમક્ષ પૂ. રામવિજયજી મહારાજે જોરદાર ઉબોધન કર્યું. એથી અમદાવાદમાં એક મોટું આંદોલન સર્જાયું. બીજી બાજુ સંઘો તરફથી કોર્ટનો આશ્રય લેવામાં આવ્યો અને કાનૂની કાર્યવાહી પણ કરાવાઈ. પરિણામે ભદ્રકાળી માતાના મંદિરના પૂજારીઓ ગભરાઈ ગયા. વિજયાદશમીના દિવસે ભદ્રકાળી માતાના મંદિર આગળ આ હિંસક પ્રથા અટકાવવા હજારો માણસ એકત્ર થઈ ગયા. આવા પ્રચંડ વિરોધની સામે પૂજારીઓને નમતું જોખવું પડ્યું અને બકરાનો વધ થઈ શક્યો નહિ. લોકોએ હર્ષના પોકારો કર્યા. ત્યારથી ભદ્રકાળીના મંદિરમાં બકરાના વધની પ્રથા કાયમ માટે કાયદેસર બંધ થઈ ગઈ.
એ દિવસોમાં જૈન શાસનમાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. લાલન નામના એક પંડિત ઘણા વિદ્વાન હતા. એમનાં પ્રવચનોનો પ્રભાવ લોકો ઉપર બહુ સારો પડ્યો હતો. એમનો એક જુદી કોટિનો અનુયાયીવર્ગ ઊભો થવા લાગ્યો હતો. એમના શિષ્યોમાં શિવજીભાઈ નામના એક શિષ્ય મુખ્ય હતા. લાલન જ્યાં જતા ત્યાં લાલન મહારાજ કી જય'ના જયનાદ એમનાં ભક્તજનો પોકારતાં. એમના અનુયાયી વર્ગનો પંડિત લાલન પ્રત્યેની ભક્તિનો અતિરેક એટલી હદ સુધી થઈ ગયો કે તેઓ તેમને તીર્થકર તરીકે માનતા. એક દિવસ લાલન મહારાજની એમના ભક્તોએ સિદ્ધિગિરિ-શત્રુંજયની તળેટીમાં પચીસમા તીર્થકર તરીકે આરતી ઉતારી.
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૪૧
Page #94
--------------------------------------------------------------------------
________________
આ ઘટનાએ જૈન સમાજમાં ઘણો ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમોદ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે પણ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. પૂ. રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન ગાવ્યું હતું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તેવો નિર્ણય કર્યો હતો. એ સમયે સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કા૨ણે અદાલતનો ચુકાદો લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યો હતો.
એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થંકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ ભક્તોના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયો હતો. ત્યાર પછી તો પંડિત લાલન અમદાવાદમાં પૂ. રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો. તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે વિષયોમાં પૂ. રામવિજયજી મહારાજ પોતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી, તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપયોગી દૃષ્ટિથી જ વિચારતા. લોકો સાથે આવા વિષયોમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતો જોયા હતા, અને તે દરેક પ્રસંગે તેઓ જરા પણ ચલાયમાન થયા નહોતા. પોતાના વિચારો અને પોતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું, પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમનું ખૂન કરવાની ધમકીના પત્રો પણ એમના ઉપર ક્યારેક આવતા અને એથી એમના ગુરુ મહારાજ શ્રી પ્રેમવિજયજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજ્યજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહો૨વા માટેની ગોચરીમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે તેમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પોતે ગોચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજ્યજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થોડો સમય ચાલેલી.
પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી,
૪૨ ચરિત્રદર્શન
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારમાં સ્થળે સ્થળે વિહાર કરી પોતાની પ્રભાવક વાણીનો લાભ અનેક લોકોને આપ્યો હતો. અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં “રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ ઉપરનાં તેમનાં વ્યાખ્યાનો, પાવાપુરીમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાનો, રાજગૃહીમાં આગમસૂત્ર ઉપરની વાચના અને વ્યાખ્યાનો વગેરેએ અનેક લોકોને આકર્ષિત કર્યા હતા. એમના વ્યાખ્યાન દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી અને કેટલીય વાર તો આખું વ્યાખ્યાન પ્રશ્નોત્તરરૂપ બની જતું. તેઓ વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિ. યુવાનવયે એમનો અવાજ બુલંદ હતો અને હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યો નથી. અશક્તિ હોય, નાદુરસ્ત તબિયત હોય, તોપણ તેઓ પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક વ્યાખ્યાન આપતા. છેલ્લાં વર્ષોમાં તો એમનો અવાજ બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ, તોપણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જાળવીને એમના શબ્દોને પકડવા પ્રયત્ન કરતા. કેટલાય લોકોને એમના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકનો એવો દઢ ભક્તિભાવ રહેતો કે પોતાને વ્યાખ્યાનમાં કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તોપણ એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન કરીને પણ તેઓ અનેરો ઉત્સાહ, સંતોષ અને ધન્યતા અનુભવતા.
પૂ. આચાર્ય ભગવંત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, પદવીપ્રદાન, ઉપધાન, જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માના કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી ઈત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા હતા. એમને પગલે પગલે ઉત્સવ થતો હતો. એમની પ્રેરણાથી સંઘ અને શાસનનાં ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એમના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયા છે એટલા અન્ય કોઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એક સાથે ૨૪ અને અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. એમના પોતાના ૧૧૭ જેટલા શિષ્યો હતા. પ્રશિષ્યો મળીને એમને હાથે ૨૫૦થી વધુ મુનિઓને અને ૫૦૦થી વધુ સાધ્વીઓને દીક્ષા અપાઈ છે. એ ઘટના જૈન શાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્યશિષ્યાઓ સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યશ્લોક નામ સુદીર્ઘ કાળ સુધી ગુંજતું રહેશે.
પૂ. આચાર્ય ભગવંત પોતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ
શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૪૩
Page #96
--------------------------------------------------------------------------
________________
ચુસ્ત રહ્યા હતા. જરા સરખી શિથિલતાને પણ તેઓ ચલાવી લેતા નહિ. પરંતુ પોતાના દીક્ષિત સાધુઓને તેઓ પોતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તો આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રલોભનો કે લોકેષણાથી ચલિત થતા નહિ. એકંદરે ફોટા પાડવા-પડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કોઈ પાડી લે તે જુદી વાત છે) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટો કરાવી ધન એકત્રિત કરાવવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી.
પૂ. આચાર્ય-ભગવંત શાસનનાં કાર્ય માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ તેઓ ક્યારેય કરતા કે કરાવતા નહિ. પરંતુ એમના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લોકો સામેથી દાન આપવા માટે હંમેશાં તત્પર રહેતા. એને પરિણામે એમની કોઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. એમની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. એમના કાળધર્મ પ્રસંગે એક કરોડ રૂપિયા કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે એમના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે.
સંસાર ભૂંડો, દુઃખમય અને છોડવા જેવો છે, લેવા જેવો સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે, એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ સ્વ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજીને કોટિ કોટિ ભાવભરી વંદના !
પ્રભાવક સ્થવિરો, ભા. પમાંથી)
જ જ ચરિત્રદર્શન
Page #97
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ
યુગદિવાકર તરીકે જેમને બિરદાવવામાં આવ્યા હતા તે મહાન જૈન આચાર્ય પરમ પૂજ્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શનિવાર તા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૮૨ના રોજ સવારે મુંબઈમાં મઝગાંવના ઉપાશ્રયમાં ૭૮ વર્ષની ઉંમરે નવકારમંત્રનું રટણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ફાગણ સુદ તેરસનો એ પવિત્ર દિવસ હતો, જે દિવસ શત્રુંજય મહાતીર્થની છ ગાવની પ્રદક્ષિણા કરવાનો મહિમા છે.
પૂ. વિજયધર્મસૂરીશ્વરજી વિદેહ થતાં જૈન સમાજને એક મહાન આચાર્યની ખોટ પડી છે.
સ્વર્ગસ્થ આચાર્ય મહારાજની પાલખી ગોડીજીના ઉપાશ્રયેથી બીજે દિવસે સવારે નીકળવાની જાહેરાત થઈ ગઈ હતી. એમના કાળધર્મના સમાચાર મુંબઈ અને બહારગામમાં વાયુવેગે પ્રસરી ગયા અને એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સવારથી સેંકડો માણસોની લાઇન લાગી ગઈ હતી. હું અને મારાં પત્ની એમનાં દર્શન કરવા ગયાં ત્યારે અડધા કલાકે વારો આવ્યો. અંતિમ દર્શન માટે વ્યવસ્થા પણ સારી રખાઈ હતી. લાખો માણસોએ એમનાં અંતિમ દર્શન કર્યા. ચેમ્બર સુધીની બાવીસ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રામાં લાખો માણસોએ ભાગ લીધો અને એમને માટેની ગુણાનુવાદ સભા પણ અજોડ અને યાદગાર બની.
પૂજ્ય આચાર્ય મહારાજને પાંચેક વર્ષ પહેલાં પાલીતાણામાં લકવાનો ગંભીર હુમલો થયો હતો અને તેઓ બેશુદ્ધ બની ગયા હતા, પરંતુ એ ગંભીર હાલતમાંથી તેઓ બેઠા થયા અને પોતાના આત્મબળ વડે તેમણે કેટલાંક અધૂરાં રહેલાં પોતાનાં મહત્ત્વનાં કાર્યો પાર પાડ્યાં. પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર હતો. હું
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૪૫
Page #98
--------------------------------------------------------------------------
________________
છેલ્લાં પંદરેક વર્ષથી તેમના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. તેમના વિશેષ નિકટના સંપર્કમાં આવવાની તક મને અપાવી મારા મિત્ર શ્રી બાબુબાઈ (વ્રજલાલ) કપૂરચંદ મહેતાએ. તેઓ દર અઠવાડિયે એક કે બે દિવસ રાતને વખતે પૂ. મહારાજસાહેબ
જ્યાં હોય ત્યાં તેમની પાસે જતા. આઠદસ મિત્રો એકઠા થતા. પૂ. મહારાજજી કોઈ એક શાસ્ત્રગ્રંથનું અધ્યયન કરાવતા. આ રાત્રિવર્ગમાં બાબુભાઈ પોતાની ગાડીમાં મને નિયમિત લઈ જતા. અમારા આ રાત્રિવર્ગમાં અડધો-પોણો કલાક મહારાજસાહેબ સમજાવે અને પછી પ્રશ્નોત્તરી થાય. આવી રીતે ચારેક વર્ષ ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન પૂજ્ય આચાર્ય મહારાજ પાસે નિયમિત જવાનું બન્યું. આ રાત્રિવર્ગને કારણે પૂજ્ય મહારાજસાહેબ સાથે મારે આત્મીયતા થઈ. ચિત્ત ઉપર એક છાપ દઢપણે અંકિત થઈ કે પૂજ્ય આચાર્ય મહારાજે આપણા શાસ્ત્રગ્રંથોનું ઘણું ઊંડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક વિષયનો તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હોય. શાસ્ત્રોની સેંકડો પંક્તિઓ તેમને કંઠસ્થ હતી. અમારા બધા પ્રશ્નોની તેઓ વિવિધ દૃષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા, જેથી અમને પૂરો સંતોષ થાય. વળી તેમની દૃષ્ટિ હંમેશાં વ્યવહારનય અને નિશ્ચયનયના સમન્વયની રહેતી. તેમનું હૃદય હંમેશાં કરુણાથી છલકાતું. કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોની છણાવટમાં પણ તેમના વક્તવ્યમાં અભિનિવેશ કે જુદો મત ધરાવનાર પ્રત્યે અસદુભાવ જોવા મળતો નહિ.
અમારા આ રાત્રિવર્ગમાં એક વખત એક નાજુક, ગંભીર ચર્ચા ચાલી. વાત એમ હતી કે ઈ. સ. ૧૯૭૨માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક દરખાસ્ત મારી પાસે આવી. જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાનું અવસાન થયું. સંઘની સમિતિએ એ સ્થાન માટે મારી પસંદગી કરી. હું સંઘની સમિતિમાં હતો. મેં નિશ્ચય કર્યો કે પૂજ્ય મહારાજશ્રી એ માટે સંમતિ આપે તો જ મારે એ સ્થાન સ્વીકારવું. એકંદરે સાધુ ભગવંતો ઉપાશ્રયની બહાર ચાલતી આવા પ્રકારની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પોતાનો અણગમો વ્યક્ત કરતા. એટલે મહારાજશ્રી મને સંમતિ આપશે કે નહિ તેનો મને સંશય હતો. રાત્રિવર્ગના બધા જ મિત્રોએ અભિપ્રાય આપ્યો કે “ઉપાશ્રયની બહાર એરકન્ડિશન્ડ હોલમાં ચાલતી આવી નાસ્તિક વ્યાખ્યાનમાળામાં રમણભાઈથી પ્રમુખ તરીકે જવાય જ નહિ. મહારાજશ્રી શો ઉત્તર આપે છે તે જાણવા હું ઉત્સુક હતો. થોડી વાર વિચાર કરી મહારાજશ્રીએ કહ્યું, રમણભાઈએ એ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સ્વીકારવું જ જોઈએ, આ તક જતી ન કરાય.” મહારાજશ્રીના જવાબથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રશ્નની જુદા જુદા દૃષ્ટિકોણથી છણાવટ કરી મહારાજશ્રીએ કહ્યું, “હું જે રીતે રમણભાઈને જાણું
૪૬ કિ ચરિત્રદર્શન
Page #99
--------------------------------------------------------------------------
________________
છું તે જોતાં રમણભાઈના ત્યાં જવાથી તેઓ નાસ્તિક નહિ થાય, પણ વ્યાખ્યાનમાળા આસ્તિક થઈ જશે.” મહારાજશ્રીની સંમતિથી હું સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.
- પૂજ્ય આચાર્ય મહારાજ પાસે વંદન અર્થે આવેલા લોકોની હંમેશાં ભીડ રહેતી. તેનું કારણ નાનાંમોટાં સહુની સાથે તેઓ આત્મીયતા દાખવતા. એને લીધે કોઈને એમની પાસે જતાં સંકોચ થતો નહિ. આચાર્ય મહારાજ પોતે દરેકની વાતમાં રસ લઈને તેને યોગ્ય માર્ગદર્શન આપતા. સેંકડો નહિ બબ્બે હજારો માણસોને તેઓ નામથી ઓળખતા. એમની પાસે કોઈ જાય કે તરત તેઓ નામ દઈને બોલાવતા. તેઓ ઉંમરમાં મોટા હતા એટલે કેટલાંયને એકવચનમાં સંબોધતા. પરંતુ એથી તેમનામાં રહેલું પિતાતુલ્ય વાત્સલ્ય પ્રતીત થતું અને તેને લીધે તે વિશેષ ગમતું
પૂ. વિજયધર્મસૂરિ મહારાજનું સમગ્ર જીવન તેજસ્વી હતું. તેમનું ગૃહસ્થ જીવન થોડાં વર્ષોનું પણ ધર્મપરાયણ હતું. તેમનો જન્મ વિ. સં. ૧૯૬૦માં વઢવાણમાં થયો હતો. તેમનું જન્મનામ ભાઈચંદ હતું. તેમના પિતાશ્રીનું નામ હીરાચંદભાઈ અને માતાનું નામ છબલબહેન હતું. તેમણે છ વર્ષની ઉંમરે પોતાના પિતા ગુમાવ્યા હતા. એમનાં ધર્મપરાયણ માતાએ ભાઈચંદને પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે સાથે પાઠશાળામાં પંચપ્રતિક્રમણ સૂત્રનો અભ્યાસ કરાવ્યો. બાળક ભાઈચંદની સ્મૃતિ અને ગ્રહણશક્તિ ઘણી સતેજ હતી. નવ વર્ષની ઉંમરે તો તેઓ આસપાસનાં ગામના લોકોને પ્રતિક્રમણ કરાવવા જતા. વધુ અભ્યાસને માટે ભાઈચંદને અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા ચીમનલાલ નગીનદાસ છાત્રાલય (સી.એન. વિદ્યાવિહાર)માં દાખલ કરવામાં આવ્યા હતા. એમનો વિદ્યાભ્યાસ અમદાવાદમાં ઘણો સરસ ચાલતો હતો. બીજી બાજુ છબલબહેને પાઠશાળામાં શિક્ષિકા તરીકે કામ ચાલુ કર્યું હતું. ધર્મ પ્રત્યે તેમની રુચિ ઉત્તરોત્તર વધતી જતી હતી. પોતાના ત્રણ પુત્રોમાંથી વચલા પુત્ર ભાઈચંદને પણ તેઓ એ જ માર્ગે વાળવા ઇચ્છતાં હતાં. નાની ઉંમરમાં જ માતાએ પોતાના આ પુત્રને દીક્ષા લેવા માટે પ્રેરણા કરી હતી. ભાઈચંદને જોઈને પૂ. વિજયમોહનસૂરિએ પણ છબલબહેનને એ જ ભલામણ કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે ભાઈચંદ શાળાનો અભ્યાસ છોડી દઈને વઢવાણ પાછા આવ્યા. વિ. સં. ૧૯૭૬માં મહેસાણા પાસે સાંગણપુરમાં પૂ. વિજયમોહનસૂરિ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું. મુનિ પ્રતાપવિજયના શિષ્ય તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા. ચારેક વર્ષ પછી એમનાં માતુશ્રી છબલબહેને પણ દીક્ષા લીધી અને તેમનું નામ સાધ્વી શ્રી કુશળશ્રીજી રાખવામાં આવ્યું.
દીક્ષા લીધા પછી મુનિ ધર્મવિજયે પૂ. મોહનસૂરિ પાસે ઉમંગભેર શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તદુપરાંત વખત મળતાં તેમણે તે સમયના મહાન જૈન આચાર્ય પૂ.
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૪૭
Page #100
--------------------------------------------------------------------------
________________
વિજયનેમિસૂરિ, પૂ. આનંદસાગરસૂરિ, પૂ. ઉદયસૂરિ વગેરે પાસે પણ વખતોવખત શાસ્ત્રાભ્યાસ કર્યો. ભગવતીસૂત્ર, કર્મગ્રંથ, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, બૃહત્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્ય, નાટક, કોષ, વ્યાકરણ, ન્યાય ઈત્યાદિ વિષયોમાં પણ તેઓ પારંગત થયા. સમય જતાં તેમને ક્રમેક્રમે પ્રવર્તક, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય વગેરે પદવીઓ અપાઈ અને વિ. સં. ૨૦૦૭માં મુંબઈમાં આચાર્યની પદવી આપવામાં આવી.
શ્રી વિજયધર્મસૂરિજી પ્રકાંડ પંડિત હતા. તેમણે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુરાતી ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે નવતત્ત્વ પ્રકરણ ઉપર સંસ્કૃતમાં છ હજાર શ્લોકપ્રમાણ “સુમંગલા' નામની ટીકા લખી છે. તદુપરાંત “ભગવતીસૂત્રનાં પ્રવચનો, ‘લઘુક્ષેત્રમાસ', પ્રશ્નોત્તર મોહનમાળા', શ્રવણ ભગવાન મહાવીર પૂર્વભવ' વગેરે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે.
આચાર્ય થયા પછી શ્રી વિજયધર્મસૂરિજીની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ વેગથી ચાલવા લાગી. નૂતન જિનાલયનું નિર્માણ, જિનાલયોનો જીર્ણોદ્ધાર, અંજનશલાકા કે પ્રતિષ્ઠા, ઉપધાન અને માળારોપણ, મંદિરોની સાલગિરિ અને ઉજમણાં ઉપરાંત ધાર્મિક શિક્ષણ અને જૈન સાહિત્ય તથા કલાના પ્રચાર માટે તેમણે ઘણાં મોટાં મોટાં કાર્યો કર્યા છે. તેમના હસ્તે શતાધિક મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે. તેમની નિશ્રામાં પચીસેક વાર ઉપધાન તપની આરાધના થઈ છે. મુંબઈમાં ચેંબુરમાં ઋષભદેવ ભગવાનના અને ઘાટકોપરમાં મુનિ સુવ્રતસ્વામીના દેરાસરનું નિમણ એમની પ્રેરણાથી થયું હતું. તદુપરાંત ધર્મશાળા, ભોજનશાળા, હોસ્પિટલ, ઉપાશ્રય, દુષ્કાળ-રાહત, રેલરાહત વગેરે સામાજિક કાર્યો માટે પણ એમણે ઘણી પ્રેરણા આપી છે. એમના ઉપદેશથી છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ પ્રવૃત્તિઓમાં પંચાવન કરોડથી વધુ રૂપિયાની રકમ ખર્ચાઈ છે. એ ઉપરથી પણ તેમની સુવાસ, શક્તિ અને દૃષ્ટિનો પરિચય મળી રહે છે. વિ. સં. ૨૦૩૫માં વઢવાણમાં જ્યારે એમનો અમૃત મહોત્સવ ઊજવવા માટે ઘણું મોટું ફંડ એકત્રિત થયું તે વખતે મોરબીમાં રેલ આવતાં એ તમામ રકમ મોરબીના રાહતકાર્ય માટે વાપરવાની એમણે સૂચના આપી હતી, જે એમની સમયજ્ઞતા દર્શાવે છે.
શ્રી વિજયધર્મસૂરિજીનો પ્રભાવ એવો મોટો હતો કે કેટલાયે માણસો યથાશક્તિ જાહેર કાર્ય માટે પોતે જે રકમ દાન તરીકે વાપરવા ઈચ્છતા હોય તેની જાણ મહારાજશ્રીને કરી જતા. કેટલીક વાર મહારાજશ્રીની સૂચના અનુસાર એ રકમ વાપરવાને માટે કેટલાક દાતાઓને એક-બે વર્ષ કે વધુ સમય રાહ જોવી પડતી. મહારાજશ્રીને કોઈ પણ નવું કાર્ય ઉપાડતાં તે પાર પડશે કે કેમ તે વિશે સંશય
૪૮
ચરિત્રદર્શન
Page #101
--------------------------------------------------------------------------
________________
AC માં
રહેતો નહિ, કારણ કે દાતાઓ પાસેથી લાખો રૂપિયાનાં વચનો અગાઉથી તેમને મળેલાં રહેતાં. કોઈ પણ કાર્ય માટે મહારાજશ્રી ટહેલ નાખતા કે તરત તે માટે જોઈએ તે કરતાં વધુ નાણાં એકઠાં થઈ જતાં.
- પૂજ્ય આચાર્ય મહારાજને પગલે પગલે ઉત્સવ થતો. તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉત્સવનું વાતાવરણ આપોઆપ સર્જાઈ જતું. કેટલેક સ્થળે સ્થાનિક માણસો વચ્ચે સુમેળ ન હોય તો સુમેળ સ્થપાઈ જતો. સુમેળ સ્થાપવા તરફ તેમનું લક્ષ પણ રહેતું. એક પ્રસંગ યાદ છે. દહાણુ પાસે બોરડી અને ગોલવડ નામનાં બે ગામ છે. ત્યાં જૈનોની ઠીકઠીક વસ્તી છે. બોરડીમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. હું અને મારી પત્ની ત્યાં ગયાં હતાં. પ્રતિષ્ઠાના મહોત્સવ દરમિયાન પૂજ્ય મહારાજસાહેબને એવો વહેમ પડતો હતો કે આ મહોત્સવમાં ગોલવડના આગેવાનો ઉત્સાહભેર ભાગ લેતા નથી અને કંઈક નારાજ રહ્યા કરે છે. આચાર્ય મહારાજે તેમાંના કેટલાકને બોલાવીને તેમની વાત જાણી. બંને ગામના લોકો વચ્ચે સુમેળ કરાવવા માટે એમણે જાહેર કર્યું કે પ્રતિષ્ઠાને બીજે દિવસે સવારે દેરાસરના દ્વારનું ઉદ્ઘાટન કરવાનો લાભ ગોલવડના સંઘને જ મળવો જોઈએ. એ માટે ગોલવડના સંઘે વહેલી સવારમાં ગોલવડથી વાજતેગાજતે બોરડી આવવું પડે. સાથે આચાર્ય મહારાજ હોય તો જ એ શોભે. પરંતુ આચાર્ય મહારાજને હૃદયરોગની બીમારી હતી. એ શ્રમ લેવાનું કેમ કહી શકાય ? પરંતુ આચાર્ય મહારાજે સામેથી પોતાની તત્પરતા બતાવી. વહેલી સવારમાં પોતે બોરડીથી વિહાર કરી ગોલવડ ગયા અને ગોલવડના સંઘ સાથે પાછા તરત જ વિહાર કરી બોરડી પધાર્યા. પોતાની નાદુરસ્ત તબિયત છતાં બંને ગામના સંઘો વચ્ચે સુમેળ કરાવવાને માટે તેમણે વિહારનું આટલું બધું કષ્ટ ઉઠાવ્યું.
મહારાજશ્રી મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિચર્યા હતા ત્યારે ભરૂચ પાસે દહેજ બંદરમાં એમની પ્રેરણાથી અને સહાયથી ત્યાંના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને ત્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્ય રીતે એમની નિશ્રામાં યોજાયો હતો. એ પ્રસંગે એમના ઉમળકાભર્યા આગ્રહને વશ થઈ અમે સહકુટુંબ ત્યાં ગયાં હતાં એથી એમણે બહુ જ પ્રસન્નતા અનુભવી હતી અને અમને પણ એ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો ઘણો આનંદ થયો હતો.
- ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે પૂર્વ આફ્રિકામાં વ્યાખ્યાનો આપવા માટે મને અને મારાં પત્નીને જ્યારે નિમંત્રણ મળ્યું ત્યારે એમની પાસે આશીર્વાદ લેવા ગયેલાં. એ વખતે કેવા કેવા વિષયો પર વ્યાખ્યાનો આપવાં વગેરે ઘણી બાબતો વિશે એમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું. એ વખતે આ મહોત્સવ નિમિત્તે મેં ભગવાન મહાવીર અને જૈન ધર્મ વિશે લખેલી
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ દર ૪૯
Page #102
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજી પુસ્તિકા માટે એમણે આશીર્વચન લખી આપ્યાં હતાં. એમના જ હસ્તાક્ષરનો બ્લોક બનાવી પુસ્તિકામાં મેં એક બ્લોક એક સંભારણારૂપે છાપ્યો હતો.
મહારાજશ્રીની નિશ્રામાં મુંબઈથી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો ત્યારે અમે એક દિવસ માટે મુંબઈના હાઇવે પર શિરસાડથી મનો૨ ગામ સુધી પગે ચાલીને જોડાયાં હતાં. તદુપરાંત સંઘ અમારા વતન પાદરામાં પહોંચ્યો ત્યારે પણ એક દિવસ માટે અમે ફરીથી જોડાયાં હતાં. પાદરામાં મારાં દાદીમા અમથીબહેન અમૃતલાલના નામથી બંધાયેલા ઉપાશ્રયમાં મુખ્ય પ્રેરણા મહારાજશ્રીની જ હતી એટલે ઉપાશ્રયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મહારાજશ્રીની નિશ્રામાં આ સંઘપ્રવેશ વખતે યોજાયો હતો. આ યાત્રાસંઘે જે જે ગામે મુકામ કર્યો ત્યાં ત્યાં જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરે પ્રકારનાં ઘણાં સરસ કાર્યો થયાં. વળી એક મહત્ત્વની યાદગાર ઘટના તો એવી બની હતી કે મુંબઈ છોડતાં એક કૂતરો સંઘ સાથે જોડાઈ ગયો હતો. પોતે પણ યાત્રિક હોય તેમ સંઘ સાથે તે વિહાર કરતો, વ્યાખ્યાનમાં બેસતો, નવકારશી અને ચોવિહાર કરતો. સંઘ સાથે શત્રુંજય પર્વત પર ચડી આદીશ્વર દાદાનાં એણે દર્શન કર્યાં. પાછાં ફરતાં આ પવિત્ર કૂતરાને કોણ પોતાને ઘરે રાખે એ માટે મહારાજશ્રીની નિશ્રામાં ઉછામણી બોલાવવામાં આવી હતી.
પૂજ્ય આચાર્ય મહારાજનું મનોબળ અને આત્મબળ કેવું હતું તેનો એક પ્રસંગ યાદ આવે છે. લકવાને લીધે તેમનાં જમણાં અંગો બરાબર કામ નહોતાં કરતાં. લાંબો સમય બેસી શકાતું નહિ. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજ અને યાનંદવિજયજી મહારાજને આચાર્યની પદવી આપવાનો પ્રસંગ પાલીતાણામાં હતો. તે વખતના વડાપ્રધાન માનનીય મોરારજીભાઈ દેસાઈ આ પ્રસંગે આવવાના હતા. બપોર પછીનો સમય હતો. જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં આચાર્ય મહારાજને બેસવાનું હતું. તેમની તબિયત ઘણી નાદુરસ્ત હતી. તડકો પણ સખત હતો. તોપણ એ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ પૂરી સ્વસ્થતા સાથે આખા કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર બેઠા હતા. અપૂર્વ આત્મબળ સિવાય આવું કષ્ટ ઉઠાવી શકાય નહિ.
પૂજ્ય આચાર્ય મહારાજનો અમારા પ્રત્યે સદ્ભાવ ઘણો બધો હતો. ગમે તેટલા તેઓ રોકાયેલા હોય તોપણ અમે ઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢવાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રવિજય મહારાજે કહ્યું, “મહારાજ઼ તમને બહુ યાદ કરતા હતા. મહારાને છ ઇંચની ધાતુની બે પ્રતિમાજી કોઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજ્જી કહે આ
૫૦ ચરિત્રદર્શન
Page #103
--------------------------------------------------------------------------
________________
બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે.' ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણો હર્ષ થયો. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બોલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતો, એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણી વાતો કરી. અમને ખૂબ આનંદ થયો. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજસાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભણીને તેના ઉપર વાસક્ષેપ નાખ્યો અને બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનનો આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતો. પૂજ્ય આચાર્ય ભગવંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્વ્યવ્રતની-બ્રહ્મચર્યની બાધા લીધી હતી ત્યારથી એમનો અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો.
પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. એમનું વચન મિથ્યા થતું નહિ. એમના વાસક્ષેપથી પોતાને લાભ થયો હોય એવી વાત ઘણા પાસેથી સાંભળી છે. એમના વાસક્ષેપથી એક ભાઈ પરદેશમાં અકસ્માતથી બચી ગયાની વાત પણ હું જાણું છું. આ શ્રદ્ધાનો વિષય છે. અનેક લોકોને આવા નિઃસ્વાર્થ કરુણાસભર મહાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે.
શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય-કલારત્ન-શ્રી વિજયયશોદેવસૂરિ, શતાવધાની શ્રી વિજ્યજ્યાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા વિજ્યકનકરત્નસૂરિ વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભક્તિનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આખો દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યોએ વૈયાવચ્ચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે પૂ. ચંદ્રસેનવિજ્યજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષ સુધી રાત અને દિવસ તેમની પૂરી સંભાળ લીધી. ઊઠવા-બેસવામાં ટેકો આપવો, શૌચાદિ ક્રિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઇત્યાદિ કાર્યો ઉપરાંત સતત જામતી ભક્તોની ભીડની મહારાજશ્રીને શ્રમ ન પડે એ રીતે વ્યવસ્થિત રાખવી - એ બધું અત્યંત પરિશ્રમભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગુરુભક્તિથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
૫૨મ પૂજ્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનો સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકોનાં હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે.
આવા ધુરંધર મહાત્માને આપણાં કોટિશઃ વંદન હો.
(‘તિવિહેણવંદામિ'માંથી)
પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ ૫૧
Page #104
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ
પરમ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ ૬ને ૧૪મી જૂન, ૧૯૭૧ના રોજ મુંબઈમાં કાળધર્મ પામ્યા. “આગમપ્રભાકર' અને શ્રતશીલવારિધિ'નું બિરુદ ધરાવનાર શ્રી પુણ્યવિજયજી મહારાજે જીવનભર આગમસંશોધન સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેઓ શ્રુતસાહિત્યના મર્મજ્ઞ હતા. જેને સાહિત્ય અને તેની હસ્તપ્રતો વિશેની તેમની જાણકારી એટલી બધી કે જૈન સાહિત્યના ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરનારને તેમની પાસેથી જોઈતી માહિતી સરળતાથી તરત ઉપલબ્ધ થતી. એમના કાળધર્મ પછી મુંબઈમાં બીજે દિવસે સવારે તેમની પાલખી નીકળી હતી. એમાં હજારો માણસો જોડાયા હતા. જુદા જુદા વિસ્તારમાં ફરીને પાલખી વાલકેશ્વર બાણગંગાના સ્મશાનગૃહમાં આવી પહોંચી હતી. ત્યાં એમના પાર્થિવદેહને જ્યારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે કેટલીયે વ્યક્તિઓની આંખમાંથી આંસુઓની ધારા વહી હતી.
જે કેટલીક વડીલ અને પૂજનીય વ્યક્તિઓ મારા જીવનઘડતરમાં પ્રેરણારૂપ બની ગઈ છે તેમાં પરમ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અગ્રસ્થાન ધરાવે છે. એમની પ્રેરણાએ જ મને પ્રાચીન જૈન સાહિત્ય પ્રત્યે અને એથી પણ વિશેષ જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રત્યે અનુરાગી બનાવ્યો છે. એમના આશીર્વાદથી જ જીવનમાં કેટલાંક કાર્યો હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું. એ માટે એમના પ્રત્યે હું હંમેશાં ઘણો જ ઋણી રહ્યો છું.
પૂજ્ય મહારાજસાહેબ સાથેનો મારો પરિચય લગભગ દોઢ દાયકા જેટલો હતો. એમનાં પહેલવહેલાં દર્શન મેં કર્યા અમદાવાદમાં ઓરિએન્ટલ કૉન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિઓ પણ આવી કૉન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે મને આશ્ચર્ય
પર = ચરિત્રદર્શન
Page #105
--------------------------------------------------------------------------
________________
થયેલું અને આપણા જ્ઞાનભંડારો વિશે પૂ. મહારાજાસાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો !
મારે પૂજ્ય મહારાજસાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કૉલેજની સ્થાપના થઈ. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપવા માટે, એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો હતો. સવારની કૉલેજ હતી એટલે સમય પણ ઘણો મળતો હતો. રોજ સાંજે “સરિત કુંજ' બંગલામાં પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પંડિતજી શ્રી સુખલાલજી પાસે હું જતો હતો. એમને એકબે કલાક કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે અનલ-દમયંતીની કથાનો વિકાસ એ વિષય પર શોધનિબંધ લખવાના કાર્યનો હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત નીકળતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું અને એમનું માર્ગદર્શન મેળવવાનું સૂચન કર્યું. એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જઈ ચડ્યો. પૂ. મહારાજસાહેબને મેં વંદન કર્યા. પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબને મારો કોઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી. તેથી હું અત્યંત આનંદિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપ્યો. અને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા આ અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો. અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને જૈન સોસાયટીના ઉપાશ્રયે જવાનો મારો રોજનો કાર્યક્રમ બની ગયો.
એ દિવસોમાં અમેરિકાથી ડૉ. નોર્મન બ્રાઉનના વિદ્યાર્થી ડૉ. અરનેસ્ટ બેન્ડર કાલભાચાર્ય કથા ઉપર સંશોધન કરવા માટે અમદાવાદમાં આવીને રહ્યા હતા. મહારાજશ્રી અને એમની વચ્ચે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં વ્યવહાર ચાલતો. જરૂર પડે તો તેઓ કોઈકને બોલાવી લેતા. એક દિવસ હું ગયો અને દુભાષિયા તરીકે મારે કામ કરવાનું આવ્યું એથી બંનેને સરળતા રહી. હું ઉપાશ્રયની પાસે જ ત્રણચાર મિનિટના રસ્તે રહેતો હતો. મારે સવારે સાતથી દસ સુધી કૉલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળતો. આથી ડૉ. બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરોજ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ડૉ. બેન્ડરે ઋષિવર્ધનકૃત
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પ૩
Page #106
--------------------------------------------------------------------------
________________
“નલરાય-દવદતી ચરિત'નું સંપાદન કર્યું હતું. એટલે મારે શોધનિબંધ માટે એ સંપાદન પણ ઉપયોગી થઈ પડ્યું અને ડો. બેન્ડર સાથે પછીથી તો એવી મૈત્રી બંધાઈ કે ભારતમાં જ્યારે જ્યારે આવે ત્યારે મારો સંપર્ક કર્યા વગર રહે નહિ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં એમનાં વ્યાખ્યાનો પણ ગોઠવેલાં.
નળ-દમયંતીની કથા વિશેના શોધનિબંધની પૂર્વતૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ નોંધી હતી તેમાં સમયસુંદરકૃત ‘નલ-દવદતી રાસ' પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એનો અભ્યાસ કરવાનો હતો. હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબ પાસેથી એ મને શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય પણ મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ ઘણી સહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શક્યું. એથી જ એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે મેં એ પુસ્તક એમને અર્પણ કર્યું હતું. આમ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જેન રાસાદિ કૃતિઓના સંશોધનસંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજસાહેબે જ મને પ્રવેશ કરાવ્યો અને એમની જ પ્રેરણાથી ત્યાર પછી મેં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયકૃત જંબુસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. એમાં મહારાજશ્રીએ આશીર્વચન લખી આપ્યાં હતાં.
- ઈ. સ. ૧૯૫૫-૫૬ માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી માટે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજસાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઈને એમણે મને સંભારણા તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે મને જીવનમાં અસાધારણ લાભો થયા છે.
મુંબઈ આવીને પૂજ્ય મહારાજસાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જ અનુભવ મને થયો હતો. પૂજ્ય મહારાજસાહેબની આ એક જાણીતી ખાસિયત હતી કે તેઓ કોઈની સાથે સામાન્ય રીતે પત્રવ્યવહાર રાખતા નહિ. ટપાલટિકિટનો બને તેટલો ઓછામાં ઓછો પરિગ્રહ અને સંઘને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજસાહેબ અવશ્ય પત્રનો જવાબ આપે છે, એવો પણ મને અનુભવ થયો હતો. મેં જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર
પ૪ તક ચરિત્રદર્શન
Page #107
--------------------------------------------------------------------------
________________
મળ્યો હોય.
મહારાજશ્રીએ અમદાવાદમાં ઘણાં ચાતુર્માસ કર્યા. પોતાની તબિયતને કારણે તથા આગમસંશોધન માટે જરૂરી ગ્રંથો, હસ્તપ્રતો વગેરેની અનુકૂળતાને કારણે અમદાવાદમાં એમને વિશેષ ફાવતું. એમનાં બા-મહારાજ, સાધ્વી શ્રી રત્નશ્રી પણ અમદાવાદમાં હતાં એટલે એમની ખબરઅંતર પૂછવાની દૃષ્ટિએ પણ અમદાવાદ અનુકૂળ હતું. મહારાજશ્રીને નાની ઉંમરથી સંગ્રહણીનો રોગ થઈ ગયો હતો અને ઘણા ઉપચારો કરવા છતાં સંપૂર્ણપણે આરામ થતો નહિ. મહારાજશ્રી પાસે શરૂઆતમાં એક દિવસ હું બેઠો હતો ત્યારે મેં જોયું કે તેઓ લઘુશંકા માટે જાય, પણ ઘણી વાર લાગે. એક દિવસ સહજ જિજ્ઞાસાથી મેં પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સંગ્રહણીના રોગને કારણે હવે શરીર એટલું નબળું પડી ગયું છે કે શૌચની બંને ક્રિયાઓ–લઘુશંકા અને વડીશંકા એકસાથે જ થાય છે. પોતાની આવી શારીરિક અવસ્થા હોવા છતાં જીવનભર તેમણે પૂર્ણ સ્વસ્થતાપૂર્વક ઘણું ભગીરથ સંશોધનકાર્ય કર્યું. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય અને એમના અંગત મંત્રી જેવા પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ હૃદયરોગની તકલીફને કારણે વહેલા કાળધર્મ પામ્યા. પૂજ્ય બા-મહારાજ પણ સુદીર્ઘ દીક્ષાપર્યાય પછી વિ. સં. ૨૦૨૨માં અમદાવાદમાં કાળધર્મ પામ્યાં હતાં.
મહારાજશ્રીના હાથ નીચે પ્રાકૃત ભાષા, લિપિ, જેન ધર્મ વગેરે વિષયમાં પાટણ અને અમદાવાદમાં કેટલીક વ્યક્તિઓને સારી તાલીમ મળી હતી. ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. ઉમાકાન્ત શાહ, પંડિત અમૃતલાલ ભોજક, પંડિત લક્ષ્મણભાઈ વગેરે એમની પાસે સારી રીતે તૈયાર થયા હતા. મહારાજશ્રી પાસે તાલીમ લેવાનો મને પણ સારો લાભ મળ્યો. ઈ. સ. ૧૯૫૫થી ૧૯૭૦-૭૧ સુધી ક્યારેય એવું નહિ બન્યું હોય કે વરસમાં બે-ચાર વખત અમદાવાદ જઈને મહારાજશ્રીની સાથે કલાકો ગાળ્યા ન હોય.
પૂ. પુણયવિજયજી મહારાજ કપડવંજના વતની હતા. એમનું જન્મ-નામ મણિલાલ હતું. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી અને માતાનું નામ માણેકબહેન હતું. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯પરના કારતક સુદ પાંચમને દિવસે, એટલે કે જ્ઞાનપંચમી અથવા લાભપંચમીને દિવસે થયો હતો. એ પણ કેવો સુંદર યોગાનુયોગ હતો ! ડાહ્યાભાઈ દોશીની આર્થિક સ્થિતિ સાધારણ હતી. એટલે તેઓ નોકરી માટે મુંબઈ રહેતા અને કપડવંજ આવ-જા કરતા. પરંતુ એ દિવસોમાં મુંબઈનાં હવા-પાણી સારાં ગણાતાં નહિ. એટલે ડાહ્યાભાઈની તબિયત નરમગરમ રહેતી. માણેકબહેનને એક પછી એક એમ પાંચ સંતાનો થયેલાં, પણ તેમાંથી ચાર તો
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ - પપ
Page #108
--------------------------------------------------------------------------
________________
બાળવયમાં જ ગુજરી ગયેલાં. સદ્દભાગ્યે મણિલાલ બચી ગયેલા. વળી મણિલાલ એક ઘાતમાંથી પણ ઊગરી ગયેલા. એક દિવસ કપડવંજમાં એ આખી શેરીમાં મોટી આગ લાગેલી અને તેમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાયું. તેઓ તે વખતે બાળકને ઘરમાં એકલો રાખી નદીએ કપડાં ધોવા ગયેલાં. આગ લાગી તે વખતે બાળક મણિલાલના રડવાનો અવાજ સાંભળી પસાર થતા કોઈ એક વહોરા સદ્દગૃહસ્થ આગવાળા ઘરમાં પહોંચી ગયા અને મણિલાલને બચાવી પોતાને ઘેર લઈ ગયા. માણેકબહેન જ્યારે નદીએથી પાછાં આવ્યાં ત્યારે પોતાના ઘરમાં આગ લાગેલી જોઈને ડઘાઈ ગયાં અને રડવા લાગ્યાં. એમણે ત્યારે માન્યું કે પોતાનો એકનો એક દીકરો પણ આગમાં બળી ગયો. એમણે તો રોકકળ કરી મૂકી. બાળકને લઈ જનાર વહોરાએ આખો દિવસ એને દૂધ તથા ખાવાનું આપીને એને સાચવ્યું, પણ રાત સુધી કોઈ લેવા ન આવ્યું એટલે બાળકને લઈને તેઓ ઘરે ઘરે તપાસ કરવા નીકળ્યા. તે વખતે મણિલાલ જીવતા છે એ જાણીને અને જોઈને માણેકબહેનના આશ્વર્યાનંદનો પાર ન રહ્યો. બાળકને છાતીસરસો ચાંપતાં એમની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં.
સત્તાવીસ વર્ષની ઉંમરે માણેકબહેનના જીવમાં એક ભારે મોટો આઘાત આવી પડ્યો. એમના પતિ ડાહ્યાભાઈનું અકાળ અવસાન થયું. વૈધવ્યનું ભારે દુઃખ માણેકબહેનને માથે આવી પડ્યું. આવી વિષમ સ્થિતિમાં ધર્મનું શરણ આશ્વાસનરૂપ બની જાય. માણેકબહેન ધર્મ તરફ વળી ગયાં. દીકરાને શાળામાં ભણવા મોકલ્યો. દીકરો મોટો થાય પછી પોતે દીક્ષા લઈ સંયમજીવન ગાળવું એવી ભાવના તેઓ સેવવા લાગ્યાં. એમ કરતાં મણિલાલ ચૌદેક વરસની ઉમરના થયા. માણેકબહેનને દ્વિધા હતી કે મણિલાલને કોના હાથમાં સોંપીને દીક્ષા લેવી? બીજી બાજુ મણિલાલની રુચિ અને પ્રકૃતિ જોતાં એમને લાગ્યું કે મણિલાલને જાણે ઘરસંસાર કરતાં સંયમને માર્ગે વાળવામાં આવે તો તેઓ જીવનને વધુ સાર્થક અને ઉજ્વળ કરી શકશે. કિશોર મણિલાલે પણ એ માટે હર્ષપૂર્વક સંમતિ દર્શાવી. આથી વિ. સં. ૧૯૬પના મહા વદ પાંચમના રોજ છાણી (વડોદરા પાસે)માં મુનિવર્ય શ્રી ચતુરવિજયજી પાસે મણિલાલને દીક્ષા આપવામાં આવી. મણિલાલનું નામ રાખવામાં આવ્યું “મુનિ પુણ્યવિજયજી.”
મણિલાલની દીક્ષા પછી માણેકબહેને ઘરની બધી જવાબદારીઓ અને બીજી બધી વ્યવસ્થા સમેટી લીધી. પછી તેઓ પાલીતાણા ગયાં. ત્યાં મોહનલાલજી મહારાજના સમુદાયમાં એમણે દીક્ષા લીધી. એમનું નામ રાખવામાં આવ્યું સાધ્વી શ્રી રત્નથી. આમ, માતા અને પુત્ર બંને સંયમના પંથે વળ્યાં.
પ૬
ચરિત્રદર્શન
Page #109
--------------------------------------------------------------------------
________________
દિક્ષા પછી પૂ પુણ્યવિજયજી મહારાજે પોતાના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે તથા દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે સારો અભ્યાસ કર્યો. તદુપરાંત એમણે પૂ. સાગરાનંદજી મહારાજ, પૂ. લાવણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, શ્રી કુંવરજી આણંદજી, પંડિત નિત્યાનંદ શાસ્ત્રી, પંડિત ભાઈલાલભાઈ, પંડિત વીરચંદભાઈ મેઘજી વગેરે પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, જૂની ગુજરાતી વગેરે ભાષાઓનો, શાસ્ત્રગ્રંથોનો, જુદા જુદા સૈકાઓની લિપિઓનો તથા હસ્તપ્રતોના સંશોધન-સંપાદનની પદ્ધતિનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોનું પણ એમણે સારું અધ્યયન કર્યું. મહારાજશ્રીની વિદ્વત્તાનો સમાજને અને વિશેષતઃ સુશિક્ષિત વર્ગને સારો પરિચય થયો. તે એટલે સુધી કે પોતે કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો ન હોવા છતાં જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી તેમની પીએચ.ડી.ના પરીક્ષક તરીકે નિમણૂક થતી. ઈ. સ. ૧૯૬૧માં કાશમીરમાં ભરાયેલી ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઈ હતી. પોતે તો ત્યાં જઈ ન શકે પણ પોતાનો અધ્યક્ષ તરીકેનો તે વિશેનો લેખ એમણે મોકલી આપ્યો હતો. એમના માર્ગદર્શન માટે નોર્મન બ્રાઉન, અરનેસ્ટ બેન્ડર વગેરે વિદેશના વિદ્વાનો આવતા. અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીએ મહારાજશ્રીની માનદ સભ્ય તરીકે નિમણૂક કરી હતી, એ જેવુંતેવું બહમાન ન ગણાય.
બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષાપર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ સ્થવિર પૂજ્ય મહારાજસાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં, માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે બેસીને ભરબપોરે જ્યારે એમને મેં અમદાવાદમાં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમના ચરણોમાં નમી પડ્યું હતું. એમના અથાક પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમ જ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કોઈ સંઘે કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના સ્વાધ્યાયસંશોધનના કામને માટે લાઈટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજસાહેબની આત્મિક શક્તિ એટલી પ્રબળ હતી કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એક-બે કલાકની ઊંઘ મળી હોય તોપણ બીજે દિવસે સવારે તેઓ એવા જસ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસ સુધી, મહિનાઓ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવતા હતા.
પૂ. શ્રી પુણ્યવિજ્યજી મહારાજ પ૭
Page #110
--------------------------------------------------------------------------
________________
શું જેન કે શું બૌદ્ધ, શું હિન્દુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભીપ્સા. ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, તેમ છતાં સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે, પરંતુ પૂજ્ય મહારાજસાહેબે એના ઉપર વિજય મેળવ્યો હતો. પોતાને આગ્રહપૂર્વક સહજ રીતે મળતી આચાર્યની પદવીની પણ એમણે ખેવના કરી નહોતી, તો બીજી લોકેષણાની તો વાત જ શી કરવી ?
મહારાજશ્રીની વિનમ્રતાનો એક પ્રસંગ મારા ચિત્તપટમાં હંમેશાં અંકિત રહેલો છે. ઈ. સ. ૧૯૬૩ના અરસામાં પૂ. શ્રી હેમસાગરસૂરિએ ‘કુવલયમાળા' નામના ગ્રંથના અનુવાદ તથા સંશોધન-સંપાદનનું કાર્ય મને સોંપ્યું હતું. તે વખતે કેટલાક સમાસયુક્ત પ્રાકૃત શબ્દોના અર્થ બરાબર બેસતા નહિ, એટલે પૂ. હેમસાગર મહારાજે સૂચન કર્યું કે એ માટે મારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું માર્ગદર્શન મેળવવું. એ પ્રમાણે એક દિવસ હું જ્યારે અમદાવાદ ગયેલો ત્યારે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે તે કામ માટે લુણાવાડાના ઉપાશ્રયે રાત્રે આઠેક વાગે પહોંચ્યો હતો. મહારાજશ્રી પાસે શબ્દોના અર્થની ચર્ચા કરતાં કરતાં રાતનો લગભગ દોઢ વાગી ગયો હશે. બધા અર્થ બરાબર સંતોષકારક રીતે બેસી ગયા. કામ પત્યું એટલે મહારાજશ્રી પાસે માંગલિક સાંભળીને હું નીકળતો હતો. તે વખતે મહારાજશ્રીએ કહ્યું, “રમણભાઈ, મુંબઈ પહોંચો એટલે હેમસાગરસૂરિને મારી વંદના કહેજો.” મેં કહ્યું, ‘પણ મહારાજશ્રી, હેમસાગરુસૂરિ તો આપના કરતાં ઉંમરમાં, દીક્ષા પર્યાયમાં, જ્ઞાનમાં ઘણા જ નાના છે. આપની વંદના હોય ?” એમણે કહ્યું, ‘એ ગમે તે હોય, પણ તેઓ આચાર્ય છે અને હું મુનિ છું એટલે મારે જ એમને વંદના કરવાની હોય !” મહારાજશ્રીની આવી ઉચ્ચ, ઉદાત્ત, વિનમ્ર ભાવનાથી હું બહુ પ્રભાવિત થયો હતો.
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકનો આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવીએ છીએ અને જેમ જેમ એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલાં અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને
સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઇત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે. અને વખત જતાં લોકષ્ટિએ મહાન ગણાતા એ પુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે કે જેમના નિકટના સંપર્કમાં જેમ જેમ આપણે આવતા જઈએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં આપણને ખબર ન હોય
૫૮ ચરિત્રદર્શન
Page #111
--------------------------------------------------------------------------
________________
એવાં ઉજ્જવળ પાસાંઓનું વધુ ને વધુ સુભગ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજસાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં મારે આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનના અત્યંત ઉજ્વળ પાસાંઓનું વધુ ને વધુ સરસ દર્શન મને હંમેશાં થતું ગયું હતું.
મુંબઈ શહેરમાં એમના વિહાર દરમિયાન મહારાજશ્રી મારા ચોપાટીના ઘરે પગલો કરી ગયા હતા, પરંતુ વાલકેશ્વરના ચાતુર્માસ દરમિયાન મારે એમનો જેટલો લાભ જોઈતો હતો તેટલો, કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને કારણે, લઈ શક્યો નહોતો. હું ઘણી વાર રાત્રે દસ વાગે એમની પાસે જતો, અને બાર-એક વાગ્યા સુધી બેસતો. તેઓ અડધી રાત સુધી ઘણુંખરું જાગતા જ હોય અને કંઈક લેખન-વાચન કરતા જ હોય. એ અરસામાં નાનાં ટેપરેકર્ડર નીકળ્યાં હતાં. મેં એમની વાતો, ઉપદેશવચનો, અનુભવો, કેટલાંક સ્તોત્રો વગેરે રેકર્ડ કરી લીધાં હતાં. એમની શ્રદ્ધાંજલિ સભામાં મેં જ્યારે આરંભમાં અને અંતિ મહારાજશ્રીની વાણી સંભળાવી ત્યારે સૌ શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા.
મુંબઈમાં બીજા ચાતુર્માસ પછી મહારાજશ્રીની બીમારી વધી જતાં એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી સાંજે છૂટીને હું એમની ખબર જોવા જતો. જે દિવસે રાત્રે તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે મારે એમને મળવાનો યોગ નહિ હોય. કૉલેજથી છૂટીને લગભગ સાડા સાત વાગે હું એમની પાસે જવા નીકળ્યો. પહોંચવા આવ્યો ત્યાં એ આખા વિસ્તારની લાઈટ ગઈ. હોસ્પિટલના મકાનમાં અંધારું વ્યાપી ગયું. લિફ્ટ બંધ થઈ ગઈ. વીસેક મિનિટ રાહ જોવા છતાં લાઈટ આવી નહિ, એટલે નિરાશ થઈ બીજે દિવસે જવાનો વિચાર કરી ત્યાંથી ઘરે આવવા મેં બસ પકડી. થોડી વાર થઈ ત્યાં લાઈટ ચાલુ થઈ, પણ હવે બસમાંથી ઊતરી પાછા ફરવાનું મન ન થયું. હું ઘરે આવ્યો ત્યાં કલાકમાં જ સમાચાર આવ્યા કે મહારાજશ્રી કાળધર્મ પામ્યા છે. એ સમાચાર સાંભળતાં જ મેં જાણે વજાઘાત અનુભવ્યો. જીવનનો એક આધારસ્તંભ ગુમાવ્યા જેવું લાગ્યું. અંતિમ મિલનનો અવસર ચૂક્યાનો વસવસો મનમાં રહી ગયો.
વિદ્વત્તા, ઉદારતા, સમતા અને વત્સલતાના અવતાર સમા પૂજ્ય શ્રી પુણ્યવિજયજીના કાળધર્મથી મારું તો એક આશ્રયસ્થાન ચાલ્યું ગયું એવું મને લાગ્યું. એમની વાત્સલ્યસભર વાણી અને મધુર સ્વરે થતા વાર્તાલાપનું શ્રવણગુંજન તો હજુ પણ થયા કરે છે. આવી એ વંદનીય પ્રેરણામૂર્તિને આપણી કોટિશ વંદના હો!
(તિવિહેણવંદામિમાંથી)
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ ૫૯
Page #112
--------------------------------------------------------------------------
________________
૬
પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ
પરમ પૂજ્ય મુનિ શ્રી તત્ત્વાનંદવિજ્યજી મહારાજસાહેબ રવિવાર, તા. ૩૧મી મે, ૧૯૮૧ના રોજ સવારે મુંબઈમાં દાદરના જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા. છેલ્લા લગભગ એક મહિનાથી તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. તેમને અવારનવાર તાવ આવતો હતો. એને લીધે તેમનાથી ખોરાક લેવાતો નહોતો. છેલ્લે તેમનો તાવ અચાનક એકદમ વધી ગયો. દાક્તરી નિદાન થાય તે પહેલાં અને તેમને હૉસ્પિટલ લઈ જવાય તે પહેલાં એમણે દેહ છોડ્યો. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ
પામ્યા.
છેલ્લા મહિનામાં હું તેમને વંદન કરવા માટે બે વાર ગયો હતો. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયો હતો ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પોતાને તાવ આવે છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. તેમના ચહેરા ઉપર જોઈએ તેટલી પ્રસન્નતા જણાતી નહોતી. તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં બીજી વાર ગયો ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે કહ્યું, ‘તમે આજે આવ્યા તે સારું કર્યું. ગઈ કાલે આવ્યા હોત તો હું બેસી શકત નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતો. આજે સવારથી તાવ નથી. ખોરાક લેવાયો છે અને પ્રસન્નતા અનુભવાય છે.’
તે દિવસે તેમની સાથે લગભગ બે કલાક જ્ઞાનગોષ્ઠિ ચાલી. તીર્થંકર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે કહ્યું કે તીર્થંકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે, કા૨ણ કે સંઘ એ તીર્થરૂપ છે. તેઓ ‘નમો સંઘસ, નમો તીથ્રસ્સ' એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થંકરો નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે
૬૦ * ચરિત્રદર્શન
Page #113
--------------------------------------------------------------------------
________________
નમો સંઘા, નમો તીથ્થમ્સ.’
પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત, ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણી વાતો નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલ્લાસમાં હતા. તેમણે કહ્યું કે પોતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદરનો પ્રકાશ જાણે વધતો જતો હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જલદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મોટી નહોતી. તેમને હજુ સાઠ વર્ષ પણ પૂરાં થયાં નહોતાં. પરંતુ તેઓ યોગસમાધિ લઈ જીવન પૂરું કરશે એવો અણસાર મને આવતો હતો.
પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજ કચ્છના સાંહેરા ગામના વતની હતા. એમના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ સોનાબાઈ હતું. એમનો જન્મ કારંજામાં થયો હતો અને એમનું નામ તેજપાર રાખવામાં આવ્યું હતું. તેમણે કચ્છ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં શાળા-કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં ઇન્ટર સુધીના અભ્યાસ પછી તેમણે બે વર્ષ નોકરી કરી હતી. દરમિયાન તેઓ પૂ. શ્રી લક્ષ્મણસૂરિજીના સંપર્કમાં આવ્યા અને એમને દીક્ષા લેવાની ભાવના થઈ. પચીસ વર્ષની વયે એમણે દીક્ષા લીધી અને પૂ. લક્ષ્મણસૂરિના શિષ્ય પૂ. કીર્તિચંદ્રસૂરિના શિષ્ય થયા. એમનું નામ મુનિ તત્ત્વાનંદવિજ્યજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પૂ. લક્ષ્મણસૂરિ પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓનો તથા શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એક વખત પૂ. લક્ષ્મણસૂરિના શિષ્યોમાંથી કોણ કેટલી ભાષામાં વ્યાખ્યાન આપી શકે એ વિશે સ્પર્ધા યોજવામાં આવી હતી. તે વખતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, સિંધી, સંસ્કૃત અને પ્રાકૃત એમ આઠ ભાષામાં વ્યાખ્યાન આપવાની શક્તિની પૂ. તત્ત્વાનંદવિજયજીએ પ્રતીતિ કરાવી સર્વમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
સ્વ. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું જ્યારે નમસ્કાર સ્વાધ્યાય' નામનો ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રગટ થયો ત્યારે. નવકારમંત્ર વિશે પ્રાકૃત ભાષાનાં લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ થયો ત્યારે એના સંપાદક પૂ. શ્રી તત્ત્વાનંદવિજ્યજીની વિદ્વત્તાનો પરિચય થયો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય'નો બીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યોના સંસ્કૃત લખાણોનાં સંશોધન-સંપાદનરૂપે પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય’નો ત્રીજો ભાગ નવકારમંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણો વિશેના સંશોધનસંપાદન તરીકે પ્રગટ થયો હતો. પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની નિશ્રામાં મુંબઈમાં સાન્તાક્રુઝમાં એ ગ્રંથના પ્રકાશનનો સમારોહ યોજાયો હતો. તે પ્રસંગે મને પ્રાસંગિક
પૂ. શ્રી તત્ત્વાનંદવિજ્યજી મહારાજ ૬ ૧
Page #114
--------------------------------------------------------------------------
________________
વક્તવ્ય રજૂ કરવા માટે પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ઉલ્લાસ હતો, કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરું થયું હતું.
પૂ. તત્ત્વાનંદવિજયજીના સંશોધનનો તેમ જ આરાધનાનો મહત્ત્વનો એક વિષય તે નવકારમંત્ર હતો. સંસ્કૃત, અર્ધમાગધી અને જૂની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા તમામ ઉપલબ્ધ સાહિત્યનો ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું રાત-દિવસ ચિંતનમનન પણ નવકારમંત્ર વિશે રહેતું. એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે નવકારમંત્રનો વિષય રાખ્યો હતો. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાનો આપવાનું તેમના જેવા વિદ્વાન મુનિ મહારાજથી જ બની શકે, કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું.
નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂ. તત્ત્વાનંદવિજયજીએ ઘણો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે દેવાધિદેવ “ભગવાન મહાવીરના જીવનચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતના સ્વરૂપનાં વિવિધ પાસાંઓનો શાસ્ત્રીય દૃષ્ટિથી અને શાસ્ત્રગ્રંથોમાંથી અનેક અવતરણો આપીને પરિચય કરાવ્યો છે. પૂ. મહારાજશ્રીએ નમસ્કાર સ્વાધ્યાયના ત્રણ ગ્રંથો અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય વિદ્વત્તાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનકાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિલિની પદવી જરૂર આપી શકે. વિદેશોના કેટલાયે વિદ્વાનોએ એમના આ ગ્રંથોની કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુઓમાં પૂ. તત્ત્વાનંદવિજયજીની આપણે જરૂર ગૌરવપૂર્વક ગણના કરી શકીએ.
પૂ. તત્ત્વાનંદવિજયજી કચ્છના વતની હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. એટલે તત્ત્વાનંદવિજયજીનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો. એને લીધે તેઓ મરાઠી ભાષા પણ સારી રીતે જાણતા હતા. એમણે આરંભમાં કેટલાય ગ્રંથો મરાઠી ભાષામાં વાંચ્યા હતા.
પૂ. તત્ત્વાનંદવિજયજીનો પ્રત્યક્ષ પરિચય મને ઈ. સ. ૧૯૭૪માં થયો. ત્યારે તેઓ મુંબઈમાં ચોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતો. એટલે પૂ. મહારાજ પાસે રોજ સવારસાંજ જવાનું થતું તથા વ્યાખ્યાન પણ સાંભળવા મળતું. જૈન વિષયોમાં મારી કેટલીયે શંકાઓનું સમાધાન એમની પાસે થતું અને સરસ માર્ગદર્શન મળતું. મહારાજશ્રી અમારે ઘરે ઘણી વાર વહોરવા પધારતા. તેઓ દૂધ વહોરતા. એક વખત એમની સાથે વાત નીકળી ત્યારે જાણવા મળ્યું કે એમને પિત્તની તકલીફ છે એટલે દૂધ
૬૨ ચરિત્રદર્શન
Page #115
--------------------------------------------------------------------------
________________
વધારે માફક આવે છે. એક વખત એમણે કહેલું કે અમને સાધુઓને વૃદ્ધાવસ્થામાં પ્રકૃતિને અનુકૂળ ગોચરી ન મળે તો આખો દિવસ બગડી જાય અને તબિયત પણ બગડે. એમની પિત્તની તકલીફને કારણે મરચાં વગરની ગોચરી અનુકૂળ રહેતી. છતાં કોઈક વાર કોઈક ઘરેથી અજાણતાં મરચાંવાળી વાનગી આવી જતી, એની અસર એમની તબિયત ઉપર થતી. યોગવિદ્યાના પણ તેઓ ઊંડા જાણકાર અને અભ્યાસી હતા. તેમને કેટલીક સ્વયંસ્કુરણા થતી. તેમની કુંડલિની જાગ્રત રહેતી. એથી જ પૂ. તત્ત્વાનંદવિજયજીને વિશાળ સાધુ-સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પોતાની સાથે એકાદ સાધુને રાખવા પડતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ. વળી દર વખતે ગુરુમહારાજ નવા નવા દીક્ષિત એવા પ્રૌઢ સાધુઓ આપતા કે જેમની સાથે પ્રકૃતિમેળ થવો અઘરો રહેતો.
તેઓ જ્યારે મુંબઈ ખાતે મુલુન્ડમાં બિરાજમાન હતા ત્યારે અમે કોઈ કોઈ વાર એમને વંદન કરવા જતાં. મારાં સાસુ પણ અમારી સાથે આવતાં, કારણ કે એમને પણ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતો. એક વખત અમે વંદન કરવા ગયાં ત્યારે મારાં સાસુ અમેરિકાના પ્રવાસે જવાનાં છે એ વાત નીકળી. એ વખતે એમણે થોડી વાર ધ્યાનમગ્ન થયા પછી મારાં સાસુને કહ્યું, ‘તમે અમેરિકા ભલે જાય, પણ છ અઠવાડિયાંમાંથી એક દિવસ પણ વધુ ન રોકાતાં. એમણે આપેલી તારીખ પ્રમાણે મારાં સાસુ અમેરિકાથી પાછા આવી ગયાં. વધુ રોકાય તો ત્યાં એમને કોઈ અશુભ યોગ નડે એમ હતો એમ એમણે પાછળથી સૂચન કર્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કોઈ વખત એકલા વિચરતા અને ઘણુંખરું પરાંઓમાં રહેતાં. ધ્યાન માટે એકલતા અને એકાંત એમને વધુ પ્રિય અને અનુકૂળ રહેતા. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે પરાંઓમાં જેવું એકાંત મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બાજુ આવવાનો ભાવ ખાસ થતો નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાશ્રયમાં હતા. અમે એક વખત એમને વંદન કરવા ગયાં ત્યારે ચોપાટીનું અમારું નાનું ઘર બદલીને વાલકેશ્વરમાં મોટું ઘર લેવાની વાટાઘાટ ચાલતી હતી એની વાત કરી, પણ એ માટે જરૂરી એટલાં નાણાંની અમારી પાસે સગવડ થાય એમ નથી એમ જણાવ્યું. એમણે કહ્યું, “રમણભાઈ, હું કહું છું કે તમારે એ ઘર લઈ લેવાનું છે. રોજ ભક્તામર સ્તોત્ર બોલજો. એક વર્ષમાં તમારો નાણાંનો પ્રશ્ન અચૂક ઘણી સારી રીતે પાર પડી જશે.” જાણે એમની વાણી ફળી હોય તેમ એમણે કહેલી સમયમર્યાદામાં આખો પ્રશ્ન સાનંદાશ્ચર્ય ઊકલી ગયો. જાણે તેઓ આશીર્વાદ વરસાવતા રહ્યા હોય એવો અનુભવ થયો. તેમનું ચાતુમાંસ
પૂ. શ્રી તખ્તાનંદવિજયજી મહારાજ ૬૩
Page #116
--------------------------------------------------------------------------
________________
ગોરેગામમાં જવાહરનગરમાં નક્કી થયું હતું. થોડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા; પરંતુ એ પહેલાં તો તેઓ કાળધર્મ પામ્યા.
પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજના સ્વર્ગવાસથી અંગત રીતે અમારા કુટુંબને ઘણી મોટી ખોટ પડી છે. એમના કેટલાયે શબ્દોનું સ્મરણ અનેક વાર થયા કર્યું છે. એમના જવાથી જૈન સમાજને પણ એક વિદ્વાન સંશોધક અને આરાધક સાધુ ભગવંતની મોટી ખોટ પડી છે.
એમના આત્માને કોટિ કોટિ વંદન હો !
૬૪ * ચિત્રદર્શન
('તિવિહેણવંદામિ'માંથી)
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી અજરામરસ્વામી
સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયેલા મહાત્માઓમાં સ્વ. પૂ. શ્રી અજરામરજી સ્વામીનું સ્થાન અનોખું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન ધર્મના ક્ષેત્રે ભગીરથ કાર્યો કર્યા હતાં. એમણે જૈન દર્શન ઉપરાંત અન્ય ભારતીય દર્શનોનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમનામાં સાંપ્રદાયિકતા, સંકુચિતતા કે કટ્ટરતા રહી નહોતી. તેઓ બહુ ઉદાર અને સમન્વયકારી દષ્ટિ ધરાવતા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ તેઓ ઘણું વિચર્યા હતા. કચ્છમાં પણ વાગડ વિસ્તાર ઉપર તેમનો ઘણો મોટો પ્રભાવ રહ્યો હતો. તેમના જીવન વિશે કેટલીક માહિતી મળે છે. તે ઉપરથી શતાવધાની પંડિત રત્નચંદ્રજી મહારાજે તેમનું જીવનચરિત્ર લખેલું છે અને તેમના વિશે “ભક્તામર પાદપૂર્તિ'ની રચના સંસ્કૃત શ્લોકમાં કરેલી છે.
અજરામરસ્વામીનો જન્મ વિ. સં. ૧૮૦૯ના જેઠ સુદ ૯ના દિવસે જામનગર પાસે પડાણા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ માણેકચંદ હતું, માતાનું નામ કંકુબાઈ હતું, તેઓ જ્ઞાતિએ વીસા ઓસવાલ હતા. અજરામરસ્વામીનું જન્મનામ પણ અજરામર હતું. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. દુ:ખી થયેલાં વિધવા માતા કંકુબાઈ ધર્મ તરફ વળ્યાં હતાં. બાળક અજરામર ગામઠી નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું હતું. પોતાની માતા રોજ ઉપાશ્રય ગુરુમહારાજ પાસે જતાં ત્યારે સાથે તેમને પણ લઈ જતાં.
માતા કંકુબાઈને રોજ સામાયિક અને પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. તેમને સૂત્રો વગેરે આવડતાં નહોતાં, પરંતુ સ્થાનકમાં જઈ બીજા બોલે તે સાંભળીને તેઓ સામાયિક કે પ્રતિક્રમણ કરતાં.
એક દિવસ બહુ જ વરસાદ પડ્યો. એથી સ્થાનકે જવાનું શક્ય નહોતું. એટલે
શ્રી અજરામરસ્વામી - ૬૫
Page #118
--------------------------------------------------------------------------
________________
માતા કંકુબાઈ ઉદાસ બની ગયાં હતાં. પ્રતિક્રમણનો પોતાનો નિયમ તૂટશે એવું તેમને લાગતું હતું. તે વખતે માતાની અસ્વસ્થતા બાળક અજરામર કળી ગયો. એમણે માતાની અસ્વસ્થતાનું કારણ જાણીને માતાને કહ્યું, “મા! તમે ચિંતા ન કરો. હું તમને આખું પ્રતિક્રમણ સૂત્રો બોલીને કરાવીશ.” માતાએ સાચું માન્યું નહિ. પરંતુ અજરામરે કહ્યું કે પોતે રોજ સ્થાનકે સાથે આવે છે એટલે આખું પ્રતિક્રમણ પોતાને મોઢે થઈ ગયું છે. છ વર્ષના બાળકે જ્યારે માતાને આખું પ્રતિક્રમણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરાવ્યું ત્યારે માતાને બહુ આશ્ચર્ય થયું. પોતાનો પુત્ર આટલો બધો તેજસ્વી છે એવી ત્યારે એમને ખાતરી થઈ. એમના મનમાં એવી ભાવના પણ જાગી કે પોતાનો દીકરો મોટો થઈને કોઈ મહાન સાધુ-મહાત્મા બને તો કેવું સારું! માતાને પોતાને પણ દીક્ષા લેવાની ભાવના થઈ હતી.
વિ. સં. ૧૮૧૮માં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી લીંબડીથી વિહાર કરીને ગોંડલ પધાર્યા હતા. ત્યાં તેમનું ચાતુર્માસ હતું. કંકુબાઈ અને અજરામર હીરાજીસ્વામી પાસે ગોંડલ પહોંચ્યાં. દીક્ષા લેવાની પોતાની અને બાળકની ભાવના છે એવી તેમણે ઇચ્છા દર્શાવી. હરાજીસ્વામીએ એ માટે કેટલોક સમય થોભી જવાનું કહ્યું અને અજરામરને પોતાની પાસે અને કંકુબાઈને જેઠીબાઈ મહાસતીજી પાસે રહીને શાસ્ત્રાભ્યાસ કરવાની વ્યવસ્થા કરી.
ચાતુર્માસ પછી અન્યત્ર વિહાર કરી સં. ૧૮૧૯માં હીરાજીસ્વામી ફરી ગોંડલ પધાર્યા અને ગોંડલમાં કંકુબાઈ તથા બાળક અજરામરને દીક્ષા આપવામાં આવી. ગોંડલ માટે આ એક ભવ્ય પ્રસંગ બની ગયો. ગોંડલ નરેશે પણ આ પ્રસંગે ઉત્સાહપૂર્વક રસ લઈ રાજ્ય તરફથી સારો સહકાર આપ્યો હતો. દીક્ષા પછી અજરામર કાનજીસ્વામીના શિષ્ય થયા અને કંકુબાઈ જેઠીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યાં.
બાળક અજરામર બહુ તેજસ્વી હતા. એમની મુખમુદ્રા જોતાં જ. એમના ભવ્ય લલાટ ઉપર નજર પડતાં જ અને એમની તીક્ષ્ણ આંખો જોતાં જ જોનારને આ કોઈ અસામાન્ય બાળક છે એવી ખાતરી તરત જ થઈ જતી.
માતા કંકુબાઈ અને બાળક અજરામર જ્યારે ગોંડલમાં હીરાજીસ્વામી અને કાનજીસ્વામી પાસે દીક્ષા લેવાની ભાવનાથી આવ્યાં હતાં ત્યારે બાળક અજરામર ઉપાશ્રયેથી કોઈ જુદા જુદા ગૃહસ્થના ઘરે જમવા માટે જતા-આવતા ત્યારે ગોંડલની વૈષ્ણવ હવેલીના ગોસાંઈજી મહારાજની તેના ઉપર નજર પડી. એ તેજસ્વી બાળકને બોલાવીને તેની સાથે વાતચીત કરતાં બાળક દીક્ષા લેવાના છે એ વાત જાણીને આવા તેજસ્વી બાળક પોતાની હવેલીમાં આવીને રહે અને પોતાના ઉત્તરાધિકારી
૬૬
ચરિત્રદર્શન
Page #119
--------------------------------------------------------------------------
________________
બને એવો વિચાર તેમને થયો. એ માટે તેમણે બાળક પાસે દરખાસ્ત મૂકી જોઈ અને હવેલીમાં રહેવાથી કેવાં સરસ વસ્ત્રાભૂષણ પહેરવા મળશે, કેવું સરસ ખાવાપીવાનું મળશે અને કેટલી મોટી મિલકતના વારસદાર થવાશે તે બતાવ્યું. પરંતુ બાળક અજરામર તેનાથી જરા પણ લલચાયો નહિ. તેમણે તો ત્યાગ-વૈરાગ્યમાં જ પોતાને રસ છે અને સંયમનો માર્ગ જ પોતે ગ્રહણ કરવા માગે છે તેના ઉપર ભાર મૂક્યો. બાલ્યકાળમાં પણ અજરામરની દૃષ્ટિ કેટલી સાચી, સ્વસ્થ અને સ્થિર હતી તે આ પ્રસંગ ઉ૫૨થી જોઈ શકાશે.
દીક્ષા પછી અજરામરસ્વામીએ પોતાનો અભ્યાસ વધારી દીધો. જુદે જુદે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યા પછી પૂ. શ્રી હીરાજીસ્વામીને એવી ભાવના થઈ કે બાલમુનિને વધુ અભ્યાસ કરાવવા માટે સુરત તરફ વિહાર કરવો, કારણ કે સુરતમાં ત્યારે સારા પંડિતો હતા. વિ. સં. ૧૮૨૬માં પૂ. શ્રી હીરાજીસ્વામી, પૂ. શ્રી કાનજીસ્વામી અને બાળમુનિ પૂ. શ્રી અજરામરસ્વામી ચાતુર્માસ પછી ભરુચથી સુરત તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ નર્મદા નદી ઓળંગવા માટે એના રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા હતા. નદી ઓળંગી તેઓ સામે એક વૃક્ષની છાયામાં થાક ખાવા બેઠા હતા. એ વખતે સુરનિવાસી ખરતરગચ્છના પૂજ્યશ્રી યતિશ્રી ગુલાબચંદજી પણ ભરૂચથી સુરત પાછા ફરી રહ્યા હતા. એમણે રેતીમાં મોટાં પગલાંઓની સાથે નાનાં પગલાં પણ જોયાં. તેઓ સમર્થ લક્ષણવેત્તા હતા. પગલાં જોતાં જ તેમને થયું કે આ કોઈ તેજસ્વી બાળકનાં પગલાં છે. સામે કિનારે પહોંચી તેમણે હીરાજીસ્વામી વગેરેને વૃક્ષ નીચે જોયા એટલે વંદન કરી પૂછ્યું, “મહારાજ ! આપ ક્યાંથી પધારો છો ? કઈ બાજુ વિહાર કરવાના છો ?’
હીરાજીસ્વામીએ પોતે લીંબડીથી વિહાર કરી સુરત જઈ રહ્યા છે તેની વાત જણાવી. વળી બાળમુનિને સંસ્કૃત ભાષાસાહિત્ય તથા દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરાવવાની ભાવના છે એ પણ કહ્યું. પૂજ્યશ્રી ગુલાબચંદજીએ પોતાનો પિરચય આપ્યો અને પગલાં ઉ૫૨થી અને બીજાં શ૨ી૨લક્ષણ ઉ૫૨થી બાળમુનિ બહુ વિદ્વાન અને તેજસ્વી થશે તેની આગાહી કરી. વળી કહ્યું કે તેમને જો વિદ્યાભ્યાસ કરવો હોય તો સુરતમાં પોતે વિદ્યાભ્યાસ કરાવશે. એથી હીરાજીસ્વામી અને બીજા સાધુઓએ પ્રસન્નતા અનુભવી.
પૂજ્યશ્રી ગુલાબચંદજી મૂર્તિપૂજક સંપ્રદાયના ખરતરગચ્છના યતિ હતા. એક સ્થાનકવાસી બાલમુનિને અભ્યાસ કરાવવાનો હતો. એક મૂર્તિપૂજક સંપ્રદાયના યતિશ્રી પોતાના સ્થાનકવાસી સંપ્રદાયના બાલમુનિને અભ્યાસ કરાવે એની સામે હીરાજીસ્વામી અને કાનજીસ્વામીને જરા પણ વાંધો નહોતો. બીજી બાજુ યતિશ્રી
શ્રી અજરામરસ્વામી ૬૭
Page #120
--------------------------------------------------------------------------
________________
ગુલાબચંદજીએ મૂર્તિપૂજક સંપ્રદાયના પોતે હોવા છતાં બાલમુનિને અવશ્ય અભ્યાસ કિરાવશે તેવી ખાતરી આપી. સુરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયો ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં થોડો ખળભળાટ પણ મચ્યો. પરંતુ તેની ખાસ કંઈ અસર થઈ નહિ. ગુલાબચંદજીએ બહુ જ ઉત્સાહથી બાલમુનિને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય,
જ્યોતિષ વગેરે ઘણા વિષયોનું અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે પડદર્શનનો પણ અભ્યાસ કરાવ્યો અને ન્યાયાવતાર, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ગહન અને કઠિન ગ્રંથો પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રયમાં વધુ ચોમાસા કરવાનું યોગ્ય ન ગણાય એટલે હીરાજીસ્વામીએ સુરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છ ચોમાસાં કર્યો. આ રીતે બાલમુનિ અજરામરસ્વામીને વિદ્યાભ્યાસ કરવામાં સુરતમાં સતત છ ચોમાસાં કરવા પડ્યાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાનો ઘણોબધો લાભ થયો. પૂજ્યશ્રી મંત્રતંત્ર અને ગુપ્તવિદ્યાઓના પણ સમર્થ જાણકાર હતા. અજરામરસ્વામી યોગ્ય અધિકારી પાત્ર છે એવી ખાતરી થયા પછી તેમણે મંત્રતંત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યાઓ અને વિધિ-આમ્નાય પણ અરામરસ્વામીને શીખવાડી.
અજરામરસ્વામીએ આ છ વર્ષના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધો ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે પૂજ્યશ્રી ગુલાબચંદજીએ પોતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી મહત્ત્વની પોથીઓ પોતાની સાથે લઈ જવા માટે અજરામરસ્વામીને આપી હતી. (આ બધી પોથીઓ અને અજરામરસ્વામીના પોતાના હાથે લખેલી પ્રતો લીંબડીના જ્ઞાનભંડારમાં આજે પણ સચવાયેલી છે.)
આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સુરતનો મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય બંને ઉદાર દિલથી એકબીજાથી વધુ નજીક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયો પૂરતી જ નહિ, જૈન અને જૈનેતર ધર્મો વચ્ચે પણ વિશાળ અને ઉદાર દષ્ટિ ખીલી હતી. અજરામરસ્વામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદાત્ત હતું કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સંકુચિતતાની વાત ટકી શકતી નહિ.
યુવાન અજરામરસ્વામી ઊંડો શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીંબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લોકોએ તેમના પ્રત્યે ઘણો બધો આદરભાવ દર્શાવ્યો હતો. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે પોતે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેમની ઇચ્છા માળવામાં વિચરતા શ્રી દોલતરામજી મહારાજ પાસે આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાની છે.
૬૮ ક ચરિત્રદર્શન
Page #121
--------------------------------------------------------------------------
________________
એ માટે કાં તો તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તો પોતે તેમની પાસે જઈને અભ્યાસ કરવો જોઈએ. સંઘે વિચાર્યું કે જો ોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તો લોકોને પણ લાભ મળે. એ માટે ખાસ માણસ મોકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી શ્રી દોલતરામજી મહારાજને વિનંતી કરવામાં આવી. શ્રી દોલતરામજી મહારાજે એનો સ્વીકાર કર્યો. તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે અમદાવાદ થઈને લીંબડી પધાર્યા. ઝાલાવાડમાં તેઓ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પાછા ફર્યા ત્યારે અજરામરસ્વામીએ તેમને પોતાના ગ્રંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથો ભેટ આપ્યા હતા.
અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનનો ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતા. એ જોઈ સંઘે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મોટું સંમેલન યોજી એમને ૩૫ વર્ષની યુવાન વયે આચાર્યપદે સ્થાપ્યા હતા ત્યારે સંપ્રદાયમાં જે કંઈ શિથિલતા હતી તે દૂર કરવા એમણે જબરો પુરુષાર્થ કર્યો હતો. મહાસતીજીઓના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રબંધ કરાવ્યા હતા. તેમના વ્યક્તિત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે ગુણો એવા વિકસ્યા હતા કે જૈન-જૈનેતર એવા અનેક લોકો તેમના ચાહક બન્યા હતા.
અજરામરસ્વામીની સાધના ઘણી ઊંચી હતી. તેમનામાં આત્મબળ પણ ઘણું હતું. આવી વિભૂતિઓના જીવનમાં કેટલાક ચમત્કારના પ્રસંગો બને તે સ્વાભાવિક છે. એમ કહેવાય છે કે એક વખત અજરામર સ્વામી જામનગરથી કચ્છ જવા માટે માળિયા ગામે પધાર્યા. ત્યાંથી તેઓ રણ ઊતરીને વાગડ તરફ જતા હતા તે વખતે રસ્તામાં લૂંટારુઓની એક ટોળી મળી. અજરામરસ્વામીએ લૂંટારુઓને કહ્યું કે પોતે બધા સાધુઓ છે અને તેમની પાસે કોઈ માલ-મિલકત નથી, તોપણ લૂંટારુઓએ તેમને શરીર પર એક જ વસ્ત્ર રાખીને બાકીનાં વસ્ત્રો, પાતરાંઓ, પોથીઓ વગેરે બધું આપી દેવા તોછડાઈથી હુકમ કર્યો. લૂંટારુઓ કોઈ રીતે માનવા તૈયાર ન હતા. તે વખતે પરિસ્થિતિ જોઈ અજરામરસ્વામીએ મંત્રોચ્ચાર કર્યો. એથી લૂંટારુઓ સ્થભિત થઈ ગયા અને આંખે દેખતા બંધ થઈ ગયા. એથી ગભરાઈ ગયેલા લૂંટારુઓ માફી માગવા લાગ્યા એટલે ફરી ક્યારેય તેઓ લૂંટ નહિ કરે તેવી પ્રતિજ્ઞા તેમની પાસે અજરામરસ્વામીએ લેવડાવી હતી. પછીથી તો એ લૂંટારુઓ પણ સ્વામીજીના ભક્ત બની ગયા હતા.
બીજા એક પ્રસંગે અજરામરસ્વામી પોતાના શિષ્યો સાથે કચ્છથી વિહાર કરીને લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલમાંથી એક સિંહ સામેથી
શ્રી અજરામર સ્વામી એ ૬૯
Page #122
--------------------------------------------------------------------------
________________
દોડતો આવ્યો. તે વખતે શિષ્યો ગભરાઈ ગયા, પરંતુ સ્વસ્થતાપૂર્વક ચાલતા સ્વામીજીએ શિષ્યોને નવકારમંત્રનું રટણ કરતાં કરતાં પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું, એથી સિંહ ત્યાં જ બેસી ગયો અને આક્રમણ કરવાને બદલે એકીટશે સ્વામીજીને નિહાળતો રહ્યો હતો.
વિ. સં. ૧૮૪૬માં અજરામરસ્વામીએ બીજી વાર માળિયાથી વિા૨ કરીને કચ્છનું રણ ઊતરીને એક ગામમાં મુકામ કર્યો હતો. તે વખતે કચ્છના કારભારી મૂર્તિપૂજક જૈન આગેવાન વાઘજી પારેખને કચ્છના મહારાવ સાથે કંઈક અણબનાવ થયાની વાત વહેતી થઈ હતી. અજરામરસ્વામી કચ્છના આ ગામમાં કોઈક શ્રાવકના ઘરના બહારના ભાગમાં ઊતર્યા હતા. રાત્રે તેઓ સંથારો કરતા હતા ત્યારે અંધારામાં એક માણસ આવતો તેમને દેખાયો. સ્વામીજીએ પૂછ્યું, ‘કોણ ? વાઘા પારેખ છો ?'
પોતાનું નામ અજરામરજીના મુખેથી સાંભળતાં વાઘા પારેખને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. સ્વામીજીએ વાઘા પારેખને બેસાડી કહ્યું, ‘કચ્છના મહારાવે તમારા ઉ૫૨ ગુસ્સો કર્યો છે, એથી ગભરાઈને તમે સંતાતા ફરો છો. કચ્છ છોડીને ભાગી જવાનું તમે વિચારો છો. પરંતુ તેમ કરવાની તમારે જરૂર નથી. હિંમત અને ધીરજ રાખો. મહારાવશ્રીને એક અગત્યનું કામ પડશે ત્યારે તમારા સિવાય બીજું કોઈ એ કામ કરી શકશે નહિ. એ વખતે મહારાવશ્રી તમને બોલાવશે. ત્યારે તમારા હાથે કચ્છની પ્રજાની સેવા કરવાનું મોટું કામ થશે.’
અજરામરસ્વામીએ કહેલી એ વાત બિલકુલ સાચી પડી. મહારાવશ્રીએ કામ પડ્યું એટલે વાઘા પારેખને બોલાવ્યા. બંને વચ્ચે સુમેળ પહેલાંના જેવો થઈ ગયો. મહારાણીએ તો પોતાના ભાઈ તરીકે તાઘા પારેખને ઓળખાવ્યા. કારભારી તરીકેની બધી જવાબદારી તેમને પાછી સોંપવામાં આવી. ત્યારથી વાઘા પારેખને અજરામરસ્વામીના વચનમાં અતૂટ વિશ્વાસ બેસી ગયો હતો.
અજરામરસ્વામીએ કચ્છમાં ત્રણ વખત વિહાર કર્યો હતો. એ દિવસોમાં કાઠિયાવાડથી વિહાર કરીને કચ્છમાં જવાનું એટલું સરળ નહોતું. વિાર બહુ લાંબા અને કપરા રહેતા. તેમ છતાં લોકોની ધર્મભાવનાને અનુસરી અજરામરસ્વામીએ કચ્છમાં કુલ છ જેટલાં ચાતુર્માસ કર્યાં હતાં. વિ. સં. ૧૮૪૬માં માંડવીમાં ચાતુર્માસ હતું, ત્યારે વાઘજી પારેખની ઇચ્છા હતી કે સ્વામીજી પોતાના ભુજ નગરમાં પધારે. એ દિવસોમાં સ્થાનકવાસી સાધુઓને ભુજમાં પધારવાની રાજ તરફથી મનાઈ હતી, તે વાઘજી પારેખે રદ કરાવી હતી અને સ્વામીના નગપ્રવેશ વખતે બૅન્ડવાજાં
∞ ચરિત્રદર્શન
Page #123
--------------------------------------------------------------------------
________________
વગાડવામાં ન આવે તે વિશે પણ સંઘને સૂચના આપી હતી.
અજરામરસ્વામીએ કચ્છમાં જે ચાતુર્માસ કર્યા તેમાં માંડવીની દરિયાની હવા અને પાણીને કારણે તેમને સંગ્રહણીનું તથા પગમાં વાનું દર્દ ચાલુ થયું હતું. ઘણા ઉપચારો કરવા છતાં તેમાં ફરક પડ્યો નહોતો. અલબત્ત, ત્યાર પછી પણ તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વિહાર કર્યો હતો. પરંતુ અશક્તિ વધતાં વિ. સં. ૧૮૬૪માં લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી તેમને લીંબડીમાં સ્થિરવાસ કરવો પડ્યો હતો.
લીંબડીમાં તેમને મળવા માટે ચારે બાજુથી અનેક સંત-સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની યાત્રાનો મોટો સંઘ નીકળ્યો હતો. તે લીંબડી થઈને પસાર થતો હતો. તે સંઘમાં આવેલા કેટલાક યતિઓ અજરામર સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા.
વિ. સં. ૧૮૬ ૮ના ચાતુર્માસમાં અજરામરસ્વામીની પ્રેરણાથી લીંબડીમાં ઘણી તપશ્ચર્યા થઈ હતી. તેમાં ૩૯ જેટલાં તો માસખમણ થયાં હતાં અને તે તપશ્ચર્યામાં મૂર્તિપૂજક સંપ્રદાયે પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.
વિ. સં. ૧૮૭૦માં શ્રાવણ મહિનામાં અજરામરસ્વામીની તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને આચાર્ય પદવીનાં પચીસ વર્ષ પૂરાં કર્યા હતાં. પોતાનો અંતકાળ નજીક આવતો જાણીને તેમણે સંથારો લઈ લીધો. ક્ષમાપના કરી લીધી. નવકારમંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ-૫ના દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી હજારો માણસો આવી પહોંચ્યા હતા.
લગભગ બાસઠ વર્ષના આટલા અલ્પ આયુષ્યકાળમાં સ્વ. પૂ. અજરામરસ્વામીએ ઘણીબધી સિદ્ધિઓ મેળવી હતી. જૈન શાસન ઉપર તેમનો ઘણોબધો ઉપકાર રહ્યો છે. પોતાના હૃદયની વિશાળતા અને ઉદારતાને કારણે જૈનોના તમામ સંપ્રદાયના લોકોનાં તેમ જ જૈનેતર લોકોનાં હૃદયમાં તેમણે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એથી જ એમના નામથી ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓની સ્થાપના થઈ છે અને બે સૈકા પછી પણ અનેક લોકો એમનું ભાવપૂર્વક સ્મરણ કરે છે.
પ્રભાવક સ્થવિરો, ભા. ૩માંથી)
શ્રી અજરામર સ્વામી ક ૭૧
Page #124
--------------------------------------------------------------------------
________________
.
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
પરમ પૂજ્ય જૈન ભારતી, મહત્તરા સાધ્વીરત્ન શ્રી મૃગાવતીજી શુક્રવાર તા. ૧૮મી જુલાઈ, ૧૯૮૬ના રોજ દિલ્હીમાં વલ્લભ સ્મારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પોતાની અંતિમ ઘડીનો અણસાર આવી ગયો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા લોકોની અને કેટલાકને વ્યક્તિગત નામ દઈને, એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મસમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે ૬૧ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યાં. તેર વર્ષની ઉંમરે દીક્ષા લઈ અડતાલીસ વર્ષના દીક્ષાપર્યાંય દરમિયાન એમણે શાસનોતિનાં ઘણાં કાર્યો કર્યાં. એમના કાળધર્મથી એક તેજસ્વી સાધ્વીરત્નની આપણને ખોટ પડી છે.
તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારતભરમાં રેડિયો, ટી.વી. અને તાર દ્વારા પ્રસરી ગયા. એમની અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લોકો આવી પહોંચ્યા. એમના પાર્થિવ દેહને દિલ્હીમાં વલ્લભ સ્મારક ખાતે જ અગ્નિસંસ્કાર ક૨વામાં આવ્યો.
એક મહાન જ્યોતિ સ્થૂળ રૂપે ભૂતકાળમાં વિલીન થઈ ગઈ; સૂક્ષ્મ રૂપે એ જ્યોતિ અનેકનાં હૈયાંમાં ચિરકાળ પર્યંત પ્રકાશતી રહેશે !
પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીજી એટલે વર્તમાન સમયના સાધ્વીગણોમાં એક ૫૨મ તેજસ્વી પ્રતિભા. સૈકાઓમાં ક્યારેક જોવા મળે એવી એમની અનોખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઈએ તો એની સવિશેષ પ્રતીતિ થાય.
એક સાધ્વીજી મહારાજ પોતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમિયાન આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી-કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ
૭૨
ચરિત્રદર્શન
Page #125
--------------------------------------------------------------------------
________________
ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દૃઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાના હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અનોખી દીર્ઘદૃષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ સદ્ગુણોનો સુભગ સમન્વય થયો હતો. એને લીધે જ એમના કાળધર્મથી અનેક લોકોએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી અનુભવી છે.
માતા ગુરુણી પૂજ્ય શીલવતીજી વિનમ્રતા અને વાત્સલ્યનાં મૂર્તિ સમાં હતાં. પોતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજ્જ કરીને આત્મસાધનાના ઉજ્જ્વળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું હતું. પોતાની માતા પૂજ્ય શીલવતીશ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂજ્ય મૃગાવતીશ્રીજીએ સવાયો સમૃદ્ધ કરીને દીપાવ્યો.
પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે યુવાન વયનાં હતાં ત્યારે વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલ્લભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠિઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છોટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કોષ, આગમ ગ્રંથો અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન ગ્રંથોના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્ત્વના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પરંપરાગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમિયાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં. વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિન્દી એમ બન્ને ભાષા ઉ૫૨ એમણે પ્રભુત્વ મેળવી લીધું. તેમનાં વ્યાખ્યાનોની શ્રોતાઓ ઉપર ઊંડી અસર થતી, કા૨ણ કે એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી.
લગભગ બે દાયકા પહેલાં પૂજ્ય શીલવતીશ્રીજી અને પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેક્ટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કોરાએ મને તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યાર પછી મુંબઈમાં કેટલીક
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ૭૩
Page #126
--------------------------------------------------------------------------
________________
વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયો. પાછો ફરતો હતો ત્યારે તેઓ એટલું જ બોલ્યાં, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજો.' એ વાક્યમાં વાત્સલ્યનો એવો અભૂતપૂર્વ રણકો મને સંભળાયો કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગુંજ્યા કરે છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પોતાનાં પુત્રી-શિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમની માતાગુરુણી પૂજ્ય શીલવતીશ્રીજીનાં દર્શન થતાં.
પૂજ્ય મૃગાવતીજીએ પોતાનાં માતાગુરણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલ્લાં અઢાર વર્ષમાં તેમણે પોતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલો પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૦૯માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં યોજાયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને “વિજયવલ્લભ હાઈસ્કૂલ માટે અનેક બહેનોએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ એ મૃગાવતીજીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સંવત ૨૦૧૦માં અંબાલામાં “વલ્લભવિહાર' નામના સમાધિ મંદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી પંજાબમાં જરિયા, લહેરા વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભ સ્મારકનું નિર્માણ થયું. વળી એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જૈન એકેડમી ઓફ ઇન્ડોલોજિકલ સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી.
મૃગાવતીજી પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉદાર દૃષ્ટિથી ભારતના વિહાર દરમિયાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ તેઓ ગયાં હતાં. એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો. મૂર્તિપૂજક ફીરકાના હોવા છતાં, સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકોમાં તેઓના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયના સાધુ-સાધ્વીઓને
જ ચરિત્રદર્શન
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે તેમણે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દિગમ્બરોને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ પર્વની (દશલક્ષણી પર્વની) આરાધના કરાવી હતી. પોતે તપગચ્છનાં હોવા છતાં ખરતરગચ્છ, અંચલગચ્છના ધાર્મિક પ્રસંગો, શિબિરોમાં હાજરી આપતાં. આવા તો અનેક પ્રસંગો એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુઓ પણ હતા. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસમદિરા છોડી જૈન ધર્મના આચાર અપનાવ્યા હતા. પંજાબમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે અનેક લોકોને ઉપદેશ આપ્યો હતો.
પૂજ્ય મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની હતાં, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃદયમાં પ્રદેશભેદ હોતો નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઇત્યાદિના ભેદોને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજ પંજાબના વતની હતા. છતાં તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂજ્ય વલ્લભસૂરિમહારાજ વડોદરાના વતની, પરંતુ તેઓ વિશેષપણે પંજાબમાં વિચર્યા. પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ ગઈ હતી. પોતાના ગુરુવર્યને અનુસરીને મૃગાવતીજીએ પણ પંજાબ અને દિલ્હીને પોતાનાં કાર્યક્ષેત્ર બનાવી દીધાં હતાં. એમનાં એક શિષ્યા સુજ્યેષ્ઠાશ્રીજી ગુજરાતી હતાં, જે થોડા સમય પહેલાં કાળધર્મ પામ્યાં. એમનાં બીજાં શિષ્યા સુવ્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચ્છનાં અને ચોથાં શિષ્યા સુપ્રશાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદો વિગલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધાંમાં જોવા મળે. જૈન ધર્મની હજારો વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. અન્ય આચાર્ય ભગવંતોના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આવી લાક્ષણિકતા જોવા મળશે. અધ્યાત્મિક માર્ગે ગયેલો માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલો અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે અને થઈ શકે છે તેનું આ એક અનુપમ ઉદાત્ત નિદર્શન
છે.
પૂ. મૃગાવતીશ્રીજીના કાળધર્મ પછી એક વાર પૂ. સાધ્વીશ્રી સુવ્રતાશ્રીજી સાથે વાત થઈ ત્યારે ગળગળાં થઈ એમણે મને પોતાનો અનુભવ કહ્યો હતો. એમણે કહ્યું કે પોતે જ્યારે મૃગાવતીશ્રીજી પાસે દીક્ષા લેવાની વાત કુટુંબમાં કરી ત્યારે સગાંસંબંધીઓએ તેનો વિરોધ કરતાં કહ્યું કે તું ગુજરાતી સાધ્વી પાસે શા માટે દીક્ષા લે છે ? તેઓ ગુજરાતી-પંજાબીનો ભેદભાવ ક૨શે અને ગુજરાત બાજુ વિહાર
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ* ૭૫
Page #128
--------------------------------------------------------------------------
________________
કરી જશે તો તને ફરી પંજાબ જોવા નહિ મળે.” પરંતુ હું મારા નિર્ણયમાં મક્કમ હતી. કારણ કે મને મૃગાવતીશ્રી મહારાજના પરિચયમાં એવું ક્યારેય લાગ્યું નહોતું. મેં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી એક દિવસ તો શું, એક ક્ષણ પણ મને એવો અનુભવ થવા દીધો નથી કે પોતે ગુજરાતી છે અને હું પંજાબી છું. એમનો આત્મા એવો મહાન ઊંચી દશાનો હતો. એમની પાસે દિક્ષા લઈને હું તો ધન્ય થઈ ગઈ છું અને જે સગાંસંબંધીઓએ ત્યારે વિરોધ કર્યો હતો તેઓ પણ પછીથી તો પૂ. મૃગાવતીશ્રીજી પાસે મેં દીક્ષા લીધી એથી બહુ રાજી થઈ ગયાં હતાં.”
છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજ્ય મૃગાવતીજીનો વિહાર પંજાબમાં રહ્યો હતો. પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂજ્ય વલ્લભસૂરિજી મહારાજનું મુખ્ય કાર્યક્ષેત્ર પંજાબ રહ્યું હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધ્વી પૂજ્ય મૃગાવતીજીનું કાર્યક્ષેત્ર પણ વિશેષપણે પંજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણા, જલંધર, અંબાલા, હોશિયારપુર, ચંદીગઢ, લહેરા, માલેરકોટલા જેવાં મુખ્ય નગરો ઉપરાંત માર્ગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુંબો સાથે પૂજ્ય મૃગાવતીજીનો સંપર્ક અત્યંત ગાઢ રહ્યો હતો.
પૂજ્ય મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં-મોટાં સૌને નામથી ઓળખે. એક વખત મળે એટલે એમના સ્મૃતિપટ પર એ વ્યક્તિનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુંબોમાં બાર-પંદર સભ્યો હોય તો તે બધાંને મૃગાવતીજી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક એમને વંદન કરવા જાય તો તેઓ આખા કુટુંબનાં બધાં સભ્યોનાં નામ દઈને બધાંની ખબરઅંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. એમાં વયોવૃદ્ધ વડીલોનાં નામ પણ હોય અને બે-ચાર વર્ષનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાંય કુટુંબોના સભ્યોને પૂજ્ય મૃગાવતીજી પાસે વારંવાર દોડી જવાનું મન થાય. મળીને વંદન કરે ત્યારે એટલી જ આત્મીયતા અનુભવાય. પૂજ્ય મૃગાવતીજીને જાહેર કાર્યમાં પોતાને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી, તેનું કારણ અનેકાનેક વ્યક્તિઓ સાથેની આ તેમની નિસ્વાર્થ પ્રેમપરાયણ આત્મીયતા હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા તીર્થમાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયો હતો. અમારી દીકરીનો એમને પહેલી વાર પરિચય થયો, છતાં ત્યાર પછી જ્યારે જ્યારે મળ્યો છું ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને તેઓ અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને ક્યારેય મળ્યો નથી. છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં પણ નામનો ઉલ્લેખ કરે.
૭૬ ક ચરિત્રદર્શન
Page #129
--------------------------------------------------------------------------
________________
પોતાને મળી હોય કે ન મળી હોય એવી અનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાઠ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી.
પૂજ્ય મૃગાવતીજીના પવિત્ર જીવનનો એવો પ્રભાવ હતો કે ઉપાધિવાળા કેટલાક લોકો એમના સાનિધ્યમાં શાંતિ અનુભવતા. કંઈક આપત્તિ આવી પડી હોય, કંઈક વ્યક્તિગત કે કૌટુમ્બિક પ્રશ્નો હોય અને એમની પાસે જઈને માણસ વાસક્ષેપ નંખાવે અને માંગલિક સાંભળી આવે તો પોતાના પ્રશ્નો ઊકલી ગયા હોય એવા અનુભવની વાતો ઘણા પાસેથી મને સાંભળવા મળી છે.
ગુજરાનવાલાપાકિસ્તાન)માં પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા અને જ્યાં સુંદર સમાધિ મંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં હિન્દુસ્તાનપાકિસ્તાનના વિભાજન પછી જૈનો જઈ શકતા ન હતા. શીખોને પાકિસ્તાનમાં આવેલા તેમના ગુરુદ્વારાઓમાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધોરણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જૈનો માટે પણ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિઓ સુધી પોતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનું કાર્ય કર્યું હતું. પાકિસ્તાનના ગુજરાનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભંડારોમાં કેટલીય હસ્તપ્રતો રહી ગઈ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમાંથી છ હજાર જેટલી જૈન હસ્તપ્રતો મૃગાવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પોતાના આચાર્ય ભગવંતોની પ્રેરણા અને સહકારથી ભગીરથ કાર્ય કર્યું. જૈન-જૈનેતર શ્રેષ્ઠીઓ, અમલદારો, ધારાસભ્યો, સંસદસભ્યો, પ્રધાનો તેમનું કાર્ય કરવા તત્પર રહેતા.
સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્ય વિજયવલ્લભસૂરિજી માટે યોગ્ય સ્મારક કરવાની યોજના વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં તે સાકાર થતી નહોતી. વડોદરામાં પૂજ્ય વિજયસમુદ્રસૂરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂજ્ય મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણા, લંધર, હોશિયારપુર વગેરે સ્થળોના શ્રેષ્ઠીઓ સાથે વિચારવિનિમય કરીને તે માટે તેમણે જરૂરી વિહાર કર્યો. તેઓ અંબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામો લેવા રસ્તા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે બેઠાં હતાં એ વખતે એ સ્થળ અને એનું વાતાવરણ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કોઈ દિવ્ય પ્રેરણા મળતી હોય તેમ મનમાં ભાવના થઈ કે આ જ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તો કેવું સારું ! જાણે વલ્લભ સ્મારકને ત્યાં સાકાર થતું મનોમન તેઓ નિહાળી રહ્યાં. દિલ્હી આવી સંઘના આગેવાનોને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમીટર દૂર એ નિર્જન સ્થળે કોણ જાય અને ત્યાં કેવી
પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ - ૭૭
Page #130
--------------------------------------------------------------------------
________________
રીતે કામ થાય ? વળી તેની ઉપયોગિતા કેટલી ? તેવા પ્રશ્નો કદાચ કેટલાકને ત્યારે થયા હશે. પરંતુ સમગ્ર રીતે જોતાં સંઘના આગેવાનોને લાગ્યું કે આજે ભલે એ સ્થળ દૂર હોય, પરંતુ હાઈવે પર આવેલી એ વિશાળ, રમણીય જગ્યા ભવ્ય સ્મારક માટે બધી જ રીતે અનુકૂળ છે. સમય જતાં દિલ્હી શહેરનો વિકાસ થશે ત્યારે એ સ્થળ દૂર નહિ લાગે. એ પ્રમાણે નિર્ણય લેવાયો અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની યોજના થઈ. મૃગાવતીજીની શુભ નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે મહોત્સવપૂર્વક લાલા બૈરાતીલાલ જૈનના હાથે ત્યાં શિલાન્યાસનો કાર્યક્રમ થયો. ત્યાર પછી દાનનો પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યો. તબિયત અસ્વસ્થ છતાં પૂજ્ય મૃગાવતીજીની ઉપસ્થિતિમાં વિશેષતઃ સંક્રાન્તિ દિનની ઉજવણી વખતે થોડાક જ મહિનાઓમાં લાખો રૂપિયાનાં વચનો મળી ચૂક્યાં હતાં. પૂ. મૃગાવતીજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી.
પૂજ્ય મૃગાવતીજીને હંમેશાં ખાદી પહેરવાનો નિયમ હતો. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે. વળી એમનો એવો પણ નિયમ હતો કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કપડું વહોરવું. ત્યાગ અને સાદાઈની એમની ભાવના કેટલી ઊંચી હતી તે આ નિયમ પરથી જોઈ શકાય છે.
દિલ્હીના શ્રી રામલાલજી સાથે મૃગાવતીજી વિશે વાત નીકળતાં તેમણે કહ્યું હતું કે મૃગાવતીજી પંજાબમાં જ્યારે વિચરતાં ત્યારે એક ગામથી બીજે ગામ જવામાં એમને રસ્તો બતાવવા માટે તથા સાધ્વીજીઓના રક્ષણ માટે કોઈ સાથીદાર-ચોકીદાર મોકલવાનું સૂચન કરીએ તો તેઓ તેનો ઈન્કાર કરતાં. તેઓ કહેતા કે “અમે અમારી મેળે અમારો માર્ગ શોધી લઈશું. અમને કોઈનો ડર નથી. અમે નિર્ભય છીએ. વળી વિહારમાં અમારી સાથે કોઈ પુરુષ ચાલતો હોય એ અમને ગમતું નથી. અમારા ચારિત્રપાલનમાં અમે એટલાં ચુસ્ત રહેવા ઇચ્છીએ છીએ.” પૂજ્ય મૃગાવતીશ્રીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં, સાધ્વી તરીકે પોતાના ચરિત્રપાલનમાં અત્યંત દઢ હતાં. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી તેઓ કોઈ પુરુષનું મુખ જોતાં નહિ અને તે પ્રમાણે પોતાની શિષ્યા સાધ્વીઓને પણ સાચવતાં.
કેટલાંક વર્ષ પહેલાં મૃગાવતીજીને છાતીમાં કેન્સર થયું ત્યારે ઑપરેશન વખતે એમણે જે ધૈર્ય અને દઢ ચારિત્રપાલન કર્યું હતું તેની વાતો પણ તેમના પ્રત્યે અત્યંત આદરભાવ પેદા કરે એવી છે. દિલ્હીમાં તેઓ ઓપરેશન માટે એબ્યુલન્સમાં નહિ પણ નવ કિલોમીટર જેટલું અંતર પગે ચાલીને હૉસ્પિટલ ગયાં હતાં. ઘણી અશક્તિ હતી છતાં લિફ્ટનો ઉપયોગ તેમણે નહોતો કર્યો, પણ દાદર ચડીને ગયાં હતાં.
૮ અ ચરિત્રદર્શન
Page #131
--------------------------------------------------------------------------
________________
હૉસ્પિટલનાં બીજાનાં વાપરેલાં સાધનો-થરમૉમીટર, ઇન્જેક્શનની સીરીંજ, બ્લડપ્રેશર માપવાનું યંત્ર વગેરે ન વાપરતાં પોતાનાં અલગ રખાવ્યાં હતાં. પોતાની પાટ જુદી રખાવી હતી. ઑપરેશન વખતે પોતાને કોઈનું પણ લોહી ચડાવવામાં ન આવે તે માટે ખાસ સૂચના આપી હતી. ઑપરેશન પછી ડૉક્ટરે કહ્યું હતું કે શરીરે ૫૨સેવો ન થવો જોઈએ અને તે માટે પંખો વાપરવો પડશે. પરંતુ મૃગાવતીજીએ તેની પણ ના પાડી હતી. હૉસ્પિટલમાં પોતાની જગ્યા એવી પસંદ કરાવી હતી કે જ્યાંથી રોજ સવારના જિનમંદિરના શિખરનાં દર્શન થઈ શકે. હૉસ્પિટલના કેટલાયે દાક્તરો, નર્સો, અન્ય દર્દીઓ વગેરે રોજ તેમની પાસે વાસક્ષેપ નખાવવા આવતાં. ઑપરેશન પછી હૉસ્પિટલમાંથી જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પણ લિફ્ટ, સ્ટ્રેચર કે વાહનનો ઉપયોગ તેમણે નહોતો કર્યો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ થાકી જાય તો શિષ્યા-સાધ્વીજીનો ટેકો લઈ ઊભાં રહેતાં. એમ ધીમે ધીમે વિહાર કરી દિલ્હીમાં દરિયાગંજથી રૂપનગર પાંચ દિવસે તેઓ પહોંચ્યાં હતાં.
રવિવાર, તા. ૧૫મી જૂન ૧૯૮૬ના રોજ દિલ્હીમાં સંક્રાંતિના દિવસ નિમિત્તે તેમજ સ્વર્ગસ્થ પૂજ્ય આત્મારામજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે મારા મિત્ર શ્રી શૈલેશભાઈ કોઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું. એ પ્રસંગે બે દિવસ પૂજ્ય મૃગાવતીજી પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. પોતાને કૅન્સરનો વ્યાધિ થયો છે અને દિવસે દિવસે આયુષ્ય ક્ષીણ થતું જાય છે એ વિશે પોતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વક સભાન હતાં એ એમની વાતચીત પરથી સ્પષ્ટ થતું હતું. કેન્સરના વ્યાધિને કારણે તેમને શારીરિક પીડા અસહ્ય રહેતી. થોડુંક બોલતાં હાંફ ચડી જતો. પંદર-પચીસ મિનિટથી વધારે બેસી શકાતું નહિ. તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે બેઠાં થાય. વાતચીત કરે. કાને ઓછું સંભળાતું. એટલે બીજાઓને મોટેથી બોલવાનું કહેતાં. એ પણ બરાબર ન સમજાય એટલે એમની શિષ્યાઓ એમના કાન પાસે મોટેથી ફરીથી તે તે વાક્યો બોલે અને મૃગાવતીજી તે પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર આપે. એમની શારીરિક અસ્વસ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક બળ ઘણું મોટું હતું. આગલે દિવસે બહારગામથી પધારેલાં ઘણાંબધાંની સાથે વાતચીત કરવાનો પરિશ્રમ થયો હતો. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મંદિર માટેની જિન પ્રતિમાઓની બોલી બોલાવવાનો કાર્યક્રમ હતો. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સતત બેસવું પડે એમ હતું. પૂજ્ય મૃગાવતીજીનું આત્મબળ એટલું મોટું હતું કે સતત પાંચ-છ કલાક સુધી તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં અને કાર્યક્રમ
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ * ૭૯
Page #132
--------------------------------------------------------------------------
________________
દરમિયાન પ્રાસંગિક વક્તવ્ય પણ રજૂ કર્યું. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેઓ સ્વસ્થતાપૂર્વક બેઠાં હતાં અને દો૨વણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસંગે શરીરની અંદર અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વદને બધી કાર્યવાહીમાં એમને ભાગ લેતાં અમે જોયાં ત્યારે એમની આત્મિક શક્તિની સવિશેષ પ્રતીતિ થઈ હતી.
પૂજ્ય મૃગાવતીજીના કાળધર્મના અગલા દિવસે ૧૭મી જુલાઈએ અત્યંત ગંભીર બીમારીના અંતિમ ઘડીના સમાચાર ઠેર ઠેર પ્રસરી ગયા. સેંકડો માણસો દિલ્હી પહોંચી ગયા. મારા મિત્ર શૈલેશભાઈ કોઠારી પણ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા. હું સંજોગવશાત્ ન જઈ શક્યો. મૃગાવતીજી તદ્દન અશક્ત થઈ ગયાં હતાં, પરંતુ વાતચીત કરી શકતાં હતાં. શૈલેશભાઈને જોતાં જ એમણે પ્રશ્ન કર્યો, પ્રોફેસ૨ રમણભાઈ નથી આવ્યા ?” શૈલેશભાઈએ મુંબઈ પાછા આવીને જ્યારે આ વાત મને કરી ત્યારે પૂજ્ય મૃગાવતીજીએ અંતિમ ઘડીએ મને યાદ કર્યો એથી ધન્યતા અનુભવી.
પૂજ્ય મૃગાવતીજીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વલ્લભ સ્મારકમાં થયો એમાં પણ કોઈ દૈવી સંકેત હશે ! એ પ્રસંગે એમની સ્મૃતિ માટે લાખો રૂપિયાનું ફંડ થોડા કલાકમાં જ થયું એ પણ જેવીતેવી વાત નહોતી.
પૂજ્ય મૃગાવતીજીના હૈયામાં સર્વ પ્રત્યે પ્રેમનો, કલ્યાણનો સ્રોત એટલો બધો વહેતો રહ્યો હતો કે અગ્નિસંસ્કાર વખતે સિત્તેર-એંશીની ઉંમરનાં માણસો પણ બોલતાં હતાં કે, “આજે અમે જાણે અમારી માતા ગુમાવ્યાનું દુ:ખ અનુભવીએ છીએ.’ પૂજ્ય મૃગાવતીજીને આથી વધુ સુંદર અંજલિ કયા શબ્દોમાં હોઈ શકે ? (‘તિવિહેણવંદામિ'માંથી)
૮૦ ચરિત્રદર્શન
Page #133
--------------------------------------------------------------------------
________________
જેહરીમલજી પારખ
કેટલાક સમય પહેલાં જૈન સમાજની એક મહાન વિભૂતિ શ્રી જોહરીમલ પારખનો જોધપુરમાં ઈકોતેર વર્ષની વયે સ્વર્ગવાસ થયો.
જૈન સમાજના વિશાળ વર્ગે કદાચ સ્વ. જોહરીમલજીનું નામ પણ નહિ સાંભળ્યું હોય, પરંતુ જેઓએ એમને ફક્ત એક વાર નજરે નિહાળ્યા હશે તેઓ તેમને ક્યારેય ભૂલી નહિ શકે. જેઓએ તેમને જોયા ન હોય તેઓ તો એમના જીવનની વાતોને સાચી માની પણ ન શકે એવું વિરલ, આ કાળનું અદ્વિતીય એમનું ગૃહસ્થજીવન હતું. તેઓ ગૃહસ્થ હતા, દીક્ષિત થયા નહોતા, છતાં છેલ્લાં બાવીસેક વર્ષથી સ્વેચ્છાએ ત્યાગી – સાધુ જેવું કે એથીયે કઠિન જીવન તેઓ જીવતા હતા. પોતાના માનકષાયને જીતવાનો એમણે ઘોર પુરુષાર્થ કર્યો હતો. ઉપસર્ગો અને પરીષહો સહન કરવાનું અસાધારણ આત્મિક બળ તેમણે પ્રાપ્ત કર્યું હતું.
કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં અમારા મકાનનો ચોકીદાર એક દિવસ બપોરે દોઢ વાગે ઘરે આવ્યો અને મને કહ્યું, “સાહેબ ! કોઈ ભિખારી જેવો માણસ આપને મળવા માગે છે. અમે એને મનાઈ કરી, પણ એ માણસે જરા આગ્રહ કર્યો છે કે એનો સંદેશો આપને આપવો. પછી એ ચાલ્યો જશે.”
“કોણ છે ? શું નામ કહે છે ?'
નામ તો પૂછ્યું નથી. કોઈ ડાઉટફલ માણસ કંઈ બનાવટ કરવા આવ્યો હશે એમ લાગે છે. આપ કહો તો એને કાઢી મૂકું. દરવાજા પાસે બેસાડ્યો છે.”
ક્યાંથી આવે છે એ કંઈ પૂછ્યું ?' “હા, કહે છે કે જોધપુરથી આવું છું.' જોધપુરથી કોણ હોઈ શકે ? તાત્કાલિક તો કંઈ યાદ ન આવ્યું. પણ દાદર
જોહરીમલજી પારખ
૮૧
Page #134
--------------------------------------------------------------------------
________________
ઊતરતાં ઊતરતાં યાદ આવ્યું કે જોધપુરથી મહિના પહેલાં જોહરીમલ પારખ નામના કોઈકનો પત્ર હતો. કદાચ એ તો ન હોય? પણ એ તો સુશિક્ષિત સજ્જન છે. કેવા મરોડદાર અક્ષરે કેટલી સરસ ઇંગ્લિશ ભાષામાં એમણે પત્ર લખ્યો હતો ! તેઓ કેટલીક યોજનાની વિચારણા કરવા માટે મને મળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ કદાચ નહિ હોય, કારણ કે ચોકીદાર કહે છે કે આ તો ભિખારી જેવો કોઈ માણસ
હું દરવાજે પહોંચ્યો. અમે બંનેએ એકબીજાને ક્યારેય જોયા નહોતા. ચોકીદાર સાથે હું ગયો એ પરથી અનુમાન કરીને એમણે મને કહ્યું, ‘તમે ડૉ. રમણભાઈ શાહ ? જોહરીમલ પારખ. જોધપુરથી આવું છું. મેં તમને એક પત્ર લખ્યો હતો અને તમે લખ્યું હતું કે મુંબઈ આવો ત્યારે જરૂર મળજો. એટલે હું તમને મળવા આવ્યો છું.”
જોહરીમલજીને જોતાં જ હું એમને ચરણમાં નમી પડ્યો. ચોકીદાર જોતો જ રહી ગયો. એણે માફી માગી. જોહરીમલજીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, એમાં તારો વાંક નથી. મારો વેશ જ એવો છે કે માણસ મને ભિખારી કે ચોર જેવો ધારી
લે.”
જોહરીમલજીને હું ઘરમાં લઈ આવ્યો. સોફા ઉપર એમણે બેસવાની ના પાડી. જમીન પર બેસી ગયા. મેં એમને લાકડાના ટેબલ પર બેસવા આગ્રહ કર્યો. તેઓ તેના પર બેઠા. જૈન સાધુના આચાર તેઓ પાળતા હતા. તેઓ દીક્ષિત થયા નહોતા, પણ સાધુજીવન ગાળતા હતા. મારો આ પહેલો પરિચય હતો.
તેઓ ઉઘાડે પગે હતા. ટૂંકી પોતડી પહેરી હતી. તે પણ ઘણી મેલી હતી. હાથમાં મુહપત્તી હતી. તે પણ મેલી હતી. એક મેલી થેલીમાં પ્લાસ્ટિકનું એક ડબ્બા કે ટૅબલર જેવું વાસણ હતું. એમની સાથે વાતચીતમાંથી મેં જાણી લીધું કે તેઓ મુંબઈ સેન્ટ્રલથી વાલકેશ્વરમાં મારા ઘર સુધી ચાલતા આવ્યા હતા. ભર ઉનાળામાં ઉઘાડા પગે ડામરના રસ્તા પર દસ ડગલાં ચાલતાં પણ પગ શેકાઈ જાય ત્યાં તેઓ ચારપાંચ કિલોમીટર ચાલતા આવ્યા હતા. ટેક્સી કે બસમાં કેમ ન આવ્યા? કારણ કે પાસે પૈસા રાખતા નથી. એમણે જે કષ્ટ ઉઠાવ્યું તેથી હું અસ્વસ્થ થઈ ગયો. પણ તેઓ અત્યંત પ્રસન્ન હતા. ટ્રેન ચાર કલાક મોડી હોવાથી આવતાં તેમને મોડું થયું હતું. તેમણે સવારથી ભોજન લીધું નહોતું. અમે એમને ભોજન માટે વિનંતી કરી. ત્યારે ખબર પડી કે થાળી-વાટકામાં તેઓ ભોજન લેતા નથી. પોતાના ટબલરમાં એમણે થોડું ખાવાનું લીધું. ચારેક વાનગી બધી એકમાં જ લીધી. તે ભેળવીને એક ખૂણામાં દીવાલ સામે ઊભાં ઊભાં જ એમણે આહાર વાપરી લીધો. પછી એમાં
૮૨
ચરિત્રદર્શન
Page #135
--------------------------------------------------------------------------
________________
જ પાણી લઈને તે પી લીધું.
જોહરીમલજી વાહન અને એક વસ્ત્રના ઉપયોગ સિવાય અન્ય રીતે દિગંબર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ જોધપુરના વતની પણ મુંબઈમાં રહેતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઘણી સારી પ્રેક્ટિસ ચાલતી હતી. શ્રીમંત હતા. ધીકતી કમાણી હતી. પત્ની-સંતાનો સાથે અત્યંત સુખી જીવન જીવતા હતા. મોટો ફ્લેટ,
ઑફિસ, મોટરગાડી બધું હતું. પરંતુ અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ભારોભાર ભર્યા હતાં. ઘરનાંની બધાંની સંમતિ લઈ લગભગ પચાસ વર્ષની વયે બધું છોડી દઈ સાધુ જેવું જીવન સ્વીકારી લીધું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ તેઓ બધા સંપ્રદાયોથી પર થઈ ગયા હતા. સાધુની જેમ તેમણે સ્નાનનો ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું વસ્ત્ર પહેર્યું તે પહેર્યું. એ ફાટે નહિ ત્યાં સુધી બીજું વસ્ત્ર ધારણ કરવાનું નહિ. એમણે વાહનની છૂટ રાખી હતી, પરંતુ તે નિપ્રયોજન નહિ કે માત્ર હરવાફરવા અર્થે નહિ, પણ ધર્મકાર્ય નિમિત્તે, જ્ઞાનના પ્રચારાર્થે કે ધાર્મિક સંમેલનો, પરિસંવાદો પૂરતી હતી.
મારે ઘરે થોડાક કલાક રોકાયા પછી એમણે પોતાના પુત્રને ફોન કર્યો. પિતાજી મુંબઈ આવ્યા છે એ જાણી તેઓ આનંદિત થઈ ગયા. તરત મોટરકાર લઈ તેડવા આવ્યા. જોહરીમલજીને વિદાય આપવા હું અને મારાં પત્ની નીચે ગયાં. જોહરીમલજી અમારી સોસાયટીના દરવાજામાં દાખલ થયા ત્યારે ચોકીદારે એમને અટકાવ્યા અને બેસાડી રાખ્યા. તેઓ વિદાય થયા ત્યારે મોટી મોટરકારમાં ગયા. સૌ વળીવળીને તેમને પગે લાગ્યા. એમને જોવા માટે આસપાસ ટોળું થઈ ગયું. આમ અપમાન અને બહુમાનની બંને સ્થિતિમાં એમની સમતા અને પ્રસન્નતા એવી જ રહી હતી.
જોહરીમલજી મેલું એક જ વસ્ત્ર અને તે પણ મોટી લંગોટી કે પોતડી જેવું પહેરે એથી મુંબઈ જેવા શહેરમાં તો તેઓ જ્યાં જ્યાં એકલા જાય ત્યાં ચોકીદારો એમને અટકાવે. સાથે કોઈ હોય તો કંઈ સવાલ નહિ. મુંબઈમાં એક શ્રેષ્ઠીએ એમને કહ્યું, ‘તમે મારે ત્યાં આવો ત્યારે એક સારી ધોતી પહેરીને આવો કે જેથી તમને કોઈ અટકાવે નહિ.” જોહરીમલજીએ કહ્યું કે, “તમને મળવાનો બીજો કોઈ રસ્તો વિચારીશું, પરંતુ મારા આચારમાં હું ફેરફાર નહિ કરું. કોઈ ચોકીદાર મને અટકાવે એ મારે માટે કોઈ નવો અનુભવ નથી.
ત્યાર પછી દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉતારાની સગવડ કરતાં પ્રતિનિધિઓ વધારે થઈ ગયા હતા. પોતાને સારો રૂમ નથી મળ્યો એનો અને મચ્છરદાની નથી મળી એનો કચવાટ કેટલાક માંહોમાંહે
જોહરીમલજી પારખ ૮૩
Page #136
--------------------------------------------------------------------------
________________
વ્યક્ત કરતા હતા. મેં જોહરીમલજીને પૂછ્યું, “તમારો ઉતારો કયા રૂમમાં છે ?”
મારો ઉતારો બધા જ રૂમમાં છે. હું બેગ કે બિસ્તરો રાખતો જ નથી. એટલે મારે ઉતારાનો પ્રશ્ન જ નથી. જે રૂમમાં હું કોઈની સાથે વાત કરવા બેસું એટલી વાર એ રૂમ મારો.”
વલ્લભ સ્મારકમાં મચ્છરનો ત્રાસ ઘણો હતો. સાંજ પડી. જોહરીમલજીને મેં પૂછ્યું કે, “આપ ક્યાં સૂઈ જવાના?”
અહીં ખુલ્લામાં, આ પાળી ઉપર.”
ઓઢવા-પાથરવા માટે હું આવું કંઈક ?” “હું હંમેશાં જમીન પર સૂઈ જાઉં છું. કશું ઓઢતો નથી.’
આખી રાત મચ્છર કરડશે ! તમારે શરીર ઉપર માત્ર પોતડી છે. તે સિવાય આખું શરીર ઉઘાડું છે.'
“ભગવાને તો ડાંસ-મચ્છરોનો પરીષહ સહન કરવાનું કહ્યું છે. મને મચ્છર કરડે તો હું સમતાભાવે, પ્રસન્નતાપૂર્વક સહન કરી લઉં છું. મારે તો ફક્ત બે-ત્રણ કલાકની ઊંઘ જોઈએ. બાકીનો સમય ધ્યાનમાં બેઠો હોઉં છું. હવે તો હું મચ્છરથી એટલો ટેવાઈ ગયો છું કે મચ્છર કરડે છે કે નહિ તેની પણ ખબર પડતી નથી.”
કાયમ જમીન ઉપર સૂઈ જવું, કશું ઓઢવું-પાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સાહિત્ય સમારોહમાં તથા જૈન વિષયના પરિસંવાદમાં ભાગ લેવા તેઓ મારા આગ્રહથી પધારતા. એથી મારી સાથે તેમને ઘનિષ્ઠ આત્મીયતા થઈ ગઈ હતી. તેઓ સમારોહ કે પરિસંવાદને સ્થળે જાતે પહોંચી જાય અને સભામાં એક છેડે ચૂપચાપ બેસી જાય. જેઓ એમને પહેલી વાર જોતા હોય તેઓને કંઈક કુતૂહલ થાય. પણ જ્યારે જાણે કે આ તો એક મહાન વિભૂતિ છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જતા. કચ્છમાં, પાલિતાણામાં, રાજગૃહીમાં તેઓ પધાર્યા હતા. અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ઓપ મળતો હતો.
પાલિતાણામાં સાહિત્ય સમારોહમાં ભાગ લેવા તેઓ આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રાતના અગિયાર વાગે અમારા ઉતારાની ધર્મશાળા પર તેઓ આવ્યા. એમનો વેશ જોઈ ચોકીદારે એમને દબડાવ્યા. અંદર આવવા દીધા નહિ. ધર્મશાળાની બહાર એક ચોતરા જેવી જગ્યામાં તેઓ આખી રાત સૂઈ રહ્યા. પરંતુ એ માટે એમના મનમાં કશું જ નહોતું. મને અફસોસ થયો કે ચોકીદારને સૂચના આપી હોત તો સારું થાત.
જ એક ચરિત્રદર્શન
Page #137
--------------------------------------------------------------------------
________________
રાગૃહીના સમારોહમાં તેઓ પધારવાના હતા. અમે બધા પટના ઊતરી લછવાડ રાત રોકાઈ રાજગૃહી જવાના હતા. પરંતુ બિહારના તંગ વાતાવરણને કારણે અમારે સીધા રાગૃહી જવું પડ્યું. છેલ્લી ઘડીના ફેરફારની તેમને ખબર નહિ. તેઓ તો લછવાડ પહોંચી ગયા. રાત રોકાયા. અમને ન જોતાં લછવાડથી બે-ત્રણ બસ બદલીને તેઓ રાજગૃહી આવી પહોંચ્યા હતા. રાજગૃહીમાં પણ બસસ્ટેન્ડથી વીરાયતન સુધી તેઓ ચાલતા આવ્યા હતા. પાસે કંઈ સામાન નહિ ચાલવાની ઝડપ વધારે. મનથી પણ તેઓની તૈયારી. એટલે હંમેશાં પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે અપરિગ્રહનો આનંદ કેટલો બધો છે તે તો અનુભવથી જ સારી રીતે સમજાય એવી વાત છે.
જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા-સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતા. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. ગૃહસ્થજીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપ્રતો વાંચતાં તેમને આવડી ગયું હતું. પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતા અને તેમને કામમાં મદદરૂપ થતા.
છેલ્લે છેલ્લે અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટને પણ એમણે કેટલાક દિવસ ત્યાં રહી પોતાની સેવા આપેલી. તેઓ પાસે ઘડિયાળ રાખતા નહિ. પણ વર્ષોના મહાવરાને લીધે સમયની પૂરી ખબર એમને રહેતી.
જોહરીમલજીએ ધીમે ધીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધાં હતાં. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમનાં બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેમણે એક પાત્રમાં થોડી વાનગીઓ લઈ, તે બધાનું મિશ્રણ કરી દિગંબર સાધુની જેમ ઊભા ઊભાં લેવાનું ચાલુ કર્યું. પોતે પ્લાસ્ટિકનું મોટા ટૅબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આ આહાર વાપરી લે અને એમાં પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. છેલ્લાં બેએક વર્ષથી તેમણે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એક ટંક આહાર એ પ્રમાણે પોતાની દિનચર્યા ગોઠવી દીધી હતી. આ રીતે અડતાલીસ કલાકમાં તેઓ ફક્ત એક જ વખત ઊભા ઊભા આહાર કરી લેતા. એ અંગે મેં એમને પૂછ્યું હતું ત્યારે
જોહરીમલજી પારખ ન ૮૫
Page #138
--------------------------------------------------------------------------
________________
કહ્યું હતું કે હવે બે દિવસમાં એક જ વાર આહાર લેતો હોવાથી, જ્યારે આહાર લેવાનો થાય ત્યાર પહેલાં કરતાં સહેજ વધારે આહાર લેવાય છે કે જેથી બે દિવસ સુધી શક્તિ બરાબર જળવાઈ રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી રોજ કરતાં થોડું વધારે પી લેતા. પ્રવાસમાં હોય તો કાચું પાણી પણ વાપરી લે.
સાધુની દિનચર્યાની જેમ જોહરીમલજીને શૌચાદિ ક્રિયા માટે પણ બહાર ખુલ્લામાં જવાનું વધુ ગમે. શહેરમાં હોય અને આસપાસ શૌચાદિ માટે સગવડ ન હોય તો સંડાસ વગેરેનો ઉપયોગ કરતા. અન્યથા તેઓ ચુસ્ત નિયમ પાળતા. દિગંબર સાધુની જેમ તેઓ એક વખત શૌચાદિ માટે બહાર જતા. સામાન્ય રીતે તે સિવાય બીજી વાર લઘુનીતિ માટે પણ જવાની જરૂર પડતી નહિ. રોજ એક ટંક આહા૨ના બદલે આંતરે દિવસે ઉપવાસ એમણે ચાલુ કર્યા ત્યાર પછી શૌચક્રિયા માટે રોજ એક વા૨ જવું પડતું. કેટલાક સાધુઓ એકાંતરે ઉપવાસ ચાલુ કરે પછી શૌચક્રિયા પણ એકાંતરે થતી હોય છે. પરંતુ જોહરીમલજી સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે એકાંતરે ઉપવાસ કરવા છતાં પોતાની શૌચક્રિયા પહેલાંની જેમ જ રોજેરોજ નિયમિત રહેતી.
પોતાના મસ્તકના અને મૂછદાઢીના વાળનો તેઓ લોચ કરતા અથવા કાતરથી કાપતા, એ અંગે પણ તેઓ સાધુના જેવો આચાર રાખતા.
પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા, સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા ત્યારે પર્વતિથિના નિયમને કારણે તેઓ પહાડ ઉપર ગયા નહોતા. છેલ્લે દિવસે અમારી બસ બપોરે એક વાગે ઊપડવાની હતી. એમની ભાવના પહાડ ૫૨ જઈ યાત્રા ક૨વાની હતી. એમણે કહ્યું કે, પોતે બસ ઊપડે તે પહેલાં આવી પહોંચશે. એમને માટે થઈને અમારે ખોટી થવું નહિ. પોતે બસ ચૂકી જશે તો ટ્રેનમાં કલકત્તા આવી પહોંચશે. તેઓ વહેલી સવારે ઊઠીને પહાડ પર ચઢ્યા. બધે જ દર્શન કર્યાં. ઠેઠ ચંદ્રપ્રભુની ટૂંક સુધી જઈ આવ્યા. સાડાબાર વાગતામાં તો તેઓ નીચે આવી પહોંચ્યા. તેમનો ઉપવાસનો દિવસ હતો. આટલો શ્રમ લેવા છતાં તેમના ચહેરા ૫૨ થાક નહોતો. એમની શારીરિક શક્તિ અને દૃઢ મનોબળ જોઈ અમે મનોમન તેમને વંદન કરી રહ્યા.
રેલવે કે બસમાં પ્રવાસ કરવામાં પોતાને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે એમણે કહેલું કે ટ્રેનમાં હું રિઝર્વેશન કરાવીને જતો નથી. બીજા ડબ્બાઓમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઉં છું. ઘણી વાર બેઠક ૫૨ જગ્યા ન હોય તો હું
૮૬ : ચરિત્રદર્શન
Page #139
--------------------------------------------------------------------------
________________
નીચે બેસી જાઉં છું. ઘણી વાર પેસેન્જરો મારી સાથે તોછડી ભાષા વાપરે, આઘા બેસવાનું કહે. હું વિના સંકોચે તેમ કરું છું. પરંતુ થોડી વાતચીતમાં લોકોને સમજાઈ જાય કે હું કોઈ સુશિક્ષિત માણસ છું, મુફલિસ નથી એટલે લોકો સારી રીતે વર્તવા લાગે છે. કોઈ વાર થેલીમાંથી કોઈ ગ્રંથ વાંચવાનું ચાલુ કરું તો મારા ધર્મ અને આચાર વિશે કહું, પરંતુ તેમ કહેવામાં ત્યાગ વિશે અભિમાનયુક્ત વચન ન આવી જાય એની ખાસ તકેદારી રાખું છું. કોઈ વાર ટિકિટ-ચેકરો પણ શંકા કરે કે હું ટિકિટ લીધા વિના બેઠો હોઈશ. રૂઆબથી ટિકિટ માગે, કોઈક વાર તો પૂછયા વગર જ ઊતરી જવાનો હુકમ છોડે. હું ટિકિટ બતાવું એટલે શાંત થાય.
રેલવેના પોતાના અનુભવો વર્ણવતાં એમણે કહેલું કે પોતે પૈસા પાસે રાખે નહિ અને કોઈ વાર રેલવેનું ભાડું વધી ગયું હોય અને પોતાની પાસે જૂના ભાડાની ટિકિટ હોય તો ટિકિટ-ચેકર અધવચ્ચે જ ઉતારી દે. કોઈને ફોન કરવો હોય તો પણ પૈસા ન હોય. પૈસા વગર ઘણી તકલીફ પડતી. એટલે છેવટે પાસે જરૂર પૂરતા થોડા રૂપિયા રાખવાનું ચાલુ કર્યું હતું.
એક વખત જોહરીમલજીને મેં પૂછ્યું કે ક્યાંક રાતને વખતે રસ્તામાં એકલા જવાનું થાય તો કોઈકને વહેમ પડે કે આ માણસ કોણ હશે? તમને એવા અનુભવ થયા છે?
“એવા અનુભવો ઘણી વાર થયા છે, પણ એથી મારા મનમાં કોઈને માટે ચીડ કે અભાવ નથી થતો. એ મારા જીવનનો ક્રમ છે.” પોતાનો જોધપુરનો એક અનુભવ એમણે વર્ણવ્યો હતો. જોધપુરમાં જૈન સમાજમાં તો બધા જ એમને ઓળખે. એક વખત ટ્રેન મોડી પડતાં પોતે રાત્રે એક વાગે જોધપુર પહોંચ્યા. શિયાળાની ઠંડીના દિવસો હતા. એટલે પાસેના એક જૈન મંદિરમાં ગયા. ચોકીદાર એમને ઓળખતો હતો. દરવાજો ખોલી અંદર એક ખૂણામાં સૂવાની સગવડ કરી આપી. હવે ચોકીદારની ડ્યૂટી સવારે પાંચ વાગ્યા સુધી હતી. પાંચ વાગ્યે બીજો ચોકીદાર આવ્યો. તે નવો હતો. જૂના ચોકીદારે એમના વિશે કશી વાત કરેલી નહિ. નવા ચોકીદારે એક ખૂણામાં મને ઊંઘતો જોઈ કોઈ ચોર ભરાયો છે એમ સમજી બૂમાબૂમ કરી મૂકી. મને ઉઠાડીને ધક્કા મારીને બહાર કાઢ્યો. રાતનો વખત હતો એટલે પોતાને મૌન હતું. જોહરીમલજી કશું જ બોલ્યા નહિ. સવાર થઈ ગઈ હતી એટલે જોહરીમલજી પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. ખબર પડતાં દેરાસરના ટ્રસ્ટીઓ એ ચોકીદારને લઈ એમને માફી માગવા આવ્યા. પરંતુ જોહરીમલજીએ કહ્યું કે એમાં ચોકીદારનો કંઈ જ વાંક નથી. એણે એની ફરજ બજાવી છે, અને પોતાને એથી કશું માઠું લાગ્યું નથી.
જોહરીમલજી પારખ ન ૮૭
Page #140
--------------------------------------------------------------------------
________________
એક વખત મેં એમને પૂછેલું કે, આપણા જૈન સાધુઓના વેશને કારણે ગામમાં દાખલ થતાં કૂતરાંઓ ભસે છે. હાથમાં દાંડો હોય એટલે કરડે નહિ, પણ તમારો વેશ એવો છે કે કૂતરાં જરૂર ભસે.' એમણે કહ્યું, દિવસે તો બહુ વાંધો નથી આવતો. લોકોની અવરજવર સારી હોય ત્યારે પણ તકલીફ નથી પડતી. પરંતુ સાંજે કે રાત્રે એકલો ચાલ્યો જતો હોઉં તો કૂતરાં ભસે છે. કોઈ વાર કઈ દિશામાંથી કૂતરું દોડતું આવીને કરડી જાય તેની પણ ખબર ન પડે. જ્યારથી એ વેશ ધારણ કર્યો છે ત્યારથી એટલે કે છેલ્લાં વીસેક વર્ષથી વરસમાં સરેરાશ પાંચ-છ વખત કૂતરું કરડે છે. એટલે મારે માટે એની કોઈ નવાઈ નથી. મેં ક્યારેય કૂતરાને મારવાનો, ભગાડવાનો પ્રયત્ન કર્યો નથી કે કૂતરા ઉપર મને કોઈ ચીડ નથી.’
કૂતરું કરડે ત્યારે આપ એને માટેનાં ઇન્જેક્શનો લો છો ?"
હું કોઈ દવા લેતો નથી. કૂતરું કરડે ત્યારે પડેલા ઘા ઉપર મરચું ભભરાવી દઉં છું. થોડા દિવસમાં મટી જાય છે.'
“દુશ્મનો બીજાના ઘા ઉપર મીઠું ભભરાવે એવી લોકોક્તિ છે. પરંતુ આપ તો પોતાના ઘા ઉપર મરચું ભભરાવો છો. એ કેવી રીતે સહન થાય ?'
પીડા ઘણી થાય, પણ એ તો દેહની પીડા છે. આત્માની નથી. એવી પીડાથી ભારે અશુભ કર્મનો જે ક્ષય થાય છે એનો ઊલટાનો આનંદ થાય છે.'
આપ મરચું પાસે રાખો છો ?'
ના, એની કંઈ જરૂર નથી. આખા ભારતમાં કોઈ પણ ઘરે ચપટી મરચું મળી રહે. કૂતરું કરડે ત્યારે નજીકના કોઈ ઘરે જઈને મરચું માગી લઉં.' પૂ. જોહરીમલજીની દેહાતીત દશા કેવી હતી એની આ વાતથી પ્રતીતિ થઈ
હતી.
ડિસેમ્બ૨, ૧૯૯૫માં શંખેશ્વર ખાતે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેમનો પત્ર આવી ગયો હતો કે પોતે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી શંખેશ્વર આવશે. સંજોગવશાત્ સાહિત્ય સમારોહ મુલતવી રહ્યો. જોહરીમલજી જોધપુર પાછા ગયા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતાં એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હૉસ્પિટલમાં જવાની એમણે ના પાડી. દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતા. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એમનાં સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં એમણે દેહ મૂકી દીધો.
એમના સ્વર્ગવાસના સમાચાર અમને તો એ રીતે મળ્યા કે પ્રબુદ્ધ જીવન'માં જૈનોની આત્મઘાતક માગણી' નામના છપાયેલા એમના લેખ માટે મનીઓર્ડરથી
૮૮ ચરિત્રદર્શન
Page #141
--------------------------------------------------------------------------
________________
મોકલાવેલી પુરસ્કારની રકમ પાછી આવી. તેમાં એમના પુત્રની નોંધ હતી કે જોહરીમલજીએ દેહ છોડી દીધો છે.
સ્વર્ગસ્થ પૂજ્ય જોહરીમલજીનું જીવન ભગવાન મહાવી૨સ્વામી વિચરતા હતા એની થોડી ઝાંખી કરાવે એવું હતું. આવી વિરલ વ્યક્તિનો યોગ પ્રાપ્ત થવો એ જ દુર્લભ વાત ગણાય. તેમની સાથે અમારો પરિચય થયો. એમના આગમનથી અમારું ઘર પવિત્ર થતું અને સાહિત્ય સમારોહમાં એમનો પ્રેરક સહવાસ સાંપડતો રહ્યો એ અમારા જીવનની મોટી ધન્યતા છે !
પૂ. જોહરીમલજીના વિશુદ્ધ આત્માને નતમસ્તકે વંદન હો !
જોહરીમલજી પારખ * ૮૯
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦
પંડિત સુખલાલજી
પ્રજ્ઞાચક્ષ, પંડિત શ્રી સુખલાલજી એટલે વર્તમાન ભારતની એક મહાન દાર્શનિક પ્રતિભા. ૯૭ વર્ષની સુદીર્ઘ ઉંમરે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું.
પંડિતજીનું જીવન એટલે પુરુષાર્થની ભવ્ય ગાથા. સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરના તેઓ વતની. સોળ વર્ષની કિશોરવયે ઈ. સ. ૧૮૯૭માં ઉનાળાના દિવસોમાં તેમને શીતળા નીકળ્યા અને નેત્રજ્યોતિ વિલીન થઈ. અચાનક આવી પડેલા અંધત્વે એમને ચિંતાતુર બનાવી દીધા. કિશોરવયે તેઓ તરવરાટવાળા હતા, પરંતુ નેત્ર જતાં તેમની શારીરિક પ્રવૃત્તિ મંદ પડી ગઈ. પોતે ખૂબ મૂંઝવણ અનુભવવા લાગ્યા. જાણે જીવનનો રાહ બદલાઈ ગયો. શું કરવું તે સૂઝતું નહિ. એ નાનકડા ગામમાં બીજી પ્રવૃત્તિ તે શી હોઈ શકે ? ધર્મ અને એના ક્રિયાકાંડો તરફ લોકો વાળે અને પોતાને પણ વળવાનું મન થાય એ સ્વાભાવિક છે. પોતે જૈન. જૈન સાધુઓની અવરજવર ચાલુ હોય જ. પોતાના ગામમાં જૈન સાધુઓ આવે, તેમની પાસે જવું, ધાર્મિક અભ્યાસ કરવો અને ક્રિયાકાંડભરી ધર્મપ્રવૃત્તિ કરવી એ તરફ તેઓ દોરવાયા. જૈન સાધુઓ પાસે સમય પણ ઠીક ઠીક હોય અને અંતરમાં કરુણા પણ હોય. એટલે યોગ્ય પાત્ર જણાતાં તેને પ્રેરણા અને માર્ગદર્શન સહજ રીતે આપે. પંડિતજી વખતોવખત જુદા જુઘ જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા અને એને પરિણામે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવા માટે જરૂરી એવો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની તાલાવેલી તેમને લાગી. પોતે અંધ હતા એટલે બીજી પ્રવૃત્તિ તો ખાસ રહી નહિ. તેથી મળેલા સમયમાં જે કંઈ જાણવા મળે તે ચિત્તમાં ગ્રહણ કરી લેતા અને તેનું વારંવાર સ્મરણરટણ કરતા. એક જૈન સાધુ પાસેથી રઘુવંશ'ની નકલ આઠ દિવસ માટે મળી તો તેટલા દિવસમાં તેમણે “રઘુવંશ'ના દસ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા.
© જ ચરિત્રદર્શન
Page #143
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત ભાષાના અભ્યાસો માટેની તેમની ભૂખ એ નાનકડા ગામમાં સંતોષાય તેમ નહોતી. તેઓ તે માટે કાશી વિદ્યાભ્યાસ કરવા ગયા. કાશીમાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી. ઘણી પરતંત્રતા અનુભવી, પરંતુ ધીરજપૂર્વક તેમણે પોતાની અભ્યાસ પ્રવૃત્તિ ચાલુ રાખી. બુદ્ધિની તેજસ્વિતા, તીવ્ર સ્મરણશક્તિ અને સ્વભાવની સરળતાને લીધે પંડિતો પણ તેમને વિદ્યાભ્યાસ પ્રેમથી કરાવતા. તેમણે કાશીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત દર્શનશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો.
- વિદ્યાભ્યાસ પછી વ્યવસાય તરીકે પંડિતજીએ મોટું કાર્ય જે કર્યું તે બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકેનું અધ્યાપનકાર્ય છે. આ સમય દરમિયાન તેમણે હિંદી ભાષામાં ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું.
પંડિતજીએ કેટલોક સમય ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી સાથે અને કેટલોક સમય મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીજી સાથે રહીને કાર્ય કર્યું. પંડિતજીને એમની વિદ્યાને માટે, એમના ગ્રંથોને માટે સુવર્ણચંદ્રકો, પારિતોષિકો, ડી.લિટ.ની ઉપાધિ વગેરે મળ્યાં, પરંતુ આ બધાં ઔપચારિક સન્માનો હતાં. પંડિતજીએ પોતાના વ્યક્તિત્વ પર એની જરા પણ વિપરીત અસર થવા દીધી નહિ.
પંડિતજી સાથેનો મારો પરિચય ઈ. સ. ૧૯૪૪થી. એ સમયે હું કોલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતો. તે સમયે અમારે ધાર્મિક અભ્યાસમાં પંડિતજીએ સંપાદિત કરેલા ગ્રંથ, વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર'નું અધ્યયન કરવાનું હતું. પંડિતજીની સૂક્ષ્મ અને ગહન વિદ્વત્તાનો ત્યારે પહેલો પરિચય થયો. એ જ વર્ષે વિદ્યાલયમાં પંડિતજી કાકાસાહેબ કાલેલકર સાથે મંગળ પ્રવચન માટે પધારેલા. એ સમયે એમનું દર્શન પહેલવહેલું થયેલું. ત્યારે પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના જૂના મકાનમાં રહેતા એટલે કોઈ કોઈ વખત હું તેમને મળવા જતો. તેઓ શ્રી મુંબઈ જેન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખ સ્થાને બિરાજતા. કોઈ કોઈ વખત તેમાં પોતે પણ એકાદ વિષય ઉપર પ્રવચન આપતા. તે સાંભળી પંડિતજીની વિદ્વત્તાથી હું ઘણો પ્રભાવિત થયો હતો.
ઈ. સ. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે મેં કાર્ય કર્યું અને સાથે સાથે જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયો. શ્રી પરમાનંદ કાપડિયા તથા મારા સસરા શ્રી દીપચંદભાઈ શાહ સાથે યુવક સંઘની પ્રવૃત્તિઓને અંગે પંડિતજીને મળવા જવાનું વારંવાર બનતું. એ અરસામાં એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. પ્રમુખસ્થાનેથી
પંડિત સુખલાલજી જે ૯૧
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર કરતાં પંડિતજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવા મહાન પૂર્વાચાર્યોને સંભારવા માટે આનંદ વ્યક્ત કર્યો. ત્યાખ્યાન પછી એમણે મને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર' સંસ્કૃતમાં વાંચી જવા ભલામણ કરેલી. એ પ્રસંગથી પંડિતજી સાથે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયેલું. આ સમય દરમિયાન પંડિતજી મુંબઈ છોડી કાયમને માટે અમદાવાદ જઈને વસ્યા હતા.
૧૯૫૫માં એક વર્ષને માટે અમદાવાદમાં શરૂ થતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરવાનું મારે માટે નક્કી થયું. એથી એ વર્ષ દરમિયાન અગવડો ઘણી પડી, છતાં મને સૌથી મોટો લાભ થયો હોય તો તે પંડિતજી અને પ. પૂ. પુણ્યવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનો અને તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનો. પંડિતજીના વત્સલ સ્વભાવનો ત્યારે ગાઢ પરિચય થયો.
અમદાવાદ પહોંચતાંની સાથે પંડિતજીને “સરિતકુંજમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો. પૂછ્યું, “કોઈ કામ હોય તો કહો.” પંડિતજીએ કહ્યું: “સાંજે ફરવા જવું છે, તમને સમય હોય તો આવો.” હું સાંજે પંડિતજીને ફરવા લઈ ગયો. પછી તો રોજ સાંજે એમને ફરવા લઈ જવાનો કાર્યક્રમ નિશ્ચિત બની ગયો. જેમ જેમ સમય વધુ મળતો ગયો તેમ તેમ ફરવા જવાના કાર્યક્રમ ઉપરાંત કલાક-બે કલાક પંડિતજી પાસે બેસીને તેમને જે વાંચવું હોય તે વાંચવાનો કાર્યક્રમ પણ ચાલ્યો. રોજ સાંજે ઘણુંખરું તેઓ હળવું વાંચતા. છાપાંઓ, સામયિકો વગેરે જે આવ્યાં હોય તે એમણે ગોઠવીને રાખ્યાં હોય. એક પછી એક હું લેતો જાઉં. પ્રથમ શીર્ષક વાંચી સંભળાવું. જો એ વિષયનું લખાણ મારે વાંચવાનું હોય તો તેઓ વાંચવા માટે સૂચન કરતા. “જન્મભૂમિ', 'પ્રબુદ્ધ જીવન” અને “સંસ્કૃતિ' એ ત્રણ તેઓ વધારે વંચાવતા. એ સમયે પંડિતજી માટે વાંચેલાં પુસ્તકોમાંનાં બે વિશેષ યાદ છે. એક તો મહામહોપાધ્યાય કાણેનું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિશેનું અંગ્રેજી પુસ્તક. એ વાંચવા માટે સાથે અંગ્રેજી શબ્દકોશ લઈને બેસતો, કારણ કે પોતાને ખબર ન હોય તેવો એક પણ અંગ્રેજી શબ્દ પંડિતજી ચૂકવા ન દેતા. અંગ્રેજી ભાષાનો પોતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હોવા છતાં, એ ભાષાની તેઓ કેવી સારી જાણકારી ધરાવે છે તેની તે સમયે પ્રતીતિ થતી. બીજું પુસ્તક તે ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા. તે સમયે નવું જ બહાર પડેલું તે પુસ્તક હતું. એ પુસ્તકમાં આઝાદીની લડતના અને ગાંધીજી સાથેના કેટલાયે જાહેર અને અંગત પ્રસંગોનું તેમ જ ઇંદુલાલના પોતાના અંગત જીવનના એકરારભર્યા કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તે વાંચતાં પંડિતજી કેટલીયે વારે અસ્વસ્થ થઈ જતા, આંખમાંથી આંસુ ટપકતાં. કોઈ વાર ગળગળા થઈ જતા અને કહેતા કે, “બસ, હમણાં હવે વાંચવાનું બંધ રાખો.”
૯૨ ૯ ચરિત્રદર્શન
Page #145
--------------------------------------------------------------------------
________________
રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સરજુ અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જ્યારે ગંભીર વાચન ચાલતું હોય તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી મને આગળ વાંચવાની સુચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ.
પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ' મકાનમાં વસવાટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને ત્યાં બેસવાઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ. બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણાભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોણ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા.
- એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અમે પંડિતજી સાથે ગયેલા. એમણે પરદા ઉપરનું ચાલતું ચલચિત્ર જોયું નહોતું, માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી.
૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ અને જયંતી દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતી દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું.
પંડિતજી બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી
પંડિત સુખલાલજી
૯૩
Page #146
--------------------------------------------------------------------------
________________
નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજમાં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં તેમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, “એક મિનિટ ઊભા રહો." મને એમ કે કંઈ લેવાનું ભુલાઈ ગયું હશે; પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ આ રીતે નવકાર ગણો છો?” તેમણે કહ્યું, “શ્રદ્ધા વગર આપણું જીવન ટકી જ ન શકે. બહારગામ જતાં કે કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉં છું.”
પંડિતજીએ જ્યારે પોતાની તબિયત સારી હોવા છતાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છોડ્યું ત્યારે મેં એમને પૂછેલું, “આપે કેમ મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું માંડી વાળ્યું?” એમણે એક જ શબ્દમાં ઉત્તર આપ્યો, ‘વયોધર્મ'. પંડિતજી કહેતા કે આપણાં લોકોમાં ઉંમર પ્રમાણે પોતાના ધર્મો બહુ ઓછા માણસો સમજે છે, ખાસ કરીને જાહેર જીવનમાં જે પ્રમાણે આપણી ઉંમર ચાલતી હોય તે પ્રમાણે આપણાં રસ અને પ્રવૃત્તિનાં ક્ષેત્ર બદલવાં જોઈએ.
પંડિતજી મિતભાષી અને મિતાહારી હતા. વાતચીતમાં તેઓ હંમેશાં ટૂંકા અને મુદ્દાસર જવાબ આપતા. એ જવાબમાં પણ એમની વિદ્વત્તા ડોકિયું કરી જતી. તત્ત્વજ્ઞાનની ચર્ચા હોય તો એમની બહુશ્રુતતાની પ્રતીતિ વાતે વાતે થતી. દરેક ધર્મ અને સંપ્રદાયની કે એના મહાન દાર્શનિકોની વાત થતી હોય ત્યારે તેના ગુણપક્ષે શું શું છે અને એની મર્યાદા ક્યાં ક્યાં રહેલી છે તેની સમતોલ વાત પંડિતજી પાસેથી સાંભળવા મળતી. પંડિતજીની સ્મૃતિ ખૂબ સતેજ હતી અને કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથનો સંદર્ભ તેઓ ઝીણવટથી તરત આપતા.
- પંડિતજી મંદ અને મૃદુ અવાજે વાત કરતા. કોઈ વાર ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે જમણા કે ડાબા હાથની તર્જની ઊંચી કરી તે વડે તેઓ તે દર્શાવતા. પંડિતજી એકલા બેઠા હોય અથવા માત્ર સાંભળવાનું ચાલતું હોય ત્યારે એમના જમણા હાથના અંગૂઠા ઉપર તર્જની સતત ફર્યા કરતી હોય, જાણે માળા ફેરવતા ન હોય ! ક્યારેક ડાબા હાથમાં પણ એ ક્રિયા ચાલતી હોય. મુનિ જિનવિજયજીને પણ એવી ટેવ હતી. જીવ અને શિવના મિલનરૂપ એ મુદ્રા અને આંગળી ફેરવવાની એ ક્રિયા હઠયોગની દૃષ્ટિએ દીર્ધાયુષ્યમાં સહાયરૂપ મનાય છે.)
કિશોરાવસ્થામાં શીતળા થવાને કારણે પંડિતજીના શરીરમાં ગરમી પુષ્કળ રહેતી. આથી ઘરમાં હોય ત્યારે ઘણુંખરું તેઓ ફક્ત ધોતિયું પહેરીને જ બેસતા.
૯૪ ન ચરિત્રદર્શન
Page #147
--------------------------------------------------------------------------
________________
ધોતિયું ખાદીનું અને હંમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ત્ર સહન કરી શકતા નાંહે. બહાર જવું હોય ત્યારે ખાદીનું સાદું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કારણે પંડિતજીનું શરીર ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરી૨ ઉપ૨ ઉંમ૨ જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં એમને મળવા ગયો ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા.
પંડિતજીના સાન્નિધ્યમાં મને હંમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો. એટલે મારી તબિયત માટે તેઓ હંમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, “આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.'' સરિતકુંજથી આશ્રમ રોડ ૫૨ સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ. (આજે તો હવે ‘સરિતકુંજ’ પણ રહ્યું નથી.) રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, “હવે ડાબી બાજુ વળો.” અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, “આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.' પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, 'રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.' પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું.
પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષો જૂનાં મુંબઈનાં સ્મરણો તાજાં કર્યાં. આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારાં બંને સંતાનોને યાદ કર્યાં અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.”
પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. ‘સરિતકુંજ’માંથી મુનિ જિનવિજયજીના મકાનમાં, ‘અનેકાંતવિહાર'માં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર
પંડિત સુખલાલજી ૯૫
Page #148
--------------------------------------------------------------------------
________________
નીકળતા નહિ.
પંડિતજીનું જીવન એટલે આજીવન વિદ્યોપાસના અને આજીવન બ્રહ્મચર્યની પણ ઉપાસના. અલ્પપરિગ્રહી, નિઃસ્વાર્થ, તપોમય એમનું જીવન હતું. પંડિતજી એટલે જંગમ તીર્થ. ૧૯૫૬માં હું અમદાવાદ છોડી મુંબઈ પાછો આવ્યો ત્યારથી તે તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પંડિતજીને મળવા જવાનું, વંદનાર્થે જવાનું તો અચૂક રાખ્યું હતું. છેલ્લે એમના અવસાનના ચારેક મહિના પહેલાં એક વખત મળવા ગયેલો ત્યારે મુનિ જિનવિજયજી ત્યાં આવીને રહ્યા હતા. પંડિતજીએ મને કહ્યું, “મુનિજીને કેન્સર થયું છે. ડૉક્ટર કહે છે કે હવે એ મહિનાથી વધુ નહિ કાઢે. બહાર સૂતા છે. તમે મળો ત્યારે કેન્સરની વાત કરતા નહિ.” હું મુનિજી પાસે ગયો. મુનિજી પ્રસન્ન હતા. ગૂજરાત વિદ્યાપીઠનાં કેટલાંક સંસ્મરણો મને કહ્યાં. સાથે સાથે કહ્યું, “બસ, હવે તૈયારી થઈ ગઈ છે. થોડા દિવસનો જ મહેમાન છું. મૃત્યુદેવના આગમનની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું.” મૃત્યુની વાતે કદાચ મુનિજી અસ્વસ્થ બને એવી ભીતિ હતી, પરંતુ મૃત્યુની વાત એમણે પોતે જ કાઢી અને પ્રસન્નતાપૂર્વક તેની તૈયારી દર્શાવી. મુનિ જિનવિજયજી જતાં પંડિતજીને એક નિકટના સાથી અને આધારસ્થંભ ગુમાવ્યા જેવું લાગ્યું હતું.
પંડિતજીનું સ્મરણ થતાં ચિત્તપટ પર અનેક સ્મરણો તરવરી રહે છે. દર્શન અને ચિંતન', ‘તત્ત્વાર્થ સૂત્ર', “સન્મતિતર્ક વગેરે એમના ગ્રંથોનું વાચન-મનન કરીએ છીએ ત્યારે એમની દાર્શનિક પ્રતિભાની ઝાંખી થાય છે. વિપરીત સંજોગોમાં એમણે કરેલી જીવનસાધના કેવી અનન્ય હતી તેની પ્રતીતિ થાય છે. મહાન વિભૂતિઓ પોતાની ભૌતિક મર્યાદાઓને આત્મબળથી દૂર કરી જીવનને કેવું સરસ અને સાર્થક કરી શકે છે !
‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૯ ન ચરિત્રદર્શન
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧
મહાન માનવી (અબ્રાહ્મ લિંકન)
લિંકન જગતના મહાન પુરુષોમાંનો એક હતો. જ્યૉર્જ વૉશિંગ્ટન પછી અમેરિકાનો બીજો મહાન પુરુષ તે એબ્રહમ લિંકન. લિંકનનું જીવન ગાંધીજીના જીવન સાથે કેટલીક બાબતોમાં મળતું આવે છે. લિંકન અને ગાંધીજી બંને વકીલ હતા. વકીલાતમાં બંને પૈસા મેળવવા કરતાં સાચા ન્યાય માટે વધારે આગ્રહ રાખતા હતા. બંને મહાન રાજદ્વારી પુરુષો હતા અને માનવતાના સાચા પૂજારી હતા. ગાંધીજીએ અસ્પૃશ્યોનો ઉદ્ધાર કર્યો તો લિંકને ગુલામોનો. સત્ય, નીતિ, દયા વગેરેને બંનેએ જીવનના દરેક ક્ષેત્રમાં સ્થાન આપ્યું હતું. બંનેનું જીવન નિરંતર યુદ્ધ જેવું હતું. બંને નિર્ભય હતા. જેલમાં જવાથી બંને ડરતા નહોતા. પોતાની જાતને જોખમમાં મૂકતાં બંને વિચા૨ ક૨તા નહોતા. પોતાના ખૂનનાં કાવતરાં થવા છતાં બંને મૂંઝાતા નહોતા. પોતાના જીવન દરમિયાન પોતાની ધ્યેયસિદ્ધિ લિંકનની સંઘની અખંડિતતા અને ગુલામોની મુક્તિની અને ગાંધીજીની ભારતની આઝાદીની અને અસ્પૃશ્યોના ઉદ્ધારની-જોઈ શક્યા હતા અને એ પછી થોડાક જ સમયમાં બંને પોતાના જ એક દેશબાંધવને હાથે ખૂનનો ભોગ થઈ પડ્યા હતા. બંને પોતાના દેશમાં એટલા બધા લોકપ્રિય હતા કે મૃત્યુ પછી અમેરિકામાં લિંકનની અને ભારતમાં ગાંધીજીની જેવી ભવ્ય સ્મશાનયાત્રા નીકળી હતી તેવી અમેરિકામાં અને ભારતમાં કોઈએ જોઈ નહોતી અને જોઈ નથી.
લિંકન મહાન હતો પણ એનું જીવન, કુદરતની એક કરુણ લીલાનું દર્શન કરાવવા માટે જાણે સર્જાયેલું હોય એવું હતું.
લિંકનનું જીવન સફ્ળતા અને નિષ્ફળતાની ગૂંથણી જેવું લાગે છે. જંગલની કોટડીમાં રહેનાર અભણ છોકરો અમેરિકાના પ્રમુખપદે પહોંચી ગયો એ જેવીતેવી
મહાન માનવી (અબ્રાહ્મ લિંકન) ૯૭
Page #150
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ નહોતી.
લિંકન ઘણો જ મહત્ત્વાકાંક્ષી હતો. એની મહત્ત્વાકાંક્ષા અને નિષ્ફળતા સામે ઝઝૂમવાનું ઝાઝું બળ દેતી હતી. લિંકન જેવા સફળ પુરુષો ગતમાં બહુ ઓછા જોવા મળશે અને જે જોવા મળશે તેમના જીવનમાં પણ લિંકનના જેટલી નિષ્ફળતાઓ તો ભાગ્યે જ જોવા મળે. લિંકનનું જીવન સફળતા અને નિષ્ફળતાની, આશા અને નિરાશાની ગૂંથણી જેવું હતું.
એક અભણ અને ગરીબ છોકરો આપબળે આગળ વધીને પોસ્ટ માસ્તર થયો, જમીનની આંકણી કરનાર થયો, નાની ઉંમરે રાજ્યની ધારાસભામાં ચૂંટાયો, પ્રતિષ્ઠિત વકીલ બન્યો, અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઈ આવ્યો, અમેરિકાનો પ્રમુખ બન્યો, ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો. જંગલમાં ઝૂંપડીમાં રહેનાર એક ગરીબ છોકરા માટે આ સિદ્ધિ શું ઓછી હતી ?
અને છતાં દરેક પ્રસંગે એને કેવા કેવા અનુભવો થયા? હજુ એ પૂરો ઊછરીને મોટો પણ નહોતો થયો ત્યાં એની વહાલી માતાનું અવસાન થયું. ભણવાની એને ઇચ્છા હતી ત્યારે એને એવી કોઈ તક મળતી નહિ; જ્યાં તક મળતી ત્યાં નવું કશું જાણવા મળતું નહિ. પહેલી વાર એ ન્યૂ ઓલિયન્સ ગયો ત્યારે હબસી લૂંટારુઓ મળ્યા. બીજી વાર ન્યૂ ઓલિયન્સ ગયો ત્યાં માર્ગમાં હોડી ખૂંચી ગઈ અને ન્યૂ
ઓલિયન્સ પહોંચતાં ગુલામીની પ્રથા જોઈ. રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં પહેલી વાર એ ઊભો રહ્યો તો નિષ્ફળ ગયો. બ્લેક હૉકના બળવામાં ટુકડીનો એ સરદાર થયો ત્યારે ટુકડી વિખરાઈ ગઈ.
એને ન્યૂ સાલેમની દુકાનમાં નોકરી મળી, તો દુકાન બરાબર ચાલી નહિ. એણે પોતાની દુકાન કરી તો તેમાં મોટી ખોટ ગઈ. જમીન-આંકણીનું કામ શરૂ કર્યું ત્યારે એનાં ઓજારો હરાજ થઈ ગયાં. પોસ્ટ માસ્તરની નોકરી મળી, ત્યારે થોડા સમયમાં ન્યૂ સાલેમની વસ્તી ઘટી ગઈ અને પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ. એન અલેજના પ્રેમમાં એ પડ્યો, ત્યારે એન આલેજનું અવસાન થયું. મેરી સાથે એણે લગ્ન કર્યા, ત્યારે એનું ગૃહજીવન ક્લેશમય પસાર થવા લાગ્યું. ગૃહજીવન કંઈક સુખી થવા લાગ્યું ત્યારે એના એક દીકરાનું અવસાન થયું. કોંગ્રેસની ચૂંટણીમાં ઊભા રહેવાની એણે ઇચ્છા વ્યક્ત કરી ત્યારે રિપબ્લિકન પક્ષે એને નાપસંદ કર્યો; પક્ષે એને પસંદ કર્યો, ત્યારે ચૂંટણીમાં એની હાર થઈ. લૅન્ડ ઓફિસની ઊંચી હોદ્દાની નોકરી માટે એણે અરજી કરી, ત્યારે એ માટે એને નાલાયક ઠરાવવામાં આવ્યો. સેનેટની ચૂંટણીમાં એ ઊભો રહ્યો ત્યારે ડગલાસે એને હરાવ્યો. ઉપપ્રમુખપદ માટે એણે પ્રયત્ન કર્યો, તો તેમાં એ નિષ્ફળ ગયો. પ્રમુખપદે એ ચૂંટાયો ત્યારે
૯૮
ચરિત્રદર્શન
Page #151
--------------------------------------------------------------------------
________________
આંતરવિગ્રહની એને તરત શરૂઆત કરવી પડી. વિગ્રહમાં આશાનાં ચિહુનો દેખાવા લાગ્યાં, ત્યારે એના બીજા પુત્રનું અવસાન થયું. ફરીથી પ્રમુખપદે આવ્યો ત્યારે એની સરકાર ઉથલાવી નાખવાનું કાવતરું રચાયું. આંતરવિગ્રહમાં એણે વિજય મેળવ્યો ત્યારે વિજયના પાંચમે દિવસે એનું ખૂન થયું.
જીવનમાં કેટલી બધી નિષ્ફળા અને નિરાશા ? એક નહિ, બે નહિ. ડગલે ને પગલે નિરાશા મળતી હોવા છતાં લિંકને પોતાનો પ્રયત્ન કદી છોડ્યો નહિ. એનું જીવન એટલું બધું કરુણ હતું કે કેટકેટલા પ્રયત્નો પછી એને સફળતા મળી, ત્યારે એ સફળતા નિષ્ફળતા કરતાંયે મોંઘી પડે એવો એને અનુભવ થતો. કુદરતે જાણે નિશ્ચય જ કર્યો હતો કે લિંકનને સર્વ રીતે હંફાવવો અને ક્યાંય એને સફળ થઈને આગળ વધવા ન દેવો. અને લિંકને પણ જાણે નિશ્ચય જ કર્યો હતો કે ગમે તેટલા પરાજયો મળે તોપણ દઢ મનોબળ સાથે આગળ વધવું જ. લિંકનની સિદ્ધિ વધારે સંગીન હતી, કારણ પરાજ્યોના પાકા પાયા ઉપર એનું ચણતર થયું હતું.
અને લિંકને પોતાના જીવન દરમિયાન શું શું પ્રાપ્ત ન કર્યું ? એણે અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. એણે લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. એની આ બે સિદ્ધિઓ શું ઓછી મહાન હતી ? અને એક ગરીબનો અભણ છોકરો, યુવાનીના ઉંબરમાં પગ મૂકતાં સુધીનાં વર્ષો વેડફી નાખ્યા પછી પણ ડગલે ને પગલે પાછો પડવા છતાં, માત્ર આપબળે આગળ વધીને અમેરિકાનો બબ્બે વાર પ્રમુખ બની શકે છે એ લિંકને પોતાના જીવન દ્વારા બતાવી આપ્યું એ જ શું એના જીવનની મોટામાં મોટી સિદ્ધિ નહોતી? એના જીવનની સાચી મહત્તા સમજવા માટે એટલું શું બસ નથી ?
(“ગુલામોનો મુક્તિદાતામાંથી)
મહાન માનવી (અબ્રાહ્મ લિંકન)
૯૯
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨ મોરારજી દેસાઈ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનો ૯૯ વર્ષની ઉંમરે મુંબઈમાં તા. ૧૦મી એપ્રિલ ૧૯૯૫ના રોજ સ્વર્ગવાસ થયો. એમણે ૧૦મા વર્ષમાં પ્રવેશ કર્યો, પરંતુ શતાબ્દી પૂરી કરી શક્યા નહિ. તેમની નિયમિતતા અને શારીરિક સ્વસ્થતા જોતાં એવી આશા હતી કે તેઓ અવશ્ય ૧૦૦ વર્ષ પૂરાં કરશે. પરંતુ કુદરતનું કરવું કંઈક જુદું જ હોય છે. જેમના નખમાંય રોગ નહોતો એવા મોરારજીભાઈ અચાનક તાવમાં પટકાયા અને તાવની અસર મગજ પર પહોંચી. બેભાન અવસ્થામાં તેમણે જસલોક હોસ્પિટલમાં દેહ છોડ્યો. જસલોક હોસ્પિટલમાં છેલ્લા દિવસોમાં એમને જોવા માટે મુલાકાતીઓને જવા દેવામાં આવતા નહોતા. આમ પણ તેઓ ભાનમાં ન હતા એટલે એમને અંદર જોવા જવાનો વિશેષ અર્થ પણ નહોતો.
મોરારજીભાઈના પાર્થિવ દેહને, એમની ભાવના અનુસાર અમદાવાદમાં સાબરમતી નદીના તટમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
પ્રખર ગાંધીવાદી, નિર્દભ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, સાધનશુદ્ધિના આગ્રહી, કુશળ વહીવટકર્તા, સ્વતંત્ર વિચારક, ભગવદ્ગીતાના ઉપાસક કર્મયોગી એવા સ્વ. મોરારજી દેસાઈની ૯૯ વર્ષની સક્રિય કારકિર્દીના ઘટનાસભર જીવન વિશે ઘણું લખી શકાય. એમનું વિસ્તૃત જીવનચરિત્ર લખાયું છે. અહીં તો માત્ર એમના જીવનનાં કેટલાંક પાસાં વિશે અંગત સ્મરણો સાથે લખવું છે.
ભારતની આઝાદીના જંગમાં ભાગ લેનાર નેતાઓમાં છેલ્લાં પચાસ વર્ષમાં એક માત્ર મોરારજીભાઈ જ એવી વ્યક્તિ છે કે જેમને બધી કક્ષાનો સત્તાવાર અનુભવ
૧0 ૨ ચરિત્રદર્શન
Page #153
--------------------------------------------------------------------------
________________
હતો. જવાહરલાલનો સીધો વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. રાજ્યકક્ષાનો કશો અનુભવ નહોતો. તેવી જ રીતે ઇન્દિરા ગાંધીને પણ રાજ્યકક્ષાનો અનુભવ નહોતો. રાજીવ ગાંધીને તો ધારાસભા કે લોકસભાના સભ્ય તરીકેનો કે રાજ્ય કે કેન્દ્રના કોઈ પ્રધાન તરીકેનો પણ અનુભવ નહોતો. મોરારજીભાઈને ધારાસભાના સભ્ય તરીકે, કેન્દ્રના પ્રધાન તરીકે, નાયબ વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. આટલા બધા પ્રકારનાં સત્તાસ્થાન ૫૨ ૨હેલી હજુ સુધી કોઈ એક વ્યક્તિ હોય તો તે મોરારજીભાઈ દેસાઈ છે. વળી, તેઓને બ્રિટિશ શાસનકાળ દરમિયાન બ્રિટિશ રાજ્યતંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર, પ્રોવિન્શિયલ ઑફિસર, પર્સનલ એસિસ્ટન્ટ ટુ કલેક્ટર વગેરે પ્રકારનાં સત્તાસ્થાનોનો અનુભવ હતો અને આઝાદી પૂર્વે ૧૯૩૭માં જે હોમરૂલ પ્રાંતિક સ૨કારની રચના થયેલી તેમાં બાળાસાહેબ ખે૨સાહેબ સાથે એમણે મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. સરકારી સત્તાસ્થાનો ઉપરાંત કૉંગ્રેસ પક્ષમાં પણ એમણે ગુજરાત પ્રદેશના કૉંગ્રેસના મંત્રી તરીકે, કારોબારી સમિતિના સભ્ય તરીકે, કામરાજ યોજના હેઠળ રાષ્ટ્રના અગ્રણી કાર્યકર નેતા તરીકે એમ વિવિધ પ્રકારની કામગીરી બજાવી હતી. મોરારજીભાઈએ ૧૯૩૦માં સાબરમતી જેલમાં, ૧૯૩૧માં નાસિક જેલમાં, ૧૯૩૩માં યરવડા જેલમાં, ૧૯૪૧માં સાબરમતી અને ય૨વડા જેલમાં, ૧૯૪૨માં યરવડા જેલમાં અને આઝાદી પછી ઇન્દિરા ગાંધીના કટોકટીના શાસનકાળ દરમિયાન ૧૯૭૫માં સોહના જેલમાં રહીને જેલજીવનનો પણ ઘણો અનુભવ લીધો હતો.
મોરારજીભાઈ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યારે શ્રી જૈન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. ત્યારે વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મેં એમની આ બધી સિદ્ધિઓ દાખવતાં એવી ઇચ્છા અને આશા વ્યક્ત કરી હતી કે, હવે એકમાત્ર રાષ્ટ્રપતિનું પદ મોરારજીભાઈને મળવું બાકી છે અને સક્રિય રાજકારણમાંથી તેઓ નિવૃત્ત થયા છે ત્યારે આ પદ પણ તેમને મળશે એવી આશા વ્યક્ત કરું છું.' પરંતુ મોરારજીભાઈને એ પદ મળ્યું નહિ. મળ્યું હોત તો રાષ્ટ્રની શોભા વધત. એટલું સારું થયું કે એમને પોતાની હયાતીમાં જ ‘ભારતરત્ન'નો ઇલ્કાબ મળ્યો હતો. પાકિસ્તાને પણ એમને સર્વોચ્ચ ઇલ્કાબ નિશાને પાકિસ્તાન' આપ્યો હતો. ભારતના દુશ્મન ગણાતા રાષ્ટ્રમાં પણ મોરારજીભાઈની સુવાસ કેવી હતી એની એ પ્રતીતિ કરાવે છે. ભારત અને પાકિસ્તાન એમ બંને રાષ્ટ્રોના સર્વોચ્ચ ઇલ્કાબ મેળવનાર એક માત્ર વ્યક્તિ હોય તો મોરારજીભાઈ જ છે.
મોરારજીભાઈને નજીકથી મળવાનો સૌથી પહેલો પ્રસંગ મને ૧૯૫૨માં પ્રાપ્ત
મોચરજી દેસાઈ ૧૦૧
Page #154
--------------------------------------------------------------------------
________________
થયો હતો. ત્યારે તેઓ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તે વર્ષે હું બેલગામમાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો. બેલગામ ત્યારે મુંબઈ રાજ્યમાં હતું. મોરારજીભાઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બેલગામના મિલિટરી સેન્ટરની મુલાકાત લેનાર હતા. તેઓ અમારી પરેડની સલામી લેનાર હતા અને મિલિટરી મેસમાં અમારી સાથે ભોજન લેનાર હતા. આઝાદી પછી હજુ થોડા જ વર્ષ પસાર થયાં હતાં. બ્રિટિશરોની લશ્કરી એટિકેટ હજુ ચાલુ જ હતી. એટિકેટનો મુખ્ય પ્રશ્ન આ હતો: મિલિટરી મેસમાં કે પરેડના મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ચંપલ પહેરીને જઈ ન શકે. બૂટમોજાં પહેરીને જ જવું પડે. વળી કોઈ પણ વ્યક્તિ મેસમાં ભોજન માટે ધોતિયું કે પાયજામો પહેરીને ન જઈ શકે, પેન્ટ જ પહેરવું પડે. મોરારજીભાઈ ધોતિયું અને ચંપલ પહેરીને આવવાના હતા. વડાપ્રધાન જવાહરલાલ બૂટ પહેરતા અને ધોતિયું નહોતા પહેરતા. એમનાથી લકરી ઑફિસરો ટેવાઈ ગયા હતા, પરંતુ ધોતિયું અને ચંપલથી હજુ ટેવાયા નહોતા. મિલિટરીમાં એટિકેટનો એટલે કે શિષ્ટાચારનો ભંગ એ ઘણી ગંભીર બાબત ગણાય. વસ્તુતઃ ગુનો જ લેખાય. મોરારજીભાઈ માટે બૂટમોજાં અને લશ્કરી યુનિફોર્મ તૈયાર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ એ કહેવાની હિંમત કોણ કરે અને જો તેઓ ન માને તો શું થાય? અમારા કમાન્ડિંગ ઓફિસર આ બાબતમાં જે બહુ ગુસ્સામાં હતા તે છેલ્લી ઘડીએ ઢીલા પડી ગયા. અમારી ઓફિસરોની મિટિંગમાં તેમણે જાહેર કર્યું કે, “આપણાથી કશું કહી શકાશે નહિ. એટિકેટનો ભંગ થાય તે જોયા કરવો પડશે.”
મોરારજીભાઈ મુલાકાત માટે આવ્યા. તેઓ પ્રસન્નવદન હતા, પણ અમારા કમાન્ડિંગ ઓફિસરના ચહેરા પર કૃત્રિમ પ્રસન્નતા હતી. બીજા ઓફિસરો પણ ઝંખવાણા પડી ગયા હતા. મોરારજીભાઈએ અમારી સાથે ધોતિયું અને ચંપલ પહેરીને ભોજન લીધું. બેલગામના મિલિટરી સેન્ટરમાં પહેલી વાર એટિકેટના ભંગરૂપ ઐતિહાસિક ઘટના બની ગઈ.
ભોજન પછી અમે બધા ઓફિસરો બેઠકના ખંડમાં બેઠા. તેમની સાથે વાત કરવાની મને પણ તક મળી. ઑફિસરમાં ગુજરાતી તરીકે હું એક જ હતો. હું લશ્કરી તાલીમ લઉં છું એ જાણીને એમને આનંદ થયો. વળી હું જૈન છું એ જાણીને એમને આશ્ચર્ય થયું. ખાનપાનમાં મને કંઈ મુશ્કેલી નથી પડતી અને મને યોગ્ય શાકાહાર મળી રહે છે એ જાણીને એમને સંતોષ થયો હતો. હું કઈ કોલેજમાં કયો વિષય ભણાવું છું તે પણ એમણે મને પૂછ્યું. થોડી મિનિટ માટેની આ અમારી અનૌપચારિક વાતો એમને માટે તો અનેકમાંની એક હતી. એમને યાદ પણ ન રહે, પણ પચીસ વર્ષની વયે મને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળી એ મારે માટે
૧૦૨ ચરિત્રદર્શન
Page #155
--------------------------------------------------------------------------
________________
યાદગાર ઘટના હતી. અલબત્ત, ત્યાર પછી તો એમને મળવાનું ઘણી વાર થયું હતું.
મોરારજીભાઈને જ્યોતિષમાં ઊંડી શ્રદ્ધા હતી. ઈમરજન્સી પહેલાં એક વખત અમારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પોતે જરૂર ભારતના વડાપ્રધાન થવાના છે. પોતાની જન્મકુંડળીમાં એવો યોગ છે. મોરારજીભાઈની એ વાત સાચી પડી હતી.
વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી એક વખત મોરારજીભાઈને મારે મળવાનું થયું ત્યારે એમણે વાતવાતમાં કહ્યું હતું કે જ્યોતિષના આધારે ઇન્દિરા ગાંધી કરતાં પોતે વધુ જીવવાના છે. ઇન્દિરા ગાંધી ત્યારે ફરીથી વડાપ્રધાન થયાં હતાં. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેઓ મોરારજીભાઈ કરતાં વહેલાં વિદાય થયાં, પરંતુ એ હત્યા ન થઈ હોત તોપણ ઇન્દિરા ગાંધીનું આયુષ્ય લાંબું નથી એવું મોરારજીભાઈ માનતા હતા. એક વખત વાતચીતમાં એમણે ઇન્દિરા ગાંધીનો નિર્દેશ કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધી પોતાને થયેલા કોઈ ગંભીર રોગની જાહેરાત થવા દેતાં નથી, પરંતુ તેઓ નિયમિત વધુ પ્રમાણમાં કોર્ટિઝનનો ડોઝ લે છે. તે પરથી લાગે છે કે એમનું શરીર વધુ સમય ટકી શકશે નહિ. અલબત્ત, ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એટલે એમના સ્વાથ્ય વિશેની આ વાતની તો માત્ર અટકળ જ કરવાની રહે છે.
મોરારજીભાઈને કિશોરાવસ્થાથી જ નિસર્ગોપચારમાં શ્રદ્ધા હતી. તેઓ જવલ્લે જ માંદા પડ્યા હશે. તેમણે ક્યારેય એલોપથીની દવાઓ લીધી નહોતી. તેમણે ક્યારેય બળિયા-અછબડા માટે રસી મુકાવી નહોતી. એ વખતે આખી દુનિયામાં કોઈ દેશ રસી મુકાવ્યા વગરની ગમે તેવી મોટી વ્યક્તિ હોય તો પણ તેને પોતાના દેશમાં પ્રવેશ આપતી નહોતી તે વખતે પણ મોરારજીભાઈ રસી મુકાવ્યા વગર દુનિયાના ઘણા દેશોમાં જઈ આવ્યા હતા. એમના પ્રત્યેના માનના કારણે આવી છૂટ એમને અપાતી હતી. મોરારજીભાઈને શિવાબુમાં ઘણી શ્રદ્ધા હતી. જીવનભર એમણે એ પ્રયોગ કર્યો. તેમણે યુવાન વયથી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું, એથી પણ એમનું સ્વાથ્ય સારું રહેતું હતું. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં અસ્વસ્થ થતા નહિ. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. મોરારજીભાઈના જીવનમાં એવી નિર્ભયતા હતી.
મોરારજીભાઈ પોતાનાં દૈનિક કાર્યોમાં નિયમિતતા ચીવટપૂર્વક રાખતા. રોજ સવારના ચાર વાગે ઊઠી જતા. વ્યાયામ કે યોગાસનો કરતા, સ્નાન માટે તેઓ સાબુનો ઉપયોગ કરતા નહીં, પણ શરીર બરાબર ચોળી-ઘસીને સ્નાન કરતા. એમના પગ પણ અત્યંત સ્વચ્છ રહેતા. નેવું વર્ષની ઉંમરે પણ એમના પગના નખ લાલ લાલ રહેતા. જેમ સ્નાનની બાબતમાં તેમ ભોજનની બાબતમાં પણ તેઓ નિયમિત હતા. સવારે દસના ટકોરે તેઓ જમવા બેસતા. ગમે ત્યારે ગમે તે પ્રસંગે જવાનું
મોરારજી દેસાઈ - ૧૦૩
Page #156
--------------------------------------------------------------------------
________________
હોય, તેઓ પોતાના જમવાના સમયની સ્પષ્ટતા કરતા. જે કોઈ એ સમય સાચવી શકે તેનું જ નિમંત્રણ સ્વીકારતા. ઘાટકોપરમાં એક વખત એમના પ્રમુખપદે સભા યોજાઈ હતી. સભા પછી શ્રી દુર્લભજી ખેતાણીને ત્યાં એમને જમવાનું હતું. દુર્લભજીભાઈએ ચીમનલાલ ચકુભાઈને તથા મને નિમંત્રણ આપ્યું હતું. સભામાં પહેલા બે-ત્રણ વક્તાઓ લાંબું બોલ્યા, પરંતુ મોરારજીભાઈએ તો પોતાનો સમય થયો એટલે બીજા વક્તાઓને પડતા મૂકી પોતાનું વક્તવ્ય ચાલુ કરી દીધું અને તરત સભા પૂરી કરીને દુર્લભજીને ત્યાં પહોંચી ગયા હતા. આહારમાં મોરજીભાઈ લસણ નિયમિત લેતા. રોજ લસણની દસબાર કાચી કળી તેઓ ખાતા, એથી પોતાનું સ્વાથ્ય સારું રહે છે એમ કહેતા. તેઓ દૂધ ગાયનું પીતા, માખણ ગાયના દૂધનું ખાતા. પોતે સત્તા પર પ્રધાન કે વડાપ્રધાન પદે રહ્યા હતા ત્યારે એમના મંત્રી દરેક સ્થળે અગાઉથી સૂચના આપી સ્થાનિક કાર્યકર્તાઓ પાસે આ બધી સગવડ કરાવતા. મને યાદ છે કે એક વખત નડિયાદમાં એક કાર્યક્રમમાં મોરારજીભાઈ આવવાના હતા ત્યારે આગલા દિવસે રાત્રે અગિયાર વાગે કાર્યકર્તાઓને યાદ આવતાં ગાયના દૂધના માખણ માટે દોડાદોડ કરી મૂકી હતી.
મોરારજીભાઈ ક્યારેક આકરા સ્વભાવના બની જતા. ક્યારેક હઠીલા અને ઉતાવળિયા પણ બનતા. એમ છતાં લોકોમાં અને ખાસ કરીને ગુજરાતના ગુજરાતીઓમાં તેમને માટે માનભર્યું સ્થાન હતું. તેમને માટે “સર્વોચ્ચ' શબ્દ રૂઢ થઈ ગયો હતો. પરંતુ જૂના મુંબઈ રાજ્યમાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે હતાં ત્યારે ડાંગના પ્રશ્નની બાબતમાં મોરારજીભાઈએ અભિપ્રાય આપવાની જે ઉતાવળ કરી હતી તેને લીધે ગુજરાતની પ્રજા નારાજ થઈ હતી. મુંબઈ રાજ્યમાં જ્યારે બી. જી. ખેર મુખ્યમંત્રી હતા અને મોરારજીભાઈ નાયબ મુખ્ય મંત્રી હતા એ વખતે ખેરની સાથે મોરારજીભાઈએ ડાંગ જિલ્લાની ઊડતી મુલાકાત લીધી અને બે-ચાર ગામ પાસેથી જીપમાં પસાર થતા લોકો સાથે વાતચીત કરી અને તે લોકો મરાઠીમાં બોલ્યા એટલે મોરારજીભાઈએ મુંબઈમાં આવીને જાહેરાત કરી કે ડાંગની ભાષા મરાઠી છે. મોરારજીભાઈની આ જાહેરાત ઉતાવળી અને અભ્યાસ વગરની હતી. એને લીધે મુંબઈ રાજ્યના વિભાજન વખતે ગુજરાતને ઠીક ઠીક સહન કરવું પડ્યું હતું. ડાંગ જિલ્લાના નેતાઓ સ્વ. છોટુભાઈ નાયક અને બીજાઓ સાથે ડાંગમાં જઈને મેં આ અંગે વાતચીત કરી હતી ત્યારે ખેરસાહેબના અધિકારીઓએ લોકો પાસે મરાઠીમાં બોલાવવાનું કેવી રીતે નાટક ગોઠવ્યું હતું તેની બધી વિગત જાણવા મળી હતી. ડાંગ મહારાષ્ટ્રમાં જાય નહિ તે માટે તેઓને કેટલો બધો પ્રતિકાર કરવો પડ્યો હતો અને ગામેગામ જઈને પ્રચાર કરવો પડ્યો હતો તેની કડીબદ્ધ વિગતો
૧જ આ ચરિત્રદર્શન
Page #157
--------------------------------------------------------------------------
________________
જાણવા મળી હતી.
મોરારજીભાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમની કીર્તિનો મધ્યાહન ઝળહળતો હતો. પરંતુ એમના આખાબોલા સ્વભાવને કારણે કેટલાંક વર્તુળોમાં તેઓ અળખામણા થયા હતા. બીજી બાજુ, મોરારજીભાઈ પોતે સ્વચ્છ હોવા છતાં એમના નામનો દુરુપયોગ થવા લાગ્યો હતો. થોડેઘણે અંશે મોરારજીભાઈ પોતે પણ એ વિશે જાણતા હશે. આવી વાતો રાજદ્વારી વર્તુળોમાં પ્રસર્યા વગર રહે નહિ. પોતાનાં સગાંસંબંધીઓ દ્વારા ઉઠાવાતા સત્તાના ગેરલાભો કેટલીક વાર ગેરકાયદેસરના નથી હોતા, પરંતુ એથી નેતાની પ્રતિભાને ઝાંખપ તો લાગે જ છે અને લાંબે ગાળે એવી વાતો નેતાની પ્રગતિને રૂંધે છે.
મોરારજીભાઈના જીવનમાં પણ એવી વાદળી આવીને પસાર થઈ ગઈ હતી એમ મનાય છે. મોરારજીભાઈની શક્તિ જોતાં નહેરુએ ૧૯૫૬માં એમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યા હતા. ત્યારે સિનિયોરિટીમાં એમનો નંબર ચોથો હતો. નહેરુ પછી મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંત હતા અને ચોથે સ્થાને મોરારજીભાઈ હતા. મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંતનાં અવસાન થતાં મોરારજીભાઈ બીજે નંબરે આવ્યા. નહેરુને એ ગમ્યું નહિ, કારણ કે પોતે ન હોય ત્યારે મોરારજીભાઈ વડાપ્રધાન બને. નહેરુની ઇચ્છા પોતાની ગાદી ઇન્દિરાને સોંપવાની હતી. એટલે નહેરુએ કામરાજ યોજનાની ચાલબાજી ઊભી કરી અને પક્ષના સંગઠન માટે પોતે સત્તા પરથી નિવૃત્ત થાય છે એવો દંભ કરી પોતે સત્તા પર રહ્યા અને મોરારજીભાઈને દૂર કર્યા. ત્યારથી મોરારજીભાઈનાં વળતાં પાણી જણાયાં. પછી તો લાલબહાદુર શાસ્ત્રી અને છાન્દરા ગાંધી વડાપ્રધાન બન્યાં. છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું. પરંતુ ગાંધીજીની જન્મશતાબ્દી પ્રસંગે હરિજનને રાષ્ટ્રપતિ બનાવવા અને એ પદ જગજીવનરામને આપવું એવો આગ્રહ ઇન્દિરા ગાંધીનો હતો અને એની સામે મોરારજીભાઈનો વિરોધ હતો કે ગજીવનરામ દસ વર્ષથી પોતાનો ઈન્કમ ટેક્સ ભરતા નથી. એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવામાં ભારતની લોકશાહીને લાંછન લાગશે, માટે સંજીવ રેડીને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આ મુદ્દા ઉપર છેવટે કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું. મોરારજીભાઈનું નાણાખાતું ઇન્દિરા ગાંધીએ છીનવી લીધું અને છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ છોડ્યું. આ ઝઘડામાં રાષ્ટ્રપતિના પદ માટે ફાવી ગયા વી. વી. ગીરી.
મોરારજીભાઈ સ્વસ્થ રહેતા. પોતાને માટે જાગેલ ગમે તેવા વિવાદ વખતે પણ તેઓ પોતાની સમતુલા ગુમાવતા નહિ. પરંતુ પોતાના એ જ સગુણને તેઓ ક્યારેક નિષ્ફરતાની કોટિ સુધી લઈ જતા ત્યારે લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા.
મોરારજી દેસાઈ - ૧૦૫
Page #158
--------------------------------------------------------------------------
________________
સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન વખતે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન વખતે કે સુવર્ણધારાના વિરોધ સામે સોનીઓએ કરેલા આંદોલન વખતે મોરારજીભાઈની સમતુલા નિષ્ઠુરતામાં પરિણમી હતી એવો જે આક્ષેપ થાય છે એમાં વજૂદ નથી એમ નહિ કહી શકાય.
કટોકટી વખતે મો૨ા૨જીભાઈને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં જતાંની સાથે જ જેલના સત્તાવાળા આગળ તેમણે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે પોતે ફળાહાર સિવાય બીજો કશો આહાર લેશે નહિ. અન્નાહાર છોડીને ફળાહાર તરફ વળવાનો વિચાર તો તેમના મનમાં ઘણાં વર્ષોથી ચાલતો હતો. પરંતુ તે અમલમાં મુકાતો ન હતો. કટોકટી દરમિયાન જેલ નિવાસમાં એ વિચારને અમલમાં મૂકવાની સારી તક મળી ગઈ.
આમ તો અન્નાહાર છોડી ફ્ળાહાર તરફ વળવાની ઘટના બહુ મોટી ન ગણાય. પરંતુ તેની પાછળ બીજો હેતુ પણ રહેલો હતો. ઇન્દિરા ગાંધીએ કોકટી જાહેર કરી અને જ્ય પ્રકાશજી જેવા લોકનેતાને પણ જેલમાં પૂર્યાં. તેમની સત્તાલોલુપતા અને કઠોરતા કેટલી બધી હતી તે જણાઈ આવતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે જે વ્યક્તિ આવું કરે તે કઈ હદ સુધી ન જાય એ કહી શકાય નહિ. એટલે મોરારજીભાઈએ અન્નાહાર છોડી ફળાહાર સ્વીકાર્યો. એ નિર્ણય સમયોચિત હતો, કારણ કે ફ્ળાહાર માટે મોરારજીભાઈએ એવો નિર્ણય કર્યો હતો કે પોતાને માટે લાવવામાં આવતાં ફ્ળ બરાબર સારી રીતે જાતે જ ધોવાં. છરી પણ બે વખત જાતે જ ઘસીઘસીને ધોવી. ફળ જાતે જ સુધારવાં અને પહેલાં એક નાની કટકી ચાખી જોવી અને પછી જ ખાવું. આ બધું એમની અગમચેતી જ સૂચવતી હતી.
મોરારજીભાઈ રાજકારણના પુરુષ હતા. સક્રિય રાજકારણમાં જેમણે સફળ થવું હોય તેમણે દુનિયાભરમાં બનતી ઘટનાઓથી રોજેરોજ પરિચિત રહેવું જોઈએ. એ માટેનું મુખ્ય સાધન તે વર્તમાનપત્રો છે. મોરારજીભાઈએ જીવનભ૨ રોજ સવારે દૈનિક છાપાંઓ વિગતવાર વાંચી જવાની પોતાની પ્રવૃત્તિને ક્યારેય છોડી ન હતી. બ્રિટિશ શાસન દરમિયાન જેલમાં પણ તેઓ છાપાંઓ નિયમિત વાંચતા. ઇન્દિરા ગાંધીના કટોકટીકાળ દરમિયાન પણ તેમણે છાપાંઓ વાંચવા માટે આગ્રહ રાખ્યો હતો અને જો પોતાને છાપાંઓ આપવામાં નહિ આવે તો તે પોતે ઉપવાસ ૫૨ ઊતરશે એવી ધમકી પણ આપી હતી અને તરત છાપાંઓ ચાલુ કરાવ્યાં હતાં. મોરારજીભાઈ આ પ્રવૃત્તિને લીધે જ હંમેશાં માહિતીથી સુસજ્જ રહેતા. એને લીધે જ રાજકારણમાં કોઈ વ્યક્તિ એમની પાસેથી ગેરલાભ લઈ શકતી નહિ. આખા જગતના રાજકારણ વિશે તેઓ વાંચતા પરંતુ તેમાં નિર્ણય કે અભિપ્રાય સ્વતંત્ર
૧૦૬ * ચરિત્રદર્શન
Page #159
--------------------------------------------------------------------------
________________
રીતે વિચારીને જ આપતા. આથી જ દેશમાં કે વિદેશમાં પત્રકાર પરિષદ ભાઈ હોય ત્યારે પત્રકારો મોરારજીભાઈને હંફાવે એના કરતાં મોરારજીભાઈ પત્રકારોને હંફાવે એવી ઘટના વધુ બનતી. પત્રકાર પરિષદમાં પણ મોરારજીભાઈની પ્રતિપ્રશ્નની શૈલી વધુ જાણીતી હતી. પત્રકારને સીધો ઉત્તર આપવાને બદલે એ વિષય અને બાબતને અંગે તેઓ પત્રકા૨ને સામો એવો પ્રશ્ન પૂછતા કે પત્રકારને ચૂપ થઈ જવું પડતું. આ સજ્જતા કંઈ જેવીતેવી નહોતી. વિગતોની માહિતી તો હોવી જોઈએ. પરંતુ દરેક પ્રશ્ન અંગે પોતાની વિચક્ષણ બુદ્ધિથી કરેલું ચિંતન પણ હોવું જોઈએ. આથી જ મોરારજીભાઈ સાથે પત્રકારોની પરિષદ યાદગાર બની જતી. કટોકટી પછી તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં આગળ પત્રકારોની સમક્ષ અને બીજા રાજદ્વારી પુરુષો સમક્ષ એમણે જે ઉદ્બોધન કર્યું હતું તે એટલું બધું સચોટ, માર્મિક અને ગૌરવવાળું હતું કે જયપ્રકાશ નારાયણે એમને ભારતમાંથી ફોન કરીને કહ્યું હતું કે, તમારા જેવા ભારતના વડાપ્રધાનને માટે અમે ખરેખર બહુ ગૌરવ અનુભવીએ છીએ.’ જ્યપ્રકાશ નારાયણ જેવી તટસ્થ, દેશભક્ત મહાન વ્યક્તિએ મોરારજીભાઈ માટે ઉચ્ચારેલા આવા શબ્દો મોરારજીભાઈ માટેના એક મોટા પ્રમાણપત્ર જેવા બની રહે છે.
મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને એ વખતે મુંબઈ આવ્યા હતા ત્યારે સ્વ. ચીમનલાલ ચકુભાઈ એમને મળવા જવાના હતા. ચીમનભાઈ મને પણ સાથે લઈ ગયા હતા. દસ મિનિટનો સમય આપ્યો હતો. ખાસ કોઈ કામ નહોતું. માત્ર ઔપચારિક મળવાનું જ હતું. અમે મોરારજીભાઈના નિવાસસ્થાને ગયા. આગળના મુલાકાતી બહાર નીકળ્યા એટલે અમને બોલાવ્યા. વડાપ્રધાન પદ ઉપર આરૂઢ થયા તે પછી મોરારજીભાઈને પહેલી વાર ચીમનભાઈ મળતા હતા. ચીમનભાઈએ મારો પરિચય કરાવ્યો. પછી રાજકારણની વાતો ચાલી. ચરણસિંહ, રાજનારાયણ, જ્યૉર્જ ફર્નાન્ડિસ વગેરે વિશે બોલતાં મોરારજીભાઈ નિખાલસ છતાં સાવધ રહેતા જણાયા હતા. મારે તો કશું બોલવાનું હતું જ નહિ, બે મોટા માણસની વાતચીતનો દોર કેવી રીતે ચાલે છે તે જ હું તો જોયા કરતો હતો. સમય થયો એટલે અમે ઊભા થયા. મોરારજીભાઈ રૂમના બારણા સુધી વળાવવા આવ્યા, કા૨ણ કે ચીમનભાઈ અને તેઓ જૂના મિત્ર હતા. ચીમનભાઈએ અગાઉ ‘જન્મભૂમિ’માં, ‘પ્રબુદ્ધ જીવન’માં મોરારજીભાઈની ઘણી ટીકા કરી હતી. પણ મોરારજીભાઈની વાતમાં એનો અણસાર સુધ્ધાં નહોતો. બહાર નીકળીને ચીમનભાઈએ મને કહ્યું, ‘તમે જોયું, મોરારજીભાઈની આંખો કેટલી બધી શાર્પ છે ? એમની આંખોમાં એક પ્રકારનું મૅગ્નેટિઝમ છે એવું મને હંમેશાં લાગ્યા કર્યું છે.’ મોરારજીભાઈની વેધક દૃષ્ટિ એમના વ્યક્તિત્વમાં ઉમેરો
?
મોરારજી દેસાઈ ૧૦૭
Page #160
--------------------------------------------------------------------------
________________
કરતી હતી એ ત્યારે જોવા મળ્યું હતું.
ઈ. સ. ૧૯૭૯ના જુલાઈ મહિનામાં બ્રાઝિલના રીઓ-ડી-જાનેરોમાં આંતરરાષ્ટ્રીય લેખક પિરષદમાં ભાગ લઈને હું મારાં પત્ની સાથે આર્જેન્ટીનાના પાટનગર બોનોઝ આઇરિસમાં હતો, ત્યારે એક મિત્રને ત્યાં જમવા અમે ગયાં હતાં. અમે પહોંચ્યું ત્યારે એ મિત્રે તરત જ કહ્યું કે, ‘ડૉ. શાહ ! તમારા દેશના એક આઘાતજનક સમાચાર છે. તમારા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું છે.' અમે આ સમાચાર સાચા માની ન શક્યાં, કારણ કે લોકસભામાં જનતા પક્ષની બહુમતી હતી. પરંતુ અમારા યજમાને જ્યારે છાપું વંચાવ્યું ત્યારે એ સાચા સમાચાર સ્વીકારવા પડ્યા. અમને એ વાત જાણીને દુઃખ થયું. ભારતની આ એક કમનસીબ ઘટના છે એવું અમારે યજમાનને કહેવું પડ્યું. અમે એમને ત્યાં જમવા ગયાં હતાં, પરંતુ અમને જમવાનું ભાવ્યું ન હતું.
ભારતના વડાપ્રધાન બન્યા પછી જનતા પક્ષમાં વધતી જતી ખટપટોને કારણે ચરણસિંહ અને રાજનારાયણની બાબતમાં મોરારજીભાઈ જેવી અડગ વ્યક્તિએ પણ જ્યારે નમતું જોખ્યું ત્યારે મોરારજીભાઈ પહેલાં કરતાં હવે કંઈક કૂણા પડ્યા છે એવી છાપ લોકોમાં પડી હતી. અને એ છાપ સાચી હતી. ખુદ મોરારજીભાઈએ પોતે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાનના પદનો ત્યાગ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા હતા, અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા ત્યારે તેમણે પોતે જ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ‘સત્યકથનની બાબતમાં પહેલાં હું જેટલો આકરો હતો તેટલો હવે હું રહ્યો નથી. મારા પોતાના સ્વભાવમાં પણ હવે કેટલુંક પરિવર્તન આવ્યું છે. અનુભવે તે મને શિખવાડ્યું છે. કેટલીક બાબતોમાં સત્યકથન કરતાં મૌન વધારે ઉપયોગી અને અસરકારક જણાયું છે.' મોરારજીભાઈ જ્યાં સુધી સત્તા ઉપર હતા ત્યાં સુધી સત્ય કડવું હોય તોપણ તે બોલવાના આગ્રહી હતા. એથી વખતોવખત ઘણા લોકોને એમણે દુભાવ્યા હતા. પરંતુ વિચારો અને અનુભવની પરિપક્વતાથી એમને સમજાયું હતું કે કટુ સત્ય જેટલું હિત કરે છે તેના કરતાં અહિત વધારે કરે છે. જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપતાં એમણે પોતાની આ ભૂલનો એકરાર કર્યો હતો. What life has taught me' નામના પોતાના લખાણમાં એમણે આવો એકરાર કરતાં લખ્યું છે, “I had first a notion that truth cannot always be said pleasantly and did not act up to this advice of the sages, as I thought it was not possible to do so. About 18 years ago I realised that the sages who had prescribed or who had given
૧૦૮ * ચિત્રદર્શન
Page #161
--------------------------------------------------------------------------
________________
this advice were much wiser than me and this realisation made me think about how to act on the dictum.”
મોરારજીભાઈમાં સત્ય વિશેની આ દૃષ્ટિ મોડી મોડી પણ આવી તેથી એમનાં છેલ્લાં ઘણાં વર્ષો શાંતિ અને સમત્વના પુરુષાર્થરૂપ બની રહ્યાં. આ દષ્ટિ એમના તપતા મધ્યાહુનકાળમાં ખીલી હોત તો મોરારજીભાઈ માટે જે કેટલાક વિવાદો સર્જાયા તે ન સર્જાયા હોત અને તેમના માટેની લોકચાહના ઘણી વધુ હોત.
- ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન એમના પુત્ર સંજય ગાંધી વગર હોદ્દાએ સરકારી સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેતા હતા તે પ્રત્યે મોરારજીભાઈ પોતાની નાપસંદગી દર્શાવતા હતા અને કહેતા હતા કે જો આમ જ ચાલ્યા કરશે તો સંજય ગાંધીને અંકુશમાં રાખવાનું ઇન્દિરા માટે ભારે થઈ પડશે.
સંજય ગાંધીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ઇન્દિરા ગાંધીએ તે સ્થળે પહોંચીને તરત સંજયની ઘડિયાળ અને ચાવી માટે તપાસ કરી હતી અને તે પોતાના કબજામાં લઈ લીધી હતી. મેં મોરારજીભાઈને એ વિશે પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે, “એવી વાત આવી છે કે સંજયની ઘડિયાળમાં નાનું ટેપરેકોર્ડર છે અને એની અંદર સ્વિસ બૅન્કના એકાઉન્ટના કોડવર્ડ રાખેલા છે. એટલા માટે ઇન્દિરા ગાંધીએ તે કોઈના હાથમાં ન જાય તેની ચીવટ રાખી હતી, પણ આ મારી પાસે આવેલી વાત છે. સાચું શું છે તે કોણ કહી શકે?
મુંબઈમાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક વખત મોરારજીભાઈ પધાર્યા હતા. ત્યારે મેં એમને મારું પાસપોર્ટની પાંખે' નામનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પુસ્તક સ્વીકારતાં કહ્યું હતું કે, “તમે પુસ્તક ભેટ આપ્યું છે તે સ્વીકારું છું, પણ હું તે કંઈ વાંચવાનો નથી. મને એટલો ટાઈમ પણ નહિ મળે. મેં કહ્યું કે, “આપના જેવા આટલી બધી જવાબદારી અને આટલા બધા કામવાળા માણસને મારું પુસ્તક વાંચવાનો સમય ન મળે તે હું સમજું છું તેમ છતાં આપની પાસે મારું પુસ્તક હોય એટલી પણ મારા માટે આનંદ અને સંતોષની વાત છે.'
- ત્યાર બાદ કેટલાક વખત પછી મોરારજીભાઈને મળવા જવાનું બન્યું. હું ઘરમાં અંદર ગયો ત્યારે તેમણે કહ્યું કે, હું તમારું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચી રહ્યો છું. આમ તો વાંચવું નહોતું પણ તમે આમાં “ગાતાં ફળ' નામનો પ્રસંગ લખ્યો છે તે વિશે જિજ્ઞાસા થઈ. તે વાંચ્યા પછી મને રસ પડ્યો અને એમ કરતાં કરતાં અડધું પુસ્તક તો વંચાઈ ગયું. હવે તે વાંચી પૂરું કરીશ.”
મોરારજીભાઈ જેવી વ્યક્તિ મારું પુસ્તક રસપૂર્વક વાંચે એ વાત જ મારા
મોરારજી દેસાઈ - ૧૦૯
Page #162
--------------------------------------------------------------------------
________________
માટે ધન્યતાનો અનુભવ કરાવે એવી હતી.
મોરારજીભાઈ શિસ્તપાલનના કડક આગ્રહી હતા. હું તો કોંગ્રેસનો સૈનિક છું' એવું તેઓ ત્યારે ઘણી વાર કહેતા. પોતે સત્તા પર હતા ત્યારે સમયની પાબંધી એમને પાળવી પડતી. પરંતુ વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી મુંબઈમાં પોતાના નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એમને મળવા સહેલાઈથી જઈ શકાતું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિમંત્રણ આપવાને નિમિત્તે, વિષય, તારીખ વગેરે નક્કી કરવા માટે મારે એમને મળવા જવાનું થતું. તેઓ કહેતા કે “એ માટે મુલાકાતનો સમય નક્કી કરવાની આવશ્યકતા નથી. ગમે ત્યારે ઘરે આવી શકો છો. હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું.” આવા મોટા નેતાનો વધુ સમય આપણે ન બગાડવો જોઈએ એમ સમજી હું ઊઠવાની ઉતાવળ કોઈ વાર કરતો તો તેઓ કહેતા કે “તમારે કામ હોય તો જજો. પરંતુ મારા સમયની ચિંતા કરીને ઉતાવળ કરવાની જરૂર નથી. તેમની સાથે અનેક વિષયોની વાતચીત થઈ શકતી, કારણ કે તેમનું વાચન ઘણું વિશાળ હતું.
એક વખત મુંબઈમાં વ્યાખ્યાનમાળામાં બિરલા કીડા કેન્દ્રના હૉલમાં મારું અને મોરારજીભાઈનું એમ બે વ્યાખ્યાનો સાથે હતાં. મારું વ્યાખ્યાન શરૂ થવાને વાર હતી. મોરારજીભાઈ હજુ આવ્યા નહોતા. ભક્તિસંગીત શરૂ થઈ ગયું હતું. એવામાં મંચ ઉપર અચાનક મને બેઠાં બેઠાં ચક્કર આવી ગયાં. રાતના ઉજાગરાની અસર હશે. વ્યાખ્યાનમાળાના આયોજનની ચિંતા પણ ખરી. વળી મોરારજીભાઈનો સમય સાચવવાની જવાબદારી પણ હતી. તરત હું ભાનમાં આવ્યો. મને બહાર લઈ જવામાં આવ્યો. કોફી પીધી અને સ્વસ્થ થયો. પછી મારું વ્યાખ્યાન આપ્યું. દરમિયાન મોરારજીભાઈ મંચ ઉપર નિયત સમયે આવી પહોંચ્યા. કોઈકે એમને મને ચક્કર આવ્યાની વાત કરી. મોરારજીભાઈએ મને પૂછ્યું, કેમ શું થયું ? કેમ ચક્કર આવ્યાં ?” મેં હસતાં હસતાં કહ્યું, ‘તમારી બીકને લીધે ચક્કર આવ્યાં. એમણે કહ્યું, “મારી આટલી બીક લાગે છે ? હું કંઈ એટલો બિહામણો નથી. આવું ખોટું ન બોલો.'
મોરારજીભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં છે. એમની રાજકીય કારકિર્દીમાં ઊજળી અને નબળી એમ બેય બાજુ છે. He is the most misunderstood politician એવું પણ કહેવાયું છે. તેમ છતાં એમની કહેલી અને કરેલી બાબતો કેટલી સાચી હતી એ તો સમય જ પુરવાર કરી શકશે.
ભાવિ ઇતિહાસકાર મોરારજીભાઈને વધુ સારો ન્યાય આપી શકશે.
મોરારજીભાઈના યત્કિંચિત્ સંપર્કમાં આવવાનું મારે થયું અને હું મારું સદ્ભાગ્ય સમજું છું. એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી છું.
(વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૧૧૦
ચરિત્રદર્શન
Page #163
--------------------------------------------------------------------------
________________
G8
પરમાનંદભાઈ કાપડિયા
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસ કરતાં વધુ વર્ષ સુધી કાર્ય કર્યું હતું. તેઓ એક પ્રતિભાશાળી ચિંતનશીલ લેખક અને સમાજસુધારક હતા. ૭૮ વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
પરમાનંદભાઈનું સહજ સ્મરણ થતાં જ નજર સામે ખિલખિલાટ હસતો એક પ્રસન, પ્રફુલ્લિત ચહેરો તરવરે છે. પરમાનંદભાઈનું વ્યક્તિત્વ જ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એમના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી ન શકે.
પરમાનંદભાઈ એટલે આજીવન સૌદર્યોપાસક. જીવનમાં અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં સુંદરતા દેખાય ત્યાં ત્યાં પરમાનંદભાઈ તેની કદર કર્યા વગર રહી ન શકે. પ્રકૃતિનાં વિવિધ સૌંદર્યસ્થળો નજરે નિહાળવાનો તેમને ભારે શોખ હતો. બીજી બાજુ જીવનમાં પણ નાના બાળકથી માંડીને કોઈમાં પણ સગુણની સુંદરતા જણાય ત્યાં પરમાનંદભાઈ તેનો સ્વીકાર-પ્રશંસા માટે હંમેશાં અત્યંત ઉત્સુક હોય.
પરમાનંદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં જ મહાત્મા ગાંધીજીના નિકટના સંપર્કમાં આવેલા. એટલે એમના સમગ્ર જીવન ઉપર ગાંધીજીની પ્રબળ અસર પડેલી. ગાંધીજી સાથે ક્યારેક તેમને પત્ર-વ્યવહાર પણ. થયેલો. ગાંધીજી ઉપરાંત કાકા કાલેલકર અને પંડિત સુખલાલજી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધ હતો અને એ બંને તત્ત્વચિંતકોની જીવનલક્ષી વિચારસરણીની પ્રબળ અસર પણ પરમાનંદભાઈનાં જીવન અને કાર્ય ઉપર પડેલી. કાકા કાલેલકરના સૂચનથી જ પરમાનંદભાઈએ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જેનનું નામ બદલીને “પ્રબુદ્ધ જીવન' રાખેલું અને
પરમાનંદભાઈ કાપડિયા પર ૧૧૧
Page #164
--------------------------------------------------------------------------
________________
જૈન યુવક સંઘ સામ્પ્રદાયિક, સંકુચિત ઢાંચામાં ન રહે અને વ્યાપક ઉદાર દષ્ટિવાળો બની રહે તે માટે સંઘનું સભ્યપદ જૈનેતરો માટે પણ તેમણે ખુલ્લું મૂક્યું હતું. પરમાનંદભાઈએ આમ તે સમયની યુવક સંઘની મુખ્ય બે પ્રવૃત્તિ પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા આપણા સંસ્કારક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું.
હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એમના સંપર્કમાં આવેલો. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક થયો ત્યાર પછી યુવક સંઘની કાર્યવાહક સમિતિની સભ્ય થયા પછી એમના વિશેષ ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. પરમાનંદભાઈનો મારા પ્રત્યે સ્નેહપૂર્વક પક્ષપાત રહેતો. જોકે મારી બધી જ વાત સાથે તેઓ સંમત થતા નહિ. ઈ. સ. ૧૯૫૫માં સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમની પ્રેરણાથી મેં મંદિરે દર્શન-પૂજા કરવા માટે જવાનું ચાલુ કર્યું. વળી ત્યારથી સાધુ-મહાત્માઓ પાસે ઉપાશ્રયમાં જવાનું પણ ચાલુ થયું. પરમાનંદભાઈને ક્રિયાકાંડ પ્રત્યે થોડી અરુચિ હતી, તોપણ મારી તે પ્રત્યેની રુચિ તરફ આદર દર્શાવતા હતા. ક્યારેક વળી એ વિશે મારી સાથે વિચારવિનિમય પણ કરતા. કોઈક વખત અમે સાથે ક્યાંક જતાં હોઈએ અને રસ્તામાં મંદિર આવે તો તેઓ મંદિરમાં જવા માટે મને આગ્રહ કરતા અને એટલો વખત પોતે બહાર ઊભા રહેતા. કોઈક સુંદર કલાત્મક મંદિર હોય તો તેમાં જવાનું તેમને મન થતું, પરંતુ જ્યાં ભીડ અને ઘોંઘાટ હોય ત્યાં તેઓ તા નહિ. સાધારણ ક્રિયાકાંડી સાધુઓ પાસે જવાનું તેમને ગમતું નહિ. પરંતુ કોઈ તેજસ્વી, વિચારશીલ, વસ્તૃત્વ છટાવાળા સાધુ પાસે ઉપાશ્રયમાં જવું હોય તો તેઓ મને સાથે લઈ જતા. પરમાનંદભાઈને પ્રતિમાનો વિરોધ ન હતો. પોતાના ઘરમાં દર્શનને માટે એક સુંદર પ્રતિમાં તેમણે રાખી હતી. પરંતુ જડ, અંધ, ગતાનુગતિક રૂઢાચાર પ્રત્યે તેમને ભારે અણગમો હતો.
જૈન યુવક સંઘે બાળદીક્ષાનો વિરોધ કર્યો હતો. “સંઘની સ્થાપનાના મૂળમાં પણ બાળદીક્ષાની વાત રહેલી હતીપરંતુ તે દિવસોમાં ખાદી ન પહેરતા જૈન સાધુઓ પ્રત્યે ગાંધીજીના રંગે રંગાયેલા એવા કેટલાક કાર્યકર્તાઓને પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં આઝાદી પછીના સમયમાં મારા જેવો કોઈ સભ્ય સાધુઓના સંપર્કમાં રહે એ કેટલાક વડીલ સભ્યોને ન ગમે તેવી બાબત હતી. હવે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ખુદ પરમાનંદભાઈના સમયથી તેમાં પરિવર્તન આવવું ચાલુ થઈ ગયેલું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પૂ. પુણ્યવિજયજી મહારાજ, પૂ. નગરાજજી મહારાજ, પૂ. ઉજ્વળકુમારીજી જેવાં વિદ્વાન સાધુ-સાધ્વીઓને વ્યાખ્યાન માટે તેમણે નિમંત્રણ આપેલાં.
પરમાનંદભાઈની એક ખાસિયત તે વહેલી સવારે ફરવા નીકળ્યા પછી કોઈક
૧૧૨
ચરિત્રદર્શન
Page #165
--------------------------------------------------------------------------
________________
મિત્ર કે સંબંધીના ઘરની મુલાકાત લેવાની હતી. ઘણા મિત્રોને કહેતાં સાંભળ્યા છે કે પરમાનંદભાઈ સવારે પોણા સાત વાગે અચાનક તેમના ઘરે જઈ ચડ્યા હોય. અનેક વખત અમને પણ એમની મુલાકાતનો લાભ મળ્યો છે. વહેલી સવારે જવાથી માણસ અચૂક મળે છે. અને સવારનો સમય હોવાથી ઝાઝું બેસવાનું ન હોય. એ રીતે પરમાનંદભાઈ સવારના સમયે પોતાના સામાજિક સંબંધો વિનમ્ર ભાવે સાચવતા. એમનામાં કોઈ મોટાઈ ન હતી. પોતે જાય છે માટે સામી વ્યક્તિએ પોતાના ઘરે આવવું જ જોઈએ એવી બદલાની કોઈ અપેક્ષા પણ તેઓ રાખતા નહિ. મારે અને મારાં પત્નીએ કૉલેજમાં ભણાવવા માટે આઠ વાગે ઘરેથી નીકળી જવાનું હોય. પરંતુ પરમાનંદભાઈ અમારા ઘરે આવે તે અમને બહુ જ ગમતું અને એમની સાથે એક કલાકનો જે સમય મળે તેમાં ઘણી વાતચીત થતી. એક રીતે જોઈએ તો પરમાનંદભાઈએ જુદી જુદી પ્રવૃત્તિ વિશે અને બાબતો વિશે પ્રત્યક્ષ વિનિમય કરવા માટે આ એક સારી રસમ અપનાવી હતી.
એક દિવસ સવારમાં પરમાનંદભાઈ અમારા ઘેર આવી ચડ્યા. તે દિવસે એમના ચહેરા પર સ્મિત ન હતું. જોતાં જ અમે પૂછ્યું, “આજે કેમ બહુ પ્રફુલ્લિત જણાતા નથી ?"
તરત તેમણે કહ્યું, “તમારી વાત સાચી છે. ગઈકાલથી હું બહુ ચિંતામાં છું. મારી મોટી દીકરી મધુરીની તબિયત સારી નથી. માથામાં કંઈ ગાંઠ હોય તેમ જણાય છે. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. તેવા ભારે જોખમકારક ઓપરેશન માટે ભારતમાં સગવડ કે દાક્તરો નથી. લંડન જવું પડશે. મધુરી મારી સૌથી મોટી દીકરી છે. મને એના માટે વિશેષ લાગણી છે. એટલે મને બહુ ચિંતા રહે છે.” બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા.
ત્યાર પછી થોડા દિવસમાં જ મધુરીબહેનને લંડન લઈ જવામાં આવ્યાં. ઓપરેશન થયું. સફળ નીવડ્યું, પરંતુ એટલા દિવસોમાં દર બીજે દિવસે સવારે પરમાનંદભાઈ અમારા ઘરે આવી પોતાની ચિંતા વ્યક્ત કરતા. એમના વત્સલ પિતૃહૃદયની ત્યારે સવિશેષ પ્રતીતિ થયેલી.
ઈ. સ. ૧૯૫૪ની સાલ હશે. પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં. યુવક સંઘ તરફથી બહુ મોટા પાયા ઉપર આ પ્રસંગ ઊજવવાનું નક્કી થયું હતું. તે દિવસોમાં મારા સસરા સ્વ. દીપચંદભાઈ નાદુરસ્ત તબિયતના કારણે હરકિસનદાસ હૉસ્પિટલમાં હતા. દીપચંદભાઈ સાત વર્ષ સુધી યુવક સંઘના મંત્રી રહ્યા હતા. પરમાનંદભાઈના તે જૂના સાથીદાર. પરમાનંદભાઈ હોસ્પિટલમાં થોડે થોડે દિવસે એમની ખબર જોવા આવતા. એક દિવસ પરમાનંદભાઈએ કહ્યું, “દીપચંદભાઈ,
પરમાનંદભાઈ કાપડિયા ૧૧૩
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં એની રજત યંતીના કાર્યક્રમનું સરસ આયોજન આપણે કર્યું છે. આ પ્રસંગે બીજી પણ એક આનંદની વાત ચાલે છે. કેટલાક મિત્રો મારી પાસે આવ્યા હતા. તેઓએ એવો વિચાર વ્યક્ત કર્યો છે કે રૂપિયા પચીસ હજાર એકઠા કરવા અને પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે મેં જે કાર્ય કર્યું છે તેની કદરરૂપે એ થેલી મને અર્પણ કરવી. હું એ થેલી રાખીશ નહિ, પણ જૈન યુવક સંઘને અર્પણ કરી દઈશ. તમને આ વિચાર કેમ લાગે છે ?"
દીપચંદભાઈએ કહ્યું, “પરમાનંદભાઈ! મને આ વિચાર બરાબર લાગતો નથી. જૈન યુવક સંઘના ઇતિહાસમાં હોદ્દા પરની વ્યક્તિને સભ્યો થેલી અર્પણ કરે એવી ઘટના હજુ બની નથી. એક વખત જો એમ બનશે તો ખોટી અને ટીકાપાત્ર પરંપરા ચાલુ થશે.”
પરમાનંદભાઈએ કહ્યું, “આ થેલીની રકમ મારે પોતાને તો લેવાની છે જ નહિ. એ રકમ હું “સંઘને અર્પણ કરી દેવા ઇચ્છું છું. મિત્રોને એ માટે મેં સંમતિ પણ આપી દીધી છે. સમિતિના બીજા કેટલાક સભ્યોએ પણ એ માટે પોતાની અનુમતિ જણાવી છે. પરંતુ તમે પ્રામાણિકપણે તમારો જુદો વિચાર દર્શાવ્યો તેથી આનંદ થયો. મારે એ બાબતમાં ફરીથી વિચાર કરવો જ જોઈએ.”
દીપચંદભાઈએ કહ્યું, “તમે તો નિખાલસતાથી બધાને સાચી વાત કરી શકો. તેમ છો. તમે થેલી ન લો એ તમારા અને સંસ્થાના હિતમાં છે એમ મને લાગે છે. પછી તો તમને બધાને જેમ યોગ્ય લાગે તેમ કરો.'
બીજે દિવસે સાંજે પરમાનંદભાઈ હોસ્પિટલમાં ફરી પાછા આવ્યા અને દીપચંદભાઈને કહ્યું: “ગઈ કાલની વાતનું મેં બહુ મનન કર્યું છે. મને એમ લાગ્યું છે કે તમારો અભિપ્રાય સાચો છે. મેં બધા મિત્રોને જણાવી દીધું છે કે હું કાંઈ સ્વીકારવાનો નથી માટે થેલીની વાત હવે પડતી મૂકી દેવી જોઈએ. જેમને રકમ આપવી હોય તે સીધી યુવક સંઘના રજત જયંતી ફંડમાં આપે.”
પરમાનંદભાઈએ આ રીતે બહુ જ નિખાલસતાથી સભ્યોને આગ્રહ કરીને થેલી અર્પણ કરવાનો વિચાર માંડી વળાવ્યો હતો.
પરમાનંદભાઈને નવી નવી વ્યક્તિઓને મળવાનો ભારે શોખ હતો. દૈનિક છાપાંઓમાં કે કોઈ સામયિકમાં કોઈ નવી વ્યક્તિનો પરિચય આવ્યો હોય તો પરમાનંદભાઈ કોઈકનો સંપર્ક કરી તે વ્યક્તિ વિશે તપાસ કરાવી તેને મળવા પહોંચી જતા. અધ્યાપક હોય કે વિજ્ઞાની હોય, અર્થશાસ્ત્રી હોય કે રાજનેતા હોય, સમાજસેવક હોય કે સાધુ-સંન્યાસી હોય, પરમાનંદભાઈ તેને મળવા ઉત્સુક રહેતા. સાથે મિત્રોને પણ લઈ જતા. એવી રીતે પોતાને અપરિચિત એવી વ્યક્તિને મળવા
૧૧૪ - ચરિત્રદર્શન
Page #167
--------------------------------------------------------------------------
________________
જવામાં તેઓ પોતે વિનમ્ર અને ગુણગ્રાહી હતા. તેમ છતાં દંભી કે અભિમાની વ્યક્તિથી અંજાઈ જાય તેવા તેઓ નહોતા. વ્યક્તિ સત્ત્વશીલ લાગે તો ‘સંઘ’ના કાર્યાલયમાં તેનો વાર્તાલાપ ગોઠવે. વાર્તાલાપ સારો લાગે તો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ તેનું વ્યાખ્યાન ગોઠવે. એક દિવસ ઋષભદાસ રાંકાનો ફોન આવ્યો : જબલપુરથી એક પ્રોફેસર આવ્યા છે. મળવા જેવા છે.’” પરમાનંદભાઈએ મને વાત કરી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે હું ભણાવતો હતો એટલે પરમાનંદભાઈએ મને સાથે લઈ જવાનું વિચાર્યું. સમય નક્કી થયો એટલે સંદેશો આવ્યો. એમની સાથે ઋષભદાસ રાંકાને ઘેર અમે પહોંચ્યા. ઊંચા, આછા શ્યામવર્ણા, દાઢીવાળા, મસ્તકે સહેજ ટાલવાળા, ખાદીનાં કફની અને પાયજામો પહેરેલા બહુ તેજસ્વી મુખમુદ્રાવાળા એ પ્રોફેસરનો પરિચય કરાવતાં શંકાજીએ કહ્યું, ‘‘આ પ્રોફેસર રજનીશ છે. જબલપુરમાં ફિલોસૉફીના પ્રોફેસર છે. ભગવાન મહાવીર વિશે સારું બોલે છે. આપણે ત્યાં બોલાવવા જેવા છે.' પ્રો. રજનીશ સાથે જુદા જુદા વિષયો ઉપર અમારે કલાકેક વાતચીત થઈ. બહાર નીકળી પરમાનંદભાઈએ કહ્યું, “માણસ જાણકાર અને મૌલિક વિચારવાળા લાગે છે. ભારત જૈન મહામંડળે એમનું વ્યાખ્યાન ગોઠવ્યું છે. આપણે પહેલાં એમને સાંભળવા જોઈએ. સાથે તમે આવજો.’’ અમે રજનીશને સાંભળવા ગયા. એમની મૌલિક વાધારાથી પ્રભાવિત થયા. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે ૫૨માનંદભાઈએ એમને નિમંત્રણ આપ્યું. પછી તો પ્રો. રજનીશનું વ્યાખ્યાન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વારંવાર ગોઠવાતું ગયું. પરમાનંદભાઈ રજનીશ ૫૨ આફરીન હતા. તેમની કેટલીક શિબિરોમાં પણ તેઓ ગયા હતા. તુલસીશ્યામની શિબિરમાં મને પણ સાથે લેતા ગયા હતા. આવ્યા પછી એ શિબિરના પ્રતિભાવરૂપે ‘પ્રબુદ્ધ જીવન’માં એક લેખ મેં લખેલો. એમાં રજનીશજીના વિચારોમાં રહેલી કેટલીક અસંગતિનો મેં નિર્દેશ કરેલો તે પરમાનંદભાઈને ગમેલું નહિ. પરંતુ ત્યાર પછી થોડા સમયમાં રજનીશે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રેમ’ (સંભોગ-સમાધિ) વિશે વ્યાખ્યાન આપીને પરમાનંદભાઈ સહિત બધાંને ચોંકાવી નાખેલાં. ત્યારથી પરમાનંદભાઈએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રજનીશનાં વ્યાખ્યાનો ઉપર પડદો પાડી દીધેલો. પરમાનંદભાઈમાં નિખાલસતાની સાથે નીડતરતા પણ હતી. એમણે તરત જ પ્રબુદ્ધ જીવનમાં રજનીશ વિશે લેખ લખીને પોતાના ભ્રમ-નિરસનની વાત કરી હતી.
પરમાનંદભાઈના મુંબઈના જાહેર જીવનથી અનેક લોકો સુપરિચિત હતા. તેઓ જ્યાં જાય ત્યાં ઘણા બધા પિરિચત લોકો સાથે એમની વાતચીત ચાલતી. એક દિવસ ૫૨માનંદભાઈનો ફોન આવ્યો. કહ્યું, “એક આર્યસમાજી ભાઈએ પોતાના
પરમાનંદભાઈ કાપડિયા ૧૧૫
Page #168
--------------------------------------------------------------------------
________________
કોઈ સામાજિક પ્રસંગે આવવા માટે મને બહુ જ આગ્રહ કર્યો છે. જવાની મારી ઇચ્છા નથી, કારણ કે એમના વર્તુળના કે એમની જ્ઞાતિના લોકોમાંથી ખાસ કોઈને હું ઓળખતો નથી, પરંતુ આગ્રહ એટલો બધો છે કે ગયા વગર છૂટકો નથી. મારી ઇચ્છા છે કે તમે સાથે ચાલો.”
- અમે બંને ગયા. પરિચિત યજમાને અમને સારો આવકાર આપ્યો. પરંતુ એમણે પોતાની જ્ઞાતિના જે જે આગેવાનો સાથે પરમાનંદભાઈનો પરિચય કરાવ્યો તે કોઈ પરમાનંદભાઈને નામથી પણ ઓળખતા નહોતા. એમની સાથે વાતનો દોર પરમાનંદભાઈ ચાલુ રાખે, પરંતુ પેલી અજાણી વ્યક્તિઓને કોઈ વાતમાં રસ પડે નહિ અને કોઈ વિષયની તેઓને જાણકારી પણ નહિ, એટલે વાત ઘડીકમાં અટકી પડે. આથી યજમાનને પણ ક્ષોભ થતો, પરંતુ પરમાનંદભાઈએ કહ્યું, “ભાઈ, તમે અમારી ચિંતા કરશો નહિ. અમે અમારી મેળે બધી જ વ્યવસ્થા કરી લઈશું.” પછી હું અને પરમાનંદભાઈ એક બાજુ બેસીને અમારી વાતોએ વળગ્યા. પરમાનંદભાઈએ કહ્યું, “હું તમને મારી સાથે એટલા માટે જ લાવ્યો, કારણ કે આપણું કોઈ પરિચિત વર્તુળ નથી. અહીં આવનારાં બધાં માણસો અને એમની જ્ઞાતિના આગેવાનો નોકરિયાત વર્ગના અને સામાન્ય કક્ષાના લાગે છે. આપણા કોઈ વિષયમાં એમને રસ પડે નહિ એટલે એમની સાથે આપણી વાત ઝાઝી ચાલી ન શકે." થોડી વાર પછી જમવાનું પત્યું એટલે અમે તરત ત્યાંથી વિદાય થઈ ગયા.
કોઈ પણ કાર્યક્રમનું આયોજન સારામાં સારું કઈ રીતે કરવું તેની મૌલિક સૂઝ પરમાનંદભાઈમાં હતી. જુદા જુદા ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સામેથી મળવા જઈને તેમની સાથે વિચારવિનિમય કરવાની ઉત્સુકતા તેમની રહેતી. તેવી રીતે વિભિન્ન સંસ્થાઓ તરફથી વખતોવખત યોજાતા જાહેર કાર્યક્રમોમાં હાજર રહીને તેના આયોજન અને રજૂઆતમાંથી પણ કશુંક નવું ગ્રહણ કરવાની વૃત્તિ પણ તેમને હંમેશાં રહેતી.
પરમાનંદભાઈના અનેક મિત્રો અનેક સાથીઓ હતા. અને ક્યાંક જવું હોય ત્યારે અથવા પોતાના ઘરે કોઈ વિશિષ્ટ મહેમાન પધારવાના હોય ત્યારે મિત્રો અને સંબંધીઓને તેઓ આગ્રહપૂર્વક બોલાવતા. સારી વસ્તુનો આનંદ પોતે એકલા ન માણતાં, બીજાં ઘણાંને તેમાં સહભાગી બનાવવા તેઓ હંમેશાં તત્પર રહેતા.
પરમાનંદભાઈને પ્રવાસનો શોખ ઘણો હતો. યુવક સંઘ તરફથી વખતોવખત એકાદ નાનો-મોટો પ્રવાસ એમણે જરૂર ગોઠવ્યો હોય. પોતાના વિશાળ સંપર્કના કારણે પ્રવાસનું આયોજન પણ તેઓ સરસ, સગવડભર્યું, સભ્યને પોષાય તેવું કરતા. ચીંચવડ હોય કે કાશમીર, માથેરાન હોય કે કચ્છ, લોનાવલા હોય કે વજેશ્વરી,
૧૧૬ એક ચરિત્રદર્શન
Page #169
--------------------------------------------------------------------------
________________
પરમાનંદભાઈ સાથે પ્રવાસ કરવાની જુદી જ મજા આવે. એમના સરળ, નિખાલસ, નિર્દભ વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય. નાનાં-મોટાં સૌની સાથે હળીમળીને તેઓ નિરાંતે વાતો કરે. પ્રવાસમાં પણ પ્રાસંગિક પ્રવચનો ઇત્યાદિ ગોઠવીને, ભરચક કાર્યક્રમો યોજીને પ્રવાસને તેઓ મધુર, સંસ્મરણીય બનાવતા. પછીના દિવસોમાં મોંઘવારીના કારણે પ્રવાસના કાર્યક્રમ જલદી ગોઠવાતા નહિ, તેનો રંજ યુવક સંઘની સમિતિમાં તેઓ વ્યક્ત કરતા.
પરમાનંદભાઈની સાથે એમનાં પત્ની વિજયાબહેનનું અચૂક સ્મરણ થાય. પરમાનંદભાઈના જાહેર જીવનને કારણે ઘરે મહેમાનોનો ધસારો નિરંતર ચાલ્યા કરતો હોય. એ બધાંની આગતાસ્વાગતા કરવામાં વિજયાબહેન હંમેશાં તત્પર રહેતાં. તેઓ સુશિક્ષિત હતાં અને બધા જ વિષયોમાં રસ લેતાં. ક્યારેક એમના ઘરે ગયા હોઈએ અને પરમાનંદભાઈ ન મળે તો વિજયાબહેનની સાથે વાતચીત કરતાં કલાક
ક્યાં વીતી જાય તેની ખબર પડતી નહિ. વિજયાબહેન વ્યવહારકુશળ અને દષ્ટિસંપન્ન હતાં. પરમાનંદભાઈના જીવન-વિકાસમાં વિજયાબહેનનો ફાળો ઘણો મોટો હતો.
પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ. પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી. પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમા, નિર્દભતા, નિર્ભીકતા, વત્સલતા વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતું હતું કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરવરે છે.
પરમાનંદભાઈ કાપડિયા ૧૧૭
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪ ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થ વીરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા.
ચીમનભાઈ એટલે સેલ્ફ મેઈડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા.
ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણશીણા ગામમાં ઈ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કોમમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ સારી નહિ એટલે ઈ. સ. ૧૯૦૦માં તેઓ મુંબઈમાં નોકરી કરવા ગયેલા. મુંબઈમાં ઝવેરી બજારમાં સુથારચાલમાં એક નાનકડી ઓરડીમાં તેઓ રહેતા હતા અને દવા બજારમાં દવાની એક દુકાને નોકરી કરતા. બાળક ચીમનભાઈ બે વર્ષના થવા આવ્યા ત્યાં એમની માતાનું અવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજાં લગ્ન કર્યા. અપર માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાની જન્મદાત્રી માતા જુદી છે એવી ખબર સુધ્ધાં પડવા દીધી નહિ. પોતાના જ સંતાનની જેમ ઉછેર્યાં – એટલે બધી સારી રીતે કે ચીમનભાઈને રંભાબહેનને પોતાનું કોઈ સંતાન થયું નહિ એથી પણ એમનું સમગ્ર વાત્સલ્ય ચીમનભાઈ પર વરસ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ પાણશીણામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની બાબુ
૧૧૮ ચરિત્રદર્શન
Page #171
--------------------------------------------------------------------------
________________
પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા ભરડા હાઈસ્કૂલમાં લઈને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મૅટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી હતી.
એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ ઓછો ન ગણાતો. પરંતુ ચીમનભાઈની ઇચ્છા કૉલેજમાં અભ્યાસ કરવાની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાશ્રીની ઇચ્છા એમને નોકરીએ બેસાડવાની હતી. છેવટે એક વર્ષ માટે એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. કૉલેજમાં શિષ્યવૃત્તિ મળતાં કુટુંબ ઉપર ભણવાનો આર્થિક બોજો નહોતો એટલે અભ્યાસ કરવાની મર્યાદા લંબાવાઈ. એમ કરતાં તેઓ બી.એ, એમ.એ. ને એલએલ.બી. થયા. ઘણુંખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક તથા બીજા ચંદ્રકો પણ મેળવ્યા હતા.
એ દિવસોમાં સુશિક્ષિતોમાં એકબીજાને નામના આદ્યાક્ષરથી બોલાવવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત હતી. ચીમનલાલ ચકુભાઈ એટલે “સી.સી.” એલ્ફિન્સ્ટનમાં એમની સાથે બીજા પણ એક સી.સી. હતા, તે આપણા જાણીતા કવિ અને નાટ્યકાર ચંદ્રવદન ચીમનલાલ મહેતા. એમનાં વર્ષોમાં એમની સાથેના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં અશોક મહેતા, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, સીરવાઈ (એડવોકેટ જનરલ), કવિ ભાનુશંકર વ્યાસ (બાદરાયણ), કવિ સુંદરજી બેટાઈ, કવિ અમીદાસ કાણકિયા વગેરે હતા.
વિદ્યાર્થીકાળે ચીમનભાઈનો સ્વભાવ સંકોચશીલ હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે બોલતી વખતે તેમની જીભ તોતડાતી હતી. બીજું કારણ નબળી આર્થિક સ્થિતિ હતી. પરંતુ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે દઢ સંકલ્પ કર્યો હતો કે તોતડાપણા ઉપર વિજય મેળવવો અને ડોમોસ્થિનિસની જેમ સારા વક્તા થવું તથા પ્રબળ પુરુષાર્થ કરી આર્થિક સ્થિતિ સુધારવી. બી.એ. અને એમ.એ.માં એમણે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાનનો લીધો હતો. પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેનાં લખાણોની એમના જીવન ઉપર મોટી અસર પડી અને તર્કયુક્ત વિચારણાની ટેવ પડી હતી. એલએલ.બી.ના અભ્યાસથી દરેક પરિસ્થિતિનો બારીકાઈથી વિચાર કરવાની અને શબ્દેશબ્દ તોળીતોળીને બોલવા-લખવાની ટેવ પડી હતી.
અભ્યાસના સતત પરિશ્રમને લીધે ૧૯૨૮માં સોલિસિટર થતાં સુધીમાં તો ચીમનભાઈને આંતરડાનો ક્ષયનો રોગ લાગુ પડ્યો હતો. ઓપરેશન કરાવવું પડ્યું અને ડૉક્ટરોએ મુંબઈ છોડવાની સલાહ આપી. પણ મુંબઈ સિવાય સોલિસિટરનો વ્યવસાય ચાલે નહિ, એટલે ગમે તે સંજોગોમાં મુંબઈમાં રહેવાનો જ નિશ્ચય કર્યો. એવા નબળા શરીર પાસેથી પણ મજબૂત મનથી એમણે કામ લીધા કર્યું.
કોલેજમાં હતા ત્યારથી જ ચીમનભાઈને જાહેર જીવનની પ્રવૃત્તિમાં રસ હતો.
ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૧૯
Page #172
--------------------------------------------------------------------------
________________
પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ધગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા.
૧૯૩૦ની સાલથી એમણે કૉંગ્રેસની લડતોમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. એમની Socialism in India અને Lawless Limbdi નામની પુસ્તિકાઓએ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ વગેરેનું ધ્યાન ખેંચ્યું હતું અને એથી તત્કાલીન ભારતના સર્વોચ્ચ નેતાઓના સંપર્કમાં યુવાન વયે જ તેઓ આવ્યા હતા અને ચીમનભાઈના કાર્યથી તેઓ પ્રભાવિત થયા હતા.
એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮માં બંધારણ સભા (Constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણૂક થઈ હતી. બંધારણ સભામાં એમના કાર્યની જવાહરલાલ, ઢેબરભાઈ, દાદાસાહેબ માવલંકર વગેરેએ પ્રશંસા કરી એટલું જ નહિ, લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે એમની જે પસંદગી કરી તેમાં પણ તેઓ સફ્ળ થયા અને ત્યાં તેમની શક્તિનો સૌને સવિશેષ પરિચય થયો હતો. ઈ. સ. ૧૯૫૦માં ન્યૂઝીલૅન્ડમાં કૉમનવેલ્થ પાર્લામેન્ટરી કૉન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ત્યાર પછી ૧૯૫૩માં વૉશિંગ્ટનમાં ઇન્ટરપાર્લામેન્ટરી યુનિયનનું અધિવેશન યોજાયું તેમાં પણ ચીમનભાઈની નિયુક્તિ થઈ. વળી એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળ મોકલવાનું હતું. એ પ્રતિનિધિમંડળમાં પણ ચીમનભાઈને લેવામાં આવ્યા. આમ, ૧૯૪૮થી ૧૯૫૭ સુધી ચીમનભાઈએ દિલ્હીમાં રી કેન્દ્ર સરકારની કામગીરીમાં પોતાનો યશસ્વી ફાળો આપ્યો.
૧૯૩૭માં ચીમનભાઈ કનૈયાલાલ મુનશીના પ્રથમ સંપર્કમાં આવ્યા. એમની લેખનશક્તિ તથા મૌલિક ચિંતનશક્તિથી પ્રભાવિત થયેલા મુનશીએ એમને ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિમાં લીધા અને ૧૯૩૯થી ૧૯૫૧ સુધી એમ સતત બાર વર્ષ સુધી ચીમનભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.
ચીમનભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, જૈન ક્લિનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવી૨ ૨૫મા નિર્વાણ મહોત્સવ સમિતિ વગેરે પચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે
૧૨૦ ચરિત્રદર્શન
Page #173
--------------------------------------------------------------------------
________________
ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સંસ્થાઓનાં કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહોંચી વળતા હશે એવો પ્રશ્ન થાય. એનો જવાબ એ છે કે ચીમનભાઈ અત્યંત કુશળ વહીવટકતાં હતા. તેઓ દરેક બાબતનો પુખ્ત અને ઝીણવટભર્યો વિચાર કરતા, પરંતુ નિર્ણય ત્વરિત લેતા. પોતાના હાથ નીચેના માણસોમાં પૂર્ણ વિશ્વાસ મૂકી તેમની પાસેથી હોંશથી કામ લેતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં તેઓ પોતાના મગજની સમતુલા અને સ્વસ્થતા ગુમાવતા નહિ.
ચીમનભાઈ જેમ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્નત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હંમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો.
સ્વ. પરમાનંદ કાપડિયાના અવસાન પછી પ્રબુદ્ધ જીવનના તંત્રીપદની જવાબદારી ચીમનભાઈના માથે આવી પડી. એથી મોટો લાભ એ થયો કે વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ને ઈતર ઘટનાઓ વિશેના તેમના વિચારો, પ્રબુદ્ધ જીવનના વિશાળ વાચક વર્ગને સુલભ થયા હતા.
ચીમનભાઈ સાથેનો મારો પરિચય વિશેષ ગાઢ થયો શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મને જવાબદારી એમણે સોંપી ત્યારથી. તે પહેલાં યુવક સંઘની કાર્યવાહક સમિતિની બેઠકોમાં અને અન્ય કાર્યક્રમોમાં એમને મળવાનું થતું, પરંતુ ત્યારે ઘણુંખરું ઔપચારિક વાતો થતી.
જ્યારથી એમના નિકટના પરિચયમાં આવવાનું થયું ત્યારથી એમના વ્યક્તિત્વનાં વિવિધ સુંદર પાસાંઓનું દર્શન થતું ગયું હતું. કેટલીક વાર એમની સાથે પ્રવાસ કરવાનું પણ થયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની જ ભલામણથી એમની પાડોશમાં અમને ઘર મળ્યું હતું, એટલે વારંવાર મળવાનું અને સાથે બહાર જવાનું બનતું. જૈન ધર્મના વિવિધ વિષયોની એમની સાથે ચર્ચા થતી. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજયની યાત્રાએ આવવાની ઈચ્છા દર્શાવી હતી. એમના સાનિધ્યમાં અમને અપાર વાત્સલ્ય અનુભવવા મળતું.
ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિંતકને શોભે તેવો હતો. પોતે
ચીમનલાલ ચકુભાઈ શાહ - ૧૨૧
Page #174
--------------------------------------------------------------------------
________________
હૉસ્પિટલમાં દાખલ થયા, ઓપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો
ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનને વારંવાર નજીકથી નિહાળવાનું મારે બન્યું હતું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદઢપણે અંકિત થયો હતો. ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક હતા તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ હતી.
છેલ્લાં કેટલાંક વર્ષથી ચીમનભાઈ જાહેર સભાઓમાં, ખાસ કરીને એમના જન્મદિનની ઉજવણીના પ્રસંગે, વખતોવખત એમ કહેતા : “મને મૃત્યુનો ભય નથી. આ પળે આવે તોપણ હું તે માટે સજ્જ છું.” પોતે ઉચ્ચારેલું આ કથન એમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું.
છેલ્લાં દોઢેક વર્ષથી ચીમનભાઈની પડોશમાં રહેવાને કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણી વાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસોમાં તેઓ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની બૃહદ્ આવૃત્તિ નિયમિત વાંચતા. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિત્યતા વિશેનાં શ્રીમદ્ રાજચંદ્રનાં ઘણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા અને એ બધાં વિશે પોતે કંઈક લખવા ઇચ્છે છે એમ વારંવાર કહેતા. એમાંના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ પણ કર્યો હતો.
- ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેર જીવનમાં હરવાફરવાની દૃષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલી સમજી શકે થવું સ્વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું. એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, “હું જઈશ તો પેટની બીમારીને કારણે જઈશ.”
૧૯૮રના ૧૧મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંઘના પરમાનંદ કાપડિયા હૉલમાં ઊજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી સાથે ઘરે પાછા ફરતાં એમણે મને કહ્યું, “હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. આઈ ફીલ અ લમ્પ ઇન માય સ્ટમક. હું હવે બહુ લાંબુ જીવવાનો નથી. મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.”
એમના જેવી વ્યક્તિ સ્વરતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તે માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ઘરે અને ઓફિસે જે રીતે કામ કરતા તે જોતાં
૧૨૨
ચરિત્રદર્શન
Page #175
--------------------------------------------------------------------------
________________
તથા બોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે ફુર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરા પણ લાગે નહિ.
છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું તા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણીબધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહિ; પરંતુ ચાર-છ મહિના સુધીમાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ચીમનભાઈએ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે બે રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી.
એક દિવસ રાત્રે હું એમને ઘરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર બેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછ્યું તો કહ્યું. પેટમાં બહુ જ દુઃખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉક્ટરને બોલાવ્યા છે. આજે સાંજે એક કાર્યક્રમમાં મનની પૂરી સ્વસ્થતાથી બોલ્યો, પરંતુ આખો વખત પેટમાં સતત દુખ્યા કરતું હતું.”
હું બેઠો હતો ત્યાં ડૉક્ટર આવ્યા. એમને તપાસીને ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલમાં જઈને નિદાન કરાવવાની જરૂર છે. બે દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા. ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલોક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : “મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે તે કેન્સરનો જ હોવો જોઈએ અને આ કેન્સરને કારણે થોડા સમયમાં મારું જીવન પૂરું થશે.” આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિંતા કે ગભરાટનો જરાસરખો પણ અંશ જણાતો નહિ.
નિદાન માટે તેઓ જેન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઓપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં તેમની ખબર જોવા આવનાર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ક્યારેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લોબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત મેં કહ્યું પણ ખરું, “કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે
ચીમનલાલ ચકુભાઈ શાહ - ૧૨૩
Page #176
--------------------------------------------------------------------------
________________
દરદીની ખબર જોવા આવ્યા હો એવા લાગો છો."
ઓપરેશન થયું ત્યાર પછી એમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કેન્સરની ગાંઠ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈને અસહ્ય પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇજેક્શન પણ અપાયાં. તેઓ ઘણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊંઘતા હોય અથવા અર્ધજાગ્રત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય બેસવાની કે વાત કરવાની એમની શક્તિ ઘટતી જવા લાગી. જે બોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે પ્રબુદ્ધ જીવન’ માટે લેખ લખાવ્યો. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવાર્દ્ર બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રટણ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ બની જાય ત્યારે બંધ કરી દેતા હતા.
ઓપરેશન પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પણ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણ થોડું બદલાય. તેમને કેન્સર છે એવી ડૉક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પોતે પણ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા, “મને કેન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.”
દિવાળીને દિવસે સાંજે અશક્તિ હોવા છતાં બહારના રૂમમાં આવીને સોફા પર તેઓ બેઠા હતા. પ્રબુદ્ધ જીવનનો છેલ્લો અંક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈને ઘણો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો બે-ચાર મહિના કશો જ વાંધો નહિ આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ઘડી ઘડી ભાવાર્દ બની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, “જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જ મિથ્યા છે એવો ભાસ દઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમાં આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે !”
દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડોક્ટરોની દષ્ટિએ એ
૧૨૪
ચરિત્રદર્શન
Page #177
--------------------------------------------------------------------------
________________
નિશાની બહુ સારી ન ગણાય. એટલે કે જીવનનો અંત ધાર્યા કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે. કેન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ઘણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊઠવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી મહાસતીજી તથા અન્ય મહાસતીજી સવાર-સાંજ આવીને સ્તોત્રો ઈત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણ મહાસતીજી સાથે તે સ્તોત્રો બોલવા લાગ્યા. યંત્રવત્ થાય તોપણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું. વળી, “હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું.” એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા.
કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ-પગ પોતાની મેળે ઊંચાનીચા કરી શકે એટલી શક્તિ પણ હવે તેમના શરીરમાં રહી ન હતી. આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા.
બીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ મોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ “સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મા છું.” એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, ચીમનભાઈ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું ?” એ વખતે ચીમનભાઈએ સંમતિ દર્શાવી અને પોતાની મેળે બે હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં બેઠા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક ક્યાંથી આવી ગઈ એ નવાઈ પમાડે તેવું દૃશ્ય હતું. મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો તે પછી ચીમનભાઈના ચહેરા પર નિર્દોષ પ્રસન્નતા અને અસાધારણ તેજ પથરાઈ ગયાં. આ એક ચમત્કૃતિ-ભરેલી ઘટના બની ગઈ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાનો દેહ છોડ્યો.
અવસાન પછી ચીમનભાઈના શરીરમાં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આંખો પોતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડૉક્ટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલાં દેખાતાં હતાં.
ચીમનભાઈના લૌકિક જીવનનો આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઈ.
છેલ્લી માંદગી દરમિયાન ચીમનભાઈની ધર્મતત્ત્વની ખોજ વિશેષપણે ચાલી. પોતાને જે અનુભવો થતા ગયા તે તેમણે પ્રબુદ્ધ જીવનના છેલ્લા ત્રણ અંકોમાં
ચીમનલાલ ચકુભાઈ શાહ એ ૧૨૫
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રગટ કર્યા. પરંતુ એમાં જેટલું લખાયું તેટલું જ તેમને કહેવાનું હતું એમ ન કહી શકાય. તે પછીના છેલ્લા પાંચ-સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શક્યા, પરંતુ તેઓ જો કંઈ લખાવી શક્યા હોત તો એક વિશેષ અનુભૂતિનો પ્રકાશ આપણને સાંપડ્યો હોત.
મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદષ્ટિ ઉત્તરોત્તર કેવી પરિમાપ્તિ થતી જાય છે તેનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે.
ચીમનભાઈનું જીવન મારા જેવા અનેકને માટે પ્રેરણાસ્ત્રોત સમાન રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમના અત્યંત નિકટના સંપર્કમાં આવવાનું બન્યું. એમના નિર્મળ, વાત્સલ્યપૂર્ણ અંતરંગ જીવનનો પરિચય થયો. તેઓ હંમેશાં કાર્યરત, સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. અનાસક્ત ભાવે તેઓ ઘણી સંસ્થાઓ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરતા. એમનો પ્રભાવ એવો મોટો હતો કે એમના કહેવા-માત્રથી કેટલાય લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લોકોનો એમના ઉપર અપાર વિશ્વાસ અને પ્રેમ હતો.
ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશાં વિશદ અને તર્કપૂત રહેતી. તેઓ સંયમી અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી
વ્યક્તિઓને ઘણી બાબતોમાં સૂચના કે માર્ગદર્શન તેઓ આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા અને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે એમનો નિર્ણય ક્યારેય ખોટો ઠરતો નહિ.
ચીમનભાઈ જેમ ઉત્તમ વક્તા હતા તેમ ઉત્તમ લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્દભવતાં કેટલાય સારા વક્તાઓ મોટી ઉંમરે નિરર્થક લાંબું અને અપ્રસ્તુત બોલતા થઈ જાય છે. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર પોતાના વિચારો ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મૌલિક દૃષ્ટિથી સચોટ રીતે અસ્મલિત વાણીમાં વ્યક્ત કરતા. એમનાં લખાણોની શૈલી પણ સરળ, નિરાડંબર, પારદર્શક હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધર્મ હોય કે સામાજિક બાબત - એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક બને માર્ગદર્શક બની રહેતું.
ગાંધીજીએ કહ્યું હતું કે “મારું જીવન એ મારો સંદેશો છે." મહાપુરુષોનાં જીવન વર્ષો સુધી અનેકને માટે પ્રેરણારૂપ બની રહે છે. સ્વ. ચીમનભાઈના જીવનકાર્ય અને સગુણોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કંઈ નવી જ પ્રેરણા સાંપડી રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્ત્રોત સમું હતું.
("વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૧૨૬ ચરિત્રદર્શન
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી એટલે ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું નામ આંત૨ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત બનાવનાર આપણા લાડીલા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ.
ગાંધીજી અને કાકા કાલેલકરની છત્રછાયા હેઠળ જીવન-ઘડતર કરનાર, બ્રાહ્મણત્વના શ્રેષ્ઠ સંસ્કાર ધરાવનાર, વેદ અને ઉપનિષદકાળના ઋષિની યાદ અપાવનાર સ્વ. ઉમાશંકર જોશીએ એક ગુજરાતી કવિ કે સાહિત્યકાર તરીકે જીવનમાં જે સિદ્ધિઓ મેળવી તે ઘણી મોટી હતી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું પદ, જ્ઞાનપીઠનો એવૉર્ડ, સાહિત્ય અકાદમીનું પ્રમુખસ્થાન, કેન્દ્રની રાજ્યસભાનું સભ્યપદ, વિશ્વભારતી વિશ્વવિદ્યાલયનું ઉપકુલપતિપદ જેવી માનભરી સિદ્ધિઓ મેળવવા તેઓ સદ્ભાગી બન્યા હતા. આ બધી જ સિદ્ધિઓ આયાસ કે ખટપટ કરીને નહિ, પરંતુ કેવળ પોતાની ગુણવત્તાને ધોરણે તેમણે પ્રાપ્ત કરી હતી. તેઓ સત્ય, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના જીવનભર ઉપાસક રહ્યા હતા. ‘ઋત’ એમના જીવનનો મંત્ર હતો. તેમની ઋતની ઉપાસના અખંડ હતી. અસત્ય કે દંભનો આશ્રય લઈ આયાસપૂર્વક કશુંક પ્રાપ્ત કરી લેવાનું કે પોતાનો બચાવ કરવાનું તેમણે કદી વિચાર્યું નહોતું. એમના અંતરમાં એક બાજુ જેમ કાર્યસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ બીજી બાજુ અનાસક્તિ પણ રહેલી હતી. પોતાની ભૌતિક એષણાઓને તેઓ ક્યારેય વાચા આપતા નહિ. યથાશક્ય તેઓ નિઃસ્પૃહ કે ઉદાસીન રહેતા. સંબંધો બાંધીને કશુંક મેળવી લેવાની ઝંખના તેઓ ક્યારેય રાખતા નહિ. જેમ પત્રવ્યવહારની બાબતમાં તેમ મિત્રો સાથેના સંબંધોની બાબતમાં પણ, જૂજ અપવાદ સિવાય, તેઓ
ઉમાશંકર જોશી * ૧૨૭
Page #180
--------------------------------------------------------------------------
________________
સામેથી બહુ ઉત્કંઠા દર્શાવતા નહિ. સહજ રીતે થાય તેટલું થવા દેતા. જાહેર જીવનમાં અન્ય લોકોના અકારણ દ્વેષ કે ઈર્ષાને પાત્ર થવાનું થાય, પરંતુ ત્યારે પણ ઉમાશંકર સમભાવ અને ઉદાસીનતા ધરાવતા. તેમની પાસે અગાધ જ્ઞાન હતું અને વિશિષ્ટ જીવનદર્શન હતું. તેમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. એને લીધે તેમની પાસે અનૌપચારિક રીતે શાંતિથી બેઠા હોઈએ ત્યારે પ્રાચીનકાળના કોઈ ઉચ્ચ પ્રતિભાસંપન્ન ઋષિમુનિની પાસે, કોઈ Geniusની પાસે બેઠા હોઈએ તેવો અનુભવ થતો. ઉમાશંકરની વિવિધ સિદ્ધિઓને લક્ષમાં રાખીને એમને વિવિધ બિરુદો આપવામાં આવ્યાં છે. પરંતુ “તોપાસક ઋષિ” તરીકે એમને ઓળખાવવામાં એમને અપાયેલાં ઘણાં બિરુદોનો સમાવેશ થઈ જાય છે.
કવિતા, નાટક, વાર્તા, વિવેચન, સંશોધન-સંપાદન ઈત્યાદિ વિવિધ ક્ષેત્રે એમની બહુમુખી અને બહુશ્રુત પ્રતિભાએ પાંચ દાયકાથી અધિક સમય સુધી સતત યોગદાન આપ્યા કર્યું. એમનું સત્ત્વશીલ જીવનલક્ષી વિપુલ સાહિત્ય ચિરકાળ સુધી અનેકને પ્રેરણા આપતું રહેશે. એમનું જીવન પણ એવું જ પ્રેરણામ હતું. એમના નિકટ સંબંધમાં આવવાનું અમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું. અહીં થોડાંક સ્મરણો તાજાં કરું છું.
શાળા અને કોલેજનાં પાઠ્યપુસ્તકોમાં ઉમાશંકરની કવિતા ભણવાની આવી હતી ત્યારથી એટલે કે કિશોરાવસ્થાથી જ ઉમાશંકરના નામથી હું સુપરિચિત થયો હતો. મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ વર્ષમાં હતો ત્યારે અમારા અધ્યાપકો બાદરાયણ અને પ્રો. ગૌરીપ્રસાદ અલાએ ઉમાશંકર જોશીનું ગુજરાતી કવિતાની આવતી કાલ” એ વિષય ઉપર વ્યાખ્યાન ગોઠવ્યું હતું. એ દિવસે ઉમાશંકરને પહેલી વાર જોયેલા. ઉમાશંકરે વ્યાખ્યાનની શરૂઆતમાં કહેલું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે, “મારી અટક જોશી છે. હું માનું છું કે મારી અટક જોઈને આવતી કાલની ગુજરાતી કવિતા વિશે મને બોલવાનું નહિ કહ્યું હોય. આવતી કાલની કવિતા વિશે હું જે કહીશ તે જ્યોતિષી તરીકે નહિ, પણ કવિતાના પ્રવાહમાં પડેલા કવિ તરીકે કહીશ.” એ દિવસે ઉમાશંકરને સાંભળ્યા ત્યારે એક તેજસ્વી કવિ અને મધુરરસિક વિદ્વાન વક્તાને સાંભળવાનો આનંદ અનુભવ્યો. પછીથી તો મુંબઈમાં જેટલી વાર તેમનાં વ્યાખ્યાનોનો કે કાવ્યવાચનનો કાર્યક્રમ હોય તેટલી વાર તેમાં જવાનું અચૂક રાખતો.
૧૯૪૮માં B.A. થયા પછી મારા પારસી મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે ગુજરાતી સૉનેટોનું સંપાદન મનીષા' નામથી કરવાનું અમે વિચાર્યું. તે વખતે ઉમાશંકર સાથે મારે પત્રવ્યવહાર થયો હતો. પત્રનો જવાબ ન લખવાની ઉમાશંકરની પ્રકૃતિ ત્યારે
૧૨૮ ચરિત્રદર્શન
Page #181
--------------------------------------------------------------------------
________________
હજુ વિકસી ન હતી, એટલે પત્રનો તરત જવાબ આપતા અને વિગતે સલાહ-સૂચનો આપતા, કારણ કે સૉનેટ એમનો એક પ્રિય કાવ્યપ્રકાર હતો. એ પત્રવ્યવહારથી ઉમાશંકર સાથે પરિચય થયો હતો, પરંતુ રૂબરૂ મળીને વાતો કરવાનો પ્રસંગ હજુ ત્યારે સાંપડ્યો નહોતો.
ઉમાશંકર સાથે મારે વ્યક્તિગત અંગત પરિચય તો વડોદરામાં મળેલા લેખકમિલન વખતે ઈ. સ. ૧૯૫૦માં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે હું પ્રથમ નંબરે આવેલો અને તે પછીથી ખબર પડેલી કે અમારા પરીક્ષકોમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજ્યરાય વૈદ્ય સાથે ઉમાશંકર જોશી પણ હતા. લેખકમિલનમાં મેં મારો પરિચય આપ્યો ત્યારે પરીક્ષાના પરિણામની એમણે જ વાત કાઢેલી અને લેખમિલનના કાર્યક્રમના છેલ્લા દિવસે ચાંદોદમાં રાત્રે નદીકિનારે મળેલી સભામાં બધાનો પરિચય ઉમાશંકરે કરાવ્યો તે વખતે નવા એમ.એ. થયેલા યુવાનોમાં નિરંજન ભગત અને મારો પરિચય કરાવેલો. એ વખતે સો-સવાસો જેટલા લેખકોનો ઉમાશંકરે વિગતે પરિચય કરાવ્યો હતો. તે ઉપરથી તેમની અદ્ભુત સ્મરણશક્તિની પ્રત્યક્ષ પ્રીતિ બધાને થઈ હતી.
વડોદરાના સંમેલન પછી ઉમાશંકરને મુંબઈમાં અને અમદાવાદમાં વારંવાર મળવાનું થતું. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આવેલા અને પરમાનંદભાઈ કાપડિયાને ત્યાં ઊતરેલા ત્યારે એમની સાથે ગાઢ પરિચય થયેલો. મારાં પત્નીએ ત્યારે સોફિયા કૉલેજમાં એમનું વ્યાખ્યાન પણ ગોઠવેલું.
સાહિત્ય પરિષદના નડિયાદના સંમેલન વખતે, મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના આંદોલન વખતે મુનશી સાથેની વાટાઘાટમાં ઉમાશંકર વધુ પડતો ગુસ્સો કરી બેઠેલા એ ત્યાં ચર્ચાનો વિષય થઈ ગયેલો. એમના ગુસ્સા વિશે પછીથી મિત્રોએ ટકોર કરેલી. ઉમાશંકરની યુવાનીનો એ આક્રોશ સાહિત્ય પરિષદને છોડાવવા માટેનો હતો. નડિયાદમાં સદ્ભાગ્યે જ્યોત્સ્નાબહેનની સાથે એક જ રૂમમાં મારાં પત્ની તારાબહેનને ઉતારો મળ્યો હતો. એથી જ્યોત્સ્નાબહેન સાથે ઘણી અંગત વાતો થયેલી. ઉમાશંકરને નાની ઉંમરે ક્ષયરોગની અસર થયેલી અને તે માટે ઉમાશંકરે કેટલી બધી કાળજી રાખીને એ રોગ મટાડેલો તેની વાત જ્યોત્સ્નાબહેને કહેલી. વળી ચિ. સ્વાતિના જન્મ પછી ઉમાશંકરે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલું તેની વાત પણ જ્યોાબહેને કરેલી. પોતાનાં આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન હતાં તે સામે એમનાં સગાંસંબંધીઓનો કેટલો વિરોધ હતો અને પોતાને કેટલું સહન કરવું પડેલું તેની વાત પણ કરી હતી.
‘સખી મેં કલ્પી’તી’ કાવ્યના રચયિતા અને ‘મનુજ મુજ શી’ તથા ‘મધુરતર
ઉમાશંકર જોશી * ૧૨૯
Page #182
--------------------------------------------------------------------------
________________
હૈયાંની રચના” કહેનાર કવિ ઉમાશંકર અને જ્યોસ્નાબહેનનું દામ્પત્યજીવન અત્યંત સ્નેહપૂર્ણ અને પ્રસન્ન હતું. ઉમાશંકર જ્યોત્નાબહેનની સંભાળ બહુ રાખતા. ઉમાશંકરના પ્રેમ અને પ્રત્યુત્પન્નમતિનાં ઉદાહરણ તરીકે જ્યોત્નાબહેને કહેલો એક પ્રસંગ યાદ આવે છે. તેઓ બંનેને ખાદી કે સ્વદેશી વસ્ત્રો પહેરવાનો નિયમ હતો. બંનેએ સાદાઈથી જીવન જીવવાનું નક્કી કરેલું. વળી જ્યોત્નાબહેને મનથી એવો નિયમ રાખેલો કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીની સાડી ખરીદવી. એક વખત
જ્યોત્નાબહેનને એક સાડી બહુ ગમેલી અને લેવાનું નક્કી કર્યું, પરંતુ એની કિંમત પૂછતાં સાડત્રીસ રૂપિયા છે એમ જાણ્યું એટલે પોતે તે લેવાનું માંડી વાળ્યું. સાડી બહુ સરસ છે અને ગમી ગઈ છે એટલે ઉમાશંકરે તે લેવાનો આગ્રહ કર્યો, પણ જ્યોત્નાબહેને ના પાડી. ઉમાશંકરે કારણ પૂછ્યું, એટલે જ્યોત્માબહેને કહ્યું કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીનો નિયમ છે અને આ સાડીની કિંમત સાડત્રીસ રૂપિયા છે, માટે તે લેવી નથી. ઉમાશંકર જ્યોત્નાબહેનની મૂંઝવણ સમજી ગયા. પરંતુ સાડી અપાવવાની એમની ઇચ્છા પ્રબળ હતી. વળી જ્યોત્નાબહેનની આ કોઈ અફર પ્રતિજ્ઞા નહોતી. સાદાઈથી ઘર ચલાવવા માટે ધારણ કરેલો સામાન્ય નિયમ હતો. એટલે ઉમાશંકરે વચલો માર્ગ કાઢી જ્યોત્નાબહેનને સમજાવતા કહ્યું કે, “તમારા નિયમ પ્રમાણે આ સાડી લઈ શકાય એમ છે. વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધી એટલે કે ત્રીસ શબ્દની સાથે જે વધુમાં વધુ રકમ આવે ત્યાં સુધી લઈ શકાય. ૩૧થી. ૩૮ સુધીની રકમોમાં ત્રીસ શબ્દ આવે છે એટલે સાડત્રીસ જ નહિ, આડત્રીસ રૂપિયા સુધી લઈ શકાય. ઓગણચાલીસની સાડી ન લેવાય.’ આમ અનુકૂળ અર્થ કરી અને વિશેષ તો પ્રેમપૂર્વક ખૂબ આગ્રહ કરી ઉમાશંકરે જ્યોસ્નાબહેનને એ સાડી અપાવેલી.
૧૯૫૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં મારે ગુજરાતીના અધ્યાપક તરીકે એક વર્ષ ભણાવવાનું થયું હતું. અમદાવાદમાં એક વર્ષના તે નિવાસ દરમિયાન ઉમાશંકરને મળવા એમના આંબાવાડીના નિવાસસ્થાને ઘણી વાર જતો. ત્યારે ઉમાશંકર એટલા વ્યસ્ત નહોતા. વળી હું રોજ સાંજે ૫. સુખલાલજી પાસે એમને જે કંઈ વાંચવું હોય તે વાંચી આપવા માટે જતો. ઉમાશંકર પણ એમને મળવા માટે વખતોવખત આવતા. અને એ રીતે એમની સાથે સારી સાહિત્યગોષ્ઠિ થતી. ગુજરાતી સાહિત્ય પરિષદ મુનશી પાસેથી લઈ લેવા માટે જે આંદોલન થયેલું તેમાં પહેલી સહી પં. સુખલાલજીની હતી. તે સમયે પંડિતજીના સાંનિધ્યમાં ઘણી વાટાઘાટો થતી તથા પરિષદ મુનશી પાસેથી લેવાયા પછી તેના નવા બંધારણની ચર્ચાઓ પંડિતજીની હાજરીમાં થતી. એ વખતે ઉમાશંકર, ઝીણાભાઈ, યશવંત શુક્લ, જયંતી દલાલ
૧0 કિ ચરિત્રદર્શન
Page #183
--------------------------------------------------------------------------
________________
વગેરેની વિચારધારા કેવી છે તેનો પ્રત્યક્ષ પરિચય થયેલો. ત્યારે હજુ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ સ્થાન સ્વીકારેલું નહિ. ભો. જે. વિદ્યાભવનમાં માનાઈ અધ્યાપક તરીકે તેઓ કામ કરતા અને એકંદરે તેઓ “સંસ્કૃતિ’ ચલાવવામાં અને સાહિત્યલેખનમાં પોતાનો બધો સમય ઉપયોગમાં લેતા.
ઉમાશંકરે પારિતોષિક-એવોર્ડ વગેરે સ્વીકાર્યો છે અને તેના સમારંભોમાં હાજરી આપી છે, પરંતુ પોતાનાં પચાસ, સાઠ કે પંચોતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઊજવવાની સંમતિ ક્યારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે, સાઠ વર્ષ પૂરાં થયાં ત્યારે, સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે અને છેલ્લે પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઊજવવા માટે દરખાસ્ત લઈને કેટલાક સાહિત્યકારો તેમની પાસે ગયા હતા, પરંતુ તેનો તેમણે ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. એમનો એ નિર્ધાર એમના અભિજાત સંસ્કારનો દ્યોતક છે. વળી તેઓ અન્ય લેખકો માટેની એવા પ્રકારની માત્ર ઉંમર સાથે સંકળાયેલી ઉજવણીના કાર્યક્રમમાં કોઈ સ્થાન સ્વીકારીને ભાગ લેતા નહિ. (અપવાદરૂપ ચન્દ્રવદન મહેતાનો અમૃત મહોત્સવ.) કેટલાંય વર્ષ પહેલાં મુંબઈના એક સાહિત્યકારને પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉમાશંકર પધારશે એવી જાહેરાત થઈ હતી. એ દિવસોમાં મારે માઉન્ટ આબુ જવાનું થયું હતું. ત્યાં એક દિવસ બસ સ્ટેન્ડ પાસે ઉમાશંકર અચાનક મળી ગયા. થોડી વાતચીત થઈ. છૂટા પડતી વખતે મેં એમને કહ્યું, “હવે મુંબઈમાં ની ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે તમે પ્રમુખ તરીકે આવવાના છો ત્યારે મળીશું.” એમણે કહ્યું, “એ લોકોએ મારું નામ જાહેર કરી દીધું છે. પરંતુ મેં સંમતિ આપી નથી. મેં સ્પષ્ટ ના લખી દીધી છે અને હું મુંબઈ જવાનો નથી. મુનશીની ષષ્ટિપૂર્તિમાં જો મેં ભાગ ન લીધો હોય તો ની સુવર્ણ જયંતીમાં ભાગ લેવાની શક્યતા જ ક્યાંથી હોય? હું આવી ઉજવણીમાં માનતો નથી અને બીજાઓની તેવી ઉજવણીમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ પણ નથી લેતો.” આ બાબતમાં, ખાસ કરીને આત્મશ્લાઘાથી પર રહેવાની બાબતમાં, તેમની વિશિષ્ટ દૃષ્ટિ હતી.
ઉમાશંકર સાહિત્ય પરિષદના અધિવેશનોમાં અવશ્ય ઉપસ્થિત રહેતા અને નાનામોટા અનેક સાહિત્યકારોની સાહિત્યપ્રવૃત્તિથી પરિચિત રહેતા. પોરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે મારો ઉતારો બીજા બધા પ્રતિનિધિઓ સાથે હતો અને ઉમાશંકરનો ઉતારો એક ગેસ્ટ હાઉસમાં હતો. તે વખતે ઉમાશંકરે સ્થાનિક કાર્યકર્તાઓને સૂચના આપીને મારો ઉતાએ પોતાની સાથે ગેસ્ટ હાઉસમાં રખાવ્યો હતો. બે દિવસ સતત સાથે રહેવાનું થયું. મારા પીએચ.ડી.ના અભ્યાસવિષય “નળદમયંતીની કથામાં એમને પણ બહુ રસ હતો. તે વખતે કવિ
ઉમાશંકર જોશી
૧૩૧
Page #184
--------------------------------------------------------------------------
________________
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'ની બનાવટ કેવી રીતે થઈ છે તેની સાબિતીઓ મેં જ્યારે એમને બતાવી ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા.
ઉમાશંકર જ્યારે કોઈ કાર્યક્રમ માટે મુંબઈમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીક વાર તો જાહેર કાર્યક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારો, મિત્રો, ચાહકો હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની તક મળે તો મળે. પરંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઈ ટ્રેનના ડબામાં મળવાનો હતો. તેઓ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં અડધા કલાક પહેલાં તેઓ પોતે ઘણુંખરું એકલા બેઠા હોય. આવી રીતે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા માટે ગયો હતો ત્યારે સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી નર્મદાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશંકર સંસ્કૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશંકરે મને ભલામણ કરતાં કહ્યું કે હવે તો મુંબઈમાં સ્કૂલકૉલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં બંને બાળકોને અત્યારથી જ સંસ્કૃત ભાષા શીખવવાનું ચાલુ કરી દો. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નર્મદાશંકર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં બંને સંતાનોને સંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વર્ષમાં તો અમારી પુત્રી ચિ. શૈલજા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઈ ઉમાશંકરને ઘણો હર્ષ થયો હતો. તેમણે શૈલજાને સંસ્કૃતનો મહાવરો ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલો આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સરસ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેઓ શૈલજાને ક્યારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ, યુરોપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યું હતું ?
सत्पुत्रि शैलजे देवभाषाविद्या विभूषिते ।
तन्मे कथय यत् प्राप्तं तत्राङ्लदेशदर्शने । ચિ. શૈલજા મુંબઈ યુનિવર્સિટીમાં ઈન્ટર આ ભધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે આવી એ સમાચાર જાણીને પોતાનો આનંદ નીચેના શ્લોકમાં વ્યક્ત કરતો પત્ર એમણે ચિ. શૈલજાને લખ્યો હતો :
प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे । सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बापुर्यां वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ॥
૧૩ર જ ચરિત્રદર્શન
Page #185
--------------------------------------------------------------------------
________________
भद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि, न पुनर निवासयेति शैलजे ॥ गुरवे तव सन्मित्रनर्मदाशंकराय च 1 स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ થયો તે વખતે પ્રોફેસરના હોદ્દા માટે ગુજરાતમાંથી કોણ યોગ્ય છે તેની વિચારણા ચાલેલી અને હંસાબહેન મહેતા તથા રમણલાલ વસંતલાલ દેસાઈની ઇચ્છા એવી હતી કે એ સ્થાને ઉમાશંકર આવે તો સારું. પરંતુ ઉમાશંકરે કહેલું કે પોતે અરજી નહિ કરે. પોતાને નિમંત્રણ આપવામાં આવે તો કદાચ તેઓ સ્વીકારે. યુનિવર્સિટીના નિયમ અનુસાર અરજી કરવી અનિવાર્ય હતી, પરંતુ ઉમાશંકરે અરજી કરી નહિ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉમાશંકર જોડાયા નહિ. પરંતુ ત્યાર પછી કેટલાંક વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતીના પ્રોફેસરની પોસ્ટ જાહેર કરવામાં આવી તે વખતે ઘણા મિત્રો અને વડીલોના દબાણને વશ થઈ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં અરજી કરી હતી. તેઓ યુનિવર્સિટીમાં જોડાયા અને ગુજરાતીના અધ્યાપક અને વિભાગના અધ્યક્ષ તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું અને ત્યાર પછી એ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પણ તેમણે સેવા આપી. યુનિવર્સિટીમાં એ સ્થાને આવ્યા પછી ઉમાશંકરની જવાબદારીઓ, સંપર્કો, પ્રવૃત્તિઓ એટલાં બધાં વધી ગયાં કે પછીથી એમને નિરાંતે મળવાનું દુર્લભ થવા લાગ્યું. ઘણે ઠેકાણે હાજરી આપવાની હોય, સમય સાચવવાનો હોય અને કામો કરવાનાં હોય એટલે ઇચ્છા હોવા છતાં પણ પોતે બધાંની સાથે પહેલાંની જેમ મુક્ત મનથી હળીમળી શકતા નહોતા. અમૃતસ૨માં પી.ઈ.એન.ના સંમેલનમાં તેઓ નિરાંતે મળ્યા ત્યારે એ વિશે મેં એમનું ધ્યાન દોરેલું. મુંબઈમાં અમારે ઘરે ઊતરવા માટે જ્યોત્સ્નાબહેને આપેલા વચનની યાદ અપાવેલી અને પોતે વચન જરૂર પાળશે એવી ખાતરી આપેલી.
મુંબઈમાં ઉમાશંકર આવે ત્યારે ઉમેદભાઈ મણિયાર, વાડીલાલ ડગલી કે અન્ય કોઈના ઘરે ઊતરે. અમારા ઘરે ઊતરવા માટે અગાઉથી અમે પત્ર લખતા ત્યારે ત્રણેક વાર તેઓ અમારા ઘરે ઊતરેલા. “અમારું ઘર નાનું છે એટલે અગવડ તો નહિ પડે ને ?'' એમ અમે પૂછેલું ત્યારે એમણે કહેલું કે “માણસને સૂવા માટે છ ફૂટની જગ્યા જોઈએ. એટલી જગા મળી રહે ત્યાં ગમે તે સ્થળે ઊતરી શકાય. ઉમેદભાઈના ઘરે જો હું ઊતરી શકું તો તમારા ઘરે ઊતરવામાં કોઈ પ્રશ્ન જ ન હોય.” સાદાઈથી જીવન જીવવાની એમની પાસે સરસ કળા હતી.
છેલ્લે ઉમાશંકર અમારે ત્યાં આવેલા ત્યારે શિયાળામાં દિલ્હીથી આવેલા
ઉમાશંકર જોશી * ૧૩૩
Page #186
--------------------------------------------------------------------------
________________
હોવાથી ગરમ લાંબો કોટ અને બૂટમોજાં પહેરીને આવેલા. પરંતુ મુંબઈમાં જરા પણ ઠંડી નહિ. પંખા ચાલે. બે દિવસ રોકાયા પછી ઉમાશંકર અમદાવાદ વિમાનમાં જવાના હતા. અમે એરપોર્ટ ઉપર મૂકવા માટે નીકળ્યા. થોડે ગયા ત્યાં એમને યાદ આવ્યું કે ગરમ કોટ અને બૂટમોજાં ઘરે ભુલાઈ ગયાં છે. સમય તો હજુ હાથમાં હતો એટલે અમે પાછા ફર્યા અને કોટ તથા બૂટમોજાં લઈ લીધાં. ત્યારે ઉમાશંકરે કહેલું કે “હવે વૃદ્ધાવસ્થાના કારણે સ્મૃતિ ઉપર અસર થવા લાગી છે. જોકે એમણે કહ્યું હતું તોપણ એમની સ્મૃતિ તો જીવનના અંતિમ દિવસો સુધી એટલી જ સતેજ રહી હતી. ઉમાશંકર ઘણુંખરું પત્રોના જવાબ લખતા નહિ પરંતુ પત્ર લખનાર બેત્રણ વર્ષે પણ કોઈ સભામાં કે બીજે ક્યાંય મળી જાય તો એ પત્રની વિગત એમને યાદ હોય. કેટલાં બધાં કુટુંબોનાં બધાં જ સભ્યોનાં નામ તેમને યાદ રહેતાં. એમની
સ્મૃતિ માત્ર ગ્રંથો પૂરતી જ નહિ, વ્યક્તિ અને પ્રસંગો માટે પણ એટલી જ તાજી રહેતી.
એક વખત ઉમાશંકર અમારા ઘરે આવ્યા ત્યારે એટલા પ્રસન્ન ન હતા. થોડી વાર વાતચીત થયા પછી મેં કહ્યું, “આ વખતે તમે બહુ પ્રસન્ન દેખાતા નથી." ત્યારે એમણે કહ્યું, “સાચી વાત છે. મને સ્વાતિની ચિંતા છે, એ દિલ્હીમાં એકલી રહે છે. થોડા દિવસ પહેલાં એ ભણાવવા ગઈ હતી ત્યારે એના ઘરમાં ચોરી થઈ. એમાં એની કેટલીક સારી મનગમતી સાડીઓ પણ ચોરાઈ ગઈ છે. ચોરીની આ ઘટનાથી સ્વાતિ અસ્વસ્થ થઈ ગઈ છે. મારે અમદાવાદ જઈ તરત દિલ્હી જવું છે.” મેં કહ્યું, “તમે હવે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા એટલે તમારે દિલ્હી રહેવાનું ખાસ કારણ રહ્યું નહિ. નંદિની અમદાવાદમાં તમારી સાથે છે, તો સ્વાતિને પણ અમદાવાદ બોલાવી લો ને !” એમણે કહ્યું, “પણ એ માટે સ્વાતિને અમદાવાદમાં એને યોગ્ય નોકરી મળવી જોઈએ ને ?” કહ્યું, “તમે ધારો તો સ્વાતિને અમદાવાદમાં કોઈ પણ સારી જગ્યાએ યોગ્ય નોકરી અપાવી શકો. તમારું કામ કરવા સૌ કોઈ રાજી હોય.” પરંતુ ઉમાશંકર નિરુત્તર રહ્યા. એમના મનના ભાવને હું સમજી શક્યો. પોતાના કામ માટે કોઈને કશું જ ન કહેવું એવી પોતાની પ્રકૃતિને તેઓ છોડવા ઈચ્છતા ન હતા. મેં કહ્યું, “અમે કેટલાક મિત્રો આ બાબતમાં એ જવાબદારી ઉપાડી લઈએ ?” પરંતુ તે માટે પણ તેમણે બહુ ઉત્સાહ દર્શાવ્યો નહિ. આવો કોઈ આયાસ તેમને ગમે પણ નહિ. ખુમારીભર્યું જીવન તેઓ શા માટે છોડે ?
- ઉમાશંકર પ્રામાણિકતા અને વ્યવહારશુદ્ધિના આગ્રહી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપેલાં ત્યારે તે લેખિત સ્વરૂપે નહોતાં આપ્યાં એટલે એમણે પુરસ્કાર લેવાનો ઇન્કાર કરેલો. પછી જ્યારે રેક્ટર
૧૪ એક ચરિત્રદર્શન
Page #187
--------------------------------------------------------------------------
________________
જી. ડી. પરીખે બતાવ્યું કે યુનિવર્સિટીના નિયમોમાં લેખિત વ્યાખ્યાનો આપવાનું કોઈ બંધન નથી ત્યારે તેમણે એ પુરસ્કાર સ્વીકારેલો.
એક વખત મારે ઘરે હતા ત્યારે કોઈ સંસ્થાએ એમને ઘણાંબધાં પુસ્તકો ભેટ આપ્યાં. મોટાં બંડલો થયાં. અમદાવાદ જવાના હતા ત્યારે મને કહ્યું, “રમણભાઈ! આપણે સ્ટેશને અડધો કલાક વહેલા પહોંચવું છે. સામાનનું વજન કરાવવું છે.” મેં કહ્યું, “ફર્સ્ટ ક્લાસમાં આટલો સામાન તો લઈ જઈ શકાશે.” એમણે કહ્યું, “છતાં શંકામાં ન રહેવું. એક કિલો જેટલું વજન વધારે હોય તો ભલે કોઈ આપણને કંઈ ન પૂછે; પણ અજાણતાં આપણે મનથી તો ગુનેગાર થઈએ. માટે વજન કરાવીને જ જવું છે.”
ઉમાશંકર જ્યારે મળે ત્યારે પ્રવાસની ઘણી વાતો નીકળે. તેઓ દરેક વખતે મને ટકોર કરે કે પ્રવાસનાં અનુભવો-સંસ્મરણો તરત લખી લેવાં જોઈએ. પ્રવાસઅનુભવો લખવાની બાબતમાં પોતાનો જ દાખલો આપતાં તેમણે કહ્યું કે “જુઓને ! મારા પોતાના પ્રવાસનાં સંસ્મરણો લખવાનું કેટલાં બધાં વર્ષોથી ઠેલાતું જાય છે !” યુરોપના પ્રવાસેથી હું અને મારાં પત્ની પાછાં ફર્યા હતાં અને ત્યાર પછી એમની જ ભલામણથી મારે ઑસ્ટ્રેલિયા જવાનું થયું હતું. ત્યારે એમણે તરત મને તા. ૧૬૭-'૭૭ના પત્રમાં લખ્યું હતું કે “પ્રબુદ્ધ જીવનમાં તમારા સુખરૂપ પાછા ફર્યાના વિગતે સમાચાર વાંચી પ્રસન્નતા થઈ. બધાં ખૂબ ખૂબ તાજાં, મનથી ને ચિત્તથી થયાં હશો ! તમે તો તરત પૂર્વ તરફ પ્રવાસે ચાલ્યા. પ્રવાસવર્ણનો ટૂંકો પણ તરત લખી દેવાં સારાં. પછી રહી જાય છે, ઘણી વાર તો નવા પ્રવાસ ખેડવામાં.” પાસપોર્ટની પાંખે અને પ્રદેશ જયવિજયના” એ બે મારાં પ્રવાસ-પુસ્તકોના લેખનમાં આ રીતે ઉમાશંકરની પ્રેરણા રહેલી છે.
એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે “સંસ્કૃતિની વાત નીકળી. તેમણે મને કહ્યું, ““સંસ્કૃતિ બંધ કરવાનો વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકો બહુ જ ઓછા છે. “સંસ્કૃતિ માટે આપણે મુંબઈથી બસો-ત્રણસો નવા ગ્રાહકો જો કરી આપીએ તો “સંસ્કૃતિને વાંધો ન આવે.” એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં કેટલાક સખાવતી ભાઈઓની સહાયથી બસો જેટલા નવા ગ્રાહકોનું લવાજમ ભરાવી આપવાનું મેં વચન આપ્યું અને એ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યાર પછી ઉમાશંકર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની પાસે મેં અને ઉમેદભાઈએ તે માટે પ્રસ્તાવ મૂક્યો. ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, “ “સંસ્કૃતિને મારે આવી રીતે જિવાડવું નથી. “સંસ્કૃતિ પોતાનું ભાગ્ય હશે ત્યાં સુધી ચાલશે. “સંસ્કૃતિ' બંધ થાય તેથી મને કંઈ ક્ષોભ થશે નહિ.
ઉમાશંકર જોશી -ક ૧૩૫
Page #188
--------------------------------------------------------------------------
________________
મેં ઘણાં વર્ષ સુધી એકલે હાથે ચલાવ્યું છે. જીવનના અંત સુધી એ ચલાવવું જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખવો ? “સંસ્કૃતિ' એ Mass માટેનું નહિ, પણ Class માટેનું સામયિક છે. એટલે એના ગ્રાહકો ઓછા જ હોવાના એ તો પહેલેથી જ, એ શરૂ કર્યું ત્યારથી જ નક્કી હતું. એટલે સંસ્કૃતિ' બંધ થાય તે માટે અફસોસ કરવાનો ન હોય.” “સંસ્કૃતિ ચલાવવા માટેના તેમના આવા નિસ્પૃહ અને મમત્વમુક્ત વિચારો જાણ્યા પછી અમારે વિશેષ કંઈ કહેવાનું રહ્યું નહિ. સંસ્કૃતિના નવા ગ્રાહકો બનાવવાની યોજના મેં અને ઉમેદભાઈએ ઉમાશંકરના કહેવાથી પડતી મૂકી હતી.
મુંબઈમાં આવે ત્યારે ઉમાશંકર ગમે તેટલાં રોકાણોમાં વ્યસ્ત હોય તોપણ ઉમેદભાઈ મણિયારને મળવા માટે અચૂક સમય કાઢે. એક વખત મારા ઘરે જ્યારે ઊતર્યા હતા ત્યારે એક કાર્યક્રમમાંથી પાછાં ફરતાં અમને લગભગ રાતના અગિયાર વાગી ગયા હતા. રસ્તામાં તેમણે મને કહ્યું, “આપણે ઉમેદભાઈના ઘરે જઈશું ? તમને મોડું તો નથી થતું ને ?"
મેં કહ્યું, “ના, મને મોડું નથી થતું. પરંતુ અગિયાર વાગી ગયા છે અને એમના ઘરે પહોંચતાં સાડા અગિયાર થશે. તેઓ સૂઈ ગયા હશે.”
ઉમાશંકરે કહ્યું, “ઉમેદભાઈ સામાન્ય રીતે વહેલા સૂતા નથી. અને સૂઈ ગયા હશે તો આપણે એમને ઉઠાડીશું. મિત્ર તરીકે એટલો આપણને હક્ક છે.”
અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ પથારીમાં આડા પડ્યા હતા. જાગતા હતા. ઘરની લાઇટ ચાલુ હતી. ઉમાશંકરને જોઈને ઉમેદભાઈ તરત બેઠા થયા. ઉત્સાહમાં આવી ગયા. પરસ્પર વાતો ચાલી. વિદ્યાબહેને અમારા માટે ચા મૂકી. લગભગ દોઢ કલાક વીતી ગયો. મિનિટે મિનિટે ખડખડાટ હસવાનું થાય એ તો ખરું જ, પરંતુ ઉમેદભાઈ અને ઉમાશંકર બંને પોતાના તદ્દન નિખાલસ અભિપ્રાયો પણ વ્યક્ત કરે, જાણે બંનેને પોતાના મનની વાત કશી જ છુપાવવાની ન હોય. કટાક્ષ પણ કરે. આ બે મિત્રોનું આવું નિખાલસ મિલન મારા માટે નવું હતું. બંને વડીલો સાથે પૂરી આત્મીયતા હતી. એટલે તેમની સ્પષ્ટ વાતચીતમાં મારી ઉપસ્થિતિનો તેમને કશો જ વાંધો નહોતો. તેઓએ ઉચ્ચારેલા અભિપ્રાયો મારી પાસેથી ક્યાંય જશે નહિ તેની પણ તેમને ખાતરી હતી.
પાછાં ફરતાં ઉમાશંકરે કહ્યું, “હું મુંબઈ આવું ત્યારે મન હળવું કરવા ઉમેદભાઈને અચૂક મળે. કેટલીક વાર જાહેરમાં કે બીજી કોઈ વ્યક્તિ પાસે કોઈ ઘટના કે વ્યક્તિ વિશે જે કોઈ અભિપ્રાય કે કોઈ માહિતી ઉચ્ચારી ન શકાય તે હું ઉમેદભાઈ આગળ અવશ્ય રજૂ કરું. મારી પ્રવૃત્તિઓ વિશે કે લખાણો વિશે બીજા સૌના પ્રશંસાત્મક અભિપ્રાયો જ હોય. ઉમેદભાઈ મને સાચી ટકોર કરી શકે. તે
૧૩૬ ૧ ચરિત્રદર્શન
Page #189
--------------------------------------------------------------------------
________________
જાણવાને માટે પણ હું ઉત્સુક હોઉં. ઉમેદભાઈ યાદ રાખીને બધી જ વાતો કરે. સાહિત્યજગતના કે સામાજિક જાહેર જીવનના Under Currents ઉમેદભાઈ પાસેથી જાણવા મળે ત્યારે વસ્તુસ્થિતિ ઉપર વધુ પ્રકાશ પડે.”
ઇમરજન્સી વખતે ઉમાશંકર બહુ વ્યાકુળ રહેતા. મુંબઈમાં જૈન યુવક સંઘના ઉપક્રમે ત્રણ વ્યાખ્યાનો આપવા માટે એમણે મને સંમતિ પણ આપી હતી અને તારીખો પણ છપાઈ ગઈ હતી. પરંતુ ઇમરજન્સી જાહેર થયા પછી ઉમાશંકરે એ કાર્યક્રમ માટે ના પાડી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી ઇમરજન્સી છે ત્યાં સુધી હું જાહેરમાં બોલવાનું ટાળું છું, કારણ કે મુક્ત મનથી બોલી શકાતું નથી. મારા વક્તવ્યમાં સરકાર વિરુદ્ધ વાત આવવાની છે એવું નથી, પરંતુ વાણી ઉપર જાણે ભાર હોય તેવું લાગે છે.” તે સમયે એમણે રાજ્યસભામાં પણ પોતાનો આક્રોશ. વ્યક્ત કર્યો હતો. એ દિવસોમાં ઉમાશંકર કેટલા બધા સંવેદનશીલ હતા તેનો એક પ્રસંગ ઉમેદભાઈ મણિયારે કહ્યો હતો. ઉમાશંકર અને ઉમેદભાઈ વાલકેશ્વરના રસ્તા ઉપરથી ચાલ્યા જતા હતા, એવામાં સાઈરન વાગી અને ખબર પડી કે ઇન્દિરા ગાંધી એ રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. એ સમાચાર જાણતાં જ ઉમાશંકર ઝડપથી મુખ્ય રસ્તાથી થોડા દૂર ચાલ્યા ગયા. એ જોઈ ઉમેદભાઈ તો વિચારમાં પડી ગયા. ઇન્દિરા ગાંધીની મોટરગાડી પસાર થઈ ગઈ એટલે ઉમાશંકર પાછા આવ્યા. ઉમેદભાઈએ પૂછયું કે “તમે કેમ આમ કર્યું?” ઉમાશંકરે કહ્યું, “જે બાઈએ આખા દેશની બુદ્ધિમત્તાનું અપમાન કર્યું છે, તે બાઈનો ચહેરો પણ આપણી નજરે શા માટે પડવા દઈએ ?' ઉમાશંકરની ઇમરજન્સીના વખતની ચૂલ અને સૂક્ષ્મ વ્યાકુળતા કેવી હતી તે આ પ્રસંગ દર્શાવે છે.
ઉમાશંકર જોશીનું ૧૯મી ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, ૭૭ વર્ષની ઉંમરે મુંબઈમાં કેન્સરની બીમારીથી અવસાન થયું. અવસાનના થોડા દિવસ પહેલાં હૉસ્પિટલમાં અમે ઘરનાં બધાં એમની ખબર કાઢવા ગયાં હતાં. તેઓ એટલા જ સ્વસ્થ હતા. એમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. અમારા બંને સંતાનો ચિ. શૈલજા અને ચિ. અમિતાભને, અમારે ઘરે પોતે ઊતરતા તે સમયના પ્રસંગો સહિત યાદ કર્યા હતાં. એમની સાથેનું એ છેલ્લું યાદગાર મિલન હતું.
- ઉમાશંકર અને જ્યોત્માબહેન બંને મુંબઈમાં અવસાન પામ્યાં. બંનેએ પોતાના દામ્પત્યજીવનની અને કારકિર્દીની શરૂઆત મુંબઈથી કરેલી. પછી અમદાવાદમાં કાયમનો નિવાસ કર્યો. પણ બંનેએ અંતિમ શ્વાસ મુંબઈની ભૂમિમાં લીધો. એમાં પણ કોઈ યોગાનુયોગ જ હશે !
ઉમાશંકર જોશી - ૧૩૭
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉમાશંકર સાથે એમનાં કુટુંબીજનો, સગાંસંબંધીઓ, મિત્રો વગેરે અનેક વ્યક્તિઓ કરતાં અમારો સંબંધ કેટલો બધો ઓછો હતો. તેમ છતાં ઉમાશંકરના આમ, કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! સતત પરિભ્રમણશીલ રહેનાર અને સતત અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવનાર, સતત તાગીસભર એવા એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનો પરિચય કે અનુભવ અનેકને થયો હશે ! એમના પ્રેરક અને પ્રભાવક જીવનમાંથી અમારી જેમ અનેકને પ્રેરણા મળતી રહેશે !
(‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૧૩૮ ચરિત્રદર્શન
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬ ચંદ્રવદન મહેતા
સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું વડોદરામાં તા. ૪થી મે, ૧૯૯૧ના રોજ નેવું વર્ષની ઉંમરે અવસાન થયું. એમના અવસાનથી એક સમર્થ સાહિત્યસ્વામી અને ઉષ્માભર્યા વડીલ સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું.
ઇલાકાવ્યો'ના કવિ, ‘આગગાડી', ‘નાગાબાવા', “મૂંગી સ્ત્રી' વગેરે નાટ્યકૃતિઓના લેખક, બાંધ ગઠરિયાં', “છોડ ગઠરિયાં', “સફર ગઠરિયાં', રેડિયો ગઠરિયાં' વગેરે ગઠરિયાંઓના સર્જક, ભારતમાં અને વિદેશોમાં કેટકેટલી પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવનાર, ઓલ ઈન્ડિયા રેડિયોના ડાયરેક્ટર, રણજિતરામ સુવર્ણચંદ્રક અને એવા બીજા ચંદ્રકો અને પારિતોષિક મેળવનાર, આઝાદીની લડતમાં સત્યાગ્રહી તરીકે ભાગ લેનાર. ગાંધીજીના ‘નવજીવનમાં સંપાદકીય કાર્યવાહી કરનાર, પદ્મશ્રીનો ઈલ્કાબ ધરાવનાર, કેટલીક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસરનું નિમંત્રણ મેળવનાર, માનાહ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, સતત પ્રવાસ કરનાર, અનેક કુટુંબો સાથે ઘરોબો ધરાવનાર, તરખાટવાળા, મિજાજે કડક અને દિલથી કોમળ એવા ચંદ્રવદન મહેતા સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર “જિનિયસ' હતા. ઉમાશંકર જોશી, સુન્દરમ્સ્નેહરશ્મિના અવસાન પછી ચંદ્રવદનની વિદાયથી ગાંધીયુગના ત્રીસીના સર્જક કવિલેખકોનો યુગ હવે આથમી ગયો હોય તેવું ભાસે છે.
ચંદ્રવદન મહેતાને મેં પહેલવહેલા જોયા અમારી ઝેવિયર્સ કોલેજમાં ૧૯૪૪માં. અમારા પ્રાધ્યાપક કવિ બાદરાયણ એમને વ્યાખ્યાન માટે અમારા વર્ગમાં લઈ આવ્યા હતા. બાદરાયણ (ભાનુશંકર વ્યાસ) અને ચંદ્રવદન મહેતા એલ્ફિન્સ્ટન કૉલેજમાં કવિવિવેચક નરસિંહરાવના વિદ્યાર્થી હતા અને એથી એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એટલે ચન્દ્રવદન વ્યાખ્યાન આપવાના છે એ જાણીને મને બહુ આનંદ
ચંદ્રવદન મહેતા : ૧૩૯
Page #192
--------------------------------------------------------------------------
________________
થયો હતો. સાહિત્યમાં મને રસ હતો અને કૉલેજકાળમાં જે નાટકો બહુ રસથી મેં વાંચ્યાં હતાં તેમાં ચંદ્રવદનનાં નાટકો વધુ રસથી મેં વાંચ્યાં હતાં. એટલે વર્ગમાં તેઓ જ્યારે આવ્યા ત્યારે “આગગાડી’, ‘નાગાબાવા', “મૂંગી સ્ત્રી' વગેરેના લેખક તરીકે તે મને પહેલી વાર મળ્યા. તેમનું વક્તવ્ય સ્પષ્ટ અને ધારદાર, ક્યારેક કટાક્ષમય હતું. બેપરવાઈનો રણકો તેમાં સાંભળવા મળે. નાટકના સંવાદો અભિનય સાથે તેઓ બોલતા. વ્યાખ્યાન પૂરું થયા પછી અમારા વિદ્યાર્થી મિત્રોમાં વાત સાંભળવા મળી કે ચંદ્રવદને પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા છે. એ દિવસોમાં આવા સમાચાર બહુ આઘાતજનક ગણાતા. આવા સરસ લેખક સાથે એમની પત્નીને કેમ નહિ બન્યું હોય તેવો પ્રશ્ન અમારા વિદ્યાર્થી માનસને સતાવતો રહ્યો હતો. પછીથી તેઓ એમના વિચ્છિન્ન દામ્પત્યજીવનની અને ચંદ્રવદનની ખેલદિલીની ઘણી વાતો જાણવા મળી હતી. કેટલીક વાતો તો ત્યાર પછી એમના મુખેથી પણ સાંભળી હતી.
- ચંદ્રવદન સાથે પત્રવ્યવહારનો પ્રસંગ માટે ૧૯૪૮માં થયો હતો. હું “સાંજ વર્તમાન'ના તંત્રી વિભાગમાં પત્રકાર તરીકે કામ કરતો. મારા મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે મનીષા' નામના સોનેટસંગ્રહનું સંપાદન હું કરતો હતો. એ વખતે સોનેટ છાપવા માટે અનુમતિ મેળવવા ગુજરાતના કવિઓને અમે પત્રો લખેલા. એમાં સૌથી ઉમળકાભર્યો સહકાર ચંદ્રવદન તરફથી મળેલો. કેટલાકે પુરસ્કારની નાની રકમનો વાંધો પાડેલો, કેટલાકે જાતજાતની શરતો કરેલી. પરંતુ ચંદ્રવદને લખેલું કે ‘તમારે મારાં જે સોનેટ છાપવાં હોય તે છાપો. મારે પુરસ્કારની રકમ જોઈતી નથી. તમે યુવાન છો, ઉત્સાહી છો, બિનઅનુભવી છો અને ગાંઠના પૈસા ખરચીને સંપાદન છપાવવાના છો. એટલે હું પુરસ્કાર લેવાનો નથી. એમના ઉષ્માભર્યા ઉત્તરથી અમને બહુ જ આનંદ થયો. ત્યાર પછી પુસ્તક છપાઈ જતાં તેની નકલ આપવા અમે વડોદરા ગયા હતા અને એમને રૂબરૂ મળ્યા હતા. તે વખતે પણ એટલી જ ઉષ્માથી એમણે અમને આવકાર આપ્યો હતો અને અમારી સાથે સાહિત્યજગતની ઘણી વાતો કરી હતી. અલબત્ત, આ અલ્પ સમયની એક ઔપચારિક મુલાકાત હતી.
ચંદ્રવદનને મુંબઈમાં સભાઓમાં અને રેડિયો ઉપર અનેક વાર સાંભળ્યા હતા. પરંતુ અમારો પરસ્પર નિકટનો પરિચય ખાસ થયો ન હતો. મારા કરતાં ઉંમરમાં તેઓ પચીસ વર્ષ મોટા એટલે એ અંતર તો હતું જ, પરંતુ કુદરતી રીતે જ એમની સાથે ઈ. સ. ૧૯૭૦ સુધી મારે વિશેષ અંગત પરિચયમાં આવવાનું થયું ન હતું.
એક વખત ફાર્બસ ગુજરાતી સભામાં કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા શ્રી ભૃગુરાય અંજારિયાએ મને કહ્યું હતું કે “ચંદ્રવદન તમને મળવા માગે છે. એ સાંભળીને મને બહુ જ આનંદ થયો હતો. ચંદ્રવદન ફરતા ફરે. વડોદરામાં વધારે
૧૪૦ - ચરિત્રદર્શન
Page #193
--------------------------------------------------------------------------
________________
રહે અને મુંબઈમાં મિટિંગ કે કાર્યક્રમ હોય ત્યારે આવે. એટલે એમના એક કાર્યક્રમના અંતે શ્રી ભૃગુરાયે મારા માટે મળવાનું ગોઠવ્યું હતું. મળ્યા ત્યારે ચંદ્રવદને કહ્યું કે ‘ઝાલાસાહેબ અને મનસુખલાલ ઝવેરી પાસેથી તમારું નામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું છે, પરંતુ પરિચય બહુ થયો નથી.” પછી મુખ્ય વાત કરતાં એમણે કહ્યું કે, “ગુજરાતી સાહિત્યના સંશોધનક્ષેત્રમાં તમે કામ કરો છો અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છો. એટલે મારી ઇચ્છા તમને ફાર્બસ ગુજરાતી સભાની સમિતિમાં લેવાની છે.” મેં કહ્યું: “પણ હું તો ફાર્બસનો સભ્ય નથી.” તો તરત એમણે આજ્ઞા કરી કે “તરત સભ્ય થઈ જાવ.” પછી ભૃગુરાયને એ માટે તરત સૂચના આપી દીધી. હું ફાર્બસનો સભ્ય થયો અને પછી સમિતિમાં જોડાયો. ત્યાર પછી ચંદ્રવદનને અનેક વાર મળવાનું થયું. સમય જતાં એમની સાથે મજાક-મશ્કરી કરી શકાય એવી એક પ્રકારની અત્યંત નિકટની આત્મીયતા સધાઈ ગઈ.
ફાર્બસ સમિતિમાં જોડાયા પછી ચંદ્રવદનને નિયમિત મળવાનું થતું ગયું. દરેક મિટિંગમાં પછીની મિટિંગની તારીખ નક્કી થઈ જાય, કારણ કે ચંદ્રવદન અનેક ઠેકાણે ફરતા ફરે. એમની ડાયરી ત્રણ-ચાર મહિના અગાઉથી ભરાયેલી હોય. કેટલીક વાર તો છ-આઠ મહિના પછીની એમની તારીખ કોઈક સંસ્થાએ કે યુનિવર્સિટીએ એમની પાસે નક્કી કરાવી લીધી હોય. ફાર્બસની અમારી મિટિંગ પૂરી થાય એટલે ચંદ્રવદન ડાયરી કાઢે. તારીખ વિચારાય. કોઈક તારીખ અને સૂચવીએ તો તેઓ ના પાડે. અમે પૂછીએ કે “તમે રોકાયેલા છો એ દિવસે ?” તો કહે “ના, રોકાયેલો નથી, પણ એ દિવસે અમાસ છે. દિવસ સારો નથી." ચંદ્રવદન જ્યોતિષના જાણકાર હતા અને શુભાશુભ દિવસ કે ચોઘડિયાનો અગાઉથી વિચાર કરતા. આમ છતાં તેઓ વહેમી નહોતા.
ફાર્બસની અમારી મિટિંગમાં જ્યોતીન્દ્ર દવે મંત્રી હતા. ચંદ્રવદન અને જ્યોતીન્દ્ર બંને સમવયસ્ક. બાળપણ બંનેનું સુરતમાં વીતેલું. બંને નિરાંતે મળે એટલે સુરતનાં ઘણાં સંસ્મરણો વાગોળે. સુરતના એક જૂની પેઢીના પ્રકાશક બંનેનાં પુસ્તકો વગરપૂછે છાપી નાખે અને રોયલ્ટીની રકમ આપે નહિ. એ માટે જ્યોતીન્દ્ર પોતાનું દુઃખ વ્યક્ત કરે, પણ સૌજન્યશીલ સ્વભાવને કારણે લખે નહિ કે ઉઘરાણી કરે નહિ. ચંદ્રવદન રોયલ્ટીની બાબતમાં બેફિકર, પણ ખિજાય તો પ્રકાશકને ધધડાવીને કાગળ લખે.
ચંદ્રવદન અને જ્યોતીન્દ્રનાં ઘણાં સ્મરણો આ રીતે અમારી મિટિંગમાં તાજાં થાય. મિટિંગના સમય કરતાં અડધો કલાક કે કલાક વહેલાં આવીને બંને બેઠા હોય. એમના અનુભવો સાંભળવા મળે એટલે હું પણ વહેલો પહોંચ્યો હોઉં. બંનેને કેટલાયે
ચંદ્રવદન મહેતા - ૧૪૧
Page #194
--------------------------------------------------------------------------
________________
જાહેર કાર્યક્રમોમાં સતત જવાનું હોય એટલે એમની વાતો અનુભવસિદ્ધ હોય. બંને ખેલદિલ પણ એટલા જ. એમનો એક લાક્ષણિક અનુભવ ભુલાય એવો નથી. એક વખત સુરતની કોઈ એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તાએ એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા માટે નિમંત્રણ આપેલું. કાર્યક્રમમાં બંને પહોંચ્યા ત્યારે ખબર પડી કે કંઈક ગોટાળો થયેલો છે. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદન ખેલદિલ એટલે ગુસ્સો ન કર્યો. બંનેએ તોડ કાઢ્યો કે કાર્યક્રમમાં એક પ્રમુખને બદલે બે પ્રમુખ રહે. પ્રમુખ તરીકે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને તે વાક્ય જ્યોતીન્દ્ર પૂરું કરે. પછી અડધું વાક્ય જ્યોતીન્દ્ર બોલે અને તે ચંદ્રવદન પૂરું કરે. આમ સભાના પ્રમુખ બે, પણ ભાષણ એક રહે. આ રીતે અડધો કલાક બંનેએ વારાફરતી બોલીને કાર્યક્રમને વધુ રસિક, સફળ અને યાદગાર બનાવ્યો.
ફાર્બસમાંથી ભૃગુરાય અંજારિયા છૂટા થયા પછી સમિતિમાં પણ થોડા ફેરફારો થયા. સમિતિના ઘણા સભ્યો મુંબઈના કોટ વિસ્તારમાં કામ કરે અને સાંજને સમયે ફાર્બસ સુધી પહોંચવાનું અઘરું પડે. એટલે મિટિંગ પણ કોટ વિસ્તારમાં બોલાવાતી. અડધો કલાક કે કલાક વહેલા આવવાને ટેવાયેલા ચંદ્રવદન એકલા બેઠા મૂંઝાય. એક વખત મને કહે : “સંસ્થાની મિટિંગ સંસ્થાના કાર્યાલયમાં હોય એમાં જ એનું ગૌરવ છે. બીજે મિટિંગ થાય છે તે મને પસંદ નથી.” ફાર્બસનું પ્રમુખપદ આજીવન હોય છે. અગાઉના પ્રમુખો આ રીતે આજીવન રહેલા. ચંદ્રવદને ફાર્બસમાંથી પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. ઉંમરને કારણે હશે એમ મેં માન્યું. એ પ્રમુખસ્થાનની જવાબદારી મારે માથે આવી. મેં એમને આશીર્વાદ માટે પત્ર લખ્યો. એમણે પત્રમાં શુભાશિષ સાથે પોતાના દુઃખની વાત કરી. છૂટા થવામાં ઉંમરનું કોઈ કારણ નથી, કારણ કે હજુ આખી દુનિયામાં પોતે દોડાદોડ કરે છે, પરંતુ ફાર્બસમાં પોતાને રસ રહે એવું હવે વાતાવરણ નથી. અન્ય પણ કેટલાંક કારણો એમણે પત્રમાં લખ્યાં અને રૂબરૂ મળ્યા ત્યારે પણ જણાવ્યાં.
ચંદ્રવદન એકલા અને વળી ફરતા રામ. આથી તેઓ અનેક લોકોના અંગત સંપર્કમાં આવેલા હોય. એમની યાદશક્તિ પણ સારી. બધાના સ્વભાવથી પણ પરિચિત હોય. ચંદ્રવદનને મળીએ એટલે જૂના વખતના અનેક અનુભવોની વાત પણ સાંભળવા મળે. ચંદ્રવદન નાટકના ક્ષેત્રના મહારથી. જૂની રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકો પણ એમણે લગભગ બધાં જ જોયેલાં. મુંબઈમાં આંખના નિષ્ણાત ડૉ. ડી. જી. વ્યાસ સંગીત અને નાટ્યકલાના પ્રેમી હતા. તેઓ પણ જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોના શોખીન અને સારા અભ્યાસી હતા. કેટલાંયે નાટકોના સંવાદો
૧૪ર : ચરિત્રદર્શન
Page #195
--------------------------------------------------------------------------
________________
તેને મોઢે રહેતા. તેમનો કંઠ પણ મધુર હતો. તેઓ ભારતીય અને પાશ્ચાત્ય સંગીતની સારી જાણકારી ધરાવે. નાટકોનાં ગીતોની કેટલીયે પંક્તિઓ પણ તેમને કંઠસ્થ રહેતી. તેઓ અને ચંદ્રવદન મળે એટલે નાટકની દુનિયાની ઘણી વાતો નીકળે. સંવાદો બોલાય, ગીતો લલકારાય. સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના રહે. એક વખત ચંદ્રવદનની આંખનું ઓપરેશન ડો. ડી. જી. વ્યાસ કરવાના હતા. ઓપરેશન ટેબલ પર ઓપરેશન કરતાં કરતાં ડો. વ્યાસે ચંદ્રવદન સાથે કોઈક નાટકની વાત કાઢી. ચંદ્રવદન ઓપરેશન ટેબલ પરના પેશન્ટ છે એ તેઓ ભૂલી ગયા. ચંદ્રવદન કહેતા તે પ્રમાણે ડૉક્ટર સાહેબે તો રંગમાં આવી જઈને એક નાટકના સંવાદ બોલવાનું ચાલુ કર્યું. આંખમાં ચીપિયો ભરાવેલો. પછીથી ડૉક્ટર હાથમાં ઓજારો સાથે ગીત લલકારવા લાગ્યા. થોડી વાર તો ડૉક્ટરને કહેવું કે ન કહેવું તેના વિચારમાં ચંદ્રવદન પડી ગયા. પણ છેવટે ચંદ્રવદનને ટકોર કરવી પડી કે “ડૉક્ટરસાહેબ, પહેલાં ઓપરેશન પૂરું કરો. પછી નાટકની વાત કરીશું.”
ચંદ્રવદન સભાસંચાલનમાં ઔપચારિકતાના ખૂબ આગ્રહી હતા. આપણે ત્યાં ભારતમાં સભાસંચાલનની બાબતમાં ઔપચારિકતા સાચવવા અંગે ઘણી શિથિલતા પ્રવર્તે છે. કેટલાંક સંચાલનો તો ઢંગધડા વગરનાં થતાં હોય છે. પ્રમુખસ્થાને બેઠેલી વ્યક્તિને છેલ્લી બે મિનિટ બોલવા મળે તો મળે. ફાલતુ વક્તાઓ માઈક જલદી છોડે નહિ. પ્રમુખ કે મંત્રીની કાર્યવાહી તેમને પૂછ્યા વગર ત્રીજા જ કોઈ કાર્યકર્તા કરી નાખે. પ્રમુખને બદલે બીજા જ કોઈ માણસો મંચ ઉપર આવી પ્રમુખે કરવાની જાહેરાતો કરી નાખે. જેમનું સ્થાન મંચ ઉપર હોવું ન ઘટે તેવી વ્યક્તિઓને સભામાંથી લોકો કે કાર્યકર્તાઓ આગ્રહ કરીને મંચ ઉપર લઈ આવે અને બેસાડે. આવા ઘણાખરા પ્રસંગોમાં ઔપચારિકતાનો ભંગ થતો હોવાનું જાણતા હોવા છતાં પ્રમુખ કે મંત્રી સૌજન્યશીલ રહીને મૌન સેવતા હોય છે. પરંતુ ચંદ્રવદન એ બાબતમાં હિંમેશાં સ્પષ્ટવક્તા રહેતા. કોઈને માઠું લાગે તો તેની પરવા કરતા નહિ.
એક વખત ગુજરાતના એક નગરમાં ચંદ્રવદન મહેતાના પ્રમુખસ્થાને ગુજરાતીના અધ્યાપકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. હું પણ એમાં ઉપસ્થિત હતો. સભાની કાર્યવાહી પ્રમુખ તરીકે ચંદ્રવદન સંભાળતા હતા. એમની બાજુમાં સંમેલન માટે નિમંત્રણ આપનાર કૉલેજના આચાર્ય બેઠા હતા. એક વિષયની ચર્ચા ચાલતી હતી. ચર્ચા લાંબી ચાલી અને જમવાનું મોડું થતું હતું એટલે આચાર્યશ્રીએ ઊભા થઈ કહ્યું: “આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.” તરત ચંદ્રવદને ઊભા થઈ આચાર્યશ્રીને કડક અવાજે પૂછ્યું : “સભાના પ્રમુખ તમે છો કે હું છું ? તમે આવી જાહેરાત કેવી રીતે કરી શકો?" પછી સભાને તેમણે કહ્યું, “આપણી
ચંદ્રવદન મહેતા કા ૧૪૩
Page #196
--------------------------------------------------------------------------
________________
ચર્ચા ચાલુ રહે છે. હું કહીશ ત્યારે બંધ થશે.’’
મદ્રાસમાં યોજાયેલા ગુજરાતી પરિષદના સંમેલનમાં પણ ચંદ્રવદનના ઔપચારિકતાના આગ્રહનો પરિચય થયેલો. એમના પ્રમુખસ્થાને એક બેઠક ચાલતી હતી. ત્યાં સભાના ગવર્નર આવી પહોંચ્યા. કેટલાક કાર્યકર્તાઓ ગવર્નરને મંચ ઉપર બેસાડવા માટે લઈ આવ્યા. ગવર્નરે ટૂંકું ભાષણ આપ્યું ત્યારે ચંદ્રવદન એટલો વખત મંચ ઉપરથી ઊતરીને નીચે શ્રોતાઓમાં બેસી ગયા હતા. ગવર્નરના ગયા પછી એમણે મંચ ઉપર આવીને આ પ્રકારની કાર્યવાહીના પોતે સખત વિરોધી છે એવો સ્પષ્ટ સૂર દર્શાવ્યો હતો.
ચંદ્રવદને નિવૃત્ત થયા ત્યાં સુધી રેડિયોની નોકરી કરેલી. રેડિયોના કાર્યક્રમો ઘડિયાળના મિનિટના અને સેકન્ડના કાંટા પ્રમાણે ચાલે. રેડિયોની આ શિસ્ત બ્રિટિશ અધિકારીઓએ દાખલ કરેલી. ત્યારથી એ શિસ્ત સચવાઈ રહી છે. રેડિયોમાં કામ ક૨વાને લીધે અને પોતાની પણ એવી જ પ્રકૃતિને કારણે ચંદ્રવદન સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. કોઈ પણ સભામાં જવાનું હોય તો તેઓ નિયત સમય કરતાં વહેલા જ પહોંચ્યા હોય. સભાનું સંચાલન જો પોતે ક૨વાનું હોય તો ઘડિયાળના ટકોરે કરે, પછી ભલે ગમે તેટલી ઓછી હાજરી હોય. કોઈ સભામાં તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હોય અને ખબર પડે કે કાર્યકર્તાઓએ આગળ-પાછળ ઘણુંબધું ભરી દીધું છે તો તેઓ મુખ્ય કાર્યકર્તાને એટલું જ કહેતા કે તમારે જે રીતે કાર્યક્રમ ચલાવવો હોય તેમ ચલાવો, પરંતુ મારો સમય થશે એટલે હું હૉલ છોડીને જતો રહીશ. પછી ભલે મારો બોલવાનો વારો આવે કે ન આવે.' ચંદ્રવદન એવી કડક રીતે કહેતા કે સભાના કાર્યકરોને તે વાતને ગંભી૨૫ણે લઈને આયોજનમાં ફેરફાર કરવા પડતા.
ચંદ્રવદન ઔપચારિકતાના આગ્રહી હતા તેનો બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરનાર એક ટ્રસ્ટ તરફથી ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ મુંબઈમાં ચંદ્રવદનના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. ચંદ્રવદન એ કાર્યક્રમ માટે મુંબઈમાં બે દિવસ અગાઉ આવી ગયા હતા, પરંતુ કાર્યક્રમમાં તેઓ ઔપચારિકતા ન સચવાયાને કા૨ણે ઉપસ્થિત રહ્યા ન હતા. મુંબઈમાં તેઓ આવ્યા કે તરત જ મેં એમનો સંપર્ક સાધ્યો હતો અને બચુભાઈના કાર્યક્રમની વાત નીકળી હતી. તેમણે કહ્યું કે ‘“હા, કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં મારું નામ પ્રમુખ તરીકે છપાયું છે. પરંતુ હું તેમાં આવવાનો નથી.' એ સાંભળી મને આશ્ચર્ય થયું. કારણ પૂછ્યું તો કહે કે “આયોજકે ત્રણેક મહિના પહેલાં અમસ્તાં ક્યાંક અમે મળ્યા ત્યારે મારી મૌખિક સંમતિ લીધી હતી, પરંતુ મેં સ્પષ્ટ કહ્યું હતું કે ‘તમારો લેખિત નિયંત્રણ-પત્ર આવશે એટલે હું તમને લખીને
૧૪૪ ચરિત્રદર્શન
Page #197
--------------------------------------------------------------------------
________________
સંમતિ જણાવીશ.' પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પત્ર આવ્યો નથી કે તેમણે મારો કોઈ સંપર્ક સાધ્યો નથી. કાર્યક્રમ માટે તેઓ ક્યારે ક્યાં મને તેડવા આવશે તેની કશી જ વાત થઈ નથી. તેમણે માની લીધું લાગે છે કે હું શોધતો શોધતો હૉલમાં પહોંચી જઈશ. પણ હું આ કાર્યક્રમમાં હાજર રહેવાનો નથી. આપણા ગુજરાતી આયોજકોને આયોજન અંગે પોતાની શી શી જવાબદારી હોય છે એની પણ પૂરી સમજ હોતી નથી.”
કોઈ સભામાં જરૂર જણાય તો ચંદ્રવદન પોતાના વક્તવ્યનો સમય પહેલાં જણાવી દે અને પછી બરાબર એટલી જ મિનિટ બોલે. કોઈ સભામાં પોતે પ્રમુખ હોય અને કોઈ વક્તા આપેલી સમયમર્યાદા કરતાં વધારે લાંબું બોલવા જાય તો ચંદ્રવદન ઊભા થઈ વક્તાની પાસે જઈને ઊભા રહે. એટલે સભાને તો ખબર પડી જ જાય કે વક્તાનો સમય પૂરો થઈ ગયો છે અને વક્તા પણ સમજી જાય. કોઈ વક્તા ન સમજે તો તેઓ સ્પષ્ટ શબ્દોમાં પૂરું કરવાનું કહે. આવે પ્રસંગે ચંદ્રવદન કોઈ શરમ ન રાખે.
સભામાં ચંદ્રવદન નિયત કરતાં વધારે ન બોલે. આપેલા સમય જેટલી તૈયારી અચૂક કરીને લાવ્યા હોય. પૂર્વ તૈયારી વગર ચંદ્રવદન બોલવા ન જાય. એક વખત અમારા શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ચંદ્રવદનને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપેલું. પચાસ મિનિટનું વ્યાખ્યાન હતું. સભાના પ્રમુખ તરીકે મેં એમનો પરિચય આપ્યો અને કહ્યું કે “ચંદ્રવદનભાઈ સમયનું ચુસ્ત પાલન કરનારા છે. પરંતુ તોયે આજે દસ-પંદર મિનિટ વધારે લેશે તો પણ અમને ગમશે...” ચંદ્રવદને પોતાનું વ્યાખ્યાન ચાલુ કર્યું, પણ અડધા કલાકમાં પૂરું કરીને બેસી ગયા. અલબત્ત, વિષયને પૂરો ન્યાય આપ્યો. પણ ઓછો સમય લીધો એથી મને આશ્ચર્ય થયું. સભા પૂરી થઈ પછી મેં એમને પૂછ્યું, “કેમ આટલો ઓછો સમય લીધો? તેમણે કહ્યું, “કારણ કોઈને કહેવાય એવું નથી. કોઈને કહીએ તો ગાંડા ગણે. પણ તમને કહેવામાં વાંધો નથી. ગઈ કાલે વડોદરાથી નીકળીને સવારે મુંબઈ આવ્યો અને ચા-નાસ્તો કરવા બેઠો ત્યારે ખબર પડી કે દાંતનું ચોકઠું તો વડોદરા ભૂલી ગયો છું. મને એમ કે ચોકઠા વગર કલાક બોલવામાં વાંધો નહિ આવે, પણ વીસ મિનિટ બોલ્યો ત્યાં તો જડબાં દુખવા આવ્યાં. બોલવાની મઝા નહોતી આવતી. એટલે કહેવું હતું તો ઘણું, પણ પછી તરત પૂરું કરી નાખ્યું.”
ચંદ્રવદન સાથે વાત કરવામાં ઔપચારિક રહીએ તો તે તેમને ગમે નહિ. ચંદ્રવદનભાઈ' કહીએ તોપણ લઢે. મિત્ર તરીકે જ તેઓ વાત કરવા ચાહે. તેઓ મારા કરતાં ઉંમરમાં પચીસ વર્ષ મોટા હતા. પરિચય થયા પછી શરૂશરૂમાં મેં એમને
ચંદ્રવદન મહેતા ૧૪૫
Page #198
--------------------------------------------------------------------------
________________
એક પત્ર લખ્યો હતો અને સંબોધન તરીકે ‘પિતાતુલ્ય શ્રી ચંદ્રવદનભાઈ એમ લખ્યું હતું. એમણે એ પત્રનો જવાબ ન આપ્યો..મળ્યા ત્યારે મને ધધડાવ્યો. મારા ઉપર ચિડાઈને કહે: આવું કેમ લખો છો ? આપણે તો મિત્રો છીએ.” મેં કહ્યું કે “આપ વડીલ છો અને પિતાતુલ્ય છો. માટે એમ લખવું તે મારું કર્તવ્ય છે.” એમણે કહ્યું : “આવું બધું ધતિંગ છોડો. દોસ્તીના દાવે પત્ર લખશો તો જ જવાબ આપીશ.' પછી વાતને મજાકનો વળાંક આપીને એમણે કહ્યું કે “રમણભાઈ, તમે આવું શું કામ લખ્યું છે તેની મને ગંધ આવી ગઈ છે. તમારી દાનત મારા દીકરા થઈને મારી પચીસ-પચાસ લાખ રૂપિયાની જે મિલકત છે તે વારસા તરીકે તમે પડાવી લેવા ઇચ્છો છો. પણ હું તમને મારી મિલકત લેવા નહિ દઉં.” મેં કહ્યું, “તમારી મિલકત કેટલી છે તે હું જાણું છું. તમે પૈસાની જરૂર પડી ત્યારે તમારો રણજિતરામ સુવર્ણચંદ્રક વેચી દીધો છે. તમારી પાસેથી વારસામાં પચીસ-પચાસ લાખ નહિ, પાંચ-પંદર હજારની આશા રાખવી એ પણ વ્યર્થ છે.” ચંદ્રવદન સાથે આવી નિખાલસ મજાક કરી શકાતી.
ચંદ્રવદનની પત્ર લખવાની એક જુદી શૈલી હતી. તેઓ કેટલીય વાર પોસ્ટકાર્ડ લખે તો તેનો આગળનો ભાગ કોરો રાખે અને સરનામાની ડાબી બાજુ એક-બે લીટી લખી હોય. તેઓ ઘણી વાર તારની ભાષામાં પત્ર લખતા. પત્રમાં તેઓ તારીખ, પોતાનું સરનામું કે સંબોધન કે બીજું કશું લખતા નહિ અને છેલ્લે પોતાનું નામ પણ લખતા નહિ. અજાણ્યાને ખબર ન પડે કે આ કોનો પત્ર છે. કોઈ વાર એમનું કાર્ડ મારા ઉપર આવ્યું હોય. આખા કાર્ડમાં માત્ર એટલું જ લખ્યું હોય : “મંગળવાર : ચાર : ફાર્બસ.” તો સમજી લેવાનું કે મંગળવારે ચાર વાગે ફાર્બસ પર મારે તેમને મળવાનું છે.
ચંદ્રવદને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કવિ નરસિંહરાવના વિદ્યાર્થી હતા. નરસિંહરાવ પાસે અભ્યાસ કરનારા તેવી વિદ્યાર્થીઓમાં ચંદ્રવદનના સમયમાં કવિ બાદરાયણ, સુંદરજી બેટાઈ, અમીદાસ કાણકિયા, ગૌરીપ્રસાદ ઝાલા, રમણ વકીલ વગેરે હતા. આ બધામાં ચંદ્રવદન સિનિયર હતા. એમની સાથે ગુજરાતી વિષય ન લેનાર વર્ગના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ચીમનલાલ ચકુભાઈ શાહ, મીનુ મસાણી વગેરે હતા. એ દિવસોમાં કૉલેજના વિદ્યાર્થીઓ એકબીજાને નામના ટૂંકા અક્ષરે બોલાવતા. ચંદ્રવદન ચીમનલાલને બધા સી.સી. કહેતા. તેવી જ રીતે ચીમનલાલ ચકુભાઈને પણ બધા સી.સી. કહેતા. એથી તેઓ બંને વચ્ચે ઘણી વાર નામનો ગોટાળો થતો. એક વખત ચીમનલાલ ચકુભાઈને ચંદ્રવદનને મળવાની ઇચ્છા થઈ. ત્યારે હું ચંદ્રવદનને લઈને તેમના ઘરે ગયો હતો. દાખલ થતાં જ ચંદ્રવદન બોલ્યા કે ઘણાં વર્ષે સી.સી. સી.સી.ને મળે છે. અમે
૧૪૬ રન ચરિત્રદર્શન
Page #199
--------------------------------------------------------------------------
________________
બેઠા તે દરમિયાન તેઓ બંને વચ્ચે પોતાના કૉલેજકાળનાં કેટલાંયે સંસ્મરણો તાજાં થયાં. તેઓ બંને ત્યારે એંશીની ઉંમર વટાવી ચૂક્યા હતા એટલે પોતાના સમકાલીન કેટલાય વિદ્યાર્થીમિત્રોની વાત થતી ત્યારે તેમાં કોણ ક્યારે ક્યાં કેવી રીતે ગુજરી ગયા તેની વાત નીકળતી. પોતાના સમકાલીન એક માત્ર મીનુ મસાણી હયાત છે એવું ત્યારે જાણવા મળ્યું હતું. ચીમનભાઈએ પૂછ્યું કે “એંસીની ઉંમરે તમે આટલી બધી દોડાદોડી કેવી રીતે કરી શકો છો ? હું તો ક્યાંય જઈ શકતો નથી.” ચંદ્રવદને કહ્યું, “મારે આગળપાછળની કશી ચિંતા નથી. ઘરબાર નથી. માલ-મિલકત નથી. આખો દિવસ લખું છું, વાંચું છું. ક્યાંથી ક્યાં જાઉં છું. પણ શરીર સારું રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે ભાવે એવું માપસર ખાઉં છું. કોઈના આગ્રહને વશ થતો નથી. અને વર્ષોથી રોજ નિયમિત ત્રિફળા લઉં છું.”
વર્ષોથી એકલા રહેવાને કારણે ચંદ્રવદનને જાતે રસોઈ કરવાનો મહાવરો ઘણો સારો થઈ ગયો હતો. છેલ્લાં કેટલાંય વર્ષથી તેઓ સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હૉલમાં) બીજે માળે રહેતા હતા. હોસ્ટેલના રસોડે જમવું હોય તો એમને જમવાની છૂટ યુનિવર્સિટી તરફથી મળેલી હતી. છતાં તેઓ પોતે પોતાના રૂમમાં હાથે રસોઈ કરીને જમતા. અલબત્ત, તેમને મિત્રો-સંબંધીઓના ઘરેથી જમવાનાં ઘણાં નિમંત્રણ મળતાં રહેતાં. એટલે કેટલીય વાર હાથે રસોઈ કરવાનું રહેતું નહિ. આમ છતાં રસોઈની તેમને આળસ નહોતી. એમના હાથની રસોઈ જમવાના પ્રસંગો મારે કેટલીક વાર આવ્યા છે. વડોદરા યુનિવર્સિટીની કોઈ મિટિંગ માટે કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કામકાજ માટે કે કોઈ સાહિત્યિક કાર્યક્રમ માટે મારે વડોદરા જવાનું થયું હોય તો મનુભાઈ મહેતા હોલ પર જઈને શ્રી ચંદ્રવદનભાઈને અચૂક મળવાનું રાખતો. કેટલીક વાર પત્ર લખીને અગાઉથી જણાવતો, તો કેટલીક વાર અચાનક જઈ ચડતો. કોઈ કોઈ વાર મુંબઈથી રાતની ગાડીમાં બેસી બીજે દિવસે પરોઢિયે વડોદરા ઊતરતો તો સીધો ચંદ્રવદન પાસે પહોંચી જતો. તેઓ ચા બનાવે અને અમે સાથે પીતા. તેમનો સ્વભાવ એટલો કડક અને આગ્રહ છતાં એટલો જ પ્રેમભર્યો રહેતો કે તેઓ ચા બનાવતા હોય કે રસોઈ કરતા હોય અને હું એમની પાસે જઈને કહ્યું “લાવો કંઈ મદદ કરું તો તેઓ ગુસ્સામાં કહેતા, “છાનામાના ખુરશીમાં બેસી જાવ, મારે તમારી મદદની કંઈ જ જરૂર નથી.” એમના અવાજમાં આગ્રભર્યો રણકો એવો રહેતો કે તરત ખુરશીમાં બેસી જવું પડતું. નેવું વર્ષની ઉંમરે પણ ચંદ્રવદન જેમ એકલા બધે પ્રવાસ કરતા તેમ હાથે રસોઈ કરતા અને તે શોખથી કરતા. ગુજરાતી સાહિત્યકારોના અંગત જીવનની આ એક અદ્વિતીય ઘટના છે. છેલ્લે છેલ્લે હોસ્ટેલમાં જ્યારે એમને મળ્યો ત્યારે સયાજીરાવ યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ, વિદ્યાર્થીઓની હડતાલો, તોફાનો,
ચંદ્રવદન મહેતા ૧૪૭
Page #200
--------------------------------------------------------------------------
________________
વડોદરાનાં રમખાણો એ બધાં માટે તથા સમગ્ર દેશની પરિસ્થિતિ માટે તેઓ બળાપો કાઢતા.
મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થયા પછી ચંદ્રવદને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં સરસ વ્યાખ્યાનો આપેલાં. એ વ્યાખ્યાનો એમને તરત છપાવવાં હતાં. મને કહે : “તમારી મુંબઈ યુનિવર્સિટી પોતાનો કૉપીરાઇટ હોવાથી વ્યાખ્યાનો બીજે છાપવા માટે વ્યાખ્યાતાને સંમતિ આપતી નથી અને ઘણાં વર્ષોથી પોતે કોઈનાં વ્યાખ્યાનો છાપતી નથી. હું મરી જાઉં પછી મારાં વ્યાખ્યાનો છાપવામાં કોને રસ પડવાનો છે ? માટે હું તો એ વ્યાખ્યાનો છપાવી નાખવાનો છું. કૉપીરાઇટના ભંગ માટે યુનિવર્સિટીને જે પગલાં લેવાં હોય તે ભલે લે. મને તેનો ડર નથી. હું ક્યાં પૈસા કમાવા માટે વ્યાખ્યાનો છપાવવાનો છું ?” તેમને કહ્યું કે “મુંબઈ યુનિવર્સિટીનો કોપીરાઇટ છે, પણ તે માટે તેનો આગ્રહ નથી. વ્યાખ્યાનોની સામગ્રીમાં તમારે આમ પણ ઘણા સુધારા-વધારા કરવા જ છે તો પછી નવા નામથી વ્યાખ્યાનોનું સંવર્ધિત લખાણ છપાવશો તો કૉપીરાઈટનો કોઈ પ્રશ્ન ઊભો નહિ થાય અને તમારું પુસ્તક વેળાસર છપાઈ જશે." ચંદ્રવદને એ પ્રમાણે એ વ્યાખ્યાનોમાં ઘણા સુધારા-વધારા કરીને નવેસરથી નવા નામે પુસ્તક છપાવ્યું હતું. જોકે ત્યાર પછી મુંબઈ યુનિવર્સિટીએ વ્યાખ્યાનો બીજે છપાવવા માટે સંમતિ આપવાનું ચાલુ કર્યું હતું.)
ચંદ્રવદન પત્રવ્યવહારમાં બહુ જ નિયમિત. પત્ર લખ્યો હોય તો તરત જવાબ આવ્યો હોય. વળી નવું નવું વાંચે, વિચારે અને લખે. “પ્રબુદ્ધ જીવન માટે જ્યારે
જ્યારે લેખ લખવા મેં એમને પત્ર લખ્યો ત્યારે થોડા દિવસમાં જ એમનો લેખ આવ્યો હતો. દરેક વખતે કોઈ નવો જ વિષય એમણે લીધો હતો.
ચંદ્રવદનને મારા માટે એટલી બધી લાગણી કે જ્યારે પણ ઘરે આવવાનું કહ્યું હોય ત્યારે આવ્યા જ હોય. ઘરે ઊતરવા માટે કહું તો કહે, “પધાને ત્યાં મને વધુ ફાવે. એમનો જૂનો નોકર વર્ષોથી મારી બધી ટેવ જાણે. એટલે ખાવાપીવાનું. નહાવાનું, સૂવાનું બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે.” પદ્માબહેન અને એમના પતિ વસંતભાઈ બહારગામ હોય અને ઘરમાં ફક્ત નોકર હોય તોપણ ચંદ્રવદન એમને
ત્યાં જ ઊતરે. પદ્માબહેન ચંદ્રવદનનાં દીકરી જેવાં, પરંતુ ચંદ્રવદન પદ્માબહેનને પોતાની માતા તરીકે ઓળખાવે. એ વિશે ‘કુમાર'માં એમણે લખેલું પણ ખરું.) પદ્માબહેન જ્યારે ચંદ્રવદન સાથે વાત કરે ત્યારે “ચાંદામામા' તરીકે સંબોધન કરે.
ચંદ્રવદનને મારે એક પુસ્તક અર્પણ કરવું હતું. પણ હું રહ્યો સંશોધનના ક્ષેત્રનો માણસ. સંશોધનના વિષયનું પુસ્તક તેઓ વાંચે કેન વાંચે તોપણ મારું ધના-શાલિભદ્ર
૧૪૮ ચરિત્રદર્શન
Page #201
--------------------------------------------------------------------------
________________
ચોપાઈ' પુસ્તક મેં એમને અર્પણ ક૨વાનું નક્કી કર્યું. એમણે ના પાડી, છતાં એ અર્પણ કર્યું અને એના અર્પણપૃષ્ઠમાં મેં એમને માટે નીચેની કાવ્યપંક્તિઓ લખી :
ચંદ્રવદન ને ચાંદામામા, ચં.ચી. ને વળી સી.સી. જી રખે ન વાંચો એવો તમને ગ્રંથ અર્પણ કરતો જી.' મને શેં અર્પણ, રમણભાઈ ? હું નથી શાલિભદ્દર જી, શીલભદ્ર કે શીલાભદ્ર કે નથી. હું વળી ધન્ના જી.' ભલે ન હો તમે શાલિભદ્ર, કે વળી હો ન ધનાજી, ગ્રંથ અર્પણ કરીને તમને થાતો હું કંઈ ધન્ના (ધન) જી. નાટકો બહુ લખ્યાં, જોયાં ને ર્માં દેશવિદેશે જી, ગઠરિયાંઓ બાંધી બહુ ને છોડી કંઈક અનેરી જી. ધનાશાલિ જેવું કથાનક જોયું હશે ન કશે જી; નાટક એનું લખશો તમે તો થાશે મને પ્રસન્ન જી.’ મને એમ હતું કે જૂની ગુજરાતી ભાષાનું આવું પુસ્તક ચંદ્રવદન કદાચ નહિ વાંચે. પણ સુખદ આશ્ચર્ય સાથે મારે કહેવું જોઈએ કે ચંદ્રવદન આખો ગ્રંથ વાંચી ગયા અને મને કહે કે “આ તો સરસ જૈન કથા છે. નાટ્યાત્મક અંશોથી ભરપૂર છે.’” ત્યાર પછી એક વખત એમણે પત્ર લખેલો કે “ ધન્ના શાલિભદ્ર’નું નાટક લખાઈ ગયું છે.' એમણે લખેલું આ નાટક જોવા મળે તે પહેલાં તો તેઓ વિદાય થઈ ગયા.
ચંદ્રવદન વડોદરાના. એમના પિતાશ્રીએ રેલવેમાં નોકરી કરેલી. એટલે બાલ્યકાળથી જ ચંદ્રવદનને રેલવેની મુસાફરીની આદત પડી ગયેલી. રેલવેની એમની જાણકારી પણ એટલી બધી. કેટલાંક વર્ષ પહેલાં એમણે એક વર્તમાનપત્રમાં રેલવેએ સમયપત્રકમાં અને અન્ય સુધારા કેવા કેવા ક૨વા જેવા છે તે વિશે રોજ એક નવું ચર્ચાપત્ર લખવાનું ચાલુ કરેલું. જો તેમને ભારતના રેલવેપ્રધાન બનાવ્યા હોત તો ભારતની રેલવે ખરેખર આધુનિકતાથી સુસજ્જ અને કરકસરવાળી હોત !
વડોદરામાં જ્યારે ત્યાં સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેના પ્રથમ વાઇસ ચાન્સેલર તથા લેખિકા શ્રીમતી હંસાબહેન મહેતાને વડોદરાના નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ તથા ઉમાશંકર જોશીએ ભલામણ કરી હતી કે કોઈથી ન બંધાય એવા આ ભટકતા અલગારી શક્તિશાળી લેખક ચંદ્રવદન મહેતાને એમની શરતે તમે યુનિવર્સિટીના ખીલે બાંધશો’ તો ગુજરાતી સાહિત્યને એથી ઘણો લાભ થશે.''
હંસાબહેને એ સૂચન સ્વીકારી લીધું. યુનિવર્સિટીમાં એક ખાસ ઠરાવ કરાવીને ચંદ્રવદન જીવે ત્યાં સુધી યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહી શકે અને વિઝિટિંગ પ્રોફેસ૨
ચંદ્રવદન મહેતા ૧૪૯
Page #202
--------------------------------------------------------------------------
________________
તરીકે કામ કરી શકે એમ નક્કી કરાવ્યું. આથી ચંદ્રવદનને એક મથક મળી ગયું અને એથી જ તેઓ છેલ્લા ચાર દાયકામાં આટલું બધું લેખનકાર્ય કરી શક્યા. ચંદ્રવદન હંસાબહેનનો ઉપકાર ભૂલે નહિ. મુંબઈ આવે ત્યારે હંસાબહેનને વખતોવખત મળી આવે. એકાદ વખતે હું પણ એમની સાથે હંસાબહેનને ઘરે ગયેલો.
ચંદ્રવદન ક્યારે મિજાજ ગુમાવશે એ કહી શકાય નહિ, જમવા બેઠા હોય અને કોઈ આગ્રહપૂર્વક તેમના ભાણામાં પ્રેમથી વધારે પી૨સે તો ચંદ્રવદન ચિડાઈને ઊભા થઈ જાય. હાથ ધોઈ નાખે. એમના મિજાજને ઉમાશંક૨ બરાબર જાણે અને છતાં તેઓ ચંદ્રવદન પ્રત્યે એટલો જ પ્રેમ ધરાવે. એક વખત ચંદ્રવદન, ઉમાશંકર અને સુંદરજી બેટાઈ મારે ઘરે જમવાના હતા. ઉમાશંકરને પૂરણપોળી બહુ ભાવે. ચંદ્રવદનને સૂકી તળેલી ગુવારસિંગ બહુ ભાવે. બેટાઈ મરચાં વિનાનું ખાય. ચંદ્રવદનનો પહેરવેશ વખતોવખત જુદો જુદો રહેતો. પહેલાં તો તેઓ કસવાળું કેડિયું પહેરતા. કોઈ વાર તેઓ ટર્કિશ ટુવાલમાંથી બનાવેલું અડધી બાંયનું શર્ટ પહેરતા. તે દિવસે મેં ચંદ્રવદનને પૂછ્યું કે, “તમે ગળામાં આવી વકીલ જેવી પટ્ટી કેમ પહેરો છો ?”' તેઓ કંઈ જવાબ આપે તે પહેલાં ઉમાશંકર કહે, “કેટલાક લોકો ગળામાં એક ટાઈ પહેરે છે, પણ ચંદ્રવદન બે ટાઈ પહેરે છે.' પછી તરત જ ઉમાશંકરે બે લીટી જોડી કાઢી :
ચંદ્રવદન મહેતા પહેરે છે બે ટાઈ,
પણ સુંદરજીના નામમાં રહે છે બેટાઈ.
તરત ચંદ્રવદને ઉમાશંકરને કહ્યું, “તમારા નામમાં પણ ઉમા અને શંક૨ એ બેની ટાઈ (tie) થયેલી છે.”
મોટા લેખકો પણ શબ્દોની કેવી ગમ્મત કરે તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થયો હતો.
ચંદ્રવદન વિદાય થયા, પણ એમના જીવનનાં કેટલાં બધાં સંસ્મરણો મૂકતા ગયા ! તેમનું નેવું વર્ષનું જીવન કેટલું બધું પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ, સક્રિય, સભર અને સિદ્ધિઓથી ઝળહળતું ! તેઓ અવસાન પામ્યા છે એવું માનવાને મન ના પાડે. જાણે નેપથ્યમાં બીજો વેશ પહેરવા ગયા છે એવું લાગે.
અજંપાથી ભરેલા એમના આત્માને જંપ હજો !
૧૫૦ * ચરિત્રદર્શન
(વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭
જ્યોતીન્દ્ર દવે
ગુજરાતના અદ્વિતીય હાસ્યરસિક લેખક શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ૭૯ વર્ષની વયે અવસાન થયું હતું. ગમે તેટલી મોટી ઉંમરે માણસ વિદેહ થાય ત્યારે તેનો વિયોગ સ્વજનોને વસમો લાગતો હોય છે. શ્રી જ્યોતીન્દ્ર દવેની તબિયત અસ્વસ્થ તો રહેતી હતી, પરંતુ તેઓ આટલા વહેલા ચાલ્યા જશે એવી કલ્પના નહોતી. અલબત્ત, સ્વ. જ્યોતીન્દ્ર દવે આટલું લાંબું જીવન કેવી રીતે જીવી શક્યા એ જ ઘણાંને મોટી આશ્ચર્યની વાત લાગતી હતી. કિશોરાવસ્થાથી તે યૌવન અને વૃદ્ધાવસ્થામાં કાયમ ત્રીસ-પાંત્રીસ કિલોગ્રામ વજન ધરાવતા દુર્બળ શરીરવાળા જ્યોતીન્દ્ર દવેને પહેલી વાર જોનારને એમ લાગે કે તેઓ માંદગીમાંથી બેઠા થયા હશે. દેહ મારો દાતણ રિખડો અને મન મર્કટના સમું' એમ કહેનાર જ્યોતીન્દ્રને જન્મથી જ નબળો દેહ સાંપડ્યો હતો. ‘આ છોકરો બહુ જીવશે નહીં' એમ એમની તબિયત જોઈને જુદે જુદે સમયે કહેનાર સાત ડૉક્ટરો ચાલ્યા ગયા, પણ પોતે હજુ જીવે છે એમ તેઓ ઘણી વાર સભામાં કહેતા. પોતે લાંબું જીવ્યા એનું કારણ તેમનું હાસ્ય તો ખરું જ, પણ નાની વયથી જ નબળી તબિયતને કારણે તેમણે પોતાના શરીરને બરાબર પારખી લીધું હતું અને તેને ટકાવવા માટે કેવી કેવી ઔષધિની જરૂર છે એ તેમણે સમજી લીધું હતું. રોગનું નિદાન અને ઔષધોપચાર વિશેની તેમની જાણકારી એટલી બધી હતી કે કોઈક વૈદ કે ડૉક્ટરને પણ શરમાવે. આયુર્વેદ, હોમિયોપથી, યુનાની અને એલોપથી બધા વિશે તેઓ જાણે, તે વિશે ઘણાં પુસ્તકો વાંચે તથા દાક્તરો સાથે ચર્ચા કરે. પોતાની તબિયત માટે તેઓ સતત ઉપચાર પણ કરતા રહેતા અને કોઈક વખત મજાકમાં કહેતા કે, “મારા શરીરમાં ખાવાનું જેટલું જાય છે એથી વધારે દવાઓ જાય છે.’’
જ્યોતીન્દ્ર દવે ૧૫૧
Page #204
--------------------------------------------------------------------------
________________
જ્યોતીન્દ્ર દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી અધ્યાપક તરીકે, મુંબઈની કબીબાઈ સ્કૂલમાં અને સુરતની કૉલેજમાં, પરંતુ તે છોડી મુંબઈમાં આવીને. થોડો વખત કનૈયાલાલ મુનશી સાથે એમના લેખનકાર્યમાં મદદનીશ તરીકે કામ કર્યા પછી ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં જોડાયા. સરકારના ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે નિવૃત્ત થયા તે પછી ફરી એમણે કૉલેજના અધ્યાપક તરીકે મુંબઈમાં અને માંડવી(કચ્છ)માં કાર્ય કર્યું. જ્યોતીન્દ્રને ગંભીર વાંચવું અને વિચારવું બહુ ગમે, પરંતુ ગંભીર બોલવાનું એમની પ્રકૃતિને ઓછું ચે. પછી તો એમના વ્યક્તિત્વની હવા જ એવી જામી ગયેલી કે એ બોલવા ઊભા થાય અને લોકો હસી પડે તો તરત પોતે ટકોર કરતા, “શોકસભા છે, જોકસભા નથી.” અને લોકો ફરી પાછા હસી પડતા. કૉલેજના વર્ગમાં પણ તેઓ ગંભીર બનીને ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ એમને જોક કહેવા કહે અને અગંભીર જ્યોતીન્દ્ર હસ્યા વગર રહી ન શકે.
હાસ્યરસ વિરલ ગણાયો છે. તેમાં પણ લેખનમાં અને વક્તવ્યમાં, બંનેમાં હાસ્યરસ બહુ ઓછા લેખકો સિદ્ધ કરી શકે છે. “સ્વૈરવિહારી'ના ઉપનામથી હાસ્યરસિક લેખો લખનાર વિદ્વાન લેખક સ્વ. રામનારાયણ પાઠક લેખનમાં હળવા થઈ શકતા, પણ કોઈ સભાઓને ભાગ્યે જ હસાવતા. સ્વ. નવલરામ ત્રિવેદી સભાઓને ખડખડાટ હસાવ્યા કરે, પણ લેખનમાં એટલા હળવા નહોતા થઈ શકતા. પરંતુ જ્યોતીન્દ્રની કલમ અને જિહુવા બંને હાસ્યરસથી સભર હતી. એ બંને ઉપર એમનું પ્રભુત્વ અસાધારણ હતું. કોઈ ઊંઘમાંથી ઉઠાડી જાહેર સભામાં એમને બોલવા લઈ જાય તો સભામાં આપેલા વિષય ઉપર જ્યોતીન્દ્ર બે કલાક સુધી સતત હસાવી શકે. કોઈ લેખ લેવા આવે અને બે કલાકમાં લેખ જોઈતો હોય તો જ્યોતીન્દ્ર લખી આપી શકે. શીઘ્રલેખન અને શીઘ્રવક્તત્વ એ બંને જ્યોતીન્દ્રને સારી રીતે વરેલાં હતાં.
એમણે “ગુપ્તાની નોંધપોથી' દ્વારા ગુજરાતી વાચકવર્ગનું ધ્યાન ખેંચ્યું. પણ તેઓ વધુ પ્રસિદ્ધિ પામ્યા “રંગતરંગના હાસ્યરસિક લેખો દ્વારા અને ધનસુખલાલ મહેતા સાથે લખેલી નવલકથા “અમે બધાં' દ્વારા. “રંગતરંગ'ના પાંચ ભાગ ઉપરાંત એમણે બીજા કેટલાક લેખસંગ્રહો આપ્યા, પણ જે ચમક રંગતરંગ'ના પાંચ ભાગના લેખોમાં જોવા મળી તે પછી એટલી જોવા ન મળી. પરંતુ એકંદરે હાસ્યરસિક, હળવા નિબંધોના ક્ષેત્રે એમણે જેટલી સિદ્ધિ દાખવી છે એટલી એમના કોઈ પુરોગામી લેખકમાં જોવા મળતી નથી. એમના પછી પણ વર્તમાન સમયમાં હળવા નિબંધના ક્ષેત્રે એટલું ચિરસ્થાયી અને સંગીન કાર્ય હજુ જોવા મળતું નથી.
શાળામાં હું અભ્યાસ કરતો હતો ત્યારે મારા બે પ્રિય નિબંધકારો હતા. એક
૧૫ર ન ચરિત્રદર્શન
Page #205
--------------------------------------------------------------------------
________________
કાકા કાલેલકર અને બીજા જ્યોતીન્દ્ર દવે. કૉલેજમાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષમાં
જ્યોતીન્દ્ર દવેના “રંગતરંગ'નો પહેલો ભાગ અમારે પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો હતો. એમના મિત્ર કવિ બાદરાયણ અધ્યાપક તરીકે ઝેવિયર્સ કૉલેજમાં અમને રસથી ભણાવે. એક દિવસ તેઓ વર્ગમાં જ્યોતીન્દ્ર દવેને લઈ આવ્યા. ત્યારે મેં એમને પહેલી વાર જોયેલા. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં બાદરાયણે મજાક કરતાં કહ્યું,
જ્યોતીન્દ્રને જોતાં આપણને એમ થાય કે ક્યાંક દુકાળ પડ્યો હશે તેવી જગ્યાએથી તેઓ આવ્યા લાગે છે.” પછી જવાબમાં જ્યોતીન્દ્ર કહ્યું, “બાદરાયણની વાત સાચી છે. હું દુકાળવાળા પ્રદેશમાંથી આવ્યો હોઉં એવો લાગું છું, પરંતુ ત્યાં દુકાળ પડવાનું કારણ બાદરાયણ પોતે છે એ તમે એમના ઊંચા, પડછંદ ભરાવદાર શરીર પરથી સમજી શકશો." પછી તો જે કોઈ જાહેર સભામાં બાદરાયણ અને જ્યોતીન્દ્ર સાથે હોય ત્યાં આ એમની પેટન્ટ રમૂજ રજૂ થતી.
મુંબઈના જાહેર જીવનમાં જ્યોતીન્દ્રને વક્તા તરીકે આગવું સ્થાન મળ્યું હતું. એમને જોવા અને સાંભળવા લોકો ટોળે મળતા. ક્યારેક નવરાત્રિના દિવસોમાં હાસ્યરસિક એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જતાં એમને મોડું થતું તો લોકો રાત્રે બેચાર કલાક પણ એમની રાહ જોઈને બેસી રહેતા. કવિ-સંમેલનો અને મુશાયરાઓનું સંચાલન તેઓ સફળતાપૂર્વક કરતા. એમની રસિક વાણીથી સાધારણ જનસમુદાય અને વિદ્વદ્દવર્ગ બંને પ્રસન્ન થતા.
- રાતના કાર્યક્રમોમાં વારંવાર જવાને લીધે મોડી રાત સુધી જાગવાની જ્યોતીન્દ્રને ટેવ પડી ગઈ હતી. એક વખત એક કાર્યક્રમ માટે અમે એમને નિમંત્રણ આપવા ગયેલા ત્યારે સવારે અગિયાર વાગે પણ તેઓ ઊઠ્યા નહોતા. વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી તો સવારના બાર વાગ્યે ઊઠવાનો એમનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. એક વખત એક કાર્યક્રમ માટે સુરતમાં અમે સાથે હતા અને હોટેલમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો, પરંતુ મચ્છરના ત્રાસને લીધે મને બિલકુલ ઊંઘ ન આવી. સવારે મેં તેમને પૂછ્યું, “રાત્રે મચ્છર કેવાક કરડ્યા?” એમણે કહ્યું, “મને કરડ્યા જ નથી, હું રાતના ઊંઘી જાઉં તો કરડેને ? સવારે ચાર-પાંચ વાગ્યા સુધી મને ઊંઘ આવતી જ નથી. હું છ વાગે ઊંઘી ગયો ત્યારે મચ્છરોનો જવાનો યઈમ થઈ ગયો હતો.”
રાત્રે અનિદ્રાની ટેવ પછી તો એમને વ્યાધિ જેવી થઈ ગઈ હતી. એક વખત મેં એમને પૂછયું કે “આખી રાતે તમે શું કરો ?” તો કહે, “બેઠો બેઠો કે સૂતો સૂતો વાંચ્યા કરું. વાંચવાનું ન હોય તો ચેન ન પડે. જે હાથમાં આવે તે વાંચું, પણ શિકારકથાઓ હોય તો મને વધારે મઝા પડે.”
જ્યોતીન્દ્ર દવે ૧૫૩
Page #206
--------------------------------------------------------------------------
________________
જ્યોતીન્દ્ર સાથે મારે ઘનિષ્ઠ પરિચય થયો ફાર્બસ ગુજરાતી સભાને નિમિત્તે. ચંદ્રવદન મહેતા ફાર્બસ સભાના પ્રમુખ અને જ્યોતીન્દ્ર મંત્રી હતા. અમારી સમિતિની બેઠકમાં તેઓ બંનેની હાજરી અચૂક હોય. સરસ વાતાવરણ જામે. ઘણી નવી વાતો જાણવા મળે. બંને સમયવસ્ક મિત્રો એકબીજા ઉપર કટાક્ષ કરે તે માણવા મળે. બેઠકના સમય કરતાં અડધા કલાક વહેલા બંને મુરબ્બીઓ આવી ગયા હોય. ઘરેથી ફાર્બસ પર પહોંચવા સીધી કોઈ બસ મળે નહિ એટલે જ્યોતીન્દ્ર ઘરેથી ચાલતા આવે અને ચાલતા પાછા જાય. પાછા ફરતી વખતે ઘણી વાર હું એમની સાથે ચાલતો ઘર સુધી મૂકવા જતો. ગાડી કે ટૅક્સીની તેઓ ના પાડતા અને કહેતા કે આટલું ચાલવાનું મળે છે તે સારું છે. આટલું નહિ ચાલુ તો ઘરમાં આંટા મારવા પડશે. છેલ્લે તો ફાર્બસની બેઠક સિવાય એમને બહાર જવાનું ખાસ બહુ થતું નહિ. તબિયત પણ એટલી અનુકૂળ રહેતી નહિ તોપણ ફાર્બસની મિટિંગમાં અવશ્ય આવે. કોઈ કોઈ વખત પોતાના દીકરાઓની ભાવિ પ્રગતિ વિશે ચિંતા વ્યક્ત છે.
જ્યોતીન્દ્રનો સ્વભાવ સરળ અને નિરભિમાની હતો. કોઈ પણ કાર્યક્રમ માટે તેમને નિમંત્રણ મળે અને જો અનુકૂળ હોય તો તરત સ્વીકારે. એમાં ક્યારેય અક્કડ કે વાંકા ન બને. બહારગામ બોલાવનાર સંસ્થાએ સરખી સગવડ ન કરી હોય તો તે વાતને હસી કાઢે. કોઈ વખત કોઈ સંસ્થાએ આયોજનમાં ગરબડ કરી હોય તો ઠપકો ન આપે, પણ વાતને અવળવાણીમાં ઉડાવી દે. એક વખત સુરતની એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્રને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તા એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા નિમંત્રણ આપી આવેલા. બંને કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ગોટાળાની ખબર પડી. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદને ગુસ્સો કરી કાર્યકર્તાઓને ઠપકો આપવાને બદલે નવી તરાહનો તોડ કાઢ્યો કે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને બાકીનું પૂરું કરે જ્યોતીન્દ્ર. પછી જ્યોતીન્દ્ર અડધું વાક્ય બોલે અને ચંદ્રવદન પૂરું કરે. આ રીતે અડધો કલાક પ્રમુખ તરીકે બંનેએ બોલીને લોકોને ખડખડાટ હસાવ્યા કરીને કાર્યક્રમને વધુ રસિક બનાવ્યો.
આવો જ બીજો એક પ્રસંગ પણ મને યાદ છે જેમાં હું હાજર હતો. એ કાર્યક્રમમાં સ્ત્રીપુરુષ વિશે એક વિવાદસભાનું આયોજન થયું હતું. સભામાં પ્રસ્તાવની તરફેણમાં જ્યોતીન્દ્રને બોલવાનું હતું અને વિરુદ્ધમાં બીજા એક લેખકને બોલવાનું હતું. પરંતુ એ લેખક આવ્યા નહિ. એથી કાર્યકર્તાઓ મૂંઝાયા. પણ જ્યોતીન્દ્ર તેનો રસ્તો કાઢ્યો. જ્યોતીન્દ્ર પ્રથમ તરફેણમાં બોલ્યા. પછી બીજી બાજુ જઈ માઈક ઉપરથી એ પ્રસ્તાવની વિરુદ્ધમાં બોલ્યા. પોતે પ્રથમ કરેલી દલીલોને વિરુદ્ધમાં બોલીને
૧૫૪ * ચરિત્રદર્શન
Page #207
--------------------------------------------------------------------------
________________
એવી સરસ રીતે ઉડાવી કે શ્રોતાઓને એમ થયું કે સારું થયું કે પેલા લેખક આવ્યા નહિ, આવ્યા હોત તો એટલી મઝા આવત નહિ.
જ્યોતીન્દ્ર બહુ બુદ્ધિશાળી અને પ્રત્યુત્પન્નમતિવાળા હતા. શબ્દો પરનું એમનું પ્રભુત્વ એટલું સરસ હતું કે બીજાના ગમે તે શબ્દમાંથી તે હાસ્ય નિપજાવી શકતા.
જ્યોતીન્દ્રના હાસ્યમાં દેશ કે દ્વેષની ગંધ ન આવે. તેઓ પોતાની જાત ઉપર સૌથી વધુ હસતા. પોતાને માથે અકાળે પડેલી ટાલ, ખરબચડી દાઢી, નબળું શરીર, શરદી વગેરે રોગો, આ બધાંને તેઓ ઉપહાસપાત્ર બનાવતા. જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ દ્વેષપૂર્વક કોઈના ભોગે બીજાને હસાવે એવું બનતું નહિ. એમનામાં એક પ્રકારની અજાતશત્રુતા પણ હતી. પોતે કોઈ વાડાબંધી, જૂથબંધી, બીજાનો બહિષ્કાર વગેરેમાં માનતા નહિ. એને લીધે બધાંને એમના પ્રત્યે આદર રહેતો, ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાંથી લઈ લેવા માટે ગુજરાતભરમાં લેખકોની સહી મેળવવા માટે ઝુંબેશ ચાલી ત્યારે જ્યોતીન્દ્ર એમાં સહી આપી નહોતી. લેખકોની સભાઓ થતી અને કોની કોની સહી બાકી છે એમ પુછાતું, ત્યારે
જ્યોતીન્દ્રનું નામ નીકળતાં વડીલ લેખકો એમ બોલતા કે, “જ્યોતીન્દ્રને આપણે દબાણ ન કરવું જોઈએ. એમની સહી નથી, પણ એ આપણી સાથે જ છે.” જ્યોતીન્દ્ર પ્રત્યે બીજા લેખકોને કેટલો આદર હતો તેની ત્યારે પ્રતીતિ થતી.
જ્યોતીન્દ્ર અંદરથી ગંભીર પ્રકૃતિના હતા. તેઓ હળવું લખતા પણ તેમને ગમતું ગંભીર વાંચવાનું. સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને છંદ, ધ્વનિ અને રસ વગેરે વિશે તેમનો અભ્યાસ ગહન હતો અને તેમને એ વિશે કશુંક માર્મિક કહેવાનું રહેતું. મુંબઈ યુનિવર્સિટીમાં રસસિદ્ધાન્ત વિશે એમણે આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો એનાં સચોટ ઉદાહરણરૂપ છે. તેમની વિવેચકદષ્ટિ પણ એટલી જ કુશાગ્ર હતી. પરંતુ એકંદરે જામેલી હાસ્યકાર તરીકેની હવામાં એમની ગંભીર વિદ્વત્તાપૂર્ણ વાતો વિસરાઈ જતી.
(‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
જ્યોતીન્દ્ર દવે - ૧૫૫
Page #208
--------------------------------------------------------------------------
________________
બચુભાઈ રાવતા
કુમાર'ના તંત્રીશ્રી બચુભાઈ રાવત આપણા એક સંનિષ્ઠ સંસ્કારપુરુષ હતા. કુમાર” માસિક દ્વારા અરધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતના સંસ્કારઘડતરમાં એમણે વિશિષ્ટ યોગદાન આપ્યું. ૮૨ વર્ષની વયે અમદાવાદમાં તેઓ અવસાન પામ્યા હતા.
બચુભાઈ આજીવન કુમારને વરેલા હતા. ‘કુમાર'ના પર્યાયરૂપ તેઓ બની ગયા હતા. એમણે પોતાની સમગ્ર શક્તિ “કુમારને આપી. ‘કુમારને ભોગે એમણે બીજી કોઈ પ્રસિદ્ધિ કે અર્થપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આદરી નહોતી. મોટાં પ્રલોભનો જતાં કર્યા હતાં. પરિણામે “કુમાર' માત્ર માસિક ન રહ્યું, આપણી એક સંસ્કારસંસ્થા જેવું બની ગયું. આપણાં સામયિકોના ઇતિહાસમાં કુમારનું સ્થાન અદ્વિતીય છે. એને અદ્વિતીય બનાવવામાં બચુભાઈનું સ્વાર્પણ રહેલું છે.
બચુભાઈના અત્યંત નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી એને હું મારું પરમ સદ્દભાગ્ય સમજું છું. એમનો પાર્થિવ દેહ વિલીન થયો, પણ નજર સામે હજુ એમનું ચિત્ર આ પ્રમાણે તરવરે છે : - સવારે સમય થતાં કુમાર કાર્યાલયમાં હળવે પગલે તેઓ દાખલ થાય છે. પોતાની બેઠક પાસે પહોંચી લાઇટ અને પંખો ચાલુ કરે છે. ખાદીનો લાંબો કોટ અને ટોપી ઉતારી ખીંટીએ ભેરવે છે. રિવોલ્ડિંગ ખુરશીમાં બેસી ડેસ્ક ખોલે છે. આવેલી ટપાલ જુએ છે. પેન્સિલ અને ચપ્પ લે છે. પોતાના પહેરણનો છેડો પહોળો કરી ખોળામાં છોતરાં પડે એ રીતે પેન્સિલ છોલે છે. સરસ ધાર કાઢે છે. ચીવટપૂર્વક બધાં છોતરાં એકઠાં કરી લઈ, કચરાની ટોપલીમાં નાખે છે. “કુમાર' માટે આવેલી સામગ્રી વાંચવાનું, પ્રૂફ તપાસવાનું, ટપાલના જવાબ લખવાનું કામ ચાલુ થાય છે.
૧૫૬
ચરિત્રદર્શન
Page #209
--------------------------------------------------------------------------
________________
બચુભાઈના કાર્યાલયમાં દિવસ ચાલુ થાય છે. કાર્યાલયમાં આવતાં પહેલાં કેટલુંક કાર્ય ઘરેથી સવારે તૈયાર કરીને તેઓ લાવ્યા હોય છે.
પથારીવશ થયા ત્યાં સુધી બચુભાઈએ કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વૃદ્ધાવસ્થાને કારણે, તબિયતને કારણે પ્રથમ તેમણે રાતના બેસવાનું બંધ કર્યું. પછી અડધો દિવસ બેસવાનું રાખ્યું. પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, બે કે એક દિવસ જવાનું રાખ્યું. જીવનના અંત સુધી તેમણે કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. અને ઘરે રહીને પણ આખો વખત ‘કુમા૨’નું કાર્ય કર્યા કર્યું. બચુભાઈની કુમાર-નિષ્ઠા અજોડ હતી. એમણે ‘કુમાર'નો ૧૦૦મો, ૨૦૦મો, ૩૦૦મો, ૪૦૦મો, ૫૦૦મો, ૬૦૦મો અંક વિશિષ્ટ દૃષ્ટિથી તૈયાર કર્યા હતા. ‘કુમા૨’નો ૬૭૯મો અંક છપાવો શરૂ થયો હતો. એમ હતું કે પથારીવશ થવા છતાં બચુભાઈ 900મો અંક જોઈને જશે, પરંતુ તે પહેલાં એમણે દેહ છોડ્યો. કુદરતની લીલા અકળ છે.
‘કુમાર’ પ્રગટ થતું હતું ત્યારે શાળા અને કૉલેજમાંથી પસાર થયેલો ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી યુવાન હશે જેણે એક વા૨ ‘કુમાર’ વાંચ્યું ન હોય. ‘કુમા૨’ ભિન્ન રુચિવાળા વાચકોની રસવૃત્તિને પોષી અને સંસ્કારી છે. કવિતા, વાર્તા, નિબંધ, નાટિકા, જીવનચરિત્ર, ઇતિહાસ, પુરાણ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, શરીરવિજ્ઞાન, ટિકિટ અને સિક્કા, પ્રાણીઓ અને વનસ્પતિ, યોગ અને આયુર્વેદ, રમતગમત અને આકાશદર્શન – કેટકેટલા વિભાગો ‘કુમા૨’ના પ્રત્યેક અંકમાં જોવા મળે. ‘કુમાર’ના ટાઇપ ઝીણા અને સ્થળની કરકસર. હાથમાં સીધો ઝાલીને આખો ‘કુમાર'નો અંક વંચાય નહિ; પૂરો વાંચવા માટે આડો, ઊંધો કરવો પડે. ઝીણા ટાઇપથી આંખો બગડે નહિ પણ સુધરે એ વૈજ્ઞાનિક સત્યની પ્રતીતિ પછી જ ‘કુમારે’ ઝીણા ટાઇપમાં વધુમાં વધુ સામગ્રી આપવા માટે ચાલુ કરેલા. ‘કુમાર’ના પ્રૂફ બચુભાઈ પોતે બધાં વાંચી જાય અને એક પણ મુદ્રણદોષ, ભાષાદોષ ન રહે તેની જાતે કાળજી રાખે. ‘કુમા૨’ માટે આવેલાં લખાણો પોતે વાંચી જાય, પસંદ કરે, સુધારે અને ‘કુમાર'ના ધોરણને જાળવી રાખે. સત્તાવન વર્ષ સુધી ‘કુમાર’માં ક્યારેય એવું કંઈ છપાયું નથી કે બચુભાઈએ પોતે પહેલાં એ વાંચ્યું ન હોય. એટલે તો ‘કુમા૨’નો અંક પસ્તીમાં વેચાતો જોવા ન મળે. જૂના અંકો માટે ખરીદનારાઓની હાર લાગે. 'કુમાર'નું ધો૨ણ જાળવી રાખવા માટે બચુભાઈ હંમેશાં બહુ ચીવટ રાખતા. ગમે તેવા મોટા લેખકનું નબળું લખાણ આવ્યું હોય તો તે તરત પરત કરતા. પોતે યુવાન હતા ત્યારે તે સમયના વડીલ ગણાતા લેખકોની નબળી કૃતિઓ પાછી મોકલતાં તેઓ અચકાતા નહિ. એક વખત બળવંતરાય ઠાકોરની કવિતા એમણે
બચુભાઈ રાવત ૧૫૭
Page #210
--------------------------------------------------------------------------
________________
પાછી મોકલી એટલે બળવંતરાય અમદાવાદ આવ્યા ત્યારે ધૂંઆપૂંઆ થતા “કુમાર કાર્યાલયમાં ગયા. બચુભાઈએ એમને શાંત પાડ્યા અને નબળી કવિતા ન છાપવી એ “કુમાર'ના તથા બળવંતરાયના હિતની વાત છે એમ પ્રેમથી સમજાવ્યું. આવું તો બીજા કેટલાયે લેખકોની બાબતમાં બન્યું છે. ચુનીલાલ મડિયાની એક વાત બચુભાઈએ પાછી મોકલાવી તો મડિયાએ “કુમારમાં વાર્તા લખવાનું બંધ કર્યું. એક વખત બીજા એક પ્રતિષ્ઠિત વાર્તાકારની વાર્તા પાછી ગઈ એટલે એમણે પોતાના મિત્ર દ્વારા ધમકી આપી કે, “અમે લેખકો ‘કુમારનો બહિષ્કાર કરીશું.” બચુભાઈ પાસે આ વાત આવી ત્યારે એમણે કહ્યું, “તમારા મિત્રને કહેજો કે હું કોઈ દ્વેષ. ઈષ કે જૂથબંધીને કારણે કૃતિ પાછી મોકલાવતો નથી. કુમારના ધોરણને અનુરૂપ ન હોય એવી કતિ ગમે તેવા મોટા કવિ-લેખકની હોય તોપણ તે પાછી મોકલાવું છું. તેમ છતાં બહિષ્કાર કરવો હોય તો જરૂર કરે; એકલે હાથે આખી જિંદગી “કુમાર” નિયમિત ચલાવી શકું એટલો મારામાં મને વિશ્વાસ છે.”
બચુભાઈ પોતે પણ ‘કુમાર'માં લખતા. શરૂઆતમાં તેઓ પોતાના નામથી લખતા. પછી ઉપનામ “ઈ.ત.'થી લખતા - બચુભાઈનો છેલ્લો અક્ષર “ઈ' અને રાવતનો છેલ્લો અક્ષર ત. પછીથી ઈ.ત.” ઉપનામ પણ મૂકવાનું તેમણે છોડી દીધું. કુમાર”માં નામ વગરનું જે લખાણ હોય તે બચુભાઈનું રહેતું.
બચુભાઈએ નવા નવા લેખકો, કવિઓ, ચિત્રકારો વગેરે તૈયાર કરવામાં કેટલો બધો ફાળો આપ્યો છે ! કાચાં લખાણો સુધારી-મઠારીને તૈયાર કરવામાં તંત્રી તરીકે બચુભાઈએ જેટલું કાર્ય કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે! પરિણામે કેટલા બધા કવિ-લેખકોએ પોતાનું પુસ્તક બચુભાઈને અર્પણ કર્યું છે! સાધનસામગ્રીની પસંદગીમાં આટલા બધા કડક છતાં સામયિકના કોઈ એક તંત્રીને વધુમાં વધુ પુસ્તકો અર્પણ થયાં હોય તો તે બચુભાઈને ! ગુજરાતના કવિ-લેખકોની ત્રણ પેઢીને તૈયાર કરવામાં બચુભાઈનો હિસ્સો ઘણો મોટો છે. તંત્રીને બદલે માત્ર લેખક બન્યા હોય તો બચુભાઈ પાસેથી વિવિધ વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો મળ્યાં હોત.
કેટલા બધા વિષયોની બચુભાઈ પ્રમાણભૂત જાણકારી ધરાવે ! અભ્યાસ તો મેટ્રિક સુધીનો હતો. પણ વાચનનો ભારે શોખ. પુસ્તકો વસાવે અને વાંચે. પછી તો ‘કુમારને નિમિત્તે પણ ઘણા ગ્રંથો અને સામયિકો દેશવિદેશનાં વાંચે. એમની અસાધારણ જાણકારીને લીધે તો એમને કેટલાક વોકિંગ એન્સાઈક્લોપીડિયા’ તરીકે ઓળખતા. બચુભાઈ એટલે જાણે પોતે જ એક શૈક્ષણિક સંસ્થા – વન-મેન ઇન્સ્ટિટ્યૂશન જેવા !
મેટ્રિક થયા પછી બચુભાઈ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા. ત્યાં
૧૫૮ જ ચરિત્રદર્શન
Page #211
--------------------------------------------------------------------------
________________
વિવિધ પ્રકારની કામગીરી બજાવી. નામ-સરનામાં કરી, પુસ્તકોનાં પારસલો તૈયાર કરી, ખભે ઊંચકીને પહોંચાડવાનું કાર્ય પણ તેમણે કરેલું. “કુમાર”માં તંત્રીની જવાબદારી ઉપરાંત પાછળથી એમણે વહીવટી જવાબદારી પણ સંભાળી. ઘણા ઓછા વેતનથી એમણે કામ કર્યું. બીજે ગયા હોય તો “કુમારે' આપ્યું એથી ઘણું બધું વેતન મેળવી શક્યા હોત. પણ ‘કુમાર' સાથેની એમની પ્રેમની ગાંઠ એવી હતી કે બીજે જવાનો ક્યારેય વિચાર સુધ્ધાં નથી કર્યો. પોતે કરકસરથી કુટુંબજીવન નભાવતા અને એટલા જ નિસ્પૃહ રહેતા. અર્થપ્રાપ્તિ માટે બચુભાઈએ ક્યાંય નબળાઈ દર્શાવી નથી. પચીસ વર્ષ પહેલાંનો એક પ્રસંગ મને યાદ છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સમાં કામ કરતાં “કુમાર” અને બચુભાઈના ચાહક એક ગુજરાતી યુવાન એમને ઘરે મળવા આવેલા. હું તે વખતે બચુભાઈ પાસે બેઠેલો. એ યુવાને બચુભાઈને દોઢસો ડૉલરની કુપન આપી, જેથી પોતાની ઈચ્છા પ્રમાણે બચુભાઈ અમેરિકાથી પુસ્તકો મંગાવી શકે. બચુભાઈએ એનો પ્રેમથી અસ્વીકાર કર્યો.
કુમાર કાર્યાલયમાં બચુભાઈનો ઘણોખરો સમય વહીવટી કાર્ય અને મુલાકાતોમાં પૂરો થઈ જતો. એમનું ખરું કામ સાંજના સાત પછી ચાલુ થતું. બધા કર્મચારીઓ ચાલ્યા જાય અને કાર્યાલયનો ડહેલા જેવો મોટો દરવાજો બંધ થાય તે પછી બચુભાઈ પોતે એકલા કાર્યાલયમાં બેઠાં બેઠાં રાતના દસ કે અગિયાર સુધી કામ કરતા હોય. કામ પતે એટલે દરવાજાની ડોકાબારીમાંથી સાઈકલ ઊંચકી બહાર કાઢે. બચુભાઈને સાઈકલના પેડલ ઉપર પગ મૂકી સાઈકલ ઉપર સવાર થવાનું આવડતું નહિ, ફાવતું નહિ. પાછલા પૈડાની ધરી ઉપર પગ મૂકીને તેઓ સવાર થતા. નીકળતાં પહેલાં તેઓ સાઈકલનો લેપ સળગાવી લેતા. ખિસ્સામાં દીવાસળીની પેટી રાખે. રસ્તામાં લેમ્પ ઓલવાઈ જાય તો નીચે ઊતરીને પાછો સળગાવી લે. કોઈ વખત દીવાસળીની પેટી ભૂલી ગયા હોય અને તેલ ખૂટી જતાં લેમ્પ ઓલવાઈ જાય તો સાઈકલ પરથી નીચે ઊતરી જાય અને બે હાથે સાઈકલ પકડી ચાલતાં ચાલતાં પાલડી પાસેના ઘરે પહોંચે. કોઈ વખત આવું બને અને એલિસબ્રિજ પાસે ફરજ પરનો પોલીસ પૂછે, “કેમ સાહેબ, પંક્યર પડ્યું છે ?” બચુભાઈ કહે, “ના ભાઈ, આ તો લેમ ઓલવાઈ ગયો છે એટલે ચાલતો જાઉં છું.” પોલીસ કહે, “કશો વાંધો નહિ, સાહેબ. હવે બેસી જાઓ. હું રજા આપું છું.” બચુભાઈ કહે, “ના ભાઈ! તમારી મહેરબાની, પણ મારાથી એમ બેસાય નહિ. કાયદાને પૂરેપૂરું માન આપવું જોઈએ.” આવતી કાલના નાગરિકોનું ઘડતર કરવા ભેખ લેનાર બચુભાઈની આ પ્રકૃતિ હતા.
કાર્યાલયમાં પોતે રાત્રે કામ કરતા તેમાંથી એક દિવસ એટલે કે બુધવારનો
બચુભાઈ રાવત : ૧૫૯
Page #212
--------------------------------------------------------------------------
________________
દિવસ બચુભાઈ કવિઓને આપતા. સાંજના સાતથી અગિયાર સુધી નવી નવી કવિતાનું વાચન થાય અને પછી એના ઉપર ચર્ચા ચાલે. વખત જતાં આ કાવ્યગોષ્ઠીની બેઠકનું નામ જ “બુધસભા' પડી ગયું. પૂરી નિયમિતતાથી બચુભાઈ હંમેશાં બેઠા હોય. શિયાળાની કડકડતી ઠંડી હોય અને કોઈ જ કવિ આવ્યા ન હોય ત્યારે પણ બચુભાઈ સગડી સળગાવીને ત્યાં એકલા બેઠા હોય અને વખત થાય એટલે ઘરે જાય.
- ૧૯૫૫માં હું એક વર્ષ માટે અમદાવાદમાં રહ્યો હતો ત્યારે હું બુધસભામાં નિયમિત જતો. કોઈ વાર મારી પાસે સાઈકલ ન હોય તો બચુભાઈ કહે, “ચાલો, આપણે ચાલતાં ચાલતાં ઘરે જઈશું.” હું તેમને આગ્રહપૂર્વક વિનંતી કરું, “તમે તો વડીલ છો અને હજુ તમારે ઘરે જઈને જમવાનું બાકી છે. તમે જલદી સાઈકલ ઉપર ઘરે પહોંચો.” પરંતુ કોઈ પણ વખત મને એકલો મૂકીને બચુભાઈ ઘરે વહેલા પહોંચ્યા નથી. બચુભાઈનાં ધર્મપત્ની એમની રાહ જોતાં રાત્રે ઘરમાં એકલાં જાગતાં બેઠાં હોય. છોકરાંઓ ક્યારનાં ઊંઘી ગયાં હોય. બચુભાઈ ઘરે પહોંચીને જમી લે તે પછી જ એમનાં પત્ની જમવા બેસે. બચુભાઈ એમને “બાઈ' કહીને બોલાવતા. બાઈની પતિપરાયણતા આર્ય નારીને ગૌરવ અપાવે એવી હતી.
લગભગ સિત્તેરની ઉંમર સુધી બચુભાઈ સાઈકલ ઉપર કાર્યાલયમાં જતા. પછી બસમાં અથવા ક્યારેક રિક્ષામાં જવાનું ચાલુ કર્યું. રાયપુરથી રાત્રે છેલ્લી બસ પકડવાની હોય એટલે બુધસભાનો કાર્યક્રમ ત્યાં સુધી ચાલતો. કોઈ વાર બસ ચૂકી જાય તો ઘરે ચાલતા પહોંચે, જો સાથે કવિમિત્રો હોય તો. નહિ તો રિક્ષામાં જતા. ભરઉનાળાના ધખતા તાપમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક કાર્યાલયથી ઘરે કે ઘરેથી કાર્યાલય જતા. ‘કુમાર' માટે એમની તપશ્ચર્યા ઘણી આકરી હતી.
બચુભાઈના નિકટ સંપર્કમાં આવવાની મને વધુ તક મળી જ્યારે તેઓ મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયા અને વખતોવખત મુંબઈ આવતા ત્યારે. કોઈક વખત મારે ઘરે પણ ઊતરતા. અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલના સ્ટેશન ઉપર ગાડી ઊપડતાં પહેલાં એક કલાક અચૂક મળવાનું ગોઠવાતું. લેખન માટે પ્રેરણા અને માર્ગદર્શન મને એમની પાસેથી સતત મળતાં. અમારા કુટુંબ માટે તેઓ વત્સલ વડીલ હતા. એમના પ્રત્યેક પોસ્ટકાર્ડમાં કુટુંબના બધા સભ્યોની પ્રવૃત્તિ-પ્રગતિ માટે પૃચ્છા રહેતી.
બચુભાઈને જ્યોતિષમાં શ્રદ્ધા ઘણી હતી. પરંતુ એને કારણે થોડો વખત એમને વેઠવું પણ પડેલું. કોઈ સારા જોષીએ એમની કુંડળી જોઈને કેટલીક આગાહી કરેલી. એમાંની ઘણી સાચી પડી હતી એટલે એ જોષીના ભવિષ્યકથન ઉપર એમને વિશ્વાસ
૧૬૦ ચરિત્રદર્શન
Page #213
--------------------------------------------------------------------------
________________
બેસી ગયો હતો. વર્ષો પહેલાં એ જોષીએ એમને કહેલું કે “તમારું આયુષ્ય ૬૪ વર્ષનું છે.” ૬૪મા વર્ષને તો હજુ ઘણી વાર હતી એટલે કંઈ ફિકર નહોતી પરંતુ બાસઠમા વર્ષથી બચુભાઈ પોતાના મૃત્યુ વિષે વધુ પડતા સભાન બની ગયા હતા. ૬૪મું આખું વર્ષ ચિતામાં કાઢ્યું. અલબત્ત, કામ તો બધું બરાબર રોજ કરતા, પણ માથે ભાર રહેતો. પરિણામે તબિયત પણ થોડી બગડી. અંતે ૬૪મું વર્ષ પૂરું થયું ત્યારે એમની ચિંતા ટળી. પછી તો એ જ ઉત્સાહથી એમનું કામ ચાલ્યું.
બચુભાઈને વિદેશ જવાની તક મળી. એ એમના જીવનનો અનેરા ઉલ્લાસનો પ્રસંગ હતો. જે જે સ્થળો, મ્યુઝિયમો, કલાકૃતિઓ વિશે વર્ષોથી પોતે “કુમાર”માં પરિચય આપતા રહ્યા હતા એ બધું નજરે જોવાની એમને તક સાંપડી. એને પરિણામે ઘણી બધી નવી સામગ્રી તેઓ ‘કુમાર' માટે ત્યાંથી લેતા આવ્યા. ૧૯૭૭માં બીજી વાર તેઓ લંડન ગયા ત્યારે હું ત્યાં એમને મળ્યો હતો. પરંતુ ઉંમર, ઠંડી અને અવરજવરની પરતંત્રતાને કારણે પહેલા જેવી બીજી વારના પ્રવાસમાં એમને મજા આવી નહોતી.
એક વખત અમદાવાદ થઈને પાલીતાણા શત્રુંજયની જાત્રાએ હું જતો હતો. બચુભાઈને મળવા ગયો. વાત નીકળી. શત્રુંજયનાં મંદિરો પોતે હજુ જોયાં નથી એમ કહ્યું. શત્રુંજય વિશે “કુમારમાં આટલું બધું લખનાર એના કલામર્મજ્ઞ તંત્રીને અમદાવાદથી આટલું પાસે હોવા છતાં ત્યાં જવાની તક નહોતી મળી. મેં ત્યાં લઈ જવા માટે દરખાસ્ત મૂકી, એમણે ના પાડી, કારણ કહ્યું કે પોતાને પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફ છે. એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે. પ્રવાસમાં એ ફાવે નહિ. વળી ઠંડી પણ સખત હતી. વાત મુલતવી રહી. બીજી વાર મારાં પત્ની સાથે હું અમદાવાદ ગયો હતો ત્યારે ખાસ ગાડીની વ્યવસ્થા કરી બચુભાઈને અને એમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી. એમને બહુ આનંદ થયો. પાછાં ફરતાં વાત નીકળી. એમને મહુડીના ઘંટાકર્ણ વીરમાં ઘણી શ્રદ્ધા હતી. પણ ઘણાં વર્ષથી ત્યાં જવાની તક મળી નથી. અને હવે તબિયતને કારણે ખાસ વ્યવસ્થા હોય તો જ ત્યાં જઈ શકાય. બીજી વખત અમે ખાસ ગાડીની વ્યવસ્થા કરાવીને સાથે લઈ જઈ મહુડીની જાત્રા પણ એમને કરાવી. જાત્રા પછી બચુભાઈએ મને પત્રમાં જણાવ્યું, “મહુડીની જાત્રા મને તો સરસ ફળી છે. ઘણાબધા અણધાર્યા લાભ થયા છે. ઘંટાકર્ણ દેવે આટલી બધી મને અણધારી સહાય કરી છે એટલે ફરી દર્શન કરવા જવાની ભાવના છે.” પત્ર મળ્યો એટલે બીજી વાર એમને મહુડી લઈ જવાની ગોઠવણ કરી. હું મુંબઈથી અમદાવાદ આવ્યો અને એમને મળ્યો. તેઓ પથારીવશ હતા. પ્રવાસ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી. પરંતુ નક્કી કર્યું હતું એટલે મેં એક રસ્તો સૂચવ્યો.
બચુભાઈ રાવત - ૧૬ ૧
Page #214
--------------------------------------------------------------------------
________________
એમના બંને પુત્રો મારી સાથે મહુડી આવે. બરાબર સવારના અગિયારના ટકોરે અમારે સુખડીનો થાળ ધરાવવો અને એ જ સમયે બચુભાઈએ પથારીમાં સૂતાં સૂતાં ઘંટાકર્ણ વીરને મનમાં પગે લાગવું. એ પ્રમાણે અમે કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો. બચુભાઈને એથી બહુ જ સંતોષ થયો હતો. બચુભાઈનાં અંતિમ વર્ષોમાં એટલું કર્તવ્ય કર્યાંનો અમને સંતોષ થયો.
બચુભાઈ વિશે લખતાં એમના જીવનના કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે !
શાળામાં બચુભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે એમને વાંચવામાં એક અંગ્રેજી વાક્ય આવ્યું હતું : બધા માણસો મહાન નથી થઈ શકતા, પણ બધાં માણસો સજ્જન જરૂર થઈ શકે છે. બચુભાઈએ આ વાક્યને પોતાના જીવનના એક આદર્શ તરીકે સ્વીકારી લઈને સજ્જન બનવાનો પુરુષાર્થ ખેડ્યો હતો. બચુભાઈ સજ્જન થયા અને જીવનભર રહ્યા, પણ સાથે સાથે મહાન પણ થયા. પરિણામે આપણને એક મહાન-સજ્જન' સાંપડ્યા.
(વંદનીય હૃદયસ્પર્શ’માંથી)
૧૬૨ * ચરિત્રદર્શન
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯
હંસાબહેન મહેતા
શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાનું બુધવાર, તા. ૪થી એપ્રિલ, ૧૯૯૫ના રોજ ૯૮ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનની નોંધ અખબારોમાં જેટલી લેવાવી જોઈતી હતી તેટલી લેવાઈ નથી એવી ફરિયાદ થઈ છે. જોકે આમ બનવું સ્વાભાવિક છે. વ્યક્તિ વડાપ્રધાન કે રાષ્ટ્રના પ્રમુખપદે હોય તે વખતે તેમનું અવસાન થાય ત્યારે તેમને તોપ ફોડવા સાથે સલામીનું માન મળે તેટલું માન નિવૃત્ત થઈને તરતના કાળમાં અવસાન પામે ત્યારે ન મળે.
જાહેર જીવનમાં અત્યંત સક્રિય રહેલી અને વિવિધ સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિ જાહેર જીવનમાંથી નિવૃત્ત થાય અને નાદુરસ્ત તબિયતને કારણે વર્ષો સુધી જાહેર જીવનથી અલિપ્ત રહે, લોકસંપર્કમાં રહે નહિ તો તેવી વ્યક્તિનું સ્મરણ લોકોમાં ઓછું ને ઓછું થતું જાય તે સ્વાભાવિક છે. વ્યક્તિ એસી-નેવુંની ઉંમર વટાવી જાય અને પોતાની હારના જાહેર જીવનના સહકાર્યકરોમાંથી લગભગ ઘણાખરાએ વિદાય લઈ લીધી હોય ત્યારે આવું લોકવિસ્મરણ સહજ છે. ક્યારેક તો લોકોને પૂછવું પડે કે ફલાણા ભાઈ કે બહેન હજુ હયાત છે ?
ત્રીસ કે ચાલીસની ઉંમરે પહોંચેલા તે તે ક્ષેત્રના યુવાનો માટે તો ગત જમાનાની આવી મહાન વ્યક્તિ એક ભૂતકાલીન ઘટના જેવી બની રહે છે. સમાજ એકંદરે તો વર્તમાન સમયમાં સક્રિય રહેતી જાહેર જીવનની વ્યક્તિઓમાં જ વિશેષ રસ ધરાવતો રહે છે. શ્રીમતી હંસાબહેન મહેતા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના હોદેથી નિવૃત્ત થયાં અને મુંબઈમાં આવીને સ્થાયી થયાં એ પછી કોઈ જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં નહોતાં કે એમની કલમનો પ્રસાદ વર્તમાનપત્રો કે સામયિકો દ્વારા કશો જ મળતો નહોતો. આથી લોકો સાથેનો, ખાસ
હિંસાબહેન મહેતા કા ૧૬૩
Page #216
--------------------------------------------------------------------------
________________
કરીને શૈક્ષણિક અને સાહિત્યજગત સાથેનો એમનો સંપર્ક રહ્યો ન હતો. આઉટ ઑફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ જેવી પરિસ્થિતિ ત્યારે પ્રવર્તવા લાગે. પરંતુ આવી પરિસ્થિતિ નિવારવાનું કાર્ય ગુણગ્રાહી સમાજ કર્યા વગર રહે નહિ.
- સ્વ. હંસાબહેન મહેતાને મુંબઈમાં એમના ઘરે હું મળવા ગયો હતો એ વાતને પણ સાતેક વર્ષ થયાં હશે ! ત્રણ વ્યક્તિઓ મુંબઈ મારા ઘરે ઊતરે ત્યારે કોઈક કોઈક વાર તેમની સાથે હંસાબહેનને મળવા જવાનું મારે થતું : (૧) ચંદ્રવદન ચી. મહેતા (૨) ડૉ. ભોગીલાલ સાંડેસરા અને (૩) કવિ ઉમાશંકર જોશી. એમાં પણ ઉમાશંકર જોશી કરતાં ડૉ. ભોગીલાલ સાંડેસરા અને ચંદ્રવદન મહેતા હંસાબહેનને મળવા માટે વધુ જતા, કારણ કે હંસાબહેન મહેતા જ્યારે સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતાં ત્યારે એ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ડો. સાંડેસરા અને ચંદ્રવદન મહેતાએ કાર્ય કર્યું હતું. બંને ઉપર હંસાબહેનનો ઉપકાર મોટો હતો.
ચંદ્રવદન મહેતા અને હંસાબહેન મહેતા લગભગ સમયવસ્ક હતાં. બંનેનો જન્મ સુરતમાં અને ઉછેર વડોદરામાં. હંસાબહેન સાથે ચંદ્રવદનની નિખાલસપણે બેધડક બોલવાની રીત પણ ખરી. પરંતુ ડૉ. સાંડેસરા હંસાબહેન કરતાં વીસેક વર્ષ નાના હતા. એટલે એમને હંસાબહેન માટે આદરભાવ ઘણો હતો. હિંસાબહેન અમારા વાઈસ ચાન્સેલર છે. સયાજીરાવ યુનિવર્સિટીમાં મારી નિમણૂક કરનાર હંસાબહેન છે.” એવું બોલતાં સાંડેસરાની છાતી ફુલાતી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી હંસાબહેન અશક્ત રહેતાં એટલે અમે જ્યારે એમને મળવા જઈએ ત્યારે પોતાની રૂમમાંથી બેઠકના ખંડમાં આવતાં પંદર-વીસ મિનિટ નીકળી જતી. નોકરાણી બાઈ હાથ પકડીને એમને બેઠકના ખંડમાં લાવતી. તેઓ સ્વસ્થપણે વાત કરતાં. યુનિવર્સિટીના કેટલાક યાદગાર પ્રસંગો વાગોળતાં. કેટલીક વાતોથી તેઓ પ્રસન્ન થતાં તો પોતાની યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણની વાતો સાંભળી ખેદ અનુભવતાં. એકંદરે યુનિવર્સિટીની જ વાતો નીકળતી. પરંતુ તેઓ ઘણું ઓછું બોલતાં. ક્યારેક કોઈકના સમાચાર પૂછતાં. એટલે વાતનો દોર વધુ ચાલતો નહિ. ચંદ્રવદન, ડૉ. સાંડેસરા કે ઉમાશંકર જોશી માત્ર આદરભાવથી પ્રેરાઈને, હંસાબહેનને ફક્ત વંદન કરવાના અને ખબર જોવાના આશયથી જતા. હું તો ત્રણે કરતાં વયમાં ઘણો નાનો હતો. એટલે હું તો માત્ર સાથ આપવા જતો. અને એમની વાતચીતનો સાક્ષી બનીને શાંત બેસી રહેતો. વળી હંસાબહેન મને ઓળખે પણ નહિ. દર વખતે મારે માટે પૂછે, “આ ભાઈ કોણ છે ?' વૃદ્ધાવસ્થાને લીધે યાદ ન રહે એવું બનવું સ્વાભાવિક હતું. એમની વિસ્મૃતિથી મને ક્ષોભ થતો નહિ.
છેલ્લે છેલ્લે તો ચંદ્રવદન મહેતા કહેતા કે હંસાબહેનને મળવા જવાની ઇચ્છા થતી નથી, કારણ કે મળવા જવાથી એમને ઘણી તકલીફ પડે છે. હંસાબહેન કેટલાંક
૧૬૪
ચરિત્રદર્શન
Page #217
--------------------------------------------------------------------------
________________
વર્ષથી પથારીવશ તો હતાં, પરંતુ ત્યાર પછી એમણે આંખોનું તેજ પણ ગુમાવી દીધું હતું. આંખોનું તેજ ચાલ્યા ગયા પછી તેમની પરાધીનતા વધી ગઈ હતી. જ્યાં સુધી આંખો ચાલી ત્યાં સુધી તેઓ કંઈક ને કંઈક વાંચતાં રહેતાં, કારણ કે તેમનો વાચનનો શોખ ઘણો હતો. તેમને રેડિયો પર આવતી ક્રિકેટની કોમેન્ટરી સાંભળવાનો રસ પણ ઘણો હતો, પરંતુ છેલ્લાં વર્ષોમાં તેમના જીવનદીપનું તેજ નૈસર્ગિક રીતે પણ ઓછું થતું જતું હતું.
હંસાબહેન મહેતા એટલે જાજ્વલ્યમાન નારી. એમને તેજસ્વિતા વારસામાં મળી હતી. તેઓ વડોદરા રાજ્યના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી. સયાજીરાવના રાજ્યકાળમાં સર મનુભાઈ દીવાને રાજ્યની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સર મનુભાઈ મહેતા પોતે પણ ગુજરાતના પ્રથમ નવલકથાકાર ‘કરણઘેલો'ના કર્તા સુરતના શ્રી નંદશંકર તુળજાશંકર મહેતાના પુત્ર. ભારતનાં દેશી રાજ્યોમાં સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ઘણું પ્રગતિશીલ રાજ્ય ગણાતું.
એ રાજ્યના દીવાનના ઘરમાં જેનો ઉછેર થયો હોય એ સંતાનને જન્મથી જ કેટલાક વિશેષ લાભ મળે અને એની બુદ્ધિ-પ્રતિભા ખીલે એ કુદરતી છે.
હિંસાબહેન એમના જમાનામાં બી.એ. અને એમ.એ. થયેલાં. એ જમાનામાં છોકરાઓમાં પણ મેટ્રિક થયેલા છોકરાંઓ કોઈક જ જોવા મળે. આખા ઈલાકામાં ફક્ત બે-ત્રણ કૉલેજો હોય એ જમાનામાં કૉલેજમાં જઈ અભ્યાસ કરવો એ છોકરી માટે નવાઈની વાત હતી. વળી કેટલીક જ્ઞાતિમાં નિષિદ્ધ જેવી વાત પણ હતી અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારક ઘટના જેવી લેખાતી હતી. લેડી વિદ્યાબહેન નીલકંઠ, સૌદામિની મહેતા, શારદાબહેન મહેતા વગેરેનાં નામો પછી હંસાબહેન મહેતાનું નામ પણ બોલાતું.
યુનિવર્સિટીના શિક્ષણમાં નાગર કોમની યુવતીઓ જેટલી મોખરે હતી તેટલી અન્ય કોમની નહોતી. હંસાબહેન નીલકંઠ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ હતાં. હંસાબહેન મહેતા પ્રથમ એમ. એ. થનાર મહિલા હતાં.
- હંસાબહેનનો જન્મ સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં ત્રીજી જુલાઈ ૧૮૯૭ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તેઓ ખૂબ હોશિયાર હતાં. તેમની સ્મરણશક્તિ ઘણી સારી હતી. ૧૯૧૩માં તેઓ મેટ્રિક થયાં ત્યારે “ચેટફિલ્ડ પ્રાઇઝ', નારાયણ પરમાનંદ પ્રાઈઝ' વગેરે મેળવેલાં. મૅટ્રિક પછી વડોદરા કૉલેજમાં તેઓ દાખલ થયાં ત્યારે ત્યાં વિદ્યાર્થી સમાજ, વસ્તૃત્વ મંડળી વગેરેની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધેલો.
- હંસાબહેનને સંસ્કૃત અને ઇંગ્લિશ ભાષાના વિષયમાં ઘણો રસ હતો. (કોલેજકક્ષાએ ગુજરાતી વિષય ત્યારે હજુ દાખલ થયો નહોતો.) તેટલો જ રસ
હિંસાબહેન મહેતા
૧૬૫
Page #218
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાનમાં રહેતો. હંસાબહેને મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ફિલોસોફીના વિષય સાથે સારા માર્ક્સ પાસ કરી. તે પછી તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયાં. તેમણે ત્યાં રહીને લંડન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયનો અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડમાં આ બે વર્ષના અભ્યાસ દરમિયાન તેમને સુપ્રસિદ્ધ ભારતીય કવયિત્રી શ્રીમતી સરોજિની નાયડુનો પરિચય થયો હતો. ૧૯૨૦માં જિનીવામાં ઇન્ટરનેશનલ વિમેન્સ કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં ભાગ લેવા માટે તેઓ સરોજિની નાયડુ સાથે જિનીવા ગયાં હતાં. જે દિવસોમાં પ્રવાસીઓ માટે વિમાનવ્યવહાર નહોતો એ દિવસોમાં તેઓ સ્ટીમરમાં ઇંગ્લેન્ડ ગયાં હતાં. ઇંગ્લેન્ડમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી ૧૯૨૨માં તેઓ વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયાં હતાં. ૧૯૨૩માં સાન ફ્રાંસિસ્કોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કેળવણી પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. આ રીતે યુવાન વયે જ તેમણે પોતાની તેજસ્વિતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાખવી હતી.
૧૯૨૩માં હંસાબહેન વિદેશમાં અભ્યાસ કરીને વડોદરા પાછાં ફર્યા તે વખતે તેમની ઉંમર પચીસેક વર્ષની હતી. એ જમાનામાં એક કૉલેજકન્યા તરીકે આટલી બધી પ્રગતિ કરનાર અને એટલી તેજસ્વી કારકિર્દી ધરાવનાર યુવતીનો જોટો મળે નહિ. એ દિવસોમાં સામાજિક રૂઢિઓનાં બંધનો હતાં. જે જમાનામાં મોટા ભાગની છોકરીઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જતી ન હતી, તથા જવલ્લે જ કોઈક છોકરી મેટ્રિક સુધી પહોંચતી હતી અને પંદર-સત્તર વર્ષે છોકરીઓનાં લગ્ન થઈ જતાં એ જમાનામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવ્યા પછી વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરીને પાછાં આવવું એ એક કૉલેજકન્યા માટે વિરલ ઘટના હતી. પરંતુ બીજી બાજુ એમાં સામાજિક સમસ્યા ઊભી થતી કે આવી કન્યાઓ માટે પોતાની જ્ઞાતિમાં યોગ્ય ઉમેદવાર હોય નહિ અને અન્ય જ્ઞાતિમાં લગ્ન થઈ શકે નહીં. જ્ઞાતિનાં બંધનો આજે જેટલાં શિથિલ છે તેટલાં ત્યારે નહોતાં. જ્ઞાતિમાંથી બહિષ્કત થવું એ ઘણી મોટી સજા ગણાતી હતી. એ દિવસોમાં હંસાબહેન મહેતા માટે પોતાની વડનગરા નાગર જ્ઞાતિમાં કોઈ યોગ્ય યુવાન હતો નહિ. સર મનુભાઈ દીવાનનું કુટુંબ પ્રગતિશીલ હતું. છતાં જ્ઞાતિનાં બંધનો તોડવા જેટલું સાહસ કરવાની હિંમત તેમનામાં હતી કે કેમ તે પ્રશ્ન છે. એ વખતે વડોદરા રાજ્યમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે કામ કરનાર તેજસ્વી યુવાન ડૉ. જીવરાજ મહેતા હતા. તેઓ અમરેલીના વતની હતા અને અમરેલી વડોદરા રાજ્યનું શહેર હતું. એટલે ગાયકવાડી રાજ્યમાં તેના પ્રજાજનો તરીકે ડૉ. જીવરાજ મહેતાને સયાજીરાવ ગાયકવાડે મોટી પદવી આપી હતી. ડો. જીવરાજ મહેતા કપોળ જ્ઞાતિના હતા. હંસાબહેન માટે તે યોગ્ય ઉમેદવાર હતા. તેમની સાથે હંસાબહેનનાં લગ્ન થાય એવી સયાજીરાવની ઇચ્છા અને સંમતિ
૧૬૬ = ચરિત્રદર્શન
Page #219
--------------------------------------------------------------------------
________________
હતી. પરંતુ જ્ઞાતિ બહાર લગ્ન કરવાનો પ્રશ્ન ઘણો વિકટ હતો. ઈ. સ. ૧૯૨૪માં હિંસાબહેને ડૉ. જીવરાજ મહેતા સાથે પ્રેમલગ્ન કર્યા. ત્યારે એ આંતરજ્ઞાતિય લગ્ન માટે એમનાં કુટુંબીજનોએ પણ જબરો વિરોધ કર્યો. મોસાળ પક્ષે તો તેમનો બહિષ્કાર કર્યો હતો. માત્ર વડોદરા રાજ્યમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં તે સમયે ઘણો મોટો ખળભળાટ મચી ગયો હતો. એ વખતે છાપાંઓ ઓછાં નીકળતાં હતાં, પણ પત્રિકાઓ ઘણી નીકળતી હતી. એવી પત્રિકાઓ ઘેર ઘેર લોકોને વહેંચવામાં આવતી. ઠીક ઠીક લાંબા સમય સુધી આવી પત્રિકાઓ નીકળ્યા કરી હતી. હાલ ૧૯૯૫માં વડોદરા શહેરની નેવું વર્ષની ઉપરની ઉંમરની જે વ્યક્તિઓ હયાત હશે તેવી વ્યક્તિને એ સમયનું ખળભળાટનું વાસ્તવિક ચિત્ર નજર સામે તરવરશે. મારા પિતાશ્રી હાલ ૯૯ વર્ષની ઉંમરના છે. તેઓને પણ આ પ્રસંગની સ્મૃતિ તાજી છે.)
એ સમયે બાલયોગીના ઉપનામથી કોઈક ઘણી પત્રિકાઓ કાઢતું હતું. એવી પત્રિકાઓમાં બેફામપણે લખાતું. સર મનુભાઈ પોતાની પુત્રીની આ ઘટના માટે, અંગત માન્યતા અને જાહેર અભિપ્રાય જુદાં જુદાં ધરાવતા.
- વડોદરામાં જે જાતનું ખળભળાટભર્યું વાતાવરણ હતું તે જોતાં ત્યાં વધુ સમય રહેવાનું ગમે એવું નહોતું. એથી હંસાબહેન અને ડૉ. જીવરાજ મહેતા મુંબઈ આવ્યાં.
ડૉ. જીવરાજ મહેતા કે. ઈ. એમ. હોસ્પિટલમાં ડીન તરીકે જોડાયા. હંસાબહેન પણ ભગિની સમાજ અને બીજી કેટલીક સંસ્થાઓમાં સક્રિય કાર્ય કરવા લાગ્યાં. તેઓ મ્યુનિસિપલ સ્કૂલ કમિટીમાં પણ સભ્ય તરીકે સેવા આપવા લાગ્યાં હતાં. સાહિત્ય અને શિક્ષણ એ બે એમના રસનાં ક્ષેત્ર રહ્યાં હતાં. લેડી તાતાએ “ધ નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયાના મંત્રી તરીકે એમની નિયુક્તિ કરી હતી.
મુંબઈ આવીને સ્થિર થવાનું બીજું પણ એક પ્રયોજન હતું. એ દિવસોમાં ગાંધીજીએ ચાલુ કરેલી અસહકાર અને સત્યાગ્રહની ચળવળ વેગ પકડતી જતી હતી. બ્રિટિશ હકૂમત અને દેશી રાજ્યોની ભેદરેખા ત્યારે વધારે સુદઢ હતી. ગાયકવાડી રાજ્યમાં રહીને બ્રિટિશ સરકાર સામેના આંદોલનમાં ભાગ લેવો અને તે પણ રાજ્યના દીવાનની પુત્રીએ, એમાં કેટલીક સમસ્યાઓ રહેલી હતી. મુંબઈથી એવી પ્રવૃત્તિ કરવામાં અનુકૂળતા હતી હંસાબહેને ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો હતો. તેઓ ત્રણેક વાર જેલમાં જઈ આવ્યાં હતાં. તેઓ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યાં હતાં. ગાંધીજીએ તેમને તાડી-દારૂની દુકાનો અને વિદેશી કાપડની દુકાનો પાસે પિકેટિંગ કરવાનું કામ સોંપ્યું હતું. તેમણે એ કાર્ય પેરીનબહેન કેપ્ટન સાથે મળીને કર્યું હતું. હંસાબહેન, પેરીનબહેન કેપ્ટન, સોફિયા ખાન, વિજયાબહેન કાનુગા વગેરેએ મળીને મુંબઈમાં દેશસેવિકા સંઘ'ની સ્થાપના કરી હતી. મુંબઈમાં બ્રિટિશ સરકાર સામે જે લડત ચાલી તેમાં સરઘસનું નેતૃત્વ સંભાળવા માટે પેરીનબહેનની
હિંસાબહેન મહેતા કા ૧૬૭
Page #220
--------------------------------------------------------------------------
________________
ધરપકડ થઈ. તે પછી હંસાબહેને એ નેતૃત્વ સંભાળ્યું ત્યારે એમની પણ ધરપકડ થઈ હતી અને એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. હંસાબહેને એક સુશિક્ષિત સન્નારી તરીકે ત્યારે માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.
૧૯૩૪માં હિંસાબહેન મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બન્યાં હતાં. ૧૯૩૭માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં હંસાબહેન ચૂંટાઈ આવ્યાં હતાં. ખેરસાહેબના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ ખાતાના નાયબપ્રધાન થયાં હતાં. એ બતાવે છે કે હંસાબહેન કેટલાં લોકપ્રિય હતાં અને વહીવટી ક્ષેત્રે કેટલાં બધાં કાર્યદક્ષ હતાં.
હંસાબહેનનો જીવ સાહિત્યકારનો હતો. કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ એમની લેખનપ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી. બાળસાહિત્યમાં તેમને વિશેષ રસ હતો. એમણે “બાળ વાર્તાવલિ', “અરુણનું અદ્ભુત સ્વપ્ન વગેરે કૃતિઓ ઉપરાંત નાટકના ક્ષેત્રે ત્રણ નાટકો', હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' જેવી મૌલિક કૃતિઓ રચી હતી. તદુપરાંત મોલિયેરના નાટક ઉપરથી બાવલાનાં પરાક્રમોની રચના કરી હતી તથા શેક્સપિયરના નાટક “હેમ્લેટ’ અને ‘વેનિસનો વેપારી'ના અનુવાદ જેવી રચનાઓ આપી હતી. તદુપરાંત એમણે રામાયણના અરયકાંડ, યુદ્ધકાંડ અને સુંદરકાંડ ઉપરથી પણ અનુવાદો કર્યા હતા. યુનિવર્સિટીના વહીવટી ક્ષેત્રમાં જોડાયા પછી હંસાબહેનની લેખનપ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતી જે જીવનના અંત સુધી ફરી પાછી ચાલુ થઈ નહોતી.
ભારતને આઝાદી મળી ત્યારે ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટે (૧૪મી ઑગસ્ટે રાતના બાર વાગે) સ્વાતંત્ર્ય-પર્વની ઉજવણી વખતે ભારતની મહિલાઓ વતી રાષ્ટ્રને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનું સદભાગ્ય હંસાબહેનને પ્રાપ્ત થયું હતું. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની (Constituent Assembly)ની રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. સ્વતંત્ર ભારતમાં મહિલાઓને સમાન હક અને સમાન તક મળે એ માટે એમણે એક આવેદનપત્ર બંધારણ સભામાં રજૂ કર્યું હતું. યુનાઈટેડ નેશન્સ તરફથી માનવહકોનું જાહેરનામું (Charter of Human Rights) ઘડવા માટે પંચની રચના થઈ ત્યારે ભારતનાં મહિલા પ્રતિનિધિ તરીકે હંસાબહેનની નિમણૂક થઈ હતી. હંસાબહેને એ પંચના સભ્ય તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યું હતું અને તેમાં છેલ્લા વર્ષમાં તો તેઓ પંચનાં પ્રમુખ થયાં હતાં. યુનેસ્કોની સમિતિના સભ્ય તરીકે પણ તેમની વરણી થઈ હતી. એમની સિદ્ધિઓ દર્શાવે છે કે બુદ્ધિશક્તિ, વિષયની જાણકારી, મૌલિક ચિંતન વગેરેમાં તેઓ કેવાં તેજસ્વી હતાં !
૧૬૮
ચરિત્રદર્શન
Page #221
--------------------------------------------------------------------------
________________
હંસાબહેનમાં મહિલાઓના હક માટેની જાગૃતિ પૂરેપૂરી હતી. તેમ છતાં માત્ર મહિલાઓના પક્ષકાર જેવી તેમનામાં સંકુચિતતા નહોતી કે મહિલાઓને સદા અન્યાય થયા કરે છે એવા ભૂતનું વળગણ નહોતું. તેઓ મહિલાઓના પ્રશ્નો વિશે પણ સ્વતંત્ર, સ્વસ્થ, તટસ્થ, સમતોલ અને ઉદારમતવાદી વિચારણા ધરાવનારાં હતાં.
હંસાબહેનના પિતાશ્રી સર મનુભાઈ દીવાને વડોદરા રાજ્યની ઘણી મોટી સેવા કરી હતી. વડોદરામાં યુનિવર્સિટીની સ્થાપના કરવાનું સ્વપ્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડે સેવેલું હતું અને એ માટે મોટી રકમ અનામત રાખેલી હતી, પરંતુ એમના જીવનકાળ દરમિયાન યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરામાં “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી અને એ યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર થવાનું માન અને સદ્ભાગ્ય શ્રીમતી હંસાબહેન મહેતાને પ્રાપ્ત થયું હતું એ પણ સુંદર સુયોગ ગણી શકાય. હંસાબહેને ભારતની યુનિવર્સિટીઓમાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર થવાનું માન પણ પ્રાપ્ત કર્યું. પોતાના પિતાનું અને પોતાના મહારાજાનું કાર્યક્ષેત્ર પ્રાપ્ત થતાં હંસાબહેને નિષ્ઠાપૂર્વક અને કાર્યદક્ષતાપૂર્વક નવ વર્ષ સુધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ઘણી મહત્ત્વની સેવા આપીને એ યુનિવર્સિટીને ભારતની અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં સ્થાન અપાવ્યું અને વિદેશમાં પણ એને ઘણી મોટી ખ્યાતિ અપાવી. એમણે ગૃહવિજ્ઞાન Home Science)નો વિભાગ શરૂ કરાવ્યો અને બીજા પણ કેટલાક નવા વિષયો યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યા.
હંસાબહેને આ રીતે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે જે મહત્ત્વની કામગીરી બજાવી તેની કદરરૂપે અલ્હાબાદ યુનિવર્સિટીએ અને સયાજીરાવ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની માનદ પદવી આપી હતી. તદુપરાંત ભારત સરકારે તેમને ૧૯૫૯ના વર્ષમાં પ્રજાસત્તાક દિને પવભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો.
હંસાબહેને સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે એક મહત્ત્વનું કામ એ કર્યું કે ચંદ્રવદન મહેતાને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. ચંદ્રવદન મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ એકલા, તરંગી સ્વભાવના અને રખડતા રામ હતા ! નાટકના એ જિનિયસ હતા. લેખન ઉપરાંત વાચન, પ્રવાસ અને અનુભવની દૃષ્ટિએ તેઓ ઘણા સમૃદ્ધ હતા. આવી વ્યક્તિઓનો સમાજને, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રને લાભ વધુ મળે એ દષ્ટિએ એમને કોઈક યુનિવર્સિટીમાં કંઈક સ્થાન આપવું જોઈએ. પરંતુ સતત ભ્રમણશીલ સ્વભાવના ચંદ્રવદન એમ કાયમને માટે એક સ્થળે બંધાઈ જાય એવા નહોતા. રમણલાલ દેસાઈ અને ઉમાશંકરે હંસાબહેનને કહેલું કે “ચંદ્રવદનને તમારે કાયમ માટે ખીલે બાંધવાની જરૂર છે. તમારી
હંસાબહેન મહેતા એ ૧૬૯
Page #222
--------------------------------------------------------------------------
________________
યુનિવર્સિટીમાં તમારે એ કેવી રીતે કરવું તેનો રસ્તો તમે શોધી કાઢો.”
હંસાબહેને એવો સરસ ઉપાય શોધી કાઢ્યો કે ચંદ્રવદન જીવનના અંત સુધી સયાજીરાવ યુનિવર્સિટીના થઈને રહ્યા. હંસાબહેને ચંદ્રવદનને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હોલમાં (આ મનુભાઈ મહેતા હૉલ તે હંસાબહેન મહેતાના પિતાશ્રીની યાદમાં હોસ્ટેલને અપાયેલું નામ) ઉપરના માળે એક સ્વતંત્ર, અલાયદો ખંડ આપવામાં આવ્યો અને યુનિવર્સિટીમાં એવી રીતનો ઠરાવ થયો કે ચંદ્રવદન મહેતા જીવે ત્યાં સુધી એ રૂમમાં રહી શકે. વળી એમના અધ્યાપનકાર્ય માટે પણ સમયનું કોઈ બંધન રાખવામાં આવ્યું નહિ. જ્યારે ઇચ્છા થાય ત્યારે અગાઉથી જાણ કરીને વર્ગ લઈ શકે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. બહારગામ કે વિદેશ જવા માટે તેમને કોઈ રજા-અરજી કરવાની રહે નહિ, કારણ કે વિઝિટિંગ પ્રોફેસર તરીકેની એમને નિમણૂક આપવામાં આવી હતી. આમ હંસાબહેને જે રસ્તો કાઢ્યો એથી ચંદ્રવદનને પોતાને, સયાજીરાવ યુનિવર્સિટીને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થયો.
આ બાજુ ડૉ. જીવરાજ મહેતા ગાંધીજીના અંગત તબીબ બન્યા હતા. એમણે ગાંધીજીની વર્ષો સુધી સેવા કરી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં ડો. જીવરાજ મહેતા તબીબી વ્યવસાય કરતાં સક્રિય રાજકારણમાં વધુ રસ લેવા લાગ્યા હતા. ૧૯૬૦માં જ્યારે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા થયા હતા. એમણે એ પદ ઉપર રહી પોતાની વહીવટી કુશળતાથી ગુજરાત રાજ્યની ઘણી સારી સેવા કરી હતી. ૧૯૮૭માં એમનું અવસાન થયું તે પછી હંસાબહેન મુંબઈમાં આવીને પોતાનાં સંતાનો સાથે રહ્યાં ત્યારે એંસીની ઉંમરે પહોંચેલાં હંસાબહેન જાહેર જીવન અને જાહેર સંપર્ક સમેટી લઈ એકાંતપ્રિય બની વાચન-મનનમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યાં. પછીથી તો તબિયતની પ્રતિકૂળતા પણ રહેવા લાગી.
હંસાબહેનના જીવનમાં અંતિમ વર્ષો શાંતિમાં પસાર થયાં હતાં. શક્તિ અનુસાર પ્રાપ્ત થતા જાહેર જીવનનો જેમ આનંદ છે તેમ જાહેર જીવનમાંથી સદંતર નિવૃત્ત થઈ શાંત, એકાંતપ્રિય જીવન જીવવાનો પણ એક વિશેષ પ્રકારનો આનંદ હોય છે. હંસાબહેને ઉભય પ્રકારના આનંદનો સંતર્પક અનુભવ કર્યો હતો.
ભારતનાં આ સુવિખ્યાત સન્નારીના જીવનમાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે.
('વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
૧૭)
ચરિત્રદર્શન
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા
ધોયેલાં સ્વચ્છ પણ ઇસ્ત્રી વગરનાં ખાદીનો ઝભ્ભો, બંડી અને પાયજામો પહેરેલા, ખભે ખાદીનો આછા રંગનો થેલો ભરાવેલા, ગામઠી ચંપલવાળા નીચું જોઈને ચાલતા સિત્તેર-એંસી વર્ષના કોઈ કાકા આણંદથી અમદાવાદની કે ગાંધીનગ૨ જતી બસમાં ચડે અને જગ્યા હોય તો બેસે, નહિ તો દાંડો ઝાલીને ઊભા ઊભા પ્રવાસ કરે એમને તમે જુઓ તો સમજો કે એ ચિખોદરાની આંખની હોસ્પિટલવાળા ડૉ. રમણીકલાલ દોશી-દોશીકાકા છે. અમદાવાદ-ગાંધીનગરની બસમાં જ નહિ, બીજી કોઈ બસમાં પણ તમે એમને જોઈ શકો. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજ દાદાના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડૉ. દોશીકાકાને આજે ૮૯-૯૦ની ઉંમરે એ જ તરવરાટથી કામ કરતા તમે જોઈ શકો ! એમના પરિચયમાં આવો તો તમને એમની મહત્તાનો ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હોય તો એમના પહેરવેશ પરથી કોઈ અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ ડૉક્ટર છે, આંખના મોટામાં મોટા ડૉક્ટર છે.
એક વખત કાકાને અમે પૂછ્યું કે, ‘કાકા, તમારી પાસે સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો ?’ કાકાએ કહ્યું, “જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક-બે વધારે હોય તો હું જીપમાં જાઉં છું. અમારી સંસ્થાની બધી જીપ આખો વખત કામ માટે ક્યાંથી ક્યાં જતી હોય છે. કોઈ વાર એક જ ડૉક્ટર હોય અને જીપ લઈ જાય છે. પરંતુ આ નિયમ તો મેં મારે માટે રાખ્યો છે. એથી
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૧
Page #224
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનું પેટ્રોલ બચે છે. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.'
કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, ‘રિઝર્વેશન’ના પૈસા બચે એટલે સંસ્થાના પૈસા બચે. સાદા બીજા વર્ગમાં બેસવાની જગ્યા મળી જાય. ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં છું. મને બેઠાં બેઠાં સારી ઊંઘ આવી જાય છે. ક્યારેય ખીસું કપાયું નથી. મારો દેખાવ જોઈને જ કોઈ ખીસું કાપવા ન લલચાય. જવા-આવવાની ટિકિટ હોય પછી વધારે પૈસા રાખતો નથી. કેટલાંયે શહેરોમાં સ્ટેશનથી રિક્ષા કે ટૅક્સી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. સ્ટેશનથી ચાલી નાખું છું.'
ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ કરવાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખના૨ કોઈક ને કોઈક તો નીકળે જ અને જગ્યા આપવા તૈયાર હોય જ. વળી કાકા કહે કે ‘આ રીતે પ્રવાસ કરવાથી જનતાની વચ્ચે આપણને રહેવાનું મળે. આપણામાં મોટાઈ આવી ન જાય.’
પૂજ્ય દોશીકાકાનું નામ તો મુ. મફતકાકા અને અન્ય કેટલાક દ્વારા સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ અમારા વડીલ, અમારા રેખા બિલ્ડિંગમાં રહેતા ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયાનો ફોન આવ્યો કે, દોશીકાકા અત્યારે અમારે ઘરે આવ્યા છે. તમને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ.'
મેં કહ્યું, જરૂર આવો, ઘરમાં જ છું.’
શ્રી કીર્તનભાઈ અને દોશીકાકા પધાર્યાં. કીર્તનભાઈએ એમની ક્ષયનિવારણ અને ચિખોદરાની આંખની હૉસ્પિટલનો પરિચય આપ્યો.
વાતવાતમાં કાકાએ કહ્યું, ‘કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હૉસ્પિટલ જોવા આવો.'
મેં કહ્યું, ‘હમણાં હું કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર આવવાનો છું. પરંતુ ત્યાંથી ચિખોદરા આવવાનો સમય નહિ રહે, કારણ કે ત્યાંથી પાંચ વાગે બસમાં નીકળી અમદાવાદથી ટ્રેન પકડવાનો છું.’ કાકાએ કહ્યું, તમને અનુકૂળ હોય તો તમે ભોજન કરી લો પછી સાડા બારે ઉત્કંઠેશ્વર તમારે માટે જીપ મોકલું. ત્યાંથી અઢી કલાકમાં ચિખોદરા આવી જાવ. પછી ચિખોદરા હૉસ્પિટલ જોઈ અને જમીને છ વાગે નીકળો તો અમારી જીપ તમને નવ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચાડે. તમારી ટ્રેન રાતના દસ વાગ્યાની છે. તમને શ્રમ ન લાગતો હોય તો આ રીતે ગોઠવો.’
૧૭૨ ચરિત્રદર્શન
Page #225
--------------------------------------------------------------------------
________________
મેં કહ્યું. “તમે આટલી બધી સગવડ કરી આપો છો તો પછી કેમ ન ફાવે ?'
આ ગોઠવણ પ્રમાણે કાકાના ડ્રાઇવર રમેશભાઈ બરાબર સાડાબારના ટકોરે લેવા આવ્યા. અમે – હું, મારાં પત્ની અને નિરુબહેન (સંઘનાં મંત્રી) તૈયાર હતાં. અમે જીપમાં બેસી ચિખોદરા પહોંચ્યાં.
ચિખોદરા પહોંચીને હોસ્પિટલની મુલાકાત લીધી. દોશીકાકાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. હૉસ્પિટલમાં સરસ અતિથિગૃહ હતું. એટલે બીજા મિત્રોને લઈ આવીએ તો સગવડ સારી મળે. નીરવ શાંત વાતાવરણ, વૃક્ષો, મોરના ટહુકા વગેરેને કારણે ઉપવન જેવું લાગતું હતું. હોસ્પિટલ પણ અમે જોઈ. સાંજે ભોજન વખતે કાકાનાં ધર્મપત્ની મુ. ભાનુબહેને પણ ભાવથી પીરસ્યું. અમને એક સરસ Worth repeating, અનુભવ થયો. જીપ અમને અમદાવાદ સ્ટેશને સમયસર પહોંચાડી ગઈ. અમને એમ થયું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ સંસ્થાને સહાય કરવાની અપીલ કરવા જેવી છે.
- ત્યાર પછી બીજા કેટલાક સભ્યો પણ ચિખોદરા જઈ આવ્યા. અમે યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં કાકાની હોસ્પિટલને સહાય કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઘણી સારી રકમ એકત્ર થઈ. એ રકમ આપવાનો કાર્યક્રમ ચિખોદરામાં યોજાયો. એનો જે પ્રતિસાદ સાંપડ્યો અને પરિણામે દોશીકાકા સાથે એવો ગાઢ નાતો બંધાયો કે વરસમાં ચાર-પાંચ વખત ચિખોદરા ન જઈએ ત્યાં સુધી ગમે નહિ. દોશીકાકા અને ભાનુબહેન સાથે વડીલ સ્વજન હોય એવો સંબંધ બંધાઈ ગયો. - ત્યાર પછી અમારા યુવક સંઘના ઉપક્રમે ચિખોદરાની હોસ્પિટલ દ્વારા વર્ષમાં ચાર-પાંચ વખત નેત્રયજ્ઞ યોજાવા લાગ્યા. એ માટે દાતાઓ તરફથી મળેલી રકમ અમે હોસ્પિટલને પહોંચાડીએ છીએ. તદુપરાંત બીજી રકમો મોકલાવતા રહીએ છીએ. નેત્રયજ્ઞની તારીખો બે મહિના અગાઉ નક્કી થાય. કાકા સ્થળ જણાવે અને સાથે પૂછે કે “આ વખતે કયા તીર્થની જાત્રાએ જશો?’
મુંબઈથી અમે આઠદસ સભ્યો ચિખોદરા જઈએ અને ત્યાંથી નેત્રયજ્ઞના સ્થળે જઈએ. આ રીતે બાવીસ વર્ષ દરમિયાન અમારા સિત્તેરથી વધુ પ્રવાસ થયા હશે અને એટલી જ તીર્થયાત્રા થઈ હશે.
અમારા જૈન યુવક સંઘ તરફથી આ રીતે આણંદ, પંચમહાલ, વડોદરા અને સુરત જિલ્લામાં ઘણું ફરવાનું થયું હતું. અમે ઠાસરા, બોરસદ, વડવા, વડતાલ, બોચાસણ, ધોળકા, વેડછી, નારેશ્વર, સરભોણ, સાગતાળા, ધોળી ડુંગરી, રાજપીપળા, ઝઘડિયા, મંગલભારતી, બાંધણી, કપડવંજ, માતર, ગોધરા, દાહોદ,
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા એ ૧૭૩
Page #226
--------------------------------------------------------------------------
________________
દેવગઢ બારિયા, બોડેલી વગેરે સ્થળોએ દોશીકાકાની આંખની હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કર્યું હતું. કેટલેક સ્થળે એક કરતાં વધારે વાર નેત્રયજ્ઞો યોજાયા હતા. દરેક નેત્રયજ્ઞનો જુદો જ અનુભવ થતો. વળી કાકાની સાથે સતત પ્રવાસ દરમિયાન કાકાના વિવિધ અનુભવોની વાત નીકળે. કોઈ વાર ગાંધીજી, કોઈ વાર રવિશંકરદાદાની, કોઈ વાર ગંગાબાની પ્રેરક વાતો જાણવા મળે. કોઈ વાર નજીકમાં કોઈ જોવા જેવી સંસ્થા હોય તે બતાવે. કોઈ વાર નજીકમાં હોય એવાં કબીર વડ, માલસર, અંગારેશ્વર, મનન આશ્રમ, બહાઈ મંદિર, નારેશ્વર, ગરુડેશ્વર, નર્મદા ડેમ, વણાકબોરી ડેમ, અગાસ આશ્રમ, વડવા, બાંધણી, વેડછીનો આશ્રમ, બાજુમાં શબરીશાળા, વાત્સલ્યધામ, પાવાગઢ વગેરે અમને બતાવ્યાં હતાં.
કાકાને ખેડા (આણંદ સહિત) જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે. કાકાની સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિને કારણે કાકાનું કામ સૌ કોઈ કરવા તૈયાર. આથી જ કાકા ગામેગામ નેત્રયજ્ઞોનું આયોજન કરે ત્યારે બધા સ્થાનિક કાર્યકર્તાઓની ટીમ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડી લે. પ્રત્યેક અઠવાડિયે કાકાના નેત્રયજ્ઞો ચાલતા જ હોય. ચિખોદરા હોસ્પિટલનો સ્ટાફ ખાટલા, ગાદલાં, અનાજ, ઓપરેશન થિયેટરની સામગ્રી, ચરમાં વગેરે માટે દરેકને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ બરાબર સંભાળે. સ્ટાફ પણ અત્યંત વિનયી. ક્યારેક કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો છેવટનો નિર્ણય કાકાનો
રહેતો.
દોશીકાકા સાથેના અમારા અનુભવના કેટલાક પ્રસંગો વર્ણવતાં પહેલાં દોશીકાકાના જીવનની અહીં ટૂંકી રૂપરેખા આપી છે. શ્રી આર.કે. દેસાઈએ કર્મયોગી શ્રી રમણીકભાઈ દોશી' નામની પુસ્તિકા લખી છે જેમાં દોશીકાકાના જીવનની વિસ્તૃત રૂપરેખા આપી છે.
દોશીકાકાનો જન્મ ઈ. સ. ૧૯૧૬ની બીજી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી સ્વ. રામજીભાઈ દોશી રાજકોટ રાજ્યના દીવાન હતા. તેઓ કાર્યદક્ષ, સત્યનિષ્ઠ, પ્રામાણિક, દઢસંકલ્પ, ધીરગંભીર સ્વભાવના અને પ્રગતિશીલ વિચાર ધરાવનાર હતા. એટલે રાજકોટના નરેશ લાખાજીરાજ પર એમનો ઘણો સારો પ્રભાવ હતો. તેઓ પોતે સુશિક્ષિત હતા એટલે સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવવાની દૃષ્ટિવાળા હતા. તેઓ એટલા પ્રામાણિક હતા કે રાજ્યના કારભાર માટે પેન જુદી રાખતા અને અંગત વપરાશની જુદી રાખતા. રાજ્ય તરફથી મળેલ ટેલિફોનનો ઉપયોગ તેઓ અંગત કામ માટે વાપરતા નહિ. રામજીભાઈએ બે વાર
૧૭૪ ૪ ચરિત્રદર્શન
Page #227
--------------------------------------------------------------------------
________________
લગ્ન કર્યાં હતાં અને એમને સાત દીકરા અને એક દીકરી એમ આઠ સંતાન હતાં. રામજીભાઈએ પોતાના કેટલાક દીકરાઓને અભ્યાસ માટે કરાંચી મોકલ્યા હતા. એટલે દોશીકાકાએ પણ થોડો વખત કરાંચીમાં અભ્યાસ કર્યો હતો. એ દિવસોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરી ડૉક્ટર થતા. રામજીભાઈના પાંચ દીકરા ડૉક્ટર થયા હતા. દોશીકાકા અમદાવાદમાં એલ.સી.પી.એસ. થયા અને મુંબઈમાં ડી.ઓ.એમ.એસ. થયા. એમણે કચ્છના ભચાઉમાં તથા પાનેલી, જામજોધપુર વગેરે સ્થળે દાક્તર તરીકે અને નડિયાદમાં તે વિષયોના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
દોશીકાકાનાં ધર્મપત્ની ભાનુબહેન કાકાના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહે છે. જૂનાગઢનાં વતની, પરંતુ રંગૂનમાં ઊછરેલાં ભાનુબહેન બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનાં માતાપિતા સાથે જૂનાગઢ પાછાં ફર્યાં હતાં. રાજકોટ ડૉ. ૨મણીકલાલ દોશી સાથે એમનાં લગ્ન થયાં. દોશી-દંપતીને સંતાન નહિ, પણ તેઓએ પોતાનાં ભાઈઓનાં સંતાનોને ઘરે રાખી પોતાનાં સંતાનોની જેમ સારી રીતે ઉછેર્યાં.
ભાનુબહેન શ્રીમંતાઈમાં ઊછર્યાં હતાં, પણ કાકા સાથે લગ્ન પછી એમણે કાકાની સાદાઈ, સેવા અને સમર્પણની ભાવનાને આત્મસાત્ કરી લીધી હતી. અમે વડોદરા જઈએ તો કેટલીયે વા૨ ત્યાં ભાનુબહેનની સાથે એમના ભાઈનું પણ આતિથ્ય માણ્યું છે. હૉસ્પિટલમાં ભાનુબહેન રસોડાનું ધ્યાન રાખે. દોશીકાકા બહારગામ હોય તો ડૉ. છોટુભાઈ અને અંબાલાલ ધ્યાન રાખે, પણ ભાનુબહેન પણ હોસ્પિટલનું ધ્યાન રાખે. વિદેશથી આવેલા કપડાંનું ગરીબોમાં વિતરણ કરે. ભાનુબહેન સવારનાં આંગણામાં પક્ષીઓને ચણ નાખે ત્યારે મોર, પોપટ, કબૂતર, કાબર, ચકલી વગેરે પક્ષીઓ એકસાથે મળીને ચણે એ રંગબેરંગી મનોહર દશ્ય રળિયામણું અને શાંતિપ્રેરક લાગે. આણંદમાં ઉપાશ્રય બંધાવવા માટે ફંડ એકત્ર કરવામાં ભાનુબહેને ઘણે ઘરે ફરીને સારી મહેનત કરી હતી. આમ કાકાની અર્ધાંગિની તરીકે ભાનુબહેને પણ પોતાના જીવનને સાર્થક કર્યું છે અને શોભાવ્યું
છે.
ત્યાર પછી દોશીકાકાએ અમદાવાદમાં રીલિફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં ‘હિંદ મિશન હૉસ્પિટલ' શરૂ કરી. આ હૉસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈને દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા પૂ. રવિશંક૨ દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં આઝાદી પૂર્વે દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં દોશીકાકાને સેવા આપવા માટે નિમંત્રણ
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૫
Page #228
--------------------------------------------------------------------------
________________
આપવામાં આવ્યું હતું. દોશીકાકાને આ વખતે દાદાની સાથે રહેવાની અને એમની કામ કરવાની કુનેહનાં દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા. દાદાએ દોશીકાકાને શહે૨ને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછીથી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. પછી તેઓ દર શનિ, રવિ બોચાસણમાં નેત્રશિબિર યોજતા. એમાં એક પણ દર્દીને પાછો મોકલતા નહિ.
આમ દોશીકાકાની મફત નેત્રયજ્ઞોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હૉસ્પિટલ, ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ, કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. કાકાને ઇન્કમટેક્સ ભરવાનો હોતો નથી. કાકાએ પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું. દોશીકાકાને ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પૂ. મોટા સ્વામી સચ્ચિદાનંદજી, ગંગાબા, દાંડીયાત્રાવાળા શ્રી કૃષ્ણજી વગેરે પાસેથી લોકસેવાની પ્રેરણા મળી છે. ડૉ. છોટુભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઠક્કર, ડૉ. પ્રો. ભાનુપ્રસાદ ચોકસી, રવિશંકર મહારાજના પુત્ર પંડિત મેઘવ્રત, ડૉ. ચંપકભાઈ મહેતા, ડૉ. નરેન્દ્રભાઈ મહેતા વગેરેનો સરસ સહકાર સાંપડ્યો છે. અહીં તો થોડાંક જ નામ આપ્યાં છે.
દોશીકાકાનો નિત્યક્રમ તે વહેલી સવારે ઊઠી સીધા સામયિકમાં બેસી જવું અને લોગસ્સનો જાપ કરવો. પછી દૂધ પીને (ચા તો કાકાએ જિંદગીમાં ક્યારેય ચાખી નથી.) હૉસ્પિટલમાં ઑપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં
જાય.
દોશીકાકા સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાચન કરે. રાત્રે દોશીકાકા ઑફિસમાં ટેબલ ૫૨ માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊંઘ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તરત ઉપાડે. પછી જો ઊંઘ ઊડી જાય તો તરત સામાયિકમાં બેસી જાય.
દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વનિવારણના ક્ષેત્રે સંગીન, સંનિષ્ઠ, સેવાભાવી કાર્ય કર્યું છે. એટલે એમની એ ક્ષેત્રની સિદ્ધિઓની કદરરૂપે વખતોવખત જુદી જુદી સંસ્થા કે સરકાર તરફથી એવૉર્ડ,
૧૭૬ ચરિત્રદર્શન
Page #229
--------------------------------------------------------------------------
________________
સન્માનપત્ર વગેરે ઘણાં મળ્યાં છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિન્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની વગેરે દેશો તરફથી એમને સહાય મળી છે. દોશીકાકાએ કેટલીયે સંસ્થામાં પ્રમુખ, માનદ્ મંત્રી, ટ્રસ્ટી, સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. સરકારની સમિતિઓમાં પણ કાર્ય કર્યું છે. આ બધાંની વિગતો આપવામાં આવે તો એક મોટી યાદી થાય.
દોશીકાકાએ જ્યારથી મફત નેત્રયજ્ઞનું કામ ઉપાડી લીધું ત્યાર પછી ચિખોદરા હોસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા. તે માટે મહિના અગાઉથી નક્કી કરેલાં ગામોમાં સર્વે કરવા માટે ટીમ રોજેરોજ રવાના થતી. દોશીકાકાને કેટલાયે સેવાભાવી આંખના ડૉક્ટરોની સેવા મળવા લાગી. આમ અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાર હોય જ. ચિખોદરાની હોસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઓપરેશન કરતા. હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ કોઈ ડૉક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઓપરેશન કરે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ મફત ઓપરેશન થયાં છે. કુદરતની મહેરબાની કેવી છે કે ૮૯૯૦ વર્ષની ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી.
સાપ્તાહિક નેત્રયજ્ઞ ઉપરાંત ગાંધી પરિવાર તરફથી જમશેદપુરમાં અને રાજસ્થાનમાં જયપુર નજીક જૂનજૂન જિલ્લામાં એક સ્થળે અંબુજા સિમેન્ટ તરફથી આઠ-દસ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે. કાકા એમાં પણ સમયસર પહોંચી જાય છે.
આંખના દવાખાનામાં રોજ સવારથી જ ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડૉક્ટરો પણ હોય. પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે. એટલે એમને માટે ઘણી મોટી લાઈન થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી પાસે આપણે પાંચ કે દસ રૂપિયાની ફિ રાખીએ તો કેમ ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણ આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે !' કાકાએ થોડી વાર પછી હસતાં કહ્યું, ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે. એનું દર્દ દૂર કરીએ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.’
એક વખત એક નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બંને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૭૭
Page #230
--------------------------------------------------------------------------
________________
પોતે રડી પડ્યા. ત્યાર પછી કાકાએ પોષણના અભાવે બાળકની આંખ ન જાય એ માટે બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામેગામ જઈ વહેંચવાનો અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો.
ઈ. સ. ૧૯૮૪થી ૨૦૦૪ સુધીમાં જૈન યુવક સંઘ તરફથી દાતાઓના દાનથી ચિખોદરાની ‘રવિશંકર મહારાજ' આંખની હૉસ્પિટલ દ્વારા ગુજરાતમાં કેટલાંયે સ્થળે નેત્રયજ્ઞ થયા છે. પહેલી-બીજી વખતના અનુભવથી અમને એમ થયું કે નેત્રયજ્ઞમાં અવશ્ય જવું અને ગરીબ દર્દીઓ માટે થતી મફત આંખની શસ્ત્રક્રિયા જાતે નિહાળવી. ગુજરાતની ગરીબીનો એથી વાસ્તવિક ખ્યાલ મળે છે. કેટલાયે ગરીબ દર્દીઓ પાસે નેત્રયજ્ઞ સુધી આવવાનું બેચાર રૂપિયા જેટલું પણ બસભાડું ન હોય. એટલે આ નેત્રયજ્ઞોમાં અમે ગરીબોને બીજી પણ સહાય કરતા. દોશીકાકાના જુદી જુદી સંસ્થાઓ ત૨ફથી થતા નેત્રયજ્ઞો આખું વરસ ચાલતા હોય એટલે અમે અમારા નેત્રયજ્ઞની તારીખ ત્રણ મહિના અગાઉ નક્કી કરી લેતા. અમારા સંઘની સમિતિમાં સાત-આઠ સભ્યો એવા છે કે જે અવશ્ય નેત્રયજ્ઞમાં આવે. વળી આરંભથી જ કાકાને ખાતરી થઈ હતી કે જ્યાં નેત્રયજ્ઞ હોય ત્યાં નજીકમાં જે કોઈ તીર્થં હોય એની અમે યાત્રા કરતા. એટલે આ બાવીસ વર્ષ દરમિયાન સંઘ દ્વારા સિત્તેર જેટલા નેત્રયજ્ઞ યોજાયા હશે અને એટલી જ અમે તીર્થયાત્રા કરી હશે. દોશીકાકા સાથે આવે અને પહેલેથી પુછાવે કે આ વખતે તમારે યાત્રા કરવા કઈ બાજુ જવું છે ?
દોશીકાકા એટલે આંખનું મોબાઇલ દવાખાનું. મેં કેટલીયે વાર જોયું છે કે અમે ચાલ્યા જતા હોઈએ ત્યાં સામેથી આવતો કોઈક માણસ કહે, “દોશીકાકા, રામરામ.' કાકા ઓળખે નહિ, પણ વાત કરવા પ્રેમથી ઊભા રહે. ત્યાં આવનાર વ્યક્તિ કહે, ‘કાકા, મારી આંખ જોઈ આપોને, મોતિયો તો નથી આવતોને ?”
કાકા એમ ન કહે કે ભાઈ અત્યારે ટાઇમ નથી. દવાખાને બતાવવા આવજે.' તેઓ તરત થેલીમાંથી બૅટરી કાઢે અને બિલોરી કાચ કાઢે. પેલાની બંને આંખ વારાફરતી પહોળી કરી, ટૉર્ચ મારીને અને જરૂર પડે તો કાચનો ઉપયોગ કરીને જુએ અને સંતોષકારક જવાબ આપે. આવું કામ ક૨વામાં કાકાને ક્યારેય મોડું ન થાય. કાકાને મન દર્દી એટલે દરિદ્રનારાયણ. કાકાએ હજારો માણસોની આંખ રસ્તામાં જ બરાબર ધ્યાનથી જોઈ આપી હશે. કોઈ વાર એવું બને કે આંખ જોયા પછી કાકા કહે, “ભાઈ, તમારી આંખ મશીનમાં જોવી પડશે. દવાખાને આવજો.' અમે યુવક સંઘના આઠ-દસ સભ્યો નેત્રયજ્ઞ માટે જ્યારે ચિખોદરા જઈએ ત્યારે કોઈકને આંખ બતાવવાની હોય, નંબર કઢાવવાનો હોય તો કાકા દવાખાનામાં
૧૭૮ ચરિત્રદર્શન
Page #231
--------------------------------------------------------------------------
________________
બધાંની આંખો જોઈ આપે. કાકા નંબર કઢાવવા માટે લાઇટ કરીને નાનામોટા અક્ષરોના ચાર્ટમાં અમને અક્ષરો વંચાવે. એમાં નીચે ઝીણા અક્ષરોની લીટી આવે. લ ન ગ ક ૨. અમારા એક મિત્રે ભૂલથી વાંચ્યું લગન કર' એટલે હસાહસ થઈ પડી. ત્યારથી આંખો બતાવવી હોય તો અમે કહીએ, “કાકા, લગન કર.” એટલે કાકા તરત સમજી જાય અને બધાંની આંખો જોઈ આપે. ચશમાંનો નંબર કાઢી આપે.
એક વખત અમે ગુજરાતના એક નગરમાં એક નવી થયેલી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. હૉસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી અને ડોક્ટરો પણ સેવાભાવી હતા. હૉસ્પિટલમાં બીજે હોય એના કરતાં પંચોતેર ટકા ચાર્જ ઓછો હતો. જે માટે બીજી હોસ્પિટલમાં સો રૂપિયા ખર્ચ થાય તે માટે આ હૉસ્પિટલમાં પચીસ રૂપિયા ખર્ચ થાય. એકંદરે મધ્યમવર્ગના લોકોને સારો લાભ મળી શકે.
હોસ્પિટલની મુલાકાત પછી ઉતારે અમે આવ્યા ત્યારે દોશીકાકાને અભિપ્રાય પૂછ્યો. એમણે કહ્યું, “હોસ્પિટલ ઘણી જ સારી છે અને મધ્યમવર્ગના લોકો માટે ઘણી જ રાહતરૂપ છે. આ વિસ્તારના ઘણા લોકોને એનો લાભ મળશે. પણ..”
કાકા બોલતાં અટકી ગયા. અમે કહ્યું, “કાકા, પણ શું?”
કાકાએ કહ્યું, પણ મારે કરવાની હોય તો આવી હોસ્પિટલ ન કરતાં ગરીબ લોકો લાભ લે એવી હોસ્પિટલ કરું. મારું ક્ષેત્ર જુદું છે. અમેરિકા કે યુરોપના દેશોમાં લોકોની આર્થિક સ્થિતિ એવી છે કે કોઈને રાહત આપવાનો વિચાર થતો નથી. રવિશંકર મહારાજના હાથે તાલીમ પામેલા અમે લોકો ગાંધીજીએ જે રસ્કિનનો. વિચાર અપનાવ્યો Un to this last એટલે અમે સાવ છેવાડાના ગરીબ માણસોનો વિચાર કરીએ. આ હૉસ્પિટલમાં સોને બદલે પચીસ રૂપિયા ચાર્જ છે. પરંતુ જેની પાસે પચીસ' રૂપિયા ન હોય, અરે હોસ્પિટલ સુધી આવવાના બસભાડાના રૂપિયા નથી એવા લોકો માટે કામ કરવું એ અમારું ક્ષેત્ર છે. શહેરોમાં નહિ, પણ દૂર દૂરનાં ગામડામાં અમે જઈએ ત્યારે ચીંથરેહાલ દશામાં જીવતા લોકોને જોઈ અમને દયા આવે.' ત્યારે અમને લાગ્યું કે ખરેખર, દોશીકાકા એટલે ગરીબોના બેલી.
એક વખત કાકા મારે ત્યાં જમવા પધાર્યા હતા. ઉનાળાનો સમય હતો. કાકા સવારના જમવામાં પાંચ વાનગી લે એ અમને ખબર હતી. અમે અમારે માટે પણ પાંચ વાનગી બનાવી હતી. ઉનાળામાં કેરીની મોસમ હતી એટલે જમવા બેઠા ત્યારે કાકાને પણ રસ પીરસ્યો હતો. બધા બેસી ગયા અને “સાથે રમીએ, સાથે જ જમીએ.” એ પ્રાર્થના કર્યા પછી જમવાનું ચાલુ કર્યું ત્યારે કાકાએ રસની વાટકી બહાર મૂકી. અમે પૂછ્યું, “કાકા, કેરીની બાધા છે ?” એમણે કહ્યું, “ના, પણ કેરી
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા કે ૧૭૯
Page #232
--------------------------------------------------------------------------
________________
ખાવી નથી.’ ‘કેમ ?” તો કહ્યું, પછી વાત !' અમે પાંચમી વાનગી તરીકે બીજી કોઈ વાનગી આપવાનું કહ્યું તો તે માટે પણ અમને ના પાડી. કાકાએ રસ લીધો નહિ એટલે અમે રસની વાટકી બહાર મૂકતાં હતાં તો અમને આગ્રહપૂર્વક અટકાવ્યાં.
જમ્યા પછી અમે કાકાને કા૨ણ પૂછ્યું તો એમણે કહ્યું, “મોટાં શહેરોમાં બધે કેરી ચાલુ થઈ ગઈ છે, પણ અમારાં ગામડાંઓમાં ગરીબ લોકોને ત્યાં હજુ ચાલુ નથી થઈ. કેરી થોડા દિવસમાં સસ્તી થશે અને એમને ત્યાં ચાલુ થશે, પછી હું કેરી ખાઈશ.’ કાકાની ગરીબો માટે કેટલી બધી સહાનુભૂતિ છે એનો ત્યારે ખ્યાલ આવ્યો.
ગાંધીજીની જેમ વ્યવહારમાં કરકસર કરવી એ દોશીકાકાનું પણ જીવનનું મુખ્ય લક્ષ. દરેક વિષયમાં કરકસરપૂર્વક વિચાર કરે. બે જોડ ખાદીનાં કપડાં આખું વર્ષ ચલાવે. ફાટે તો સાંધી લે. સાંધેલું કપડું પહેરવામાં શરમ નહિ. દોશીકાકા પાસે એક ગ૨મ કોટ છે. છેલ્લાં બાવીસ વર્ષથી અમે જોતા આવ્યા છીએ કે કાકાએ શિયાળામાં બહારગામ જવું હોય તો આ એક જ કોટ પહેર્યો હોય. કાકા કકસર કરે, પણ મનથી દિચ્છતા નહિ. જરૂ૨ પડે, અનિવાર્ય હોય તો ગમે તેટલું મોટું ખર્ચ કરતાં અચકાય નહિ.
દોશીકાકા વૈશાખ મહિનામાં ઑફિસમાં બપોરે એક દિવસ કામ કરતા હતા અને ભયંકર ગરમી પડતી હતી. એ વખતે એક શ્રીમંત ભાઈ પોતાની એ.સી. કારમાંથી ઊતરીને કાકાને મળવા આવ્યા. એમનાથી ગરમી સહન થતી નહોતી. એમણે કહ્યું, કાકા, આવી ગરમીમાં તમે કેવી રીતે કામ કરી શકો છો ?” કાકાએ કહ્યું, ‘હું ગરમીથી ટેવાઈ ગયો છું.' પેલા શ્રીમંતે કહ્યું, ‘કાકા, ઑફિસમાં મારા ખર્ચે એ.સી. નખાવી આપું છું, એના વીજળીના બિલની જવાબદારી પણ મારી.' કાકાએ કહ્યું, ‘ભાઈ, તમારી દરખાસ્ત માટે આભાર. પણ એ.સી.વાળી ઑફિસ મને ન શોભે.’ નેત્રયજ્ઞની સભાઓમાં કાકા ઘણી વાર કહેતા કે આવા યજ્ઞનું આયોજન ત્રણ નારાયણ એકત્ર થાય ત્યારે થાય. દર્દીઓ તે દરિદ્રનારાયણ, દાક્તરો અને બીજા કાર્યકર્તાઓ એ સેવાનારાયણ અને યજ્ઞ માટે દાન આપનાર, તે લક્ષ્મીનારાયણ. કાકાના વક્તવ્યમાં આ ત્રણ નારાયણ તો હોય જ, પણ કોઈ વાર પ્રસંગાનુસાર કાકા બીજા એકબે નારાયણ જોડી દેતા. કોઈ વાર લક્ષ્મીની વાત નીકળે તો કહેતા કે લક્ષ્મી ત્રણ પ્રકારની છે, શુભ લક્ષ્મી, અશુભ લક્ષ્મી અને મહાલક્ષ્મી. પાપ કરીને, છેતરપિંડી કરીને જે ધન કમાય તે અશુભ લક્ષ્મી. પ્રમાણિકપણે જે કમાણી થાય તે શુભ લક્ષ્મી અને લોકસેવાનાં કાર્યો જે કરે તેની લક્ષ્મી તે મહાલક્ષ્મી. અશુભ
૧૮૦ * ચિરત્રદર્શન
Page #233
--------------------------------------------------------------------------
________________
અને શુભ લક્ષ્મી અવશ્ય નાશ પામે. મહાલક્ષ્મી તો ક્યારેય નાશ ન પામે. તે ભવાંતરમાં પણ સાથે આવે.
જ્યાં નેત્રયજ્ઞ હોય ત્યાં કાકા સ્થાનિક કાર્યકર્તાઓને એક નાનકડી સભા યોજવાનું કહે. દર્દી અને એમના બરદાસીઓ તથા ડૉક્ટરો, કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો એ અમારો શ્રોતાગણ. અડધો કલાક કાર્યક્રમ ચાલે. અમારામાંના કોઈ કાર્યકર્તાઓને આ સભાઓ દ્વારા જાહેરમાં બોલવાનો મહાવરો થયો હતો. એક વખત એક સભ્યને બોલતાં બીજું કંઈ આવડ્યું નહિ તો એમણે દોશીકાકાના ત્રણ નારાયણની જ વાત કરી. એટલે દોશીકાકાને તે દિવસે બીજો વિષય લેવો પડ્યો હતો. દરેક નેત્રયજ્ઞમાં સભા પછી ભોજનનું નિમંત્રણ સ્થાનિક કાર્યકર્તાઓ ત૨ફથી હોય જ.
આરંભનાં વર્ષોમાં નેત્રયજ્ઞમાં ૭૦૦-૮૦૦ દર્દીઓ આવતા. કાકાની સુવાસ એવી કે દર્દીઓને જમાડવા માટે અનાજ વગેરે સામગ્રી ગામનાં શ્રેષ્ઠીઓ તરફથી મળતી. બળતણ માટે લાકડું દરેક ઘરેથી એક એક આવે. એટલે કશી મુશ્કેલી ન રહે. કાકામાં કુશળ વહીવટી શક્તિ અને સૂઝ છે. નેત્રયજ્ઞ એટલે આખા ગામનો ઉત્સવ. કાકા સવારના પાંચ વાગ્યાથી રાતના બાર સુધી કામ કરે. કોઈક વખત તો તેઓ એક દિવસમાં ૧૨૫થી વધુ ઑપરેશન કરે, છતાં થાકનું નામ નહિ.
પહેલાં સરકારી નિયમ એવો હતો કે જે નેત્રયજ્ઞમાં સો કે તેથી વધુ દર્દીઓ થયા હોય તો તે નેત્રયજ્ઞ માટે સરકાર સહાય કરે. એક વખત એક નેત્રયજ્ઞમાં બધું મળીને નવ્વાણું દર્દીઓ થયા. કાર્યકર્તાઓએ કહ્યું, ‘કાકા, કોઈ એક માણસની આંખ જોઈને પછી એનું નામ-સરનામું ચોપડામાં લખી દઈએ તો સો દર્દી થઈ જાય અને આપણને સરકારી ગ્રાન્ટ મળે.”
પરંતુ કાકાએ કહ્યું, ‘એવી રીતે ખોટું આપણાથી ન કરાય.' કાર્યકર્તાઓનો આગ્રહ છતાં કાકા મક્કમ રહ્યા હતા.
મહીકાંઠાના હિરલાલભાઈ બે આંખે વર્ષોથી સદંતર અંધ હતા. એક વખત આણંદની કૉલેજના સેવાભાવી પ્રોફેસર ડૉ. ભાનુપ્રસાદ ચોક્સી એમને કાકા પાસે લઈ આવ્યા. કાકાએ કહ્યું કે કદાચ ઑપરેશનથી પચીસેક ટકા તેજ આવે. એ રીતે ઑપરેશન થયું અને હિરલાલભાઈ થોડુંક દેખતા થયા. તેઓને જાણે કે નવી જિંદગી મળી. દોશીકાકાની તેઓ રોજ સાંજે એક માળા – દોશીકાકા, દોશીકાકા' એ નામથી માળા
જપતા.
એક વખત અમારો નેત્રયજ્ઞ પંચમહાલમાં દેવગઢ બારિયા પાસે સાગતાળા
અમાા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૮૧
Page #234
--------------------------------------------------------------------------
________________
નામના ગામમાં હતો. જંગલ વિસ્તાર પાસે આવેલું આ ગામ છે. અમારો ઉતારો ગૂલ વિભાગના ગેસ્ટ હાઉસમાં હતો.
નેત્રયજ્ઞ પછી બીજે દિવસે અમે અલિરાજપુર પાસે મધ્યપ્રદેશમાં આવેલા લક્ષ્મણી તીર્થની જાત્રાએ ગયા. કાકાએ આ તીર્થ જોયું નહોતું. અમારામાંના બીજા પણ ઘણાખરા પહેલી વાર આવતા હતા. આખો રસ્તો ખરબચડો. અો પહોંચી, પૂજા કરી, ભોજન અને આરામ કરી પાછા આવવા નીકળ્યાં. પણ ત્યાં તો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થયો. અંધારું થઈ ગયું હતું. એંસી કિલોમીટરનો રસ્તો વટાવતાં ઘણી વાર લાગી. રસ્તામાં થાકેલા હોવાથી કોઈ ઝોલાં ખાતા તો કોઈ વાત કરતા. એક કલાક પછી કાકાએ ગીત ઉપાડ્યું;
આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, સત્ય એ જ પરમેશ્વર, બાપુનો બોલ
તારમાં ઈશ્વર છે કે નહિ ખોલ.' બધાંએ કાકાનું ગીત ઝીલ્યું. પાંચ કલાક પછી અમે સાગતાળા આવ્યા. બીજે દિવસે કાકાએ કહ્યું, “તમને ખબર છે, કાલે આપણે કેટલું જોખમ ખેડ્યું? આ ભીલ વિસ્તાર છે. રાતના કોઈ વાહન આવે તો ભીલો જરૂર લૂંટી લે. મને થયું કે હેમખેમ પાછા પહોંચી જઈએ તો સારું. આખે રસ્તે હું મનમાં ભક્તામર સ્તોત્ર બોલતો રહ્યો હતો. વચ્ચે ‘આંખો પવિત્ર રાખનું ગીત ઝિલાવ્યું કે જેથી તમને ડરનો વિચાર ન આવે.”
એક વખત અમારા સંઘ તરફથી ઠાસરામાં નેત્રયજ્ઞ હતો. પચાસ જેટલા દર્દીઓનાં ઓપરેશન હતાં. અમે મુંબઈથી સંઘના સાતેક સભ્યો ચિખોદરા પહોંચ્યા. ઓગસ્ટ મહિનો હતો અને વરસાદના દિવસો હતા. ચિખોદરામાં સ્નાનાદિ વગેરેથી પરવારી, અમે જીપમાં બેઠા ત્યારે કાકાએ કહ્યું કે કાલે રાતના બહુ વરસાદ પડ્યો છે અને જોરદાર પવન ફૂંકાયો છે એટલે દર્દીઓ ઓછા આવશે એવો સંભવ છે. અમે ઠાસરા નેત્રયજ્ઞના સ્થાને પહોંચી ગયા. ઓપરેશન માટે દાક્તરો આવી ગયા હતા. ખાટલા પથરાઈ ગયા હતા. ઓપરેશન થિયેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ નવ વાગ્યા તોપણ કોઈ દર્દી આવ્યો નહોતો. રાહ જોવાતી ગઈ, સમય પસાર થતો ગયો. એમ કરતાં અગિયાર વાગ્યા તોપણ કોઈ દર્દી આવ્યા નહિ. અમે બધા બેસીને માંહોમાંહે ગપાટા મારતા રહ્યા. અમારા માટે ભોજનની વ્યવસ્થા ત્યાં જ થઈ હતી એટલે બાર વાગે જમવા બેઠા. સાડા બાર સુધી કોઈ દર્દી ન આવ્યો એટલે એક વાગે નેત્રયજ્ઞ બંધ જાહેર કરવામાં આવ્યો. કાકાએ કહ્યું, અત્યાર સુધી આટલા બધા
૧૮૨
ચરિત્રદર્શન
Page #235
--------------------------------------------------------------------------
________________
નેત્રયજ્ઞો કર્યા, પણ દર્દી વગરનો આ પહેલો થયો, તેનું કારણ ધોધમાર વરસાદ અને વાવાઝોડું છે.
દોશીકાકા અને ભાનુબહેન એક વખત અમેરિકા જવાનાં હતાં ત્યારે અમારા યુવક સંઘ તરફથી અમે વિદાયમાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આટલી મોટી ઉંમરે તમને ફાવશે કે કેમ એમ અમે પૂછ્યું ત્યારે કાકાએ કહ્યું હતું કે મારા ભત્રીજાઓ ત્યાં રહે છે અને એરપોર્ટથી એરપોર્ટ અમને એટલા બધા સાચવે છે કે અમને જરાય તકલીફ પડતી નથી.' આ ભત્રીજાઓ નાના હતા ત્યારે કાકાએ અને ભાનુબહેને પોતાને ઘરે રાખીને સાચવ્યા હતા અને તૈયાર કર્યા હતા. આ અમેરિકા જવાના પ્રસંગે મારાં ધર્મપત્ની તારાબહેને કાકાને ખાદીની ગરમ શાલ ભેટ આપી તો કાકાએ કહ્યું કે મારી પાસે એક શાલ છે અને એકથી વધારે ન રાખવાનો મારો નિયમ છે. એટલે તમારી શાલ હું તો જ સ્વીકારું કે મને જ્યારે યોગ્ય લાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિને હું આપી દઉં, એ માટે તમારી મંજૂરી હોય તો જ લઉં.’ આ શરત અમે મંજૂર રાખીને અમે કાકાને શાલ ભેટ આપી.
દોશીકાકા અને એમનાં ધર્મપત્ની ભાનુબહેન અમેરિકા ત્રણેક વાર ગયાં છે. તેમના ભત્રીજાઓને ત્યાં રહે છે. કાકા જાય ત્યારે હૉસ્પિટલ માટે કંઈક ફંડ લઈને આવે. છેલ્લે ગયા ત્યારે કાકાની ઉંમર ૮૭ અને ભાનુબહેનની ૮૩, વૃદ્ધાવસ્થાને લીધે કોઈ પણ તેમને અમેરિકા જવાની સલાહ ન આપે. પણ તેઓ બંને મનથી દૃઢ હતાં. વળી આરોગ્યમાં કોઈ ખામી નહોતી. ભાનુબહેનનું શરીર ભારે, પણ તેઓ કહે, અમારે તો બધા જ એરપોર્ટ ૫૨ વ્હીલચે૨ મળવાની છે.’ અમેરિકા જતા હતા ત્યારે ભાનુબહેને કાકાને કહ્યું, ‘તમારાં ચંપલ ઘણાં ઘસાઈ ગયાં છે. અમેરિકામાં તૂટશે તો બહુ મુશ્કેલી થશે. માટે તમે નવી જોડ લઈ લો.’
પણ કાકા જૂનાં ચંપલ પહેરીને જવામાં મક્કમ હતા. તેમનો નિયમ હતો કે એક ચંપલ ઘસાઈને તૂટી જાય ત્યારે જ નવાં ચંપલ ખરીદવાં. એટલે કાકાએ કહ્યું, ચંપલ તૂટી જશે તો ત્યાં ઉઘાડા પગે ચાલીશ. નહિ વાંધો આવે. બધે ગાડીમાં ફરવાનું છે. વળી ત્યાંનો ઉનાળો છે.’ દોશીકાકામાં આત્મવિશ્વાસ ઘણો. પાછા ફર્યા ત્યાંસુધી ચંપલને વાંધો આવ્યો નહિ. આવ્યા પછી જૂનાં ચંપલ ઘસાઈ ગયાં ત્યારે નવાં ચંપલ લીધાં.
એક વખત અમે નેત્રયજ્ઞ પછી એક તીર્થની યાત્રાએ ગયા હતા. રાતનો મુકામ હતો. થાકેલા હતા એટલે હું અને દોશીકાકા સૂઈ ગયા અને મિત્રને ૫૨વા૨તાં થોડી વા૨ હતી. સવારે વહેલા ઊઠી સ્નાનાદિથી પરવારીને અમે તૈયાર થયા. બહાર જતાં દોશીકાકાએ કહ્યું, “મારાં ચંપલ ક્યાં ગયાં ?' તો મિત્રે તરત એમનાં ચંપલ બતાવ્યાં.
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૮૩
Page #236
--------------------------------------------------------------------------
________________
કાકાએ કહ્યું, “આ મારાં ચંપલ નથી.” મિત્રે ફોડ પાડતાં કહ્યું, “કાકા, રાતના મારા બૂટ પાલિશ કરતો હતો ત્યાં પછી વિચાર આવ્યો કે તમારા બંનેનાં ચંપલને પણ પાલિશ કરી લઉં.”
કાકાએ કહ્યું, “મને પૂછ્યા વગર તમે મારા ચંપલને પાલિશ કર્યું તે બરાબર ન કહેવાય. પાલિશવાળા ચંપલ મને શોભે નહિ. હવે પાલિશ કાઢી નાખો.” મિત્ર લૂગડા વડે પાલિશ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાલિશ બહુ ઓછી થઈ નહિ. ત્યાં બહાર જઈ કાકા મૂઠી ધૂળ ભરીને લાવ્યા અને ચંપલ પર નાખી એટલે ચંપલ કંઈક બરાબર થયાં.
અપંગ કન્યાઓ માટે ગુજરાતમાં કલોલ પાસે આવેલી સંસ્થા “મંથનને માટે અમે પર્યુષણ પર્વ દરમિયાન સહાય માટે શ્રોતાઓને અપીલ કરી હતી અને એકત્ર થયેલ રકમ સંસ્થાને અર્પણ કરવાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો હતો. એ માટે કાકાને પણ પધારવાનું નિમંત્રણ અમે આપ્યું હતું. કાકાએ “મંથન' સંસ્થા જોઈ નહોતી અને ક્યાંથી જવાય એ તેઓ જાણતા નહોતા. એટલે અમે એમને અમદાવાદથી અમારી સાથે બસમાં જોડાઈ જવા કહ્યું હતું. અમદાવાદ સ્ટેશને “ઈન્કવાયરી'ની બારી પાસે તેઓ ઊભા રહેવાના હતા. પરંતુ તે દિવસે ટ્રેનમાં અમારો ડબ્બો ઘણો આગળ આવ્યો એટલે અમે બધા પાર્સલના ફાટકમાંથી નીકળ્યા કે જેથી તરત સામે બસ પાસે પહોંચાય. સવારની ઉતાવળમાં અમે જે ભાઈને કાકાને લઈને આવવાનું સોંપ્યું હતું તે ભૂલી ગયા અને બીજા પણ ભૂલી ગયા. અમે શેરિસા પહોંચ્યા ત્યારે ખબર પડી કે કાકાને લેવાનું રહી ગયું છે. શેરિસા સ્નાનપૂજા કરી અમે મંથનમાં પહોંચ્યા તો કાકા ત્યાં આવીને બેઠા હતા. અમે કાકાની માફી માગી, પણ તેમની વાણીમાં જરા પણ ઠપકો નહોતો. એમણે હસતાં કહ્યું, ‘તમે ભૂલી ગયા તો સારું થયું. એટલે તમારા કરતાં હું વહેલો અહીં આવી ગયો.” પછી કાકાએ કહ્યું કે “બધા પેસેન્જરો નીકળી ગયા અને કોઈ મારી પાસે આવ્યું નહિ એટલે થયું કે તમે નીકળી ગયા હશો. પછી નિમંત્રણ પત્રિકા જોઈ અને એમાંના એક સભ્યને ફોન કર્યો. તેઓ હજુ નીકળ્યા નહોતા. એટલે એમના ઘરે પહોંચી એમની સાથે ગાડીમાં અહીં આવી ગયો છું. અમારી ભૂલ માટે એમણે જરાયે ઠપકો આપ્યો નહિ. એમની સમતા અને પ્રસન્નતા માટે માન થયું. એમણે હસતાં હસતાં કહ્યું, “તમે ભૂલી ગયા તો સારું થયું. મને ગાડીમાં તમારા કરતાં વહેલા આવવા મળ્યું.'
સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં મુંબઈની રત્નવિધિ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિકલાંગો માટે એક કેમ્પનું આયોજન થયું હતું. એમાં દોશીકાકાને પણ નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે મંચ પર બેસવાનું દોશીકાકા ઢળે અને આગળની હારમાં
૧૪ = ચરિત્રદર્શન
Page #237
--------------------------------------------------------------------------
________________
બેસવાનું પણ ટાળે. દોશીકાકા થોડા પાછળ બેઠા હતા. આગળ આવવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તેઓ નિશ્ચિત સમયે નીકળીને ચિખોદરા પહોંચવા ઇચ્છે છે. સાયલાથી અમદાવાદ બસમાં અને અમદાવાદથી બસ બદલીને તેઓ આણંદ જવાના હતા. સભામાં એક સજ્જન પધાર્યા હતા. તેઓ કાર્યક્રમ પછી પોતાની ગાડીમાં આણંદ જવાના હતા. એટલે મેં તેમની સાથે ગાડીમાં જવાનું સૂચન કર્યું. પરંતુ દોશીકાકાએ કહ્યું “મને એમ કોઈની ગાડીમાં જવાનું નહિ ફાવે. કોઈને મોડું-વહેલું થાય. બસ તરત મળી જાય છે એટલે મારે મોડું નહિ થાય.” અમે બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, “ભલે જોઈશું.” પરંતુ કાર્યક્રમ પૂરો થયો ત્યારે દોશીકાકા તો નીકળી ગયા હતા. દોશીકાકાને શ્રીમંતો પ્રત્યે એલર્જી છે એવું નથી, પણ તેમને આમજનતા વચ્ચે આમજનતાના થઈને, જાણે કે કોઈ પોતાને ઓળખતું નથી એવા થઈને રહેવું ગમે છે. એમના વિગલિત થયેલા માનકષાયનું આ પરિણામ છે.
એક વખત અમારે આગલોડ અને મહુડીની યાત્રાએ જવું હતું. કાકા કહે ‘અમારી જીપ લઈ જાવ.” અમે કહ્યું, ‘પણ કાકા, તમારે ગાંધીનગર જવું છે તો તમે જ જીપ લઈ જાવ. અમે બીજી વ્યવસ્થા કરી લઈશું.' કાકા કહે, “જીપ તો તમે જ લઈ જાવ, હું બસમાં જ જઈશ.” બહુ આગ્રહ કરતાં કાકા કહે, “એમ કરો, મારું કામ પતાવી હું મહુડી આવીશ અને વળતાં તમારી સાથે પાછો આવી જઈશ.'
કાર્યક્રમની વિગતો નક્કી થઈ. મહુડી પહોંચવાનો અમારો સમય પણ નક્કી થયો. પરંતુ ચિખોદરાથી નીકળ્યા પછી તરત અમારામાંના એક મિત્રે બીજું પણ એક સ્થળ સમાવી લેવાનો આગ્રહ કર્યો અને ચિખોદરાથી પહેલાં એ સ્થળે જવું અને પછી જ આગલોડ અને મહુડી જવું. પણ એ સ્થળનો રસ્તો લાંબો હતો. એટલે એમ કરતાં અમારી બસ સાંજના સાત વાગે મહુડી પહોંચી. પહોંચતાં જ ત્યાંના એક કર્મચારીભાઈએ કહ્યું, “દોશીકાકા તો તમારી બે કલાક રાહ જોઈને બસમાં ચિખોદરા ગયા.”
આ સાંભળીને અમને બહુ અફસોસ થયો. જેમની જીપ છે તે બસમાં જાય ! અમારે એમની જીપમાં જવાનું? વળી એમને બે કલાક રાહ જોવી પડી.
ચિખોદરા અમે પહોંચ્યા તો કાકાએ પૂછ્યું, “કેમ મોડું થયું ?” અમે એમની ક્ષમા માગી પણ એમણે એ વાતને સહજ ગણી, જરા પણ ચિડાયા નહિ કે ન ઠપકો આપ્યો. બલકે તેઓ હસતાં હસતાં અમારી સરભરામાં લાગી ગયા. દેશીકાકાની સમતાનું ત્યારે દર્શન થયું.
દોશીકાકાની ભોજનની પ્રવૃત્તિ અત્યંત શાંત અને સંયમિત. સવારે તેઓ ચાર
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા એ ૧૮૫
Page #238
--------------------------------------------------------------------------
________________
કે પાંચ વાનગી લે. આખા દિવસમાં આઠ વાનગી લે. જરૂર પડ્યે દાળ અને શાકનું મિશ્રણ કરે. પછી આખો દિવસ વચમાં કશું ન લે. ચોવિહાર કરે અને તેમાં ફક્ત ત્રણ વાનગી લે. પ્રવાસમાં અમે હોઈએ અને સાંજ પડવા આવે પણ પોતે કશું બોલે નહિ. ડ્રાઇવર યાદ રાખે. સૂકી ત્રણ વાનગીઓનો ભાનુબહેને ડબ્બો બાંધી આપ્યો હોય તો તે આપે. ચાલુ પ્રવાસે જ તેઓ આહાર લે. એ માટે ગાડી થોભાવે નહિ. કોઈ વખત વેળાસર હૉસ્પિટલમાં પહોંચી જવાની ધારણા હોય એટલે ભાનુબહેને કશું બંધાવ્યું ન હોય, પણ મોડું થાય તો ડ્રાઇવર કહે કે ભાનુબહેને કશું આપ્યું નથી. પછી પોતે જ રસ્તામાં કોઈ કેળાંની લારી ઊભી હોય તો કેળાં લાવે. તેમાંથી દોશીકાકા એક અથવા બે લે. કોઈ વાર રસ્તામાં કેળાં ન મળે તો કાકા ભૂખ્યા રહે, પણ કોઈને કહે નહિ, કોઈની ભૂલ ન કાઢે કે કોઈને ટોકે નહિ. મહેમાનોનું પ્રેમભર્યું સ્વાગત કરવું, તેમને અતિથિગૃહમાં ઉતારો આપી તેમનાં ભોજનાદિની સગવડ કરવી, તેમની સેવામાં કર્મચારીઓને જુદા જુદાં કામ સોંપવાં, ગાડીમાં બેસાડીને તેઓને આસપાસ ફેરવવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં દોશી-દંપતીના ઉત્સાહની આપણને પ્રતીતિ થાય. કાકા અને મુ. ભાનુબહેન અતિથિગૃહમાં આવી બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખે. કોઈ દિવસ એવો ન હોય કે માત્ર કાકા અને ભાનુબહેન – એમ બે જણે સાથે ભોજન લીધું હોય. અતિથિ બારે માસ હોય અને તેમને ઉત્સાહથી જમાડે. મહેમાન વગર ખાવાનું ન ભાવે. ચિખોદરાની હૉસ્પિટલને આંત૨રાષ્ટ્રીય ખ્યાતિ મળેલી છે એટલે દેશવિદેશથી મુલાકાતે આવના૨ મહેમાનોની અવરજવર આખું વર્ષ રહે, છતાં નહિ થાક કે નહિ કચવાટનું નામનિશાન. તેઓ કામ ક૨વામાં ચોક્કસ, પણ નોકરચાકરની કંઈ ભૂલ થઈ હોય છતાં દોશી-દંપતીએ ક્યારેય ગુસ્સો કર્યો હોય, બરાડા પાડ્યા હોય એવું ક્યારેય ન બને. સમતાનો ગુણ તેમના જીવનમાં વણાઈ ગયો છે.
શ્રી આર. કે. દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છે : દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયો છે, ગુસ્સો ગાયબ થઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં. અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેમની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તરત જ આવનાર વ્યક્તિ બરફ બની જતો. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો ધોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, વે૨ નથી કે કડવાશ નથી. શિથિલતા દર્શાવનાર વ્યક્તિઓ પ્રત્યે આકરા થવાની વૃત્તિ નથી. નરી શીતળતા, ચંદ્રથી પણ વિશેષ શીતળતા. સૌનું વિશ્રામસ્થાન એટલે દોશીકાકા; થાક્યાપાક્યનું એ વિશ્રામસ્થાન છે.
૧૮૬ ચરિત્રદર્શન
Page #239
--------------------------------------------------------------------------
________________
એમને મળતાંની સાથે જ બોજ હળવો બને છે. તેઓ આબાલવૃદ્ધ સૌના વાત્સલ્યમૂર્તિ છે. તેઓ ઘેઘૂર વટવૃક્ષ સમી શીતળ છાયા પ્રદાન ક૨ના૨ છે.
દોશીકાકા એટલે ગાંધીયુગના છેલ્લા અવશેષોમાંના એક. એમની કેટલીક વાતો, ભવિષ્યમાં લોકો જલદી માનશે નહિ. જેમની પાસે પોતાની માલિકીનું ઘર નથી, જમીન નથી, મિલકત નથી, બેંકમાં ખાતું નથી એવા આ લોકસેવકે ભરયુવાનીમાં રવિશંકરદાદાના પ્રભાવ હેઠળ આવી સેવાનો ભેખ લીધો. તેઓ સાચા વૈષ્ણવજન છે, સાચા શ્રાવક છે. એમને ગીતાની પરિભાષામાં કર્મયોગી તરીકે ઓળખાવવા તે યોગ્ય જ છે.
ભાનુબહેન અને દોશીકાકા પાસે અમે હોઈએ તો જાણે માતાપિતા પાસે હોઈએ એવું અપાર વાત્સલ્ય અનુભવ્યું છે. જાણે કે જન્માન્તરનો સંબંધ ન હોય ! પૂ. ડૉ. દોશીકાકા અને મુ. ભાનુબહેનને ભાવપૂર્વક વંદન કરું છું અને એમના શતાયુ માટે પ્રાર્થના કરું છું.
(‘વંદનીય હૃદયસ્પર્શ'માંથી)
અમાચ પૂજ્ય શ્રી દોશીકાકા * ૧૮૭
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧ મારા પિતાશ્રી
મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિ. સં. ૨૦૫રના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજી ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્વ્યસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીઘાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નૈવું વર્ષની ઉમર પછી તેમને બંને આંખે મોતિયો આવેલો તે ઊતરાવી લીધો હતો. તેમને કાને બરાબર સંભળાય છે. માથે યલ પડી નથી. કેટલાક વખત પહેલાં કોઈ કોઈ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા. ચોકઠું કરાવેલું પણ પહેર્યું નહિ. વગર દાંતે, પેઢાં મજબૂત થઈ ગયાં હોવાથી ખાઈ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગવશાત્ રાત્રે મોડા સૂવાનું થાય તોપણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શરીરમાં કોઈ બીમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પાઈલ્સ, અસ્થમા કે એવો કોઈ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉંમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલા આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઈ હતી.
રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષામંત્ર, નવકારમંત્રનો છંદ, ગૌતમ
૧૮૮ ૯ ચરિત્રદર્શન
Page #241
--------------------------------------------------------------------------
________________
સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમા તીર્થકર મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થંકરનાં ઓછામાં ઓછાં પાંચ સ્તવનો ગાય છે : બે કે ત્રણ સ્તવનો યશોવિજયજીનાં, એક આનંઘનજીનું, એક દેવચંદ્રજીનું અને એક મોહનવિજયજીનું. આ ઉપરાંત પણ કોઈ જાણીતું સ્તવન હોય તો તે બોલે છે. પછી આખો દિવસ જે તીર્થકર ભગવાનનાં સવારે બોલેલાં સ્તવનો હોય તે એમના મનમાં ગુંજ્યાં કરે છે. અગાઉ તેમને દોઢસોથી વધુ સ્તવનો કંઠસ્થ હતાં. છેલ્લાં કેટલાંક વર્ષથી કોઈ કોઈ સ્તવનમાં ભૂલ પડે છે. એટલે જીવનની ચોપડી હવે પાસે રાખે છે. સવારે ચા-પાણી લઈ, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ નવસ્મરણ બોલે છે. નવસ્મરણ એમને કંઠસ્થ છે પણ હવે તેમાં પણ ભૂલ પડતી હોવાથી પાસે ચોપડી રાખે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોગસ્સ બોલાતો હશે. દિવસ દરમિયાન બપોરે છાપાં, સામયિકો કે પુસ્તકોનું યથેચ્છ વાચન કરે છે. પોતે જે જે વાંચ્યું હોય તેમાં પેન્સિલથી લીટી કરી નિશાની રાખે છે કે જેથી ભૂલથી ફરીથી એ વાંચવામાં ન આવે. કોઈ મળવા આવ્યું હોય તો તેટલો સમય વાતચીતમાં પસાર થાય છે. આ ઉંમરે પણ સ્મૃતિ ઘણી જ સારી છે. વર્ષો પહેલાંની ઘટનાઓ અને નામો બધું સ્મૃતિમાં તાજું છે.
- પિતાશ્રીનો જન્મ ઈ. સ. ૧૮૯૭માં પાદરામાં થયો હતો. પોતાની જન્મસાલા યાદ રાખવા માટે તેઓ કહે છે કે જે વર્ષે ગાયકવાડ સરકારે વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલવેલાઈન નાખી તે વર્ષે પોતાનો જન્મ થયો હતો. પાદરાના રેલવે સ્ટેશનને એ રીતે સો વર્ષ થવા આવ્યાં. ઘણાં વર્ષો સુધી રેલવે પાદરા સુધી રહી. પછી એને માસર રોડ સુધી લંબાવવામાં આવી અને પછી જંબુસર સુધી લઈ જવામાં આવી
- પિતાશ્રીએ શિક્ષણ પાદરાની શાળામાં લીધું હતું. એ વખતે એમના સહાધ્યાયીઓમાંના એક તે ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરિ હતા. એમનું નામ ત્યારે ત્રિભુવન હતું. ત્રિભુવને વનક્યુલર શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી એમણે દીક્ષા લીધી હતી. પિતાશ્રીએ વર્નાક્યુલર શાળામાં ચાર ધોરણ કર્યા પછી હાઈસ્કૂલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. હજુ આગળ ભણવાની એમની ઈચ્છા હતી. મેટ્રિક થયું હતું. ભણવામાં પણ હોશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક
મારા પિતાશ્રી : ૧૮૯
Page #242
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હામોંનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા).
તે સમયે પાદરામાં જૈનોની વસ્તી મુખ્યત્વે નવઘરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી. પાસે કંટિયારું નામનું તળાવ છે. સાતઆઠ દાયકા પહેલાંની પાદરાની જાહોજલાલીની વાત કંઈક જુદી છે. ગાયકવાડી રાજ્યમાં વડોદરાની નજીક આવેલું પાદરા એ તાલુકાનું મુખ્ય મથક. એના તાબામાં એકસોથી વધુ ગામ હતાં. એક ઐતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું.
વડોદરાથી બારેક કિલોમીટર દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની એ જન્મભૂમિ છે. એક બાજુ વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે.
૧૯૫૭માં જ્યારે ૧૮૫૭ના બળવાની શતાબ્દી ઊજવવામાં આવી હતી ત્યારે પાદરાના કવિ મણિલાલ મોહનલાલ પાદરાકરે પુણ્યભૂમિ પાદરા' નામની પંદરેક પાનાંની નાની પુસ્તિકા પ્રગટ કરી હતી અને તેમાં તાત્યા ટોપેના જીવનનો પરિચય આપવા સાથે પાદરાની ભૂતકાળની પરિસ્થિતિનું શબ્દચિત્ર પણ દોર્યું હતું.
પિતાશ્રીના યૌવનકાળના સમયનું અને તે પૂર્વેનું પાદરા કેવું હતું તેનું વિષયાંતર થવા છતાં સંક્ષેપમાં અહીં વિહંગાવલોકન કરીશું.
દોઢસો વર્ષ પહેલાં પાદરાનું મૂળ નામ ટંકણપુર હતું. ત્યારે તો એ સાવ નાનું ગામડું હતું. એને વિકસાવ્યું દલા દેસાઈ નામના પાટીદારે. તેઓ દલા પાદરીઆ તરીકે ઓળખાતા. એટલે એમના નામ પરથી ટંકણપુરનું નામ પાદરા થઈ ગયું. તેઓ ભારે પરાક્રમી હતા. એ જમાનામાં મોગલ સલ્તનતને આગળ વધતી અટકાવવામાં મરાઠાઓએ ઘણી બહાદુરી બતાવી. શિવાજી મહારાજના અવસાન પછી કેટલાક શૂરવીરો થયા તેમાં ખંડેરાવ દાભાડેએ પાદરાની સરહદ સંભાળી હતી. એમને મદદ કરનારાઓમાં આ દલા દેસાઈ હતા. દલા દેસાઈએ પોતાના ભીલ ભાઈબંધ ચૂડામણિ સાથે મળીને મોગલ સૂબાઓને અમદાવાદ સુધી મારી હઠાવ્યા
૧૦ ચરિત્રદર્શન
Page #243
--------------------------------------------------------------------------
________________
હતા. દામાજી ગાયકવાડે વડોદરામાં હિંદુપત પાદશાહીનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછી અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવામાં મલ્હારરાવ ગાયકવાડે પાદરામાં રહીને વિપ્લવકારીઓને સહાય કરી હતી. પાદરામાં ત્યારે તાત્યા ટોપે થઈ ગયો. પચાસ યુવાન સાથીદારોને લઈને એ નાનાસાહેબ પેશ્વાની સાથે જોડાયો હતો. તેઓ અંગ્રેજોની સામે આગળ વધ્યા. તેમની સેનામાં ભરતી થવા લાગી. રાણી લક્ષ્મીબાઈ, બાલાસાહેબ વગેરે સાથે દિલ્હી, કાનપુર, લખનૌમાં તેઓએ પોતાનાં કેન્દ્રો સ્થાપ્યાં. અંગ્રેજોના ઘેરામાંથી બહાદુરીપૂર્વક છટકી જનાર તાત્યા ટોપે પોતાના સાથીદાર માનસિંગના વિશ્વાસઘાતથી અલ્વર નજીક પકડાઈ ગયો હતો. ઇનામ તરીકે મોટી જાગીર મળવાની લાલચે માનસિંગે તાત્યા ટોપેની છૂપી બાતમી આપી દીધી હતી. ૧૮૫૯ના એપ્રિલની ૧૮મી તારીખે તાત્યા ટોપેને જાહેરમાં ફાંસી આપવામાં આવી. એ ફાંસી જોવા દૂરદૂરની ટેકરીઓ ઉપર હજારો માણસો એકત્ર થયા હતા. તાત્યા ટોપેની બહાદુરીથી અંગ્રેજો પણ પ્રભાવિત થઈ ગયા હતા. તાત્યા ટોપેનું શબ ફાંસીને માંચડે લટકતું હતું ત્યારે એની યાદગીરી પોતાની પાસે રાખવા માટે કેટલાયે અંગ્રેજો એના માથાના વાળ તોડીને લઈ ગયા હતા. આમ તાત્યા ટોપે, ખંડેરાવ દાભાડે, મલ્હારરાવ ગાયકવાડ, બાલાસાહેબ, દલા દેસાઈ, શામળભાઈ દેસાઈ, બાવા ભિખારીદાસ વગેરે ૧૮૫૭ના બળવાના ક્રાંતિવીરોની ઐતિહાસિક ભૂમિ તરીકે પાદરાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે.
ગત શતકના પૂર્વાર્ધમાં પાદરા વિવિધ પ્રવૃત્તિઓથી ગાજતું હતું. પાદરાની ભૂમિ ખેતીવાડીની દષ્ટિએ ફળદ્રુપ છે. પાદરાની તુવેરની દાળ હજુ પણ વખણાય છે. પાદરાની બાજરી અને બીજું અનાજ પણ બહારગામ વેચાવા જાય છે. હિંગ અને છીંકણી ખરીદવા લોકો પાદરા આવતા. જામફળ અને સીતાફળની ઘણી વાડીઓ આ વિસ્તારમાં હતી. પાદરાની આસપાસ ત્યારે ચારસો જેટલી જુદી જુદી વાડીઓ હતી અને પાદરાનાં શાકભાજી એક બાજુ ઠેઠ મુંબઈ અને બીજી બાજુ અમદાવાદ અને આબુ રોડ સુધી જતાં. ખેડૂતો એક વરસમાં ત્રણ પાક લેતા. આજે પણ પાદરા ખેતીવાડીના ક્ષેત્રે મોખરે છે.
જૂના વખતમાં પાદરાનો એક મુખ્ય ઉદ્યોગ તે ડોટી ગજિયા જાતની ખાદીનો હતો. એનું વણાટકામ પાદરામાં ઘણું સરસ થતું. જ્યારે મિલનાં કાપડ હજુ આવ્યાં નહોતાં ત્યારે પદરાની ડોટી ગજિયા ખાદીની માંગ ઘણી રહેતી. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડના રાજમહેલ માટે પણ પાદરાની ખાદી જ ખરીદાતી, એટલું જ નહિ પણ સમગ્ર ગાયકવાડી રાજ્યની જુદી જુદી કચેરીઓ અને બીજી સંસ્થાઓ માટે પણ પાદરાની ખાદી વાપરવાનો જ રાજ્ય તરફથી હુકમ હતો. પાદરાનું
મારા પિતાશ્રી : ૧૯૧
Page #244
--------------------------------------------------------------------------
________________
રંગાટીકામ પણ પ્રશંસાપાત્ર બનેલું. રંગાટીકામ કરનાર છીપા અને ભાવસાર લોકોની અઢીસો જેટલી ભઠ્ઠીઓ અને એથી વધુ કુંડો ત્યારે પાદરામાં હતાં. ડોટી ગજિયાના વણાટકામના વેપારમાં તે વખતે વ્રજલાલ સાકરચંદ અને વનમાળી સાકરચંદની પેઢી તથા લલ્લુભાઈ ગુલાબચંદની પેઢી જાણીતી હતી. કાપડની સાથે પાદરાનું દરજીનું કામ પણ વખણાતું. તે એટલી હદ સુધી કે ખુદ સયાજીરાવ ગાયકવાડ પોતે શરૂઆતના એ દિવસોમાં પોતાનાં અંગરખાં સીવવા માટે પાદરાથી દરજીઓને રાજમહેલમાં બોલાવતા.
પાદરાનું મીઠું પાણી આરોગ્યની દૃષ્ટિએ સારું ગણાતું. મલ્હારરાવ ગાયકવાડ હંમેશાં પાદરાના અમુક કૂવાનું જ પાણી પીતા. તેઓ મદ્રાસ ગયા હતા ત્યારે પણ પાદરાના એ કૂવાનું પાણી મંગાવીને પીતા.
પાદરા પાસે ડબકા નામનું ગામ આવેલું છે. ત્યાં જંગલ જેવી ગીચ ઝાડીમાં વાઘ, વરુ જેવાં હિંસક પ્રાણીઓ રહેતાં. ડબકામાં મુકામ કરી સયાજીરાવ શિકાર માટે ગલમાં જતા. એટલા માટે ડબકામાં એમણે મહેલ બંધાવેલો તથા શિકારખાનું રાખેલું. એમની સવારી જ્યારે વડોદરાથી ડબકા જવાની હોય ત્યારે તે પાદરા થઈને જતી. કોઈ કોઈ વાર તેઓ પાદરામાં થોડા કલાક આરામ કરતા. પાદરાના શામળભાઈ દેસાઈ (દલા દેસાઈના ભાઈ)ને સયાજીરાવ સાથે ગાઢ પરિચય થયેલો. શિકાર કરતી વખતે તેઓ બહાદુર શામળભાઈને પોતાની સાથે લઈ જતા. શામળભાઈએ જંગલમાં સયાજીરાવનો જાન ત્રણેક વખત બચાવેલો. એથી શામળભાઈને ઘરે મુકામ કરવાનો અને ક્યારેક પાપડી-ઊંધિયું ખાવાનો રિવાજ પડી ગયેલો. સયાજીરાવ ક્યારેક અંગ્રેજ મહેમાનોને પણ ડબકા લઈ જતા. ઇંગ્લેન્ડના રાજા સાતમા એડવર્ડ ભારતમાં આવેલા ત્યારે શિકાર માટે સયાજીરાવ એમને ડબકા લઈ ગયેલા. તે વખતે તેઓ બંનેએ પાદરામાં શામળભાઈના ઘરે અડધો દિવસ આરામ કરેલો.
કલાના ક્ષેત્રમાં પણ સંગીત, ચિત્ર અને કવિતારચનાના રસિક પાદરામાં ઘણા હતા. શાસ્ત્રીય સંગીતના વર્ગો ચાલતા. બાલ ગાંધીનું નામ ત્યારે ચિત્રકાર તરીકે સમગ્ર ભારતમાં મશહૂર હતું. ગુલામીના બંધનમાં પડેલી ભારતમાતાનું ચિત્ર ઝંખનાનો દીવો’ નામથી એમણે દોરેલું, જેની છાપેલી નકલો સમગ્ર ભારતમાં એ વખતે પહોંચી ગઈ હતી. તેઓ કવિતાની રચના પણ કરતા. બીજા એક ચિત્રકાર અંબાલાલ જોશી કવિ તરીકે પણ પ્રખ્યાત હતા. મોટે ભાગે છંદોબદ્ધ ગેય કવિતા લખાતી કે ગેય દેશીઓમાં રચના થતી. યુવાન કવિઓમાં સૌથી મોટું નામ કવિ મણિલાલ મોહનલાલનું હતું. તેઓ પાદરાકર'ના ઉપનામથી કવિતાઓ લખતા. તેઓ
૧૯૨ ચરિત્રદર્શન
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રસંગાનુસાર વર્ણનાત્મક રચના શીઘ્ર કવિની જેમ કરી શકતા. પોતાનું નામ મણિલાલ હોવાથી તેઓ દરેક કાવ્યમાં છેલ્લી પંક્તિઓમાં, જૂની શૈલી પ્રમાણે પોતાનું નામ શ્લેષથી ગૂંથી લઈ “મણિમય' શબ્દ પ્રયોજતા. કવિ નાનાલાલ પોતાનાં પત્ની સાથે પાદરાકરના અતિથિ તરીકે રહેવા આવેલા. કવિ સુંદરમે “અર્વાચીન કવિતામાં કવિ પાદરકરની કવિતાનો પરિચય કરાવ્યો છે. પાદરાના હરદાસ કથાકારનું નામ પણ પંકાયું હતું. તેઓ માણભટ્ટ કથાકારની શૈલીએ કથા કરતા અને તેઓને ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણમાં છેક મદ્રાસ સુધીનું નિમંત્રણ મળતું. જ્યારે રેલવે નહોતી ત્યારે તેઓ પગપાળા કે ગાડામાં જતા. તેઓ જાતે પણ કવિ હોવાથી કથા કરતી વખતે કાવ્યપંક્તિઓ જોડતા.
પાદરા ત્યારે વિવિધ હુન્નરકળામાં પ્રખ્યાત હતું, પાદરાનાં હવાપાણી તંદુરસ્તી માટે વિખ્યાત હતાં એટલું જ નહિ પણ પાદરાના વૈદ્યો પણ એટલા જ સુપ્રસિદ્ધ હતા. નાડી પરીક્ષા અને ઔષધોના સારા જાણકાર એવા વૈદ્યોને ત્યાં દૂરદૂરથી દર્દીઓ દવાની પડીકીઓ લેવા આવતા અને કેટલાયે યુવાનો વૈદકશાસ્ત્ર શીખવા આવતા. પાદરામાં જ્યોતિષવિદ્યાના નિષ્ણાત જોશીઓ પણ હતા. પાદરામાં એક યતિજી શ્રી પ્રતાપવિજયજી થઈ ગયા. તેઓ જ્યોતિષના નિષ્ણાત હતા. એમણે મલ્હારરાવ ગાયકવાડને કહેલું કે તેમને ગાદી કયા દિવસે અને કેટલા કલાકે મળશે અને તે પ્રમાણે તે સાચું પડેલું. વળી એમણે મલ્હારરાવને કહેલું કે એમના ભાગ્યમાં સાડાત્રણ વર્ષ અને સાત દિવસનો કારાવાસ લખાયેલો છે. બરાબર એ જ પ્રમાણે થયેલું.
ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાન્તિનાથ અને સંભવનાથનાં જિન મંદિરો છે. અચળેશ્વર મહાદેવનું મંદિર છે, વૈષ્ણવ મંદિરો છે, સ્વામિનારાયણનું મંદિર છે અને મસ્જિદ પણ છે. જૈન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું હતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી.
ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ, પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસનાં પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. બુદ્ધિસાગરસૂરિના તેજસ્વી પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાયેલા સયાજીરાવને પોતાના રાજ્યના આ પનોતા નાગરિક માટે ઘણો અહોભાવ હતો. એમણે બુદ્ધિસાગરસૂરિનું વ્યાખ્યાન પોતાના રાજમહેલમાં રાખેલું અને એમના ઉપદેશથી જ સયાજીરાવે પાછલાં વર્ષોમાં શિકારની પ્રવૃત્તિ છોડી દીધી હતી. સમગ્ર પાદરા
મારા પિતાશ્રી : ૧૯૩
Page #246
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન. પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હમચંદ કરતા. એમના પુત્ર કવિ મણિલાલ પાદરાકરે પાદરા માટે નીચેની સરસ પંક્તિઓ લખી
મુજ જન્મભૂમિ વતન જેનાં ધૂળ-માટી પવિત્ર છે. એને ચરણ વંદન કરોડો, અમર રહો શિરછત્ર એ. એ નગરનાં નરનારીઓ જ્યાં શૌર્ય-સંસ્કારે ભય જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નથી.
જ્યાં બાલ ગાંધી, દલા દેસાઈ, જન્મ તાત્યા ટેપે જ્યાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્વળ નગરનો, ધર્મ-સંસ્કૃતિ જ્યાં ઝર્યા,
નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોત.' એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદીવણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠે ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઈલી, માસર રોડ, ભીલુપુરી, ઇંટોલા, મિયાગામ, પાલેજ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમાં જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે કપાસિયાંનો વેપાર પણ ચાલુ થયો. જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓ વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડાં અને સોનાના કંદોરા પહેરતાં થઈ ગયાં હતાં. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઈના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને ત્યાં તરત આવી જતી. એ જમાનામાં બેન્કોની વ્યવસ્થા થઈ નહોતી. શરાફી પેઢીઓ ચાલતી. પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિનાં માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઈ માણસ મુકેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથે
૧૯૪
ચરિત્રદર્શન
Page #247
--------------------------------------------------------------------------
________________
પાછો ફરે જ નહિ. દેવાદારોનાં દેવાં તેઓ માફ કરી દેતા, અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી જ તેમનું નામ ‘લહેરી શેઠ’ પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણા માણસો આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોના ઘરે ચા આવી હતી. ખાસ મુંબઈથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતાં. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવામાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા.
લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યક્તિઓના પિરચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઈભાઈ વચ્ચે, સગાંસંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન ક૨ેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર હોય.
અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઈ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છે ઃ અમૃતલાલ-વનમાળીદાસ-સાકરચંદભાઈચંદ-વસંતચંદ-લક્ષ્મીચંદ-જસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા-સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને ‘બાપા’ કહીને સંબોધતાં.
મારા પિતાશ્રીનાં માતુશ્રી એટલે કે મારાં દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામનાં વતની હતાં. તેઓ જાજ્વલ્યમાન હતાં. અમથીબાએ જીવનમાં ઘણી જાહોજલાલી જોઈ હતી. તેઓ ઘણી વાર મુંબઈ આવતાં અને પાછાં પાદરા આવે ત્યારે પડોશમાંથી ઘણી બહેનો એમની મુંબઈની વાતો
મારા પિતાશ્રી. ૧૯૫
Page #248
--------------------------------------------------------------------------
________________
સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઈ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઈક જ મુંબઈ સુધીનું રેલવેભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં. પાદરામાં બાળપણમાં મેં એમની સાથે દસેક વર્ષ ગાળેલાં, એ દિવસો અને મુંબઈ કાયમ માટે આવી રહ્યાં એ દિવસો નજર સામે તરવરે છે. અમથીબાને ઘણી વિદ્યાઓ આવડે. સાપ કે વીંછી કરડ્યો હોય, આધાશીશી થઈ હોય કે નાનાં છોકરાંઓને તાવ આવ્યો હોય કે ઉટાટિયું થયું હોય – એ બધું ઉતારવાની મંત્રવિદ્યાઓ તેમને આવડતી. એમની એ વિદ્યાથી ઘણાંને લાભ થતો અને ગામના લોકોને એમનામાં ઘણી શ્રદ્ધા હતી. દિવસ કે રાત દરમિયાન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી હોય, પણ અમથીબાના મોઢામાંથી કોઈને ના કહેવાઈ હોય કે પછીથી આવજો' એવું પણ કહેવાયું હોય એવું બન્યું નહોતું. મચકોડ ઉતારવા માટે તેઓ “કાંકરા’ ભરડિયા)નો ઉપયોગ કરતાં. આંખ આવી હોય તે વ્યક્તિને પોતાની સામે બેસાડતાં. વચ્ચે પાણી ભરેલી થાળી રાખતાં અને કાઠી સળગાવી હાથમાં રાખી તે ગોળ ગોળ ફેરવ્યું જતાં. એનું પ્રતિબિંબ થાળીમાં પડતું. તેઓ મંત્ર ભણતાં અને પછી જોરજોરથી મોટા અવાજ સાથે પોતાને બગાસાં ચાલુ થાય ત્યાં સુધી તે મંત્ર ભણતાં. આ બધાં દશ્યો બાળપણમાં મેં નજરે નિહાળેલાં છે. તેમને છીંકણી બનાવતાં સરસ આવડતું. થોડે થોડે વખતે છીંકણી બનાવીને આસપાસનાં બૈરાંઓને મફત ડબ્બી ભરી આપતાં. તેવી જ રીતે ધુપેલ પણ સરસ બનાવતાં. મને બરાબર એ દ૨ય યાદ છે કે જ્યારે તે આવી રીતે મોટી સગડી ઉપર ધુપેલ બનાવતાં હતાં ત્યારે તેલમાં મોટો ભડકો થયો હતો અને તરત તે ઓલવી નાખ્યો હતો. અમે નાના હતા ત્યારે અમથીબાને કહેતા કે “તમારી મંત્રવિદ્યાઓ અમને શિખવાડો.” ત્યારે તેઓ કહેતાં કે પોતાનાં ગુરએ એ ગમે તેને આપવાની ના પાડી છે અને યોગ્ય પાત્ર જણાય તેને કાળી ચૌદસની રાત્રે બાર વાગે નાહીધોઈને શુદ્ધ થયા પછી જ આપી શકાય. જીવનના અંત સુધી તેમણે એ વિદ્યાઓ કોઈને આપી નહોતી.
અમૃતલાલ બાપાને ભાઈઓમાં બે નાના ભાઈ હતા. એમાં વચેટ ભાઈલાલ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. સૌથી નાના ભાઈનું નામ ડાહ્યાભાઈ. બંને ભાઈનાં સંતાનોમાં તેઓ “ડાહ્યાકાકા' તરીકે જ જાણીતા હતા. બધાં ડાહ્યાકાકાનું નામ પ્રેમથી સંભારે છે. તેઓ બહુ બુદ્ધિચાતુર્યવાળા, અનુભવી અને રમૂજી સ્વભાવના હતા. વેપારાર્થે તેઓ સતત મુસાફરી કરતા રહેતા અને દર વખતે એકાદ-બે ભત્રીજાને સાથે લઈ જતા. મારા પિતાશ્રીને વીસ-પચીસ વર્ષની ઉંમરે ડાહ્યાકાકા સાથે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ભારતમાં દરેક મોટા શહેરમાં જવાનું થતું.
૧૯૬ ૯ ચરિત્રદર્શન
Page #249
--------------------------------------------------------------------------
________________
રૂ, કપાસ, અનાજ અને બિયારણના છૂટક તથા જથ્થાબંધ વેપારી હોવાને નાતે કાં તો ખરીદી કરવાની હોય અથવા માલ વેચવાનો હોય. તે વખતે માલની હેરફેર માટે રેલવેની ગુડ્ઝ ટ્રેન એ એક જ વ્યવસ્થા ઉપલબ્ધ હતી. ગામમાંથી પાદરાના રેલવે સ્ટેશને દરરોજ એકાદ આંટો તો હોય જ. રેલવેતંત્ર ત્યારે અત્યંત વ્યવસ્થિત, નિયમિત અને સુદઢ હતું. વેપારાર્થે ગામેગામ આડતિયા રહેતા અને પોતે જાય ત્યારે આડતિયાના મહેમાન બનવાનું રહેતું. આગતાસ્વાગતા સારી રહેતી. શહેરના અગ્રગણ્ય વેપારીઓનો પરિચય થતો. પાદરામાં પોતે હોય ત્યારે રોજનો ટપાલવ્યવહાર ઘણો રહેતો. પિતાશ્રીના અક્ષર સરસ મરોડદાર એટલે ટપાલવ્યવહાર તેઓ સંભાળતા ને નામું લખતા. પોસ્ટ દ્વારા જ નમૂનાઓ મોકલતા. આથી પિતાશ્રીને ડાહ્યાકાકાના હાથ નીચે તાલીમ સારી મળી હતી અને કોઈ પણ ગામનું નામ બોલાય કે તરત ત્યાંના મુખ્ય આડતિયા અને વેપારીઓનાં નામ બોલાય. પિતાશ્રીને સો વર્ષની ઉમરે પણ એવાં અનેક નામો હજુ મોઢે છે)
ડાહ્યાકાકાને એમના વાતોડિયા સ્વભાવને કારણે તથા વારંવાર મુસાફરીને કારણે ઘણી વાતોની જાણકારી રહેતી. વળી તેમને કહેવતો પણ ઘણી આવડતી. તદુપરાંત પ્રસંગાનુસાર પ્રાસયુક્ત લીટીઓ જોડતાં પણ તેમને આવડતી. જેમ કે એ જમાનામાં પોપટ નામના એક છોકરાની મા બીજા કોઈક પુરુષ સાથે નાસી ગઈ હતી. એટલે એ કુટુંબ વગોવાયું હતું. એથી વાણિયા પોપટે જ્ઞાતિમાંથી કન્યા ન મળતાં બહારગામ જઈ પૈસા આપી કોઈક બારેયા જ્ઞાતિની કન્યાને લાવીને ઘરમાં બેસાડી હતી. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીંટીઓ જોડી હતી :
કુળ ગયું કાશી અને મા ગઈ નાશી,
પોપટ લાવ્યો બારેયણ, એ વાત મોટી ખાસ્સી.” એવી રીતે બીજી એક ઘટનામાં એક ભાઈને ત્યાં લગ્નના જમણવાર પ્રસંગે રસોઈમાં એકાદ વાનગી ખૂટી પડી અને બુમરાણ મચી ગઈ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા. એથી પેલા ભાઈ ચિડાઈ ગયા. લોકો આટલી નાની વાતમાં ટીકા કરવા મંડી ગયા, તો એ લોકો કંઈ ખવડાવવાને લાયક જ નથી. હવે ખવડાવીશું તોપણ ટીકા કરવાના છે અને નહિ ખવડાવીએ તોપણ ટીકા કરવાના છે એમ માનીને એમણે એમના દીકરા મંગળને હુકમ કર્યો કે રસોડાના ઓરડાને તાળું મારી દે. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી:
આમે કાળું અને તેમે કાળું,
માર મંગળિયા ઓરડે તાળું.’ આ ડાહ્યાકાકા પાસેથી બધાં છોકરાંઓને ઘણી કહેવતો જાણવા અને કંઠસ્થ કરવા મળી હતી. જૂના જમાનાની એ પ્રચલિત કહેવતો હતી, જેમ કે -
મારા પિતાશ્રી : ૧૯૭
Page #250
--------------------------------------------------------------------------
________________
સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો,
બિનસરતે કરડે વાઘ,
વિશ્વાસે કરડે વાણિયો, ચંપાયો કરડે નાગ.’
લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ. સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઈંટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ નારણભાઈનું હતું. એ જિનમાં અચાનક મોટી આગ લાગી અને એમાં અમૃતલાલ બાપાની માલિકીની રૂની બે હજાર ગાંસડી બળી ગઈ તથા બીજું ઘણું નુકસાન થયું. ભારે મોટી આઘાતજનક ઘટના બની. રૂના વેપારમાં વીમો ઊતરાવવો જ જોઈએ. પણ એ વીમો કાલિદાસ નારણભાઈના નામનો હતો. આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એ વરસોમાં થયું. વીમા કંપની આટલો મોટો વીમો ચૂકવવા ઇચ્છતી નહોતી. ઘણા વાંધા પાડ્યા અને ઘણી તકલીફ પછી થોડીક કમ કાલિદાસને ચૂકવી. કાલિદાસની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. એમની દાનત બગડી. વીમાની આવેલી રકમમાંથી એમણે એક રૂપિયો પણ આપ્યો નહિ. ધંધાની ખોટ અને સાથે સાથે વિશ્વાસઘાતનો અનુભવ થયો. આફતનાં જાણે વાદળાં ઊમટી આવ્યાં. આવડા બહોળા વેપારને ત્રણ લાખની ખોટની દૃષ્ટિએ સરભર કરવામાં વાર તો લાગે અને તે પણ કદાચ શક્ય બની શક્યું હોત, પરંતુ આવી ઘટના બને ત્યારે વ્યાજે પૈસા મૂકેલા હોય એ બધા લેણદારો એકસાથે પૈસા માટે દોડે. એટલે મુશ્કેલીનો પાર ન રહ્યો. બીજી બાજુ ગરજના વખતે વેપારીઓ પણ સસ્તામાં માલ પડાવી જાય. વેપારધંધા સંકેલાવા લાગ્યા. દેવાં ચૂક્ત થવા લાગ્યાં. જિનો, જમીનો, ખેતરો, દુકાનો, સોનાનાં ઘરેણાં બધું વેચાતું ગયું. ચાર-પાંચ વર્ષમાં તો હાથેપગે થઈ જવાયું. કેટલાક વેપારીઓનાં દેવાં પૂરેપૂરાં ચૂકતે થયાં, પરંતુ સગાંસંબંધીઓએ તથા બીજાં ઘણાંએ પોતાની રકમ લેવાની ના પાડીને કહ્યું, તમે અમારા ઉપર ઘણો બધો ઉપકાર કર્યો છે. અમારા પૈસા એ કોઈ મોટી વાત નથી.' થોડાં વર્ષમાં બધું જ વેચાઈ ગયું. એકમાત્ર રહેવાનું ઘર બચ્યું. હતું. એક સ્થાનિક ભાઈએ કોર્ટમાં દાવો કર્યો અને છેવટે એ ઘરની અંદર અમૃતલાલ બાપા જીવે ત્યાં સુધી રહેવાનો હૂક મળ્યો, પણ ઘરની માલિકી બદલાઈ ગઈ. બીજા બે-ત્રણ જણે પણ કોર્ટમાં દાવા કર્યા. અમૃતલાલ બાપાએ એ બધાનો સમતાપૂર્વક સામનો કર્યો. એક વખત કોર્ટના ન્યાયાધીશે ટકોર કરી કે ઊલટતપાસમાં ફરિયાદી ત્રણ વાર જૂઠું બોલતાં પકડાયા છે અને પ્રતિવાદી અમૃતલાલને માથે આટલી બધી ઉપાધિ આવી પડી છે છતાં એક પણ વખત તેઓ જૂઠું બોલ્યા નથી.’
૧૯૮ * ચરિત્રદર્શન
Page #251
--------------------------------------------------------------------------
________________
અમૃતલાલ બાપાએ પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. સાદાઈ અને કરકસરભર્યું જીવન ચાલુ થઈ ગયું. જે જમાનામાં સાધારણ સ્થિતિના માણસો વરસે-બે વરસે પાદરાથી એકાદ વખત અમદાવાદ કોઈ પ્રસંગે જાય તે જમાનામાં એમના દીકરાઓ વેપાર અર્થે રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઈને સાંજે પાછા ફરતા હતા. પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઈલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઈ ગયું. એક બાજુ અનેક લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઈ ગયો તો બીજા કેટલાક એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ આપ્યા કરી.
જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઈ ત્યારે અમૃતલાલ બાપાએ દીકરાઓને સલાહ આપી કે હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યાર સુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યા છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની-મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરૂ નહિ રહે. અનેકનાં મહેણાં-ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દેવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો. બહારગામ જઈ નોકરી-ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.”
વેપારધંધામાં મોટી નુકસાની આવી અને દેવાદાર થઈ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરીઓ હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઈ ગયા હતા. આ સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઈ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેરઠેર માનપાન જોયાં પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ઋણ તળે આવેલા માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઈ ગયેલા જોઈને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બેત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા. પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઈની અવરજવર ન હોય અને બચાવવા કોઈ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઈ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસર એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા
મારા પિતાશ્રી : ૧૯૯
Page #252
--------------------------------------------------------------------------
________________
માંદા રહેવા લાગ્યા. તેઓ શરીરે પણ અશક્ત થઈ ગયા.
હવે દરેક દીકરાને પોતાની મેળે કમાવા માટે પુરુષાર્થ કરવાનો હતો. નાના બે ભાઈઓ મુંબઈ નોકરી-ધંધા માટે પહોંચી ગયા. મારા પિતાશ્રીએ પાદરા પાસે મોભા નામના ગામમાં અનાજ-કરિયાણાની દુકાન કરી. તે વખતે અમે ભાઈબહેનોમાંથી મને અને મારી નાની બહેનને પિતાશ્રી મોભા સાથે લઈ ગયા હતા. ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. અમે એક વર્ષ મોભા રહ્યાં હોઈશું. પરંતુ એ સમયનું બધું જ ચિત્ર આજે પણ નજર સામે તાદશ છે. ઈ. સ. ૧૯૩૨માં અમૃતલાલ બાપા પાદરે માંદા પડ્યા એટલે મોભાની દુકાન સંકેલીને પાદરા પાછા આવી જવું પડ્યું. અમૃતલાલ બાપાની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ અને એમ કરતાં ઈ. સ. ૧૯૩૨માં બોંતેર વર્ષની વયે એમણે દેહ છોડ્યો. એમના અવસાનના સમય સુધી અમથીબા પાદરા રહ્યાં અને ત્યાર પછી મુંબઈ આવીને દીકરાઓને ત્યાં રહ્યાં.
મારા પિતાશ્રીએ કેટલોક વખત બેંગ્લોર જઈને નોકરી કરી. કેટલોક વખત ગુજરાતમાં ધનસુરામાં જઈને નોકરી કરી પણ બહુ ફાવ્યું નહિ. એવામાં વડોદરામાં આર્ય નૈતિક નાટક કંપની નાટકના ખેલ માટે આવેલી. એ કંપની પછી મુંબઈ જવાની હતી. કંપનીને કોઈ હોશિયાર મુનીમની જરૂર હતી. કોઈકે કંપનીના માલિક નકુભાઈને પિતાશ્રીના નામની ભલામણ કરી. પિતાશ્રીએ એ જવાબદારી સ્વીકારી અને તેઓ એકલા મુંબઈ આવ્યા. નાટક કંપનીમાં થિયેટરમાં રહેવાનું અને ખાવાનું. થોડા મહિના એ નોકરી કરી પણ પાર નિયમિત મળે નહિ. દરમિયાન મુંબઈમાં સ્વદેશી મારકેટમાં એક કાપડના વેપારીને ત્યાં નોકરી મળી ગઈ. એટલે પિતાશ્રીએ ખેતવાડી વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી અને કુટુંબને મુંબઈ તેડાવ્યું. ઈ. સ. ૧૯૩૬ની એ વાત. બે વર્ષ કુટુંબનું ગુજરાન સરખી રીતે ચાલ્યું. ત્યાં મારકેટની બંધિયાર હવાને લીધે પિતાશ્રીને દમનો વ્યાધિ લાગુ પડ્યો. નોકરી છોડવી પડી. આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મુંબઈ છોડીને પાછા પાદરા જવું પડે એવા સંજોગો ઊભા થયા. તે વખતે પિતાશ્રીનાં ફોઈના દીકરા ચંદુલાલ જેસંગલાલ દલાલે એમને હૂંફ આપી અને આર્થિક મદદ કરી. ચંદુભાઈ પોતે શેઠ કીકાભાઈ પ્રેમચંદના ગાઢ મિત્ર એમણે શેઠ કીકાભાઈને પિતાશ્રીની તકલીફની વાત કરી. કીકાભાઈએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય ઘેર બેઠાં મનીઓર્ડરથી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઈએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાનાં બેત્રણ ટ્યૂશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘરકામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઈમાં ટકી ગયું. દસ બાય વીસની રૂમમાં કુટુંબનાં અમે દસ સભ્યો રહેતાં.
ર0 2 ચરિત્રદર્શન
•
Page #253
--------------------------------------------------------------------------
________________
અમે ભાઈબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવાં વગેરે પ્રકારનાં પરચૂરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઈઓએ ભણવાનું છોડી ચૌદ-પંદર વર્ષની નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઈઓ મુંબઈમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઈ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા.
વિશ્વયુદ્ધનો મુંબઈ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઈ આવીને રહેવા લાગ્યું. ઈ. સ. ૧૯૩૬ થી ૧૯૪૮ સુધી એમ બાર વર્ષ સુધી પિતાશ્રી અને મારા બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાન ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બીજા બે ભાઈઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઈક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઈ. એક પછી એક ભાઈઓનાં લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાં અને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું.
પિતાશ્રી અને અમે છ ભાઈ અને બે બહેનોના પરિવારના સભ્યોની સંખ્યા હવે સો ઉપર નીકળી ગઈ. ત્રીજી પેઢીનાં સંતાનો પણ હવે વ્યવસાયે લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી હવે અમેરિકા, સિંગાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે દેશ-વિદેશોમાં આવેલાં કુટુંબનાં ઘણાં મોટાં મોટાં ઘર થઈ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ઘણાં વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં ખાતું કે મિલકત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઈને પ્રશ્ન કર્યો કે, “તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે? તેઓ સતત ધર્મમય જીવન જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે.
પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે.
(‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
મારા પિતાશ્રી ૨૦૧
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨ મારાં માતુશ્રી સ્વ. રેવાબા
જીવનની ઉત્તરાવસ્થામાં બાલ્યકાળનાં અને કિશોરવયનાં સંસ્મરણો વધુ તાજા થાય છે. એ સંસ્મરણોમાં મહત્ત્વનાં પાત્રો તે માતાપિતા, દાદાદાદી, ભાઈબહેન, પડોશીઓ, મિત્રો, શિક્ષકો વગેરે હોય છે.
કેટલાંક વર્ષ પહેલાં પ્રબુદ્ધ જીવનમાં મારા પિતાશ્રી વિશે મેં લખ્યું હતું. હવે માતુશ્રી સ્વ. રેવાબા વિશે લખવાનો ભાવ થયો છે. એક અભણ પણ ધર્મપરાયણ, સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રીએ સુખના દિવસો તો સારી રીતે માણ્યા હતા, પણ દુઃખના કપરા દિવસોમાં પણ કેવી સમતા અને ધીરજ ધારણ કરી હતી તે મને મારાં માતુશ્રીના જીવનમાં જોવા મળ્યું હતું.
રેવાબાનો જન્મ ઈ. સ. ૧૯૦૦માં આણંદ જિલ્લામાં નાવલી નામના ગામે થયો હતો. નાવલી પ્રમાણમાં મોટું ગામ હતું. રેવાબાએ શાળાનું શિક્ષણ ચાર ચોપડી સુધી લીધેલું અને તે પણ જેવુંતેવું, કારણ કે એ દિવસોમાં સ્ત્રીકેળવણીનો મહિમા નહોતો. રેવાબાના પિતા શેઠ ચુનીલાલ સૂરચંદ શ્રીમંત હતા અને નાવલીમાં એમનું પોતાનું ઘણું મોટું ઘર હતું. એમનાં માતા ઈચ્છાબહેને પોતાની ડાહી, રેવા અને મણિ એ ત્રણે દીકરીઓને ઘરકામની સારી તાલીમ આપી હતી. એમને ઘરે એકબે ભેંસ કાયમ બાંધેલી રહેતી અને ત્રણ બહેનોને ભેંસને ચરાવવા, તળાવે નહાવા લઈ જતાં, ભેંસ દોહતાં અને દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનાવતાં સારી રીતે આવડતું. ઈચ્છાબા દર બીજે કે ત્રીજે દિવસે સવારે વલોણું કરતાં અને ગામના લોકોને મફત છાશ આપતાં. ઇચ્છાબાએ જીવ્યા ત્યાં સુધી ઘરે ભેંસ બાંધેલી, ભેંસની સાથે લાડથી વાતો કરતાં અમે તેમને નાનપણમાં ઘણી વાર જોયાં છે. એમની બધી વાતો ભેંસ સમજતી અને તે પ્રમાણે તેઓ કહેતાં કે ઢોર (ભેંસ) વગરનું જીવન
૨૦૨ ચરિત્રદર્શન
Page #255
--------------------------------------------------------------------------
________________
એ ઢોર જેવું જીવન કહેવાય.
એ દિવસોમાં જ્ઞાતિનાં બંધનો અત્યંત કડક હતાં. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી ન શકે. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાનું ઇષ્ટ મનાતું નહિ. જાનમાં જવાનું મળે એનો આનંદ જુદો હતો. પચીસ-પચાસ ગાડાં જોડાય, રસ્તામાં મુકામ થાય અને લગ્નના સ્થળે સાત દિવસ જાન રોકાય. રેવાબાની સગાઈ પાદરાના શ્રીમંત શેઠ અમૃતલાલ વનમાળીદાસ અને અમથીબહેનના બીજા પુત્ર ચીમનલાલ મારા પિતાશ્રી) સાથે થઈ હતી. અઢાર વર્ષની ઉંમરે એમનાં લગ્ન લેવાયાં, પાદરાથી જાન નાવલી આવી અને પરણીને તેઓ પાદરા સાસરે આવ્યાં.
બા જ્યારે પરણીને સાસરે આવ્યાં ત્યારે તે મોટા ઘરની વહુ તરીકે આવ્યાં હતાં. એમના સસરા (મારા દાદા) શેઠ શ્રી અમૃતલાલનો રૂ-કપાસનો ધમધોકાર ધંધો ચાલતો હતો. ભરૂચ, ઇંટોલા, મિયાંગામ, ભાયલી વગેરે છ ગામોમાં એમની જિનિંગ ફેક્ટરી હતી. આખા તાલુકામાં પ્રથમ નંબરના ધનવાનમાં તેમની ગણના થતી હતી. એમનો કેટલોક વેપાર તે વખતના ભરૂચના પ્રખ્યાત પા૨સી વખારીઆ કુટુંબ સાથે હતો.
એ જમાનામાં શ્રીમંત ઘરની સ્ત્રીઓ બધું જ ઘરકામ હાથે કરતી, પણ તેઓને નોકરચાકરની મદદ મળતી. ત્યારે બજારમાં ખરીદી કરવા, શાકભાજી લાવવા સ્ત્રીઓ જતી નહિ. ઘરના પુરુષવર્ગ દ્વારા તથા નોકરચાકર દ્વારા આવું કામ થતું. બાનાં સાસુ અમથીબહેન એક ગોરાં, દેખાવડાં, જાજ્વલ્યમાન સ્ત્રી હતાં. તેઓ ધર્મપ્રેમી, સંસ્કારી, ઉદાર મનનાં અને મંત્રતંત્રનાં સાધક હતાં. સાબુ, ધૂપેલ, તપખીર વગેરે તેઓ હાથે બનાવતાં અને ઘણાંને પ્રેમથી મફત આપતાં. બાને એક જેઠાણી, બે દેરાણી અને એક નણંદ હતાં. અમૃતલાલભાઈનું એક મોટું પચાસ માણસનું સંયુક્ત કુટુંબ હતું. દસ તો નોકરચાક૨ હતા. કેટલાંકને ગોલા' કહેતા.
રેવાબાનાં અમે આઠ સંતાનો, છ ભાઈ અને બે બહેન. મારા બે મોટા ભાઈ તે વીચંદભાઈ અને જ્યંતીભાઈનો જન્મ પિયરમાં નાવલીમાં થયો હતો. મારા ત્રીજા મોટા ભાઈ નવીનભાઈનો જન્મ પણ પિયરમાં ઓડ પાસે કણભાઈપરામાં થયો હતો, કારણ કે મારાં નાના-નાની નાવલી છોડીને દીકરીઓ પાસે ઓડ તથા પાસે કણભાઈપરામાં રહેવા આવ્યાં હતાં. મારો તથા બીજા બે ભાઈ પ્રમોદભાઈ અને ભરતભાઈનો અને બે બહેન પ્રભાવતીબહેન તથા ઇન્દિરાબહેનનો જન્મ પાદરામાં થયો હતો.
મારો જન્મ બાના ચોથા દીકરા તરીકે વિ. સં. ૧૯૮૩માં કારતક વદ ૧૩ના દિવસે (૩-૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે મારો જન્મ
માર્ચ માતુશ્રી સ્વ. રેવાબા * ૨૦૩
Page #256
--------------------------------------------------------------------------
________________
પાદરામાં થયો હતો. એ દિવસોમાં અમારા ગાયકવાડી રાજ્યમાં એવો નિયમ હતો કે દર વર્ષે તાલુકાના મુખ્ય ગામમાં તાલુકાનાં બાળકો માટે તંદુરસ્તીની સ્પર્ધા યોજવામાં આવતી. અમારું પાદરા તાલુકાનું મુખ્ય ગામ હતું. એટલે પાદરામાં રામજી મંદિરમાં સ્પર્ધા થતી. આ સ્પર્ધા એક વરસની અંદરનાં બાળકોની તંદુરસ્તીની હતી. બાળકનું વજન કરવામાં આવે, ઊંચાઈ માપવામાં આવે, છાતીનું માપ લેવાય. હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે તપાસવામાં આવે અને એ બધામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ત્રણ બાળકોને ઇનામ આપવામાં આવે. બા-બાપુજી આ પ્રસંગે મને સરસ કપડાં પહેરાવીને લઈ ગયાં હતાં. એ માટે તાલુકામાંથી લગભગ સવાસો બાળકોને સ્પર્ધા માટે એમનાં માતાપિતા લાવ્યાં હતાં. આ સ્પર્ધામાં ડંકો વગાડીને જાહેર થયેલાં ઇનામોમાં મારો પહેલો નંબર આવ્યો હતો. આ પરિણામ જાણીને બા-બાપુજીને, દાદા-દાદીને તથા સમગ્ર કુટુંબને બહુ આનંદ થયો હતો અને દાદાએ અમારી જ્ઞાતિમાં પેંડા વહેંચ્યા હતા. બા-બાપુજી આ પ્રસંગ હંમેશાં યાદ કરીને રાજી થતાં.
બા સાથેના મારા પ્રસંગોમાં સૌથી પહેલો હજી પણ સ્મરણમાં છે. બા મને તેડીને ફળિયામાં સામેના ઘરે રહેતા ગોરધનકાકા અને કાકીને ઘરે ગયાં હતાં. બા અને કાકી સામસામી પાટ ઉપર બેસીને કંઈક સીવતાં હતાં. હું બાના ખોળામાં સૂતો હતો અને બા શું સાંધે છે તે જોતો હતો. વળી દીવાલો ઉપર ટાંગેલા ફોટા જોતો હતો. તે વખતે કાકી બોલ્યા, ‘આ છોકરો ટગર ટગર શું જોયા કરે છે ? બાએ કહ્યું, “જાણે બધું સમજતો હોય તેમ ઊંચો થઈ થઈને ચારે બાજુ જોવાની એને ટેવ છે.” (આમાં શબ્દો કદાચ જુદા હશે પણ એનો ભાવ બરાબર એ છે.)
હું ચાલતાં અને બોલતાં પ્રમાણમાં વહેલું શીખ્યો હતો. બાને “રેવાને બદલે ડીઆ' કહેતો. એટલે બા કેટલીક વાર ટોકતાં ડીઆ, ડઉવા શું કરે છે ? “રેવા બોલ..મને દાંત વહેલા આવ્યા હતા અને ખાતાં જલદી શીખ્યો હતો.
નાના બાળકની શૌચક્રિયા માટે લાક્ષણિક રીત હતી. દરેક ઘરે ઓટલા રહેતા. મા ઓટલા ઉપર પાટલો નાખીને બેસે. પછી બંને પગની સામસામી એડીઓ ભેગી કરીને પોલાણ જેવું (આજની પોટી) બનાવે. પંજા પર બાળકને બેસાડે અને સિસકારો કર્યા કરે એટલે બાળકને શૌચ થાય. ત્યાર પછી બાળકને ધોવડાવી મા ઓટલા નીચે ઊતરી મળ ઉપર ધૂળ નાખે અને ઓટલાની ભીંતમાં કરેલા ગોખલામાં બે લંબચોરસ પતરાં રાખ્યાં હોય તેના વડે મળ એક પતરામાં લઈ જ્યાં નખાતો હોય ત્યાં નાખી આવે.
હું ચાલતાં શીખ્યો ત્યારે શૌચક્રિયા માટે બા મને ફળિયા બહાર લઈ જવા લાગી. બા જ્યારે શૌચ માટે ળિયા બહાર લઈ જાય અને એક મકાનની શૌચ
૨૪ ન ચરિત્રદર્શન
Page #257
--------------------------------------------------------------------------
________________
માટે વપરાતી ભીંત આગળ બેસાડે પછી બા ઊભી રહે. પણ કોઈક વાર હું રમત જ કર્યા કરતો હોઉં અને શૌચક્રિયા ભૂલી જાઉં ત્યારે બા ચિડાતી. કોઈ વાર બેત્રણ છોકરાં ભેગાં થઈ ગયાં હોય તો રમત કરતાં. ગામડાગામમાં રાતને વખતે શેરીઓમાં ઘાસના દીવા રહેતા. એનો નહિ જેવો પ્રકાશ પડે. અંધારું હોય ત્યારે બા નસ લઈને ઊભી રહે. દર કલાકે રામજી મંદિરમાં પહેલાં નગારું વાગે અને પછી ડંકા વાગે. કોઈ વાર બા કહે, “જલદી કર, જો આઠના ડંકા થયા.”
ત્રણથી પાંચ વર્ષ સુધી મારી સવારના ગાળામાં મુખ્ય પ્રવૃત્તિ તે બા કૂવે પાણી ભરવા જાય ત્યારે તેમની આંગળિયે જવાની, બપોરે બા સાથે તળાવે કપડાં ધોવા જવાની અને સાંજે દેરાસરે આરતી-મંગળદીવો કરવાની હતી. પાણી ભરીને પાછાં ફરતાં ખભે રાખેલાં ભીના દોરડાથી બાનાં કપડાં ભીંજાઈ જતાં. ફળિયામાં દાખલ થતાં બા બૂમ મારતી “એ..ઘડો ઊતરાવજો.” એટલે ઘરમાંથી કોઈક બા નીચાં નમે એટલે ઘડો ઉતારી લેતાં. પછી બેડું બા જાતે ઉતારતાં. બપોરના વખતે તડકામાં બા સપાટ પહેરી, માથે ધોવાનાં કપડાં ભરેલું મોટું ચેલિયું ચડાવતાં. એના ઉપર લાકડાનો પાયો ધોકો) મૂકે અને હાથે બનાવેલા સાબુનો મોટો ગોળો (દડા જેવો) મૂકે. (ત્યારે સાબુ ગોળ આવતા) તળાવે જઈ મને એક ઝાડ નીચે બેસાડે. બા એક શિલા ઉપર કપડાં ઘસે, ધોકા મારે અને પછી કછોટો વાળી ઘૂંટણ સુધીના પાણીમાં જાય અને કપડાં પલાળી, નિચોવી, ખભે મૂકીને પાછા ફરે અને નિચોવેલી ગડવાળાં કપડાં ચેલિયામાં મૂકે. એ સમય દરમિયાન હું ઝાડ નીચે બેસીને બધાંને કપડાં ધોતાં જોતો, પણ મને વિશેષ આનંદ તો પવન સાથે હિલોળા લેતા પાણીના સુર્યનું પ્રતિબિંબ પડતાં અને બદલાતાં જોતો. એને ઓકળિયો કહેતા. ચકચકતી હજારો ઓકળિયો જોતાં હું ધરાતો નહિ.
સાંજે દેરાસરમાં આરતી સાથે નગારું વાગે તે સાંભળવામાં વધુ આનંદ આવતો. નગારું ઊંચે હતું એટલે આરતી-મંગળદીવો પૂરો થતાં બા મને ઊંચો કરી નગારું વગડાવતાં.
ચારેક વર્ષની ઉંમરે એક દિવસ સાંજે હું અચાનક વેદનાની ભયંકર ચીસો પાડવા લાગ્યો. ફાનસના અજવાળે બાએ જોયું તો ત્યાં વીંછી હતો. સાપ ડંખ મારીને ભાગી જાય. વીંછી એટલામાં જ ફરતો રહે. ઊંચી પૂંછડીને કારણે પકડવાનું પણ સહેલું. તરત પિતાજીએ ચીપિયાથી વીંછી પકડીને તપેલીમાં મૂકી દીધો. તપેલીમાં વીંછી આંટા માર્યા કરે, પણ બહાર નીકળી ન શકે. તપેલી ઢાંકીને પિતાજી વીંછીને દૂર વગડામાં નાખી આવ્યા. હું ચીસો પાડતો સૂઈ રહ્યો. અમથીબાને મંત્ર ભણી વીંછી ઉતારતાં આવડે. એમના મંત્રથી મને થોડી રાહત થઈ, પણ દર્દ ચાલુ હતું.
માર્ચ માતુશ્રી સ્વ. રેવાબા = ૨૦૫
Page #258
--------------------------------------------------------------------------
________________
એવામાં બાને વિચાર મૂક્યો. તેઓ ઉપાશ્રયે ગયાં. સાધુ મહારાજને વિનંતી કરી એટલે મહારાજ કામળી ઓઢીને ઘરે આવ્યા. જ્યાં મને દર્દ થતું હતું ત્યાં હાથ મૂકીને મંત્ર ભણ્યા. પછી એમણે મને કહ્યું, “તું ઊંઘ આવે ત્યાં સુધી “વીતરાગ નમો જિણાણું’ બોલ્યા કરજે. તને જરૂર મટી જશે.” પથારીમાં સૂતાં સૂતાં મેં રટણ ચાલુ કર્યું. બા મને પંપાળતી રહી અને કહેતી રહી કે હમણાં મટી જશે.” એમ કરતાં થોડી વારમાં જ હું ઊંઘી ગયો. સવાર પડતાં તો કંઈ થયું જ ન હોય એમ લાગ્યું.
બીજી એક વખત પણ મને વીંછી કરડ્યો હતો. આ વખતે મોટો વીંછી નહિ પણ વીંછીનું બચ્યું હતું. સવારે નાહીને મેં સ્કૂલ જવા માટે વળગણી પરથી ખમીસ ઉતાર્યું. પહેરવા જતાં બાંયમાં રહેલા વીંછીએ હાથ પર ડંખ માર્યો. મેં ચીસાચીસ ચાલુ કરી. બાએ ધમકાવ્યો, “કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે ?” ત્યાં તો બાએ ખમીસ ઝાપટું તો નીચે વીંછી પડ્યો. ઘરમાં એક જણ વીંછી પકડવા રોકાયું. પિતાજી બહારગામ હતા. એટલે બા મને અમારા એક વડીલ નાથાકાકાને ત્યાં લઈ ગયાં. નાથાકાકા મને ઊંચકીને બજારમાં લઈ ગયા. બાથી (સ્ત્રીઓથી બજારમાં જવાય નહિ. કાકા મને એક મોટરવાળા પાસે લઈ ગયા અને વીંછી કરડ્યાની વાત કરી. એણે મોટરનું બોનેટ ખોલી બેટરીના બે વાયર મારા બે હાથમાં પકડાવ્યા અને કહ્યું ‘બિલકુલ સહન ન થાય ત્યારે જ હાથ છોડી દેજે. ત્રણચાર વખત કરીશું.’ મોટરનું એન્જિન ચાલુ કરતાં મને હાથે ધડધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો. સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું,
જા, મટી ગયું છે. હવે રડતો નહિ.” મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો.
વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાઓમાં વારંવાર થતા. એ મટાડવા માટે વિવિધ ગામઠી ઉપચારો થતા.
અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈ નોકરીધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઈઓ દ્વારા પાદરા અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઈઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યાં.
મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે
૨૦૬ ચરિત્રદર્શન
Page #259
--------------------------------------------------------------------------
________________
સુધી અમે રમવા જતાં. આગળ જતાં ડર લાગતો. ત્યારે શાક બજારમાંથી વેચાતું લાવવાનું નહિ કારણ કે એવું બજાર જ્યાં ત્યાં નહોતું. ઘરની પાછળના વંડામાં બધા લોકો શાક ઉગાડીને ખાતા. ભીંડા, ગવાર વગેરેના છોડ અને તુરિયા તથા ગલકાં વગેરેના વેલા વાવેલા તે હજુ યાદ છે. છોડ ઉપર ત્યાં શ્વક ઊગે તે બાને બતાવીએ. એમાં ખાસ તો ચોમાસાની ઋતુમાં થતા કંટોલા વીણી લાવવાની બહુ મઝા પડતી. બાએ કહેલું કે કંટોલા તો વરસાદ પડ્યા પછી જ ઊગે. એ વાક્ય આજે પણ ભુલાયું નથી. બા કંટોલા વીણવા અમને વગડામાં લઈ જતી. કોઈ વાર વરસાદ બહુ પડી ગયો હોય તો વચ્ચે ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય. બા તો ખાબોચિયું ડહોળતી આગળ ચાલે, પણ હું ઊભો રહી જાઉં.
બા કહે, “એમ બીએ છે શું ? બહુ પાણી નથી.” પાણી મારી છાતી સુધી આવે. કપડાં તો પહેર્યા ન હોય, પણ પાણીમાં જતા ડર લાગે. ખાબોચિયાના બીજા છેડે પહોંચે ત્યારે સલામતીનો આનંદ થતો. ખાબોચિયામાં વરસાદનું તાજું પાણી હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે પાણી દુધિયા રંગનું દેખાય. એવા પાણીની જીવંતતા જ જુદી ભાસે. વળી પવનમાં વરસાદનું તાજું પાણી હિલોળા લેતું હોય એ જોવાનું ગમે.
મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી. બાએ ના કહી તોપણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઈને એણે હઠ લીધી અને એટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાશ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે બાએ સમયસૂચકતા વાપરી મને પાછલે બારણેથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જઈને અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો.
એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે “સાપ આવ્યો, સાપ આવ્યો’ એવી બૂમ પડી. બધાં ઘરની બહાર નીકળી ગયાં. પાંચ-છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોડ્યા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાણસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગયો તે દેખાયું નહિ. સાપ લપાતો લપાતો બાજુવાળા પાડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછલે બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગયો અને એક બખોલમાં ભરાયો. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી
માર્ચ માતુશ્રી સ્વ. રેવાબા = ૨૦૭
Page #260
--------------------------------------------------------------------------
________________
કર્યું કે બધાએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને–ભાઈબહેનને ખાટલામાં સુવાડ્યાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાંએ જોયું પણ એને કોઈ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો.
મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાંક છોકરાં રમવા જતાં. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું, કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છૂટા પડે તે તથા એન્જિનનું મોઢું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા ક્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો.
મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું. મારા અમૃતલાલદાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળે ભેડા ઉપ૨) એમને સુવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે ઘરબહાર જઈ શકે એમ નહોતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા જઈએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું. તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યાં હતાં જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યાં હતાં. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી રોજ સવારે ફળિયામાં રોવા-કૂટવાનું રાખવામાં આવતું. એ માટે સગાંસંબંધીની સ્ત્રીઓને કહેણ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ મરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી કૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી. દાદીમા અમથીબા તથા ચારે વહુઓ જોરથી કૂટતી અને છાતી લાલઘૂમ કરતી. અમે છોકરાંઓ એ વર્તુળની બહાર ઊભાં રહીને નિહાળતાં. રેવાબા જ્યારે બહુ કૂટતાં અને લાલઘૂમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દશ્ય જોઈને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમથીબા પણ રેવાબાને અટકાવતાં. એક દિવસ તો તડકામાં છાતી કૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તોપણ રેવાબા પોતાનું ઘર હોય તેમ સમજી જોરથી છાતી કૂટતાં.
અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે મારા પિતાશ્રી અને એમના ભાઈઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ
૨૮ ચરિત્રદર્શન
Page #261
--------------------------------------------------------------------------
________________
તાદશ છે. પિતાશ્રીના પિતાશ્રી અમૃતલાલ શેઠને ધંધામાં ભારે ખોટ આવી હતી. એક જમાનાના આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના સૌથી મોટા સંપત્તિવાન ગણાતા અમૃતલાલ શેઠ પોતાના રૂ-કપાસના વેપારમાં આગમાં ૯૦૦ જેટલી ગાંસડી બળી જતાં થયેલા નુકસાનને કારણે રાતોરાત દેવાદાર થઈ ગયા હતા. પછીના દિવસો એમના વળતા પાણીના શાંત દિવસો હતા. ઘરની બહાર જવાનું એમને ગમે નહિ. ઘરનું ઘર વેચાઈ ગયું હતું, પરંતુ એમાં પોતે પતિ-પત્ની જીવે ત્યાં સુધી રહેવાની અદાલતે છૂટ આપી હતી.
૧૯૩૩માં એમનું અવસાન થયું તે પછી પિતાશ્રી અને એમના બીજા ત્રણે ભાઈઓ-એમ ચાર જણ વચ્ચે વહેંચવાનું હોય તો તે માત્ર ઘરવખરી જ હતી. પિતાશ્રીનાં માતુશ્રી અમથીબા અમારી સાથે રહે એમ નક્કી થયું હતું. મિલકતમાં રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠે – બાપાએ ચારે દીકરાઓને લખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધી હતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ.
વહેંચણીમાં માત્ર ઘરવખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં-તપેલી, થાળી-વાટકા વગેરે, તાંબા-પિત્તળનાં વાસણો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાંની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીનાં માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સરખી સરખી વસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ. લાવીને મૂકીએ. વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માગે નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, “તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઈઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે
પિતાજી કહેતા, “આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઈ જઈને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપણને અન્યાય થાય છે એ હું સમજું છું. પણ મને જે મળે એમાં સંતોષ છે.”
આજે આટલે વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતાજી કશું બોલે નહિ, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે અને પછી એકાંત મળતાં બા
મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૨૦૯
Page #262
--------------------------------------------------------------------------
________________
બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે.
અમે નાના હતા ત્યારે ઈરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદરામાં ઈરાનીઓ આવી ચડ્યા. ગામને પાદરે તંબુ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચપ્સ, કાતર વગેરે ઓજારો વેચવા બેસતા. હોશિયાર જબરા. માણસો બરાબર ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઈરાનીઓ ગોરા અને તેમાં પુરુષો પાટલૂન અને સ્ત્રીઓ ફ્રોક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ રાખતી. પુરુષો કરતાં સ્ત્રી બહુ જબરી હોય. ગામમાં ઈરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજે ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા.
એક વખત ગામમાં અદ્દા ઊડી કે એક ઈરાની નાના છોકરાને કોથળામાં નાખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવધ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાવરવાળી સ્કૂલમાં ભણતો. આખી બાંયનું ખમીસ, અડધું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફતરની થેલી રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઈને, ટૂંકા નિર્જન રસ્તે અમે જતા. ઈરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઈને ઝંડા બજારના રસ્તે ઘરે આવવું. કોઈ ઈરાની દેખાય તો દોડી જવું. બાની આ સૂચના દિવસો સુધી અમે પાળી હતી.
શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઈને પોતાના પિયરમાં ઓડ ગામે જતી. ત્યાં એમની બે બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમનાં માતાપિતા-ઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતાં. એ દિવસોમાં પગે ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટ્રેક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં બેસી આણંદ ઊતરતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધરાવાળી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કણભાઈપરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતા જ અમારે મોસાળના ઘરે જવાનું રહેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. રેલવેમાં પણ ડબ્બા અડધા ખાલી હોય. જ્યાં સારા માણસો હોય અને બારી પાસેની બેઠક મળે એ ડબ્બો પસંદ કરાતો કે જેથી મહી નદીનાં દર્શન થાય. બા મહીસાગરમાં
૨૧૦ ચરિત્રદર્શન
Page #263
--------------------------------------------------------------------------
________________
પૈસો નાખવાનું અમને અચૂક કહેતાં. ટ્રેનમાંથી નીચે નદીના પટમાં ચાલતા માણસો કેટલા નાના લાગે તે બા અમને બતાવતાં. એ દશ્ય હજુ પણ યાદ છે. મોસાળમાં જઈએ ત્યારે ખેતરોમાં જઈને આંબલી, રાયણાં, જાંબુ, જામફળ, કાચી કેરી વગેરે પથ્થરથી પાડીને અમે ખાતાં. ઘર માટે તુવરની સીંગો તોડી લાવતા. કોઈ વાર મહીના કોતરોમાં થઈને નદીએ નાહવા જતા. ત્યાં નદીના પટમાં વાવેલા વેલા પરથી ઉતારેલાં ચીભડાં ખરીદીને ખાતા.
બાની સમયસૂચકતાનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત બા સાથે અમે પાદરાથી ઓડ જતાં હતાં. એમાં અમુક અંતર બસમાં કાપવાનું હતું અને પછી ટ્રેન પકડવાની હતી. રસ્તામાં એક ઠેકાણે બસ ઊભી રહી એટલે અમે ઊતર્યા. પણ ત્યાં કોઈ વસતિ નહોતી. પરંતુ બાની નજર ગઈ. ઘણે દૂર ઈરાનીઓનું ટોળું હતું. બાએ જોયું. એટલામાં કેટલાંક ઈરાની સ્ત્રીપુરુષો માથે ટોપલા લઈ અમારી બાજુ આવવા લાગ્યાં. અમને છોડીને બસ ચાલવા લાગી હતી ત્યાં તો બાએ જોરથી બસવાળાને બૂમ પાડી, “બસવાળા ભાઈ, બસ ઊભી રાખો, ઊભી રાખો. બસ તરત ઊભી રહી ગઈ. બાએ અમને કહ્યું, “અલ્યા દોડો, બસમાં પાછા બેસી જઈએ.” અમે દોડતાંકને બસમાં બેસી ગયાં. અમને પાછા બસમાં બેસતાં જોઈ ઈરાનીઓ ત્યાં જ ઊભા રહી ગયા.
બસવાળો બોલ્યો, “માજી ! મને થયું કે તમે કેમ અહીં ઊતરો છો ?'
“ઓછું ચાલવું પડે એટલે ઊતર્યા, પણ પછી ખબર પડી કે અહીં તો ઈરાનીઓ છે. સારું થયું તમે મારી હાંક સાંભળી અને ઊભી રાખી. નહિ તો આજે ઈરાનીઓએ મારી સોનાની બંગડીઓ પડાવી લીધી હોત.”
હું આઠેક વર્ષનો હતો ત્યારે પાદરામાં આસપાસના ફળિયાનાં છોકરાંઓ કંટિયારા તળાવ પાસે રમવા જતાં. ઉનાળાની રજાના દિવસોમાં પાણી ઓછું થાય અને કિનારાની માટી સુકાવા લાગે ત્યારે એવી પોચી ચીકણી માટી કાઢી અને એનાં રમકડાં બનાવી તડકામાં સુકાવા મૂકતાં. સુકાયેલાં રમકડાં ઘરે લાવતા. કોઈ વાર માટીમાંથી કાણાંવાળો પોલો પાવો બનાવતા અને એ સુકાય ત્યારે વગાડતા. કોઈ વાર માટીની પેન બનાવી, ઘરે લાવી ચૂલામાં શેકતા અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાંક છોકરાંઓને આંગળીએ ગૂમડાં થવા લાગ્યાં. મને પણ થયાં. એ પાકે એટલે એમાંથી રસી નીકળતી. એ ચેપી રસીથી આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસ આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જલદી મટું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી
મારાં માતુશ્રી સ્વ. રેવાબા ર ૨૧૧
Page #264
--------------------------------------------------------------------------
________________
જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. વૈદે કહ્યું ચેપ ઘણો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપટ્ટીથી નહિ મટે. એ વખતે એમણે ઉપચાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લસોટવું. એવી રીતે જે મલમ થાય એ બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો. વૈદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ. અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલે વર્ષે પણ એ ઘટના. અને ઉપચાર મને યાદ છે.
બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભરીને લઈ જાય. પાછા ફરતાં તેઓ રોજ પાસેની શેરી નવઘરમાં આવેલા મણિભદ્રના સ્થાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને મણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભણતો થયો ત્યારે એમણે મને રોજ મણિભદ્રના સ્થાનકે જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. નવઘરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું નથી. દેરાસરમાં નવું સ્થાન થયું છે.)
પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોશિયાર હતા અને એમના અક્ષર પણ મરોડદાર હતા. એવામાં વડોદરામાં “આર્યનિતિક નાટક સમાજ નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક મહિના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટલે પિતાજી મુંબઈમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઈમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી.
મુંબઈમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બોલાવવાનો રિવાજ હતો. એટલે અમે બધાં “રેવા' કહેતાં. મુંબઈમાં બાપુજીએ કહ્યું કે હવે “રેવા નહિ કહેવાનું, “બા' કહેવાનું. રસ્તામાં તમે રેવા કહીને વાત કરતાં હો તો ફાલતુ માણસો પણ નામ જાણી જાય. પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા હોય છે. એટલે અમે બધાએ “બા' કહેવાનું ચાલુ કર્યું.
મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઈમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા
૨૧૨ જ ચરિત્રદર્શન
Page #265
--------------------------------------------------------------------------
________________
કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. કૂવેથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઈમાં ઘરમાં નળ એ તો અમારે મન સાહ્યબી કહેવાય. વળી પાદરામાં લાકડાં મૂકી, ફૂંક મારી ચૂલો સળગાવવો પડતો. અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે! પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.)
એ દિવસોમાં ઘાટી મહિને એક રૂપિયામાં વાસણ માંજતો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતાં અને કપડાં ધોતાં. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવા, વાસણ માંજવાં, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. આટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ.
બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વ સ્ત્રીઓ બાને “માસીબા’ કહીને બોલાવતી. નાનાં છોકરાંઓમાં પણ બા બહુ પ્રિય હતાં. બાનો કાયમ નિયમ હતો કે દર શુક્રવારે મકાનનાં બધાં છોકરાંને વાટકી ભરીને ચણા આપવા. એ મકાન અમે છોડ્યું ત્યાં સુધી આ નિયમ ચાલુ રહ્યો હતો. બાની એવી પ્રતિષ્ઠા હતી કે પડોશી-પડોશી વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે બાની નિમણૂક થતી. તેઓ પોતાની કોઠાસૂઝથી એવો ઉકેલ બતાવતાં કે બંને પક્ષને રાજીખુશીથી માન્ય હોય.
વર્ષ કામ કરી ‘આર્ય નૈતિક નાટક કંપનીએ અમદાવાદ જવાનું નક્કી કર્યું. બાપુજીને હવે બધાને લઈને અમદાવાદ જવાનું ફાવ્યું નહિ. એટલે એ નોકરી છોડી દીધી. પણ બીજી નોકરી મળતાં વખત લાગ્યો. એમ દિવસો પસાર થયા અને ઘરમાં તકલીફ વધવા લાગી. દસ સભ્યોના કુટુંબનો નિભાવ કરવાનું બહુ કપરું બની ગયું હતું.
બાના પૈર્યનો જ્યારે વિચાર કરું છું ત્યારે એક પ્રસંગ તરત નજર સામે તરવરે છે. ત્યારે મારી ઉમર તેર વર્ષની હશે. એ કપરા દિવસોમાં સૌથી મોટા ભાઈ કાપડની મારકેટમાં મહિને દસ રૂપિયાના પગારની નોકરી કરે. બીજા નંબરના ભાઈ અમદાવાદ નોકરી કરવા ગયેલા. પિતાજી સ્વદેશી મારકેટમાં મહિને ચાલીસ રૂપિયાના પગારે નોકરી કરે. અમે ચાર ભાઈબહેન સ્કૂલમાં ભણીએ. બીજાં બે નાનાં હતાં.
આટલી આવકમાંથી ઘરનું ગુજરાન થતું નહોતું. થોડું દેવું પણ થઈ ગયેલું. એવામાં પિતાજીની નોકરી છૂટી ગઈ. તેઓ નિરાશ થઈ ગયા. પછી રોજ બજારમાં નોકરી માટે આંટો મારીને આવે પણ કોઈ નોકરી મળે નહિ. એમ કરતાં બે મહિના થઈ ગયા.
મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૨૧૩
Page #266
--------------------------------------------------------------------------
________________
એક દિવસ બપોરે બાપુજી બજારમાંથી આવી નિરાશ થઈ આરામખુરશીમાં બેઠા હતા ત્યારે હું ઘરમાં એક બાજુ બેસી લેશન કરતો હતો. બાપુજીને જોઈ બાએ પૂછ્યું, ‘કેમ આમ સૂનમૂન બેઠા છો ?” બાપુજીએ કહ્યું, ‘કોઈ નોકરી મળતી નથી એટલે ચિંતા થાય છે કે ઘરનું પૂરું કેવી રીતે કરીશું ? માથે દેવું પણ થયું છે.’ બાએ કહ્યું, ‘ભગવાન કસોટી કરે છે, પણ બધું સારું થઈ જશે.' દરમિયાન બાના મનમાં પણ કંઈક મનોમંથન ચાલ્યું હશે. પછી એમણે પોતાનો ટૂંક ખોલી (ત્યારે ઘરમાં કબાટ નહોતાં) એક ડબ્બી કાઢી અને એમાંથી સોનાની બે બંગડી કાઢી બાપુજીના હાથમાં મૂકતાં બોલ્યા, ‘આ હવે વેચી આવો.’ બંગડી સામે બાપુજી જોઈ રહ્યા અને પછી થોડી વારે બોલ્યા, આ કેમ વેચાય ? આ તો તારા પિયરની છે. પછી કોઈ લગન પ્રસંગે શું પહેરીશ ?’ બાએ કહ્યું, ‘પિયરની ભલે હોય, હવે વેચી દેવી જોઈએ. લગન પ્રસંગે હું કચકડાની બંગડી પહેરીશ. મને શરમ નહિ લાગે.’ બાએ ધૈર્યથી બાપુજીને કહ્યું, પણ બાપુજી અસ્વસ્થ થઈ ગયા. એમની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.
બાએ ફરીથી કહ્યું, ‘તમે મન મક્કમ કરીને વેચી આવો, હું કહું છું ને ! અત્યારે જ ઊપડો, પછી પાછો તમારો વિચાર બદલાશે.’
બાપુજી બજારમાં જઈને આવ્યા. બાના હાથમાં પૈસા મૂકતાં કહ્યું, વેચી નથી, પણ ચાર મહિના માટે ગીરો મૂકી છે.'
જે કર્યું તે ભલે કર્યું, આપણે હવે પહોંચી વળીશું.'
ત્યાર પછી બાએ દેરાસરે જતાં થોડીક બહેનોને કહ્યું કે ઘરે કંઈ કામ કરવાનું મળે તો અપાવજો.' એવામાં ત્રણેક મહિના પછી દિવાળી આવતી હતી. બાને ઓળખાણથી કૅલેન્ડરો બનાવવાનું કામ મળી ગયું. પ્રેસવાળાને ત્યાંથી કૅલેન્ડરનાં પૂઠાં અને ચિત્રો વગેરે લઈ આવીએ. ઘરે એના ઉ૫૨ કંપનીનાં નામનો કાગળ, લક્ષ્મીજી, સરસ્વતી, શ્રીગણેશ, શિવજી વગેરેનાં ચિત્રો ઑર્ડર પ્રમાણે લાહીથી ચોંટાડીએ અને તિથિ-તારીખનો ડટ્ટો કાણામાં ભરાવી ટાઇટ કરી નાખીએ. ઉપર કાણાંમાં લાલ દોરી ભરાવી ગાંઠ મારીએ. દિવાળી સુધી આ કામ ચાલ્યું. ઘરનાં બધાં કામ ક૨વા બેસી જાય. રોજનાં સો-દોઢસો કૅલેન્ડર તૈયાર થાય. કૅલેન્ડર પતે પછી કાગળની કોથળીઓ બનાવવાનું કામ બા મેળવી લાવે અને એમાં પણ અમે તે કરવામાં લાગી જતાં. રાતના ઉજાગરા પણ કરતા, પણ એમ કરતાં આવક થતી ગઈ.
બાની ઇચ્છા એવી હતી કે કષ્ટ પડે તોપણ પોતાનાં સંતાનોને ભણાવવાં. હું મેટ્રિકમાં હતો ત્યારે વાંચવા માટે જાગતો હતો. બા મારી પાસે જાગતાં બેસી
૨૧૪ ચરિત્રદર્શન
Page #267
--------------------------------------------------------------------------
________________
રહેતાં કે જેથી મને આળસ ન આવે. મેટ્રિક પછી અમે બે ભાઈઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવા ગયા તો બા બે-ત્રણ દિવસ કશુંક ખાવાનું બનાવીને લાવતાં અને કહેતાં કે દોસ્તારોને પણ ખવડાવજો. બી.એ. પછી એમ.એ.ના અભ્યાસ માટે પાટણ જૈન મંડળની હોસ્ટેલમાં રહેવા ગયો તો બા રોજ મારે માટે ટિફિન લઈને આવે કે જેથી મારે ઘરે જવા-આવવામાં સમય ન બગડે. એમ.એ.માં હું પહેલો આવ્યો અને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે બાને કહેતો કે “આ ચંદ્રક તમારે લીધે મળ્યો છે.” સંતાનોને ભણાવવાની બાની હોંશ એટલી બધી કે પાંચ સંતાનો ડબલ ગ્રેજ્યુએટ થયાં અને તે પણ આવા કપરા સંજોગોમાં.
આમ છતાં બા અમારાં કોઈ ભાઈબહેનની કોલેજ જોવા આવ્યાં નથી. મારી ઝેવિયર્સ કૉલેજનું નામ પણ બાને ન આવડે. કહે કે મારે નામ શીખીને શું કામ છે ? કોઈ પૂછે તો કહે કે ધોબીતળાવ પર આવેલી કૉલેજમાં ભણે છે.
૧૯૪૪ના ગાળામાં અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી, માથે કોઈ દેવું રહ્યું નહિ. પિતાજીની નોકરી ઉપરાંત મોટા બે ભાઈઓ નોકરીએ લાગી ગયા. એમ ઘરમાં ત્રણ જણનો પગાર આવવા લાગ્યો. વળી મેટ્રિક પછી અમે બે ભાઈઓ ભણવા માટે ટ્યૂશન કરવા લાગ્યા અને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીએ ચડ્યા. એમ કરતાં પાંચ જણનો પગાર આવવા લાગ્યો એટલે રેવાબાને કોઈ ચિંતા રહી નહિ. ઘરમાં સગવડ માટે કેટલાક ફેરફાર કરાવ્યા. પછી તો આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સુધરતી ગઈ.
૧૯૪૮ પછી એક પછી એક ભાઈનાં લગ્ન થયાં અને તેઓ નાની રૂમ છોડીને સ્વતંત્ર રહેવા લાગ્યા. એમ કરવાની બા-બાપુજીએ સંમતિ આપી. બાને હવે ઘણી જ રાહત લાગી અને સંતાનોની ચડતી જોઈને બહુ આનંદ થયો. આમ છતાં ખેતવાડીની ચાલીનું ઘર એ અમારું કેન્દ્રસ્થાન રહ્યું.
બાને તપશ્ચર્યામાં સારી શ્રદ્ધા હતી. એકાસણું, આયંબિલ, ઉપવાસ એમનાં ચાલતાં હોય. આયંબિલની ઓળી તેઓ કરતાં. પર્યુષણના દિવસોમાં એમણે એક વખત અઠ્ઠાઈ કરેલી. પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા ચાર અને છેલ્લા ત્રણ એમ સાત ઉપવાસ ઘણી વાર કર્યા હતા. એક વખત બાને ઉપધાન કરવાની ભાવના થઈ હતી. લાલબાગ માધવબાગ) ઉપાશ્રયે નામ પણ તેઓ નોંધાવી આવ્યાં હતાં. ત્યાં બે દિવસ અગાઉ કોઈક બહેન ઘરે મળવા આવ્યાં. વાત નીકળતાં તેમણે કહ્યું, રેવાબહેન, તમારાથી ઉપધાન ન થાય. તમને ક્યાં બધી વિધિ આવડે છે !' આથી બા નાસીપાસ થયાં અને ઉપધાનમાં જોડાયાં નહિ. થોડા દિવસ પછી દેરાસરમાં કોઈક અનુભવી બહેન મળ્યાં. બાએ ઉપધાનમાં ન જોડાવાનું કારણ કહ્યું. એમણે કહ્યું, “બધી વિધિ બધાંને ન આવડે, પણ એમણે ઉપધાન ન છોડાય. ન આવડે
મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૨૧૫
Page #268
--------------------------------------------------------------------------
________________
તો સાધુ મહારાજ બધી વિધિ કરાવે, તમે ભૂલ કરી.’ આ સાંભળી બા બહુ નિરાશ થયાં. ઉપધાનની એક વખત તક ચૂક્યાં, તે પછીથી ફરીથી ક્યારેય ઉપધાન કરવાની અનુકૂળતા મળી નહિ. પણ દીકરી ઇન્દિરાને ઉપધાન કરાવીને આનંદ અનુભવ્યો. આઠ છોકરાં ઉછેરનાર બાની પાસે બાળકના મનને જીતવાની વાત્સલ્યભરી કળા હતી. એ દિવસોમાં ટેલિફોન કોઈકને ત્યાં જ હતા. એટલે અમે અમારાં બંને નાનાં સંતાનોને – શૈલજા તથા અમિતાભને લઈને અઠવાડિયામાં એકબે વાર બાને મળવા જતાં. બંને સંતાનોને શિખંડ બિલકુલ ભાવતો નહિ. બાને થયું કે નાનાં છોકરાંઓને શિખંડ બહુ જ ભાવે. ન ભાવે તે બરાબર ન કહેવાય. એક વાર અમે બાને ઘરે ગયાં તો બાએ શિખંડ બનાવ્યો હતો. બાએ પૂછ્યું તો બંનેએ શિખંડની ના પાડી. બાએ કહ્યું, ‘આજે તમારા પપ્પાની વરસગાંઠ છે અને તમે શિખંડ ન ખાવ તે મને ગમતું નથી.' પછી બાએ વહાલથી કહ્યું, “એક નાની ચમચી જેટલો આપું છું. જરાક જીભે અડાડી લેજો.’ પછી બાએ બંનેને સાવ નાની ચમચી જેટલો શિખંડ આપ્યો. બંનેને ભાવ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધો શિખંડ ખાઈ ગયા અને વધુ શિખંડ માગ્યો અને ધરાઈને ખાધો. ત્યારથી બંને બાળકોએ ‘શિખંડવાળાં બા' એવું બાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં.
એક દિવસ સાંજે અમે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યાં. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે ગરમી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઈએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. બાનાં કપડાં પલળ્યાં અને પથારી પણ પલળી. આવું કરાય ?” એવો અમે પ્રમોદભાઈને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યાં કે એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડ્યું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને માથે ગરમી ચઢી ગઈ હતી.’
અમને થયું કે સંભવ છે કે બાનું બ્લડપ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તરત બ્લડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ. વળી બાને એવું પછી કેટલાંક વર્ષ સુધી થયું નહોતું, એટલે ત્યારે એ ચિંતાનો વિષય નહોતો.
અમારું કુટુંબ સાધારણ સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય તે દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ
૨૧૬ ચરિત્રદર્શન
Page #269
--------------------------------------------------------------------------
________________
બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮-૨૦ વર્ષની ઉંમરે લગ્ન થતાં. અમારાં સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ૨૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વયે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઇન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈ-લગ્ન થઈ ગયાં.
મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય થયો. એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કૉલેજમાં સહાધ્યાયિની, મુંબઈની સોસાયા કોલેજનાં અધ્યાપિકા તારાબહેનની એમના પિતા તરફથી દરખાસ્ત આવી ત્યારે બાએ અને કુટુંબના સર્વેએ એ સહર્ષ સ્વીકારી લીધી. બાનો ઉલ્લાસ એટલો બધો હતો કે અમારાં લગ્નના દિવસે તેઓ દાદર ઊતરતાં પડી ગયાં અને વાગ્યું તોપણ સમગ્ર વિધિ અને સત્કારસમારંભ દરમિયાન કોઈને જણાવા દીધું નહોતું. વળી ત્યારે સોફાયા કૉલેજનાં પ્રિન્સિપાલ મધર વોર્ડને પગે લાગવા અમે ગયાં તો તેઓ સાથે આવ્યાં હતાં. આ રીતે એમણે સોફાયા કૉલેજ પણ જોઈ.
ત્યાર પછી કેટલાંક વર્ષ બાને સારું રહ્યું. તેઓ શત્રુંજય, શંખેશ્વર, મહુડી, માતર, ઝઘડિયા, કાવી વગેરે સ્થળે કેટલીક વાર જાત્રા કરી આવ્યાં. વળી તેઓ સ્પેશિયલ ટ્રેનમાં ૪૫ દિવસની શિખરજીની યાત્રા કરી આવ્યાં, જેમાં દિલ્હી, આગ્રા તથા ઉત્તર, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્ર સહિત ઘણાં બધાં તીર્થોનો સમાવેશ થયો હતો.
ત્યાર પછી બાને ૬૮ વર્ષની ઉંમરે લકવાનો હુમલો આવ્યો. તરત હૉસ્પિટલમાં દાખલ કર્યા અને અઠવાડિયામાં સારાં થઈને ઘરે આવ્યાં. ત્યાર પછી અમે બાબાપુજીને વિમાનમાં ભાવનગર લઈ જઈ શત્રુંજયની જાત્રા કરાવી આવ્યાં. વિમાનમાં બેસવાનો એમનો પહેલો અનુભવ હતો. એથી એમણે ખૂબ આનંદ અનુભવ્યો.
લકવામાંથી બા સાાં થયાં અને હરતાંફરતાં થયાં. કેટલીક જાત્રાઓ પણ કરી આવ્યાં. પણ પછી આંખે મોતિયો આવ્યો અને તપાસ કરાવતાં ડાયાબિટીસ પણ નીકળ્યો. એટલે મોતિયાનું ઓપરેશન કરવાની દાક્તરોએ ના પાડી. પરિણામે બાને આંખે ઝાંખપ વધતી ગઈ. સાવ નજીક માણસ આવે ત્યારે ઓળખાય. મોતિયાને
મારાં માતુશ્રી સ્વ. રેવાબા
૨૧૭
Page #270
--------------------------------------------------------------------------
________________
લીધે પછી તો ઘરની બહાર જવા-આવવાનું બંધ થયું. બહેન ઈન્દિરા રસોઈ ઉપરાંત બાની બધી ચાકરી કરતી.
ચારે ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાતની ચિંતા નહોતી. બધા ભાઈઓને ત્યાંથી રકમ આવતી. હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા.
બીજા બે ભાઈનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. ચાલીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઈએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઈએ પણ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા-બાપુજી ભરતભાઈને ત્યાં રહ્યાં.
- સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું, “બા, તમે ઓપરેશન કરાવો તો બરાબર દેખાશે.” એ દિવસોમાં ઓપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઓપરેશનમાં ચારેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઓપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે કોઈને પણ શું કામ છે ? હું મારે શાંતિથી રહેવા માગું છું. પછી તો બાને ડાયાબિટીસની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઓપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે.
આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાનાભાઈ ભરતભાઈને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જ્યાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી.
એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ. સ. ૧૯૭૫માં ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાંતિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું.
બાનું જીવન એટલે સમવિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે. એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન.
(‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
૨૧૮
ચરિત્રદર્શન
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
ભારત સરકારે ડૉ. ઉષાબહેન મહેતાને પદ્મવિભૂષણનો ઇલકાબ સ્વતંત્રતાની સવર્ણજયંતી પ્રસંગે આપીને એમનું યોગ્ય ગૌરવ તો કર્યું જ છે, પણ સાથે સાથે સરકારે પોતે પોતાને પણ ગૌરવ અપાવ્યું છે.
ડૉ. ઉષાબહેન મહેતાને સ્વતંત્રતાની સુવર્ણ જયંતીના અવસરે આ ઇલકાબ મળ્યો છે તે સમયોચિત અને ગૌરવપૂર્ણ ગણાય. ઉષાબહેને આઝાદી પૂર્વે જેલજીવન ભોગવ્યું હતું અને પછીથી પણ રાષ્ટ્રભક્તિના કાર્યમાં સંનિષ્ઠાથી લાગેલાં રહ્યાં છે એ પણ એટલા જ આનંદ અને ગૌરવની વાત છે. સરકારે પચાસ વર્ષે પણ કદર કરી એ મોટા સંતોષની વાત છે. મારી જેમ કેટલાકને એમ અવશ્ય લાગ્યું હશે કે ઉષાબહેનને આ ઈલકાબ ઘણો વહેલો મળવો જોઈતો હતો. સરકાર સારા અવસરની રાહ જોતી હતી એમ કહેવા કરતાં ઉષાબહેને એ માટે કંઈ પ્રયત્નો નથી કર્યા એમ કહેવું જ વધુ યોગ્ય છે. ઉષાબહેનનું એ સદ્ભાગ્ય છે કે સ્વતંત્રતાની સુવર્ણજયંતી જોવા તેઓ વિદ્યમાન રહ્યાં છે. ઉષાબહેનની સરળ, નિઃસ્વાર્થ, નિર્દભ, નિષ્ઠાવાન પ્રકૃતિનો પરિચય એમાંથી મળી રહે છે. આવું સન્માન મળે તોય શું અને ન મળે તોય શું? – એવો જ ઉદાર, સમત્વયુક્ત પ્રતિભાવ એમનો રહ્યો છે.
હું એવા કેટલાક મિત્રોને ઓળખું છું કે જેઓએ પોતાના જીવનનો ઘણો મોટો ભોગ દેશની આઝાદી માટે આપ્યો હોવા છતાં સ્વાતંત્ર્ય સૈનિકનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ તેઓએ અરજી કરી નથી, તો તે માટેના ભથ્થાની કે રેલવેમાં એરકંડિશન ક્લાસમાં મિત્રને સાથે લઈને મફત પ્રવાસ કરવાની કે તેવા પ્રવાસ કરાવવા દ્વારા કમાણી કરવાની) તો વાત જ શી ? “કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના અમે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું. એનો આનંદ એ જ અમારે માટે
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૨૧૯
Page #272
--------------------------------------------------------------------------
________________
ઇલકાબરૂપ છે.” આવું એવા સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી સાંભળીએ છીએ ત્યારે હર્ષરોમાંચ અનુભવીએ છીએ અને ત્યારે એમ લાગે કે ગાંધીજીનો આત્મા હજુ પણ કેટલાંકનાં હૈયાંમાં વસેલો છે.
ડૉ. ઉષાબહેન મહેતાનું નામ તો મેં ૧૯૪૨ની લડત વખતે પહેલી વાર સાંભળ્યું હતું. કોંગ્રેસ રેડિયો પર એમનો અવાજ સાંભળ્યો હતો. તેઓ પકડાયાં અને એમને સજા થઈ એ સમાચાર ત્યારે છાપામાં વાંચ્યા હતા. પરંતુ ઉષાબહેનને રૂબરૂ મળવાનું તો ૧૯૪૮માં એમના ઘરે થયેલું. એમના વડીલબંધુ ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેં ગુજરાતી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે ડો. ચન્દ્રકાન્ત મહેતા પણ બીજા અધ્યાપકો સાથે અમારા વર્ગ લેતા. તે વખતે વિદ્યાર્થીને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ પોતાને ઘેર બોલાવતા. ઓપેરા હાઉસ પાસે લક્ષ્મી બિલ્ડિંગમાં એમનું સંયુક્ત કુટુંબ રહે. એ વખતે ઉષાબહેનને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થતો.
૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. એ વિભાગના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીએ મારી નિમણૂક કરી હતી. એ વખતે મેં રજિસ્ટ્રાર શ્રી ચિદમ્બરમુને પૂછ્યું: મારે કયા રૂમમાં બેસવાનું છે ? તો એમણે જણાવ્યું કે “તમારે ડૉ. ઉષાબહેન મહેતાના રૂમમાં બેસવાનું છે, કારણ કે ઉષાબહેનનો ડિપાર્ટમેન્ટ હવે સાંતાક્રુઝ ખાતે કાલિના કેમ્પસમાં ખસેડવામાં આવ્યો છે. આમ, મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં જ ઉષાબહેનના રૂમમાં બેસવાનું મળ્યું એથી મને ઘણો આનંદ થયો. એને હું મારું સદ્ભાગ્ય માનું છું.
પછી તો ઉષાબહેનને યુનિવર્સિટીની ઘણી મિટિંગોમાં મળવાનું થતું. સાથે કામ કરવાનું થતું. ઉષાબહેન સાથેનો પરિચય યુનિવર્સિટીને નિમિતે વધુ ગાઢ થયો. પછી તો અંગત રીતે પણ તેઓ અમારા કુટુંબના સર્વ સભ્યો સાથે વડીલ સ્વજન જેવાં બની રહ્યાં.
ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબનાં બધાં સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ હકૂમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું.
૨૨૦ ક ચરિત્રદર્શન
Page #273
--------------------------------------------------------------------------
________________
લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી. ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં. સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો. પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી, કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત કબૂલ કરેલી. આ છોકરીઓ બહુ નાની છે – એમને એવું આકરું વ્રત ન અપાય, એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ તેવું વ્રત ન આપતાં લગ્ન કરવાની છૂટ આપેલી, પણ એ શરતે કે પતિ ખાદી પહેરતો હોય અને લગ્નમાં કોઈ દાયજો લે નહિ. પરંતુ ઉષાબહેન તો પોતે લીધેલા બ્રહ્મચર્યના વ્રતમાં જ અડગ રહ્યાં. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ગાંધીજીની ભાવનાને તેમણે શોભાવી. ગાંધીજીની દેશભક્તિ અને ધર્મભાવના સાથે તેઓ ઓતપ્રોત બની રહ્યાં.
ઉષાબહેનની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. એમના પિતા ન્યાયાધીશ હતા અને એમની બદલી થતી, એટલે ઉષાબહેને પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ખેડા, ભરુચ, મુંબઈ વગેરે સ્થળે લીધું હતું. કોલેજનું શિક્ષણ એમણે મુંબઈની વિલરાન કૉલેજમાં લીધું હતું. તેમણે બી.એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય લીધો હતો અને ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. ત્યાર પછી એમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં તેઓ એલએલ.બી. થયાં. એમના પિતા ન્યાયાધીશ હતા એટલે એમનાં સંતાનોને કાયદાશાસ્ત્રમાં રસ પડે એ સ્વાભાવિક છે.
ઉષાબહેન ભરૂચની શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે કોંગ્રેસમાં સ્વયંસેવિકા તરીકે પણ જોડાયાં હતાં. છોટા સરદાર તરીકે જાણીતા ભરૂચના શ્રી ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ પ્રભાતફેરી, ઝંડાવંદન, સરઘસ, સત્યાગ્રહ વગેરે જે પ્રવૃત્તિઓ ચાલતી તેમાં બાલિકા તરીકે ઉષાબહેન પણ સક્રિય ભાગ લેતાં હતાં. એમણે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે પોલીસનો લાઠીમાર થાય તોપણ ધ્વજને નીચે પડવા ન દેવાય. ઝંડા ઊંચા રહે હમારા” અથવા “ચલાવ લાઠી, ચલાવ ઈંડા, ઝૂક ન સકેરા હમારા ઝંડા જેવા પોકારો કરતાં કરતાં તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતાં. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું?
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા કા ૨૨૧
Page #274
--------------------------------------------------------------------------
________________
ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવાં લાગે. હવે લાઠીમાર થાય તોપણ પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોર-કિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે.
લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની માંજારસેના' પણ તૈયાર કરી. છોકરા પોલીસને હૂપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એકસાથે અનેક છોકરાંછોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતાં હશે ત્યારે એ દૃશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે !
બી. એ. થયા પછી ઉષાબહેને એમ. એ.નો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું.
૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે ‘કૉંગ્રેસ રેડિયો”ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪૨ની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી-ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાય૨લેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : This is Congress Radio, speaking somewhere in India from 42.34
meter.'
અમારી કિશોરાવસ્થામાં અમે પત્રિકાઓ વહેંચવા જતા અને રાતના રેડિયો પણ સાંભળતા. યરવડાની જેલમાં બાપુ સાથે રહેલા મહાદેવભાઈ દેસાઈ જ્યારે અવસાન પામ્યા, ત્યારે બ્રિટિશ સરકારે એ સમાચાર દબાવી દીધા. છાપામાં એ વિશે કશું આવ્યું નહિ પણ કૉંગ્રેસ રેડિયોએ એ સમાચાર મેળવીને પ્રસારિત કર્યા ત્યારે છાપાંવાળાઓને ખબર પડી હતી. પછી એ સમાચાર છાપાંઓમાં છપાયા
હતા.
૨૨૨ ચરિત્રદર્શન
Page #275
--------------------------------------------------------------------------
________________
રેડિયોની આ પ્રવૃત્તિમાં બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્તભાઈ, મોટવાની વગેરે જોડાયા હતા. દર દસ-પંદર દિવસે તેઓ જગ્યા બદલતા કે જેથી પોલીસ પકડી ન શકે. છેવટે પારેખવાડીમાંથી એમને પકડવામાં આવ્યાં હતાં. એમાં ઉષાબહેનને ચાર વર્ષની અને એમના મોટા ભાઈ ચંદ્રકાન્તભાઈને એક વર્ષની સજા થઈ હતી. એમને પૂનાની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. આ બધા અનુભવો રોમહર્ષણ હતા. ભારતમાતા માટે ઉલ્લાસપૂર્વક ભોગ આપવાની તમન્ના ગાંધીજીએ દેશના કરોડો લોકોમાં ગાવી હતી.
ઉષાબહેને પોતાના જેલના અનુભવો પણ નોંધ્યા છે. પોતે પાંજરામાં સંતાઈને જેલના અધિકારીઓને કેદીઓની ગણતરીમાં કેવી થાપ ખવડાવી હતી એનું પણ રસિક બયાન એમાં વાંચવા મળે છે.
ઉષાબહેન ચાર વર્ષ જેલમાં ગાળીને છૂટ્યાં અને ઘરે આવ્યાં ત્યારે એમને જોઈને એમનાં બા રડી પડ્યાં હતાં. ચાર વર્ષ જેલમાં કાંકરીવાળા રોટલા ખાઈને ઉષાબહેનની તબિયત ખલાસ થઈ ગઈ. એમનું શરીર ગળી ગયું હતું. એમની પાચનશક્તિ બગડી ગઈ હતી. “આવું પાતળું નાજુક શરીર એ તો બ્રિટિશ સરકારની ભેટ છે' એમ તેઓ હળવી રીતે કહે છે. એમનું શરીર ફરી ક્યારેય વળ્યું નહિ. કૃશકાય ઉષાબહેનનું નૈતિક બળ એટલું મોટું છે કે આવી કાયા છતાં તેમણે સેવાનું સતત કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યા કર્યું.
૧૯૪૬માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં. દેશને આઝાદી મળી તે પછી એમણે પોતાનું લક્ષ અધ્યયન-અધ્યાપન તરફ રાખ્યું. તેઓ એમ. એ. થયાં અને મુંબઈમાં વિલસન કૉલેજમાં તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકે કામ શરૂ કર્યું. ૧૯૪૭થી ૧૯૪૯ સુધી એ કાર્ય કર્યા પછી એક વર્ષ માટે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપિકા તરીકે કામ કરી આવ્યાં. મુંબઈ પાછાં આવીને એમણે “મહાત્મા ગાંધીજીની સામાજિક અને રાજકીય વિચારસરણી' એ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો. ત્યાર પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. અહીં એમના વિભાગનાં ડૉ. આલુબહેન દસ્તુર સાથે ગાઢ પરિચય થયો. પછી તો આલબહેન અને ઉષાબહેન બંને ઘણી યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટી ગ્રાન્ટ્રસ કમિશનની સમિતિઓમાં સાથે જ હોય. યુનિવર્સિટીના ક્ષેત્રે ત્રણ દાયકા જેટલું એમનું અધ્યાપનકાર્ય બહુ સંગીન રહ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પીએચ.ડી.નાં માર્ગદર્શક તરીકે કાર્ય કરતાં રહ્યાં હતાં.
મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા પછી અમેરિકામાં અભ્યાસ
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા કા ૨૨૩
Page #276
--------------------------------------------------------------------------
________________
કરવા માટે ૧૯૫૩-૫૪ની ફુલ બ્રાઈટ શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થઈ હતી. તેમણે એ વર્ષોમાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
ગાંધીજીની ભાવનાને ચુસ્તપણે અનુસરનાર અલ્પસંખ્ય વિદ્યમાન વ્યક્તિઓમાં ઉષાબહેન એક મુખ્ય ગણાય. તેમની ગાંધીસ્મારક નિધિના પ્રમુખપદે વરણી થઈ એ સર્વથા યોગ્ય જ થયું. તેઓ નિયમિત મણિભુવનમાં જઈ પોતાની સેવા આપતાં રહ્યાં. એમને પોતાને મનગમતું કાર્ય મળી ગયું. એક મિશનરીની જેમ તેઓ આ કાર્ય કરતાં રહ્યાં.
ઉષાબહેનના ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું વાતાવરણ. એમના વડીલ બંધુ ડૉ. ચંદ્રકાન્તભાઈ ગુજરાતી વિષયના અધ્યાપક. એટલે શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં બોલવું, લખવું એમના કુટુંબ માટે સહજ. ઉષાબહેન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યમાં જોડાયેલાં. હિંદીમાં કોવિદની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરેલી. એટલે હિંદી ઉપર પણ એમનું એટલું જ પ્રભુત્વ. હિંદી સાહિત્યના વાચનનો એમને શોખ પણ ખરો. વળી વિલસન કૉલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે અંગ્રેજીમાં વર્ગો લેવાના એટલે ઇંગ્લિશ ભાષા પર એમનું એટલું જ પ્રભુત્વ. આમ લેખનકાર્ય કરવા માટે તથા વ્યાખ્યાન આપવા માટેનું ત્રણ ભાષા ઉપર પ્રભુત્વ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. ઉષાબહેન જરા પણ આયાસ વિના, સહજ રીતે આ ત્રણે ભાષામાં બોલતાં-લખતાં રહ્યાં છે એ એમના ભાષા-સામર્થ્યની પ્રતીતિ કરાવે છે.
પહેરવેશ, ખાનપાન, રહેણીકરણીમાં સાદાઈ અને સ્વભાવમાં સરળતા, લઘુતા અને નિખાલસતા એ ઉષાબહેનનાં વ્યક્તિત્વનાં લક્ષણો થોડા પરિચયે પણ માણસને જણાયા વગર રહે નહિ. તેઓ હંમેશાં ખાદીની સફેદ સાડી જ પહેરતાં રહ્યાં છે. ઉષાબહેનને બસમાં જતાં, ટૅક્સીમાં જતાં, ક્યાંક પગે ચાલીને પહોંચી જતાં કોઈ સંકોચ નહિ. કોઈ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હોય તો પોતાને તેડી જવા માટેનો આગ્રહ નહિ. પોતાની મેળે પણ પહોંચી જાય. સભામાં મંચ પર સ્થાન મેળવવા કે આગલી હરોળમાં બેસવા માટે આગ્રહ નહિ, તેવી વૃત્તિ પણ નહિ. પાછળ બેસવામાં કોઈ ક્ષોભ નહિ. બધું સરળ અને સહજ. એ માટે માઠું લાગે નહિ, તો પછી કોઈ વ્યવસ્થાપકને ઠપકો આપવાનો કે કટાક્ષ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય ? આ બધા ગુણો ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલી વ્યક્તિના જીવનમાં સ્વાભાવિક રીતે વિકસેલા હોય જ.
શાસ્ત્રીય સંગીત ઉષાબહેનની એક શોખની પ્રવૃત્તિ રહી છે. તેઓ રાગરાગિણીનાં જાણકાર છે અને હવે જોકે મહાવરો ઘણો ઓછો થઈ ગયો છે તોપણ
૨૨૪ ૨ ચરિત્રદર્શન
Page #277
--------------------------------------------------------------------------
________________
સિતારવાદન એ એમની એક પ્રિય પ્રવૃત્તિ રહી છે.
ઉષાબહેને ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું છે. એમણે પોતાના અધ્યયનઅધ્યાપનના વિષયોને લક્ષમાં રાખી લોકશાહી શા માટે ?', પક્ષો શા માટે ?", ભારતના રાજકીય પક્ષો', “રાષ્ટ્રપતિની કામગીરી વગેરે વિશે પરિચય-પુસ્તિકાઓ લખી છે. આ ઉપરાંત એમણે “ગવર્મેન્ટ એન્ડ ધ ગવન્ડ', “કોંગ્રેસ રૂલ ઈન બોમ્બે', કૌટિલ્ય અને તેનું અર્થશાસ્ત્ર', ‘અમર શહીદો', ‘ગાંધીજી', “વિશ્વની મહાન વિભૂતિઓ' જેવાં પુસ્તકો પણ લખ્યાં છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં
ઉષાબહેનની અનેકવિધ સંનિષ્ઠ, સભર સેવાભાવી પ્રવૃત્તિઓ અને એમનું સમગ્ર જીવનકાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. આવી વ્યક્તિઓથી સમાજ ઉજ્વળ રહે છે અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ.
(‘વંદનીય હૃદયસ્પર્શમાંથી)
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
૨૨૫
Page #278
--------------------------------------------------------------------------
________________
S૪
વિજય મરચન્ટ
શ્રી વિજય મરચન્ટનું મંગળવાર, તા. ૨૭મી ઓક્ટોબર ૧૯૮૭ના રોજ અવસાન થતાં ક્રિકેટના ક્ષેત્રની અને સમાજસેવાના ક્ષેત્રની એક તેજસ્વી વ્યક્તિની આપણને ખોટ પડી છે. એમની ચિરવિદાયથી મને સમાજસેવાના ક્ષેત્રે એક મુરબ્બીમાર્ગદર્શકની ખોટ પડી છે.
શાળા અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ક્રિકેટ મારી પ્રિય રમતોમાંની એક હતી એટલે મુંબઈમાં રમાતી ક્રિકેટમેચ જોવા અમે મિત્રો જતા ત્યારે વિજય મરચન્ટ અમારા પ્રિય ખેલાડી હતા. ગુજરાતી, મરાઠી, મદ્રાસી કે હિંદુ, મુસલમાન, પારસી જેવા પ્રાદેશિક, ભાષાકીય કે કોમી ભેદો ત્યારે ન હતા જોકે બ્રિટિશ રાજ્ય દરમિયાન હિંદુ, મુસલમાન, પારસી એમ કોમવાર ટેસ્ટમેચ દર વર્ષે રમાતી) તોપણ વિજય મરચન્ટ ગુજરાતી ખેલાડી છે એનું અમને ગૌરવ થતું.
વિજયભાઈના નિકટના સંપર્કમાં આવવાનું મારે સમાજસેવાના નિમિત્તે બન્યું. ક્રિકેટના ક્ષેત્રે નિવૃત્ત થયા પછી વિજયભાઈએ મુંબઈમાં માનવતાનું, સમાજસેવાનું કાર્ય વેગથી ઉપાડ્યું. અનેક દુઃખી લોકોના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના જીવનમાં સુખશાંતિ કેવી રીતે આણી શકાય એ માટેની વિવિધ યોજનાઓ તેઓ ઘડવા લાગ્યા. એમનો અનુભવ પણ દિવસે દિવસે સમૃદ્ધ બનવા લાગ્યો. એમની પાસે સાંભળતાં ખૂટે નહિ એટલા જાતઅનુભવના કિસ્સાઓ ગરીબ લોકોના દુઃખના હતા. અમારા જૈન યુવક સંઘના ઉપક્રમે ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા હું વિજયભાઈની ઓફિસમાં કેટલાંક વર્ષ પહેલાં ગયો હતો. એક ગર્ભશ્રીમંત, સુખી, તેજસ્વી માણસ, વળી ક્રિકેટના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ ગરીબ લોકોના દુઃખમાં સાચા દિલથી રસ લઈ કંઈક કરી છૂટવા ઇચ્છે
૨૨૬ ૯ ચરિત્રદર્શન
Page #279
--------------------------------------------------------------------------
________________
છે એ જાણીને આનંદ થયો હતો. કેટલાય શ્રીમંતોનો અને રમતગમતના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓનો નિવૃત્તિકાળ ક્લબ અને પાર્ટીઓમાં વીતતો હોય છે. જેણે જાતે ગરીબી વેઠી ન હોય તેવી વ્યક્તિને ગરીબોની યાતનાઓનો વાસ્તવિક ખ્યાલ ઓછો આવે છે. ક્યારેક તો વિચાર સુધ્ધાં પણ આવતો નથી. વિજયભાઈ પાસે એમનાં સેવાકાર્યની થોડીક ઝલક સાંભળીને એમના પ્રત્યે બહુ આદર થયો. તેઓ પોતાની ઓફિસમાં પોતાનું કામ કરતા જાય અને અમારી સાથે વાતનો દોર પણ ચાલુ રાખે. ટેબલ પર આવતા-જતા કાગળો અને ફાઈલો ઉપર નજર ફેરવતા જાય અને પોતાના અનુભવો વર્ણવતા જાય. વાંચવા માટે બેતાળાં ચમાં જોઈએ અને વાતચીત કરવા માટે ચશમાંની જરૂર રહે નહિ. એટલે કાં તો ઘડીએ ઘડીએ ચશમાં ઉતારવાં પડે અથવા બાયફોકલ ચશમાં પહેરવાં પડે. વિજયભાઈ એવા ચશમાં પહેરતા કે જેમાં નીચેના અર્ધા ભાગમાં વાંચવા માટેનો કાચ હોય અને ઉપરનો અર્ધો ભાગ ખાલી હોય એટલે તેઓ જ્યારે ટેબલ પર બેસીને કામ કરતા અમારી સાથે વાત કરતા હોય ત્યારે ચશમાંની ફ્રેમમાંથી ઉપરના અડધા ખાલી ભાગમાંથી નરી આંખે નિહાળતા. એમની એ લાક્ષણિક મુદ્રા ચિરાંકિત બની ગઈ હતી.
વિજયભાઈ નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ નામની સંસ્થામાં પ્રમુખ હતા. એમની ભલામણથી અમારા સંઘના ઉપક્રમે અંધ અને અપંગ લોકોને આર્થિક રીતે પગભર બનવા માટે સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે આપવાની યોજના હાથ ધરવામાં આવી હતી. એ યોજના માટે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિજયભાઈના પ્રેરક ઉદ્દબોધન પછી અમને દાતાઓ તરફથી અમારી અપેક્ષા કરતાં ઘણોબધો સારો સહકાર મળ્યો હતો. ત્યાર પછી એ યોજનાનુસાર જ્યારે પણ અંધ કે અપંગ વ્યક્તિને સ્ટોલ કે ટેલિફોન બૂથ કરાવી આપવાનો પ્રસંગ આવે ત્યારે વિજયભાઈ તે માટે ખાસ કાર્યક્રમ ગોઠવતા અને દાતાઓને હાથે તેનું ઉદ્ઘાટન કરાવતા. એવા ઘણાબધા કાર્યક્રમોમાં સંઘના હોદ્દેદારો અને અન્ય સભ્યો વિજયભાઈને મળતા. આવા કાર્યક્રમો વખતે વિજયભાઈનો આનંદ સમાતો નહોતો. એમના વ્યક્તિત્વ અને વક્તવ્યમાંથી એ સ્પષ્ટ જણાઈ આવતું. એક મિશનરીની ઢબે એમણે આ કામ ઉપાડ્યું હતું.
ગરીબો માટેની યોજનાઓ વિશે વિચારણા કરવા માટે વિજયભાઈને મળવા માટે મુંબઈમાં ચર્ચગેટ ખાતે સી.સી.આઈ. ક્લબમાં મિટિંગ ગોઠવાતી. વિજયભાઈએ ‘નાસિઓહ' નામની સંસ્થાની સ્થાપનામાં સક્રિય કાર્ય કર્યું. ચેમ્બરમાં આવેલી એ સંસ્થાની મુલાકાત લેવા માટે વિજયભાઈએ અમારા સંઘને નિમંત્રણ આપ્યું હતું. અપંગોને તાલીમ આપી સ્વાશ્રયી અને પગભર કરવા માટેની આ એક પ્રતિષ્ઠિત
વિજય મરચન્ટ
૨૨૭
Page #280
--------------------------------------------------------------------------
________________
સંસ્થાને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી તથા વિદેશી સંસ્થાઓ તરફથી ઘણો સારો આર્થિક સહકાર સાંપડ્યો હતો. સંઘના ઉપક્રમે અપંગોને આર્થિક સહાય આપવાની યોજના કરવામાં આવી હતી અને એ નિમિત્તે પણ વિજયભાઈને મળવાનું ઘણી વાર બન્યું હતું. દુખી લોકોનું દુઃખ હળવું કરવા માટે તેઓ કેટલો જબરો પુરુષાર્થ કરી રહ્યા છે તે જોઈ હર્ષ થતો હતો.
વિજયભાઈની સમાજસેવાનું ક્ષેત્ર અંધ અને અપંગોને પગભર કરવા માત્રમાં સીમિત રહ્યું નહોતું. એવી વ્યક્તિઓની યોગ્યતાનો વિચાર કરીને ક્યારેક તેઓ એવાં બે પાત્રોનાં લગ્ન પણ ગોઠવી આપતા. કોઈ સ્ત્રીને ધણીનો ત્રાસ હોય કે કોઈ દુખી સ્ત્રી-પુરુષને ઘર કે જમીનનો પ્રશ્ન હોય, કોઈને છૂટાછેડા લેવા હોય તો તેવા ગરીબ માણસોને પરગજુ વિજયભાઈ વકીલની મફત સેવા મેળવી આપી કોર્ટના કામકાજમાં પણ સહાય કરતા. આટલું બધું કામ કરનારી વ્યક્તિને માથે પત્ર દ્વારા કે ટેલિફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા સમય ફાળવવાનો આવે તો તેને ક્યારેક થાક પણ લાગે, પરંતુ વિજયભાઈ દુખી વ્યક્તિ પોતાની એકની એક વાત વારંવાર કહે તોપણ કંટાળતા નહિ. બલકે સમભાવ અને સહાનુભૂતિથી પૂરો સમય આપી વાત સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન કે સલાહ-સૂચન આપતા. આટલું બધું કામ કરતા હોવા છતાં એમનાં વાણી અને વર્તનમાં, એમના ખાનદાન ભાટિયા કુટુંબની સ્વાભાવિક વિનમ્રતા ડગલે ને પગલે દેખાતી.
ક્રિકેટના ખેલાડી તરીકે વિજયભાઈની પ્રતિભા અને પ્રતિષ્ઠા અનોખી હતી. ક્રિકેટમાં પણ તેઓ ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. એક બાજુ ખેલાડી તરીકે પોતાની પ્રતિષ્ઠાનું હિત હોય અને બીજી બાજુ આખી ટીમનું હિત હોય તો તેઓ ટીમના હિતને ખાતર પોતાની અંગત સિદ્ધિને જતી કરતા. ટીમને ખાતર સદી-સેંચરી કરવાની તક મળી હોય તો તે પણ તેઓ જતી કરતા. ક્રિકેટની ટેસ્ટમેચોમાં ઓપનિંગ બૅટૂટ્સમેન તરીકે વિજયભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેઓ દઢ વિશ્વાસપૂર્વક ઘણા રન કરી શકતા. ક્રિકેટના ઇતિહાસમાં રનની સરેરાશની દૃષ્ટિએ બેડમેન પછી વિજયભાઈનું નામ ગણાય છે. લેગકટના પ્રકારના ફટકા મારવાની એમની શૈલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી હતી. કૉમેન્ટેટર તાત્યારખાન એને વિજુલા-કટ' તરીકે ઓળખાવતા. કુનેહ તથા તાકાતથી જરા પણ સંક્ષોભ પામ્યા વગર પૂરી સ્વસ્થતાથી રમવાની એમની પદ્ધતિએ ક્રિકેટના ક્ષેત્રમાં એમને ઘણી મોટી સિદ્ધિ અપાવી હતી. પ્રતિષ્ઠાની ટોચે હતા ત્યારે જ વિજયભાઈ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા. તેઓ કહેતા કે સારા ખેલાડીએ પ્રતિષ્ઠાની ટોચે પહોંચતાં જ નિવૃત્ત થઈ જવું જોઈએ. કોઈ પણ સ્થાનને ઝાઝો વખત વળગી રહીને ઝાંખું પાડવું તે યોગ્ય નથી. એમની એ સૂઝ
૨૨૮ ચરિત્રદર્શન
Page #281
--------------------------------------------------------------------------
________________
અને સમજ આદરને પાત્ર ગણાઈ હતી.
વિજ્યભાઈની મુખ્ય કારકિર્દી તો ક્રિકેટના ખેલાડી તરીકેની હતી, પરંતુ સમાજસેવાના ક્ષેત્રે ઝંપલાવ્યા પછી તેઓ કહેતા કે ક્રિકેટ એ જો મારા જીવનની પહેલી ઇનિંગ છે, તો સમાજસેવા એ બીજી ઇનિંગ છે. ઉપરવાળો છેલ્લો બૉલ નાખશે એટલે આપણે આઉટ થઈ જઈશું.'
સમાજસેવાનું કાર્ય કરવાની સાથે સાથે વિજ્યભાઈનો ક્રિકેટનો રસ સાદ્યંત જળવાઈ રહ્યો હતો. ઘણાં વર્ષો સુધી એમણે રેડિયો ઉ૫૨થી ટેસ્ટમૅચની રનિંગ કૉમેન્ટરી આપી હતી. સ્પષ્ટ બુલંદ અવાજે પૂરી સમજ સાથે અપાતી એમની કૉમેન્ટરી સાંભળવી એ પણ એક લહાવો હતો. રેડિયો ઉપર ચહેરો દેખાવાનો પ્રશ્ન ન હોય, માત્ર અવાજ જ સંભળાય. એ અવાજ અને શૈલીથી તરત જ ખબર પડે કે આ કૉમેન્ટરી વિજયભાઈની છે. ટી.વી. ઉપ૨ મૅચનું પ્રસારણ શરૂ થયા પછી વિદેશમાં રમાતી મૅચ જોવા માટે અડધી રાતે જાગીને તેઓ પોતાના ઘરે ટી.વી. ચાલુ કરતા. દુનિયાભરની ક્રિકેટની પ્રવૃત્તિથી તેઓ જીવનના અંતિમ સમય સુધી પૂરેપૂરા અને સતત માહિતગાર રહ્યા હતા અને તે માટેની વિવિધ સમિતિઓમાં સક્રિય સભ્ય તરીકે તેમણે પોતાની સેવા આપી હતી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉંમર અને કામના બોજાને કારણે વિજયભાઈની તબિયત ઉ૫૨ અસર પહોંચી હતી. હ્રદયરોગના ગંભીર હુમલાનો ભોગ તેઓ ત્રણ વાર બન્યા હતા. પરંતુ એથી એમની સેવાની લગની ઓછી થઈ ન હતી. એક વા૨ વાત નીકળી ત્યારે તેમણે કહેલું કે, મારા શરીરનો બહુ ભરોસો નથી; પરંતુ કેટલાંક વર્ષોથી મેં મુંબઈની બહાર જવાનું બંધ કરી દીધું છે. મુંબઈમાં ભલે ગમે ત્યાં હોઉં, હૃદયરોગની કંઈ પણ તકલીફ થાય તો થોડી વારમાં જ દાક્તરી સારવાર મળી શકે કે જેથી કરીને રોગ ઉગ્ર ન બની જાય. ખાવાપીવામાં અને સવારે ચાલવામાં એટલો જ નિયમિત રહું છું. ત્રણ ત્રણ હુમલા પછી પણ હું આટલું કામ કરી શકું છું તેનું કારણ મારી ચીવટ છે.’ તેઓ કહેતા કે ખાવાપીવામાં પણ તેઓ બહુ નિયમિત થઈ ગયા છે. કેટલાક સમયથી દાક્તરની સલાહ અનુસાર પાણી પીવાનું પણ તેમણે બંધ કરી દીધું હતું. શરીરને જરૂરી એટલું પાણી ફળ અને દહીંમાંથી તેઓ મેળવી લેતા. ઘરેથી બહાર જતી વખતે ટિફિનમાં પપૈયું અને દહીં સાથે જ રાખેલાં હોય. જ્યારે જરૂર પડે ત્યારે લઈ લેતા.
સ્વ. વિજયભાઈનાં અનેક સંસ્મરણો નજર સામે તરવરે છે. તેઓ પોતાના જીવનને સમૃદ્ધ અને સાર્થક બનાવીને ગયા.
(વંદનીય હૃદયસ્પર્શ’માંથી)
વિજ્ય મરચન્ટ ૨૨૯
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫ બ્રિગેડિયર દારૂવાલા
ઑફિસરો માટેનો રિફ્રેશર કોર્સ કરવા છ અઠવાડિયા માટે મારે દહેરાદૂન જવાનું હતું. સમગ્ર ભારતમાંથી લગભગ સવાસો જેટલા એન.સી.સી.ના ઑફિસરો આવ્યા હતા. ઓફિસરો જુદાં જુદાં રાજ્યોનાં યુનિટોમાંથી આવતા હોવાથી અમારા રિફ્રેશર કેમ્પમાં વાતાવરણ પચરંગી લાગતું હતું. આ કોર્સ માટે ભારતની બધી જ ભાષાઓ બોલનારા ઑફિસર એકત્ર થયા હતા. હિન્દી અને અંગ્રેજી ભાષા મુખ્ય માધ્યમ તરીકે હતી. બધા ઓફિસરો કૉલેજની કક્ષાએ ભણાવતા અધ્યાપકો હતા. એટલે અમારી વચ્ચે અનુભવોની સારી આપ-લે થતી હતી. “અમારા યુનિટમાં તો આમ થાય છે; તમારા યુનિટમાં શું થાય છે?” એવી વાતચીત સામાન્ય હતી. એમાં પણ પગારો અને પ્રવાસભથ્થાંની રકમની સરખામણીની વાતો વિશેષ થતી. અમુક લાભ પોતાની કૉલેજમાં કે પોતાના એન.સી.સી. યુનિટમાં ન મળતો હોય તો અફસોસ વ્યક્ત થતો. એ મેળવવા માટેના ઉપાયો વિચારાતા, સૂચવાતા, તરકીબો બતાવાતી. એન.સી.સી.ના સ્ટોરમાં કઈ કઈ નવી ચીજવસ્તુઓ આવી છે કે જે બદલી લેવાય અથવા મિલિટરી કેન્ટીનમાંથી લકરના માણસોને મળતી ટેક્સરહિત વસ્તુઓની કેવી રીતે ખરીદી કરી શકાય એના રસ્તા પણ બતાવાતા.
જ્યાં ખાનપાનની જુદી જુદી પદ્ધતિવાળું મોટું જૂથે આખા દેશમાંથી ભેગું થાય ત્યાં ખાવાની બાબતમાં થોડીઘણી ફરિયાદ હંમેશાં રહ્યા કરે. અમારો કોર્સ ઉત્તર ભારતમાં હતો એટલે પંજાબી અને ઉત્તર ભારતીય પ્રકારની રસોઈ થતી. તે પ્રત્યે દક્ષિણ ભારતના ઓફિસરોને અસંતોષ વધુ રહ્યા કરતો. અલબત્ત, પરેડ-ગ્રાઉન્ડ ઉપર અમારી લશ્કરી તાલીમ તો સંતોષકારક રીતે ચાલતી હતી એમ કહી શકાય.
લકરમાં એકના એક પ્રકારની જૂની ઘરેડની તાલીમ વર્ષો સુધી ચાલી ન
૨૩૦ ર ચરિત્રદર્શન
Page #283
--------------------------------------------------------------------------
________________
શકે; ચલાવી પણ ન લેવી જોઈએ. નવાં શસ્ત્રો, નવાં સાધનો વગેરેને લીધે કેટલાક ફેરફારો તો કરવા ખાતર પણ કરવામાં આવ્યા હોય, જેથી લશ્કરી શિક્ષકોમાં અને સૈનિકોમાં જાગૃતિ રહ્યા કરે. તેઓ નવી તાલીમમાં ઉત્સાહથી રસ લે. એથી તાલીમ પણ તાજગીભરી રહ્યા કરે. પાંચેક વર્ષે અમે રિફ્રેશર કોર્સ કરવા જઈએ તો ઇન્સ્ટ્રક્ટરો કેટલીક બાબતમાં તો અવશ્ય કહે, “નહિ સાહબ, અબ એ બદલી હો ગયા હૈ.'
એટલા માટે લકરમાં બે-પાંચ વર્ષે બધી જ કક્ષાના સૈનિકોએ રિફ્રેશર કોર્સ કરતાં રહેવું પડે અને નવી તાલીમથી સજ્જ રહેવું જોઈએ. દહેરાદૂનમાં અમારો કડક, શિસ્તબદ્ધ રિફ્રેશર કોર્સ સમયપત્રક પ્રમાણે બરાબર આગળ ચાલવા લાગ્યો હતો. કોર્સ ઘણો કઠિન અને થકવનારો હતો. એટલે સોમવારની પરેડથી જ રવિવારની રજાની અમે રાહ જોતા રહેતા. રવિવારે અમે કેટલાક ઓફિસરો દહેરાદૂનની આસપાસ મસૂરી, હરદ્વાર, ગુચ્છપાની વગેરે સ્થળે મુક્ત વાતાવરણમાં ફરી આવતા અને તાલીમનો થાક ઉતારતા.
દહેરાદૂનમાં મિલિટરી એકેડેમી (નેશનલ ડિફેન્સ એકેડેમી) છે. ત્યાં દેશના ચુનંદા નવયુવાનોને લશ્કરી ઑફિસર તરીકે તાલીમ અપાય છે. શિસ્તનું, આજ્ઞાંકિતતાનું, શારીરિક સુદઢતાનું, વ્યક્તિત્વની તેજસ્વિતાનું, શક્તિ અને સ્કૂર્તિનું ઉચ્ચ ધોરણ આપણને ત્યાં જોવા મળે. જે દિવસે તેઓની પાસિંગ આઉટ પરેડ હતી તે દિવસે અમારે માટે ત્યાં ખાસ મુલાકાત ગોઠવવામાં આવી હતી. આવી પાસિંગ આઉટ પરેડ અમને જોવા મળી એ પણ એક સરસ અનુભવ હતો.
વળી, દહેરાદૂનમાં તે વખતે રેગ્યુલર આર્મી યુનિટોમાં સેવન્થ ડોગરા રેજિમેન્ટ હતી. એના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રેમચંદ હતા. એક દિવસ એ રેજિમેન્ટની મુલાકાત અમારા માટે ગોઠવાઈ હતી. એ મુલાકાત વખતે અમારા રિફ્રેશર કોર્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અનંતસિંઘને કર્નલ પ્રેમચંદે વાત કરી હતી કે થોડા દિવસ પછી એ રેજિમેન્ટનું ઈન્સ્પેક્શન છે. બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર દારૂવાલા ઇન્સ્પેક્શન માટે આવવાના છે.
રેજિમેન્ટલ ઇન્સ્પેક્શન કેવું હોય છે તેનો જાતઅનુભવ લેવા માટે અમારામાંથી પાંચ એન.સી.સી. ઓફિસરોને એક અઠવાડિયા માટે મોકલવા અમારા કમાન્ડિંગ
ઓફિસરે સૂચન કર્યું. તે કર્નલ પ્રેમચંદે સહર્ષ સ્વીકાર્યું હતું. અલબત્ત, ત્યાં કામ સખત કરવું પડે, પણ અનુભવ પણ એટલો જ સરસ મળે એવો હતો. એવો અનુભવ લેવા હું ઉત્સુક હતો. સદ્ભાગ્યે એમાં મારો નંબર પણ લાગી ગયો. અમે પાંચ એન.સી.સી. ઓફિસરો જુદા જુદા રાજ્યના હતા. અમારામાં સૌથી સિનિયર હતા
બ્રિગેડિયર ધરૂવાલા - ૨૩૧
Page #284
--------------------------------------------------------------------------
________________
કૅપ્ટન સક્સેના. તેઓ ઉદયપુરની કૉલેજમાં અધ્યાપક હતા. બીજા હતા પતિયાલાના કૅપ્ટન કપૂર; ત્રીજા કલકત્તાના કૅપ્ટન ચેટરજી; ચોથા ધારવાડના લેફ્ટેનન્ટ પાટિલ અને મુંબઈથી હું હતો. પાંચમો હું સૌથી જુનિયર ઑફિસર હતો. અમારામાં હું અને કૅપ્ટન સક્સેના શુદ્ધ શાકાહારી અને શરાબ-સિગારેટ ન પીનાર હતા.
ડોગરા રેજિમેન્ટ સાથે અમારા એક અઠવાડિયાના એટેચમેન્ટ' દરમિયાન રેગ્યુલર આર્મીના જીવનનો અમને સરસ અનુભવ મળ્યો. અમારે રહેવાનું તથા જમવાનું ઑફિસર્સ મૅસમાં હતું. ઑફિસર્સ મૅસની એક જુદી જ દુનિયા હોય છે. વાતે વાતે મૅસ એટિકેટ' સાચવવામાં અમારે બહુ ધ્યાન રાખવું પડતું. ભૂલ થાય તો તરત ઠપકો મળે. કશું ચલાવી ન લેવાય. શર્ટનું એકાદ બટન બંધ કરવાનું રહી ગયું હોય, બૂટની દોરી ઢીલી બાંધી હોય, કમરનો પટ્ટો વાંકો વળી ગયો હોય, મૅસમાં દાખલ થતાં સિનિયર ઑફિસ૨ને wish કરવાનું ચૂકી જવાયું હોય, બેસતી વખતે ખુરશી ખસેડવાનો અવાજ થયો હોય, છરીકાંટા ખોટા હાથમાં પકડ્યા હોય, ખાતાંપીતાં મોઢાનો અવાજ થયો હોય તો તરત ટોકવામાં આવે, જરૂર પડે તો શિક્ષા પણ થાય. ખાતી વખતે કોઈ ભાવતી પેય વાનગીના સબડકા તો ડિનર ટેબલ પર લેવાય જ નહિ.
દિવસ દરમિયાન અમારે સવારે પરેડ ઉપ૨ જવાનું રહેતું. ત્યાર પછી રેજિમેન્ટલ સેન્ટ૨માં જ્યાં જ્યાં ફરજ બજાવવાની કહેવામાં આવે ત્યાં ત્યાં જવું પડતું. સાંજનાં ચારથી સાડા પાંચ સુધી ફૂટબૉલ, હોકી, વૉલિબૉલ વગેરેમાંથી જે કોઈ રમત સમયપત્રક પ્રમાણે રેજિમેન્ટમાં ચાલતી હોય તેમાં ફરજિયાત ભાગ લેવાનો રહેતો. કોઈ દિવસ કોર્ટ માર્શલ હોય અને અપરાધી સૈનિકને શિક્ષા કરવામાં આવતી હોય તો તેની રીતરસમ જોવાની રહેતી.
અમારા આ ડોગરા રેજિમેન્ટના ઇન્સ્પેક્શન માટે દિલ્હીથી બ્રિગેડિયર દારૂવાલા ટ્રેનમાં આવવાના હતા. એટલે ઇન્સ્પેક્શનની તડામાર તૈયારીઓ ચાલતી હતી. સ્વચ્છતા અને સુશોભન માટે સૈનિકો ચૂનો અને ગેરુનો ડબ્બો લઈને ફરતા જ હોય. જ્યાં જરા પણ ડાઘો લાગે ત્યાં પીંછી ફેરવતા જ હોય.
નિયત દિવસે અને સમયે બ્રિગેડિયર રેજિમેન્ટમાં આવી પહોંચ્યા. એમના આગમનના સમાચાર તરત આખા સેન્ટરમાં પ્રસરી ગયા રેજિમેન્ટના બધા ઑફિસો અને સૈનિકો સજાગ તો હતા જ, હવે વધુ સજાગ બની ગયા.
ક્વાર્ટર ગાર્ડની સલામી લઈ બ્રિગેડિયર અમારી કૉન્ફરન્સ રૂમમાં આવી પહોંચ્યા. એમણે પ્રવેશ કર્યો કે તરત જ લશ્કરી રીતભાત પ્રમાણે બધા ઑફિસરો ઊભા થઈ એટેન્શન પોઝિશન'માં આવીને ‘ગુડ મોર્નિંગ, સ૨' બોલ્યા. લશ્કરમાં
૨૩૨ ચરિત્રદર્શન
•
Page #285
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિશાળી, તેજસ્વી, ચબરાક, દક્ષ, દેખાવે પ્રભાવશાળી, બોલવાની છટાવાળી વ્યક્તિ હોય તે જ ઉપરના હોદ્દા ઉપર પહોંચી શકે. બ્રિગેડિયર આવતાં જ ખરેખર કોઈ પ્રભાવશાળી વ્યક્તિ આવી છે તેવી તરત પ્રતીતિ થઈ.
બ્રિગેડિયર પારસી હતા. તેઓ ગોરા, ઊંચા અને કદાવર હતા. તેમનો યુનિફૉર્મ, તેમની ટોપી (કેપ) પણ જુદી લાલ પટ્ટીવાળી અને બીજા ઉપર છાપ પાડે એવી હતી. તેમના ચંદ્રકોની પટ્ટીઓ ઉપરથી જણાતું હતું કે તેમણે ઘણી જુદી જુદી કામગીરી બજાવી હતી. બ્રિગેડિયર ખરેખર તેજસ્વી લાગતા હતા. અમારા ડોગરા રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રેમચંદ અને બીજા મેજરો તથા કેપ્ટનો અત્યાર સુધી જે અમને ચડિયાતા ઓફિસર જેવા લાગતા હતા તે ઓફિસરો પણ બ્રિગેડિયર પાસે હવે ઝાંખા લાગવા માંડ્યા હતા. અત્યાર સુધી જે ઓફિસરો મિજાજથી હુકમો ચલાવતા હતા તે પણ બ્રિગેડિયર પાસે વસ, સર ! યસ સર !” કહીને આજ્ઞાંકિતપણે વિનયથી વાતો કરવા લાગ્યા હતા. લશકરી શિસ્તનું આ રહસ્ય
છે.
બ્રિગેડિયરનું નામ કે એમની ભાષા વિશે કોઈને કશું કહેવામાં ન આવે તો જોનાર જરૂર માની લે કે તેઓ કોઈ બ્રિટિશ ઓફિસર છે. ગોરો વર્ણ, માંજરી આંખો. સહેજ ભૂખરા વાળ, ભરાવદાર મૂછો. લંબગોળ ચહેરો વગેરેને કારણે તેમના વ્યક્તિત્વની એક વિશિષ્ટ છાપ પડતી હતી. વળી જાણવા મળ્યું હતું કે તેમણે તે સમયના સેન્ટહર્ટ, વિલસન, ડેવિડ વગેરે જાણીતા બ્રિટિશ લશ્કરી ઓફિસરોના હાથ નીચે તાલીમ લીધી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ઇટલીને મોરચે તેઓ થોડો વખત ફરજ બજાવી આવ્યા હતા.
કર્નલ પ્રેમચંદે ડોગરા રેજિમેન્ટના પોતાના ઓફિસરોનો બ્રિગેડિયરને પરિચય કરાવ્યો. ત્યાર પછી અમારો એન.સી.સી. ઓફિસરોનો પરિચય કરાવવામાં આવ્યો. લશ્કરની પરિચયવિધિમાં સામાન્ય રીતે તો દરેક વ્યક્તિએ પોતે જ પોતાના નામોલ્લેખ સાથે ટૂંકો પરિચય આપવાનો હોય. બ્રિગેડિયર દારૂવાલાને મારો પરિચય આપતાં મેં કહ્યું, “હું લેફટનન્ટ શાહ છું, ફર્સ્ટ બોમ્બે બેટેલિયનમાંથી આવું છું.” એ સાંભળી બ્રિગેડિયરે પૂછ્યું. “ઓહ! આર યુ ફ્રોમ બોમ્બે ? શાહ, ગુજરાતી છો ?'
બસ, સર.' મેં કહ્યું.
બ્રિગેડિયર મારી સાથે ગુજરાતીમાં બોલ્યા એથી મને બહુ આશ્ચર્ય થયું. આનંદ પણ થયો. એમણે ફરી પૂછ્યું, “બનિયા છો ?'
યસ સર.' બ્રિગેડિયરે મારી સાથે ગુજરાતીમાં વાત ચાલુ રાખી એથી કર્નલ અને બીજા
બ્રિગેડિયર ધરૂવાલા
૨૩૩
Page #286
--------------------------------------------------------------------------
________________
ઑફિસરો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. બ્રિગેડિયરે પૂછ્યું,
કઈ કૉલેજમાં ભણાવો છો ?” સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, સર!'
ઓહ! ધેટ્સ માય કૉલેજ, આઈ સ્ટડિડ ઇન ઝેવિયર્સ, ફાધર પેલેશિયો વોઝ અવર પ્રિન્સિપાલ. હમણાં કોણ છે પ્રિન્સિપાલ ?”
ફાધર બાલગે૨, સર !' ફાધર ફેલ છે કે ?' યસ, સર.'
ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભણાવતા તથા રમતમગતનો વિભાગ સંભાળતા ફાધર ફેલ ત્યારે વિદ્યાર્થીઓમાં બહુ જાણીતા હતા.
બ્રિગેડિયર પારસી હતા અને મુંબઈના ઘણાખરા પારસીઓ એ દિવસોમાં ઝેવિયર્સ કૉલેજમાં જ દાખલ થતા. બ્રિગેડિયરની અને મારી એક કોલેજને કારણે અને એક ભાષાને કારણે એમને મળ્યાનો મને વિશેષ આનંદ થયો. આટલા બધા ઓફિસરો વચ્ચે મારા જેવા એક સાવ જુનિયર ઑફિસર સાથે બ્રિગેડિયર જેવા ઉચ્ચ ઑફિસરે આટલી વાતચીત કરી એ પણ મારે માટે ઘણી આનંદની અને ગૌરવની વાત ગણાય.
બ્રિગેડિયર સાથે બધાની પરિચયવિધિ અને પ્રાથમિક ઔપચારિક વાતચીત પછી ચા-બિસ્કિટ લઈ અમે છૂટા પડ્યા. સૌ પોતપોતાની ફરજ ઉપર ગયા. બ્રિગેડિયર આખો દિવસ ફરીને રેજિમેન્ટની એકેએક વસ્તુ ચકાસતા રહ્યા હતા.
તે દિવસે રાત્રે આઠ વાગ્યે રેજિમેન્ટલ ડિનર નાઈટ હતી. રેજિમેન્ટના બધા ઓફિસરો ઉપરાંત બહારના પણ કેટલાક ઓફિસરો મહેમાન તરીકે પધાર્યા હતા. વળી અમે પાંચ એન.સી.સી. ઓફિસરો પણ હતા. ઓફિસર્સ મૅસનું સ્થાન વિશાળ હતું. સ્વચ્છ અને શાંત વાતાવરણ હતું. લકરના મેસમાં, ક્વાર્ટર ગાર્ડમાં, સ્ટોરમાં કે બીજે કોઈ સ્થળે કાયમ બધું સ્વચ્છ, વ્યવસ્થિત અને ચકચકિત હોવું જ જોઈએ. તેમાં પણ બ્રિગેડિયર જેવા કોઈ ઉપરી ઓફિસર જ્યારે ઈન્સ્પેક્શન માટે આવવાના હોય ત્યારે તો પૂછવું જ શું? બેરરોએ અને મેસના સ્ટાફના માણસોએ ક્યાંય જરા સરખો ડાઘ જોવા ન મળે એટલું સુંદર ને વ્યવસ્થિત બધું ગોઠવ્યું હતું.
બધા ઓફિસરો ઇસ્ત્રીબંધ યુનિફોર્મ તથા ચકચકિત બૂટ, પટ્ટો, બકલ વગેરે સાથે મેસમાં આવ્યા હતા. બધા પોતાની સિનિયોરિટી પ્રમાણે ગોઠવાઈ ગયા હતા. વાતચીતો થતી પણ તે મંદ સ્વરે. ભેંસના ઘડિયાળમાં આઠનો ડંકો વાગ્યો એટલે મેસ હવાલદાર લાલ પટ્ટા સહિત સરસ શ્વેત યુનિફોર્મ પહેરીને માર્ચ કરીને બ્રિગેડિયર
૨૪ ન ચરિત્રદર્શન
Page #287
--------------------------------------------------------------------------
________________
પાસે આવ્યા. સલામ કરીને કહ્યું, “સા'બ, ખાના તૈયાર હે !” પછી એક ડગલું પાછળ હઠી ફરી સલામ કરી એબાઉટ ટર્ન કરીને મેસમાં દાખલ થઈ ગયો. લશ્કરમાં બધા સૈનિકોનાં અને ઓફિસરોનાં પેટ પાતળાં હોય છે અને હોવાં જોઈએ. પરંતુ મેસ હવાલદારનું પેટ સામાન્ય રીતે મોટું થઈ જાય છે, કારણ કે એમને મરજી મુજબ નિરાંતે ખાવાનું મળે, વિવિધ વાનગીઓ મળે, શીળી છાયામાં કામકરવાનું મળે અને જમ્યા પછી પૂરતો આરામ મળે.
ડાઈનિંગ હૉલમાં ઓફિસરોએ ટેબલની આસપાસ ક્યાં બેસવું એનો ચાર્ટ એન્ટિરૂમમાં મૂકવામાં આવ્યો હતો. ડાઇનિંગ હોલમાં પ્રવેશી પોતે જમણી બાજુ જવાનું છે કે ડાબી બાજુ તેની ગણતરી કરી લેવાની. પોતાની ખુરશી ક્યાં છે અને પોતાની જમણી તથા ડાબી બાજુ કયા કયા ઑફિસરો છે તે મનમાં નોંધી લેવાનું. બધા જ ઑફિસરોએ ચાર્ટમાં જોઈ લીધું હતું કે પોતે ક્યાં બેસવાનું છે. ચાલીસથી વધુ ઓફિસરો હતા. ડાઇનિંગ હોલનું ફ્લોરિંગ લાકડાનું હતું. પરંતુ હૉલમાં જતાં બૂટનો કે ખુરશી ખસેડવાનો જરા પણ અવાજ ન આવવો જોઈએ. પોતાની ખુરશી સુધી પહોંચવામાં મોડું થાય કે કોઈને પોતાની ખુરશી શોધવામાં ફાંફાં મારવાં પડે તો પાછળથી કર્નલનો કે મેસ ઓફિસરનો ઠપકો મળે જ.
ઍસ ટેબલ ઉપર અમે બધા ગોઠવાયા. ઘણું લાંબું ટેબલ હતું. બ્રિગેડિયરની બેય બાજુ નવ નવ ઓફિસરો હતા. એમની સામેની હારમાં વચમાં કર્નલ પ્રેમચંદ હતા. હું સાવ જુનિયર હતો. છતાં ક્રમાનુસાર બેસતાં બ્રિગેડિયરથી ચોથે નંબરે બેઠો હતો.
ભોજન પીરસવાનું ચાલુ થયું. પહેલો કોર્સ આવ્યો. રેજિમેન્ટનું બેન્ડ પણ આ ડિનર નાઇટ માટે આવી ગયું હતું. બ્રિગેડિયરની આજ્ઞા લઈ બેન્ડ-માસ્ટરે બેન્ડ વગાડવાનું ચાલુ કર્યું. એમાં મુખ્યત્વે બેગપાઈપ વગાડનારા હતા. તેઓ લાંબા શ્વાસ લેતા જાય, ગાલમાં હવા ભરતા જાય, બેગ-પાઇપ ફુલાવીને એના કાણા ઉપર રાખેલી આંગળીઓનાં ટેરવાં ઊંચાનીચાં કરી મધુર અવાજ કાઢતા જાય. મિલિટરીનું બેન્ડ હોય એટલે પછી પૂછવાનું જ શું ? બેન્ડ-માસ્ટર સુબેદાર હતા. ડિનરના બીજા કોર્સ સુધી તેઓ પાઈપ વગાડતા ગયા અને ડિનર ટેબલની ફરતે તેઓ બધા તાલબદ્ધ રીતે રાઉન્ડ મારતા ગયા.
બેન્ડના મધુર ધ્વનિથી સૌએ પ્રસન્નતા અનુભવી. બ્રિગેડિયરે સુબેદારને કહ્યું, “શાબાશ, શાબાશ, બહોત અચ્છા...બહોત અચ્છા!' પછી એમણે ઈશારો કર્યો એટલે સુબેદાર બ્રિગેડિયર પાસે આવીને સલામ ભરીને ઊભા રહ્યા. તે વખતે એક બેરર રિવાજ પ્રમાણે રમ (Rum) નામના દારૂની એક બોટલ લઈ આવ્યો. તેમાંથી
બ્રિગેડિયર દારૂવાલા
૨૩૫
Page #288
--------------------------------------------------------------------------
________________
એક ગ્લાસમાં થોડો દારૂ કાઢવામાં આવ્યો. પાણી કે સોડા ભેળવ્યા વગરના ચોખ્ખા (Neat) દારૂનો ગ્લાસ બૅન્ડ માસ્ટર સુબેદારને શાબાશી સાથે ઇનામ તરીકે આપવા માટે બ્રિગેડિયરે હાથ લંબાવ્યો. સુબેદારે સલામ ભરી એક ડગલું આગળ આવી ગ્લાસ લીધો. ગ્લાસ ઊંચે ધરી, મોઢું ઊંચું કરી, આખું ખોલી તેમાં દારૂ રેડી દીધો. એક જ ઘૂંટડે તેઓ દારૂ ગટગટાવી ગયા. બધા જ આશ્ચર્યમુગ્ધ બનીને તે જોઈ
રહ્યા.
આટલો જરાક જેટલો દારૂ પીવામાં શી નવાઈ એમ મારા જેવા બિનઅનુભવીને લાગ્યું હશે, પણ મારી બાજુમાં બેઠેલા ઑફિસરે કહ્યું, “આટલો ૨મ ભરપૂર સોડા સાથે ધીમે ધીમે પીતાં અમને દોઢ-બે કલાક થાય. ઉતાવળ કરીએ તો નશો ચડે કે ઊલટી થાય. બૅન્ડ માસ્ટરના હોદ્દા ઉપર જે વ્યક્તિ પહોંચે એ વ્યક્તિએ આવી રીતે ચોખ્ખો દારૂ પીવાની ટેવ પાડવી જોઈએ. વળી તેઓ તેના મારણ તરીકે કશુંક ખાઈ લે અથવા પીધા પછી બહાર જઈ થોડી વારે ઊલટી કરી નાખે. જો તેમ ન કરે તો ઍસિડ જેવા દારૂથી પેટમાં ચાંદું પડે અને એનું લિવર ખલાસ થઈ જાય પણ રેજિમેન્ટલ ડિનર નાઇટમાં બ્રિગેડિયર હોય કે મેજર જનરલ હોય, જે ઑફિસ૨ હોય તેણે જ્યારે ઇનામ તરીકે રમનો ગ્લાસ આપે ત્યારે એક ઘૂંટડે ગટગટાવી જવો પડે. બ્રિટિશ ઑફિસરોએ લશ્કરમાં ચાલુ કરેલી આ રસમ છે. એમ ન કરે તો ઇનામ આપના૨નું અપમાન લેખાય; આજ્ઞાનો ભંગ ગણાય. આમ પણ ઉપરી ઑફિસ૨નો હુકમ થાય તો સૈનિકોએ મ૨વા તૈયાર રહેવાનું હોય છે. એટલે ગમે તે બાબતમાં આજ્ઞાભંગ તો ન જ થાય.
૨મનો ઘૂંટડો લઈ બૅન્ડ માસ્ટરે પોતાના બૅન્ડ સાથે બેગ-પાઇપ વગાડતાં વગાડતાં અને તાલબદ્ધ રીતે કદમ મિલાવતાં ડિનર ટેબલના ત્રણ રાઉન્ડ મારીને વિદાય લીધી.
ડિનર પૂરું થયું. બ્રિગેડિયર ઊભા થયા. તેની સાથે તો સૌ ઑફિસો પોતાના સ્થાનેથી ઊભા થયા. ડાઇનિંગ હૉલમાંથી સૌ પ્રથમ બ્રિગેડિયર નીકળ્યા. તેમની પાછળ સૌ ઑફિસરો સિનિયોરિટી પ્રમાણે નીકળ્યા. એન્ટિ રૂમમાં બધાને માટે કૉફી આવી. તે પીધા પછી બ્રિગેડિયરે વિદાય લીધી. સૌ છૂટા પડ્યા. અમે પોતપોતાની રૂમમાં જઈ નિદ્રાધીન થઈ ગયા, કારણ કે આખા દિવસનો બહુ થાક લાગ્યો હતો અને બીજા દિવસે વહેલી સવારે પરેડ ઉપર પાછું હાજર રહેવાનું હતું. પરંતુ બ્રિગેડિયર અને કર્નલ મોડી રાત સુધી Secret Documentsની ચકાસણી માટે બેસવાના હતા.
બીજે દિવસે પણ વહેલી સવારથી આખો દિવસ ઇન્સ્પેક્શનનું કામ સતત
૨૩૬ ત્રિદર્શન
Page #289
--------------------------------------------------------------------------
________________
જોરદાર ચાલ્યા કર્યું. લશ્કરનું ઇન્સ્પેક્શન એ ચા-નાસ્તો લઈ, ટોળટપ્પા કરી છૂટા પડ્યા જેવું ન હોય. એકેએક વસ્તુ ઝીણવટથી શરમ-સંકોચ રાખ્યા વગર ચકાસાય.
તે રાત્રે ઑફિસર્સ મેસમાં રેજિમેન્ટલ ગેસ્ટ નાઇટ હતી. રેજિમેન્ટમાં સહકુટુંબ રહેતા ઓફિસરોને સજોડે જમવાનું નિમંત્રણ હતું. આ રાત્રિ મનોરંજનની મહેફિલ જેવી હતી. આગલી રાત જેવું ગંભીર, કડક વાતાવરણ નહોતું. સૈનિકો માટે પણ આજની રાત બડા ખાનાની હતી.
સાંજના સ્નાનાદિથી પરવારી, યુનિફોર્મ બદલી, નિયત સમય કરતાં વહેલાં અમે ઓફિસર્સ મેસમાં પહોંચી ગયા. બ્રિગેડિયર સમયસર આવી પહોંચ્યા. આનંદનું વાતાવરણ જામી ગયું. શરાબ પીનારાઓને જેટલો પીવો હોય તેટલો પીવાની છૂટ હતી. સમય થયો એટલે બુફે ભોજન લઈને સહુ પાછા એન્ટિ રૂમમાં બેસી ગયા. હવે મનોરંજન કાર્યક્રમ ચાલુ થયો.
ગીતો, ટૂચકા, વિશિષ્ટ અનુભવો, જાતજાતની રમતગમતો એમ ચાલવા લાગ્યાં. ઉજાગરો થતો હતો. પરંતુ બીજે દિવસે રજા હતી. એટલે બધા ઑફિસરોને નિરાંત હતી. બધા જ આનંદોલ્લાસના વાતાવરણમાં આવી ગયા હતા. અમે એન.સી.સી. ઓફિસરો પણ તેઓની રમતગમતોમાં ભાગ લઈને કાર્યક્રમનો પૂરો આનંદ માણતા હતા.
બ્રિગેડિયર પારસી હતા. પારસી લોકોમાં રહેલી મજાક-મશ્કરી કરવાની કુદરતી વૃત્તિ બ્રિગેડિયર દારૂવાલામાં પણ જોવા મળી. તેમણે પોતાની લશ્કરી જીવનના ગમ્મતભર્યા પ્રસંગો કહ્યા. બ્રિટિશ ઓફિસરોમાં પણ ક્યારેક સામાન્ય બુદ્ધિ ન હોય એવા પ્રસંગો પણ વર્ણવ્યા. વળી લશ્કરી જીવનના કેટલાક સરસ ટૂચકાઓ કહ્યા. વાતે વાતે તેઓ હસાવતા હતા. ગઈ કાલના કડક બ્રિગેડિયર આજે એટલા બધા હળવા, અનૌપચારિક, મિલનસાર અને ખુશમિજાજી લાગતા હતા. તેઓ પોતે બધી રમતમાં ભાગ લેતા અને બધા સાથે સમાન ધોરણે ભળી જતા. લશ્કરના ઓફિસરોમાં પરસ્પર ભિન્ન એવાં બે નિરાળાં પાસાં આવે પ્રસંગે આપણને જોવા મળે.
મનોરંજનના કાર્યક્રમ દરમિયાન બ્રિગેડિયરે પોતે એક રમત રજૂ કરવાનું જાહેર કર્યું. બ્રિગેડિયર કહે એટલે લકરી શિરસ્તા પ્રમાણે બધા એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી જ લે. તરત તાળીઓના ગગડાટ થયા. બ્રિગેડિયરે કહ્યું, “મારી રમતનું નામ છે Judging the weight.” તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને ઊંચકીને પોતે તેનું વજન (weight) કહી આપશે. બ્રિગેડિયર કદાવર હતા. વળી કોઈ પણ વ્યક્તિને ઊંચકવાનું સૈન્યના દરેક સૈનિકને આવડવું જોઈએ. એટલી એનામાં તાકાત
બ્રિગેડિયર ધરૂવાલા - ૨૩૭
Page #290
--------------------------------------------------------------------------
________________
પણ હોવી જ જોઈએ.
બ્રિગેડિયરે આ રમત માટે દસ જણ પસંદ કર્યા. એમાં અમે પાંચ તો એન.સી.સી. ઓફિસરો હતા. અમને દસે જણને એક હારમાં ઊભા રાખવામાં આવ્યા. અમે બધા આ રમતથી અપરિચિત હતા.
બ્રિગેડિયરે પછી એક ખુરશી મંગાવી. પોતાની સામે તે મુકાવી. મદદ માટે બીજા એક ઓફિસરને બોલાવી લીધા. પછી બ્રિગેડિયરે કહ્યું, “એક પછી એક
ઓફિસર આવે. ખુરશીમાં બેસે. ખુરશીમાંથી પોતે ઓફિસરને બે હાથે અધ્ધર ઊંચકશે. ઑફિસરે ત્યારે પોતાના બે પગની આંટી બ્રિગેડિયરની કમરે ભરાવી દેવાની. કેટલું વજન છે તેનું બ્રિગેડિયર મનમાં અનુમાન કરી લેશે. જેમનો વારો આવી જાય તે તે ઑફિસરો એક બાજુ હારબંધ પ્રેક્ષકો સામે ઊભા રહેશે. છેલ્લા ઓફિસરનો વારો આવી જાય તે પછી તેઓ બધાનું એક સાથે વજન કહેશે.
બ્રિગેડિયરની આ રમત જોવા સૌ ઉત્સુક બની ગયા હતા. રમત ચાલુ થઈ. એક પછી એક ઓફિસર ખુરશીમાં બેસે. બ્રિગેડિયર વાંકા વળી પોતાના બે હાથ વડે તેને ઊંચકી લે અને પછી તેને બીજી બાજુ મૂકી દે. દસે ઓફિસરોનો વારો એ રીતે પૂરો થયો. પ્રેક્ષકો સામે અમે બધા હારબંધ ઊભા રહ્યા.
ત્યાર પછી બ્રિગેડિયરે કહ્યું, “Ladies and gentlemen ! My game is judging the weight. Now you will see whether they are all weighed or not.'
પછી એમણે અમને ઓફિસરોને કહ્યું, “Officer, now please about turn.” અમે બધા એબાઉટ ટર્ન થયા એ થતાં જ સભામાં બધા ખડખડાટ હસી પડ્યા. શું થયું તેની ખબર પડી નહિ, પણ બ્રિગેડિયર કહ્યું, ‘Ladies and gentlemen, do you see that they are all weighed (wet) ?'
બધા જ ખડખડાટ હસતાં બોલી ઊઠ્યા, “Yes, they are all wet.'
અમને પણ આ મજાકભરી રમતનું રહસ્ય તરત સમજાઈ ગયું. અમારા બધાનાં પેન્ટ પાછળથી ભીનાં થયાં હતાં. રમતનો ભેદ પણ ખુલ્લો પડી ગયો. બ્રિગેડિયરની રમત Judging the weight નહોતી, Judging the wet હતી. પ્રત્યેક ઑફિસર ખુરશી પર બેસવા જાય તે પહેલાં બ્રિગેડિયરનો સાથીદાર ઓફિસર એક બાટલીમાંથી થોડુંક પાણી ખુરશી પર એવી રીતે રેડી દેતો કે બીજાને દેખાય નહિ. બેસનાર ઓફિસરનું કપડું ભીનું થાય, પણ યુનિફોર્મનું કાપડ જાડું હોવાથી અને રમતમાં ધ્યાન હોવાથી કોઈને તરત ખબર ન પડે
બ્રિગેડિયર દારૂવાલાની આ મજાકભરી રમતે મહેફીલમાં હસાહસનું
૨૩૮ નિ ચરિત્રદર્શન
Page #291
--------------------------------------------------------------------------
________________
વાતાવ૨ણ જમાવી દીધું.
મનોરંજનનો કાર્યક્રમ તો સરસ હતો પણ રાતના બે વાગી ગયા હતા. થાકેલા અને વહેલાં સૂવા ટેવાયેલા અમારામાંના બે-એક ઑફિસરો બગાસાં ખાતાં એક ખૂણામાં બેસી ગયા હતા. ક્યારે કાર્યક્રમ પૂરો થાય અને ક્યારે છૂટીએ એની રાહ જોવાતી હતી. પરંતુ કાર્યક્રમ પૂરો થવાનાં કોઈ ચિહ્નો જણાતાં નહોતાં. એક લશ્કરી ઑફિસ૨ આગળ આ ઉજાગરાની ચીડ અમારામાંના એકે વ્યક્ત કરી ત્યારે પોતાનો પ્રતિભાવ જણાવતાં એમણે કહ્યું, યુદ્ધમોરચે દુશ્મનની ગોળીઓ તમારા ૫૨ છૂટતી હોય ત્યારે ઊંઘ તો ચાર ચાર દિવસ સુધી ક્યાંય ભાગી જાય. લશ્કરના સૈનિકોને તો એવી તાલીમ હોવી જોઈએ. આ ઉજાગરો તો કંઈ જ નથી.’
ત્યાર પછી બીજી એક રમત અમને એવી રમાડવામાં આવી કે જેમાં બધા ઑફિસરોના અને મહેમાનોના બંને પગે ફુલાવેલા ફુગ્ગા બાંધવામાં આવ્યા. દરેકે પોતાના ફુગ્ગાને બચાવવાનો અને બીજાનો ફુગ્ગો પોતાના પગથી ફોડી નાખવાનો પ્રયત્ન કરવાનો હતો. જેના ફુગ્ગા ફૂટી જાય તે આઉટ થાય. એમ કરતાં છેવટે જેના ફુગ્ગા બચે તે વિજયી થાય. સિસોટી વાગી કે તરત ધમાલભરી રમત ચાલુ થઈ. ફુગ્ગા ફૂટવાના અવાજો ફટાફટ આવવા લાગ્યા. ખુદ બ્રિગેડિયરે પણ એમાં ભાગ લીધો. એટલું જ નહિ આ રમતનું ઇનામ તેઓ જીતી ગયા.
અમારો મનોરંજનનો કાર્યક્રમ તો રાતના ચાર વાગ્યા સુધી ચાલ્યા કર્યો. પરંતુ લશ્કરી શિસ્ત પ્રમાણે કોઈથી ખસાય નહિ. બ્રિગેડિયરે જાહેરાત કરતાં કહ્યું કે ‘સાડા ચારે આપણો કાર્યક્રમ પૂરો કરીશું.’ એ સાંભળી અમને રાહત થઈ. ગમ્મતભરી બીજી કેટલીક રમતો ચાલી. બરાબર સાડાચારના ટકોરે બ્રિગેડિયરે ઊભા થઈ ઘંટનાદ કરી, બધાને શાંત થવા કહ્યું. પછી તેઓ બોલ્યા, મારા વહાલા ઑફિસરો, આપણો આ કાર્યક્રમ પૂરો થાય છે. મારે હવે એક બહુ સરસ જાહેરાત કરવાની છે. બોલો, હું શી જાહેરાત કરવાનો હોઈશ ?”
આવતી કાલની છુટ્ટીની જાહેરાત.' અમારામાંથી ઘણાખરા હર્ષભેર બોલ્યા. બ્રિગેડિયરે કહ્યું, ‘તમારું અનુમાન એક રીતે ખોટું નથી. આવી મહેફિલ પછી રજા મળવી જોઈએ. હું જાણું છું કે ઇન્સ્પેક્શનના ઘણા દિવસની તૈયારીનો તમને થાક લાગ્યો હશે. વળી આજની આખી રાતનો તમને ઉજાગરો થયો હશે. તમારી સાથે બે દિવસથી આખો વખત મેં પણ કામ કર્યું છે. ગઈ કાલની અને આજની આ આખી રાત હું અને કર્નલ પ્રેમચંદ જાગ્યા છીએ. પણ મારે હવે જાહેરાત એ ક૨વાની છે કે આજે હવે રજાનો દિવસ નથી, કામનો દિવસ છે. પરેડનો દિવસ છે. હાથ-મોં ધોઈને તથા પરેડનો ડ્રેસ પહેરીને તૈયાર થવા માટે અડધો કલાકનો
બ્રિગેડિયર દારૂવાલા ૨૩૯
Page #292
--------------------------------------------------------------------------
________________
સમય હું આપું છું. હું પણ તમારી જેમ તૈયાર થઈને પરેડ-ગ્રાઉન્ડ ઉપર તમારી કામગીરી જોવા આવી પહોંચું છું. મેં સૈનિકોને પણ અગાઉથી સૂચના મોકલાવી દીધી છે કે આજે ૨જા નથી પણ પરેડ ચાલુ છે.’
બ્રિગેડિયરે પૂછ્યું, ‘સૂચના બરાબર છે ? મારે એ જોવું છે કે તમે સૂચના કેવી રીતે વધાવી લો છો.'
તરત જ બધા ઑફિસરોએ તાળીઓના ગડગડાટથી બ્રિગેડિયરની સૂચના વધાવી લીધી. બધાએ શ્રી ચીયર્સ ફોર બ્રિગેડિયર દારૂવાલા' એમ ત્રણ વાર ઉલ્લાસપૂર્વક પોકાર કર્યા.
બ્રિગેડિયરે પૂછ્યું, ‘આપણા એન.સી.સી. ઑફિસરો શું કરવા ઇચ્છે છે ?” અમે પાંચ ઑફિસરોએ તરત બ્રિગેડિયરને હર્ષપૂર્વક કહ્યું, ‘અમે પણ પરેડ ૫૨ આવીએ છીએ. આ અમારી તાલીમ છે.’
બ્રિગેડિયર એથી રાજી થયા. તેઓ બોલ્યા, શાબાશ...ધીસ ઇઝ કૉલ્ડ મિલિટરી સ્પિરિટ.' એમણે એની જાહેરાત કરતાં કહ્યું, “એન્ડ થ્રી ચીયર્સ ફોર એન.સી.સી. ઑફિસર્સ.' ફરી ચીયર્સના હર્ષનાદ થયા.
અમે ઉત્સાહમાં આવી ગયા. તરત તૈયા૨ થઈ પરેડ ઉપર પહોંચ્યા. એક વખત સ્વેચ્છાએ, ઉત્સાહપૂર્વક નિર્ણય લીધો એટલે ઊંઘ તો ક્યાંય ભાગી ગઈ. પરેડ ઉપ૨ અમને જરા પણ થાક લાગ્યો નહિ, બલકે બધાને રોજની જેમ ઉત્સાહપૂર્વક પરેડ કરતા જોઈને અમારો ઉત્સાહ વધી ગયો.
તે દિવસે સાંજે બ્રિગેડિયરે ક્વાર્ટર ગાર્ડની સલામી લઈ ડોગરા રેજિમેન્ટની વિદાય લીધી. એક મોટા દરિયાઈ મોજાની જેમ તેઓ આવ્યા અને ચાલ્યા ગયા, પણ દરેકના મનમાં લશ્કરી સુવાસનું સુમધુર સ્મરણ મૂકતા ગયા.
મનોરંજનને જીવનમાં ભરપૂર માણવા સાથે માણસ પ્રસન્ન ચિત્તે કર્તવ્યનિષ્ઠ અને સતત કર્તવ્યરત રહીને પોતાની શારીરિક અને માનસિક તાકાત કેટલી બધી ખીલવી શકે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ તે દિવસે બ્રિગેડિયર દારૂવાલામાં અમને જોવા મળ્યું.
(બે૨૨થી બ્રિગેડિયર'માંથી)
૨૪૦ ચરિત્રદર્શન
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. સ્વ.મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
CHICAGO RADIO
શ્રી ચંદ્રવદન મહેતા
શ્રી જ્યોતીન્દ્ર દવે
oral org
For Private & Personal use only
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉમાશંકર જોષી
શ્રી બચુભાઈ રાવતા
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌરીપ્રસાદ ઝાલા
શ્રી વિજય મર્ચન્ટ
Page #296
--------------------------------------------------------------------------
________________
લાક્નો
મુકિતદાતા
પ્રભાવક રથવિરો
प्रभाव स्थविरो
રમણલાલ શાહુ
રાજકતા રહી. શાહ
ગુલામોનો મુક્તિદાતા
ડૉ. રમણભાઈનાં ચરિત્ર વિષયક કેટલાંક પુસ્તકો
[GIવહેણ દામિ
વરસાર મારામ
વંદનીય હદયસ્પર્શ
વંt ofીય
તિવિહેણ વંદામિ
12નલાલ ચાં શાક,
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬
જમાદાર બિલે.
ઈ. સ. ૧૯૫૨માં અમારી સેંટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈ) તરફથી મને બેલગામમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી બટેલિયનમાં શસ્ત્રોની તાલીમ માટે મોકલવામાં આવ્યો હતો. કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક ઉપરાંત હું એન.સી.સી.માં ઓફિસર પણ હતો.
મહારાષ્ટ્રની જુદી જુદી કૉલેજોના મળીને અમે લગભગ ત્રીસેક અધ્યાપકો શસ્ત્રોની ખાસ તાલીમ લેવા માટે બેલગામમાં સમયસર પહોંચી ગયા હતા. ઇન્ફન્ટ્રી બટેલિયન તરફથી અમને શસ્ત્રોની પાકી તાલીમ આપવા માટે છ અઠવાડિયાંનો કોર્સ યોજવામાં આવ્યો હતો.
બેલગામમાં રાઈફલ, મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ, બે ઇંચની નાની તોપ, હેન્ડ ગ્રેનેડ, રાઈફલ ગ્રેનેડ, બેરોનેટની લડાઈ વગેરે વિષયોની અમારી તાલીમ પહેલા દિવસથી જ કડક લશ્કરી શિસ્ત સાથે ચાલુ થઈ ગઈ હતી. રોજ સવારના છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બે વાગ્યાથી સાંજના સાડા ચાર વાગ્યા સુધી ઉનાળાના ભર તડકામાં ખુલ્લા પરેડ-ગ્રાઉન્ડ ઉપર આ તાલીમ અપાતી હતી. અમારે અધ્યાપકોને માટે આવી તાલીમ બહુ થકવનારી હતી. આરંભના દિવસોમાં તો સવારના સાડા દસ કે અગિયાર પછીના પિરિયડોમાં સખત ગરમી અને થાકને લીધે તાલીમ લેવા માટે અમારામાં કોઈ ઉત્સાહ રહેતો નહિ.
અમને જુદા જુદા લશ્કરી જુનિયર અફસરો તાલીમ આપતા હતા. એમાં મુખ્યત્વે હતા હવાલદાર નિમ્બાલકર. અમે તેમના રોજેરોજના સતત સંપર્કમાં હતા તેથી તેઓ અમારી મુશ્કેલી કંઈક સહાનુભૂતિપૂર્વક સમજતા. તેઓ ક્યારેક વચ્ચે થોડી થોડી મિનિટ અમને આરામ પણ આપતા.
જમાઘર બિલે એક ૨૪૧
Page #298
--------------------------------------------------------------------------
________________
અમારી આ તાલીમના ઉપરી હતા જમાદાર બિલે. તેઓ પૂરા લશ્કરી મિજાજના હતા. રોજ પરેડ-ગ્રાઉન્ડ ઉપર બે-ત્રણ વાર રાઉન્ડ મારી જતા. અમારો વર્ગ જ્યાં ચાલતો ત્યાંથી થોડે દૂર ઊભા રહી, થોડીક મિનિટ નિરીક્ષણ કરી, બેચાર જણને ભૂલચૂક કે શિસ્તની શિથિલતા માટે બહુ કડક શબ્દોમાં ધમકાવી તેઓ ચાલ્યા જતા. તેમને દૂરથી આવતા જોઈને અમારા મુખ ૫૨ના ભાવ ફરી જતા.
લશ્કરી ઑફિસરોના કડક મિજાજથી તો અમે ટેવાઈ ગયા હતા, પરંતુ તેમાં જમાદાર બિલેની ભાષા અમને બહુ તોછડી અને અપમાનજનક લાગતી હતી. અમે બધા કૉલેજના અધ્યાપકો હતા. અમારામાંના એક તો કૉલેજના આચાર્ય હતા. અમને બધાને થતું કે ક્યાં કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથેની સૌમ્ય અને સંસ્કારી ભાષા અને ક્યાં અહીં જમાદાર બિલેની તોછડી અને જંગલી ભાષા ! એક તો કપરી તાલીમનો થાક અને તેમાં સાંભળવી પડતી આવી કડક મિજાજી ભાષા. એને કારણે અમે મનમાં સમસમી ઊઠતા, પરંતુ લશ્કરની શિસ્ત પ્રમાણે અમારાથી કશું બોલી શકાય એમ નહોતું.
એકાદ અઠવાડિયું થયું હશે ત્યાં તો એક દિવસ સવારના પહેલા પિરિયડમાં જ એક અધ્યાપકની નજીવી ભૂલને માટે ઠપકો આપતાં જમાદાર બિલે બરાડી ઊઠ્યા : ગધે કી માફક ક્યું ઐસી ગલતી કરતે હો ?”
વળી બીજાને કહ્યું :
?
મુરદેકી માફક ક્યું સુસ્ત બૈઠે હો ! સીના નિકાલકર બરાબર સીધા બૈઠો.’ કૉલેજના અધ્યાપકો માટે બધાની વચ્ચે જમાદાર બિલેએ ‘ગધેડા’ જેવો અને મુડદા’ જેવો શબ્દ વાપર્યો એથી અમે ચોંકી ઊઠ્યા. વર્ગ દરમિયાન અમે બધા ચૂપ રહ્યા, પણ રિસેસમાં બહુ ચર્ચા થઈ. કૉલેજના જે આચાર્ય હતા એમણે કહ્યું કે હું તો આજે જ તાલીમ લીધા વગર પાછો ચાલ્યો જવાનો છું.' બીજા કેટલાક અધ્યાપકોનો એવો મત પડ્યો કે આપણે બધાએ ભેગા થઈ બટેલિયનના કમાન્ડિંગ ઑફિસ૨ કર્નલ શેખને ફરિયાદ ક૨વી.
સાંજે અમે બધાં કર્નલ શેખ પાસે પહોંચ્યા; પરંતુ એમણે તો ઊલટાના સામા ધધડાવ્યા અને કહ્યું, ‘તમે તાલીમ લેવા આવ્યા છો કે મઝા કરવા ? લશ્કરમાં આવી ભાષા ઘણી વાર વપરાતી હોય છે. તાલીમ લેવાની ગરજ હોય તો તમારે એવી ભાષાથી ટેવાઈ જવું પડશે. હું જાણું છું કે બીજા કરતાં જમાદાર બિલે સ્વભાવના બહુ તીખા છે અને પુષ્કળ ગુસ્સો કરે છે. પરંતુ એને લીધે જ અમારી શિસ્ત ઘણી સારી રહે છે. અલબત્ત, એટલું હું જરૂર કહું કે જમાદાર બિલે ભૂલચૂક વગર તમને જરા પણ નહિ ટોકે અને અંગત વેરભાવથી તેઓ કશું જ નહિ બોલે. જમાદાર
૨૪૨ ચરિત્રદર્શન
Page #299
--------------------------------------------------------------------------
________________
બિલે અમારા આખા બટેલિયનમાં બધા જ પ્રકારની તાલીમ આપવામાં પ્રથમ કક્ષાના ગણાય છે. આવડત, હોશિયારી, શિસ્ત, નેતાગીરી, દેશભક્તિ, સ્વાર્પણ વગેરે ગુણો એમનામાં ઉત્તમ કોટિના છે. એમના કોન્ફિડેન્શયલ રિપોર્ટ બધા જ સારામાં સારા છે. અલબત્ત, તમે ફરિયાદ કરી છે માટે હું જરૂર એમનું ધ્યાન ખેંચીશ. પરંતુ હું તમને કશી ખાતરી નથી આપતો. એમની વાણીમાં કંઈ ફરક ન પડે તો તે માટે ફરિયાદ કરવા આવતા નહિ. તમે બધા કૉલેજના અધ્યાપકો છો માટે મેં તમારી આટલી ફરિયાદ સાંભળી. લકરના માણસો આવી ફરિયાદ કરવા આવ્યા હોય તો હું તેમને એ ઘડીએ જ હાંકી કાઢું, આટલું જ નહિ પણ એ માટે તેમને શિક્ષા પણ કરું.'
કર્નલ શેખે જમાદાર બિલેને અમારી ફરિયાદની વાત કરી. પરંતુ તેનું પરિણામ ઊલટું આવ્યું. બીજે દિવસે સવારે પરેડ-ગ્રાઉન્ડ ઉપર અમારો વર્ગ ચાલતો હતો ત્યારે તેઓ અચાનક આવી પહોંચ્યા. વર્ગશિક્ષક હવાલદાર નિમ્બાલકરને વચ્ચે અટકાવી તેમણે અમારી ફરિયાદ વિશે પોતાનો રોષ ઠાલવવા માંડ્યો. બોલતાં બોલતાં તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેમણે કહ્યું, ‘તમે કર્નલસાહેબને માટે વિશે ફરિયાદ કરી છે, પરંતુ આ મારી ભાષા છે અને પરેડ-ગ્રાઉન્ડ પર એ પ્રમાણે જ વપરાશે. તમારે તાલીમ લેવી હોય તો લો અને નહિ તો જાઓ હન્નમમાં. તમને સારી તાલીમ આપવા માટે જ આવી ભાષા વપરાય છે. યાદ રાખજો કે લશ્કરમાં પરેડ-ગ્રાઉન્ડ ઉપર ક્યારેય ઓળખાણ કે ભાઈબંધી હોતી નથી. અહીં તો કડક શિસ્ત હોય છે અને તે પ્રમાણે જ બધું થશે. દેશના રક્ષણની જવાબદારીનાં બીજ પરેડ-ગ્રાઉન્ડની તાલીમમાં રહેલાં હોય છે. આ તાલીમ જો ઢીલી કે મુલાયમ થઈ તો આખા દેશનું સંરક્ષણ ઢીલું થઈ ગયું સમજવું. પડોશી દુશમન દેશ નાનો હોય તોપણ એવા ઢીલા દેશને ઘડીકમાં હજમ કરી જાય.'
જમાદાર બિલેને આપવા માટે અમારી પાસે બીજો કોઈ ઉત્તર ન હતો. સૈન્યની શિસ્ત અમને કંઈ ઉત્તર આપવા પણ ન દે. અમે ચૂપ રહ્યા. જમાદાર ગયા. વર્ગ પૂરો થતાં અમે બધા માંહોમાંહે ચર્ચા કરવા લાગ્યા. ઘણાનો અભિપ્રાય એક જ હતો કે જમાદારની ભાષા પ્રત્યે આપણે બહુ લક્ષ્ય આપવું નહિ. પેલા આચાર્ય અને બીજા બે અધ્યાપકો તાલીમ છોડી ચાલ્યા ગયા.
દસેક દિવસમાં જમાદારની ભાષાથી અમે ટેવાઈ ગયા. વળી જેમ અમારી તાલીમ સુધરતી ગઈ તેમ જમાદારની જબાન પણ કાબૂમાં રહેવા લાગી.
થોડા દિવસ પછી અમારા કોઈ કોઈ પિરિયડ જમાદાર પોતે લેવા આવવા લાગ્યા. એની શીખવવાની ઢબ અનોખી હતી. તેઓ અત્યંત ચપળ, ર્તિવાળા
જમાદાર બિલે ૨૪૩
Page #300
--------------------------------------------------------------------------
________________
અને બુદ્ધિશાળી હતા. કડક મિજાજ વડે તેઓ વર્ગમાં શિસ્ત પણ સારી જાળવતા. લકરી તાલીમમાં દરેક પિરિયડને અંતે “કોઈ શક યા સવાલ પૂછવાની પદ્ધતિ હોય જ. એવા સવાલજવાબમાં જમાદાર કેટલા બધા નિપુણ હતા તેની અમને પ્રતીતિ થતી.
રાઇફલ, મશીનગન અને સ્ટેનગનની તાલીમ પૂરી થયા પછી અમને હેન્ડ ગ્રેનેડ (હાથથી ફેંકવાનો બોમ્બ)ની તાલીમ અપાવી શરૂ થઈ. બોમ્બની રચના અને તે કેવી રીતે ફૂટે છે તેની સમજણ અપાયા પછી તે ફેંકવાની અમને પ્રેક્ટિસ કરાવવામાં આવી. તે માટે અમને ડમી હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા. મૂઠીમાં અડધા સમાય તેવા, લગભગ પાંચસો ગ્રામના લોખંડના લંબગોળ દડા વડે અમે પ્રેક્ટિસ કરવા લાગ્યા. પ્રથમ બંને પગ પહોળા કરી, પછી ડાબો પગ આગળ રાખી, ઊભા રહી છાતી પાસે બંને હાથ ભેગા રાખી. જમણા હાથમાં રાખેલા બોમ્બની સેફ્ટી પિન ડાબા હાથ વડે ખેંચી કાઢીને જમણો હાથ પૂરો પાછળ લઈ જઈને ક્રિકેટની બોલિંગની જેમ તે બોમ્બ ફેંકવાનો હોય છે. ચાલીસેક ફૂટ આઘે બેડમિન્ટનની નેટ જેવી ઊંચી નેટ બાંધવામાં આવે છે અને તેની પેલી બાજુ સિત્તેર ફૂટ કરતાં વધારે દૂર બોમ્બ પડવો જોઈએ. જેમ વધારે દૂર પડે તેમ વધારે સારું. નાખતી વખતે પોતાના મનથી નિશાન ધારવાનું હોય છે, અને જો બરાબર નિશાન પ્રમાણે ત્યાં બોમ્બ પડે તો તે સૈનિક બોમ્બ ફેંકવાને લાયક છે એમ ગણાય. જેનાથી જ્યાં સુધી નેટની પેલી બાજુ બોમ્બ સતત ફેંકી ન શકાય તેને ત્યાં સુધી સાચો બોમ્બ ફોડવાની પ્રેક્ટિસ અપાતી નથી, કારણ કે તેમાં જાનનું જોખમ રહેલું હોય છે.
સેફ્ટી પિન કાઢી નાખ્યા પછી મૂઠીમાં ગ્રેનેડની ક્લિપ આંગળીઓ વડે બરાબર દબાવી રાખવાની હોય છે. હુકમ મળતાં જેવો મૂઠીમાંથી ઊંચે હવામાં બોમ્બ છૂટે એટલે તેની ક્લિપ ઊંચી થાય. એથી અંદરની સ્પ્રિંગ છૂટે અને તે ગ્રેનેડ અંદર ડિટોનેટર સાથે ટકરાય. એ ટકરાતાં તણખો થાય અને અંદર ભરેલા દારૂગોળામાં તરત આગ લાગે. એથી ગ્રેનેડ ફૂટે અને એના અસંખ્ય ઝીણા ધારદાર લોખંડના ગરમ ગરમ ટુકડાઓ ચારે બાજુ પચીસેક ફૂટના વિસ્તારમાં જોરથી ઊડે. જેને એ ટુકડો વાગે તે તરત ઘાયલ થઈ જાય. વધારે ઈજા થઈ હોય તો માણસ મૃત્યુ પામે. બોમ્બ ફૂટવાના દસ ફૂટના વિસ્તારમાં માણસ ઊભો હોય તો એટલો બધો ઘાયલ થાય કે અચૂક મૃત્યુ પામે. જ્યાં બોમ્બ ફૂટ્યો હોય ત્યાં તરત આગ લાગે. યુદ્ધમાં દુમનની નજીક પહોંચતાં તરત તેમના ઉપર સૈનિકો હાથ-બોમ્બનો મારો ચલાવતા હોય છે, જેથી તેમની ખુવારી વધુ થાય.
હાથમાંથી ગ્રેનેડ છોડ્યા પછી દૂર મીન ઉપર પડતાં લગભગ બે સેકન્ડ
૨૪ ચરિત્રદર્શન
Page #301
--------------------------------------------------------------------------
________________
લાગે અને પડ્યા પછી બીજી બે સેકન્ડમાં તે ફૂટે. જ્યારે અમને ડમી ગ્રેનેડ વડે પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી ત્યારે ક્રિકેટની બોલિંગની જેમ હોંશભેર અમે તે કરતા હતા, પરંતુ સાચા ગ્રેનેડ ફોડવા માટે અમને જ્યારે નજીકની એક ટેકરી આગળ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યા ત્યારે જિંદગીમાં પહેલી વાર આવો બોમ્બ ફોડવાનો પ્રસંગ હોવાથી અમે બધા જ નર્વસ થઈ ગયા હતા. રાઇફલ, મશીનગન કે સ્ટેનગન ફોડવામાં બહુ જોખમ નથી. પરંતુ હેન્ડગ્રેનેડમાં તો ઘણું જોખમ હોય છે. સેફ્ટી પિન કાઢી નાખ્યા પછી હાથમાં જ ગ્રેનેડની ક્લિપ જો જરાક ઢીલી થઈ જાય તો હાથમાં ને હાથમાં જ ગ્રેનેડ ફૂટી જાય અને માણસ તરત મૃત્યુ પામે.
ગ્રેનેડ ફોડવાના મેદાનમાં બે બાજુ સુરક્ષિત ભોંયરાં હતાં. એક ભોંયરામાં અમને બેસાડવામાં આવ્યા. બીજા ભોંયરામાં લકરના ચારેક સૈનિકોને ગ્રેનેડ તૈયાર કરવા બેસાડવામાં આવ્યા. ભોંયરા પાસે બે ફૂટ ઊંચી એક મજબૂત સંરક્ષક પાળી હતી. એ પાળી પાસે ઊભા રહીને એક પછી એક એમ દરેક ગ્રેનેડ ફોડવાના હતા. અમને ભોંયરામાંથી એક પછી એક બોલાવવામાં આવ્યા. પાળી પાસે પહોંચ્યા પછી એક સૈનિક પિન ભરાવેલો બૉમ્બ આપી જાય. એક બાજુ થોડે દૂર ઊભા રહી હવાલદાર નિમ્બાલકર બોમ્બ ફેંકવા માટે તાલીમ પ્રમાણે ક્રમશઃ હુકમ આપતા જાય અને બીજી બાજુ થોડે છેટે ઊભા રહી જમાદાર બિલે બરાબર ધ્યાન રાખે. “ફાયર'નો છેલ્લો હુકમ આવે એટલે બોમ્બ ફેંકવાનો. ફેંકાય પછી તે ક્યાં પડે છે તે જોઈને તત્ક્ષણ નીચા નમી પાળીની ઓથે બેસી જવાનું. હવાલદાર અને જમાદાર પણ પોતાની જગ્યાએ પાળી પાસે બેસી જાય. બીજી દોઢ-બે સેકન્ડે બોમ્બનો મોટો ધડાકો થાય. ચારે બાજુ લોખંડના ટુકડાઓ ઊડીને પડે તેનો અવાજ પણ સંભળાય. કોઈ કોઈ ટુકડાઓ અમારી ઉપરથી ઊચે પસાર થાય તે દેખાય.
ગ્રેનેડ ફાયરિંગ વખતે ફાયરિંગ કરનાર સૈનિકની બાજુમાં ફાયરિંગનો હુકમ આપનાર તાલીમ-શિક્ષક ઉપરાંત બીજા એક ઓફિસરને પણ હાજર રાખવામાં આવે છે. એ ઓફિસર બહુ જ ચપળ હોવા જોઈએ, કારણ કે ગ્રેનેડ ફેંકનાર વ્યક્તિ જો ગભરાઈ જાય અને હાથમાંથી ગ્રેનેડ પડી જાય અને ફૂટે તો ત્યાં ઊભેલા બધા મૃત્યુ પામે. પરંતુ હાથમાંથી ગ્રેનેડ પડી જાય તે પછી તેને ફૂટતાં બે-ત્રણ સેકન્ડ લાગે. એટલી વારમાં દેખરેખ રાખનાર ઑફિસર તરત તે ગ્રેનેડ ઊંચકી લઈને દૂર મેદાનમાં ફેંકી દે. એટલી સમયસૂચકતા અને ચપળતા ન રહે તો કોઈ વખત અકસ્માત થઈ જાય. કોઈ વખત હાથમાં જ બોમ્બ ફૂટી જાય. આવી દેખરેખ રાખવા માટે અમારી સાથે જમાદાર બિલે પોતે આવ્યા હતા.
અમે બધાએ બોમ્બ ફેંકવાનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો. જિંદગીનો એક નવો
જમાદાર બિલે તા ૨૪૫
Page #302
--------------------------------------------------------------------------
________________
જ રોમાંચક અનુભવ થયો. બૉમ્બ ફેંકવાથી કેટલાક નર્વસ થઈ ગયા હતા, તો કેટલાકે અસાધારણ આત્મવિશ્વાસ પણ બતાવ્યો હતો. દરેક બૉમ્બ ફેંકાય અને ફૂટી જાય તે પછી તે કેટલા અંતરે પડ્યો હતો તેનું મેઝરટેપ વડે માપ લેવામાં આવતું. પહેલા રાઉન્ડમાં સિત્તેરથી વધુ ફૂટ આઘે બૉમ્બ ફેંકનારા ત્રણ જણમાં મારો નંબર પણ હતો. જમાદાર બિલેએ અમને ખૂબ શાબાશી આપી. આ પ્રમાણે બીજો, ત્રીજો અને ચોથો રાઉન્ડ પણ પૂરો થયો. જેના જેના બૉમ્બ આઘે પડતા તેમને શાબાશી મળતી. ચાર વખત બૉમ્બ ફેંકવાને કા૨ણે અમારામાં હવે આત્મવિશ્વાસ વધી ગયો હતો.
પાંચમો રાઉન્ડ ચાલુ થયો. બે વખત શાબાશી મળવાને કારણે હું ઉત્સાહિત થઈ ગયો હતો. મારો વારો આવ્યો. બૉમ્બ આપવામાં આવ્યો. મને થયું કે આ છેલ્લો બૉમ્બ છે એટલે શક્ય તેટલું વધુ જોર કરીને સૌથી આઘે હું ફેંકું. એ માટે ક્રિકેટની બૉલિંગની જેમ મેં મારો હાથ વધુ પડતો ઘુમાવ્યો અને બૉમ્બ ફેંક્યો, પરંતુ બૉમ્બ ક્યાં પડ્યો તે દેખાયો નહિ. પણ એ માટે વધુ સમય ઊભા રહી શકાય એમ નહોતું. તરત હું નિયમ પ્રમાણે પાળીની આડશે વાંકો વળીને બેસી ગયો. જેવો બેઠો કે તરત જ જમાદાર બિલે બરાડી ઊઠ્યા, શાબાશ શાહસાહેબ ! આપને બૉમ્બ કહાં ફેંકા ?” આટલું બોલતાંમાં તો તેઓ મારા ઉપર એકદમ કૂદી પડ્યા. હું ગૂંચવણમાં પડ્યો. તેઓ મારી પીઠ ઉ૫૨ વીંટળાઈ વળ્યા. જોર કરીને મને વધારે નીચે દબાવ્યો, બે હાથ વડે મારી આંખો અને મોઢું દબાવી દીધાં. શું થયું તેની મને સમજ પડી નહિ, પરંતુ તેઓ ગુસ્સામાં હતા એવું લાગ્યું. પરંતુ તે માટે આવી રીતે વર્તવાની તેમની રીત મને જંગલી જેવી લાગી. બે સેકન્ડમાં મારા મનમાં ઘણા વિચાર પસાર થઈ ગયા. સમય થતાં બૉમ્બ ફાટ્યો. પણ એનો ધડાકો ઘણો જ મોટો સંભળાયો, જાણે સાવ પાસે જ બૉમ્બ ફૂટ્યો હોય ! પાળી પણ ધણધણી ઊઠી. થોડી સેકન્ડ પછી જમાદા૨ બિલે મારી પીઠ ઉપરથી ઊતર્યા અને ફરી બરાડ્યા. આપને કહાં બૉમ્બ ફેંકા, માલૂમ હૈ ?”
હું તો એટલો બધો મૂઢ થઈ ગયો હતો કે કંઈ સમજ ન પડી. મને હતું કે બૉમ્બ સૌથી આઘે ફેંકાયો હશે. પરંતુ જમાદારે બૉમ્બ ફૂટવાની જગ્યા બતાવી કહ્યું, ‘તમે હાથ એટલો વધુ પડતો ઘુમાવ્યો કે આઘે પડવાને બદલે અહીં પાસે આઠ-દસ ફૂટના અંતરે તે પડ્યો. આટલા અંતરે બૉમ્બ પડે તો અહીં ઊભેલા આપણે બધા જખમી થઈ જઈએ. કદાચ આ પાળી પણ તૂટી જાય. અહીં જુઓ કે બૉમ્બની કેટલી બધી કરચો ઊડીને આપણી બાજુ આવીને પડી છે. આ બધી આપણા માથા ઉ૫૨થી પસાર થઈ ગઈ. તમે ઘાયલ ન થાવ એટલા માટે તમારા ઉ૫૨ કૂદીને તમારું શરી૨ નીચે દબાવી દીધું અને તમારું મોઢું ઢાંકી દીધું. સદ્ભાગ્યે મને કશી ઊજા
૨૪૬ ચરિત્રદર્શન
Page #303
--------------------------------------------------------------------------
________________
થઈ નથી. આપણે બચી ગયા.”
આ બનાવથી હું બહુ ઢીલો થઈ ગયો. પોતાના જાનના જોખમે મને બચાવવા માટે જમાદાર બિલેનો મેં ખૂબ ખૂબ આભાર માન્યો.
રાઉન્ડ પૂરો થતાં આ વાત અમારા બધામાં પ્રસરી ગઈ. જે જમાદારનું વર્તન તોછડાઈભર્યું અને જંગલી જેવું અમને બધાને લાગતું હતું તે જમાદાર બિલે પ્રત્યે અમને બધાને બહુ આદરભાવ થયો. સૈન્યના માણસોમાં સાથીઓને અને દેશને બચાવવા માટે સ્વાર્પણની જે ભાવના રહેલી હોય છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ જમાદાર બિલેમાં અમને જોવા મળ્યું.
(બેરરથી બ્રિગેડિયરમાંથી)
જમાદ્યર બિલે જ ૨૪૭
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭ બેરર ધોન્ડી
કૉલેજના અધ્યાપકોએ એન.સી.સી.માં ઑફિસ૨ તરીકે જોડાવું હોય તો તે માટે તેમણે ત્રણ મહિનાની લશ્કરી તાલીમ ફરજિયાત લેવાની હોય છે. વળી તાલીમને અંતે લેવાતી ઘણી કડક પરીક્ષામાં પાસ થવાનું રહે છે. અમારા વખતમાં એટલે કે ઈ. સ. ૧૯૫૦માં એવી તાલીમ લશ્કરના કોઈ રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટરમાં જઈને લેવાની રહેતી.
ત્રણ મહિનાની એ પ્રકારની ‘પ્રિ-કમિશન’ તાલીમ માટે અમારે બેલગામ જવાનું હતું. મારી સાથે મુંબઈની એક કૉલેજના અધ્યાપક-મિત્ર પણ હતા. મુંબઈથી નીકળી નિશ્ચિત દિવસે બેલગામના મિલિટરી સેન્ટરના ઑફિસર્સ મૅસમાં અમારા માટેના ક્વાટર્સમાં અમે સૂચના મુજબ પહોંચી ગયા. મૅસની બાજુમાં જ અમને રૂમ આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાંથી કુલ દસ અધ્યાપકો તાલીમ લેવા આવ્યા હતા. દરેક રૂમમાં બે અધ્યાપકોને રાખવાની વ્યવસ્થા થઈ હતી. રૂમદીઠ એક નોકર (બે૨૨) પણ આપવામાં હતો. ઘેરા શ્યામ વર્ણનો, ઊંચો, ટૂંકા ધોળા વાળવાળો અને એક આંખ વગરનો કાણો એવો અમારો બે૨૨ જોઈ મારા રૂમ-પાર્ટનર અધ્યાપક મિત્રે પોતાનો અણગમો તુરત જ વ્યક્ત કર્યો. પરંતુ અમારે તેને સ્વીકાર્ય સિવાય છૂટકો નહોતો. મૅસ સેક્રેટરીએ બે૨૨ નક્કી કર્યા હતા. અમારી પસંદગીને કોઈ અવકાશ ન હતો. ગરીબડા દેખાતા એ બે૨૨નું નામ હતું ધોન્ડી.
રૂમમાં સામાન મૂકી અમે મૅસમાં ચાપાણી માટે દાખલ થવા ગયા ત્યાં જ સંત્રીએ અમને અટકાવ્યા. કહ્યું, યુનિફોર્મ પહેર્યાં વગ૨ કોઈ મૅસમાં દાખલ થઈ શકે નહીં.' અમે હજુ ઑફિસ૨ થયા ન હતા; ઑફિસર થવા માટેની તાલીમ લેવા
૨૪૮
ચરિત્રદર્શન
Page #305
--------------------------------------------------------------------------
________________
આવ્યા હતા. એટલે અમારી પાસે યુનિફોર્મ માટેનાં કપડાં, બૂટ વગેરે નહોતાં.
એટલામાં અમારો બેરર ધોન્ડી અમારી પાસે દોડતો આવ્યો. એણે કહ્યું, “સર, તમે મારી સાથે ચાલો. તમને ક્યાંથી યુનિફોર્મ મળશે તે બતાવું.' એમ કહીને તે અમને થોડે દૂર આવેલા ક્વાર્ટર-માસ્ટરના સ્ટોરમાં લઈ ગયો. અમે તાલીમ લેવા માટે આવ્યા છીએ એમ ક્વાર્ટર-માસ્ટર કેપ્ટન મહાડકરને અમે જણાવ્યું એટલે અમને અમારા માપ પ્રમાણે લશ્કરી ગણવેશ-શર્ટ, ટ્રાઉઝર, બૂટ, ટોપી, પટ્ટો, બિલ્લો વગેરેની ત્રણ જોડી આપવામાં આવી. રૂમમાં આવી યુનિફોર્મ પહેરી અમે મેસમાં અધિકારપૂર્વક દાખલ થયા. મેસના પ્રેસિડન્ટ મેજર વિશ્વનાથને અમને આવકાર આપ્યો. અમે ચા પીધી. લંચને હજુ થોડી વાર હતી. દરમિયાન પરેડ પરથી જેમ જેમ એક પછી એક લશ્કરી ઑફિસરો આવતા ગયા તેમ તેમ અમને તેઓનો પરિચય કરાવતો ગયો.
તે સમયે મેજર વિશ્વનાથન ઉપરાંત કેપ્ટન મહાડકર, કેપ્ટન કલંગ, કેપ્ટન વિલિયમ્સા (તેઓ અંગ્રેજ હતા, પરંતુ આઝાદી પછી તેમણે ઇંગ્લેન્ડ પાછા ન જતાં ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું), કેપ્ટન વર્મા વગેરે ઑફિસરો હતા અને ઑફિસર્સ મૅસના ક્વાટર્સમાં રહેતા હતા. બે-ત્રણ દિવસમાં અમને તેઓના ફૌજી અસહિષ્ણુ મિજાજનો પરિચય થઈ ગયો. લશ્કરમાં બધે જ ઉપર ઑફિસરોનો મિજાજ એવો જ હોય. નીચેની રેન્કના માણસો સાથે આજ્ઞાકારી અવાજે જ વાતચીત થાય.
કોઈ પણ લશ્કરી મથકનું ઑફિસર્સ મૅસ એટલે જાણે એક જુદી જ દુનિયા. ચોવીસે કલાક સિક્યોરિટી ગાર્સ તેની કડક ચોકી કરે. પરવાનગી વગર બહારના કોઈ નાગરિક તેમાં દાખલ ન થઈ શકે. કમ્પાઉન્ડમાં દાખલ થતાં જ સ્વચ્છતા અને રંગબેરંગી ફૂલઝાડની રમણીયતા તરત આપણું ધ્યાન ખેંચે. સદ્ય અનુભવાય તેવી
ત્યાં શાંતિ હોય. ઘાંટા પાડીને ત્યાં વાત ન થાય. બૂમ પાડીને કોઈને બોલાવાય નહીં. ઉપરીઓ સાથે ધીમા સાદે વિનયવિવેકપૂર્વક વાત થાય. શિસ્તનો કંઈ સુમાર નહીં; લશકરી એટિકેટનો તો કંઈ પાર નહિ. જે સિનિયર ઓફિસર બેઠા હોય તેમને સમયાનુસાર “ગુડ મોર્નિંગ’ કે ‘ગુડ ઇવનિંગ એમ કહ્યા વગર મેસના બેઠકના ખંડમાં દાખલ થવાય નહીં. જેટલા બેઠા હોય તેનાથી કોઈ વધુ સિનિયર ઑફિસર ધખલ થાય તો બધાએ ઊભા થઈને ‘ગુડ મોર્નિંગ', ‘ગુડ ઇવનિંગ' ઇત્યાદિ સમયાનુસાર શુભેચ્છા દર્શાવવી પડે. મૅસ પ્રેસિડન્ટ માટે અમુક જ ખુરશી કે સોફા નિશ્ચિત હોય. મૅસ સેક્રેટરી માટે પણ. ત્યાં બીજાથી બેસાય નહીં. કોણ કોની જમણી બાજુ બેસે, કોણ કોની ડાબી બાજુ બેસે એના પણ નિયમો હોય. બેઠક-ખંડ (એન્ટિ રૂમ)માંથી ડાયનિંગ હૉલમાં ભોજન માટે દાખલ થવાનું હોય ત્યારે સૌથી પહેલાં મેસ પ્રેસિડન્ટ
બેરર ધોડી
૨૪૯
Page #306
--------------------------------------------------------------------------
________________
દાખલ થાય. ત્યાર પછી સિનિયોરિટી પ્રમાણે ક્રમાનુસાર લાઈનબંધ એક પછી એક ઓફિસર દાખલ થાય. દરેક પોતાનો ક્રમ જાણે. દરેકની ખુરશી નિશ્ચિત હોય. ખુરશીમાં તરત ધડ દઈને બેસાય નહીં. મેસ પ્રેસિડન્ટ પહેલાં બેસે પછી જ બીજાથી બેસાય. બેસતી વખતે ખુરશી ખસેડવાનો કે બૂટ ચંપલ તો પહેરાય નહીં, મેસમાં એ નિષિદ્ધ ગણાય)નો જરા પણ અવાજ ન થાય તેની કાળજી રાખવી પડે.
બેરરો ખભા પાછળ ઊભા રહી ડાબી બાજુથી પીરસે. એકસામટું વધારે પડતું લેવાય નહીં. બધાને પીરસાઈ જાય એનું ધ્યાન ખેંસ પ્રેસિડન્ટ રાખે. એ પોતે ખાવા માટે હાથમાં ચમચો કે છરી-કાંટા લે ત્યાર પછી જ બીજા બધાથી ચમચો કે છરીકાંટા હાથમાં લેવાય. પ્રેસિડન્ટ જે ક્ષણે પોતાનું ખાવાનું પૂરું કરી ચમચો કે છરીકાંટા પ્લેટમાં મૂકી દે તે જ ક્ષણે પોતાનું ખાવાનું પૂરું થયું હોય કે ન થયું હોય તોપણ બધા ઓફિસરોએ ચમચો કે છરી-કાંટા મૂકી દેવાં પડે. ચમચો, છરી-કાંટા, માખણની છરી વગેરે કયા હાથે કેમ પકડવાં, સૂપ કે પોરીજ પૂરું કરવા માટે ડાબા હાથે પ્લેટ પકડી કઈ બાજુથી ઊંચી કરવી તેનું આખું શાસ્ત્ર હોય. પોતાનું ખાવાનું હજુ ચાલુ છે તે દર્શાવવા, પોતાને હજુ કંઈક જોઈએ છે તે સૂચવવા અથવા પોતાનું ખાવાનું પૂરું કરી લીધું છે તે જણાવવા પ્લેટમાં છરી-કાંટા અમુક રીતે જ મૂકવાનાં હોય. બેર૨ પાછળ ઊભા ઊભા એના ઉપર સતત ધ્યાન રાખે અને તે પ્રમાણે વર્તે. ક્યારેક ખાતાં ખાતાં ભૂલ થઈ જાય તો પ્લેટ ઊપડી જાય. પાછી મંગાય નહીં કે બોલાય નહીં.
એક કોર્સ પૂરો થતાં બધી પ્લેટો ઝડપથી ઉપાડી લેવાય. બીજી પ્લેટો આવે. બીજો કોર્સ શરૂ થાય. કેટલા કોર્સનું ડિનર છે એ બહાર નોટિસ-બોર્ડ પર લખ્યું હોય, ટેબલ પર પણ થોડે થોડે અંતરે કાર્ડ મૂક્યાં હોય તેને લક્ષમાં રાખીને જમવાનું રહે. ક્યારેક પાંચ કોર્સનું ડિનર હોય, ક્યારેક સાત કોર્સનું તો મોટી ડિનરનાઇટ વખતે વળી નવ કોર્સનું પણ હોય.
આટલા બધા ઑફિસરો જમતા હોય તોપણ ચમચાનો પ્લેટ સાથે ખખડવાનો જરા સરખો અવાજ ન થાય. જમતા જમતાં સબડકા ન લેવાય; બૂચકારા ન બોલાવાય; ઓડકાર ન ખવાય. ચાવતાં ચાવતાં જરા સરખો પણ અવાજ ન થવો જોઈએ. છીંક કે બગાસું ન આવવાં જોઈએ ! આવે તો તરત “સોરી’ કહી માફી માગવી જોઈએ. બે-ત્રણ દિવસ ઉપરાઉપરી છીંક આવે તો મેસ પ્રેસિડન્ટનો તરત ઠપકો મળે. ડાયનિંગ હૉલમાં જમવાનું બંધ થાય. દંડ થાય. રૂમમાં બેરર ખાવાનું આપી જાય તે ખાઈ લેવાનું રહે.
જમતાં જમતાં આજુબાજુમાં પોતાની અંગત જુદી વાત ન થાય. મૅસ પ્રેસિડન્ટ જે વિષયની વાત કરતા હોય તેમાં જ રસ અને ભાગ લેવાય. જ્યાં સુધી કોઈ પણ
૨૫૦ = ચરિત્રદર્શન
Page #307
--------------------------------------------------------------------------
________________
સિનિયર ઓફિસર બોલતા હોય ત્યાં સુધી જુનિયર ઓફિસરથી વચ્ચે બોલાય નહીં.
સ્ત્રીકથા, ધર્મકથા અને રાજકથા (અર્થાતુ રાજકારણ, એ ત્રણ ડાયનિંગ ટેબલ પર નિષિદ્ધ ગણાય. પ્રેસિડન્ટ ખાવામાં ઉતાવળા હોય તો પોતે પણ ઉતાવળ રાખવી પડે. ધીમા ઑફિસરોને ક્યારેક ભૂખ્યા રહેવાનો વારો આવે. તેવે વખતે કોઈ કશી વાતમાં ભાગ ન લે; ખાવામાં જ ધ્યાન રાખે. ભોજનને અંતે પ્રેસિડન્ટ ઊભા થાય તે પછી જ બીજાથી ઊભા થવાય. ત્યારે પણ ખુરશી ખસેડવાનો અવાજ ન થવો જોઈએ. ભોજનખંડમાંથી બહાર નીકળતી વખતે પણ સિનિયોરિટી પ્રમાણે જ ચાલવું પડે. સિનિયોરિટીની ખબર ન હોય તો એકબીજાના ખભા ઉપરની રેન્કની પટ્ટી જોઈ લેવી જોઈએ.
મેસમાં કોઈની કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો તે જતી કરાય નહીં. પ્રેસિડન્ટ તરત સૌની વચ્ચે તોછડાઈથી અવશ્ય ટોકે જ. વધારે ગંભીર ભૂલ હોય તો દંડ અથવા શિક્ષા પણ કરે. આટલું બધું કડક વાતાવરણ ઓફિસર્સ મૅસમાં હોય. અમે તો એ વાતાવરણમાં પ્રવેશતાં પહેલે દિવસે જ હેબતાઈ ગયા.
અમારા પ્રેસિડન્ટ મેજર વિશ્વનાથન ઘણા કડક હતા, પરંતુ અમે બધા કૉલેજના અધ્યાપકો છીએ એમ સમજીને અમારા પ્રત્યે આરંભના બે-ત્રણ દિવસ થોડા નરમ રહ્યા. અલબત્ત, શરૂઆતના થોડા દિવસ લગભગ રોજ જ કોઈક ને કોઈક અધ્યાપકની મૅસ એટિકેટને લગતી કંઈક ભૂલ થતી અને તે માટે તેઓ અમને બધાને તરત જુદા બોલાવીને ઠપકો કે સૂચના આપતા.
મિલિટરી મેસ એટિકેટ વિશેની કેટલીક સૂચનાઓ અમને જેમ મેસ પ્રેસિડન્ટ તરફથી મળતી તેમ અમારા નોકર-બેરર ધોન્ડી તરફથી પણ મળતી. એની વાત કરવાની રીત પરથી પહેલે દિવસે જ અમને લાગ્યું કે તે શાંત, નરમ, અનુભવી અને કામમાં ઘણો હોશિયાર છે. પણ એને માટેનું વિશિષ્ટ પ્રમાણપત્ર તો મેજર વિશ્વનાથનના શબ્દોમાં જ હતું. તેમણે કહ્યું, પ્રો. શાહ, તમે બહુ નસીબદાર છો કે તમારા ભાગે બેરર તરીકે ધોડી આવ્યો છે. આ મેસમાં તે જૂનામાં જૂનો બેરર છે. અંગ્રેજી ઓફિસરોના હાથે તાલીમ પામેલો છે. અંગ્રેજો સાથે તે ભારતમાં અને ભારત બહાર ઘણું રહેલો છે.”
અમારો બેરર ધોડી અભણ છે. છતાં દેશવિદેશમાં અંગ્રેજો સાથે ઘણું ફરેલો છે એ જાણીને એના પ્રત્યેનો અમારો અણગમો ઓછો થઈ ગયો.
મિલિટરી પૅસમાં બેરરને પણ ખાસ તાલીમ આપવામાં આવે છે. ઓફિસરોનું સવારના પાંચ વાગ્યાથી રાતના દસ-અગિયાર વાગ્યા સુધી “બેરર લોગ’ સતત ધ્યાન રાખતા હોય છે. સારો બેરર મળે તો કશું જ જોવું ન પડે એ સ્વાનુભવે અમને સમજાયું.
બેરર ધોન્ડી ક ૨૫૧
Page #308
--------------------------------------------------------------------------
________________
અમે પહેલે દિવસે પરેડ ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યારે અમારી રૂમને તાળું મારીને ગયા. પણ પછી અમે જોયું કે મિલિટરી મેસ ક્વાટર્સના કોઈ મિલિટરી ઓફિસર પોતાના રૂમને તાળું મારીને જતા નથી. બેરરો ઉપર વિશ્વાસ રાખવાનો જ હોય. એટલે અમે અધ્યાપકોએ પણ તાળું મારવાનું બંધ કર્યું.
અમે જેવા પરેડ ઉપરથી આવીએ કે બેરર ધોન્ડી અમારી સામે નીચે જમીન ઉપર બેસી અમારા બૂટની દોરી છોડી આપે. પગમાં પહેરેલાં મોજાં કાઢી આપે. પહેલે દિવસે અમે યુનિફૉર્મનું શર્ટ જાતે પહેરી લીધું (એમ જ કરવાનું હોય ને !) પરંતુ બીજા દિવસથી ધોડી અમારું શર્ટ ખુલ્લુ કરી હાથમાં લઈને એવી રીતે ઊભો હોય કે અમારે તો માત્ર બે બાંયમાં બે હાથ ભરાવવાના જ રહે. બટન પણ એ જ બીડી આપે. મોજાં, બૂટ અને કમરપટ્ટો એ જ પહેરાવે. પટ્ટાના બલોને પોલિશ કરીને એણે તૈયાર રાખ્યાં જ હોય. જુદા જુદા ડ્રેસ સાથે પહેરવાનાં જુદી જુદી જાતનાં અને રંગનાં બૂટ, શૂઝ, ચંપલ વગેરે એણે દિવસ દરમિયાન વખતોવખત પોલિશ કરીને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી રાખેલાં જ હોય. એટલું જ નહીં, રૂમમાંથી જેવા બહાર નીકળીએ કે તરત અમારા બૂટ ઉપર તે વગર કહે બ્રશ અને લૂગડું ફેરવી આપે. એટલી વારમાં કશું મેલું થયું ન હોય, પરંતુ વસ્તુ સ્વચ્છ અને ચકચકિત રાખવાની એવી મિલિટરી રસમ હોય.
રોજેરોજ કયા કયા સમયે કયો ડ્રેસ પહેરવાનો છે તેની અમને સૂચના મળી હોય, પરંતુ અમારા કરતાં ધોન્ડી એ બરાબર જાણે; તે પ્રમાણે તૈયાર રાખે. તે પ્રમાણે ધોબીને ધોવા આપે. તે પ્રમાણે ઇસ્ત્રી કરાવી લાવે. નાના બાળકનું માતા ધ્યાન રાખે તેથી વિશેષ ધ્યાન ધોડી અમારું રાખે.
સવારે પાંચ વાગ્યે તે રૂમમાં ચા લઈને આવે. હજામત માટે ગરમ પાણી લઈ આવે. હજામત થઈ ગયા બાદ હજામતનો સામાન તે ધોઈ નાખે. નહાવાના સમયે નહાવાનું ગરમ પાણી, ટુવાલ, સાબુ વગેરે બધું બાથરૂમમાં વ્યવસ્થિત ગોઠવી રાખે. પરેડ પર જવા માટે સાઇકલ બરાબર છે કે નહિ તે ચકાસી રાખે. કદાચ કોઈ ટાયરમાં હવા ઓછી હોય તો તે પંપ વડે તરત પૂરી લે. અમે પરેડ પર જઈએ કે તરત તે અમારો પલંગ, પથારી, મચ્છરદાની, ચીજવસ્તુઓ બધું વ્યવસ્થિત ગોઠવી દે.
આમ સવારથી સાંજ સુધી એક પણ કામ એવું ન હોય કે આપણે સામેથી ધોન્ડીને કહેવું કે પૂછવું પડે. બધું જ વ્યવસ્થિત, સ્વચ્છતાપૂર્વક અને સમયસર થઈ ગયું હોય.
ધોડી અમારી સાથે રૂમમાં હોય ત્યારે એણે સફેદ શર્ટ અને સફેદ પાયજામો પહેરેલાં હોય. એનાં કપડાં પણ સ્વચ્છ અને ઈસ્ત્રીવાળાં હોય. રોજેરોજ હજામત તેણે
ઉપર ન ચરિત્રદર્શન
Page #309
--------------------------------------------------------------------------
________________
કરેલી જ હોય. લશકરમાં બધાને માટે સવારે હજામત કરવાનો ફરજિયાત કડક નિયમ હોય છે. તેલ નાખીને માથું ઓળેલું હોય; ક્યાંય ડાઘ સરખો પડવા દીધો ન હોય.
આ ધોન્ડી સવાર-સાંજ મેસમાં અમને પીરસવા આવતો, પરંતુ અમે મેસમાં એને બે દિવસ સુધી તો ઓળખી શકેલા નહીં, કારણ કે તેણે બેરર યુનિફૉર્મ પહેરેલો હોય. સફેદ ડગલો, નીચે સફેદ પેન્ટ, કમ્મરે ઘેરા લાલ રંગનો જાડો પટ્ટો, માથે લાલપીળા રંગની આકર્ષક મોટી પાઘડી વગેરે સરસ પહેર્યા હોય. ડગલા ઉપર ડાબી બાજુના ખભા નીચે ચંદ્રકની પટ્ટીઓ લગાડેલી હોય. આ બધું એણે એવી સરસ રીતે પહેર્યું હોય અને પાઘડી પણ કાણી આંખ ઢંગાય એવી રીતે પહેરી હોય કે એ અમારો ધોન્ડી છે એવો ખ્યાલ પણ ન આવે. જમવામાં એટિકેટની દષ્ટિએ અમારી રોજ શી શી ભૂલ થાય છે તેની એણે ત્રીજે દિવસે જ્યારે વાત કરી ત્યારે ખબર પડી કે મેસમાં તે પીરસવા આવે છે. એણે જ અમને સમજાવેલું કે બેરર અમારા ડાબા ખભા પાસે બાઉલ લઈને પીરસવા ઊભો રહે ત્યારે જ તેમાંથી લેવાય, જમણા ખભા પાસે ઊભો હોય ત્યારે નહીં.
દિવસે દિવસે બેરર ધોન્ડી સાથેની અમારી નિકટતા વધતી ગઈ. પછી તો એનામાં અમને એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે અમારા ટૂંકની ચાવીઓ પણ અમે એને સોંપી દીધી. અમારા પૈસાનાં પાકીટ પણ એ સંભાળતો અને પૈસાનો હિસાબ પણ એ રાખતો. જ્યારે અમે અમારા ટૂંક અને રૂમને તાળું મારીને ચાવી અમારી પાસે રાખતા ત્યારે ધોન્ડી રૂમની બહાર બેસી રહેતો, પણ તેના ચહેરા ઉપર ક્યારેય તે માટેની નારાજગી જોવા મળી નહોતી. પછી જ્યારે અમે એને ટૂંકની ચાવી, પાકીટ અને પૈસા સોંપ્યા ત્યારે તેના ચહેરા ઉપર અચાનક આનંદ પ્રગટ્યો હોય તેવું પણ નહોતું. આ બાબતમાં ધોડી જાણે સ્થિતપ્રજ્ઞ હોય તેવો લાગતો.
ધોડીના હાથે કોઈ પણ વસ્તુ આઘીપાછી થઈ ન હોય કે તેનો દુરુપયોગ પણ થયો ન હોય. ઊંચી પાયરીના અંગ્રેજ ઓફિસરોના હાથે તાલીમ પામેલો ધોડી એક આદર્શ બેરર જેવો હતો. તે શાંત હતો. યસ સર’ અને ‘નો સર' જેવા બેચાર શબ્દો સિવાય તે ભાગ્યે જ કશું બોલતો. પરંતુ એક દિવસ ફુરસદના સમયે અમે એને પૂછ્યું ત્યારે તેણે થોડી પોતાની અંગત વાત કરી હતી.
ધોન્ડી કહે, “સર, મને મૅસમાંથી બેરર તરીકે પગાર મળે છે, ખાવાનું પણ મળે છે. મારે માટે એ પૂરતું છે. મને કોઈ વ્યસન નથી. બીજા કેટલાક બેરરો ઓફિસરોની ડ્રિન્કિંગ પાર્ટી પતી ગયા પછી વધેલો શરાબ પી જતા હોય છે, ક્યારેક રાતના બહાર રખડવા જતા હોય છે; મને તો એ કશું ગમતું નથી. મેસની આજ્ઞા પ્રમાણે “ઑફિસર લોગનું હું બરાબર કામ કરું એમાં જ મને સંતોષ છે.'
બેરર ધોડી ક ૨૫૩
Page #310
--------------------------------------------------------------------------
________________
મેં પૂછ્યું, ‘તું આટલું સારું કામ કરે છે, તો આ નોકરી છોડીને બહાર બીજું કોઈ કામ કરે તો? ધારો કે તને વધારે પૈસા મળે તો ગમે કે નહીં?”
એણે કહ્યું, “સર, હું જાણું છું કે મારા નસીબમાં પૈસા નથી, એટલે આ કામ છોડી હું બીજે જવાનો નથી.”
મેં કહ્યું, ‘તું કેવી રીતે કહી શકે કે તારા નસીબમાં પૈસા નથી ?”
સર, એક જ દાખલો આપું. ઘણાં વર્ષ પહેલાં, લડાઈ પહેલાં આ યુનિટના કમાન્ડર હતા કર્નલ ચાલ્યું. હું એમનો ઓર્ડરલી હતો. તેઓ રિટાયર્ડ થઈને ઇંગ્લેન્ડ જવાના હતા. નીકળતી વખતે મિલિટરી કારમાં બેસતાં પહેલાં એમણે મને બોલાવ્યો. કહ્યું, “ધોન્ડી ! તું ખરેખર એક બહુ સારો ઑર્ડરલી છે. હું તારા પર બહોત ખુશ છું. ઇંગ્લેન્ડ જતાં પહેલાં મારે તને સારી બક્ષિસ આપવી છે. પરંતુ મારે એ જોવું છે કે તારા નસીબમાં કેટલી બક્ષિસ છે. મેં પહેરેલ આ યુનિફોર્મમાં બંને મોટાં ખિસ્સામાં પૈસા મૂકેલા છે. તારી મરજી મુજબ કોઈ પણ એક ખિસ્સામાં હાથ નાખીને એમાંથી બધા જ પૈસા તું લઈ લે.'
સાહેબના ખિસ્સામાં હાથ નાખતાં મને સંકોચ થયો, પરંતુ એમનો ઑર્ડર થયો એટલે એ પ્રમાણે મેં એક ખિસ્સામાં હાથ નાખ્યો. એમાં પુષ્કળ પૈસા હતા. કર્નલે તે બધા જ લઈ લેવા કહ્યું. મેં લીધા. કર્નલે આજ્ઞા કરી એટલે ગણી જોયા. બધા સિક્કા મળીને મને કુલ પાંચ રૂપિયા મળ્યા. આટલી બધી બક્ષિસથી ખરેખર મને બહુ જ આનંદ થયો; જિંદગીમાં એટલી બક્ષિસ ક્યારેય મળી નહોતી. પરંતુ કર્નલ ચાર્લ્સે કહ્યું, “ધોડી, તારા નસીબમાં ઝાઝા પૈસા નથી. જો તેં આ બીજા ખિસ્સામાં હાથ નાખ્યો હોત તો તને પાંચસો રૂપિયા મળત.” એમ કહી કર્નલે પાંચસો રૂપિયાની નોટોની થપ્પી કાઢીને બતાવી. એ જોઈ મને ઘણો અફસોસ થયો. પણ પછી તો મેં મન મનાવી લીધું કે મારા નસીબમાં પૈસા જ નથી.”
તો એ કર્નલે તને પાંચસો રૂપિયા ન આપ્યા ?”
ના. એ બ્રિટિશ કર્નલ હતા તો બહુ ભલા. પણ જે બોલ્યા તે બોલ્યા. બોલેલું બધું પાળે. નિયમ એટલે નિયમ. રૂપિયા ન આપે તે ન જ આપે. પરંતુ એ જ કર્નલ મારી આંખના ઑપરેશન માટે ઘણી મહેનત લીધી હતી. પરંતુ મારું નસીબ જ વાંકું, આંખ સારી ન થઈ તે ન જ થઈ.”
શું થયું હતું આંખે ?”
“આ મારી એક આંખ મેં લડાઈમાં ગુમાવી છે. અમારા એક ઓફિસર મેજર હન્ટ સાથે ઈટલીના મોરચે હું ગયો હતો. તે વખતે મેજર સાહેબનું એક અર્જન્ટ કામ કરવા માટે હું મારી સાઈકલ બહુ ઝડપથી દોડાવી રહ્યો હતો. એવામાં એક
ર૫૪ ચરિત્રદર્શન
WWW.jainelibrary.org
Page #311
--------------------------------------------------------------------------
________________
પથ્થર સાથે સાઈકલ ભટકાઈ. હું પડ્યો. પડતાં જ સાઇકલની બેકનો દાંડો મારી આંખમાં ઘૂસી ગયો. આંખ ફૂટી ગઈ. પુષ્કળ લોહી નીકળ્યું. તરત મને હૉસ્પિટલમાં દાખલ કર્યો. ઑપરેશન કર્યું. પણ આંખે દેખાતું ન થયું તે ન જ થયું. લડાઈમાંથી હું પાછો આ સેન્ટરમાં આવ્યો. યુનિટ કમાન્ડર તરીકે ત્યાર પછી આ બેલગામના સેન્ટરમાં ત્રણ બ્રિટિશ કર્નલ આવી ગયા. પછી આવ્યા પેલા કર્નલ ચાર્લ્સ. એમણે મને પૂનાની મિલિટરી હૉસ્પિટલમાં લઈ જઈને આંખનું ફરીથી ઓપરેશન કરાવી આપ્યું તોપણ એ આંખે દેખાતું થયું નહીં.”
તું કેટલી લડાઈમાં ગયો છે ?
જુદા જુદા ઑફિસરો સાથે હું યુરોપ, આફ્રિકા, બર્મા, સિંગાપોર વગેરે ઘણી જગ્યાએ ગયો છું. સર, હું ઘણું બધું ફર્યો છું. હવે મને બહાર જવાની કોઈ ઇચ્છા થતી નથી. “ઓફિસર લોગની નોકરી કરતાં કરતાં મારી જિંદગી પૂરી કરવી, બસ એટલી જ ઇચ્છા છે.”
ધોડી, તારું વતન ક્યાં ?
સર, હું હૈદ્રાબાદનો છું. ત્યાં મારું કોઈ નથી. નાનપણમાં માબાપ ગુમાવેલાં, અનાથ હતો. લશ્કરમાં સૈનિક તરીકે ભરતી થવા આવેલો. તાલીમ લીધી, પણ આગળ વધી ન શક્યો. એથી નિરાશ થયો. પણ છેવટે ઑર્ડરલી તરીકે મારી ખાવાપીવાની ચિંતા ટળી.
તારી પત્ની, બાળકો કંઈ છે ?”
“ના સર, લડાઈમાંથી પાછા આવ્યા પછી મારે પરણવું હતું, પણ ત્યાં એક આંખ ગઈ એટલે મને કોણ પરણે ? એક ઓરત તૈયાર થઈ હતી, પણ તે પણ મારા પૈસા લઈને ભાગી ગઈ. બીજે પરણી ગઈ. એટલે મને થયું કે જો મારા નસીબમાં ઓરત જ ન હોય તો નકામાં ફાંફાં શું મારવાં? અહીં ઘણી શાંતિ છે, હું બહુ સુખી છું.”
અનુભવ-સમૃદ્ધ, કાર્યદક્ષ, આજ્ઞાંકિત, વફાદાર, પ્રામાણિક અને નિસ્પૃહ બેરર ધોન્ડીની જીવવા માટેની પોતાની એક પ્રકારની નસીબવાદી ફિલસૂફી હતી, અને તે પ્રમાણે તે પોતાનું શાંત જીવન જીવતો હતો.
ભારતનાં ઘણાં જુદાં જુદાં લશ્કરી મથકોમાં રહેવાનું મારે થયું છે. એમાં આપણું પ્રકીર્ણ કામ કરનારા અને વખતોવખત બદલાતા અશિક્ષિત બેરરો તરફ આપણું ખાસ કશું લક્ષ ન જાય, પરંતુ બેર૨ ધોન્ડી એક એવી વિશિષ્ટ કોટિનો બેરર હતો કે જેના વ્યક્તિત્વની છાપ ચિત્તમાં ચિરકાળને માટે અંકિત થઈ ગઈ છે.
(બેરરથી બ્રિગેડિયર'માંથી)
બેરર ધોન્ડી
૨૫૫
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮
કૅડેટ આન્દ્રાદે
પૂનાથી લગભગ ચૌદ માઈલ દૂર ખડકવાસલા પાસે એક ટેકરી છે. ત્યાં અમારો એન. સી. સી. કૅમ્પ યોજવામાં આવ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડીના દિવસો હતા. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચૌદ દિવસ માટે યોજાયેલા અમારા આ કૅમ્પના કમાન્ડિંગ ઑફિસર હતા મેજર કોલાબાવાલા. દક્ષિણ મુંબઈની એલ્ફિન્સ્ટન, ઝેવિયર્સ, વિલ્સન અને સિદ્ધાર્થ એમ ચાર કૉલેજોના મળીને આશરે સાડા ચારસો જેટલા કૅડેટ આ કૅમ્પમાં તાલીમ માટે આવ્યા હતા.
દરેક કૉલેજમાંથી એન. સી. સી.માં ત્યારે દોઢસો કૅડેટોની ભરતી થતી. તેની એક કંપની ગણાતી. એ રીતે અમારી બેટેલિયનમાં કુલ ચાર કંપની હતી. દરેક કૉલેજ પાસે એક કંપની રહેતી. તેને ‘એ’ બી’ ‘સી' અને ‘ડી’ એમ ચાર નામ આપવામાં આવ્યાં હતાં. અમારી ઝેવિયર્સ કૉલેજની કંપની બી' હતી. અમારી કંપનીના ચાર ઑફિસોમાં હું સૌથી નાનો હતો. મારી રેન્ક ત્યારે સેકન્ડ લેફટેનન્ટની હતી.
આ ચારેય કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસીભરી સ્પર્ધા થતી. દર વર્ષે એન. સી. સી. કૅમ્પમાં સ્પર્ધાઓને અંતે જે કંપની સર્વશ્રેષ્ઠ જાહેર થાય તે કંપનીને તે માટેની ટ્રોફી મળતી. કૉલેજ માટે તે બહુ ગૌરવનો વિષય ગણાતો. ઉપરાઉપરી ત્રણ વર્ષ સુધી આવી ટ્રોફી મેળવી જાય તે કંપનીને બેટેલિયન તરફથી વિશેષ માનની ટ્રોફી પણ મળતી. પરંતુ હજુ સુધી કોઈ કંપનીએ એવું વિશેષ માન મેળવ્યું ન હતું. એન. સી. સી. કૅમ્પમાં અમે જઈએ એટલે પહેલા દિવસથી જ વિવિધ સ્પર્ધાઓ માટે જોરજોરથી તૈયારીઓ કરવા લાગીએ. કૅડેટોની પરેડ ઉપરની હાજરીની ટકાવારી, ફેડેટોએ પોતાના તંબુમાં સવારે પોતાની ચીજવસ્તુઓની કરેલી ગોઠવણી
૨૫૬
ચરિત્રદર્શન
Page #313
--------------------------------------------------------------------------
________________
(લાઈન ડ્રેસિંગ), તંબુમાં અને તંબુ બહાર સ્વચ્છતા અને સુઘડતા, માંદા પડતા કેડેટોની ઓછામાં ઓછી ટકાવારી, ક્વાર્ટર ગાર્ડઝ માટે ચૂંટેલા કેડેટોની ચપળતા, વિવિધ લશ્કરી વિષયોની તાલીમ લીધા પછી કેડેટોએ આપેલી પરીક્ષાના પરિણામો – વગેરે પ્રકારના માર્કસની ગણતરી થતી ઉપરાંત વાર્ષિક રમત-ગમતની ઘણીબધી સ્પર્ધાઓ કેમ્પના છેલ્લા બે-ત્રણ દિવસમાં થતી. આ બધી બાબતોમાં જે કંપની સરવાળે વધુમાં વધુ માર્કસ મેળવી જાય તે કંપનીને શ્રેષ્ઠ કંપની તરીકે કૅમ્પના વાર્ષિક દિનના મેળાવડામાં જાહેર કરાતી અને તેને મેળાવડાના મુખ્ય મહેમાનના હસ્તે ટ્રોફી અપાતી.
અમારી બી' કંપનીના કેડેટો આ બધી સ્પર્ધાઓમાંથી કોઈકમાં આગળ રહેતા, તો કોઈકમાં પાછળ, પરંતુ બે વર્ષથી રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં અમે ઘણાબધા માર્કસ મેળવી જતા. એને લીધે શ્રેષ્ઠ કંપની’ તરીકેની ટ્રોફી ઉપરાઉપરી બે વર્ષ અમારી કંપનીએ મેળવી હતી.
આ ટ્રોફી મેળવવામાં અમારા એક કેડેટ ઑલિવર આન્દ્રાનો ઘણો મોટો ફાળો હતો. આન્દ્રાદે ગોવાનો વતની હતો. મુંબઈમાં વાંદ્રામાં રહેતો હતો. નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા હતા. એની માતાનો તે એકનો એક દીકરો હતો. એને રમતગમતમાં જેટલો રસ હતો તેટલો ભણવામાં નહોતો. પણ દર વર્ષે તે જેમતેમ કરીને પાસ જરૂર થઈ જતો. તે શરીરે ખડતલ, સ્વભાવે હસમુખો અને દિલનો ભોળો હતો. શાળામાં હતો ત્યારથી જ દોડવામાં એને રસ પડ્યો હતો. સો મીટર, બસો મીટર, આઠસો મીટર, હજાર મીટર વગેરે ટૂંકાં અને લાંબા અંતરોની દોડવાની બધી સ્પર્ધાઓમાં તથા રીલે અને ક્રોસકન્ટ્રીના પ્રકારની વિવિધ હરીફાઈઓમાં ઓલિવર આદ્રાદે બીજા બધા કેડેટો કરતાં ઘણોબધો આગળ નીકળી જતો.
આદ્રાદે લગભગ છ ફૂટ ઊંચો, ઘઉંવર્ણો, મોટી આંખોવાળો, ભરાવદાર શરીરનો હતો. તે જ્યારે દોડતો ત્યારે છલાંગો મારીને, લાંબાં ડગલાં ભરીને દોડતો હોય તેવું લાગે. તેના દોડવામાં ગમી જાય એવાં લય, છટા અને તાલ જોવા મળે. અમે બધા ઓફિસરો તેને કહેતા : “આન્દ્રાદે તું તો ઘોડાની જેમ થાક્યા વગર દોડે છે. એક દિવસ જરૂર તું મેરેથોન રેસમાં પણ પ્રથમ નંબરે આવશે.”
રમતગમતનાં પરિણામોમાં બીજી કંપનીઓને આદ્રાદે એટલી બધી પાછળ પાડી દેતો કે બીજા લશ્કરી વિષયોની સ્પર્ધાઓમાં અમારી કંપની થોડી નબળી હોય તોપણ “શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમે જ મેળવી જતા.
આ ખડકવાસલાનો કેમ્પ નક્કી થયો તે વખતે અમને પૂરેપૂરી ખાતરી હતી કે “શ્રેષ્ઠ કંપની માટેની ટ્રોફી ત્રીજી વાર પણ અમે જ મેળવીશું, એટલું જ નહિ
કેડેટ આન્નાદે ૨૫૭
Page #314
--------------------------------------------------------------------------
________________
પણ ઉપરાઉપરી ત્રણ વર્ષ ટ્રોફી મેળવવા માટે વિશેષ માનની ટ્રોફી પણ અમે પ્રાપ્ત કરીશું. પરંતુ કેમ્પ માટે અમે મુંબઈથી પૂના જવા માટે નીકળવાના હતા તેને આગલે દિવસે આન્દ્રાદે અમારી પાસે ગમગીન ચહેરે આવ્યો. એણે કહ્યું, “સર, સોરી ! હું કેમ્પમાં આવી શકું તેમ નથી. મારી માતાની તબિયત સારી નથી. તાવ આવ્યો છે. ઊતરતો નથી. ડૉક્ટરના કહેવા પ્રમાણે મારે ઘરે રોકાવું જરૂરી છે.'
આદ્રાદેની વાત સાંભળતાં જ અમે નિરાશ થઈ ગયા. ત્રીજી વારની ટ્રોફી મેળવવાની એક સરસ તક હાથમાંથી જાણે ચાલી જતી હોય એમ લાગ્યું. અમને અફસોસ થયો. પરંતુ આન્નાદેની માતાની તબિયતનો પ્રશ્ન વધુ મહત્ત્વનો હતો. એટલે અમે એને કેમ્પમાં ગેરહાજર રહેવા માટે પરવાનગી આપી.
કૅમ્પ માટે અમે મુંબઈથી રાતની સ્પેશિયલ ટ્રેનમાં નીકળી સવારે પૂના પહોંચ્યા. પૂનાથી ચૌદ માઈલ બધા કેડેટોને લશ્કરના સૈનિકોની જેમ માર્ચ કરાવીને અમે ખડકવાસલા લઈ ગયા. આ પહેલે દિવસે પહોંચીને કેડેટોએ તરત જ પોતાના તંબુ લગાવવાના હતા, પરંતુ ભારે બૂટ પહેરી, હાથમાં રાઇફલ રાખી ચૌદ માઈલની લશકરી કૂચ લગભગ બધા કેડેટોએ જિંદગીમાં પહેલી વાર કરી હતી. પરિણામે અડધાથી વધુ કેડેટોના પગે ડંખ પડી ગયા હતા. એટલે કેમ્પમાં અમારો પહેલો દિવસ અડધો આરામમાં, હળવાં કાર્યોમાં પસાર થયો. નિશ્ચિત સંખ્યામાં તંબુઓ તૈયાર ન થયા. જે થયા તે પણ જેવાતેવા, ફરીથી સરખા કરવા પડે એવા થયા હતા. એમાં પણ અમારી કંપનીના કેડેટો વધારે સુસ્ત થઈ ગયા હતા. તેમના કામમાં કોઈ દમ દેખાતો નહોતો, કારણ કે આન્નાદે ન આવવાને કારણે ટ્રોફી મેળવવાની કોઈ આશા રહી નહોતી. કેડેટોમાં નિરાશા વ્યાપે એ સારું નહિ એમ સમજી અમે
ઓફિસરો અમારા કેડેટોને ઉત્સાહિત કરવા માટે પ્રયત્નો કરતા રહ્યા હતા, જોકે તેનું પરિણામ ધાર્યું આવતું ન હતું.
બે દિવસ આ રીતે પસાર થયા. ત્યાં ત્રીજે દિવસે સાંજે અમારી કંપની-સાર્જન્ટ મેજર (સી. એસ. એમ.) દોડતો આવ્યો. કહે, “સર, ખુશ ખબર ! આન્દ્રાદે આવી ગયો છે.”
એટલી વારમાં આદ્રાદે પણ અમારી પાસે આવી પહોંચ્યો. અમે રાજી રાજી થઈ ગયા. અમે તરત પૂછ્યું, “આન્દ્રાદે તું આવી ગયો ? બહુ સારું કર્યું. તારી ખોટ વરતાતી હતી. તારી માતાને હવે કેમ છે ?”
“સારું છે, સર ! સાધારણ તાવ આવ્યો હતો. કંઈ ચિંતા કરવા જેવું હવે રહ્યું ન હતું. તાવ ઊતરી ગયો અને ડોક્ટરે કેમ્પમાં આવવા માટે મને હા પણ પાડી. એટલે વહેલામાં વહેલી ટ્રેન પકડવાનું મેં નક્કી કર્યું. હું નીકળ્યો ત્યારે મારી માતા
૨૫૮
ચરિત્રદર્શન
Page #315
--------------------------------------------------------------------------
________________
ઘરમાં હરતીફરતી થઈ ગઈ હતી.'
આન્તાદેના આગમનના સમાચાર વાયુવેગે અમારા આખા કૅમ્પમાં પ્રસરી ગયા. અમારી કંપનીના કૅડેટોમાં એકદમ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. પછી તો રમતગમત ઉપરાંત બીજી બાજુ સ્પર્ધાઓ માટે પણ તડામાર તૈયારીઓ ચાલવા માંડી. બીજી બાજુ આન્તાદેના આગમનથી અન્ય કંપનીઓના કૅડેટોમાં નિરાશાની થોડી લાગણી વ્યાપી ગઈ. એમની તૈયારીઓ કંઈક ઠંડી પડવા લાગી.
એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા. રોજેરોજની વિવિધ હરીફાઈઓનાં પરિણામો જાહેર થતાં ગયાં. અમારા માર્ક્સ ઉમેરાતા ચાલ્યા. કેટલીક સ્પર્ધાઓમાં બીજી કંપનીઓ કરતાં અમે આગળ નીકળી ગયા હતા. ટ્રોફી માટે હવે અમે સાવ નિશ્ચિત બની ગયા હતા, કારણ કે રમતગમતની ઘણી સ્પર્ધાઓમાં આન્તાદે પહેલે નંબરે આવી પુષ્કળ માર્ક્સ મેળવી આપવાનો હતો.
વાર્ષિક દિનની સ્પર્ધાના બે દિવસ અગાઉ રમતગમત સિવાયનાં બધાં પરિણામો આવી ગયાં. ટ્રોફી માટે બીજી કંપનીઓના ઑફિસરો અમને અગાઉથી અભિનંદન આપવા લાગ્યા.
પરંતુ તે દિવસે રાત્રે લગભગ બે વાગે અમારા સી. એસ. એમ.એ આવીને અમને ગાડ્યા. સાથે કૅડેટ આન્નાદે પણ હતો. એની આંખમાં આંસુ હતાં. સી. એસ. એમ.એ અમારા હાથમાં તાર મૂક્યો. આન્તાદે ઉ૫૨ એ આવેલો હતો. લખ્યું હતું : “મધર વેરી સિરિયસ, કમ ઇમિડીએટલી.' તાર વાંચતાં જ અમને ઊંડો આઘાત લાગ્યો.
એન. સી. સી. કૅમ્પની કપરી તાલીમમાંથી અને હાડમારીઓમાંથી છટકવા માટે ક્યારેક કેડેટો ઘરેથી કોઈક સ્વજનની ગંભીર માંદગી છે એવા ખોટા તાર મગાવતા હોય છે; પરંતુ તે તો શરૂઆતના દિવસોમાં. આન્વાદેનો કિસ્સો જુદો હતો. તે તો ઊલટાનો જાતે હાડમારી વેઠીને કૅમ્પમાં આવી પહોંચ્યો હતો. વળી કૅમ્પ પૂરો થવા આવ્યો હતો. એટલે એનો તાર ખોટો હોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. એને ઘરે પાછા જવા માટે અમારે રજા આપવી જ જોઈએ. એક તરફ કંપનીની ટ્રોફી અને બીજી તરફ એક કૅડેટની માતાની માંદગી – એ બેમાંથી કંપનીની ટ્રોફીને વધુ
મહત્ત્વ ન જ અપાય.
બીજે દિવસે સવારે આન્દ્રાર્દને કૅમ્પમાંથી ઘરે જવા માટેની લેખિત પરવાનગી આપવામાં આવી. ખડકવાસલાથી પૂના, પૂનાથી દાદર અને દાદરથી તેના ઘરે વાંદ્રા પહોંચતાં રાત પડી જવાની હતી. આખો રસ્તો આન્તાદે ચિંતામાં એકલો પસાર કરવાનો હતો. એના જેવા એક સારા કૅડેટની અસ્વસ્થ અવસ્થાએ અમને પણ
કૅડેટ આન્દ્રાદે ૨૫૯
Page #316
--------------------------------------------------------------------------
________________
અસ્વસ્થ કરી મૂક્યા.
આખા કેમ્પમાં આન્દ્રાદે ગયાના સમાચાર ફરી વળ્યા. સ્પર્ધામાં પ્રથમ આવી ટ્રોફી મેળવવાની અમારી આશા ઉપર પાણી ફરી વળ્યું. સ્પર્ધામાં બીજે નંબરે આવવાની શક્યતાવાળી કંપનીના કેડેટો પ્રથમ આવવા માટે ફરી પાછા ઉત્સાહમાં આવી ગયા. વાતાવરણ પલટાઈ ગયું.
એ દિવસ પસાર થઈ ગયો. બીજે દિવસે બપોરના અઢી વાગ્યાથી રમતગમતની બધી સ્પર્ધાઓ ચાલુ થવાની હતી. દરેક કંપનીના સ્પર્ધક કેડેટોનાં નામોની યાદી બધાને આપવામાં આવી હતી. આન્નાદેનું એમાં નામ હતું, પરંતુ તે તો હવે ગેરહાજર રહેવાનો હતો. એની ગ્યાએ ભાગ લેવા માટે બીજા એક કેડેટને અમે તૈયાર કર્યો હતો, પરંતુ તે તો માત્ર સ્પર્ધામાં ભાગ લેવા ખાતર જ. આદ્રાદે જેટલી શક્તિ એનામાં નહોતી એ સૌ જાણતા હતા.
અમારા આ વાર્ષિક દિનની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એન. સી. સી.ના ડાયરેક્ટર જનરલ મેજર, જનરલ વીરેન્દ્ર સિંઘ દિલ્હીથી પધારવાના હતા. તેઓ સવારે કેમ્પમાં આવી ગયા હતા. કેમ્પનું ઈન્સ્પેક્શન કરી લંચ માટે તેઓ મેસમાં આવ્યા. ત્યારે આ સ્પર્ધાઓની અને આદ્રાની વાત નીકળી. તેમણે પણ આદ્રાદે માટે અને અમારી કંપની માટે અફસોસ વ્યક્ત કર્યો.
લંચ પછી અમે બધા ઓફિસરો વાર્ષિક દિનના કાર્યક્રમ માટેનો યુનિફોર્મ પહેરી પરેડ-ગ્રાઉન્ડ પર પહોંચી ગયા. ઓફિસરો માટે ખાસ શમિયાણો બાંધવામાં આવ્યો હતો. મેદાનની સામેની બાજુ પોતપોતાની કંપની પ્રમાણે કેડેટો ગોઠવાઈ ગયા હતા. જુદી જુદી સ્પર્ધાઓ માટે આખા મેદાનમાં ચૂનાથી પટ્ટા પાડવામાં આવ્યા હતા. મેદાનને એક છેડે રમતગમતના નિયામક ઓફિસર બ્લેન્ક રાઉન્ડવાળી પિસ્તોલ લઈને ઊભા રહ્યા હતા. તેમની પાસે પહેલી સ્પર્ધામાં ભાગ લેનારા કેડેટો ઉત્સુકતાથી થનગની રહ્યા હતા.
“ગેટ સેટ (Get Set)ની સૂચના અપાઈ. પિસ્તોલનો ધડાકો થયો. કેડેટો દોડવા લાગ્યા. એક સ્પર્ધા પૂરી થઈ. માપ લેવાયાં. કાગળમાં લખાઈને ઑફિસરની સહી સાથે પરિણામો આવ્યાં. તેની જાહેરાત કરનાર ઓફિસરે માઈકમાંથી જાહેરાત કરી. તાળીઓના ગડગડાટ થયા. અમારી “બી” કંપનીના ઓફિસરોને કે કેડેટોને આ પરિણામોમાં હવે બહુ રસ રહ્યો ન હતો, કારણ કે અમને ટ્રોફી મળવાની ન હતી. અલબત્ત, ખેલદિલી બતાવવા અમે એ સ્પર્ધા જીતનાર કંપનીને વધાવી લીધી. એના ઓફિસરોને મુબારકબાદી પણ આપી.
પિસ્તોલનો બીજો ધડાકો થયો. દોડવાની બીજી સ્પર્ધા ચાલુ થઈ. કેડેટો દોડવા
ર૬૦
ચરિત્રદર્શન
Page #317
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. પરંતુ જોવા બેઠેલા કેડેટોમાં અચાનક મોટો ગણગણાટ ચાલુ થઈ ગયો. અમારા એડ઼યૂટન્ટ ઑફિસરે તે બધાને ચૂપ રહેવા માટે કડક શબ્દોમાં વારંવાર કહ્યું. તોપણ ગણગણાટ શમ્યો નહીં. એટલામાં દોડવાની સ્પર્ધામાં ભાગ લેનાર કેડેટો દોડતા દોડતા અમારા શમિયાણા નજીક આવવા લાગ્યા. ઊંચાઈ અને લાંબી છલાંગ જોતાં જ અમને થયું કે આમાં આન્નાદે જેવા જ કોઈ કેડેટે ભાગ લીધો લાગે છે. અમારી સામે ટ્રેકમાં એ બધા કેડેટો દોડતા પસાર થયા ત્યારે અમને આશ્ચર્ય થયું. અમે માની ન શક્યા કે એમાં આન્નાદે કેવી રીતે હોઈ શકે. એટલામાં અમારો સી. એસ. એમ. દોડતો આવીને સમાચાર આપી ગયો, “સર, ખુશ ખબર! આન્દ્રા આવી ગયો છે. સ્પર્ધામાં જોડાઈ ગયો છે.”
અમે સાનંદાશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કેમ આમ બન્યું હશે તેના વિચારમાં પડી ગયા. બીજા ઓફિસરો પણ પોતાની બેઠક પરથી ઊભા થઈ અમને એ વિશે પૂછી ગયા, પરંતુ અમારી પાસે પૂરી માહિતી નહોતી.
આખું વાતાવરણ ફરી પાછું પલટાઈ ગયું. એક પછી એક સ્પર્ધાઓમાં આદ્રાદે ભાગ લેવા લાગ્યો અને પ્રથમ નંબરે આવવા લાગ્યો. અમારા માર્કસ ઝડપથી વધતા ચાલ્યા. સ્પર્ધાઓ પૂરી થઈ. રમતગમતમાં અમારી કંપનીએ સૌથી વધુ માર્કસ મેળવ્યા અને શ્રેષ્ઠ કંપની માટેની ટ્રોફી મેળવવા ઉપરાંત સતત ત્રીજી વાર ટ્રોફી મેળવી જવા માટે વિશેષ માન'ની ટ્રોફી પણ અમે મેળવી. અમારી કંપનીના ઇતિહાસમાં અને અમારી બેટેલિયનના ઇતિહાસમાં એક નવો વિક્રમ સર્જાયો. અમારી કૉલેજ માટે એક ગૌરવરૂપ ઘટના બની.
જુદાં જુદાં ઈનામોની મેજર જનરલના હાથે વહેંચણી થઈ. શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી લેવા માટે તો સી. એસ. એમ. જ આવે, પરંતુ મેજર જનરલે સૂચના કરી કે સાથે આન્નાદે પણ આવે જ.
બંને આવ્યા. સલામ ભરી. ટ્રોફી લીધી. બધાએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આન્નાદેની આંખમાં આંસુ આવી ગયાં. અમારા બધાની પણ આંખ ભીની થઈ ગઈ.
કાર્યક્રમ પૂરો થતાં ટ્રોફી લઈ અમારી કંપનીના બધા કેડેટ નાચવાકૂદવા લાગ્યા. કેટલાક તો આન્નાદેને ખભા પર ઊંચકી ગીતો ગાતા ફેરવવા લાગ્યા. કેટલીક વારે આ નાચગાન શાંત થયું એટલે અમે આન્નાદેને બોલાવ્યો. આવતાં જ તે રડી પડ્યો. બોલ્યો, “સર, તાર ખોટો હતો ! મારી માતાને કંઈ ન હતું. મને એમ લાગે છે કે આપણને હરાવવા બીજી કોઈ કંપનીવાળાએ ઈર્ષ્યા અને દ્વેષથી આવો તાર મુંબઈથી કોઈની પાસે કરાવ્યો હોવો જોઈએ.'
કેડેટ આન્નાદે
૨૬૧
Page #318
--------------------------------------------------------------------------
________________
અમને પણ એ વહેમ સાચો હોવાનો સંભવ જણાયો. આન્નાદેએ પછી બધી વાત માંડીને કહી. એ સાંભળીને આન્નાદે પ્રત્યે અમને અનહદ માન થયું.
કેમ્પમાંથી નીકળ્યો ત્યારે આદ્રાદે આખે રસ્તે પોતાની માતાની તબિયત વિશે ચિંતામાં હતો. ટ્રેનમાં એને કશું ખાવાનું કે પાણી પીવાનું સુધ્ધાં ગમ્યું નહીં. રાતે દાદર સ્ટેશનેથી ટેક્સી કરીને ઘેર પહોંચ્યો ત્યારે એને આશ્ચર્ય થયું, કારણ કે તેની માતા તો સાજીસમી અને હરતીફરતી હતી. આન્નાદે પાસેનો તાર વાંચીને એ પણ રડી પડી.
માતાની તબિયત સારી જ છે એનો આનંદ અનુભવતાં જ આન્દ્રાદેએ દસ મિનિટમાં નિર્ણય કરી લીધો કે જો કૅમ્પમાં તરત પાછા પહોંચી શકાતું હોય તો પહોંચી જવું. તપાસ કરી તો હજુ રાતની પેસેન્જર ટ્રેન મળે એમ હતી. ટેક્સી કરીને તે દાદર પહોંચ્યો. ટ્રેનમાં ગિરદી ઘણી હતી. આખી રાત ઊભા ઊભા પ્રવાસ કર્યો. સવારે પૂના સ્ટેશને તે આવી પહોંચ્યો. બસસ્ટેન્ડ પર જઈ તપાસ કરી તો ખડકવાસલા કોઈ બસ સાંજના ચાર વાગ્યા સુધી જવાની ન હતી. બીજું કોઈ વાહન પણ મળે તેમ ન હતું. તરત નિર્ણય કર્યો કે ખડકવાસલા ચાલતાં જવું.
રસ્તો પૂછતાં પૂછતાં એણે ઝડપથી ચાલવા માંડ્યું. દસ માઈલ ચાલ્યા પછી ઘડિયાળમાં જોયું તો લાગ્યું કે હવે જો રમતગમતમાં ભાગ લેવા પહોંચવું હોય તો દોડ્યા સિવાય છૂટકો નથી. એટલે છેલ્લા ચારેક માઈલ તે સતત દોડતો રહ્યો. ઝડપથી ટેકરી ચડીને કેમ્પમાં પરેડ-ગ્રાઉન્ડ પાસે પહોંચ્યો. સ્પર્ધા ચાલુ થઈ ગઈ હતી એટલે પોતાના તંબુમાં પણ ગયા વિના તે બીજા એક કેડેટનાં સ્પોર્ટ્સનાં કપડાં પહેરીને ઝડપથી બીજી સ્પર્ધામાં જોડાઈ ગયો. એમાં પ્રથમ આવ્યો. ત્યાર પછી દોડવા માટેની એક પછી એક એમ બધી જ સ્પર્ધાઓમાં, થાક અને ઉજાગરાની પરવા કર્યા વગર, ખૂબ હિંમત, આત્મવિશ્વાસ અને જુસ્સાથી એણે ભાગ લીધો, અને દરેકમાં પ્રથમ નંબરે આવ્યો.
અમે આન્નાદેને કહ્યું, “તેં આજે કંપનીનું ગૌરવ વધાર્યું છે, એટલું જ નહિ પણ તે બીજાઓને પ્રેરણા મળે એવું ખરેખર ઉદાત્ત પરાક્રમ કર્યું છે. તે માટે તને ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે.”
આદ્રાદેની બધી વાત અમે બીજા ઑફિસરોને કહી. કમાન્ડિંગ ઓફિસર મેજર કોલાબાવાલાને અને મેજર જનરલ વીરેન્દ્ર સિંઘને પણ એ વાત કરી. તેમને પણ આન્નાદે માટે ઘણું માન થયું.
સાંજે મેસમાં અમે બધા ઑફિસરો એકત્ર થયા કે તરત મેજર જનરલે મેસ સેક્રેટરીને આજ્ઞા કરી કે ‘ડિનર ટેબલમાં એક વધુ ખુરશીની વ્યવસ્થા કરાવો.”
૨૬૨ કિ ચરિત્રદર્શન
Page #319
--------------------------------------------------------------------------
________________
વળી એમણે અમારા કંપની-કમાન્ડરને સૂચના કરી કે “આન્નાદેને બોલાવી લાવવા માટે સંદેશો મોકલો. આજે તે આપણી સાથે - બધા ઓફિસરોની સાથે ડિનર લેશે !'
સંદેશો મળતાં આન્નાદે યુનિફોર્મ પહેરીને આવ્યો. મેજર જનરલને સલામ કરી. મેજર જનરલે એની સાથે હાથ મિલાવી ખુશી વ્યક્ત કરી. આન્દ્રાના અનુભવની વાતો થઈ. સમય થયો એટલે અમારી સાથે ડિનરમાં તે જોડાયો. એક કેડેટને મેજર જનરલના હાથે મળેલું આ માન લકરની દૃષ્ટિએ જેવુંતેવું ન ગણાય. આદ્રાદેએ પણ એથી બહુ ધન્યતા અનુભવી.
મુંબઈ જતાં માની તબિયતની સતત ચિંતા, પાછાં ફરતાં આખી રાતનો ઉજાગરો, પ્રવાસનો થાક, કેમ્પમાં પહોંચવા માટેની ચિંતા, માર્ગનો શ્રમ, સ્પર્ધામાં પ્રથમ આવવા માટે વાપરેલી તાકાત અને સાંજનું ભારે ભોજન છતાં આન્નાદેની આંખોમાં ઊંઘ નહોતી. પરિશ્રમ સફળ થયાના સંતોષની, સિદ્ધિ હાંસલ કર્યાના આનંદની, મેજર જનરલની બાજુમાં બેસી ભોજન લીધાના ગૌરવની વિશિષ્ટ તાઝગીભરી ચમક એના ચહેરા ઉપર વરતાતી હતી.
કેડેટ આન્નાદે ક ૨૬૩
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯
કૉર્પોરલ બારશી
જુલાઈ મહિનો શરૂ થયો. અમારી કૉલેજના નવા વિદ્યાર્થીઓને એન.સી.સી.માં દાખલ ક૨વાની કાર્યવાહી પૂરી થઈ. સાંજની પાંચ વાગ્યાની પરેડ ચાલુ થવાની હતી. પરેડના અડધા કલાક પહેલાં હું સી.એસ.એમ. (કંપની સાર્જન્ટ મેજર) સાથે અમારી એન.સી.સી.ની ઑફિસે પહોંચ્યો. તાળું ખોલી દાખલ થયો કે તરત કશીક તીવ્ર દુર્ગંધ આવવા લાગી, જાણે કે મરેલા ઉંદરની વાસ ન આવતી હોય ! શાની વાસ આવે છે તેની તપાસ કરવા માટે હું હજુ અમારા સી.એસ.એમ.ને સૂચના આપું છું એટલામાં તો એક કૅડેટ પોતાનો રોલ-નંબર પૂછવા ઑફિસમાં આવી ચઢ્યો અને તરત બોલ્યો : સર, તમને કંઈ ખરાબ વાસ આવતી નથી ?”
નવો કૅડેટ હતો એટલે એની સાથે કંપની-કમાન્ડર તરીકે લશ્કરી શિસ્ત પ્રમાણે અંતર રાખવા મેં ઇરાદાપૂર્વક જવાબ આપવાનું ટાળ્યું. સી.એસ.એમ. દ્વારા એને કહેવડાવ્યું કે રોલ-નંબર માટે એ પોતાના પ્લેટૂન સાર્જન્ટને મળે. પરંતુ એ કૅડેટ ફરીથી બોલ્યો : ‘સર, કહો ન કહો પણ બહુ જ ખરાબ વાસ આવે છે. સહન થતી નથી. જાણે કોઈ ઉંદર મરી ગયો ન હોય !' એમ કહી નાકે રૂમાલ દબાવી તે નીચે નમ્યો અને તરત બોલી ઊઠ્યો : સાચી વાત છે, સ૨ ! આ કબાટ નીચે એક મરેલો ઉંદર પડ્યો છે.’
નીચા વળી મેં કબાટ નીચે જોયું. એની વાત સાચી હતી. કબાટ નીચે મરેલો ઉંદર પડ્યો હતો. તે ફેંકી આવવા માટે હમાલને હું સૂચના આપું તે પહેલાં તો એ કેડેટે ઉંદરને પૂંછડથી પકડ્યો અને કહ્યું, ‘સર, હું પોતે જ ફેંકી આવું છું. હમાલને બોલાવવાની જરૂર નથી.'
ઉંદરને ફેંકી તે પાછો આવ્યો. ચીતરી ચડે એવું કામ કરવા માટેની એની
૨૬૪
ચરિત્રદર્શન
Page #321
--------------------------------------------------------------------------
________________
તત્પરતા જોઈ મને એના પ્રત્યે માન થયું. કૉલેજમાં નવો દાખલ થયેલો મુંબઈનો વિદ્યાર્થી આવું કામ તરત ન કરે. એટલે તેનો આત્મવિશ્વાસ જબરો લાગ્યો. લશ્કરમાં તો ગમે ત્યારે ગમે તે પ્રકારનું કામ કરવાનું આવી પડે. કોઈ કામ હલકું નથી. કોઈ કામ કરવામાં કશી શરમ ન હોવી જોઈએ. એટલે આવી કામગીરી કરનાર કેડેટ લશ્કરી જીવનને–એન.સી.સી.ને અનુરૂપ લાગ્યો.
થોડી વાર પછી એ કેડેટ ફરી ઓફિસમાં આવ્યો. એના એક હાથમાં પાણી ભરેલી બાલદી હતી. બીજા હાથમાં લૂગડું હતું. તરત એણે પાણીથી ઓફિસમાં પોતું કરી નાખ્યું. પંખો ફાસ્ટ ચલાવ્યો. થોડી વારમાં દુર્ગધ નીકળી ગઈ. એને. પૂછ્યું, “તારું નામ શું ?'
બારશી, સર !”
ભલે, આભાર તારો, બારશી!” પછી ઘડિયાળ સામે જોઈ મેં કહ્યું, “હવે બારશી ! પરેડનો ટાઇમ થઈ ગયો છે. પરેડમાં તું મોડો ન પડવો જોઈએ. જા, જલદી જા.'
એના ગયા પછી મેં અમારા સી.એસ.એમ.ને એ કેડેટ વિશે પૂછ્યું, પરંતુ એને બારશીનો બરાબર પરિચય નહોતો; વર્ષની હજુ શરૂઆત હતી; કેડેટ નવો
હતો.
* મને બારશીના વ્યક્તિત્વમાં રસ પડ્યો. એન.સી.સી.ની કંપનીમાં આવો હિંમતવાળો હોશિયાર વિદ્યાર્થી હોય તો શિસ્ત અને વહીવટની દષ્ટિએ ઘણો ઉપયોગી થઈ પડે. બીજા છોકરાઓને તે સારો દાખલો બેસાડે.
ઊંચો, એકદમ કાળો, લંબગોળ ચહેરાવાળો, મોટી આંખોવાળો અને હસે ત્યારે કાળા હોઠ વચ્ચે સફેદ દાંત ચકચકે એવો આ કેડેટ બીજા બધામાં જુદો તરી આવતો હતો. દરમિયાન સી.એસ.એમ. તપાસ કરી લાવ્યો કે તે સાર્જન્ટ કૃષ્ણસ્વામીના પ્લેટૂનમાં છે. ચારેક વાર સાર્જન્ટને મળ્યો હશે, પરંતુ એટલા સમયમાં જ એની કામ કરવાની તત્પરતા જોઈને સાર્જન્ટ કૃષ્ણસ્વામી પણ એનાથી પ્રભાવિત થઈ ગયા હતા.
બારશી સરેરાશ છોકરાઓ કરતાં વધુ લાંબો અને ઘણો તગડો હતો, એટલે એના માપનાં કપડાં યુનિફોર્મ અમારા સ્ટોરમાં નહોતાં. એને માટે દરજી પાસે પેન્ટ ખોલાવીને શક્ય તેટલું લાંબુ કરાવી આપ્યું, પણ બારશીને તે પછી પણ ઘણું ટૂંકું પડ્યું. એવું પગેથી ઊંચું પેન્ટ (એના માપ પ્રમાણે યુનિફોર્મ ન બનાવાય ત્યાં સુધી) પહેર્યા સિવાય છૂટકો ન હતો. પહોળું કરાવેલ શર્ટ પણ બારશીને ભીંસાતું હતું. એટલે બીજા બધા કેડેટોમાં બારશી એના માપ વગરના યુનિફૉર્મથી પણ જુદો તરી
કોપરલ બારશી
૨૬૫
Page #322
--------------------------------------------------------------------------
________________
આવતો હતો. કૉલેજના પહેલા-બીજા વર્ષના કૅડેટોને મૂછ-દાઢી ઝાઝાં ઊગ્યાં ન હોય, પરંતુ બારશીને, વધારે પડતો તે પુખ્ત હોય એટલાં મૂછ-દાઢી ઊગ્યાં હતાં. જાણે શાળામાં બે-ત્રણ વર્ષ નાપાસ થઈને આવેલો વિદ્યાર્થી હોય એવો તે લાગતો હતો. એન.સી.સી.માં દાખલ થવા માટેના એના ફૉર્મમાં નોંધાવેલી જન્મતારીખની મેં જ્યારે તપાસ કરાવી ત્યારે તે વાત સાચી જણાઈ. કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી તરીકે સત્તર-અઢારની ઉંમર હોવાને બદલે બારશી એકવીસ વર્ષનો હતો.
બીજા કૅડેટો દ્વારા જાણવા મળ્યું કે બારશી વર્ગમાં ભણવામાં બહુ હોશિયાર નહોતો. પણ તે ઓછો બુદ્ધિશાળી કે ઓછો અનુભવી છે એમ એની સાથેની વાતચીત પરથી ન લાગે. કેટલાક વિદ્યાર્થીઓને ભણવામાં બહુ રસ ન પડે, પરંતુ તેઓ રમતગમત, લશ્કરી તાલીમ અને ઇતર પ્રવૃત્તિઓમાં બહુ હોશિયાર હોય. બારશી એવો હતો. વળી ગમે તેવું કામ કરવામાં તે બહુ ઉત્સાહી, નિઃસંકોચ અને ચપળ હતો. સામેથી કામ તે માગી લે. ક્યારેક તો વગર બોલાવ્યે કે વણપૂલ્યે તે કામ ક૨વા લાગી જતો. એથી થોડા સમયમાં બારશી બધા કૅડેટોમાં બહુ માનીતો થઈ પડ્યો હતો.
બંને સત્રની એન.સી.સી.ની તાલીમ પૂરી થયા પછી પાકી તાલીમ માટેનો અમારો વાર્ષિક કૅમ્પ નાસિક શહેરથી થોડા માઈલ દૂર ગોદાવરી-તટે યોજવાનું નક્કી થયું. કૅમ્પમાં જતાં પહેલાં કેટલીક ખાલી પડેલી રેન્ક માટે કેડેટોને બઢતી આપવાની હતી. સામાન્ય રીતે પહેલા વર્ષના કૅડેટને લાન્સ કોર્પોરલ કે કૉર્પોરલની રૅન્ક અપાય નહિ, પરંતુ પ્લેટૂન સાર્જન્ટ કૃષ્ણસ્વામીએ ખૂબ વખાણ સાથે બા૨શીના નામની ભલામણ કરી અને બા૨શી જેવા દક્ષ અને કામગરા કૅડેટને ભલે કૉર્પોરલની ઊંચી રૅન્ક અપાય એમ વિચારી મેં મંજૂરી આપી એટલે બારશી કૉર્પોરલ બન્યો.
રૅન્ક મળતાં જ બારશી આનંદમાં આવી ગયો. પોતાના ખર્ચે નવો યુનિફૉર્મ કરાવી, બાંય ઉપર કૉર્પોરલની રૅન્કની નિશાની તરીકેની બે સફેદ પટ્ટી લગાડી કૅમ્પમાં તે આવી પહોંચ્યો. બારશીનો જાણે હવે વટ પડવા માંડ્યો. રૅન્ક મળતાં પોતાના હાથ નીચેના કૅડેટો ઉપર હુકમ ચલાવવાનું પણ એણે તરત ચાલુ કરી દીધું. આમ પણ તે ઉંમરમાં અને શરીરે બીજાઓ કરતાં મોટો અને તાકાતવાળો હતો, એટલે નવા બધા કેડેટોને એ દબડાવતો હતો. તેમાં સત્તા મળી એટલે તે વધુ જબરો થયો. લશ્કરી દૃષ્ટિએ એ સારું થયું ગણાય. બારશી પોતાના હાથ નીચેના કૅડેટોને બરાબર કંટ્રોલમાં રાખે છે અને સારી શિસ્ત જાળવે છે એ જોઈ અમને આનંદ થતો. બીજે વર્ષે સાર્જન્ટ, ત્રીજે વર્ષે સી.એસ.એમ. અને ચોથે વર્ષે અંડરઑફિસરની રૅન્ક બારશી માટે અમારા મનમાં અગાઉથી અનામત થઈ ગઈ. સારી
૨૬૬ ચરિત્રદર્શન
Page #323
--------------------------------------------------------------------------
________________
રૅન્ક માટે સારા છોકરાઓ મળે તો કંપનીની કામગીરી અને પ્રગતિ માટે જોવાનું ન રહે.
કૅમ્પમાં પહેલે દિવસે સાંજે બારશી મારી પાસે આવ્યો. બોલ્યો, સર, તમે મને પાંચ રૂપિયા ઉછીના આપી શકશો ? મારે થોડી ખરીદી કરવી છે. મારા મિત્ર પાસેથી મારા પૈસા આવી જશે એટલે હું તમને તરત પાછા આપી જઈશ.' મેં પાંચ રૂપિયા આપ્યા. બીજે દિવસે સાંજે નિશ્ચિત સમયે બારશી વચન પ્રમાણે પાંચ રૂપિયા બરાબર પાછા આપી ગયો. એની નિયમિતતા અને નિષ્ઠાની સારી છાપ પડી.
બારશીએ પોતાના ખર્ચે યુનિફૉર્મ કરાવ્યો તે પરથી લાગ્યું કે કદાચ તે સુખી ઘ૨નો હશે. પરંતુ એના વિસ્તારના પરિચિત એક કૅડેટ દ્વારા જાણવા મળ્યું કે બારશી તદ્દન સાધારણ સ્થિતિનો છે. તે જાતે ખ્રિસ્તી છે. તેની મા મુસલમાન છે. તેના પિતા મોટર મિકેનિક તરીકે નોકરી કરતા હતા. થોડા સમય પહેલાં ગુજરી ગયા છે. એની મા સાધારણ નોકરી કરે છે. પરાની એક નાનકડી ઓરડીમાં તે રહે છે; આવી સ્થિતિ છતાં બારશીએ ગાંઠના પૈસા ખર્ચીને પોતાના માપ પ્રમાણે નવો યુનિફૉર્મ કરાવ્યો તે પરથી એન.સી.સી. માટે તેનો ઉત્સાહ કેટલો બધો છે તે અમને સમજાયું.
ત્રીજે દિવસે સાંજે બારશી મળવા આવ્યો. વળતો દિવસ રવિવારનો હતો. સવારની પરેડમાંથી એને છુટ્ટી જોઈતી હતી. શહેરમાં ખ્રિસ્તી દેવળમાં જઈ તે સવારના ‘માસ'માં હાજર રહેવા ઇચ્છતો હતો. તેની સાથે બીજા કેટલાક ખ્રિસ્તી કૅડેટો પણ હતા. બધાને છુટ્ટી અપાઈ. બારશીની ધર્મશ્રદ્ધા ગમી ગઈ. શહે૨માં એણે બધા મિત્રોને મીઠાઈ ખવરાવી એ જાણીને પણ આનંદ થયો. સ્થિતિ સાધારણ હોવા છતાં બારશી ઉદાર જણાયો.
કૅમ્પમાં કૅડેટોને લશ્કરી તાલીમ આપવાનું કામ જોરશોરથી ચાલવા લાગ્યું. જુદી જુદી કંપનીઓ વચ્ચે સ્પર્ધાઓ થવા લાગી. પરંતુ સાથે સાથે આવા કૅમ્પોમાં જેમ સામાન્ય રીતે બને છે તેમ નાસિકના અમારા એ કૅમ્પમાં પણ બનવા લાગ્યું. કેડેટોના પૈસાની અને ચીજવસ્તુઓની ઘણી ચોરી થવા લાગી. ખુલ્લા તંબુઓમાં તાળા-કૂંચી વગરનો કૅડેટોનો સામાન બિસ્તરો અને કિટબૅગ) હોય. એટલે ચોરી કરવી સહેલી અને પકડવી અઘરી. કોઈ પણ કિટબૅગ એની દોરી છોડીને ગમે ત્યારે ખોલી શકાય. કોઈની વૉટર બૉટલ, કોઈનો કમ્મરપટ્ટો, કોઈના કેનવાસના જોડા તો કોઈની માથે પહેરાવની ટોપી (બેરી) ચોરાઈ જાય તો બહુ ખબર ન પડે, કારણ કે આ બધી વસ્તુઓ બધાની એકસરખી જ હોય. કોઈએ પોતાની કંઈ નિશાની કરી હોય કે નામ લખ્યું હોય તો પારખી શકાય, તે સિવાય નહિ. આવી ચોરી
કૉર્પોરલ બારશી ૨૬૭
Page #324
--------------------------------------------------------------------------
________________
ચોરીના ઇરાદાથી ઓછી થાય. એકની ખોવાય એટલે તે બીજાની ઉપાડીં લે અને એમ ચક્ર ચાલે. કૅમ્પ પૂરો થવા આવે ત્યારે દરેકના સામાનની બધી વસ્તુઓ ખોલાવીને ચેકિંગ કરાય. તે વખતે ઘણાની ઘણી વસ્તુઓ પાછી મળી જાય, કારણ કે કોઈની પાસે એક કરતાં વધારે હોય તો તે મોટે ભાગે બીજાની જ હોય. પણ કૅમ્પમાં કોઈના પૈસા ચોરાયા હોય તો તે પાછા મેળવવાનું કામ લગભગ અશક્ય, સિવાય કે ચોરી કરતી વખતે જ તે ચોરના૨ પકડાઈ જાય.
કૅમ્પમાં ચોરી ન થાય એ માટે પહેલા દિવસથી જ બંદોબસ્ત કરવામાં આવે. પરેડના સમય દરમિયાન જ્યારે બધા કૅડેટો પરેડ-ગ્રાઉન્ડમાં હોય ત્યારે તંબુઓમાં રખેવાળું કરવા માટે ફરજ ઉપર કેટલાક કૅડેટોને ‘લાઇન સેન્ટ્રી’ તરીકે મૂકવામાં આવે. જેઓ માંદા હોય અથવા જેમણે રાતની ડ્યુટી બજાવી હોય અથવા બીજાં કોઈ કા૨ણોસ૨ જેમને પરેડમાં જવાનું ન હોય તેવા કૅડેટોની લાઇન સેન્ટ્રી તરીકે સામાન્ય રીતે પસંદગી થાય. એ કૅડેટોને તે દિવસ પૂરતી પરેડમાંથી મુક્તિ મળે. પરેડ પર ગયેલા બધા કૅડેટોના બિસ્તરા અને કિટબૅગ બરાબર માપસર હારબંધ ગોઠવવાની (લાઇન ડ્રેસિંગની) જવાબદારી તેમને સોંપાય. કોઈની કિટબૅગ વ્યવસ્થિત ન હોય તો એ ખોલીને ફરી ગોઠવવાની સત્તા પણ લાઇન સેન્ટ્રીને અપાય. ક્યારેક લાઇન સેન્ટ્રી ચા-નાસ્તા માટે કે કુદરતી હાજત માટે તંબુ છોડીને જાય ત્યારે તેની ગેરહાજરીમાં ચોરી થઈ જાય. ક્યારેક આવી ચોરીમાં કૅમ્પના ઝાડુવાળા, રસોઇયા કે બીજા નોકરોનો હાથ પણ હોય.
નાસિકના અમારા કૅમ્પમાં ચીજ-વસ્તુઓની ચોરી કરતાં પૈસાની ચોરીનું પ્રમાણ ઘણું વધી ગયું. રોજ કેટકેટલી ફરિયાદો આવવા લાગી. મેં અને મારા બીજા મદદનીશ ઑફિસરોએ પરેડ-ગ્રાઉન્ડમાંથી ચૂપચાપ આવીને તંબુઓની અચાનક ઝડતી લેવાનું ચાલુ કર્યું, પણ કોઈ ચોર પકડાતો ન હતો. સી.એસ.એમ. અને સાર્જન્ટોને બોલાવીને ખાનગીમાં પૂછી લીધું, તમને કોઈ કૅડેટ ઉ૫૨ વહેમ આવે છે ?” તેમણે કહ્યું, ‘કૉર્પોરલ બારશી કહેતો હતો કે ફર્નાન્ડિઝ કદાચ આ ચોરી કરતો હોવો જોઈએ એવો તેને વહેમ છે.’
તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું કે કૅડેટ ફર્નાન્ડિઝ માંદગીના બહાને લાઇન સેન્ટ્રી તરીકે ચાર-પાંચ વાર રહ્યો હતો. એક વખત અચાનક હું તંબુમાં જઈ ચઢ્યો ત્યારે કૉર્પોરલ બારશી ત્યાં બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો. મને જોતાં જ એણે સિગારેટ નાખી દીધી. મેં પૂછ્યું, “કેમ બારશી, તું અહીં શા માટે છે ?” ‘સર, હું હમણાં જ આવ્યો. લાઇન સેન્ટ્રી ફર્નાન્ડિઝને બ્રેકફાસ્ટ માટે જવું હતું એટલે સી.એસ.એમ.એ મને મોકલ્યો છે. કૅડેટ ફર્નાન્ડિઝ આવે એટલે હું તરત
૨૬૮ ચરિત્રદર્શન
Page #325
--------------------------------------------------------------------------
________________
પરેડ પર પાછો જાઉં છું.'
તું સિગારેટ કેમ પીતો હતો ?”
સોરી, સર ! ક્વાર્ટર-માસ્ટર હવાલદારે મને ઓફર કરી એટલે મારાથી ના ન પાડી શકાઈ.'
તંબુમાં સિગારેટ પીવાની મનાઈ છે, એ તો તને ખબર છે ને ?' “સોરી સર, મારી ભૂલ થઈ ગઈ. હવે એવું નહિ કરું.’
બારશી સારો છોકરો હતો, પરંતુ સિગારેટ પીતો હતો તે મને ન ગમ્યું. ભૂલ માટે એણે માફી માગી એથી હું રાજી થયો. પૈસાની ચોરી પકડવા માટે અને ફર્નાન્ડિઝની હિલચાલ પર નજર રાખવા માટે મેં એને ખાનગી સૂચના આપી.
બીજી એક વખત હું અચાનક તંબુમાં જઈ ચઢ્યો ત્યારે બીજા એક લાઈન સેન્ટ્રી સાથે બારશી પણ હતો. બારશીએ યુનિફોર્મ પહેર્યો ન હતો. મેં પૂછ્યું, “બારશી, તું કેમ અહીં છે ?”
સર, મારો યુનિફોર્મ ધોબીને આપ્યો છે તે હજુ આવ્યો નથી.' તારી પાસે બીજો યુનિફૉર્મ નથી ?'
છે, પણ તે ટૂંકો યુનિફૉર્મ છે. તે પહેરીને પરેડ પર આવવાનું ગમતું નથી. બધા કેડેટો મશ્કરી કરે છે.'
બારશીનું એ કારણ શિસ્તની દૃષ્ટિએ મને બહુ વાજબી ન લાગ્યું. યુનિફોર્મ પહેરી તરત પરેડ પર જવા મેં હુકમ કર્યો, એટલે ટૂંકો યુનિફોર્મ પહેરી બારશી તરત પરેડ પર પહોંચી ગયો.
મેં બે સાર્જન્ટોને પણ ફર્નાન્ડિઝની અવરજવર ઉપર છૂપી નજર રાખવા સૂચના આપી. વળી ડોક્ટર એને માંદગીને કારણે પરેડમાંથી મુક્તિ આપે છે તે બરાબર છે કે નહિ તેની તપાસ રાખવાનું કહ્યું, કારણ કે પેટનો અને માથાનો દુખાવો એવી બાબત છે કે જેને ડૉક્ટરો પણ પકડી શકે નહીં.
કેમ્પમાં પૈસા ચોરનાર જો કોઈ કેડેટ હોય તો તે કાં તો એ પૈસા કોઈ જગ્યાએ સંતાડી રાખે, કાં તો પોતાના ખિસ્સામાં રાખે; કદાચ તરત ખર્ચ પણ નાખે. કેમ્પમાં પૈસા ખર્ચવાની જગ્યા તે એક માત્ર કેન્ટીન હતી.
કેન્ટીનમાં કોણ વધારે પૈસા ખર્ચે છે તેની બાતમી મેળવવા મેં પ્રયત્ન કર્યો. રિપોર્ટ મળ્યો કે પરેડ પછી ફર્નાન્ડિઝ અને બારશી ઘણી વાર ત્યાં ખાતા-પીતા હોય છે અને ત્યાં આખો વખત સિગારેટ ફૂંકતા હોય છે. ફર્નાન્ડિઝ પાસેથી વાત કઢાવવા બારશીએ એની સાથે દોસ્તી બાંધી છે અને ખાવાપીવામાં કંપની આપે છે એવું એક સાર્જન્ટ દ્વારા જાણવા મળ્યું. પરંતુ ચોરી વિશે હજુ સુધી પાકી બાતમી
કોર્પોરલ બારશી
૨૬૯
Page #326
--------------------------------------------------------------------------
________________
મળતી ન હતી.
એક સાંજે અચાનક હું કેન્ટીનના વિશાળ તંબુમાં જઈ ચડ્યો. ઘણા કૅડેટો ચા કે કોલ્ડડ્રિંક પીતા હતા. કેટલાક ગપાટા મારતા બેઠા હતા. એક ખૂણામાં એક ટેબલ પાસે રંગત જામી હતી. તેમાં બારશી અને ફર્નાન્ડિઝ પણ હતા. પાનાં રમતા હતા. હું ત્યાં પહોંચ્યો એટલે બારશી ઊભો થઈ ગયો. સિગારેટ તરત ફેંકી દીધી. મને સલામ ભરી. બીજા કૅડેટો ઊભા થઈ ગયા. મેં તેમની રમત ચાલુ રાખવા કહ્યું. બધા બેઠા. હું ચાલ્યો. તંબુમાંથી બહાર નીકળતો હતો ત્યાં બા૨શી આવીને મને કહી ગયો કે ફર્નાન્ડિઝ પાસેથી વાત કઢાવવા તે આ બધા ખેલમાં સાથ આપે છે. ચોરીઓની ફરિયાદો વધતી ગઈ. એટલે પકડવા માટે કેડેટોના બિસ્તરા અને કિટબૅગની બધી ચીજવસ્તુઓ ખોલાવીને ત્રણેક વખત સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, પરંતુ કોઈની પાસેથી કશું નીકળ્યું નહિ. ફર્નાન્ડિઝની કિટબૅગમાંથી પણ કશું મળ્યું નહિ. ફર્નાન્ડિઝને પકડવાનું કામ બારશીને સોંપાયું હતું, પરંતુ તે પણ તેમાં હજુ સફળ થયો ન હતો. કૅમ્પ પૂરો થવાને હવે બે દિવસ રહ્યા હતા, પરંતુ હજુ કોઈ ચોર પકડાયો નહોતો.
બીજે દિવસે સવારે અમે ઑફિસરોએ નક્કી કર્યું કે કેડેટો સવારના ઊઠે તે પહેલાં તંબુઓમાં પહોંચી જવું. તેઓ તૈયાર થઈ પરેડ-ગ્રાઉન્ડ ઉપર જાય ત્યાં સુધી તેમની સાથે જ રહેવું. તેમની હિલચાલ ચૂપચાપ નિહાળવી. હું વહેલી સવા૨માં કેડેટોના તંબુઓમાં પહોંચી ગયો. બધા તૈયાર થયા. લાઇન સેન્ટ્રી બેસાડવામાં આવ્યા. કંપનીના ઑફિસરો અને સી.એસ.એમ. આખી કંપનીના લગભગ દોઢસો કૅડેટોને લઈ પરેડ-ગ્રાઉન્ડ તરફ માર્ચ કરતા ચાલ્યા. સાથેસાથે હું પણ ગયો. રસ્તામાં અધવચ્ચે મેં કંપની ઊભી રખાવી. ઓપન ફાઇલ કરાવી કે જેથી બધા કૅડેટો એકબીજાથી આઘા આઘા ઊભા રહે અને કોઈ એકબીજાને કશું આપી ન દે. એટેન્શનમાં હોય એટલે એકબીજા સાથે વાત કરવાની હોય જ ક્યાંથી ? તરત જાહેર કર્યું કે પૈસાની ચોરીની ઘણી બધી ફરિયાદો આવી છે. એટલે અત્યારે જ અચાનક બધાનાં ખિસ્સાં તપાસવામાં આવશે. જેની પાસે પચીસથી વધારે રૂપિયા હોય તેણે પહેલેથી હાથ ઊંચો કરી જણાવી દેવું. પછીથી જેની પાસેથી વધારે પૈસા નીકળશે તેણે કદાચ ચોરી કરી હશે તેવું માનવામાં આવશે અને સજા થશે. કોઈએ કોઈની પાસેથી ઉછીના લીધા હોય કે કોઈને ઉછીના આપ્યા હોય તો તે પણ જણાવી દેવું.' સૂચના ત્રણ વખત ફરીફરીને જોરથી જાહેર કરવામાં આવી, જેથી પોતાને સમજાયું નથી એમ કહીને દલીલ કોઈ કરે નહિ. પરંતુ કોઈનો હાથ ઊંચો થયો નહિ. કોઈની પાસે વધુ પૈસા હતા નહિ, કારણ કે કૅમ્પના છેલ્લા દિવસો હોવાથી
૨૦ ચરિત્રદર્શન
Page #327
--------------------------------------------------------------------------
________________
ઘણાના તો ખર્ચાઈ ગયા હતા. બીજા ઘણાયના ચોરાઈ ગયા હતા.
કૉલેજના વિદ્યાર્થીઓનાં ખિસ્સાં તપાસાય તે યોગ્ય ન ગણાય, પરંતુ લશ્કરી શિસ્ત પ્રમાણે તેમાં કશું અયોગ્ય પણ ન મનાય. કેડેટોને ખરાબ ન લાગે એટલા માટે મેં કહ્યું કે ખુદ સી.એસ.એમ.નાં અને સાર્જન્ટનાં ખિસ્સાં પણ તપાસવામાં આવશે. સી.એસ.એમ. અને સાર્જન્ટોને બોલાવીને ખાનગીમાં કહી દીધું હતું કે ચોરને પકડવા માટે આ નાટક કરવું પડશે. મેં સી.એસ.એમ.નાં ખિસ્સાં તપાસ્યાં. પછી સી.એસ.એમ. અને ત્રણે સાર્જન્ટોનાં ખિસ્સાં તપાસવાનો તેમજ ત્રણે સાર્જન્ટોને પોતપોતાના પ્લેટૂનના કૅડેટોનાં ખિસ્સાં તપાસવાનો હુકમ કર્યો. ત્યાં તો ઉત્સાહી અને જબરા કૉર્પોરલ બારશીએ વગર હુકમે પોતાના સેક્શનના કૅડેટોનાં ખિસ્સાં તપાસવાનું શરૂ કર્યું. મને એનું આ દોઢ ડહાપણ ગમ્યું નહિ, કારણ કે કૉર્પોરલ બારશી વિના કારણ કેડેટોને બહુ દબડાવ્યા કરે છે એવી ફરિયાદ તો હતી જ. મેં ત૨ત બારશીને પોતાની જગ્યાએ ઊભા રહેવા માટે કડક અવાજે આજ્ઞા કરી. વળી મેં કહ્યું, ફક્ત સી.એસ.એમ. અને સાર્જન્ટો જ બધા કૉર્પોરલ, લાન્સ કૉર્પોરલ તથા કૅડેટોનાં ખિસ્સાં તપાસશે, બીજા કોઈ નહિ.'
તપાસ ચાલુ થઈ એટલામાં કૉર્પોરલ બારશી લાઇન તોડી મને કશુંક કહેવા માટે આવતો જણાયો. પરંતુ શિસ્ત ખાતર મેં તેને પોતાની જગ્યાએ જ ઊભા રહેવા માટે સૂચના કરી.
જેના ઉ૫૨ ઘણો વહેમ હતો તે કૅડેટ ફર્નાન્ડિઝનો વારો આવ્યો, પરંતુ એની પાસેથી પાંચ-સાત રૂપિયા જેટલી રકમથી વધુ કશું નીકળ્યું નહિ. લગભગ ઘણાખરાનાં ખિસ્સાં તપાસાઈ જવા આવ્યાં હતાં. કૉર્પોરલ બા૨શીનો વારો આવ્યો. તે પોતાના સાર્જન્ટ સાથે રકઝક કરવા લાગ્યો પરંતુ બારશી પ્રત્યે હું પક્ષપાત કરું છું તેવું કૅડેટોને ન લાગે તે માટે મેં ફરીથી આજ્ઞા કરી કે બધા સાર્જન્ટોએ કૉર્પોરલ અને લાન્સ કૉર્પોરલનાં ખિસ્સાં પણ બરાબર તપાસવાં અને સ્સિાં તપાસતાં જ બારશીનું મોઢું પડી ગયું. એના ખિસ્સામાંથી કાઢેલા પાકિટમાં ઘણી બધી નોટો હતી. એટલે તે લઈને સાર્જન્ટ તરત મારી પાસે આવ્યો. બધાની સમક્ષ પૈસા ગણી જોયા. છસો સિત્તેર જેટલા રૂપિયા નીકળ્યા. બા૨શીએ જાતજાતનાં બહાનાં કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે માત્ર બહાનાં જ હતાં. ફર્નાન્ડિઝને બોલાવી દબડાવ્યો તો એણે કબૂલ કરી દીધું કે કેન્ટીનમાં પૈસા બારશી ચૂકવતો હતો. જુગાર રમવા માટે બા૨શી જ આગ્રહ કરતો. તંબુમાં જઈ બારશીની કિટબૅગ તપાસતાં તેમાંથી બીજા કૅડેટોની કેટલીક વસ્તુઓ મળી આવી. વળી દારૂની એક બાટલી પણ તેમાંથી નીકળી. બા૨શી ચોર હતો એ તો હવે પુરવાર થઈ ગયું. પકડાઈ જતાં બા૨શીનો ચહેરો ઉગ્ર બનવા
કૉર્પોરલ બારશી ૨૭૧
Page #328
--------------------------------------------------------------------------
________________
લાગ્યો. એની ભાષામાંથી મૃદુતા ચાલી ગઈ. પકડનાર સાર્જન્ટને તે દબડાવવા લાગ્યો પરંતુ લશ્કરી શિસ્ત આગળ તેનું કશું ચાલ્યું નહીં.
કૅમ્પ કમાન્ડન્ટ પાસે તરત લેખિત ફરિયાદ થઈ. બારશીની કૉર્પોરલની રેન્ક પાછી લેવાઈ ગઈ. એના શર્ટ પર લગાડેલ રેન્કની પટ્ટી કપાઈ ગઈ. બારશીને કેમ્પમાંથી બરતરફ કરવામાં આવ્યો. બપોરની ગાડીમાં એને મુંબઈ રવાના કરી દેવાયો.
પછી તો બારશીની વિરદ્ધ ઘણીબધી વાતો આવી. શાળામાં એણે કરેલી ચોરીઓ માટે એને શિક્ષા થઈ હતી તેની પણ સાબિતી મળી. અમારી એન.સી.સી.ની
ઓફિસમાં પરેડના પહેલા દિવસે ઉંદર મારીને બારીમાંથી નાખનાર પણ બારશી હતો એ પણ પુરવાર થયું. ઑફિસરોનો વિશ્વાસ જીતી લેવા માટે એણે કેવી યુક્તિ અજમાવી હતી!
કેમ્પમાંથી પાછા આવ્યા પછી બારશી માટે પ્રિન્સિપાલને ફરિયાદ થઈ. પછી તો કૉલેજના વિદ્યાર્થીઓનાં કીમતી પુસ્તકો, પાકિટ વગેરેની કેટલીક ચોરીઓમાં બારશી હોવાની સાબિતીઓ મળી. ચોરેલા પૈસા છૂટથી ખર્ચા, દોસ્તી બાંધી, વિશ્વાસ જીતી લઈ, ન પકડાય એવી સિફતથી ચોરી કરવાની કલામાં તે ઘણો નિપુણ થઈ ગયો હતો. એની સામે શિસ્તનાં પગલાં લેવાયાં. કૉલેજમાંથી તેને જ્યારે ડિસમિસ કરવામાં આવ્યો ત્યારે એની મા કૉલેજમાં આવીને પ્રિન્સિપાલ પાસે ઘણું રડી. પરંતુ ચહેરા પર અફસોસની કોઈ રેખા દેખાતી ન હતી, કારણ કે તેનું વર્તન એક રીઢા ગુનેગાર જેવું શાળાના દિવસોથી થઈ ગયું હતું.
ઘણું કામ કરી આપીને બીજાનો સારો એવો પ્રેમ અને વિશ્વાસ જીતી લેવાની કળા ફળદ્રુપ બુદ્ધિ વડે બારશીએ સારી રીતે હસ્તગત કરી લીધી હતી, પરંતુ ચોરી, જુગાર, દારૂ અને બીજાં વ્યસનોએ યુવાનીમાં પ્રવેશતાં જ એની જિંદગીને બરાબર કરી નાખી હતી.
(“બેરરથી બ્રિગેડિયરમાંથી)
ર૭ર જ ચરિત્રદર્શન
Page #329
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર
૧૯૨૬ પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ શાહ. જન્મસ્થળ પાદરા, વડોદરા જિલ્લો. જન્મ ત્રીજી ડિસેમ્બર
૧૯૨૬, કારતક વદ ૧૩, ૧૯૮૩
૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઇનામ મળ્યું.
૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત.
૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં દાખલ થયા.
૧૯૪૨ ચિત્રકલામાં રસ
રાહુલક૨ સ૨ના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ બન્ને પરીક્ષામાં પ્રથમ નંબરે
આવી પારિતોષિકો મેળવ્યાં.
૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના કાર્યમાં ભાગ લીધો.
-
૧૯૪૪ મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ મળ્યો.
૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્ક્સ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટ્સમાં એડિમેશન મેળવ્યું સ્વપ્ન સારા લેખક થવાનું. ઘરછોડી મહાવીર જૈન વિદ્યાલયની હૉસ્ટેલમાં રહેવા ગયા.
૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વક્તૃત્વસ્પર્ધા, નાટકલેખન અને અભિનયમાં ભાગ લઈ સફ્ળતા પ્રાપ્ત કરી.
૧૯૪૭ ઇન્ટર આર્ટ્સમાં ફર્સ્ટ ક્લાસ. બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર # ૨૭૩
Page #330
--------------------------------------------------------------------------
________________
લીધા. ૧૯૪૮ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ, ગુજરાતી વિષયમાં પ્રથમ
આવ્યા. ૪૮-૪૯ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફેલો તરીકે નિમણૂક. ૪૮-૪૯ પાટણ જૈન
હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે. અભ્યાસ ચાલુ “સાંજવર્તમાન પત્રમાં
પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First Class First આવ્યા. મુંબઈ
યુનિવર્સિટીમાં બળવંતરાય કલ્યાણરામ ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કૉલેજમાં એમ.એ. અને
એમ.એસસી – સર્વમાં પ્રથમ આવવા બદલ “સેન્ટ ફ્રાન્સિસ મેડલ મળ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા.
એન.સી.સી. નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧થી ૫૪ સેકન્ડ લેફ્ટનન્ટ, ૧૯૫૪થી પ૭ લેફ્ટનન્ટ, ૧૯૫૮થી ૬૫ કેપ્ટન, ૧૯૬૫થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી.
મનીષા (સૉનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે – ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની
સોફાયા કૉલેજના ગુજરાતીનાં અધ્યાપિકા તારાબહેન શાહ સાથે
વેવિશાળ થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી
મુંબઈ જેન યુવક સંઘની કારોબારીમાં સભ્ય. ગુજરાતી સાહિત્યનું
રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯પ૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઑફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ
કર્યો. બદરીનાથ – કેદારનાથનાં દર્શન. ૧૯૫૫ ૧૯૫૫થી ૨૬ જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ કૉલેજ શરૂ
કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સી.ના જોફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કૉલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ પુસ્તક પ્રગટ
થયું. (એવરેસ્ટનાં રોમાંચક સાહસોની ઐતિહાસિક કથા) ૧૯૫૫. ૧૯૫૬ ૫૬ જૂનથી મુંબઈ આવી ગયા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ' વિષય
૨૭૪ ન ચરિત્રદર્શન
Page #331
--------------------------------------------------------------------------
________________
પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ
ગુલામોનો મુક્તિદાતા પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળદમયંતી રાસ' પ્રગટ. પ્રો. મનસુખલાલ ઝવેરી
સાથે “ગુજરાતી સાહિત્ય'નું રેખાદર્શન પ્રગટ.
(૨) “શ્રેષ્ઠ નિબંધિકાઓ' ૧૯૫૭ સંપાદન ચીનુ દેસાઈ સાથે. ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ – સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા.
ટી.જી. શાહ અને ચંચળબહેનના જીવન પર આધારિત જીવન દર્પણ”
પ્રગટ થયું. ૧૯૬૦ તા. ૩ નવેમ્બર ૧૯૬૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે પુત્ર અમિતાભનો
જન્મ. પીએચ.ડી.ની થીસિસ તૈયાર કરી યુનિ.ને મોકલી પીએચ.ડી.ની ડિગ્રી મળી. શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી ‘ઉત્તરધ્રુવની શોધ સફરની
લેખમાળા ‘કુમાર' માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજીકૃત “જિંબુસ્વામી રાસ' પ્રગટ થયો.” ૧૯૬૨ “ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬ ૨નું ગ્રંથસ્થ વાંમય’ –
પુસ્તકોનું અવલોકન શરૂ. ૧૯૬૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના
માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા. અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા. સરયૂબહેન મહેતા Ph.d, માટે રજિસ્ટર થયા. “સરસ્વતીચંદ્ર ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ
થયો. ૧૯૬૫ ‘કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન
૧૯૬ ૫ ૧૯૬ ૬ ‘૧૯૬ રનું ગ્રંથાલય વાંમય પ્રગટ થયું. કુમાર માસિકમાં લખાયેલી
એકાંકી “શ્યામ રંગ સમીપે' – નાટિકા સંગ્રહ પ્રગટ થયો. ૧૯૬૭ જાપાનનો પ્રવાસ. શ્રી યેહાન ગુમાટાના આમંત્રણથી બોદ્ધધર્મની સંસ્થા
માટે વ્યાખ્યાનો આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી
વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકુરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન
ડો. રમણલાલ ચી. શાહ જીવનઝરમર = ૨૭૫
Page #332
--------------------------------------------------------------------------
________________
આપ્યું. સેમિનારમાં ભાગ લીધો. ‘અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્ર'ની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સિંગાપોરનો પ્રવાસ.
૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા અધ્યાત્મપ્રસાદક મંડળના પ્રમુખ તરીકે વરણી.
૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે પસંદગી. ‘એવરેસ્ટના આરોહણ’ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર – તારાબહેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ.
૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્વાણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબહેન સાથે ગયા. કેનિયાનાં મહત્ત્વનાં શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસુમુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવી૨ ૫૨ વક્તવ્યો આપ્યાં.
Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ
૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ. પોષ સુદ ૭ વિ. સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રી લંકાનો પ્રવાસ. નરસિંહ પૂર્વેનું સાહિત્ય' જાન્યુઆરી ૧૯૭૬ જૈનધર્મ બીજી આવૃત્તિ – પરિચય ટ્રસ્ટ જૈનધર્મ – મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ
—
૧૯૭૭ ચિ. શૈલજા ઇન્ટર આર્ટ્સની પ્લામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી. મહાવીર જૈન વિદ્યાલય યોજિત જૈન સાહિત્ય સમારોહ’ પહેલો કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો, આયોજન રમણભાઈએ કર્યું. ઓસ્ટ્રેલિયા – સીડનીમાં P.E.N.ની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું. હોંગકોંગ, સીંગાપોર ગયા. U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય ૫૨ વ્યાખ્યાનો આપવા તારાબહેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યાં. સાથે સાથે ફ્રાન્સ, ઇટલી, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, બેલ્જિમ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો.
-
૨૭૬ ચરિત્રદર્શન
Page #333
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ – હિંદી આવૃત્તિ પરિચય ફસ્ટ બહાર પડી.
૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ.
૧૯૭૯ Buddhism An Introdnction, ‘સમયસુંદર’, ‘પડીલેહા’, ‘આપણાં ફાગુકાવ્યો' પ્રગટ થયાં જૈન સાહિત્ય સમારોહ’ બીજો મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો.
સાઉથ અમેરિકા બ્રાઝીલમાં રીઓ ડી જાનેરો'માં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો. તેમાં વક્તવ્ય આપ્યું.
બ્રાઝિલનાં જુદાં જુદાં શહેરો બ્રાઝિલિયા, સાર્વો-પાઉલો ઉપરાંત ટ્રીનીડાડ, પનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ વગેરે જોયા પેરુમાં મચ્છુપીચ્છુમાં ઇન્કા સંસ્કૃતિના અવશેષો જોયાં પાછા ફરતા શિકાગો, ન્યૂયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા.
-
૧૯૮૦ રશિયાનો પ્રવાસ :
૧. સમયસુંદસ્કૃત થાવર્ચીા સુતરિષિ ચોપાઈ’૨. નિહવવાદ ૩. નળદમયંતીની કથાનો વિકાસ ૪. નળદમયંતી પ્રબંધ (ગુણવિનયકૃત) ૫. હેમચંદ્રાચાર્ય ૬. ઉત્તરધ્રુવની શોધસફર – પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ (૩) સુરતમાં થયો.
૧૯૮૧ ચોપાટી – દેવપ્રકાશનું નિવાસ સ્થળ છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા
-
ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધજીવનના સહતંત્રી બન્યા. ચિ. શૈલજા M.A. With Psychologyમાં first Class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો. શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૬પ૦૦ ફૂટની ઊંચાઈએ નારાયણસ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા. ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ.
આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયાં. ઋષિવર્ધનકૃત ‘નલરાય દવદંતી ચિરત્ર’ ફેબ્રુ. ૮૧માં પ્રગટ.
૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધજીવનના તંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઈ. પુત્રી. ચિ. શૈલજાના ભાવનગર
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૨૭૭
-
Page #334
--------------------------------------------------------------------------
________________
નિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયાં. સોનગઢમાં જૈનસાહિત્ય સમારોહનું આયોજન ‘ક્રિતિકા' પુસ્તક પ્રગટ
થયું.
૧૯૮૩ સુરતમાં જૈન સાહિત્ય સમારોહ પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે –
ભાગ-૧ માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત “ધન્નાશાલિભદ્ર ચોપાઈ
– ડિસે. ૮૩માં પ્રગટ. ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા
તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો. ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને.... ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યું. – જૈન સાહિત્ય સમારોહ – કચ્છ – માંડવીમાં થયો. – બે લઘુ રાસકૃતિઓ, પ્રદેશે જયવિજયના” – પાસપોર્ટની પાંખે – ભાગ ૧ આવૃત્તિ ૩જી – દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૮૪માં થયો. - યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે, અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું. ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના જુદાજુદા સ્થળે જૈનધર્મ
પર વ્યાખ્યાનો આપ્યાં. ૧૯૮૫ ૬ઠ્ઠો જૈન સાહિત્ય સમારોહ – ખંભાતમાં થયો. જિનતત્ત્વ ભાગ-૧, જૈન
સાહિત્ય સમારોહ-ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ – પાલણપુરમાં થયો. મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ
અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. – કેનેડામાં વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ – જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું. – બૌદ્ધધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ બીજો પ્રગટ થયો. જૈન સાહિત્ય સમારોહ – સમેત શિખરમાં યોજાયો દોહિત્ર કેવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના
દિને. ૧૯૮૮ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ પહેલા
છૂટા થયા. પુત્ર અમિતાભના જામનગરનિવાસી શ્રી નગીનભાઈ પદમશી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયાં.
૨૭૮ ચરિત્રદર્શન
Page #335
--------------------------------------------------------------------------
________________
સોવિયેટ યુનિયનનો પ્રવાસ – ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો. ૧૦મો સાહિત્ય સમારોહ –– બોંતેર જિનાલય – કચ્છમાં કર્યો. મોહનલાલજી મહારાજ પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિનતત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, ઉપાધ્યાય યશોવિજયજી જુલાઈ, પ્રભાવક સ્થવિરો’ ભાગ- જુલાઈ ૮૯, યુકે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની
પ્રતિષ્ઠામાં ભાગ લીધો. યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજયજી પાટણ પાસે)
મહારાજની પ્રભાવક સ્થવિરો, ભાગ.
જિનતત્ત્વ સાંપ્રત સહચિંતન ભાગ ૧ ડિસે. ૮૯ ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડિગ્રી મળી.
તારાબહેનનાં માતુશ્રી ધીરજબહેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો. વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, “શેઠ મોતીશા” પ્રગટ થયા. અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું –
ધોળકા. ૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં.
તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ ગુડીપડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો. શેઠ મોતીશા – બીજી આવૃત્તિ-૧૯૯૧. તાઓ દર્શન-૯૧,
પ્રભાવક સ્થવિરો-૯૧માં પ્રગટ થયા. ૧૯૯૨ અમેરિકા, યુકે અને આઈસલેન્ડનો પ્રવાસ. અભયભાઈ અને મંગળાબહેન
સાથે આઈસલેન્ડનો પ્રવાસ એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર, ૯૨ના રોજ જન્મ થયો. જિનતત્ત્વ -ભાગ-૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ૨, અભિચિંતના – જાન્યુ. ૯૨, શેઠ મોતીશા બેરરથી બ્રિગેડિયર જાન્યુ.
૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ માર્ચ-૯૩, “રાણકપુર તીર્થ જાન્યુ. પ્રભાવક સ્થવિરો –
ઑગસ્ટ ૯૩. “સાંપ્રત સહચિંતન – ભાગ-૪ “જિનતત્ત્વ” ભાગ-૧ બીજી
આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ – બોતેર જિનાલય-કચ્છ
સાંપ્રત સહચિંતન ભાગ-૫ જૂન ૯૪ ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર થીસિસ – મહાનિબંધ – ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું.
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૪ ૨૭૯
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ – શંખેશ્વરમાં વિજયશેખરકત નળદમયંતી
પ્રબંધ – ફેબ્રુ. ૯૫ Jin-Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઓગસ્ટ
૯૫ સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો 100મા વર્ષમાં પ્રવેશ ૧૪મો જૈનસાહિત્ય
સમારોહ, ગોધરા-કચ્છ કોફ્યુસિયસનો નીતિધર્મ ઓગસ્ટ ૯૬
જિનતત્ત્વ, ભાગ-૬ ફેબ્રુઆરી ૯૬ ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ-ઇજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ
સાંપ્રત સહચિંતન ભાગ-૯ અધ્યાત્મસાર ભાગ-૧ – ૯૭ ઓસ્ટ્રેલિયા-૯૭ પ્રભાવક સ્થવિરો જૂન-૯૭ ૨-૧૨-૯૮ના દિવસે
કોન્વોકેશન – રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી મળી. ૧૯૯૮ નોર્વે સ્વીડનનો પ્રવાસ. અભયભાઈ મહેતા સાથે પાસપોર્ટની પાંખે ભાગ
૧ની ત્રીજી આવૃત્તિ - માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ
૨) ઓક્ટો. ૯૮. સાંપ્રત સહચિંતન ભાગ-૧૦ ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ' દુબાઈ, મસ્કત, શાહજહા અબુધાબીનો
પ્રવાસ રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો. જેન સોશ્યલ ગ્રૂપ’ ઉપરાંત જુદા જુદા ઘરે – ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈનધર્મ અને સાહિત્ય પર પ્રવચનો. “મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને ગૂર્જર ફાગુસાહિત્ય-૯૯ સાંપ્રતસહચિંતન' ભાગ-૧૧ મે. ૯૯ જૈન લગ્નવિધિ બીજી આવૃત્તિ-૯૯ ઑસ્ટ્રેલિયા – ન્યુઝીલેન્ડનો પ્રવાસ. પૂ. રાકેશભાઈ સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ. સિંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ તારાબહેન અને રમણભાઈ બન્નેએ
વક્તવ્યો આપ્યાં. ૨૦૦૦ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૦, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ
અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ. Comfort Trave, મહાસુખભાઈ ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા. વીપ્રભુનાં વચનો ભાગ-૧ જૈનધર્મ – માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર અધ્યાત્મસાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ જૂન.
૨૮૦
ચરિત્રદર્શન
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૦૦૧ જૈન સાહિત્ય સમારોહ – મલ્લિનાથ, તીર્થ, દહાણુ
વીરપ્રભુનાં વચનો ભાગ-૧ સાંપ્રત સહચિંતન ભાગ-૧૩ અધ્યાત્મસાર ભાગ-૩ નવેમ્બર-૨૦૦૧ આચાર્ય વિજયશીલચક્રસૂરિ આયોજિત ‘અવધૂત આનંદઘનની આધ્યાત્મિક શબ્દચેતના' મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોગ. – સંગોષ્ઠિ – સુરતમાં અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો - ૧૩ ઑક્ટો. ૨૦૦૧.
૨૦૦૨ મોટા ભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ. શૈલજાએ મુલુંડમાં – ગોલ્ડન સ્વાનમાં કુટુંબ-મિલન યોજ્યું.
રમણભાઈ તારાબહેનના લગ્નનું ૫૦મું વર્ષ – મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી. મધ્યપ્રદેશના મહત્ત્વનાં દિગંબર તીર્થોની યાત્રા કરી. મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વરતીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કૅમ્પ કર્યો. જિનતત્ત્વ ભાગ-૭, ઑગસ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો – ભા. ૧, ૨, ૩, ૪, ૫ એક પુસ્તકરૂપે છાપ્યા. જિનતત્ત્વ ૧થી ૫ ભાગ સાથે છાપ્યા. ઓક્ટો. ૨૦૦૨
૨૦૦૩ જાન્યુઆરીમાં જૈનસાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ‘સમદર્શી હિરભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં .... હૉલમાં અપાયો. ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા કચ્છમાં યોજાયો. પંડિત સુખલાલજી' ડિસેમ્બર-૩ ‘સાંપ્રત સહચિંતન’ ભાગ-૧૪ ઑક્ટો. અધ્યાત્મસાર ભાગ ૩ નવે.
૨૦૦૪ ઑક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરેથી ૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા. અધ્યાત્મસાર સંપૂર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા ૨૦૦૪) સાંપ્રત સહચિંતન ૧૫ ઑક્ટો. ૨૦૦૪ જિનતત્ત્વ ભાગ૮ મે. ૨૦૦૪ જૈનધર્મના પુષ્પગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવે.
૨૦૦૪
૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજીકૃત જ્ઞાનસાર
સંપૂર્ણનું વિમોચન ૪ માર્ચ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું. ‘વંદનીય હૃદયસ્પર્શ' સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો. રમણભાઈને નબળાઈ વધતી ગઈ. ૨૨મીએ રાત્રે બોકહાર્ટ
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર : ૨૮૧
Page #338
--------------------------------------------------------------------------
________________
હૉસ્પિટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૬મીએ તબિયત સુધરી ર૪મીએ બ્રાહ્મ મુહૂર્ત સમાધિમૃત્યુ થયું. અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યો. રપમીએ અગ્નિસંસ્કાર કર્યા. ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થનાસભા યોજાઈ. તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધજીવનનો અંક શ્રદ્ધાંજલિઅંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા.
૨૮૨ 2 ચરિત્રદર્શન
Page #339
--------------------------------------------------------------------------
________________
ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો
નિબંધ
એકાંકીસંગ્રહ
પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ૨યામ રંગ સમીપે
પાસપોર્ટની પાંખે – ભાગ ત્રીજો જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ ગુલામોનો મુક્તિદાતા
| સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ હેમચંદ્રાચાર્ય
અભિચિંતના વંદનીય હૃદયસ્પર્શ
સાહિત્યવિવેચન પ્રભાવકસ્થવિરો, ભાગ ૧થી ૬.
| ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) તિવિહેણ વંદામિ
| નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી | બંગાકુ-શુમિ શ્રી મોહનલાલજી મહારાજ
| ક્રિતિકા શેઠ મોતીશાહ
નળ-દમયંતીની કથાનો વિકાસ બેરરથી બ્રિગેડિયર
સમયસુંદર પંડિત સુખલાલજી
પડિલેહા પ્રવાસ-શોધ-સફર ૧૯૬ રનું ગ્રંથસ્થ વાડુમય એવરેસ્ટનું આરોહણ
ગૂર્જર ફાગુસાહિત્ય રાણકપુર તીર્થ
સંશોધન-સંપાદન ઉત્તરધ્રુવની શોધ-સફર
નલ-દેવદતી રાસ (સમયસુંદરકૃત) ન્યૂઝીલેન્ડ
જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) પ્રદેશે જય-વિજયના
કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) ઓસ્ટ્રેલિયા
મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) પાસપોર્ટની પાંખે
નલ-દવદંતી પ્રબંધ ગુણવિનયકૃત) | ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો - ૨૮૩
Page #340
--------------------------------------------------------------------------
________________
થાવચ્ચાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) નલરાય-દવદંતી ચિરત્ર
(ઋષિવર્ધનસૂરિષ્કૃત) ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) બે લઘુ રાસકૃતિઓ
(જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરસ્કૃત)
ધર્મ-તત્ત્વજ્ઞાન
જૈનધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જૈનધર્મ (મરાઠી આવૃત્તિ)
નસાર
જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ કન્ફ્યૂશિયસનો નીતિધર્મ
વીર પ્રભુનાં વચનો ભાગ ૧-૨
Buddhism An Introduction Shraman Bhagwan Mahavir
& Jainism જૈનધર્મ (હિન્દી આવૃત્તિ) બૌદ્ધધર્મ
નિનવવાદ તાઓ દર્શન
-
અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩
અધ્યાત્મસાર (સંપૂર્ણ)
સંક્ષેપ
સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ)
અનુવાદ
રાહુલ સાંકૃત્યાયન
(સાહિત્ય અકાદમી, દિલ્હી) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી)
સંપાદન (અન્ય સાથે)
મનીષા
ચિંતનયાત્રા
અવગાહન
સમયચિંતન
મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી
જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
|શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ શ્રેષ્ઠ નિબંધિકાઓ
નીરાજના
જીવનદર્પણ
તત્ત્વવિચાર અને અભિવંદના
શબ્દલોક
અક્ષરા કવિતાલહરી
એન. સી. સી. જૈન લગ્નવિધિ
૨૮૪ * ચરિત્રદર્શન
પ્રકીર્ણ
Page #341
--------------------------------------------------------------------------
________________
Page #342
--------------------------------------------------------------------------
________________
VIIRI DUMBAY JAIK YUVAK SANGH SHRI CHIMANLIL CHAKUBHAI SHAK MEMORIAL SPRING LECTURES
CONTOH AREAS
| વીર નવિદ્યાલય
રક મહોતસવF
an Ed
on loterational
For P
e
nal Use
wawajainelibrary.org
Page #343
--------------------------------------------------------------------------
________________
ડૉ. પ્રવીણ દરજી
ડૉ. પ્રવીણ દરજી (૨૩-૮૧૯૪૪ જન્મ). મહેલોલ, (પંચમહાલ) ગુજરાતમાં જન્મ. અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી . આજના અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. નેવું જેટલાં પુસ્તકોના સર્જક. ગુજરાત અને ગુજરાતની બહાર વિવિધ યુનિવર્સિટીઓમાં તેમનાં વિવિધ પુસ્તકો સ્નાતકઅ ! !ાતા ક ક ફા! ઓ અભ્યાસક્રમમાં . ગુજરાતી વાચનમાળા ધો.૭થી ૧૨ કક્ષાએ પણ અવારનવાર તેમની કૃતિઓ પસંદ પામતી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ગુજરાત સાહિત્યસભા અને અન્ય અનેક સંસ્થાઓના મળેલા સુવર્ણ ચંદ્રકો, એવોર્ઝ વ. | ગુજરાતી લલિત નિબંધને તેમના સંગ્રહોએ એક નવો વળાંક આપ્યો છે. તેમના સિદ્ધાંતનિષ્ઠ વિવેચન ગ્રંથો વિદ્વાનો દ્વારા વ્યાપક સ્વીકૃતિ પામ્યા છે. ગુજરાતી અને ગુજરાત બહારનાં પ્રતિષ્ઠિત દૈનિકોમાં વર્ષોથી તેઓ સજનાત્મક -
ચિનાત્મક કટારના લેખક રહ્યા છે. ગુજરાત અને ગુજરાતની બહાર, તેમજ વિદેશમાં તેમના ગુજરાત વાચકોનો – પ્રશંસકોનો
બહોળો વર્ગ રહ્યો છે. For Privat & Personal Use Only
www.jainelibrary.one
Jain Education ite na inal
Page #344
--------------------------------------------------------------------------
________________ રમણભાઇની કલા રચના (1941)